”કેમ આપણી આસપાસ સુખ, શાંતિ અને સર્જકતા – હેપિનેસ, પીસ એન્ડ ક્રિએટિવિટી માણસો અને પૈસાના પ્રમાણમાં ઓછા જોવા મળે છે ?”
જમતા જમતા ફિલ્મદિગ્દર્શક સંજય ગઢવી આ લેખકડાને પૂછે છે. એ જ સંજય ગઢવી જેમણે ધૂમ સીરિઝના આગાઝથી આખો ટ્રેન્ડ સેટ કરી દીધો. દસે આંગળા ઘીમાં હોવા છતાં કશુંક નવું, નોખું કરવાના પ્રયત્નમાં સંજય ગઢવીએ એ ‘કમ્ફર્ટ ઝોન’ છોડી દીધો હતો. કામિયાબી પછીની વાત છે, સક્સેસ બાદ એવું રિસ્ક લેવાની કોશિશ પણ કેટલા કરે છે ?
એની વે, સંજયભાઇ જ જવાબ આપે છે: માણસ પાસે બધી જ બાબતો માટે સમય છે, બસ પોતાના માટે નથી ! આપણા બેસ્ટમબેસ્ટ ફ્રેન્ડ તો આપણે પોતે જ છીએ, જેને આપણી પસંદ – નાપસંદ, મૂડ – ભૂખ બધાની ખબર છે, અને આપણને ખુદની જ દરકાર નથી !
યસ, વી ડૉન્ટ લવ અવર સેલ્વ્ઝ. અરે એ તો જવા દો, વી ડૉન્ટ સ્પેન્ડ ટાઇમ વિથ અવર ઓઉન સેલ્ફ. ખુદા માટે બંદગીનો સમય છે, પણ ખુદની જીંદગીનો ય ઑવરવ્યૂ લેવાની ફુરસદ છે, જીવન કી આપાધાપી મેં ?
બધા ટાઇમ કાઢવો પડે કહીને કહેશે,જરા અમારા માટે સમય કાઢો, અમારી ફલાણી વાત સાંભળો ને ઢીંકણી મદદ કરો ને પૂંછડું કામ કરી દો. અમારા લેખો વાંચો, પ્રસ્તવના લખો, ફિલ્મ જુઓ, કવિતા વાંચો, પોસ્ટ જુઓ ! વેલ, અહીં વાત આખા ગામ માટે ‘ઘડીની નવરાશ નહિ, ને પાઇની પેદાશ નહિ’ જેવી બાબતોમાં સમય કાઢવાની નથી. કમિટમેન્ટ સિવાયની આવી જંજાળોઓની જંઝીરો પર મક્કમતાથી છીણી મૂકીને પોતાના માટે સમય કાઢવાની વાત છે.
અને કોણ જાણે કેમ ? માણસને એની પોતાની જ કંપની નથી ગમતી. કલાક એકલા ચાલવા જવામાં એને લાલ મંકોડા ચટકા ભરે છે. ક્રિએટિવ માણસે રોજેરોજ પોતાની સ્પેસનો ‘મી ટાઇમ’ કાઢવો જ જોઇએ. મૂંજી અતડા બનવા કે ફિઝિકલી આરામ માટે નહિ, મન સાથેના મુક્ત સંવાદ માટે. પારકી પળોજણમાંથી રિલેક્સ થવા માટે. પણ લોકોને એટલી બધી નવાઇ લાગે છે આ વાતની કે તમને એકલા પડવામાં મજા આવે, એ આપણે ત્યાં કોઇ સ્વીકારી જ નથી શકતું. ધરાર બધે જ ભેગા ને ભેગા આવી જાય અને પેલો બેસ્ટમબેસ્ટ ફ્રેન્ડ વળી સાઇડમાં જતો રહે. મળવાને બદલે વળગવાવાળો સમાજ છે !
માણસ એકલો પડે એટલે મોબાઇલમાં ‘મગ્ન’ થઇ જાય. એમાં ય કશુંક રસપ્રદ વાંચે એ માટે નહિ, ફાલતુ ચૅટાચૅટી કરવા. આટલો ઉન્માદ તો લવર્સને ‘ચોંટાચોંટી’નો ય નહોતો ! હોટલના રૃમમાં આવીને ય ટીવી ચાલુ કરે, ટ્રેન કે બસમાં બેઠો બેઠો મ્યુઝિક સાંભળે. પણ ખુદ સે બાતેં કરવામાં અડધી રાતે ય એના જ ઘરમાં એને શરમ આવે !
કદાચ એટલે જ શારીરિક પીડા ઓછી હોય પણ આરામ વધુ લાંબો હોય એવી બીમારીથી આપણે ભડકી છીએ ! કારણ કે, બેડ રેસ્ટના સમયમાં સરસ પુસ્તક વાંચી શકાય કે મસ્ત ફિલ્મો જોઇ શકાય એવું તો ઘુવડગંભીર ડૉકટરો આપણને પ્રિસ્ક્રિપ્શનમાં લખીને આપતા જ નથી ને !
***
સજોડે સાહિત્યકાર એવા ડૉ. અશરફ ડબાવાલા અને એમના સહધર્મચારિણી મધુમતી મહેતા શિકાગોમાં આર્ટ સર્કલ ચલાવે છે. ડૉ. ડબાવાલા દર્દીઓને પોઝિટિવિટીની પ્રેકટિસ કરાવે છે. ઈલાજનો ઈલમ વર્ણવતા એમણે કહ્યું કે, ‘ટ્રીટ યોરસેલ્ફ, સેલિબ્રેટ યોરસેલ્ફ !’
વેલ, લાઇફમાં કમ્પેનિયન હોય – એ સારી વાત છે. અરે, બેસ્ટમબેસ્ટ બાત હૈ. લાઇક માઇન્ડેડ, જેની સાથે કંટાળો ન આવે, જેને જોતાં આંખો ન થાકે અને જેની સાથે વાતો કરવામાં વિષયો ન ખૂટે અને જેના વર્તનથી મન ન કંટાળે એવા પાર્ટનરની સાથે જીવવા, હરવાફરવા, મસ્તી માણવાની મજાઓ કંઇક ઓર જ છે. ધરાર માથે પડતા આવતા ચીટકૂચીબાવલાચાંપલાઓની વાત નથી. એ તો કમ્પેનિયનને બદલે કસ્ટોડિયન જેવા, જીવનસાથીને બદલે સાડાસાતી જેવા લાગે. બોરિંગ, હ્યુમરલેસ એન્ડ ઓર્થોડેક્સ ભટકાઇ જાય તો પ્રવાસમાં ય વાસ ગંધાવા લાગે. મુક્તિ માંગતા બંધન મળી જાય તો શક્તિનું વિસર્જન થઇ જાય.
પણ આવો પાર્ટનર ન મળે તો ? લાઇફ પાર્ટનર જવા દો, દોસ્તો પણ ન મળે તો ? બધાની પોતપોતાની લિમિટેશન હોય એટલે આપણે ય આસમાનમાં ઉડવાને બદલે લિમિટમાં રહી ધરતીની ધૂળ ફાકવાની ? વળી અન્ય મિત્રોની પ્રાયોરિટીમાં બીજા મિત્રો કે સંબંધો હોય, તો શું બોર બોર જેવા આંસુડા સારીને સેડ સોંગ્સ લલકારતાં (ઓકે, ઈયર પ્લગ્સ ભરાવી સાંભળતા) ફરવાનું ?
ફોર એ ટાઇમ બીઇંગ ભલે રડી લો, પણ ફોરએવર તો લડી લેવાનું નામ જીંદગી છે. જીંદગીની મજાઓ પ્રામાણિક મહેનત કરીને લૂંટવાનો આપણો જન્મસિદ્ધ હક છે. અને એ ભોગવવા મળે, એ ઈશ્વરકૃપાથી જડેલું લક છે. એમાં કોઇ કેર એન્ડ શેર કરીને લહેર કરે – કરાવે એવા સાથી હોય તો સોનામાં સુગંધ જ નહિ, પ્લેટીનમ ભળે. એકલા રહેવારખડવાની ઘણી તકલીફો છે. સામાન સાચવવાથી શરૃ કરીને ભીતર ઊઠેલી અનુભૂતિની ભરતીને સહન કરવા સુધીની. સિંગલ લાઇફ એટલે જ ઘણાને સેલિબ્રેશન નહિ, ફેબ્રિકેશન લાગે છે.
પણ ડબલમાં ય કોઇ એમેઝોન – ફ્લિફકાર્ટ સેલ જેવી ગેરેન્ટી નથી મળતી હન્ડ્રેડ પરસેન્ટ સેટિસ્ફેકશન એન્ડ રિટર્નની. તમારા આનંદના અબળખા કે શિશુનું વિસ્મય લઇને કોઇ પેદા ન થયું હોય ને ભેગા લટકી જાય તો એના વજનમાં આપણું બલૂન ઉડતું બંધ થઈ જાય ! અને, ક્યાંક પરદેશ નવા નવા આનંદોના આવિષ્કાર કરવા નીકળો, ને કોઇક ચા ને દાળભાત માટે વલખાં નાખે તો ? તમારી સ્પીડે કોઇ ચાલવા જેવું ફિટ ન હોય, તો ? લંચ સ્કિપ કરતા શીખો તો રોમાંચની સફર કરી શકો – એવુ ભૂખ્યા પેટે માથું દુખાડતા નબળાદૂબળાઓના ગળે શુદ્ધ વેજીટેરિયન કોળિયા વિના સાત સમંદર પાર કેમ ઉતરાવી શકો? બાવડું ઝાલીને તમે કોઇકને એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ લઇ જઇ શકો, પણ ઉપરથી ન્યૂયોર્ક જોવાની એને થ્રિલ જ ન હોય તો ? હોંશે હોંશે સાયન્સ એક્સ્પોમાં ખેંચી જાવ પણ એને કૂતુહલને બદલે કોલાહલ દેખાય તો ? અને એમાં ય કોઇ મોરાલિટીના મુરબ્બા જેવા ભગતડાં ભટકાઇ જાય, તો એમની રૃઢિજડ શ્રદ્ધા આપણા ધંધા બંધ કાવી દે !
એના કરતા એકલા ચલો રેનો ગુંજારવ કરતા ફકીરાની જેમ આ ચલ ચલા ચલ કરો તો કોઇની સાથે પરાણે કદમ મિલાવવાની માથાકૂટ જ નહિ. મન મારીને જીવવાની મથામણ કરવાના નાટકો કરવા જ ન પડે. ભૂખ કે થાક લાગે તો ખુદને કન્વિન્સ કરી શકાય કે, બચ્ચા, હજુ દમ ભરી લે ફેફસામાં, મંઝિલ દૂર હૈ. કમ ઓન, લેટ્સ વૉચ બેક ટુ બેક મૂવીઝ. રેસ્ટોરાંમાં જઇ કોણ વેઇટિંગમાં ટાઇમપાસ કરે ! દાંડિયા રમો તો પાર્ટનર જોઇએ, બ્રેક ડાન્સ કરો તો એકલા ય ઝૂમી શકો !
એક જીંદગાની જીવવા મળી (આગલાપાછલાના જનમના જમા ઉધારના સ્ટેટમેન્ટ ક્યાં કોઇ ઉપરવાળા ભગવાન કે નીચેવાળા શેતાન આપણને મેઇલ કરે છે ?) અને એમાં એક જવાની છે, તો કોઇને નડયા કનડયા વિના અને સખત – સતત પરિશ્રમ કરીને પછી મોજમજાને વેઇટિંગ મોડમાં ન રખાય ! એના માટે જ જાતની કંપની સ્વીકારતા જ નહિ, એને માણતા અને ઉજવતાં પણ શીખવું જ પડે. ફરજીયાત.
‘ચક દે ઈન્ડિયા’માં શાહરૃખખાનનો મસ્ત ડાયલોગ છે, ”પહેલે અપની ગેમ દૂસરો સે ઊંચી કરો, ફિર અપની આવાઝ ઊંચી કરના”. માટે પહેલાતો એકલપંડે આનંદ કરવા માટે સજ્જતાથી કમાણી કરવી અને સહજતાથી એ વાપરતા શીખવું. જ્ઞાન મેળવવું અને સંબંધો કેળવવા. નોલેજ પ્લસ નેટવર્કિંગ. જમાનો એવો છે કે તમે કોઇકને બત્રીસ જાતના પકવાન જમાડવા મેસેજ કરો, તો ઘણાને એનો જવાબ પણ આપવાની ફુરસદ કે તમીઝ નથી હોતી. આવા બધાની વેલ્યૂ કરવા જતાં આપણી વેલ્યૂ સીસ્ટમ ખોરવાઇ જાય. માટે કટ ટુ સાઇઝ.
ટોળામાં પ્રતિષ્ઠા વધતી હશે, પ્રસન્નતા તો ચંદ મનગમતા મિત્રો સાથે જ વધે ! માટે, સેલિબ્રેટ એન્ડ ટ્રીટ યોરસેલ્ફ, ડેવલપ યોરસેલ્ફ – અર્ન એન્ડ લર્ન ફોર યોરસેલ્ફ અને ખુદને બેધડક બિન્દાસ પ્રાયોરિટીમાં મૂકો. ફોન આપણો છે, માટે આપણી મરજીથી સાયલન્ટ પણ હોય. ભલે, અક્કલના અધૂરિયાઓને એ એરોગન્ટ લાગે. ખોટું કરે એ શરમાય, સત્યની તલવાર તો ધારદાર જ હોય.
એટલે આડાઅવળા ઉગી જતાં ડાળખાપાંદડા અને ઝાડીઝાંખરા સાફ કરો, તો જ સેલ્ફ સેલિબ્રેશનનો બગીચો ખીલે. આપણી પ્રાઇવસીનું રિસ્પેક્ટ ન કરે, એને કાણી કોડીના કરી નાખવામાં સહેજે ય શરમ નહિ રાખવાની. ફીલિંગ કોઇ આરઓ વૉટર પ્યુરિફાયર નથી કે ત્રણ ગણું પાણી વહેવડાવી દો, ત્યારે માંડ ચોથા ભાગનું બચે. માગણી ન જ હોય, પણ લાગણીની જ્યાં કદર ન હોય – ત્યાં બીજા માટે એ વેડફી એનું કદ વધારવા કરતાં ખુદની દિશામાં થોડું વહેણ વાળી આપણી જાતને સુખી રાખવાની કોશિશ કરવી. શોખ રાખવા. લાગણીનો પડઘો સજીવો ન પાાડે, તો નિર્જીવોમાં વાળવો. લખવું ને વાંચવું, ગાવું ને સાંભળવું, જોવું ને ખાવું, નાચવું ને રખડવું, ચીતરવું ને બોલવું – વૉટએવર. અને બાકી ગલૂડિયાંઓથી ભૂલકાંઓને વ્હાલ કરવું, એ દોડતા ભાવના ભૂખ્યા થઇ પાછળ પાછળ આવશે, પણ વયસ્કોની જેમ ભાવ નહિ ખાય !
વિજયાદશમીનો તિથિ મુજબનો જન્મદિન આવે છે, ત્યારે સરવૈયામાં એ સમજણ પાક્કી થઇ છે કે લાઇફમાં કોઇ ડેડ એન્ડ્સ ડેથ સિવાય હોતા નથી. પ્રેમ એક જ વાર નહિ બીજી-ત્રીજી-ચોથી વાર પણ થઇ શકે છે. પણ પ્રતીક્ષામાં ડિપ્રેશન અનુભવવાને બદલે જીવનપરીક્ષાઓ આપીને ઈમ્પ્રેશન જમાવવી. તમારા માટે કોઇ બર્થ ડે કેક લઇ આવી સરપ્રાઇઝ ન આપે, તો ગમગીન થઇ બે આંસુડા સારવાને બદલે, બેસ્ટ બર્થ ડે કેક જાતે ઓર્ડર કરીને ટેસથી જાતે જ ઝાપટી જવી. ઉલટું, બીજાને આપણે ખવડાવવી. અને કોણે કહ્યું બર્થ ડે હોય તો જ કેક ખવાય કે તહેવાર હોય તો જ મિષ્ટાન્ન ખવાય ? ટ્રીટ યોરસેલ્ફ. મન પડે ત્યારે (એક ટંક ભૂખ્યા રહી કે કલાક ચાલીને કેલરી સરભર કરવાની તૈયારી સાથે) કોઇ પણ દિવસે આજે આપણે હયાત છીએ એનું સેલિબ્રેશન માની ટેસથી કેક લઇને બેશરમીથી એકલા એકલા ખાઇને બેફિકરાઇથી એના ફોટા ય અપલોડ કરવા !
અને એ જ રીતે મસ્ત મનભાવન ભોજન ટેસથી એકલા જ જમવા જવું – સાવ ન જમવા કરતાં એકલા જમવું શું ખોટું ? પૈસા દઈને જમવાનું છે ને? શરમ શું એમાં ? ધ્યાનભંગ ઓછો હશે તો સ્વાદ વધુ મળશે ! દિલ્હીના સેવન સ્ટાર બુખારાથી લઈને ઇટાલીના વર્લ્ડ ફૂડ એક્સ્પો સુધી, મુંબઈના સોમથી અમદાવાદની ગ્રાન્ડ હયાત સુધી આ લેખકડાએ જગતભરમાં એકલા એકલા અવનવા સ્વાદો પેટભરીને માણ્યા છે. અરે, એકલા જ સ્ક્યુબા ડાઈવિંગને પેરાગ્લાઈડિંગ કર્યું છે અને વાઘના પીંજરામાં જઈ એના પર સુવાથી લઇ રોલરકોસ્ટર રાઈડ પણ લીધી છે !
ધેટ્સ ધ કી. રાહ ન જુઓ. રાહ (માર્ગ) જાતે જ કંડારતા જાવ. કોઇ ન હોય તો ય ડિઝનીલેન્ડમાં ચીચીયારીઓ કરતાં રાઇડમાં એકલા એકલા મોજ કરો. ઈનફેક્ટ, કોઇ સાથેે હશે તો ફિલસૂફીઓ સંભળાવીને તમને લાઇન પણ નહિ મારવા દે અને મોજમાં એની હાજરીથી પંચર પાડી દેશે. એટલે હનીમૂન માટે જ સ્વીત્ઝર્લેન્ડ જવાય એવું કોણે કહ્યું ? ઓણ સાલ જ લેખકડો એકલો જ આખું અઠવાડિયું સ્વીત્ઝર્લેન્ડ ઘમરોળી આવ્યો અને એમ જ રોમેન્ટિક સિટી ઓફ ધ વર્લ્ડ એવું પેરિસ પણ ! સ્થાપત્યો કે પ્રકૃતિ થોડી ડિસ્કોથેકની જેમ કપલમાં જ એન્ટ્રી આપે છે ? સ્વ સાથે સંવાદ કરવામાં તો વિક્ષેપ ઓછો હોય એ સારું. નીકળી પડો ગજવે ક્રેડિટ-ડેબિટ કાર્ડ ને ખભે બેગ નાખીને મનમાં સિસોટી વગાડતા ! સ્માઇલ કરીને અજાણ્યા આપણા ફોટા ખેંચી દેશે, અને હવે તો સેલ્ફી છે. સિંગલ હોવાના સ્વાવલંબનની છડી પોકારવી એટલે સેલ્ફી ખેંચવી. સેલ્ફી ઇઝ સેલિબ્રેશન ઓફ સેલ્ફ પ્લેઝર મોમેન્ટ. પર-સેવા (બીજાની ખિદમત) કરતા પરસેવો પાડી ચિલ્લાઇ લો – એ જીંદગી, ગલે લગા લે !
આપણે ત્યાં ફિલ્મો જોવા માટે લોકો એકલા જતાં એવા શરમાય છે, જાણે રેડલાઇટ એરિયામાં બ્રાઉન સ્યુગરની હેરાફેરી કરવા અન્ડરએજ કિડ્સ જતા હોય ! કંપનીને જોવાની છે કે ફિલ્મ ? કમ ઓન, કોઇ સાથે આવે તો વેલકમ, નથી આવતા તો ભીડ કમ. ટિકિટ લઇ મસ્તીથી મૂવી માણો. હજારો માણ્યા છે આ લખવૈયાએ દોડી દોડીને ! ટિકિટ ઓછી લેવાની થાય ને સુખ વધુ લેવાનું થાય, યુ નો ! સેઇમ ગોઝ વિથ ટ્રાવેલ. હજારો લોકો સામે દિલ ખોલીને બોલ્યા પછીના કલાકો એકાંતમાં મૌન બની વિહરવાનો અધિકાર તો તબિયત માટે પણ ફાયદાકારક છે, જે પોતાના એકાંતમાં આનંદિત નથી, એ ક્યારેય સમૂહમાં આનંદ વહેંચી શકે નહિ. ઉત્પાદન થાય, તો વિતરણ થશે ને !
અને યારો, મેરે પ્યારો સંવેદનશીલતા અને સુંદરતાને ડાબી જમણી આંખોમાં લઇને ચાલીએ, ત્યારે અઢળક ઉઝરડા અણઘડ, અભિમાની, અભણ, અધૂરા, અણસમજ લોકો આપણા હૈયાં પર પાડતાં રહેશે. હાથપગ નહિ, તો દિલ તો છોલાતું રહેશે – આપણા વિસ્તાર સામે એની સંકુચિતતા જોઇને. આપણી ઈનસાઈટ – ફોરસાઈટ સામે એમના અંધાપા જોઇને ! સો વૉટ ? પ્રિપેર યોરસેલ્ફ. કોઇ મલમ ચોપડવા આવવાનું નથી. કોઇ બાંહોમાં ભરી હેતની હૂંફ આપવાનું નથી. માટે પોતાના ઘાની પાટાપિંડી જાતે કરતા જવાનું શીખતા જવાનું ! શરૃ શરૃમાં અઘરું લાગે તો ય નો ચોઇસ ! ફેસ ઈટ, ફાઈટ ઈટ આઉટ, આપણા જખ્મો આપણે જ ચાટવાના પશુ-પંખીની માફક ! કોઇ સપોર્ટ ન આપે, તો આપણે થોડું પડી જવાય છે ? સેલ્ફ સપોર્ટ લઇને સફરિંગનો સંતાપ ભૂલીને સફરનો સંતોષ લેવાનો લિજ્જતથી. આગે સુખ તો પીછે દુખ હૈ, પીછે દુખ તો આગે સુખ હૈ, આશનિરાશ કે રંગરંગીલે, મિતવા રે !
***
થૉમસ ગિલોવિચ નામના સાયકોલોજી પ્રોફેસરે પાક્કાં સાયન્ટિફિક સંશોધનો પછી અફલાતૂન તારણ કાઢ્યું છે, જે એમની પહેલા ય આપણે બધાએ અનુભવ્યું છે : પૈસા વસ્તુઓ કરતાં અનુભવોમાં ખર્ચો !
એનો અર્થ એવો નહિ કે અપરિગ્રહી સાધુ થઇને વસ્તુઓ ન વાપરવી. પણ એનો મોહ ઓછો, એટલા બંધન ઓછા. બહુ વસ્તુઓ જોઇએ તો બહુ બધા લોકોની ઉધારી કરી એમની ગુલામી કરવી પડે. પૈસાની અતિ ભૂખમાં આપણું રિમોટકંટ્રોલ બજા પૈસાદારો પાસે જતું રહે, આઝાદ ખુશમિજાજી છીનવાઇ જાય. આઇ બાત સમજ મેં ?
જો કે, મૂળ પોઇન્ટ આથી પણ ઉપરનો છે. આદત હંમેશા સુખની શત્રુ છે. ટેવાઇ જવામાં ખુશી ખોવાઇ જાય છે. લોકો નવું ટીવી, નવો ફોન, નવી કાર, નવું ઘર ઉપયોગીતા કરતાં વધુ દેખાડા માટે લેતા હોય છે. એમાં બીજા કરતાં વધુ સારી કે સુંદર ચીજોનો ભોગવટો કરવાનો ક્ષણિક આનંદ મળે જ છે. પણ એવા પરચેઝથી મળતી હેપિનેસનું આયુષ્ય લાંબુ નથી.
આપણે એવું માનીએ કે પાંચ-પંદર દી’ ફરવા ગયા, કે નાચ્યા-બોલ્યા-કશુંક સર્જન કર્યું કે મળ્યાહળ્યા – આ બધા અનુભવો થોડાંક દિવસો જ હોય અને ગાડીબંગલાફોનટીવી તો લાંબો સમય સુખ આપશે. લોચો એ પડે છે કે આઇફોન સિક્સ એસ હોય કે મર્સીડિસ બ્લ્યુ ક્લાસ નવી નવી ખરીદી વખતે તો ભરપૂર મજા પડે. પણ પછી એ રૃટિન થઇ જાય. નોર્મલ થઇ જાય. રોજેરોજ નવું ઘર-ગાડી-ફોન તો ગૅટ્સ કે અંબાણીને ય ના પોસાય. પણ રોજ નવું-નવું આવતું જ રહેવાનું, માટે જરાક આપણે પાછળ રહી ગયા ને વધુ સારું પછી આવ્યુની હતાશા ય આવે. થોડાક દિવસ પછી ગમે તેટલી કિંમતના ગાડી કે ફોન કે ટીવી હોય, એની રખાવટ કે સાચવણીમાં કુદરતી બેદરકારી આવી જ જાય. ચીજવસ્તુઓ સતત આપણી નજર સામે, પાસે હોય એ એની વિરૃદ્ધમાં જાય છે. એ પછી બેકગ્રાઉન્ડમાં ફેડ થતી જાય. માલિકી લીધે નવીનતાનો રોમાંચ ન રહે. લાઇક, મેરેજ. શાદી. લગ્ન.
પણ અનુભવો આપણી જોડે જ રહે. નવી કોઇ સ્કિલ શીખી હોય કે પ્રવાસ કર્યો હોય કે બહાર જઇ કશીક પ્રવૃત્તિ કરી હોય – આ બધા એક્સપિરિયન્સીઝ છે, જે એક્ઝિબિટ્સ કરતાં ચડિયાતા છે. કારણ કે, ચીજો લાંબો સમય રહીને જૂની થાય છે, ઘસાઇ જાય છે, જ્યારે ટૂંકા ગાળાના અનુભવોની મૂડી સમય જતાં યાદોમાં વધતી જાય છે !
ચીજો એક હદથી વધુ શેર નથી થતી, યાદો થાય છે. બીજાઓ સાથે પાર્ટીથી વૉટ્સએપ-ફેસબુક સુધી અનુભવો ફરી ફરી વાગોળીને એના રોમાંચમાં રિ-એન્ટ્રી કરી શકાય છે. એમાં બીજા ઈન્વોલ્વ થઇ શકે છે. ગમે તેવો ફ્લેટ કે કાર હોય, દેખાડો ત્યારે જરાક પ્રભાવિત થઇ બધા વાહવાહ કરે. પછી શું ? નેચરલી, આપણી ચીજમાં એ અંજાઇ જાય કે જરાક રાજી થાય એનાથી વધુ આપણો ઉમળકો બીજાઓને તો એ ખરીદીનો સ્પર્શવાનો જ નથી. ઉલટું ક્યારેક તો એમની જલન વધે અંદરખાનેથી !
વિચારજો. સારા તો ઠીક. ખરાબ અનુભવો, જેમાં નિષ્ફળતા મળી હોય, મજાક ઊડી હોય, ડર લાગ્યો હોય, સ્વજનનો વિયોગ થયો હોય – એવા ય બીજા સાથે વહેંચવામાં આજીવન એક અજીબ આનંદ મળે છે. (એટલે તો આત્મકથાઓ લખાય અને વંચાય છે !) ટાઇમ પાસ થાય, એમ શરાબની જેમ એનો નશો વધે છે. કેરેક્ટર-બિલ્ડિંગ થાય છે. જાતનું ઘડતર થાય છે. બીજા સાથે બોન્ડિંગ વધે છે.
ચીજોથી ક્યારેક ઉલટું પરિણામ આવે છે. શોઓફથી બીજાને ત્રાસ છૂટે છે. માટે ઈન્કમને હોય, એને જરૃરી પ્રોડકટ્સ સાથે ડિફરન્ટ એક્સપીરિયન્સીઝમાં પણ ઈન્વેસ્ટ કરતા રહેવી જોઇએ. સરકાર અને સમાજે પણ આનંદપ્રમોદની એક્ટિવિટી વધારવી જોઇએ. થ્રીડીમાં અચૂક જોવા જેવી ઑસ્કારલેવલ ફિલ્મ ‘ધ વૉક’ પણ આ જ મેસેજ આપે છે. એની ટેગલાઈન છે : એવરી ડ્રીમ બિગિન્સ વિથ એ સિંગલ સ્ટેપ. જાનના જોખમે સાહસ શા માટે ? આપણા અસ્તિત્વની છાપ છોડતા આનંદ માટે ! ફેમ એન્ડ ફોર્ચ્યુન વિલ ફોલો..
ઝિંગ થિંગ :
એકલું લાગ્યું નથી ક્યારેય પણ એકાંતમાં
આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે. (મનોજ ખંડેરિયા)
અનાવૃત, ગુજરાત સમાચાર. તા. ૨૧ ઓક્ટોબર, ૨૦૧૫ છાપભૂલોમાં જરૂરી સુધારા-ઉમેરા સાથે.
hemang desai
October 22, 2015 at 7:27 AM
Superb article jv bhai
LikeLike
belphegorjanak
October 22, 2015 at 8:05 AM
LikeLike
belphegorjanak
October 22, 2015 at 8:12 AM
LikeLike
Jaypalsinh Jetavat
October 22, 2015 at 9:46 AM
Truely Nice…Majja Majja Pdi Gai.
LikeLike
ajit kumar sukhalal pala
October 22, 2015 at 10:49 AM
Every time I read your article and I think this is the best. But next is better than privious I wait for Wednesday and Sunday for your article no need to tell you all the time that you are the best .I pray god give you all the happiness in the world
LikeLike
Vroom Chotaliya
October 22, 2015 at 12:18 PM
ફોર એ ટાઇમ બીઇંગ ભલે રડી લો, પણ ફોરએવર તો લડી લેવાનું નામ જીંદગી છે.! (vaaahh.!!!)
One of ur Greatest Articles.!
And yeah, Happy Bday to You, the Best Writer, I have ever Read.!
LikeLike
priyanka
October 22, 2015 at 12:25 PM
vah “akele hai to kya gam hai ” … awara hu , apni dargish me raheta hu .. sahi !!! one of the best article
LikeLike
Mitali
October 22, 2015 at 2:38 PM
just “LOVE” your this article..
LikeLike
Nandlal
October 22, 2015 at 3:23 PM
🙂
LikeLike
mansukh bavliya
October 22, 2015 at 5:26 PM
વાહ ભાઈ વાહ … મનની વાત કહી દીધી તમે… ઘણાં સમયે વાંચ્યો આવો સરસ મજાનો લેખ…
LikeLike
Piyush Subodhchandra Shah
October 22, 2015 at 5:32 PM
જયભાઈ , સાચું કહું તો તમારી ખુદ્દારી ને સો સલામ ..! જીવન જીવવાની કળા બહુ અલ્પ લોકો ને હસ્તગત થઇ છે અને તમે એમાં ના એક છો .. જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ..!
LikeLike
chhotisiaasha
October 22, 2015 at 7:05 PM
વાહ આ તો મારા જ મનની વાત. ફરી યાદ કરાવવા માટે આભાર!
LikeLike
Rits Vaniya
October 22, 2015 at 7:58 PM
હું પણ તમારી જેમ જ એકલા ફિલ્મ્સ જોવા જવ છુ. અને મારી સીન્ગલ લીફે ને એન્જોય કરું છુ. હા, સેલ્ફી લેવા માટે એક ફોન નથી જે થોડા સમય માં લાવી દઈશ. હહહહહ
LikeLike
pravinshastri
October 22, 2015 at 9:30 PM
Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી.
LikeLike
Chintan Dangar
October 22, 2015 at 10:52 PM
One of the Best (Sorry, GREAT) Article.
Indians aa vaat ma khub pachhad che…
Me ek show joyo hato apni “The Maharaja Express” train par te ma ek ‘Firangi’ e em kidhu ke hu USA thi matra aa train ma besva LOAN LAINE AAVYO CHU!!!!
Ane aap na Ghana manso e RAJDHANI ma betha to su joi pan nathi 😉😉😉
LikeLike
Jay Prajapati
October 22, 2015 at 10:57 PM
Nice article…….
N Many many happy returns of the day Jay sir………..God bless you..
Have a good, Successful N happy life ahead
LikeLike
Ankit Vaghasiya Ayushmann
October 22, 2015 at 11:24 PM
વાહ્! મારી જિન્દગીના એ સમય મા તમારૉ આ લેખ વાચી રહ્યો છુ, જે સમય મા મે એક્લા એ સતત બે-બે અઠવાડીયા ખૂદ ના સન્ગ|થે યા્દગાર મુસાફરીઓ કરી છે. હર વખત ની જેમ જ આ વખતે પણ તમારા જિવન્ત લેખ એ જાણે માજા મુકી, દરેક નવા વાક્ય પર નવુ જાણવા અને માણવા જેવુ મળી ગયુ. હવે તો તમે “ક્વોરા” પર આવો તો મન ગમતા પ્રશ્ન પુછી ને તમારા સ્ફુર્તીલા જવાબો જાણવા મળે.
LikeLike
Bansi Thakkar
October 22, 2015 at 11:44 PM
Nice postSent from Yahoo Ma
LikeLike
Jalpa
October 23, 2015 at 1:53 AM
loved this post,one of the best artical.
LikeLike
Deejay.Thakore.
October 23, 2015 at 7:40 AM
વાહ,લાલાની પ્રસાદી.મઝા આવી ગઈ.આભાર.
LikeLike
ravipatel
October 23, 2015 at 9:54 AM
Saras article. Jaybhai ek request Newspaper ma article aavi jay pachi dar vakhte blog par mukta ho to… store karva tatha future ma fari vanchava mate saral pade. Bhale pachi 10-15 divas pachi blog par muko.
LikeLike
Vaishali
October 23, 2015 at 9:55 AM
JV rocks as always..
LikeLike
Darshan Marjadi
October 23, 2015 at 12:22 PM
Nice article..enjoyed reading same..
LikeLike
Bharat Varia
October 23, 2015 at 12:22 PM
JV,, you are amazing..!!
LikeLike
Dipti Vyas
October 23, 2015 at 3:49 PM
Related to this article I just say ” How much Time You can sit silently
alone “
LikeLike
Dipti
October 23, 2015 at 3:55 PM
Very Extra ordinary
In Bhagavad Gita ” Shree Krishna tells Arjun ” Control self like Tortoise as Tortoise collects his limbs Inside.
LikeLike
Ambarish Majmudar
October 23, 2015 at 4:08 PM
I read on my daughter’s study table “If you feel lonely when you are alone, you are in bad company”
LikeLike
patel naresh k
October 23, 2015 at 5:21 PM
very nice … lekha ma mari lagniyo dekhay se…….excellant
LikeLike
JatinRana
October 24, 2015 at 7:05 PM
As always, inspiring article..
LikeLike
mahesh rana vadodara
October 25, 2015 at 11:08 AM
good one enjoyed
LikeLike
Siddharth
October 26, 2015 at 10:02 AM
Thank you very much…. much needed right now!!!
“છાપભૂલોમાં જરૂરી સુધારા-ઉમેરા સાથે.” ના બદલે મને છાપા માટે જરૂરી ભૂલો ના ઉમેરા સાથે વંચાયું!!! 😛
LikeLike
Bhumi machhi (@Bhumi211190)
October 28, 2015 at 12:38 PM
Also i lover being alone !!
LikeLike
Manoj Dhimmar
October 29, 2015 at 1:15 PM
Fantastic…….
So nice…….
LikeLike
સુરેશ
October 29, 2015 at 5:20 PM
યસ, વી ડૉન્ટ લવ અવર સેલ્વ્ઝ. અરે એ તો જવા દો, વી ડૉન્ટ સ્પેન્ડ ટાઇમ વિથ અવર ઓઉન સેલ્ફ. ખુદા માટે બંદગીનો સમય છે, પણ ખુદની જીંદગીનો ય…
———-
વન્ડરફુલ
LikeLike
Alka Vaghela
December 31, 2015 at 3:31 PM
nice artical… its like to read again and again.. awesome!!!
LikeLiked by 1 person
gargi panchal
April 4, 2016 at 1:56 AM
its an awesome artical by you sir… pan kash apdi society aa self celebrate ne accept kre!…
LikeLike
arti227
March 14, 2016 at 3:12 PM
Really, very nice article
It’s very helpful to me, u r my inspiration.Thank you sir
LikeLike
arti227
March 14, 2016 at 3:13 PM
Really, very nice article
It’s very helpful to me.
LikeLiked by 1 person
Gargi Panchal
May 19, 2016 at 11:36 PM
an engaging article!
LikeLike
oceaneticSkyline
June 11, 2016 at 4:35 PM
ખરેખર જય ખબરનહીં આ કમેન્ટ લખવું આ પોસ્ટ પર નહીં પરંતુ બધીજ પોસ્ટ પર આનંદ આપે એવું છે… પાછળ નો હેતુ બેશક આ લેખ તો છે જ… પરંતુ એવા હજારો પળો માટે Thank-you કે જ્યારે વિચારો નું વાવેતર કરવાનું મન થાય(તમારા જ શબ્દો) કે કઈક ગમે એવું વાચવાનું મન થાય એવા સમયે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવું અનેક પીરસવા બદલ……
BTW આ પોસ્ટ મેં રાખેલી પરંતુ મમ્મી એ પસ્તી માં ભુલ થી બધા ન્યુઝપેપર આપી દીધા..એ વખતે ગુસ્સો પણ આવેલો…પણ જયારે આ લેખ બ્લોગ પર જોયો ત્યારે કોઈ મોટું રીસચૅ કરી નાખ્યુ હોય એવી ફીલીંગ આવેલી…. Thank-you man 😊🙏
LikeLike
gopalkhetani
November 30, 2016 at 3:06 PM
કોઇ પણ દિવસે આજે આપણે હયાત છીએ એનું સેલિબ્રેશન માની ટેસથી કેક લઇને બેશરમીથી એકલા એકલા ખાઇને બેફિકરાઇથી એના ફોટા ય અપલોડ કરવા ! This is the best one… સામાજીક જવાબદારીઓથી ઘેરાયેલા ભારતીય હોમો સેપીયન્સે આવું ક્યારેય કર્યું હશે ખરું (સેલીબ્રીટીઝ નોટ અલાઉડ…એમને તો એવું કરવાના યે રુપીયા મળે જ છે)…so what u hv said.. we have to celebrate now!! cheers!!!
LikeLike
gopalkhetani
November 30, 2016 at 3:08 PM
Reblogged this on ગુજરાતી રસધારા and commented:
જીંદગી એ.આર. રહેમાનની ધુન જેવી છે… જેમ જેમ સાંભળો તેમ તેમ નશો ચડે!
LikeLike