RSS

Daily Archives: August 19, 2014

ફોટુંનાં ફાંટા !

pic 1

આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે.

મારા શોખ અને ડિજીટલ કેમેરાની હાથવગી સગવડને લીધે પર્સનલ પ્લેઝરથી ઘણા ફોટોનો ટ્રેઝર હું જાતે ક્લિક કરી એકથી કરું છું. એમાં ઝડપભેર ચાલતા ચાલતા લેવાઈ ગયેલો મને બહુ ગમતો આ ફોટો.

આ તસવીર ૨૦૧૨માં ન્યુયોર્કનાં સેન્ટ્રલ પાર્કમાંથી સાંજે બહાર નીકળતાં લીધી હતી. પણ અહીં જે મજા છે એ પુરુષ અને પ્રકૃતિના અદભૂત સમન્વયની છે. એક બાજુ માનવસર્જિત ઈમારતોનું માળખું અને બીજી બાજુ ઈશ્વરસર્જિત વૃક્ષોનું ! બેઉ એકબીજામાં ભળી જાય છે અહીં, અને ઓર્ગેનિક-ઇનઓર્ગેનિકની એક હાર્મની રચે છે. એમાં ય સાંજ છે ત્યારે નેચરલ લાઈટ ફેડ આઉટ થઇ રહી છે અને વીજળીની રોશની હળવે હળવે એને રિપ્લેસ કરી રહી છે, જાણે સજીવસૃષ્ટિ ઓગળીને આધુનિક ટેકનોલોજીના આક્રમણ માટે જગ્યા કરી દેતી હોય એમ…અને આ બધું જ ફ્રેમને સભર કરતી શરીરની નસ જેવી સુંદર પાન-ડાળખાંની નજરની આરપાર નિહાળી શકાય છે. જાણે આખું આકાશ ધરતીનું કેનવાસ બને છે !

ખેર, ચાલો હવે ન્યુયોર્કમાં જ ઝડપેલો આ નિર્જીવ-સજીવના મિલન સમો ફોટો જુઓ, અને કંઈ ટાઈટલ સુઝે છે ? તો કોમેન્ટમાં ટહુકો 😛 🙂

DSC07798

 
37 Comments

Posted by on August 19, 2014 in art & literature, personal

 
 
%d bloggers like this: