RSS

ભારતની વાસ્તવિક વ્યથાકથાઃ આ દેશની ખાજો દયા!

26 Jan

20130921_122747

દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
જ્યાં ધરમનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.

સૂત સફરાં અંગ પે-પોતે ન પણ કાંતે-વણે,
જયાફતો માણે-ન ભૂમિપાક પોતાનો લણે,
લોક જે દારૃ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
વતન કેરું મધ પરંતુ જેમણે ચાખ્યું નથી !

રંગ છે બહાદૂર ! બિરદાવી ફુલેકે ફેરવે,
જે પ્રજા નાચી રહે ગુંડા, ટણકના ટેરવે.
ને દમામેં જીતનારાને ગણે દાનેશરી
હાય, એવા દેશના જાણો ગયા છે દી’ ફરી !

ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળા,
જીંદગીમાં એ પિશાચીના પછી ચાટે તળાં
મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ના મૂક્તાં,
એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતાં,

માંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે,
એ વિના જે હરફ હોઠે કાઢતાં યે થરથરે !
જાણજો એ લોકને કાજે રહ્યા છે છાજિયાં-
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા
ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ કૂટીને કળાનું થીગડાં મારી ફરે,
જ્યાં જુવાનો નકલ નખરામાંય ફિસિયારી કરે !

નવા રાજાને કહે વાજાં વગાડીને: જિયો !
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે: હૂડિયો !
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં ! એ જ ખમ્મા, વાહ વા !

જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
મૂક જર્જર જ્યાં મહર્ષિઓ અવસ્થા કારણે,
જેમના શૂરા જનો પોઢ્યા હજી છે પારણે,
ભાગલા પાડી ઉડાડે નોખનોખી જે ધજા,
ને બધા એ ભાગ પોતાને ગણે આખી પ્રજા !

જાણજો, એવી પ્રજાના પુણ્ય પરવારી ગયાં,
દોસ્તો, સફરના સાથીઓ એ દેશની ખાજો દયા !

જો આળસમાં આ ઉપર લખાયેલું કાવ્ય કૂદાવી સીધો જ લેખ વાંચવાનું શરૃ કર્યું હોય, તો પ્લીઝ… પહેલા એ કાવ્ય વાંચી જાવ- નહિ તો તમને રજાના સોગન છે ! તળપદા શબ્દોના કારણે આજે કઠિન લાગે તો યે આ કાવ્ય ફરી ફરીને એક-એક શબ્દ ગોખીને પણ વાંચવા જેવું છે. જો એ સમજાશે, તો એ વિચારતા કરી મૂકશે જ, એમાં બેમત થી. પહેલાં તો આટલું જ વિચારજો કે મૂળ તો ભારતથી અનેક કિલોમીટર છેટેના બીજા જ દેશમાં, આજથી સેંકડો વર્ષ અગાઉ વિશ્વવિખ્યાત દાર્શનિક ખલીલ જીબ્રાને લખેલી આ ‘પિટી ધાય નેશન’ નામની રચના છે, જેનો મૂળ કરતાંય ચડિયાતો એવો આગવો ગુજરાતી ભાવાનુવાદ અહીં રજુ કર્યો છે, જે મરમી ઋષિકવિ મકરંદ દવેએ વર્ષો પહેલાં કર્યો છે. નવાઈ લાગે છે ને ?

જે કંઇ ઇન્ડિયા ધેટ ઈઝ ભારતમાં ચાલી રહ્યું છે, એને આ કવિતાનો એક એક અક્ષર ચ્યૂઇંગ ગમની જેમ ચોંટી જાય છે. ભલે આજે ‘મેરા ભારત મહાન’ના બણગા છાપરે ચડીને ફૂંકવામાં આવે… હિન્દુસ્તાનના રૃપાળા મહોરા નાચે જે કદરૃપો ચહેરો છે, તેનું પ્રતિબિંબ નિહાળવાની આપણી તૈયારી નથી, કારણ કે, એ બિહામણુ દ્રશ્ય આપણું પોતાનું છે !
રાષ્ટ્રવાદીઓ, સંસ્કૃતિરક્ષકો, ધર્મપૂજકો, દંભી દેશપ્રેમીઓ… આ દેશની દયા કેમ આવે છે, એ સમજાય છે ? આ દયા દર્દમાંથી નીકળી છે. ઘણા હાઈ-ટેક હિન્દુસ્તાનથી અંજાયેલા હરખવદૂડાઓ ચકચકિત મહાલયો અને ઝગમગતી મોટરોના ખડકલા બતાવી પ્રગતિનો વટ મારશે. પાર્ટી, ડાન્સ અને સૂટબૂટના જલસા કરશે. વાંધો આ જલસા સામે નથી. પણ પ્રશ્ન એ પૂછવાનો કે એમાં ભારતનું પોતીકું શું છે ? ભારતે સોફ્ટવેરમાં હરણફાળ ભરી-પણ શું સોફ્ટવેરની શોધ કે ક્રાંતિ જગતને ભારતે બતાવી ? ના. ભારત ચાલતી ગાડીએ ચડીને આગળ નીકળ્યું.

પેલા ચકચકિત મહાલયો અને ચકમકતી મોટરોની ટેકનોલોજી શું ભારતની છે ? ના, એ પરદેશમાં શોધાઈને અહીં આવી છે ! ઉજાણીઓ અને મિજબાનીઓ ચાલે છે – પણ દુનિયામાં ડંકો વગાડે એવું કયું પરાક્રમ દેશ અને દેશવાસીઓએ કરી બતાવ્યું છે ? પહેલી અવકાશયાત્રા કરી ? મોબાઈલ ફોન કે ટેલિવિઝન કે કોમ્પ્યુટર જેવી માનવજાતની જીંદગી પલટાવી દેતી કોઈ શોધ કરી ? ઉત્તમ જીવનના ઉપદેશો ઘણાય આપ્યા, પણ દુનિયા દંગ થઇ જાય એવું કોઈ ઉદાહરણ અમલમાં મૂક્યું ? આ જે પેનથી લખાય છે એ બોલપેન અને જે પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં એ છપાય છે, એ છાપું ખુદ એક વિદેશી ભેટ છે !

વાતવાતમાં પશ્ચિમની અસરની ટીકા કરવાથી ઠાલું થૂંક ઉડે છે. વિદેશને વખોડવાને બદલે પહેલા દેશને તો વિદેશોમાં ગાજતો કરો ! આપણને સ્વાવલંબન કેટલું પસંદ છે ? આપણે પહેરવાના કપડાં કે ખાવાનું અનાજ આપણી જાતે ઘરમાં કાંતીએ કે ઉગાડીએ છીએ ? આ તો એક સિમ્બોલ છે. આપણે આપણું કામ જાતે કરતા નથી. અને બીજાની મહેનતના જોર પર નાચીએ છીએ – તેનો કટાક્ષ છે ! રોજ સવારે ઉઠીને પાશ્ચાત્ય સંસ્કૃતિની આલોચન કરવી, અને વ્યવહારમાં શુધ્ધપણે પાશ્ચાત્ય સંસ્કૃતિની દેન જેવા પેન્ટ, શર્ટ, ટેલિફોન, કેલેન્ડર ઈત્યાદિને સ્વીકારતા જવા-આ ક્રિયાને કંઇ ‘જાગૃતિ’ નહિ, પણ ‘ઢોંગ’ કહેવાય !

પશ્ચિમમાંથી તો ટ્રેનથી લઇને ટી-શર્ટ સુધીનું અપનાવ્યું, હવે કંઇક પશ્ચિમને પણ આપો. ગુરૃકુળો કે આયુર્વેદના કેવળ ફડાકા ન મારો, ખરા અર્થમાં એલોપથીની જેમ દુનિયાના ખૂણે ખૂણે પરિણામ બતાડવા પહોંચી જાવ. વિશ્વને કંઇ વેસ્ટર્ન કલ્ચર અપનાવવાની ફરજ નથી પડતી કે શોખ નથી થતો… વધુ આકર્ષક, આરામદાયક અને અસરકારક હોઇને એ ફેલાતું જાય છે. આનો અર્થ એવો પણ નથી કે પશ્ચિમમાં બધું સારૃ અને ભારતમાં બધું નઠારૃં છે. પણ ભારતનું જે કંઇ ઉત્કૃષ્ટ છે, એના વખાણ કરવાને બદલે એમાં ઉંડા ઉતરવામાં કેટલાને રસ છે ? વિદેશના દારૃ પ્રત્યે પણ અહોભાવથી અડધા અડધા થઇ જવાય અને દેશની શુધ્ધ છાશ પીવામાં આબરૃ જાય !

સિંગાપોરના મરીન પાર્ક જોનારાઓમાંના કેટલા સૌરાષ્ટ્રના સાગરકાંઠે સહેલગાહ કરે છે ? ભારતીય નાગરિકો વાતો ભારતીય સંસ્કારવારસાની છે, વ્યવહારમાં કેટલા ભારતીય સ્થાપત્યની અણમોલ વિરાસત જેવા ખંડેરો, કિલ્લાઓ કે મ્યુઝિયમોની મુલાકાત લે છે ? પ્રવાસની પેકેજ ટૂર્સમાં મંદિરો કે શોપિંગ માટે અડધો દિવસ હોય છે, અને સંગ્રહાલય માટે અડધો કલાક ! ભારતીય સંગીતની રાગ રાગિણી કે ભારતીય સાહિત્યના રત્નોનો કોણ અભ્યાસ કરે છે ? અંગ્રેજી કવિતાઓ બાળકોને ગોખાવનાર મા-બાપોમાંના કેટલાએ સંસ્કૃત સુભાષિતોના ગુજરાતી અનુવાદો પણ વાંચ્યા ? માત્ર ‘ધન્ય ધન્ય’ કહેવાથી જ ધન્યતા નથી આવી જતી.વારતહેવારે ભારતપ્રેમનો ઝંડો ફરકાવતા નીકળી પડનારાઓ શુધ્ધ ગુજરાતી (હિન્દીની તો વાત જ રહેવા દઇએ !) બોલી કે લખી પણ નથી શક્તા !

ચાઈનીઝ મંચુરિયન ખાતાં ખાતાં હિન્દુત્વની અસ્મિતાની વાતો કરનારા હિન્દુસ્તાનમાં વધતા જાય છે ! બીજી વાતો જવા દો, રાષ્ટ્ર ગૌરવ ને સેલેબલ કોમોડિટી બનાવી દેનાર રાજકીય સંસ્થાઓ કે ધાર્મિક આશ્રમોના કેટલા સભ્યો કે ભક્તજનોએ પોતે જેમના જમના વખાણ કરતા ધરાતા નથી – એવા પ્રાચીન ભારતીય શાસ્ત્રોના અભ્યાસ જાતે કર્યો ? ‘જયહિન્દ જયભારત’ બોલવું સહેલું છે. પણ વેદ, ઉપનિષદ, પુરાણ સાંખ્ય, તંત્ર, યોગ, દર્શન આદિ પ્રાચીન ગ્રંથો કે પછી ભાગવત-રામાયણ-મહાભારત જેવી કાવ્યમય અને લોકપ્રિય કૃતિઓ પણ આખી વાંચવી પચાવવાં જરા અઘરૃં કામ છે. માટે મોટે ભાગે એ આપણે વિદેશીઓ પર જ છોડી દીધું છે ! હવે ભારતમાં ધર્મ એ ઉદ્યમ નથી, ઉદ્યોગ છે !
જો ભારતની ભૂતકાળથી વર્તમાન સુધીની આવી યાત્રા કરો તો સમજાય કે જે ‘મુક્ત જાતીયતા’ (ફ્રી સેક્સ) કે ‘સૌંદર્યવાદ’

(એપ્રિસિએશન ઓફ બ્યુટી/ફેશન)ને આપણે પાશ્ચાત્ય ભૌતિકતાનું ભારત પર આક્રમણ કહ્યું છે – એ વાસ્તવમાં તો ભારતની દેન છે ! ‘વી ધ પીપલ ઓફ ઇન્ડિયા’ને આવું ઝીણું કાંતવામાં રસ નથી. દેલવાડાના દહેરાથી દક્ષિણ ભારતના ગોપુરમ સુધી બધે જ અનાવૃત્ત સરસ્વતીદેવીના શિલ્પો છે, પણ એ જોયા વિના જ દિગંબર સરસ્વતીના ચિત્રો ફાડવામાં આપણને કોઈ અપૂર્વ પરાક્રમનો આનંદ આવે છે ! અને આપણી ‘પરાક્રમ’ની વ્યાખ્યા શી છે ? બે -ચાર ખૂન કરના મોહલ્લાનો ‘હિરો’ ગણાઈ જાય છે. ખલનાયકની વ્યાખ્યામાં આવનાર માણસ ચૂંટાયેલો લોકનાયક થઇ જાય છે ! ‘ફેશન ટી.વી. કે ‘એમટીવી.’ જેવી ચેનલોનો વિરોધ કરના ‘બહાદૂરો’ કદી પોતાના સ્થાનિક મવાલી કોર્પોરેટરને મોઢામોઢ સાચી વાત સંભળાવી શક્યા છે ?’

ફિલ્મોની સેન્સરશિપની ગુલબાંગો લગાડનાર પોતાની શેરીની ગંદકી સેન્સર કરી શક્યા છે ? લોકોના પૈસા ખાઈ ખાઈને બંગલા બંધાવનારાઓ પોતાની સાથે જરાક વાત કરે એ માટે હવાતિયા મારતા લોકોના દેશની દયા ન આવે ? ટપોરી કક્ષાના માણસો પૈસાના જોરે બુધ્ધિમાનોને પોતાની તહેનાતમાં કુરનીશ બજાવવા મજબૂર કરે, અને આડાઅવળા ધંધામાંથી ધાપ મારી ધનવાન બનેલા ધર્મરક્ષા, ગૌરક્ષા કે શિક્ષણરક્ષા માટે પૈસા ફેંકી-પોતાના નામની તકતીઓ લગાવી-પાછા દેશ માટે કંઇક કરી છૂટયાનું ગુમાન અનુભવે, એ દેશનું ભાગ્ય અવળું કરેલું ન લાગે ? ભાવ અને ભક્તિની સંવેદનાઓની વાતો કરવી અને વ્યવહારમાં જરાક ‘પ્રેકટિકલ’ બનાવાની શિખામણ આપવી – એમાં દેશ ભગવાનનું સ્વર્ગ બને કે શેતાનનું નરક ?

સ્વદેશી આર્થિક નીતિ અને સાદગીની વાતોથી તો છુટકુ ચુન્નુ -મુન્નુઆ પોતે પ્રસિધ્ધ થશે, પણ દેશનું અર્થતંત્ર સિધ્ધ નહિ થાય ! નાગરિક શિસ્ત અને ઉત્પાદન ક્ષમતા વધારી હોત, તો વૈશ્વકીકરણ કરવું જ ન પડયું હોત ! પહેલા આળસ કરવી પછી આત્મ પ્રશંસા કરવી અને છેલ્લે, અરેરાટીના મરશિયા ગાઈને પોક મુકવી એ આપણો નિત્યક્રમ છે. ‘ખાવું, પીવું, પરણવું’એમાજ આપણી સર્જકતા સમાય છે ? આપણી જ પ્રતિભાઓની પ્રશંસા આપણે કરી નથી ! આપણે મહાન હતા’નું મિથ્યાભિમાન આજે પણ આપણને શેખચલ્લી બનાવી દે છે. આપણી આ મહાનતાની પિપૂડી સાંભળીને કોણ તાળીઓ પાડે છે ? આપણે પોતે જ !

આ જૂની મહાનતા વાગોળવામાં કદી વિજ્ઞાાન અને વિચારની આધુનિકતાને ભારતે મહત્ત્વ ન આપ્યું – જ્યાં મૌલિક ટેકનોલોજી વિકસી ત્યાં જ આર્થિક સ્મૃધ્ધિ વિકસી – આ સરળ સત્ય જાપાનથી અમેરિકા સુધીના દ્રષ્ટાંતો નજર સામે હોવા છતાં હજુ ય આપણને સમજાયું નથી ! આપણે બીજાઓથી ઝટ ‘ઇમ્પ્રેસ’ થઇ જઇએ છીએ. પણ બીજાઓને ‘ઇમ્પ્રેસ’ કરવાના માર્કેટિંગ અને પેકેજીંગમાં કાચા છીએ. વિશ્વશાંતિના ગુણગાને આપણને ઠંડા બનાવવાને બદલે કાયર બનાવી દીધા છે. જગત જીતવાની વાત તો દૂર, અહીં તો ભારત જોવા આવનારા પ્રવાસીઓ પણ ખોબલા જેવડા ટાપુઓ કરતાં ય ઓછા થતા જાય છે !

ભારતના ગામે ગામ લશ્કરના જવાનોને બદલે રોજ ચોરી, બળાત્કાર, લૂંટફાટ, વેશ્યા વ્યવસાય ઇત્યાદિમાં અગ્રેસર ‘શૌર્યવાન’ નર-નારીઓ વધતા જાય છે. બેફામ વધતી જતી વસતિમાં કંઇક ગુનેગારો ગટરમાં સબડે છે. કંઇક ભાજીમૂળાની જેમ કપાઈ મૂએ છે. મુઠ્ઠીભર જુલમગારો લાખો બેવકૂફોને બૂટની એડી નીચે કચડીને રાખે છે. દર વર્ષે કોઈ શેરદલાલી કે મલ્ટીલેવલ માર્કેટિંગ કે ડેટા એન્ટ્રી કે મનની શક્તિ કે મની સ્કીમના નામે કરોડો લાલચુ મૂરખાઓને ઉલ્લૂ બનાવી જાય છે – છતાંય આપણે ઘાંટા પાડીએ છીએ કે ભારતમાં પૈસા કરતાં પ્રેમનું મહત્વ વધુ છે ! ચોમાસામાં ઉડતાં પાંખાળા જંતુઓ જેવી જીંદગી જીવીને ભારતના પવિત્ર નાગરિકો પોતાનો અવાજ પણ ઉઠાવ્યા વિના પારકા પ્રપંચનો ભોગ બની ડૂબી મરે છે ! પછી એમના નામના છાજીયા લઇ હાયવોય કરવાની જ બાકી રહે છે ને !

લુચ્ચા નેતાઓ રાજનીતિને બદલે કેવળ રાજ કરતા શીખી ગયા છે. પત્રકારો – લેખકો-સાહિત્યકારોનો ધર્મ જ જે કંઇ સ્થાપિત હિત છે, તેને પડકારવાનો હોય – પણ જાત – ભાતની શાબ્દિક ચાલાકીઓથી મોટા ભાગના સત્તાધારીનેતા કે ઉદ્યોગપતિની ચાપલૂસી કરે છે. અને પાછી કોઈ ચોક્કસ રાજકીય વિચારસરણીને તર્ક અને આંકડાબાજીથી ‘પરમ સત્ય’ રૃપે ઠસાવી દઇ, શ્રોતાઓ કે વાચકોને ફસાવી દે છે. મોહનલાલ કે. ગાંધી પછી આ ભૂમિમાં કોઈ સત્યનો ઉપાસક પાક્યો જ નથી. જો છે તે ‘મારૃં સત્ય, એ જ સારૃં સત્ય’ના નારાઓ લગાવવાવાળા છે. જીબ્રાને મૂળ અંગ્રેજી કાવ્યમાં તો ફિલોસોફરને ‘જગલર’ (એક સાથે બે ત્રણ વસ્તુઓ ઉછાળીને સંતુલન રાખનાર જાદૂગર) કહ્યા છે !

આજકાલ ટ્રસ્ટીઓના પાળીતા પ્રોફેસર અન રાજકીય પક્ષોના પાળીતા પત્રકારની ફેશન પાળેલા શ્વાન કે પાળેલા પોપટની જેમ ખીલી છે. અહીં-તહીંથી ઉઠાવીને કોપી કે રિ-ફિટિંગ કરનારા મહાન લેખકો કે લોકપ્રિય ફિલ્મી સંગીતકારો -સર્જકો બનીને એવોર્ડસ લઇ જાય છે. કમાલ છે ને, કે નેવું ટકા ભારતીય કળાકારોને હંમેશા પ્રેરણા અંદરને બદલે બહારથી જ થાય છે ! આ બધાની ઉઠાંતરીની ય વાનર નકલ કરવામાં નવી પેઢીને વળી નવીનતાનો અહેસાસ થાય, અને પહેરેલા કપડા-જેટલું ય એમનું મગજ મોર્ડન ન થાય… તો દેશદયાજનક સ્થિતિમાં ન કહેવાય ?

અજમેરી લોટા જેવા આપણે ભારતીયો છીએ. જે કોઈ અધિકારી, નેતા કે વેપારીનો સિક્કો ચાલતો હોય ત્યારે એને વ્હાલા થવા માટે ગલૂડિયાની જેમ આળોટિયે છીએ. એ જ વ્યક્તિ સત્તા કે સંપત્તિના કેન્દ્રમાંથી કિનારે જાય એટલે આ જ બિરદાવલીઓ ગાતું ધાડિયું હુડુડુડુ કરતું એને બે જૂતાં વધારે ફટકારશે ! વળી કોઈ નવો દરબાર ભરાશે એમાં ફરી એ જ કિલકારીઓ અને લટૂડા-પટૂડા કરતી એ જ પ્રજા પહોંચી જશે ! જાનારાને ખોળ, અને આવનારાને ગોળ ! નહિ ગુણવત્તાને માન, નહિ કામની કદર, નહિ લાયકાતની પ્રશિસ્ત ! હિન્દુસ્તાની અવામની કરોડરજ્જુ જ હોતી નથી. ટટ્ટાર ઉભા રહેતા એને આવડયું નથી ! કાઠિયાવાડીમાં આવી કામગીરી કરનારને ‘ખૂટલ’ યાને પીઠમાં ખંજર ભોંકનાર દગાખોર કહે છે. જ્યાં આખી જનતા મૂલ્યને બદલે માલની આરતી ઉતારવામાં પાટલી બદલૂ હોય, ત્યાં દેશનું ભવિષ્ય કેવું હોય ?

આવા કાળમાં જેમની દ્રષ્ટિથી સૃષ્ટિ બદલાય એવા યુગપુરૃષો હવે કાં તો વિદાય થયા છે અથવા હાંસિયામાં ધકેલાયા છે. નવી પ્રતિભાઓ હજુ કદાચ બાલમંદિરમાં રે છે, અને માહોલ આવો જ રહ્યો તો મહેકતા પહેલા જ મૂરઝાઈ જવાની છે. ત્યારે દિવસે દિવસે પોતાના રાજ્યના નામે, જિલ્લાના નામે, ભાષાના નામે, ધર્મના નામે, જ્ઞાાતિના નામે કે ગલીના નામે પણ અન્યાયનો અવાજ ઉઠાવી, આપણે વિશાળ બનતી જતી દુનિયામાં વધુ સંકુચિત બની ગયા છીએ. કદાચ પોતપોતાની ધજા ફરકાવવામાં જે મજા છે, એ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં નથી. પોતાની જ્ઞાાતિ પ્રત્યેનું ખેંચાણ આધુનિકતા સાથે ઘટે એ પ્રગતિ છે, પણ અહીં એ વધ એને પ્રગતિ કહેવાય છે ! અવળી મતિ, ઉલટી ગતિ !

બધાને સાચા હિન્દુ સાચા મુસલમાન, સાચા શીખ, સાચા ખ્રિસ્તી થઇ જવું છે. કોઇને આધુનિક આદર્શ માનવ નથી થવું પોતાનો ધર્મ બીજાથી ઊંચો છે એમ બતાવવા મહામહોત્સવોને ધાર્મિકતા કહેવાય છે અને જાહેરમાં ગાળો બોલવી અને પાછી મીની સ્કર્ટની ટીકા કરવી એને સંસ્કૃતિ કહેવાય છે ! જેની શરમ થવી જોઇએ, એનો ગર્વ થાય છે ! બંધારણ રચાયાના ૬૬ વર્ષે પણ હજુ કોમન સિવિલ કોડ રચાયો નથી ! બોલો !

આ પ્રજાસત્તાક દિનનો સૂરજ આથમે ત્યારે એમાં ભારત દેશના પુણ્ય, ગરિમા અને સ્વપ્નોને પણ અસ્ત થતા જોઇ લેજો. દોસ્તો, સફરના સાથીઓ, આ અંધારી રાતમાં જીવનારાની ખાજો દયા ! બીજું તો શું કરી શકશો ?

20130921_125604

# લેખ જૂનો થયો છે, આપણી પ્રજાની વાસ્તવિકતા અને વ્યથા નહિ  ! ( તસવીરો સિક્કિમ નાથુલા બોર્ડરની છે )

 
27 Comments

Posted by on January 26, 2016 in india

 

27 responses to “ભારતની વાસ્તવિક વ્યથાકથાઃ આ દેશની ખાજો દયા!

 1. Kishan Thakar

  January 26, 2016 at 12:58 PM

  All the world you’ve written are true..but useful for people who understands meaning of these words…your words are inspiration to people who understand true perspective behind being Indian..but what does true perspective means to people who are brainwashed by religious leaders, and running behind own blind benefits..The person who truely understand what you just said..will understand more after reading your articles..but he has to suffer more because he needs to cop up with majority of people..who.doesn’t.. Do you understand what I mean

  Liked by 1 person

   
 2. Jp

  January 26, 2016 at 1:56 PM

  જય હો

  Like

   
 3. Harsha chauhan

  January 26, 2016 at 2:28 PM

  Bahu sachi vat raju thayeli che kavya ane lekhma… Gyativad atlo bhadki rahyo che k have darek gyatima ak Gandhi peda thay to kadach bat bane baki to bhavishy bhagvan bharose…

  Like

   
 4. Maulik Pandya

  January 26, 2016 at 2:47 PM

  Samvedana thi vanche eno jiv bale ane atardi kakde evo blog.. Prachar ane ena thi vadhu ane Mara thi Bantu karva fari makkam thayo.. Grand salute.

  Like

   
 5. dhinal

  January 26, 2016 at 2:54 PM

  Really Indian bnava k kaheva mate pela 56 ni Joye
  Kagda kutra b jive and mare chhe

  Like

   
 6. dharmesh

  January 26, 2016 at 2:55 PM

  આજે પણ આપણે એકજ ગાણું ગાયા રાખીએ છીયે..શોને કી ચિડિયા…અને
  જીસ દેશ મેં ગંગા..જેની સફાઇ માટે અભિયાન ચલાવવું પડ્યું,ઇતિહાસ જાણવા છતા ક્રિમીનલ ચૂંટાઇ આવે..ગુંડાઓ ને પોલીસ કે કાયદા ની બીક નથી..દમ્ભી રાજકારણીઓ..પાલતુ લૉકૉ ને સારા સ્થાને હોદ્દાઓ..ભ્રષ્ટાચાર..કૌભાંડો…એકદમ વાસ્તવિકતા રજુ કરતો લેખ…યુવાનો નહી જાગે ત્યાંસુધી કંઇ નહી થાય…
  ખેર, સિક્કિમ ના ફોટો સરસ..મેરા ભારત..મેં પણ ક્લિક કરેલો..અને મકરંદ જી અનુવાદીત કાવ્ય…બે ત્રણ વાર વાંચવું પડ્યું..મજા આવી..

  Like

   
 7. Ruchir Khandelwal

  January 26, 2016 at 3:48 PM

  I am confused Jay bhai, whether to praise your literary talent or to feel sad about the truth that you have painted in tricolor. You have actually struck a cord with me today. I hadn’t been to India for some past five years. And, this Diwali I went to visit my family and friends. This visit was very special as I went there with a mind full of aspirations and patriotism. I went there to test the waters and make a decision about to come back to India or not, for good. I have gained some knowledge in my field and wanted to use if for the betterment of our land. I am born and brought up in India, and only left India some 10 years back, so I wasn’t like an ignorant NRI or a foreigner. I was well versed in the ‘Indian ways of doing things’. But to my extreme disappointment, I felt appalled. Not to the amazing roads, or shiny buildings, or extravagant ways of the riches or amazing infrastructure. But, to the prevalent heartlessness. Every strange face I saw was either tensed, frustrated or simply a schmuck. Very rarely people smiled to the strangers or even waived. While everyone else that I knew had turned into a bank manager and would only and only be interested in MONEY!.. they wanted to talk money, the wanted to compare money. I think you have really nicely laid out the challenges that we are facing away from. I also felt really, really distressed by the outrageous use of curse words, abuses, and bad words and people considered it their swag! Yes! Pity the nation!

  Like

   
 8. preeti tailor

  January 26, 2016 at 4:05 PM

  આ હકીકતનો સ્વીકાર છે …. આર્થિક પ્રગતિને નામે નૈતિકતાની અધોગતિનો વિચાર કરવો ના પડે એટલે આપણા અંતરમનને કચકચાવી ને આંખે પાટો બાંધી ધૃતરાષ્ટ્ર બની જવાની સગવડિયા જીંદગી માફક આવી ગયી છે …. પણ પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થી પકડાય તો ય દંડ કદાચ થઇ શકે પણ પૈસા લઈને પાસ કરનાર ને પકડવાની હિંમત નથી કેળવાઈ અને હિંમત કરનાર ને ઘેર બેસાડતી નફ્ફટાઈ નું રાજ ચાલે છે …. આ કર્કરોગ નો ઈલાજ આપણા જ હાથમાં હોવા છતાંય સગવડિયા જીવનના મોહમાં આપણે બીમાર રહીને આવનાર પેઢીઓને મૃત્યુના આશીર્વાદ આપી ચુક્યા છે … આમીન ..

  Like

   
 9. Janardan

  January 26, 2016 at 5:01 PM

  I entirely agree.We are no longer original,but copy cats of west.And we are not ashamed about it.

  While living in USA,and mingling with Indoamericans,I realize this all the more.Have expressed it in few verses in Gujarati,but none likes them.Cant type in Guj.script.May be ,I send you by mail.Pl.advise yr mailing address.

  I liked yr article. and read it thru rising pain and streaming eyes. And all around me consider me an odd person.

  Like

   
 10. Piyush S. Shah

  January 26, 2016 at 5:25 PM

  જય ભાઈ, લેખ જુનો થયો છે પણ હજી એ સાંપ્રત છે..આપે લખેલી દરેક વાતો ઘણો વિચાર માંગી લે છે .. સમય હજુ એ છે..

  Like

   
  • Ronak

   January 28, 2016 at 6:32 PM

   Look Jaybhai,
   Being an Indian, living in Australia, one thing I noticed here as soon as I landed is, how many foreign products and foreign brands are popular here. These people have open heartedly accepted that. Ofcourse there is somewhat but minimal oppose here when compared to India.
   The fact is, look how many Australian brands, people are popular all over the world. Their whole intension is to accept the best from the world and make the best out of it.
   If your home made car only gives 5kmp mileage, and overseas car gives 15kmpl with same standards, no way you should allow to manufacture any car in your home country.

   Like

    
 11. gondaliya.mahipatram. h.

  January 26, 2016 at 8:31 PM

  vah , jay bhai aape aajnu vastavi chitra aalekhyuchhe

  Like

   
 12. Rohit

  January 27, 2016 at 3:11 AM

  Dear Jay,

  I have recently been moved to US for employment purpose from India, As i am observing general discipline/traffic sense etc here, i can say its long way to go for people of India to reach that level…

  Political will is very powerful way to achieve this, but unfortunately that is lacking in our politicians. If one politician has some willingness to do something all other politicians are ready to pull his leg…

  Unfortunately that is reality from ordinary person’s perspective..

  Like

   
 13. Vimala Gohil

  January 27, 2016 at 5:25 AM

  ધૃતરાષ્ટ્ર વ્રુતિ છૂટે તો વ્યથા તુટે .

  Like

   
 14. VASANT SHAH ATLANTA

  January 27, 2016 at 10:15 AM

  હેલ્લો જય સાહેબ,

  લેખ જુનો થયો તો શું…પણ વાસ્તવીક છે.

  તમારા જેવા ગમે તેટલું લખીને આ નીંભર પ્રજા ને જગાડવાનુ કરશે..પણ

  કોઈ ફરક પડવાનો નથી. સુધરવાના કોઈ ચાન્સ નથી દેખાતા.

  Like

   
 15. sanjay parmar

  January 27, 2016 at 10:34 AM

  jay bhai, aape desh ni dasha durdasha no chitar sacho raju karyo che, pan sathe sathe amathi bahar nikalvana soneri suchano pan muko.

  Like

   
 16. dhruv joshi

  January 27, 2016 at 11:49 AM

  Like

   
 17. Rajesh Raval

  January 27, 2016 at 12:43 PM

  જય ભાઇ,

  એક્દમ સાચુ લખ્યુ છે.

  ભારત ના ૭૦ થી ૮૦ % લોકો ને માત્ર પૈસા અને સેકસ મા જ રસ છે . દેશ પ્રેમ ની તો ખાલી વાતો જ થાય છે. બાકીના જે ૨૦ % જે છે એમને કોન ગને છે. જો કે રેશીયો મા ફેરફાર હોય શકે છે થોડો ઘણો.

  Like

   
 18. Kumar Dave

  January 27, 2016 at 12:57 PM

  JV.. 101 % agree..we know the root cause ..but dont want to change….we are sharing / fwd the message for issues / complaint and jokes almost whole day on Whtsapp/FB …but have no time to write emails to concern authority with proof / evidence ..if we really found the service or goods are not upto the marks or some fault… no one is bother… Be it Encroachment or Garbage issue..

  Like

   
 19. Sunil Solanki

  January 27, 2016 at 1:31 PM

  ઇન્ડિયા ધેટ ઈઝ ભારત….
  ‘મેરા ભારત મહાન’ના બણગા ….
  રૃપાળા મહોરા નાચે જે કદરૃપો ચહેરો, બિહામણુ દ્રશ્ય,
  ધર્મપૂજકો, દંભી દેશપ્રેમીઓ…
  હાઈ-ટેક હિન્દુસ્તાનથી અંજાયેલા હરખવદૂડાઓ …
  પ્રગતિનો વટ…
  ચાલતી ગાડીએ….
  છાપું ખુદ એક વિદેશી ભેટ, ઠાલું થૂંક, સ્વાવલંબન……….
  ‘જાગૃતિ’ નહિ, પણ ‘ઢોંગ’.
  ગુરૃકુળો કે આયુર્વેદના કેવળ ફડાકા,
  શુધ્ધ ગુજરાતી (હિન્દીની તો વાત જ રહેવા દઇએ !) બોલી કે લખી પણ નથી શક્તા !
  ધર્મ એ ઉદ્યમ નથી, ઉદ્યોગ છે !
  બે -ચાર ખૂન કરના મોહલ્લાનો ‘હિરો’ ગણાઈ જાય છે.
  ખલનાયકની વ્યાખ્યામાં આવનાર માણસ ચૂંટાયેલો લોકનાયક થઇ જાય છે
  ટપોરી કક્ષાના માણસો ………..કુરનીશ
  અરેરાટીના મરશિયા ગાઈને પોક મુકવી
  મહાન હતા’નું મિથ્યાભિમાન …………શેખચલ્લી ……….મહાનતાની પિપૂડી
  શેરદલાલી કે મલ્ટીલેવલ માર્કેટિંગ કે ડેટા એન્ટ્રી કે મનની શક્તિ કે મની સ્કીમ……….લાલચુ મૂરખાઓ…..ઉલ્લૂ

  લુચ્ચા નેતાઓ…. રાજનીતિને બદલે કેવળ રાજ….
  સત્તાધારીનેતા કે ઉદ્યોગપતિની ચાપલૂસી
  ચોક્કસ રાજકીય વિચારસરણી
  ટ્રસ્ટીઓના પાળીતા પ્રોફેસર અન રાજકીય પક્ષોના પાળીતા પત્રકાર
  વાનર નકલ ………..
  અજમેરી લોટા ……..ગલૂડિયાની જેમ આળોટિયે છીએ.
  જાનારાને ખોળ, અને આવનારાને ગોળ…
  ગુણવત્તાને માન, કામની કદર, લાયકાતની પ્રશિસ્ત
  કરોડરજ્જુ………..ખૂટલ’ યાને પીઠમાં ખંજર ભોંકનાર….. દગાખોર

  અવળી મતિ, ઉલટી ગતિ……….

  Like

   
 20. Kavita Pawani

  January 27, 2016 at 10:00 PM

  Very True!! Jaroor che loko ni mansikta badlvani…….gadriya pravah ni jem badhu chlya rakhe che…..15 Aug ane 26 Jan na badha mera Bharat Mahan na gana gaya karshe….. but what after that…. Desh em ne em mahan nathi banto……athva em ne em kai nathi thatu….. darek cheej medav va praytno karva pade che….Desh ne mahan banav va kon ketla praytno kare che……..simple things also no one follows ….unless and until there will be self discipline nothing going to change…….

  Like

   
 21. itsmaulik_jainblog

  January 28, 2016 at 12:32 AM

  Truly agree with you. But still there are some people who is/are original. Original in their field and by mind.😉 That’s why loko agree pan kare che ane sathe follow pan 😀 ha pan sav sachu to ae pan nathi j .😟 Chhta kahi sakay Still there is some hope.

  Like

   
 22. Saeed Bhura

  January 28, 2016 at 8:04 AM

  Pity the Nation… By Khalil Gibran… Good work Mr. Vasavada Sir..

  Like

   
 23. ભાર્ગવ પ્રજાપતિ

  February 4, 2016 at 9:53 AM

  સાવ સાચું …

  Like

   
 24. Prakash M Jain

  February 12, 2016 at 2:48 PM

  This Poem of Khalil Gibran was also circulated on FaceBook in Gijarati on 26-January-2016 દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
  જ્યાં ધરમનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.

  Like

   
 25. karan maurya

  May 17, 2016 at 12:02 PM

  lekin kintu prntu bandhu fir bhi dil he hindustani

  Like

   
 26. pravinshah47

  June 20, 2016 at 9:49 PM

  બહુ જ સાચી વાત કહી, જયભાઈ, બીજા દેશોએ જે શોધખોળો કરી, જેવી કે કમ્પ્યુટર, કૃત્રિમ ઉપગ્રહો, સંદેશાવ્યવહાર વિગેરે, એના જેવી એક પણ શોધ ભારતમાં થઇ નથી. ખરેખર આપણે કંઇક કરી બતાવીએ, અને આખું જગત એને સ્વીકારે ત્યારે જ આપણે કંઇક કર્યું કહેવાય.- પ્રવીણ શાહ

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: