RSS

નોર્થ પોલ : યુવાનીની કહાની, યુવાનની જબાની…

28 Feb

IMG-20170228-WA0020.jpgજિતેશ દોન્ગા.

જણ પહેલેથી જ તરવારિયો. રીડરબિરાદર તરીકે વર્ષોથી મારા સંપર્કમાં. હું દર વખતે જવાબ ન આપી શકું, તો ય માઠું ન લગાડે…મીઠું લગાડે. એન્જીનીયર થઈને ય અવનવા બિઝનેસ કે સાહિત્યના આઈડિયાઝ મોકલાવે. ફુરસદે વાત કરે. પૂજ્યભાવનો તો હું જ માણસ નથી, પણ એનો પ્રિયભાવ પૂરો મારા પર.

વાચન સારું હોય તો લેખનના ઉભરા આવવાના જ.જે અંદર જાય એ બહાર આવે. જિતેશ પોતાના વિશે તો ઘણું લખતો રહે, પણ પહેલી નવલકથા ‘વિશ્વમાનવ’ લખી, એના વિમોચનમાં હું GLF માં પહોંચું એવો એનો પ્રેમાગ્રહ. હું વાંચી તો ન શક્યો પણ પહોંચ્યો જરૂર યુવા ચેતનાને પોંખવા. એ ઇ બુક સ્વરૂપે સારી વંચાઇ. જિતેશનું વિઝન સંકુચિત નહિ પણ ગ્લોબલ એટલે તાવડો સારો તો ઘાણવો સારો ઉતરે.

પછી જાતભાતની સફરો એણે ફિઝિકલી એન્ડ મેન્ટલી ખેડી એવું ફેસબૂક જોઈને ને અમુક વાતચીત પરથી જાણી શક્યો. બેંગાલુરું  પ્રતિલિપિમાં ગયા પછી પણ એક કથા લખવાનું ચાલુ રાખ્યું. મોટિવેશનનો જમાનો છે, પણ તો ય એણે ફિક્શન પકડી રાખ્યું. હું અંગત રીતે વાર્તા ને નવલકથા કે કવિતા જેવા સ્વરૂપનો ચાહક. સાહિત્યની સર્જકતાનો પ્રદેશ આ જ છે.

‘નોર્થ પોલ’ એની બીજી નવલકથા છે. હમણા જ મને મોકલી. હું અત્યારે બેહદ વ્યસ્ત વ્યાખ્યાનો ને પ્રવાસોમાં. ફોન પર વાત પણ ના કરી શકું. ઓન એનો જીદ જેવો આગ્રહ કે હું વિમોચન કરુ !

આખી તો ઈચ્છા છતાં હું વાંચી નથી શક્યો ઓન જે નજર નાખી એના પરથી એટલી વાત પકડાઈ ગઈ કે યુવાહવાની, જવાનીની વાત છે. વળી, વાત વેવલી નથી પણ વાસ્તવિક છે. ફ્લેવર ચગે એમાં યૂથ ને યંગીસ્તાનની. બાકી તો કેવી છે એ વાચક નક્કી કરશે.

જિતેશની વિશ એવી કે આ કથા મફત જ ડાઉનલોડ માટે મુકવી.ને મને સર્જકતા આમ સસ્તી થાય એ ગુજરાતીપણાનું અપમાન લાગે.  સબ કુછ નહિ મિલતા રેડીમેઈડ એ મારું સ્પષ્ટ સૂત્ર. પ્રસિદ્ધ થવા કરતા સિદ્ધ થવાનો મોહ વિશેષ. મફત બાબતો પોતાનું મૂલ્ય તો ઘટાડે જ, પણ માર્કેટ પણ બગાડે. આપણા દેશની ક્રિએટીવીટી ફ્રીની ટેવ પડી એમાં ક્રિલેટિવ લોકો ફીના મોહમાં પરદેશી થઈ ગયા ! જિતેશે કહ્યું કે એની વાર્તામાં તાકાત છે. જો તમને લાગે કે આ નવલકથા વાંચીને તમારામાં કશો બદલાવ આવ્યો, જો તમને લાગે કે લેખકે મહેનત કરી છે, અને જો તમારો આત્મા કહે કે લેખકને કશુંક આપવું જોઈએ તો જીતેશને તમે પેમેન્ટ આપી શકો એની સાઈટ પર.

એની વે, પણ જિતેશ લાગણીથી છલોછલ છે, તો એના પ્રેમનો પ્રતિસાદ આપવામાં સિદ્ધાંતો મને નડે નહિ. વળી કામ તો યુવાનોનું જ છે..યુવાન લેખક, યુવાનીની વાત કરતું પુસ્તક, ટાર્ગેટ ઓડિયન્સ પણ યુવાનોનું. અને યુવાઓ માટે આપણે કંઇ પણ કરવા હરહમેંશ હાજર. કારણ કે, ગમે છે એ દુનિયામાં રહેવું. ક્વોલિટી યુથ વોઇસને પ્રમોટ કરવો એ મારી નૈતિક જવાબદારી બને. દબાવ્યા વિના નવી ટેલન્ટ્સને યોગ્યતા હોય તો દિલથી ચાહી છે. જિતેશની વાતો તો મારા વિચારોનું એક્સટેંશન ગણાય. એનામાં જે કશુંક કરી દેખાડવાનો સળવળિયો છે, એ મને ગમે છે. પાછું તપ પણ કરે ને તૈયારી ય. ખાલી તક ને તારીફની તમન્ના પર જીવતો નથી.

તો હવે નવલકથા જેવી લાંબી વાતને બદલે, સીધી નવલકથા જ હાજર છે. નવી તાજગી ને મને ગમતું કોલેજકાળનું રિફલેક્શન તો એમાં મહેસૂસ થયું છે. શૈલી પણ ફ્રેશ છે.  એની ઈચ્છા મુજબ જ મારા દ્વારા લોન્ચ કરી આપણી સામે મુકું છું. રસ પડે તો મારો ધુબાકા. કરો ફ્રી ડાઉનલોડ ને વાંચો. આ રહી લિંક. કરો ક્લિક.

ઓલ ધ બેસ્ટ જિતેશ. કરો ફત્તેહ. થેન્ક્સ મને ગમાડવા માટે ને શાબાશ ગુજરાતીમાં જવાનીની મશાલયાત્રા આગળ વધારવા માટે 🙂

યે હુઆ ડિજિટલ લોન્ચિંગ ! નીકળી પડે નોર્થ પોલની સફરે…

 

North Pole – http://jiteshdonga.com/

 
18 Comments

Posted by on February 28, 2017 in Uncategorized

 

18 responses to “નોર્થ પોલ : યુવાનીની કહાની, યુવાનની જબાની…

 1. Dipen Bhanushali

  February 28, 2017 at 9:43 PM

  જીતેશ ભાઈ ની વિશ્વમાનવ વાંચી ને 2-3 દિવસ ઊંઘ ના આવી.

  Like

   
 2. Dharmesh Vyas

  February 28, 2017 at 10:18 PM

  ખુબ જ સરસ… જયભાઈ જે ડીજીટલ કે નોન-ડીજીટલ પુસ્તક નું વિમોચન કરે એના માટે કઈ કહેવાનું જ ના હોય….

  Like

   
 3. Jitesh Donga

  March 1, 2017 at 12:16 AM

  😀 Ahoho…

  Like

   
  • CHINTAN ATARA

   May 17, 2019 at 2:23 PM

   STILL ON VACATION ? REALLY MISSING YOU.BECAUSE AFTER READING THIS BOOK I FOUND MY HOBBY – READING.I STARTED MY JOURNEY AFTER THAT IN SECTOR OF LITERATURE.

   Like

    
 4. Jitesh Donga

  March 1, 2017 at 1:31 AM

  Reblogged this on બળવાખોર… and commented:
  And here it takes the birth into the world. 🙂

  Like

   
  • Dr dhruv kansangara

   March 26, 2017 at 10:45 PM

   બહુ જ પોતીકી લાગે એવી story છે નોર્થ પોલ માં..મને બહુ જ ગમી..આભાર…આભાર કોનો માનવો એ થોડી દ્વિધા છે.. ગુરુ ગિવિંદ દોનો ખડે કિસ્કો લાગુ પાય બલિહારી ગુરુ કી ગોવિંદ દિયો દિખાય…so thanks jay bhai…

   Like

    
 5. ચેતન ઠકરાર

  March 1, 2017 at 3:46 PM

  Reblogged this on crthakrar and commented:
  awesome

  Like

   
  • Hitesh Jajal

   March 2, 2017 at 8:59 PM

   “વાચન સારું હોય તો લેખનના ઉભરા આવવાના જ.” સંદર ક્વોટ.

   જીતેશ દોન્ગાની ઓળખાણ લગભગ એકાદ વર્ષ પહેલાં ફેસબૂક પર જ થયેલી. જીન્દાદિલીથી ભર્યો ભર્યો નિખાલસ, નિષ્કપટ અને છતાં બાહોશ માણસ તરીકેની છાપ પડેલી.

   એમની બંન્ને નવલકથાઓ વાચીને બંન્ને વિશે નિરાંતે લખવાની ઇરછા છે.

   Like

    
  • Hitesh Jajal

   March 2, 2017 at 9:00 PM

   “વાચન સારું હોય તો લેખનના ઉભરા આવવાના જ.” સુંદર ક્વોટ.

   જીતેશ દોન્ગાની ઓળખાણ લગભગ એકાદ વર્ષ પહેલાં ફેસબૂક પર જ થયેલી. જીન્દાદિલીથી ભર્યો ભર્યો નિખાલસ, નિષ્કપટ અને છતાં બાહોશ માણસ તરીકેની છાપ પડેલી.

   એમની બંન્ને નવલકથાઓ વાચીને બંન્ને વિશે નિરાંતે લખવાની ઇરછા છે.

   Liked by 1 person

    
 6. Alpesh Vanjibhai Kunapara

  March 1, 2017 at 7:24 PM

  Jaybhai tamara articles ane facebook post vanchine thodu Gujarati sahitya vanchvani prerana mali chhe ane aa ek navi novel nava lekhak thi jemna vishe me nathi sambhdyu kyarey emna lakhan no parichay “The North Pole” thaki aa article thi thayo. Aaje ek sitting ma 88 pages vanchya. Khub gami ane jivi karan k hu pan engineer j chhu ane e pan Vidyanagar thi bhanelo uparthi Khedut putra etle mara to Heart ne touch kari gai saheb sathe j first two pages na introduction parthi j donation pahela kari didhu bhaine ane pachhi vanchi novel. Maja padi gai. Abhinandan to Jitesh and All the best……… Abhar

  Like

   
 7. antarnoayno

  March 3, 2017 at 11:12 AM

  Aam pota nu sarjan free ma online mukva mate motu dil joie and khub badho confidence pan..sacchu j tame yuva lekhako ne je rite utsah apo cho e pan tamari jindadili che. Thank you JV for sharing this goodie! Can’t wait to read it

  Like

   
 8. Dealdil

  March 8, 2017 at 5:51 PM

  15% OFF ON JSK (JAY SHREE KRISHNA) BY JAY VASAVADA –> https://goo.gl/4rVQ28

  15% OFF ON Vishwamanav BY JITESH DONGA –>> https://goo.gl/eMjsmD

  Like

   
 9. Rakesh Bhadiyadra

  January 4, 2018 at 10:37 PM

  બન્ને બુક્સ વાંચી….. 👌

  Like

   
 10. Rakesh Bhadiyadra

  January 4, 2018 at 10:39 PM

  બન્ને બુક્સ વાંચી….. 👌
  લખાણ માં તાજગી વર્તાય છે…….

  Like

   
 11. Rakesh Bhadiyadra

  January 4, 2018 at 10:40 PM

  લખાણ માં તાજગી વર્તાય છે…….
  Carry on jiteshbhai………….

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: