RSS

પોતાને ગમતું કામ અને બીજાના ચહેરા પર સ્મિત : જીના ઇસીકા નામ હૈ

07 Sep

ગેસ્ટ સ્પેશ્યલ આર્ટિકલ

વાંચકો સોરી સોરી .. રીડર બીરદારને લોકડાઉનની ગીફ્ટ એટલે જેવીપીડીયા. વર્ષોથી જેમને વાંચતા હોય, પોતાના દમ પર જેને આટલું મોટું પ્લેટફોર્મ ઉભું કર્યું હોય અને એ બીજાને આગળ વધવા આપવું એ મોટાભાગે કોઈ કરતુ નથી પણ જય સર કરી જાણે લોકડાઉનમાં આમ પણ જય સર જેવીકવિ (ઈન્સ્ટાગ્રામ), ટવીટર, યુટ્યુબ, રાબેતા મુજબ ફેસબુક અને ન્યુઝપેપર ( એ તો જુનું ને જાણીતું) જેવી અનેક ડાળીઓએ ટહુક્યા અને આ ડાળીઓએ અમને ટહુકવાનું આમંત્રણ અને અવસર બંને આપ્યું. નવીન રીતરસમોનો પડઘો એટલે જય સર.

કોઈકની આંખે દુનિયા જોવાનું પસંદ છે ? કોઈકના ચહેરાની મુસ્કુરાહટ જોઇને રાહત મળે છે ? કોઈકના ઈમોશન ફિલ કરી શકો છો ? પોતાના ગમતા શોખ માટે સામાય ફાળવો છો ? જુના દોસ્તો અને જૂની જગ્યા એ લટાર મારો છો ? કોઈકના  આંસુને હાથની હથેળી વડે ક્યારેક લૂછવાનું મન થયું છે ? રસ્તે ચાલતા કાનમાં ઈયરપોડ્સના અવાજ સિવાય આસપાસનો અવાજ વર્તાય છે ? અભિનંદન. આ જરૂરી છે. એક મીનીટમાં પહેલેથી ૬૦ સેકંડ છે પણ એ ૬૦ સેકંડ વર્ષો પહેલા નિરાંતથી પસાર થતી અને આજે જાણે એ પૂરી થવાનો સમય ઘટતો જાય છે. સમયની ગતિ વધી છે. પહેલા કરતા માણસ વધુ વૃતિમાં અટવાયેલો છે અને એટલે વધુ પ્રવૃતિમાં પ્રવૃત પણ. ઈચ્છા, આકાંક્ષા, સપનાઓ, કશુંક પામી લેવાની તત્પરતા માણસને સ્થિર નથી થવા દેતી. જેના પરિણામે કેટલીય વસ્તુઓ છૂટતી ચાલી.

માન્યું કે સતત આગળ વધવા માટે કાર્યરત રહેવવું જરૂરી છે.  માન્યું કે ગાળાકાપ હરીફાઈમાં સતત પ્રવૃત્તિ જરૂરી છે. માણસના જાણ્યા બહાર એના મગજમાં એની ઈચ્છા ન હોય તો પણ કોઈક એવું પ્રેશર જનરેટ થઇ જાય છે કે મોટાભાગના આ વમળમાં આવીને ફર્યા કરે છે. જિંદગીના ગોલમાં ટોપ પોઝીશન પર પહોંચવાનું હોય પણ એ ટોપ પોઝીશન નક્કી કરવી ખુબ જરૂરી છે. કોઈક મોમેન્ટ પર એવું પણ વિચારજો કે આ બધુ કરીને શું ? ક્યાંક પહોચ્યા પછી શું ?
ક્યાંક તો એ લાઈન દોરવી જરૂરી છે જે સમજણ સાથે સમજાવે કે અબ રુક જાઓ. લીમીટસ જાતે નક્કી કરવાની છે. ઘાંચીના બળદની જેવું ન થાય એ ખ્યાલ મગજમાં રાખીને પ્રવૃત્તિમય રહેવાનું છે. નહીતર આંખના પાટા ખુલશે ત્યારે ખબર પડશે કે ચાલ્યા ઘણું પણ સ્થાન એ જ છે. જિંદગી રેસ નથી કે પહેલા નંબર પર રહીને લાઈન ક્રોસ કરી લેશો એટલે તરત બીજી રેસ શરુ અને આમ ને આમ સતત ને સતત.

કેટલાક એવા સવાલો જાતને સમયાંતરે પૂછવા જેવા  છે. એ ક્રોસ ચેક છે એ વાતનું કે આપણે જે શેડ્યુલ બનાવીને જીવીએ છીએ એમાં જાત સાથે સંવાદનો સમય તો છે ને.  પોતાના જુના મિત્રો સાથે સાંજ ગાળવી, પોતાને ગમતા શોખ માટે રસપ્રદ સમય કાઢવો, આપની આસપાસ રહેતા લોકો વિશે જાણકારી મેળવવી, ઘરના સભ્યોએ સાથે બેસીને વાતો કરવી, પોતાની રોજીંદી ઘટનાઓમાંથી કશુંક રસપ્રદ શોધવું, ગાર્ડનમાં જઈએ ત્યારે હેડફોન ના આધારે રહેવાના બદલે રમતા ભૂલકાઓ સાથે થોડી મસ્તી કરવી, આસપાસના લોકોની સમસ્યાઓ જાણીને ખરા અર્થમાં થઇ શકે એટલી મદદ કરવી, વૃદ્ધ લોકો જોડે સમય પસાર કરવો, શક્ય હોય તો દરરોજ એકાદ વ્યક્તિની નાની તો નાની મદદ કરવી, કૈક નવું શીખવું, નવું જાણવું ..

આ વાતો બહુ નાની છે પણ ઈમ્પેક્ટફૂલ છે. પોતાના સિવાય ના લોકો માટે કન્સર્ન રાખીને કૈક વિચારવું એ સોસાયટીનું ફર્ટીલાઈઝર છે અને ખુદની પ્રોડ્કટીવીટી પણ વધારે. સતત ચાલતા રહેવાની મજા છે પણ ઠહેરાવ પણ એટલો જ જરૂરી છે. સતત પુરપાટ જીવાતા જીવન વચ્ચે આવી અંગત વૃતિ સિવાયની પ્રવૃતિઓ રીચાર્જ છે બોડી અને માઈન્ડ બંનેનું. દોડતી ટ્રેનની બારી માંથી જેમ દ્રશ્યો જોઈ શકો પણ માણી ન શકો એમ જો માણવું હોય તો કન્ટ્રી સાઈડ ટ્રાવેલ કરવું પડે. તો આસ્સ્પાસના વૃક્ષો, હરિયાળી, રસ્તે આવતા ગામના નામ, અન્ય રસ્તાઓ, ઢળતો સુરજ અને ઉગતી રાત, રેલાતી ચાંદની, સવારનો પ્રકાશ, પંખીનો કલરવ, લોકોની વાતો આ બધુ માણી શકાશે. સતત દોડતા રહેવામાં આપણા સ્પર્ધકોની સંખ્યા વધી અને સફરમાં જો આવા મહેકતા ઠહેરાવ લઈએ તો ગમતા માણસોનો સાથ મળે અને દોસ્તોની સંખ્યા વધે.

A3

જિંદગી ખાલી વિતાવવા માટે નથી, માણવા માટે છે. સમજવા માટે છે. તમારી હયાતીની ઘટના લોકોને ખબર પડે એમ જીવો. પ્રેમમાં પડો, દોસ્તો બનાવો, ભૂલો કરો, શોખ કેળવો આવું કૈક કરશો તો જિંદગીની સમી સાંજે આરામ ખુરશીમાં મહેલના ઝરુખે કે ઘરની બાલ્કનીમાં બેસીને કૈક વાગોળીને હોઠો પર સ્મિત રેલાશે. ગમતી ઘટનાઓ સાથે જીવીશું તો એની મેમોરીઝ વાગોળતા આંખનો ખૂણો ખુશીથી ભીનો થશે, મોબાઈલ માં એ વખતે એવા પાંચ નામ શોધવા નહિ નવું પડે જેની સાથે ગપાટા મારતા ખડખડાટ હસી શકાય. કલરફૂલ જિંદગીના આ પણ રંગો છે. કોઈ જોવા કે પૂછવા નથી આવવાનું પણ આપણને તો અહેસાશ થશે ને કે જીવાયું. આ બધું ઉમરના પદવ પછી નહિ ખરી માણવાની ઉમર હોય ત્યારે કરવાની જરૂર છે તો વધુ સમય યુવાન રહેવાશે. જિંદગીના કપરા સમયમાં રસ્તો પણ અહીંથી મળશે અને ગમતા સમયનો જલસો પણ અહીંથી મળશે.

A2

સતત કામ કરીને કંટાળીએ અને પછી બે – ત્રણ મહીને ફરવા જઈને ફ્રેશ થઈએ એ અલગ અને આ રોજ બરોજના છોટા રીચાર્જ બડી ખુશિયા એ અલગ. અહિયાં કશુંક કેળવાશે, આવી આદતો હશે તો ઘરના બીજા પણ જોઇને પ્રેરાશે. કોઈ પણ સમાજની ખાસિયતો કે ખામીઓ એક દિવસમાં બનતી કે બગડતી નથી એ આવી નાની નાની રીતભાતના પરિણામ સ્વરૂપ છે. આમાં પોતાની જાત સાથે સંવાદ પણ છે, લોકો સાથેનું જોડાણ પણ છે, સામાજિક નિસ્બત પણ છે અને મેમરીઝ પણ.

ખાલી પોતે ખુશ કે જલસામાં હશું તો પણ નહિ ગમે. પાર્ટી કરવા ચાર લોકોની જરુરુ પડશે તો એવું કૈક કરીને જેમાં મજા પણ આવે, તમારા કામને લીધે કોઈકની જીંદગીમાં પણ પાર્ટી થાય અને આપણને કશુંક કર્યાનો સંતોષ મળે. પોતાના જલસા અને બીજાની શક્ય મદદ આ એવી ઘટનાઓ છે જે ઘણું બદલાવી શકે. અંદર પણ અને ભીતર પણ.

ફૂટનોટ : અગર સારી દૌડ આનંદ પાને કે લિયે હે તો દૌડતે કયું હો, ઠહેર જાઓ. – ઓશો

— પ્રણવ ધોળિયા

પ્રણવ વર્ષો જૂનો રીડરબિરાદર. વિચારોની સ્પષ્ટતા, વાચન અને જીવનના આધુનિકઅભિગમને જાણનારો અને માણનારો પ્રકૃતિએ શિક્ષકજીવ, જેનું લખાણ વાંચવું ગમે. JVpedia પરિવારમાં એનું સ્વાગત છે. ~ જય વસાવડા

 
1 Comment

Posted by on September 7, 2020 in feelings, inspiration, philosophy

 

One response to “પોતાને ગમતું કામ અને બીજાના ચહેરા પર સ્મિત : જીના ઇસીકા નામ હૈ

  1. કૃષ્ણપ્રિયા ❤️

    September 8, 2020 at 12:15 AM

    Mast 👌👌

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: