RSS

Daily Archives: October 11, 2020

અભિનયના આકાશે અમિતાભ..

…પોતાના નાના ભાઈની અપહરણ થયેલી પત્ની અને બાળકીને શોધવા દર દર ભટકતો હિંસાથી જોજનો દુર રેહતો અહિંસક, ભીરુ, કોઈની સાથે માથાકુટથી કતરાતો સિધો સાદો અવિવાહીત આધેડ ‘શેખર’ પોતાના પરીવારના એ બે સદસ્યોને શોધતા શોધતા બસ ડેપો પર પોહંચી બસના ડ્રાઈવર કંડક્ટરને ફોટા બતાવી પુછપરછ કરતો હોય છે જેમા દેખાવડી વહુનો ફોટો જોઈ એક ડ્રાઈવર અણછાજતી કોમેન્ટ કરે છે અને અચાનક ભીરુ, ગભરુ, સરળ શેખરનુ ભૂતકાળના ખંડણીખોર,દાદા,કે જેના નામનો સિક્કો પડતો હોય એવા ‘ટાઈગર’માં થતુ એગ્રેસનનુ ક્ષણીક ટ્રાન્સોફોર્મ અભિનયની સાધનાના આરોહ અવરોહનુ પ્રત્યક્ષ ઉદાહરણ છે.”હમ” ફિલ્મના ઉપરના સીનમાં અમિતાભ બચ્ચનના અભિનયની ઉંચાઈ જોવા મળે છે.

.. ઝાડ નીચે સૂતા સૂતા આંખો બંધ કરીને “બહતો કો તો ઈન્હોને દો ઘંટોમેં શીખા દિયા હૈ” ની સ્માર્ટ કટ ફટકારી નાયિકાની આગળ પોતાની પ્રખર નિશાનચી હોવાની બડાઈ મારતા મિત્રની બરફની શીતળતા સાથે ખીંચાઈ કરી લેતા શબ્દો કરતા મૌનથી કામ લઈ અન્ડર પ્લે એક્ટીંગનો અમિતાભ દ્વારા શોલેમાં એક અલગ આયામ પણ જોવા મળે છે.

ડાયરીના પાના ઉથલાની તારીખ,વાર, સમય સાથે પોતાની મોતનો પરવાનો તૈયાર થઈ ચુક્યો છે એની પોતાને સુપેરે જાણ છે.એ પોતાના જીંદગી જોખમમાં છે એની જાણ કરનાર પોલિસ કચેરીમાં લાકડાની ખુરશી પર થોડા ત્રાંસા થઈ એક હાથ ખુરશીની પાછળ ટેકવી પુરા આત્મવિશ્વાસથી સામે બેઠેલા કમિશનરને કોઈ ફિલોસોફરની અદામાં ઘેઘૂરા અવાજ સાથે અભિનયમાં અલગ પ્રયોગ કરી પોતાની અભિનયની રેન્જનો “અગ્નિપથ” ફિલ્મમાં ચમકારો બતાવી નેશનલ એવોર્ડ જીતનાર અમિતાભનો અંહિ અલગજ સ્વેગ જોવા મળે છે.

ઉપર જે ત્રણ સીન બતાવ્યા એ અમિતાભ ઉપ્સ! સોરી
‘ધી અમિતાભ બચ્ચન’ની મારી ગમતી ફિલ્મોના અતિ ગમતા સિન માંથી છે. મને હંમેશા અમિતાભની લાઉડ એક્ટીંગના કેરેક્ટર્સ કરતા એની અન્ડર પ્લે એક્ટીંગ વાળા કેરેક્ટર્સ વધારે અપીલ કરી મનમાં ઉંડા ઉતરી ગયા છે. ચાહે એ કાલા પત્થર હોય કે રેશ્મા ઔર શેરા. કે પછી દિવાર હોય કે શોલે. કે પછી હમ, અગ્નિપથ, મુક્કદર કા સિકંદર કે પછી શરાબી.

મોટા પરદા પર ધૂમ મચાવી બચ્ચન સાહેબે કૌન બનેગા કરોડપતિથી નાના પરદે પણ પોતાના અભિનયના પ્રભાવથી દર્શકોને સમ્મોહિત કરી લીધા.સતત સમય અને ટેકનોલોજી સાથે અપગ્રેડ થતા રેહવાની એમની આદત અને નવુ જાણવા અને કરવાની યુવાજોશ જેવી એમની જીજ્ઞાસાવૃત્તિને કારણે આટલી જૈફવયે પણ એ સતત કાર્યરત છે અને એમને ધ્યાનમાં રાખી રોલ લખાય છે, વાર્તા લખાય છે.

એમની આ સમય સાથે અપડેટ રેહવાની આદતના કારણેજ આજે એ યુવાનોના એકાધિકાર જેવા સોશિયલ મિડીયામાં પણ એટલા જ એક્ટિવ અને લોકપ્રિય છે એ કોઈ નાની સિધ્ધિ નથી.મળતા સમાચાર મુજબ હવે એ OTT પ્લેટફોર્મ પર આવવાની તૈયારી પણ કરી ચુક્યા છે. ગજબની ઉર્જા અને અભિનયનો સમન્વય એવા અમિતાભ બચ્ચન સાહેબને એમના જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ..

સર! આજભી લાઈન જહાં તુમ ખડે રેહતે હો વહીં સે શુરુ હોતી હૈ..!

~કૃણાલ દરજી

😊😊

 
 
%d bloggers like this: