ગેસ્ટ સ્પેશ્યલ આર્ટિકલ

પોળો ના જંગલ માં એકાકાર
સોમનાથ મહાદેવ નાં ચરણ પખાળતા દરિયા કિનારા સામે કલાકો નાં કલાકો બેસી પેટછુટી વાતો કરી છે
દ્વારિકા ની રાધાઘેલી કાન ની મીઠી મહેક થી સુવાસતા ગોમતી ઘાટ પર દીવડા ને તરતા મૂકી જાત ને વહેતી કરી એ મહેક ને શ્વસી છે,
ડાકોર નાં ગર્ભગૃહ માં કાનાં ને પ્રિય એવા માખણ જેવી સ્નિઘતા પર થી સરકી ને મન નાં કોઈ અગોચર ખૂણે પહોંચાયું છે ,
અક્ષર ધામ ના ફાઉન્ટેઇન માં થી પ્રગટ થતી કવિતા ને જોતા મુગ્ધ ચહેરા માં શિક્ષા પત્રી ને વાંચવા જેટલો આનંદ મળ્યો છે,
જામા મસ્જિદ ના ગોળ ગુંબજ તરફ એકીટશે તાકીને આંખો ને ગોળ ગોળ નચાવી ને સિજદા ઓ કર્યા છે .
સાપુતારા નાં જંગલ ની કમનીય કન્યા જેવી વળાંક વાળી સડક પર પલાંઠી વાળી બેસી ,આળોટી માં ભોમ ને બાથ માં ભરી ને ચૂમી ઓ વરસાવી છે ,
પોળો નાં જંગલ માં ભીડ જેવા એકાંત ની વચ્ચે સમાધિ માં બેસી ગળું ફાટી જાય એટલા જોર થી ઓમકાર નો નાદ આપ્યો છે,
સાલું અહીં તો ગર્ભગૃહ હોય કે ગુંબજ,મન્દીર નો ઘંટારવ હોય કે અઝાન ની પોકાર,દરિયા નો ઘૂઘવાટ હોય કે જંગલ નાં વૃક્ષ નો સુસવાટ તસુભાર નો ફરક જણાયો નથી,
ખરેખર તો કુદરત જેવું કે એનાથી મોટું ઈબાદતગાહ બીજું કોઈ નથી અને એટલે જ અહીં કે ત્યાં જવાથી મને ખુદ ને “ખુદે “પણ ક્યારે રોક્યો નથી કે નથી “ખુદા” એ , હેય ને બેય ટેસડા કરે છે, લૂંટી લ્યો ને ભાઈ લૂંટાઈ એટલું,
મારું તારું કર્યા વગર , મને ગમ્યું તે મારું,ને તમને ગમ્યું તે તમારું, બેય ને ગમ્યું તે સહિયારું ,
બહુ ફેરા ફરી ને પાછું આ મનખું આવવાનું છે ,
બાત ખોપડી મેં ઘુસી કે નહીં હેય 😊
“અભિભૂત થયેલું “#અડપલું !
~ અમીન ઘેશાણી
અમીનભાઈ ઝાલાવાડ પંથકના ઉમદા શિક્ષક, હવે શિક્ષણ વિભાગના સરકારી અધિકારી, સાહિત્યરસિક વાચક ને જીવતરના આધુનિકમિજાજ ચાહક માનવી છે. ~ જય વસાવડા
કૃષ્ણપ્રિયા ❤️
July 18, 2020 at 8:58 PM
પોળોના જંગલો થી પ્રેમ ન થાય તો જ નવાઈ 😊
LikeLike
Jaimin madhani
August 8, 2020 at 10:27 PM
👍
LikeLike