RSS

Are you abled or disabled to live ?❤️💃

03 Dec

3rd December

World Disability Day

સામાન્ય રીતે આપણે વિકલાંગ કે દિવ્યાંગ કે Disabled શબ્દ સાંભળીએ એટલે એવું વિચારી એ કે વ્યક્તિ ચાલી નહીં શકતી હોય,બોલી નહીં શકતી હોય,સાંભળી નહીં શકતી હોય અથવા તો એવી કોઈપણ ક્રિયા નહીં કરી શકતી હોય જેને સામાન્ય રીતે લોકો ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોય છે. પણ હું ડિસેબલ્ડ શબ્દને જરા અલગ રીતે જોઉં છું.
બધું હોવા છતાં જે પોતાની લાઈફમાં ખુશ નથી રહી શકતાં, આનંદ નથી શોધી શકતાં,અન્યની ખુશી નથી જોઈ શકતાં, લોકોને ખોટી રીતે હેરાન કરવામાં,જજ કરવામાં, ટ્રોલ કરવામાં જેમને વિકૃત આનંદ આવે છે,કડવી જીભ છે – એ બધાં જ લોકો મારા મત મુજબ ડિસેબલ્ડ છે.અને એમની આવી માનસિક વિકલાંગતા ઈનક્યોરેબલ છે.
દુનિયાને શારીરિક રીતે વિકલાંગ લોકોથી કોઈ નુકસાન નથી પણ જેનું દિમાગ-વિચારસરણી-એટીટ્યુડ સંકુચિત છે એવા વૈચારિક વિકલાંગોથી દુનિયાને અને અન્ય લોકોને ખરેખર ખૂબ નુકસાન પહોંચે છે. કોશિશ કરીએ કે તમે કે જે દેખીતી રીતે એબલ્ડ છો, સક્ષમ છો એ અંદરથી આવા સડેલા વિકલાંગો ન હોવ જેની સમાજને કોઈ જરુર નથી,પરંતુ સમાજ આવા માનસિક વિકલાંગોથી ઉભરાય છે એ કરુણતા છે આ દેશની.
જીવનનું બીજું નામ જ બેલેન્સ છે. સુખ – દુઃખ, પ્રેમ -ધૃણા , ઈમોશન્સ-વાસ્તવિકતા વચ્ચેનું બેલેન્સ.અને જે શારીરિક રીતે કદાચ એકાદ અંગથી વંચિત છે અથવા એકાદ અંગ કામ નથી કરતું તો એને તો જીવનનો મર્મ ખૂબ સારી રીતે સમજાઇ ગયો હોય છે કારણકે બેલેન્સ કઈ રીતે રાખવું એ એને આવડે છે.
આપણા સમાજે બસ ‘દિવ્યાંગ’ એવું રુપકડું નામ આપી દીધું પણ ખરેખર પીડીત વ્યક્તિની લાઈફને,કાર્યક્ષમતાને ઈઝી બનાવી?નહીં? તો પછી આપણને આવા દિવસો મનાવવાનો કોઈ જ હક્ક નથી.
જ્યાં વ્યક્તિને વ્યક્તિ તરીકે નથી જોવામાં આવતી પણ દિવ્યાંગ (સમાજમાં તો ખૂબ ખરાબ શબ્દો વપરાય છે) તરીકે જોવામાં આવે છે એ આખો સમાજ માનસિક વિકલાંગ છે. શારીરિક રીતે સક્ષમનો અર્થ એવો બિલકુલ નથી કે એ સક્ષમ છે બધું કરવા,અને ડિસેબલ્ડ પર્સનનો અર્થ પણ એવો બિલકુલ નથી થતો કે એ કંઈક કરવા ઓછો સક્ષમ કે સમર્થ છે. ડિસેબીલીટી એ ખરેખર તો દ્રષ્ટિકોણની વાત છે.અને આપણા સમાજમાં નાનપણથી બાળકને એવું જ શીખવવામાં આવે છે કે જેને પગ નથી એ લંગડા,આંખ નથી એ આંધળા ને કાન નથી એ બહેરા .પણ એવું કેમ નથી શીખવવામાં આવતું કે જ્યારે તમે એવી કોઈ વ્યક્તિને જુઓ છો,જેને કોઈ કાર્ય કરવામાં બસ તમારા થોડાક સપોર્ટની જરૂર છે ત્યારે એને ફક્ત એક હુંફાળા સ્માઈલ સાથે બસ થોડોક સપોર્ટ ન કરી શકો? એની સાથે નોર્મલ બિહેવ કરો,બાકીનું તો એ જાતે સંભાળી લેશે. સતત એને ડિસેબલ્ડ છે એવું શું કામ અહેસાસ કરાવો છો?અને આ બધું પછી..પહેલા એ પણ એક માણસ છે એટલું જ સમજી જાય લોકો તો પણ ઘણું છે. અને માણસનું શરીર વિકલાંગ હોઈ શકે મન નહીં. મન તો કહેવાતા નોર્મલ માણસો જેવું જ છે એટલે એને પણ નોર્મલ માણસો જેવી જ ઈચ્છાઓ અને અપેક્ષાઓ હોય.એ કંઈ એલીયન નથી કે એને અલગ નજરથી જોવામાં આવે. બસ એની તકલીફ સમજીને એની સાથે વ્યવહાર કરવામાં આવે એટલું જ અપેક્ષિત છે.પણ લોકો એવું નથી કરતા.
મેં જોયું છે કે કોઈ જગ્યાએ (સામાજિક હોય કે ઓફિશિયલ) લોકો જોતા હોય કે આ વ્યક્તિને બેલેન્સ નથી કે તાકાત નથી શરીરમાં તો પણ એને ફક્ત એક પાણીનો ગ્લાસ કે ભોજનની ડીશ લઈને પણ આપવા કોઈ નથી જતા.અનુભવ્યું છે કે જ્યારે કોઈ મીટીંગ હોય ત્યારે બધાં જ કહેવાતા નોર્મલ લોકો સીટ પર ગોઠવાઈ ગયા હોય અને એક વ્યક્તિ જેને સપોર્ટ વિના ઉભા પણ નથી રહી શકાતું એ બેસવા જગ્યા શોધતી હોય,કે કોઈ ખુરશી લાવી આપે એ અપેક્ષા રાખતા હોય પણ ત્યારે પેલા હજારો એબલ્ડ વ્યક્તિ બસ જોયા કરે એની સામે.એમાં સામે રિવોલ્વીંગ ચૅર પર બેઠેલા ઉચ્ચ અધિકારીઓ પણ આવી જાય. તમે અહીં કોને ડિસેબલ્ડ કહેશો?

એકવીસમી સદીમાં પહોંચી ગયા પણ હજુ આપણો સમાજ આ મેટરમાં ઘણો પછાત છે. રોકેટ સાઈન્સના યુગમાં જો માણસાઈ મરી પરવારી હોય તો એ સમાજ આખો મારી દ્રષ્ટિએ દિવ્યાંગ જ છે.
જ્યારે શરીરનું કોઈ એક અંગ કામ કરતું બંધ થઈ જાય છે ત્યારે દિમાગ બોડીને કમાન્ડ આપે છે અન્ય અંગોને કામ કરવા અને ત્યારે અન્ય ઈન્દ્રિયો વધુ કોન્શિયસ થઈ કામ કરવા લાગે છે જેથી વ્યક્તિનું જીવન થોડું સરળ થઈ શકે.
શું સમાજમાં આવું ન થઈ શકે?

મેં અગાઉ પણ લખેલું કે મારા મનને ખબર નથી કે મારા શરીરને મસ્ક્યુલર ડીસ્ટ્રોફી છે,બ્લડમાં ITP (ઈમ્યુન થ્રોમ્બોસાઈટોપેનિયા) છે કે કાનમાં tinitus છે,મનને તો એટલી જ ખબર છે કે જીવન બહુ સુંદર છે, દુનિયા બહુ સુંદર છે અને જીવન રસ પીવા મારે પગની કે કાનની જરૂર નથી..બસ એક જીવનથી ભરેલું હ્રદય જ જરુરી છે જેને દુનિયા અજાયબીઓથી ભરેલી લાગે છે, પ્રેમ કરવા લાયક લાગે છે. સામાન્ય તંદુરસ્ત લોકો કરતાં બસ થોડીક વધુ કાળજીથી કામ લેવું પડે શરીર પાસે,વધુ મહેનત કરવી પડે કેટલાક દુન્વયી કામો કરવામાં.બસ એટલી જ વસ્તુ મને અન્યથી અલગ કઈ રીતે કરી શકે?

આજે “World Disability day” છે ત્યારે એટલું જ કહેવાનું કે તમારી આસપાસ રહેલા તમારા કરતાં થોડીક અલગ રીતે શરીરનો ઉપયોગ કરતા લોકોની સાથે નોર્મલ માણસ જેવો જ વ્યવહાર કરો,એમને તમારા સપોર્ટની જરૂર છે,દયાની નહીં. અને જો તમે દુનિયાની નજરે કે કાગળ પર કદાચ ડિફરન્ટલી એબલ્ડ પર્સન છો પણ તમારી એ ડિસેબીલીટી તમને જીવનરસ પીવામાં ક્યાંય અડચણરૂપ નથી બનતી તો તમે બધાં કરતાં ચડિયાતા એવા એબલ્ડ પર્સન છો જેણે જીવનને સાર્થક કર્યું છે. સો બી પ્રાઉડ કે તમે માણસ છો,મશીન નથી. દુનિયા પછી કરશે, પહેલા તમે તમારા શરીરની અને પોતાની જાતની રીસ્પેક્ટ કરતા શીખો,કોઈની પણ દયાની જરાય અપેક્ષા ન રાખો,ખુદને બુલંદ કરો.દયનીય ન બનો અને ફુલ પ્રાઉડ સાથે જીવો અને જીવન માણો અને એ યાદ રાખો કે એ માણવા તમને તંદુરસ્ત શરીરની જરુર નથી કારણકે તમારી પાસે એક તંદુરસ્ત ધબકતું હ્રદય છે. ❤️
Cheers 💃- જનક

“I choose not to place ‘DIS’ in my ability ” – Robert M.Hensel

What about you?😊

-janakDurgesh

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: