RSS

Daily Archives: August 20, 2020

લગ્નેત્તર સંબંધમાં સ્ત્રીસ્વાતંત્ર્યની એસિડીટી !
1e7afd423eea1f6b77c66c56870dc130

‘नर कृत शास्त्रों के सब बंधन है नारी को ही लेकर,
अपने लिए सभी सुविधाएं पहले ही कर बैठे नर ।’

ઉપરોક્ત પંક્તિઓ, ગાંધીજીએ જેમને રાષ્ટ્રકવિની ઉપાધિ આપેલી એવા પ્રખ્યાત હિન્દી કવિ શ્રી મૈથિલીશરણ ગુપ્તનાં ખંડકાવ્ય ‘પંચવટી’ ની છે. ન વાંચતી પેઢીને નવાઈ લાગે એવી વાત એ છે કે આ પંક્તિ કવિએ લક્ષ્મણ સામે પોતાની કામેચ્છા પ્રકટ કરતી સૂર્પણખાનાં મુખે બોલાવી છે !

જો કે આ પંક્તિઓ નો ભાવાર્થ અહીં પ્રસ્તુત નથી-કારણકે સરળ છે,સ્પષ્ટ છે. મૂળે આ પંક્તિ તથા પ્રસંગ કવિ કલ્પના છે, આ ભારતના વારસાને ગાનારા મહાન કવિની દરેક્યુગમાં આધુનિક લાગે એવી કવિતા છે. કવિનો ઉદ્દેશ અહીં નારીનો ચિત્કાર છે.

વાત અહીંયા ગર્ભિત રીતે Liberty -સ્વતંત્રતા, સ્વાયત્તતાની છે. એ પણ નારી સ્વાયત્તતાની. સમાજ એની વાતોકારે,પણ અમલ કેવો છે એનું ઉદાહરણ. હમણાં થોડા વર્ષો પહેલાંં SC એ ધારા 497 રદ કરીને સ્ત્રી ને પણ ઇચ્છે તો/તે સંબંધ રાખવામાં કોઇ ગુનો નથી બનતો એવું કહ્યું. સુપ્રીમ ની આવા નિર્ણયથી એકાએક એસીડીટી નાં વાયરા વાયા. ઘણાં લોકો ને આ વાત કુછ હજમ નહીં હુઇ.😊 ડોક્ટરોનું કહેવું છે કે તમને ખાધેલું પચે નહીં ત્યારે અજીર્ણ ને એસીડીટી થાય… પેટમાં બળતરા થાય, અગન ઉપડે હોજરીમાં. જોકે એસીડીટી એ વાયરલ રોગ નથી છતાંય હમણાં હમણાં ભારતમાં બહુ ઝડપથી ફેલાયો છે. આ સામાજિક-ધાર્મિક એસીડીટી છે.😉

રોગનું એપીસેન્ટર સુપ્રીમ કોર્ટ તથા નવીન વિચારધારા છે. કારણકે ઘણી નવી વાત, નવી હવા,નવું સત્ય, નવીન ટ્રેડશન આકાર લઈ રહી છે જે માનસિક વૃદ્ધો ને આ બધું પચતું નથી, એમનું મેટાબોલિઝમ ખોરવાઇ ગયું છે. એમને આપણી સંસ્કૃતિનું અધઃપતન થવાની, પારિવારિક માળખું વિખાઇ જવાની, લગ્ન સંસ્થા સદંતર નાશ થઇ જવાની, વગેરે એટલી બધી ભીતિ લાગી છે કે અમુક લોકોને અલ્સર થઇ ગયું !! હળાહળ કળજુગ આવી ગયો, હવે વ્યભિચાર કાયદેસર છે એટલે માઝા મૂકશે ને ધરતી રસાતાળ જશે જાણે !

સિનારિયો તો અમુક લોકોએ એવો ઊભો કર્યો છે કે કોર્ટે વ્યભિચાર ફરજીયાત કરી દીધો હોય☺️ નહીં કરીએ તો ઇન્ક્રીમેન્ટ કપાઈ જશે…આમેય સ્ત્રી-પુરુષ સંબંધ ને લઈને આપણો સમાજ બહુ સેન્સેટિવ છે. કોલેજમાં છોકરા છોકરી એકલાં વાત કરતાં હોય તો ય આપણને કૈંક કાળુ જોવાની ટેવ છે. પ્રેમ કરવાની ઉંમર હોય તો ય પ્રેમ નહીં કરવાનો !! (ખરેખર તો ઉંમર હોતી જ નથી, ગમે તે ઉંમરે થાય ને ગમે એટલી વાર થાય ☺️)

….. તો પછી લગ્નેતર સંબંધ… કોઇ પણ પ્રકારની વિધિ કર્યા વગરનો સ્ત્રી-પુરુષ સંબંધ તો શેં સાંખી લેવાય…જઘન્ય અપરાધ. જો કે પુરુષ કરે તો it’s ok… મન મરઝીયા સ્ત્રી કરે તો આભ તૂટી પડે. … સુપ્રીમ કોર્ટે 497 રદ કરીને સ્ત્રીને પણ આ સંબંધમાં કોઈ ગુનો નથી બનતો એવી છૂટ આપી… અલબત્ત બંનેને પરસ્પર છે…બંને માટે કોઇ ગુનો નથી બનતો. હા,પછી સાથે ન ફાવે તો ડીવોર્સ માટે નો મજબૂત આધાર ગણાશે… યા પરસ્પર સમજૂતી થી સાથે પણ રહી શકો…

અહીંયા વાંધો છે આપણને…. મોટા કરે સો લીલા-બાકી છિનાળુ !! જો કે આવો વ્યભિચાર તો કલમ 497 હોય કે ન હોય, થતો જ, થાય છે ને થશે જ. પણ છુપાઇને.. પણ કોર્ટે આને સ્ત્રી માટે પણ અપરાધ ન ગણી ને સ્ત્રી ને કાનૂનન સ્વાયત્તતા કેમ આપી ? એટલો મુદ્દો છે ને એનો જ હોબાળો એસીડીટી રોગિષ્ઠો કરે છે.

હવે આરંભે કહેલી કવિ ની પંક્તિઓ નો તાળો મળે છે— नर कृत शास्त्रों…..શાસ્ત્રો-નિયમો-ધારાધોરણો, પવિત્રતા, નૈતિકતા ,સંસ્કાર, સંસ્કૃતિ, સભ્યતા જાળવવા અંગેના નિયમો પુરુષોએ બનાવેલા છે, એટલે પોતાના માટે બધું સારું સારું, સ્વતંત્ર, સ્વાયત્ત, નીતિનિયમો થી પર રાખ્યું…. ને બધાં જ બંધનો, સંસ્કાર, સંસ્કૃતિ ,વ્રત, ઉપવાસ, તપ વગેરે ધર્મના નામે સ્ત્રીઓ પર નાંખ્યું.!! સદીઓથી આ બધાએ બંધન ખુદ નારીના મનમાં એટલી ગહેરાઇથી પેસી ગયા છે કે એ ખુદ ક્યારેક તો એમાંથી છૂટવા નથી માંગતી !! પતિવ્રત,તપ,ધરમ સંસ્કાર એ ટકાવી રાખવા ની જવાબદારી સ્ત્રીઓ ની જ છે. શું પહેરવું-ઓઢવું,ખાવું-પીવું, બહાર જવું, મોડી રાત સુધી બહાર રહેવું, પુરુષ મિત્રો હોવા,પર પુરુષ સાથે વાત કરવી…લગ્નેતર સંબંધ… હાય હાય…સારા ઘરની બેન-દીકરી-વહુ આવું કરે તો મોટા? ખોરડા વગોવાય જાય. આપણી તો સીતા સાવિત્રી અનસૂયા ની પરંપરા છે !

આધુનિક નારી આ બધાં બંધનો થી ઉપરવટ જાય ,માથું ઉંચકે એટલે ઘણાં લોકોને એસીડીટી થઇ ગઇ-અમુક સ્ત્રીઓ ને પણ થઇ ગઇ.☺️! અગ્નિપરીક્ષા તો સીતાજીએ જ આપવાની હોય એવી માનસિકતા હજી આપણામાં દૂર થઇ નથી. એકવીસમી સદીમાં ય એ પુરુષને આપવાની આવે તો ચચરે,અજીર્ણ થઇ જાય છે.

આવું સ્પષ્ટ સત્ય લખો તો અમુક લોકોએ એવી હલકી વાતો કરે કે ….તમે તમારી બેન,દીકરી, પત્ની ને ખુશી ખુશી વ્યભિચાર ની છૂટ આપો તો તમે સાચા સ્ત્રી સ્વાયત્તતા-સ્વતંત્રતા ના સમર્થક કહેવાવ.. !! આવી છીછરી માનસિકતા આપણે ધરાવીએ છીએ. આપણને જ્યારે કોઇ સાચી દલીલ કે તર્ક ન સૂઝે,કોઇ વાત સ્વીકારી ન શકીએ, ગરાસ લૂંટાય ત્યારે આપણે હલકટ કક્ષાએ જઇને છેલ્લી પાટલી એ બેસી જાઇએ છીએ… તરત કહે…’ બવ તેવડ હોય તો તું કરી બતાવને… ઓલા ને કહેવા જાને, આપણાં ધરમનું જ વાટો છો તે બીજા ધરમવાળા ને કહેને… એને ય કહ્યું હોય પણ મૂળ મુદ્દો તો આપણાનું દાઝે એ છે, એ ભૂલાઈ જાય. (પેલા ડાયલોગ જેવું… જાઓ પહલે ઉસકી સાઇન લેકે આઓ…….. 😉) …

કાઠિયાવાડીમાં જો કહીએ તો, એલા ભાઇ મેં પહેલા જ કીધું એમ આમાં વ્યભિચારી સંબંધો ધરાર રાખવા ને સરાજાહેર બધાએ કરવા જ, એવી કોઇ વાત જ ક્યાં છે… સમજ્યા વિના ઠોકે રાખો છો તે… ને કોર્ટે ય છૂટ આપી એટલે કાંઇ વ્યભિચાર નાં સેન્સેક્સ માં ઉછાળો નથી આવવાનો ! આ ચૂકાદો આવ્યો એને ય વર્ષો થઇ ગયા હવે. તો ક્યાં સમાજનું ચારિત્ર્ય અચાનક બગડી ગયું કે કશું રાતોરાત બદલાઈ ગયું ! ☺️ જેમ પહેલાં ચાલતું એમ જ ચાલશે, રહેશે. વાત ફક્ત નવા વિચાર, નવા કાયદા, નવીન પરિવર્તન, નવા સત્ય જે થઇ રહ્યા છે એને સહજતાથી સ્વીકારવાની છે. પરિવર્તન કુદરતી છે,એ થાય જ,થવું જ જોઈએ. હજાર વર્ષ થી જેમ ચાલતું હોય એમ જ ચાલવું જોઈએ એ જડતા છે.

તમે નહીં સ્વીકારો તોય જે પરિવર્તન થવાનું છે એ થશે જ,એ ફેલાશે જ. એમાં આપણે કોઈ કાંઇ નહીં કરી શકીએ. એટલે વાત ફક્ત નવીનતા ને સ્વીકારવાની છે-સાહજીકતાપૂર્વક. કંઈ ધર્મ, સંસ્કૃતિ રસાતાળ નહીં જાય, નહીં સ્વીકારો તો તમે જશો. મને રોટલો, ભાખરી, લાડુ વધુ પ્રિય છે તો પીત્ઝા,બર્ગર, સેન્ડવીચ પણ એટલા જ રસથી ખાઉં છું. કદાચ નવીન વાનગી ન ભાવે તો આપણે ન ખાઈએ અથવા ઓછી ખાઇએ; પરંતુ બધી વિદેશી વસ્તુઓ-વાનગીઓ ખરાબ છે ને આપણી દેસી જ અસ્સલ છે એ માનસિક જડતા છે. છતાંય જૂનું એટલું સોનું એમ જ માનતા હો તો …. ખાંડણી દસ્તો લઈને મંડો ખાંડવા !

એમ જ કાયમ પુરુષ જે બિન્દાસ કરતો ફરે , એમાં આવી સ્ત્રીની મરજી  મુજબની સંબંધ બાંધવા કે રાખવાની સ્વાયત્તતા ને વ્યભિચાર માનતા હો તો આપણા પુરાણો તો આવી અનેક કથાઓ થી ભરેલા પડ્યા છે ! આખું મહાભારત વાંચો તો પરાશર-શાંતનુની કથામાં કુરુક્ષેત્રના મૂળ દેખાશે ! અદ્વિતીય ગ્રંથ મહાભારત નાં સર્જકે સ્વયંની આજે પચે નહિ એવી જન્મકથા એમણે લખી છે !એકેય પાંડવ એના સગા બાપનો પુત્ર નથી. અખંડ બ્રહ્મચારી દેવવ્રત સિવાય કોઇ ચારિત્ર્યવાન ન કહેવાય આપણી આજની દ્રષ્ટિએ… પણ એવું નથી. તત્કાલીન યુગમાં સમાજ માં આ બધું સહજ સ્વીકાર્ય હતું. મહાભારતકારે આને દોષ નથી માન્યા કે વ્યભિચારનો આજે નેગેટીવ અર્થ નબળા નાસમજ લોકો કરે છે,  એમ ઉતારી નથી પાડ્યા.

~ બિમલ વ્યાસ.

 
5 Comments

Posted by on August 20, 2020 in india, philosophy, religion

 
 
%d bloggers like this: