ફાઈનલી, વધુ એક વિદેશયાત્રા….
અમેરિકા પ્રિય રામ ગઢવીના કાર્યક્રમમાં એક મસ્ત વિષય પર લેકચર આપવા જાઉં છું. વિગતો અહીં કાર્ડમાં છે. કોઈ મિત્રો ત્યાં આવશે, તો શુક્રવારની રાત- શનિવાર મળવાની મેહફીલ થશે. આખો સાહિત્યિક કાર્યક્રમ જ બહુ રસિક છે. આજે રાત્રે નીકળું છું અને એક મહિનો પરિભ્રમણ. આ કાર્યક્રમ પછી વોશિંગ્ટન જવાનો છું અમુક મ્યુઝિયમ જોવા ને માય ફેવરિટ ન્યુયોર્ક – બ્રોડ વે તો ખરું જ. પછીનો વિક એન્ડ ઓર્લાન્ડો છું અને ત્યાં પણ નાસાથી ડિઝની બધું છે જ અને સાથે અહીં ફોટો છે એ એક સરસ વ્યાખ્યાન સુશ્રુતભાઈ અને મિત્રો સંગાથે છે. પછી લાસવેગાસ, ડેથ વેલી, એલ.એ. અને નવરાત્રિનાનાં છેલ્લા દિવસોમાં આખું એક સપ્તાહ લંડન છું. સોશ્યલાઇઝીંગ કરવા નહિ, ને સગાઓની ઘેર જવામાં પણ નહિ પણ ઇતિહાસના સાક્ષી શહેરમાં સતત રખડીને એને પામવા.
અપડેટ હશે એ અહીં મૂકી દઈશ. tentative મારો અમેરિકાનો નમ્બર +૧-૭૩૨-૨૦૮-૫૫૭૬ હશે. કાં મારા ગોવિંદમામાને મારા સંપર્ક હશે +1-760-972-7379 પર.
ઘરના સ્વજનોથી વિખૂટા રહેવાનું દુખ અને નવા રોમાંચનું ભાથું ભરવાની મિક્સ્ડ ફીલિંગ છે, ઇન્શા અલ્લાહ….મજા પડશે, બધા આનંદમાં રહેશે….