
ખાસ કરીને કોવિડકાળમાં અમારી કોમ્યુનિટીના કબ્રસ્તાનમાં ગુજરી જનાર વ્યક્તિને દફનાવવા માટે મજબૂત જુવાનોની ટિમ બનાવવામાં આવી છે. જેના સભ્યો મોતની ખબર માટે તેમજ મૃતકની દફનવિધિ ઝડપથી કરવા સદાય તૈયાર હોય છે.
થોડાં સમય પહેલા એક સ્વજન-વૃદ્ધ કોવિડને લીધે 3-4 દિવસમાં જ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા. માણસ મજાના અને હસમુખા હતા. પણ બિમારી અને વૃદ્ધત્વને કારણે કેટલાંક સમયથી ગમગીન બની ચૂકેલા.
વર્ષોથી એક નાનકડી ગિફ્ટ-આર્ટીક્લ્સની દુકાન તેમની કમાણીનું એકમાત્ર સાધન. દીકરીઓને સુખેથી પરણાવી દીધી હોવા પછી પણ મજબૂત છતાં પત્નીના કચકચની આદતથી મજબૂર.
સુખી જીવ હોવા છતાં વડીલને જીવનની કેટલીક બાબતો પ્રત્યે ખટકો રહેતો. તેમાંની એક ‘મોટા’ લોકો તરફની ઈર્ષ્યા હતી.
તેમની દુકાન નજીક આવેલી બીજી એક મોટી ગિફ્ટ-શોપ તરફ તો તેમનો જબરદસ્ત અણગમો અને ટનબંધ ઈર્ષ્યા. મોટી દુકાનના માલિક યુવાન હોવા છતાં કાયમ આ વડીલનું માન જાળવે. પણ આ બાપુ હંમેશા અપ-માન કરવા નાનકડાં કારણો શોધે. જે વખતોવાર સામાજિક પ્રસંગો દરમિયાન ગુસ્સા રૂપે બહાર ડોકાઈ પણ જતો.
ઘણી વાર એ કાકા મોટી શોપના માલિકના નાના દીકરાને અલગ-અલગ જગ્યાએ ‘સોફ્ટ ગાળો’ અને ‘હાર્ડ-વચનો’ની ગોળી મારી બેસતા. તેમની તરફથી સમયાંતરે અ’મૂક’ અપમાનિત ઘટનાઓ અને ઈર્ષાળુ પ્રસંગોનું પેકેજ વધેલું હોવા છતાં મોટી દુકાનના મલિક તેના દીકરાને ‘વૃદ્ધનુ માન’ જાળવવા અને બધુંયે જતું કરવા સમજાવતા.
પણ હાય રે કુદરતનો ખેલ કેવો નિરાળો છે !!!!
તાજેતરમાં થયેલી તેમની દફનવિધિ દરમિયાન કબરમાં માટી નાખવા માટેની જૂજ જુવાનોની એ ટીમમાં યોગાનુયોગ મોટી શોપના માલિકનો નાનકડો દીકરો પણ શામેલ હતો. જેની પર વડીલે પાછલાં કેટલાય વર્ષોથી ‘કીચડ ઉછાળ્યું’ હતું.
આજે ના તો એ વડીલ રહ્યા છે, નથી તેમની દુકાન કે ના તેનું કોઈ વારસદાર. રહી ગઈ છે માત્ર ક્ષુલ્લક ઈર્ષ્યાઓનું સંભારણું. જેનું હવે કોઈ મૂલ્ય નથી.
કહેવાયું છે ને કે: ‘ચપટી ધૂળ’ પણ કામની. કદાચ આ સંદર્ભે પણ સાચી પડી છે.—
“પ્રસંગો બધાં હોય છે સાવ હલકા
છતાં નીકળે છે વજનદાર આંસુ
બને શ્વાસ સંબંધ, સપના ઉદાસી
ઘણાં વેશ ભજવે અદાકાર આંસુ.”
-ભાવેશ ભટ્ટ
amulsshah
March 14, 2021 at 7:14 AM
ખાસ દમ નથી લેખ મા…રવિવાર ની સવાર માટે
LikeLike
amulsshah
March 14, 2021 at 7:16 AM
ખાસ દમ નથી……લેખ માં….્
રવિવાર ની સવાર માટે…
LikeLike
હિમાંશુ કામદાર
March 14, 2021 at 12:14 PM
કોઈને ના ગમે તે બાબત અલગ છે; ટચુકડી વાતમાં સંદેશ તો છે જ! શેર કરવા બદલ આભાર.
LikeLike
parvezradiowala
March 14, 2021 at 5:09 PM
સવાલ લેખ દમદાર છે કે નથી એ વાત નો નથી, જો તમે વાત નો મર્મ ના સમજયા હોવ તો નક્કી તમારો સ્વભાવ વડીલ દુકાન-દાર જેવુ હોવું જોઈએ,
LikeLike