RSS

રાંઝણા – 1

03 Jul

સૈદ્ધાંતિક રીતે અન્ય લેખકોની માફક છપાય એ સાથે જ  સેલ્ફ પબ્લીસીટી માટે ભૂખાળવો થઇ લેખો હું બ્લોગ / એફ.બી.પર મુક્તો નથી, પણ “રેર” અપવાદ આજે કરવો પડે છે. ( અને રીટ્રોસ્પેકટીવ ઈફેક્ટથી રવિવારે ય થશે 😦  ) એનું કારણ અદભુત એવી “રાંઝણા” ફિલ્મ છે. આજકાલ કમ્પોઝીટરોની બેદરકારીને લીધે મારા લેખો વારંવાર મુદ્રારાક્ષસનો કોળીયો બને છે. ફૂલસ્ટોપ / કોમા ફરી જાય છે અને વાક્યો પણ. એપીજીનેટીક્સનાં લેખમાં ય હમણાં આવું જ થયેલું. પણ આજે તો સવારમાં ‘અનાવૃત’ વાંચતી વખતે મગજમાં ખાટો ઘચરકો આવી ગયો ! લગભગ ૭૦% અંગ્રેજી શબ્દોની વાટ લાગી ગઈ છે. માળાનું માથા થાય એ તો અપેક્ષિત કહેવાય ( એટલે એ શબ્દ ઘૂંટ્યો હતો લખતી વખતે – તો ય હોની કો કૌન ટાલ સકતા હૈ ? 😛 ) પણ પ્રેમલક્ષણાનું દ્રગલક્ષણા ? લવ ઈઝ ડ્રગ , રિયલી ! અમીર ખુશરોની પંક્તિ ય અધુરીને અમુક શબ્દોમાં લોચા. (ઝિંગ થિંગમાં ગલીનું મોહલ્લો મેં કરી નાખ્યું છે, ફરી ફિલ્મ જોઇને 😉 )

વેલ, રીડરબિરાદરો તો ઘૂંટડે ઘૂંટડે લેખ પી ગયાને નશામાં ઝૂમ્યા…એ તો સવારમાં ઉઠું એ પહેલા જ વોટ્સએપ અને સેલ પર આવતા મેસેજીઝના ઢગલાથી કળાઈ ગયું. ( મારો મોબાઈલ નમ્બર મારા તમામ પુસ્તકોમાં છપાતો હોઈ ઘણા વાચકોના ફીડબેક ડાયરેક્ટ મળે છે. એફ બી પર સીધી પોસ્ટ ના કરી શકતા મિત્રો મેસેજીઝ મોકલે  છે ) પણ રાંઝણા”નાં લેખમાં ગરબડ એટલે જાણે નવી લીધેલી બી.એમ.ડબ્લ્યુમાં શો રૂમથી ઘેર પહોંચે એ પહેલા ચીરો પડે , ત્યારે દિલ પર સ્ક્રેચ પડી જાય – એવી અસર મને થાય 😀 – કારણ કે આવા લેખો અંગત રીતે એકદમ દિલની કરીબ હોય, અને ખૂન નીચોવીને લખાયા હોય. અને લેખન ફક્ત પ્રોફેશન નહિ, પેશન છે મારા માટે. ના જોઈ હોય તો અચૂક જુઓ, વારંવાર જુઓ  એવી “રાંઝણા” એટલી વ્હાલી ફિલ્મ છે કે એનો મેસેજ ધૂંધળો થાય એ ના ગમે. માટે વાંચો આજે જ છપાયેલું અનાવૃત..શક્ય તેટલા સુધારા સાથે 🙂 

જલ જાયે, જલ જાયે ઈશ્ક મેં, જલે સે કુંદન હોય…

જલતી રાખ લગા લે માથે, લગે તો ચંદન હોય!

Raanjhanaa-Movie-Images

‘પ્રેમ કાચની બારી જેવો હોય છે. આમ તો એ ગમે તેવી ભીષણ મોસમની થપાટો સહી જાય છે. પણ જો એક ચોક્કસ જગ્યાએ પ્રહાર થાય, તો એ ખણણણ કરતી તૂટી જાય છે. અને પછી જો તમે એના વીખરાયેલા ટૂકડા ઉપાડવા જાવ, તો એ તમારી આંગળીઓને પોતાની ધારથી કાપી નાખે છે!’

આ દિમાગને સુન્ન કરી નાખતું ટેલર હોઈતનું ક્વોટ આત્મસાક્ષાત્કાર જેવું છે. બધાને સમજાવાનું નથી. અજ્ઞાતનો પથ કઠિન છે, બધા માટે નથી. જેમાં બેકાબૂ બની ફના થઈ જવાનું હોય છે, કસોટીની ધારે! એમાં અહંકાર ઓગાળી ફક્ત સેવાભર્યો સ્વીકાર કરવાનો છે. એ અકળ રહસ્ય છે. એની અનેક વ્યાખ્યાઓ છે, એના અઢળક રંગરૂપ છે. બધા વિરોધાભાસી છતાં બધા જ સાચા છે. એમાં આનંદ, દર્દ, બલિદાન, ત્યાગ, ઝનુન, ભરોસો, આસ્થા, લાગણી, નિર્વાણ છે. જાતે અનુભવીને જ ખબર પડે એનું નામ ઈશ્વર, એનું જ નામ લવ.

ઈશ્ક ઈશ્વરની પોકેટ એડિશન છે. હાર્ટમાં આ લવ એપ્લીકેશન ઈન્સ્ટોલ થઈને રન થવા લાગે, પછી આખી સીસ્ટમ કરપ્ટ કરીને પ્રોસેસરનો કબજો લઈ લે છે. લોજીકને હેંગ કરી નાખે છે. થોટ્સને ક્રેશ કરી નાખ છે. સીસ્ટમ ફોરમેટ કરીને ઓરિજીનલ સેટિંગ્સમાં ફરી જઈ શકાતું નથી. ઈશ્કને નિકમ્મા કર દિયા… યે આગ કા દરિયા હૈ… યુ નો!

પાતી પ્રેમ કી બીરલા જ વાંચી શકે છે. પળ પળ પ્રિયજનના સુમિરનના જપતપનું પુણ્ય બહુ ‘રેર’ રસિકડાઓના લલાટે લખાયું હોય છે. ચાહતની કવિતાઓ વાંચીને કે ફિલ્મો જોઈને એની તડપ, એના ઉંહાકારા, એની બહારથી નોર્મલ પણ અંદરથી અંગેઅંગના ગૂંચળાવાળી દેતી કીલિંગ ફીલિંગ્સનો અહેસાસ થતો નથી. એ માટે પ્રેમાગ્નિમાં પલ પલ ભડ ભડ બળવું પડે છે. અંદરથી તંદૂરમાં શેકાતાં ખુદના હૃદયના માંસની ગંધ સતત આવે, એ જીરવવી પડે છે. જાણે ધમનીઓમાં કોઈ મરીનો ભૂકો છાંટીને લીંબુ નીચોવે છે. જાણે પગના તળિયાની ચામડી ઉતરડીને કોઈ મરચીના બી ભરી દે છે. જાણે આંખોમાં લોખંડના કાટની ભૂકી પડે છે. જાણે હાથમાં તપાવેલા તવેથા ચામડી સાથે ચોંટે છે. જાણે ખોપરીની આરપાર કોઈ ધારદાર ખીલો નાખીને પછી એને ગોળ ગોળ ફેરવે છે. હાડકાઓના પોલાણમાં સીસોટી વાગે છે. આંતરડા ઉછળીને અન્નનળી સુધી આવે છે.

આ ભરડિયામાં કદી પીસાયા છો? જો નહિ, તો દિગ્દર્શક આનંદ રાય (તનુ વેડ્સ મનુ), લેખક હિમાંશુ શર્મા (સેઈમ) એક્ટર ધનુષ (જેવી સસરા રજનીકાંતની લોકપ્રિયતા એવી દોઢી જમાઈની અભિનયક્ષમતા) અને સંગીતકાર રહેમાન (ધ વન એન્ડ ઓન્લી, ધ લોર્ડ એન્ડ લવલી)ની લાજવાબ ‘રાંઝણા’ની લિજ્જત પુરેપુરી નહિ અનુભવી શકો. કારણ કે આ ફિલ્મ નથી, ‘સદમા’ અને ‘દિલ સે’ની જેમ ‘રોકસ્ટાર’ અને ‘આશિકી ટુ’ની જેમ આંખોથી પીવાતો એસિડનો જામ છે! કબીરના દોહાનો અર્થવિસ્તાર છેઃ

પ્રેમ પિયાલા જો પીયે

શીશ દક્ષિણા દેય!

મહોબ્બત, અસલી ઓરિજીનલ હોય તો માથું ઉતારી દેવું પડે છે, અને એય એક ઝાટકે નહિ, હપ્તે હપ્તે!

* * *

raanjhanaa_film_still_-_h_2013‘રાંઝણા’ જોઈને ઝવેરચંદ મેઘાણીને પહાડોમાં વાગતા જંતરના સૂર સંભળાયા હોત, કનૈયાલાલ મુનશીને પ્રભાતના હવનમાં વેદની ઋચાઓ સંભળાઈ હોત, બક્ષીના કાને અથડાયું હોત સ્કોચ વ્હીસ્કીનું ચીઅર્સ અને રમેશ પારેખના માળામાંથી સોનલનો ટહૂકો ખરી પડયો હોત…

આ ફિલ્મ નથી, ગાલિબની ગઝલ છે. શેક્સપીઅરનું નાટક છે. એમાં રવિન્દ્રનાથ ટાગોરની ફરફરતી દાઢી છે, અને જલાલુદ્દીન રૃમીની બળબળતી રેતી ! એમાં ટંકાયા છે, વિન્સેન્ટ વાન ઘોઘના સળગતા સૂરજમુખી અને એમાંથી નીતરે સિમ્ફની  વિવાલ્ડીની ફોર સીઝન્સ! (ઈનફેક્ટ પેલા સોનમના ઘરની બહાર પરફોર્મ થતા સદમાછાપ જુની યાદોના માઈમવાળા સીન વખતે એ ભજવતા પ્રેરણા માટે ધનુષે એ સિમ્ફની સાંભળી હતી! )એ રજનીશનું પ્રવચન છે, અને શાહજહાંનું ગુલાબ છે. યશ ચોપરા પણ હયાત હોત તો આને ન્યાય ન આપી શકત (ઈમ્તિયાઝ અલી આપી શકે કદાચ) એવી આ અંદરથી કોમ્પલેક્સ છતાં બહારથી સિમ્પલ પ્રેમકથા છે. એમાં મહોબ્બતનો માસૂમ ચહેરો ય છે, અને કાતિલ વાંસો ય છે. આમ તો એ બેની નહિ, એક વ્યક્તિની જ પ્રેમકથા છે, પણ એવી છે કે એ એકમાં બીજું અસ્તિત્વ ઓગળીને એના માટે એનો કાયમી હિસ્સો બની ગયું છે!

બહોત સાલો કે બાદ, એવી ફિલ્મ આવી છે કે જેનો હીરો તેજાબના મુન્ના કે મેરા નામ જોકરના રાજુની જેમ બાવડું પકડીને ધસડીને પોતાની પ્રેમકથા બતાવવા આપણને સીટ પરથી સ્ક્રીનમાં ખેંચી જાય! આરસપહાણના નિર્જીવ ચોસલાં જેવા રૂપકડા એસેમ્બલી લાઈન હીરો કરતા જલતા કોલસા જેવો ઓર્ડિનરી ધનુષ આપણા પર એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રેમબાણ ચલાવે છે. ઓલ્વેઝ સાહિત્યકૃતિ કક્ષાની પોએટિક ફિલ્મ્સ જ સિલેક્ટ કરતી સોનમ આ વખતે ફાઈનલી બોક્સ ઓફિસ પર ગોલ્ડમાઈન જેવી હિટ મેળવી શકી છે. રાંઝણાના એક એક કિરદાર સાથે ઈન્સ્ટન્ટ કનેક્શન બની જાય છે. એમાં જેટલા હાસ્યના ઠહાકા છે, એટલા જ પીડાના ડુસકાં છે. ઉમંગનો ડાન્સ છે એટલો જ વિધાતાનો ચાન્સ છે!

સ્માર્ટફોનથી લેન્ડલાઈનવાળા તમામ વર્ગ પર એકસાથે જાદુ કરી શકે એવી આ ફિલ્મના નેરેશનમાં ઓલિમ્પિક રનર જેવી એડિટિંગની ચુસ્તી છે. નોર્મલ ફિલ્મ આખી બને એટલી ઘટના તો પહેલા પોણા કલાકમાં જ છે. સતત પ્રેડિક્ટેબલને ડિસેબલ કરતા શાર્પ ટ્વીસ્ટસ છે. સીધા ગેબમાંથી શબનમની બુંદો બની કાગળને મઘમઘાવતા હોય એવા ઈરશાદ કામિલના ગીતો પર ફૂલોના રસ ચૂસતા પતંગિયાની પાંખો જેવું રહેમાનનું રંગીન સંગીત છે. પીપરમિન્ટની માફક ચગળવી ગમે તેવી અસંખ્ય ખટમધુરી મોમેન્ટસ છે. પ્રેમલક્ષણા ભક્તિનો મિનિ મોક્ષ છે!

પણ હવે આગળ વાંચતા પહેલા થીયેટરમાં ફિલ્મ જોઈ નાખજો, પછી કહેતા નહિ કે વાર્તા ખબર પડી ગઈ!

* * *

raanjhanaa 1‘રાંઝણા’ બહુ જ સ્માર્ટલી હીર-રાંઝાની પુરાતન કહાનીને નવા જ ઢાંચામાં મૂકી દે છે. મૂળ હીર-રાંઝાની લોકકથામાં ય હીરના રૂપથી અંજાઈને સીમમાં જતા પ્રેમમાં પડેલો રાંઝા એની ઘેર એના પશુઓનો કરેટકેર બને છે. જેમ કુંદન અહીં ઝોયાના ઘરનો ‘હાથવાટકો’ બને છે તેમ. ઈર્ષાળુ અને પોલિટિક્લ કાકા કૈદોની ચાડીચુગાલીથી હીર-રાંઝાની જુદાઈ થાય છે. હીરના બીજે લગ્ન થતા ભગ્ન થઈ ભટકતા રાંઝાને જોગી ગોરખનાથ મળતા એ ભેખ લઈ લે છે. (ગંગાકિનારે કર્મયોગનું જ્ઞાન પામી અને ફક્ત પસ્તાવાને બદલે જાતે જ ભૂલ સુધારવા માટે એનો સામનો કરીને, ભાગેડુને બદલે આગેવાન બનવાનો પથ પકડતા કુંદનની માફક) અને ફરી હીર સાથે મિલન, ફરી લગ્નના દિવસે જ દગાથી ખવડાવેલા ઝેરી લાડુને લીધે હીર-રાંઝાનું મોત! અને પોલિટિકલ એમ્બિશન કે વેરનો ઝેરી લાડું હીર પહેલા ખાઈને જીવતે જીવ મરે પછી આપણો રાંઝણા ય ખતમ થાય છે.

પણ એક ધાગો લઈ કરેલું નવું જ ભરતકામ છે. આજની સ્માર્ટ શહેરી મોડર્ન જનરેશન ટ્રાન્સપેરન્ટ છે, ઓનેસ્ટ છે, પણ કરીઅરથી માંડી લવના મામલે બધા કેલ્ક્યુલેટિવ થતા જાય છે. પેઈનથી ડરે છે. રોવું, તરફડવું, પ્રેમમાં પાગલ બની પ્રિયપાત્રને નુકસાન નહિ પણ એની સેવા માટે સમર્પિત થવું આ બધું બહુ ઓલ્ડ ફેશન્ડ લાગે છે. કારણ કે ઝટ કોઈ વિશ્વાસ મુકતું નથી. અને વિશ્વાસ એ તો પ્રેમના શ્વાસ છે! અને રાંઝણાની સફળતા હજુ એ સાચા પ્રેમનું સપનું જીવંત છે, એનો પુરાવો!

એક્ચ્યુઅલી, રાંઝણા એના પ્લેટીનમની ધાર જેવા તીક્ષ્ણ સંવાદો સાથે આ વાત (ફિલ્મમાં કુંદન કહે છે તેમ દિલ ડાબે કે જમણે નહિ સેન્ટરમાં ધબકે છે. સ્ટ્રેઈટ ન્યુટૂલ!) કોઈ એકતરફી જજમેન્ટલ એંગ્લ વિના કહેવા માંગે છે. અહીં હીરો બનારસમાં વસેલો તામિલિયન પંડિત છે. હજુ મેટ્રોની રૂથલેસનેસ અને કોમર્શિયલ સોદાબાજીની હવા એને નથી લાગી. એ બનારસના ઘાટ જેવો પવિત્ર છે. એટલે એ એવો પ્રેમ કરે છે, જેમાં તૂટીને પણ પ્રિયાની જિંદગી જોડી દેવાની હોય! ભોળપણનું ગળપણ એમાં બરકરાર છે. થોડોક ઘેલો હોય, એ જ પ્રેમમાં પહેલો આવી શકે.

પણ અત્યાર સુધીની લવસ્ટોરીઝમાં આવતા હિન્દુ મુસ્લિમ કે અમીર-ગરીબ કે દેહાતી-વિલાયતી કે બે ખાનદાન જેવા તમામ અજમાવાયેલા સંઘર્ષ/કોન્ફલિક્ટ/વિલનને બદલે રાંઝણા એક લગભગ નેવરબિફોર સ્ટેટમેન્ટ કરે છે. એનો પબ્લિકને જે સેકન્ડ હાફ થોડોક ઓછો પચે છે, એ બતાવવાનો હેતુ પોલિટિક્સ કે સામાજિક ક્રાંતિ નથી, એ તો દિગ્દર્શક આદર્શઘેલી સામ્યવાદી માનસિક્તાથી અંજાયેલા યુવાનોની સૈદ્ધાંતિક બાધાઈ પર જોરદાર કટાક્ષ કરતા, પેલા કુંદન ફરતે ઘેરો બેઠેલા વિદ્યાર્થીઓ એને જે રીતે ચોર ઠેરવે છે, ત્યાં જ ક્લીઅર કરી દે છે! સો ફની!

તો પછી? અહીં આખો મામલો એકદમ નેચરલ છે. બે એકબીજાને પસંદ કરતા વ્યક્તિમાંથી એક આગળ વધે છે, બીજો તો લવ-સિક થઈ ત્યાં જ ગુલાબી ઘેનમાં ઊભો રહે છે. ઝોયા કમ્ફર્ટ ઝોન છોડી, ટિપિકલ છોકરીને બદલે વિચારતી ભણતી યુવતી બને છે. એનું રિવોલ્યુશનમાં ઈવોલ્યુશન થતાં એની જિંદગીની પ્રાયોરિટીઝ, એની ચોઈસીઝ બદલાય છે. મૂડ સ્વિંગ થાય છે. પોતાની પાછળ લબડતા છોકરાને બદલે, એને ઓછો ભાવ આપે છે. એવા છોકરાના આધિપત્ય પર એ ફિદા થઈ જાય છે. હવે એની દુનિયા અને કુંદનની દુનિયા એક નથી. કુંદન બિચારો આ સમજી શકતો નથી, એ ફક્ત સીધીસાદી રીતે પ્રેમ કરી શકે છે. ઝોયા એનાથી વધુ પગથિયા ચડી ઊંચે પહોંચી ચૂકી છે, એ રીતે એ વિલન નથી.

પણ કુંદન પ્રેમી છે, પગલૂછણીયું નથી. એનામાં પ્રેમનો મસ્તક ટટ્ટાર રાખતો ખુમાર છે, જે એ બિંદિયાને પાજામાના નાડા અને ચોલીના હૂકવાળા સંવાદમાં રણટંકારની જેમ સંભળાવે છે. એટલે એ સાવ લલ્લુની જેમ તળિયા ચાટતો શરણે નથી થતો. કાંડુ મરડીને ઝોયાને ખુદારીનું ભાન કરાવે છે, ઘઘલાવે છે. તક મળે ત્યારે લગ્નના દિવસે છેલ્લો ચાન્સ પણ એ તોડાવી બાજી પોતાની ફેવરમાં થતી હોય તો લેવા જાય છે. પણ પોતાનું અને ઝોયાનું ભલું કરવા જતાં અજાણતા કોઈ નિર્દોષનું બુરું થાય એનો એને ભયંકર વસવસો છે.

પણ અહીં એક અદૃશ્ય દીવાલ સ્મોલ ટાઉન ડ્રીમ્સ વર્સીસ બિગ સિટી/યુનિવર્સિટી ઈન્ટેલેકચ્યુઅલ સ્યુડો ડ્રીમ્સની રચાય છે. પોતાની જાતને બુદ્ધિ/જ્ઞાાનમાં વધુ તેજસ્વી સમજતી ઝોયા માટે કુંદન પછાત ગમાર કાર્ટુન છે અને પાછો એના પ્રેમના નાતે ભરોસાપાત્ર તાબેદાર પણ! ઝોયા જસજીતને પણ કેટલાક ‘મોર ધેન ઈક્વલ’ હોય કહીને પોતાની સોચ બતાવી દે છે. કુંદન સાબિત કરી દે છે કે જેમ ઈશ્વરનો સાક્ષાત્કાર કૂહાડી છાપ કાલિદાસને કવિકુલગુરૃ બનાવે, એમ પ્રેમનો પારસમણિ કથીરને કુંદન બનાવે ! એ તો પોતાની ધીંગી કોઠાસૂઝથી ઝોયા જેનાથી ઈમ્પ્રેસ છે, એ ઈન્ટેલીજન્ટ સ્માર્ટ પોલિટિકલ દુનિયામાં સડસડાટ પોતાનો સિક્કો જમાવી દે છે. માણસ (ખાસ કરીને પુરુષ) પ્રેમમાં હોય ત્યારે થોડો ઢીલો, વલ્નરેબલ, નરમ, પોચટ લાગે. એનો અર્થ એવો નથી કે એનું સંપૂર્ણ વ્યક્તિત્વ જ એવું હોય એનો પ્રેમ જ એને શૂરવીર યોદ્ધો ય બનાવી દે. ઝોયાને કુંદનમાં એને સ્પેશ્યલ દેખાતું નથી, અને પોતાના પ્રેમનો ભંગ કરાવનાર કે લગ્નમંડપમાંથી પ્રિયતમને છીનવનાર દુશ્મન જ દેખાય છે.

પણ કુંદન તો જોગી, તપસ્વી, ફકીર મિજાજમાં છે. એ પોલિટિક્સમાં એટલે નથી કે એને કશુંક બનવાની મહત્વાકાંક્ષા છે. એની તો એક જ અપેક્ષા છે કે એના પ્યારનું એ કશુંક ભલું કરે, એનું રક્ષણ કરે અને એની પ્રિયાને સામે જોઈ, એની પાસે છતાં દૂરની કંપનીમાંથી પણ પોતાના લવની બેટરી ચાર્જ કર્યા કરે! એનો જીવ સત્તામાં નથી, એનું સત્ય એની પ્રિયતમા જ છે.

ગણત્રીબાજ સ્વાર્થી દુનિયામાં આવા ખામોશ સેલ્ફલેસ લવનું સ્થાન નાયકનું નહિ, પ્યાદાનું હોય છે. પ્રેમમાં ય પોલિટિક્સ હોય છે. પ્રેમ કેટલો કરે છે એ નહિ જોવાનું, દુનિયાની નજરમાં જોડી કેવી લાગશે એ ય વિચારવાનું. ઉંમર કે કલરની કે કલ્ચર કે ડોલરના ભેદ નજરમાં રાખી મા-બાપ દીકરીને કોણ સલામત અને સુખી રાખશે એની પોલિટિકલ સલાહો આપી, એના પ્રેમની હત્યા નથી કરી નાખતા આપણી જ આસપાસ?

ફિલ્મ સટલ રેફરન્સીઝની પાઠશાળા છે. પહેલી વાર ઝોયા સ્કૂલબોય કુંદનને તમાચા ઝીંકે છે, ત્યારે જ પાછળના આગળના એંઘાણની જેમ પોલિટિક્લ રેલી નીકળે છે! બાળ કુંદન ‘નમાઝ વો પઢતી થી, ઔર દુઆ હમારી કબૂલ હો ગઈ’ કહી ઝોયાને પહેલી નજરનો પ્રેમ કરી બેસે છે, ત્યારથી અંત સુધી એનું હૃદય તો બાળક જેટલું જ સહજ સરળ રહ્યું છે. ગાયને પ્રસાદ ખવડાવી, સીધી રીતે હાથમાં ના આવતા પ્રેમની માનતા માનતી કુંદન જેટલી જ સેલ્ફલેસ બિંદિયા કેટલી રિયલ લાગે છે! કુંદન ઝોયાની મદદ ખુવાર થઈને કરે છે, તો બિંદિયા કુંદનની! એ છેલ્લે લોહીના કોગળા કરતા કુંદનને જોઈ ઝોયાને ‘યે મેરા કુંદન નહિ હૈ’, કહે છે ત્યારે જ એ મુદ્દો સ્પષ્ટ થઈ જાય છે કે સાચો પ્રેમ રિજેક્ટ થઈ માણસને અપરાજીતમાંથી કેવો નબળો પાડી દે! કિંગકોંગની માફક! છોકરીએ જ મગજના બધા કોષોનો કબજો લીધો હોય, પછી બીજા વિચાર કે કામ પૂરી તાકાતથી થઈ જ ન શકે ને ! 

ફિલ્મમાં ઝોયા-કુંદનની એક એક ધડકન સાથે આપણા ધબકારા તાલ મિલાવે છે. હમકા ઈસ્સક હુઆ હૈ ની મસ્તી હોય કે હમ ખૂન બહાયે, તુમ આંસુ, સાલા આશિકી ન હો ગયા લાઠી ચાર્જ હો ગયા કે આશિક કી તબ નહિ ફટતી જબ મહેબુબા કી શાદી હો મગર તબ ફટતી હૈ જબ ખુદ કી શાદી હો જેવા એક એકથી ચઢિયાતા ઢાંસુ ડાયલોગ્સની મિરચી દોસ્ત મુરારી (મોહમ્મદ ઝીશાન અયુબની  દિલાવરી) કપડાંની દુકાનમાં રડતો હીરો, અને ખુદના લગ્નના બેન્ડબાજા મૈયત જેવા લાગે એવી પરિસ્થિતિમાં કપાતો હીરો.

અને હીરા જેવા ઝળહળતા રણઝણતા ગીતો! નીડર જવાનો નીકળે હમસે વફાયેં લેના, તાઝા હવાયે લેના લલકારતા પણ શરૂઆત હઝરત અમીર ખુશરોની પંક્તિ, ‘તુ મુન શુદી, મુન તુ શુદમ’ના ફારસી શબ્દોથી કરે- મતલબ, તું હું બની ગઈ હું તું બની ગયો. ( જો તુમ હો વો મૈં, જો મૈં વો તુમ – we are the one ! )

રાંઝણામાં નાયકને નાયિકા મેળવવાનો મોહ નથી. બસ, એ જે કહે કરે – એમાં જાન આપીને ય એને ખુશ કરવી છે !

ઈશ્કને ઈબાદતની કક્ષાએ પહોંચાડતી અક્કલ પરના બીજા પડદા ઉંચકતી રાંઝણા પછીની થોડી વાતો આવતા રવિવારે સ્પેક્ટ્રોમીટરમાં!

ઝિંગ થિંગ

‘મોહલ્લે કે લૌંડો કા પ્યાર અકસર ડોક્ટર-એન્જિનીયર લે જાતે હૈ!’

(સચ્ચાઈનું ગાંધી પારિતોષક અપવો પડે, એવો રાંઝણાનો ડાયલોગ)

raanjhanaa-stills-1

 
70 Comments

Posted by on July 3, 2013 in cinema, feelings, romance, youth

 

70 responses to “રાંઝણા – 1

 1. Tejal Nanavati Solanki

  July 3, 2013 at 12:00 PM

  when i watched the movie i felt that no one should dare in the upcoming years or after years to remake of this amazing love story beautiful moive… it has shown all the emotions & perfect package what is called love…

  Liked by 1 person

   
  • Tejas

   July 5, 2013 at 9:19 PM

   Urvish Kothari is now kicking JV’s butt not only in his own column but now in the editorials of Gujarat Samachar!
   First he made JV stop writing on encounters and Narendra Modi. Now he is going to make JV stop writing on movies too 😉

   રીવ્યુનો રીવ્યુ

   ફિલ્મોના રીવ્યુની પ્રથા પણ લગભગ ફિલ્મો જેટલી જ જૂની છે. ૧૯૩૫માં ફિલ્મોમાં પાર્શ્વગાયન- પ્લેબેકની પ્રથા શરૃ થઇ અને એ જ વર્ષે ‘ફિલ્મઇન્ડિયા’ સામયિક શરૃ થયું. તેના તંત્રી બાબુરાવ પટેલ દ્વારા લખાતા ફિલ્મોના રીવ્યુ ભાષાની મૌલિકતા, શૈલી અને આક્રમકતા માટે ઘણા વખણાયા અને ચર્ચાયા. બાબુરાવનું અંગ્રેજી એટલું હિંસક હતું કે મંટો જેવા ધુરંધર ઉર્દુ સાહિત્યકારે તેમાં રહેલી વિશિષ્ટ કટુતા ‘બીજા કોઇને નસીબ થઇ નથી’ એવું નોંધ્યું હતું. દાયકાઓ પછી બાબુરાવના રીવ્યુનો નવેસરથી રીવ્યુ કરીએ તો તેમાં રહેલી આત્યંતિકતા અને કૃપા કે કોપ સાથે વરસી પડવાની વૃત્તિ ઉડીને આંખે વળગે છે. તેના કારણે રીવ્યુ વાંચવાની ગમે તેટલી મઝા આવે તો પણ એ રીવ્યુ પરથી ફિલ્મ વિશે અભિપ્રાય બાંધવાનું અશક્ય બની જાય છે. બાબુરાવના રીવ્યુથી ફિલ્મો તરી કે ડૂબી જતી હતી, એવું એમના પ્રશંસકો માનતા હતા. પરંતુ ૧૯૩૦-૪૦-૫૦ના દાયકામાં કેટલા ભારતીય અંગ્રેજી સામયિકમાં- અને એ પણ ફિલ્મ સામયિકમાં- આવેલા રીવ્યુના આધારે અભિપ્રાય બાંધતા હશે, એ કલ્પી શકાય છે.
   ફિલ્મો વિશે લખનારાની એક તાસીર વર્ષોથી રહી છેઃ તેમાં લખનાર પોતાની જાતને કંઇક વધારે પડતી જ ગંભીરતાથી લે છે- જાણે કહેતા હોય, ‘જુઓ, જુઓ, હે અજ્ઞાાનીઓ. હું કેટલો જ્ઞાાની છું કે ફિલ્મ જેવા વિષય ઉપર પણ હું મારા જ્ઞાાનનાં પોટલાં ઠાલવું છું અને જાતજાતની ફિલસૂફીઓ ઝાડું છુ. જુઓ, જુઓ. મને ફિલ્મમાં કેટલી ખબર પડે છે..જુઓ, જુઓ, હું બધા ફિલ્મ બનાવનારા કરતાં પણ વધારે હોંશિયાર છું…જુઓ, જુઓ, મેં ફિલ્મમાંથી જે શોધી કાઢ્યું છે એ તો કદાચ એના ડાયરેક્ટરને પણ ખબર નહીં હોય…મારા રીવ્યુ વાંચો અને મને એવા ભ્રમમાં રહેવા દો કે મારા રીવ્યુ વાંચીને લોકો ફિલ્મ વિશે અભિપ્રાય બાંધે છે…તમે ફિલ્મ જુઓ કે ન જુઓ, પણ મારા રીવ્યુ વાંચો અને મારી પંડિતાઇ પર વારી-ઓવારી જાવ..વાંચો, વાંચો, હે અજ્ઞાાનીઓ, મારા ફિલ્મના રીવ્યુ વાંચો અને સિનેમાઇ મોક્ષ પ્રાપ્ત કરો.’
   ફિલ્મી રીવ્યુ પહેલાં મુખ્ય ધારાનાં અખબાર-સામયિકોમાં અને ચર્ચામાં એક ખૂણે રહેલી ચીજ હતી, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોમાં રીવ્યુ પ્રવૃત્તિએ જબરો ઉપાડો લીધો છે. ફિલ્મો વિશે ચાલતી ચર્ચા અને તેની તીવ્રતા જોઇને ક્યારેક એવું લાગે કે જાણે દેશદુનિયાના સાંપ્રત જીવનમાં ચર્ચા કરવાનો મુખ્ય મુદ્દો ફિલ્મો ને બસ, ફિલ્મો જ છે. દરેકને પોતપોતાનો અભિપ્રાય આપવાનો લોકશાહી અધિકાર છે. એ વિશે ભાગ્યે જ કંઇ કહેવાનું હોય, પણ ફિલ્મના રીવ્યુ જેવી બાબતમાં લોકો જે જાતના જુસ્સા અને અધિકાર સાથે, પોતાની પાત્રતાનો વિચાર કર્યા વિના કે જાતે જ પોતાની પાત્રતા નક્કી કરી દઇને જે ઝૂડાઝૂડ-ફેંકાફેંક કરે છે એ કરૃણ ન લાગે તો હાસ્યાસ્પદ લાગે છે.
   ક્રિકેટની જેમ ફિલ્મ વિશે લખવા માટે કશી વિશેષ પાત્રતાની જરૃર પડતી નથી. ઉલટું, એ ચર્ચામાં રહેવાનો સૌથી ટૂંકો, અસરકારક અને ગળચટ્ટો રસ્તો છે. ઉમદા ક્રિકેટલેખકોની જેમ ઉમદા ફિલ્મવિષયક લેખકોનો વર્ગ છે જ. એવા લોકો માસ્તરગીરીમાં સરી પડયા વિના કે પોતાના અભિપ્રાયોથી જાતે જ અભિભૂત થવાની આત્મરતિથી બચીને, સજ્જતાપૂર્વક ચુનંદી ફિલ્મો વિશે કે ફિલ્મી વિષયો અંગે લખે છે. તેમને દર બીજી ફિલ્મ વિશે ઢસડમપટ્ટી કરીને ‘ફિલ્મોના ભાષ્યકાર’ તરીકે ઓળખાવાની વાસના હોતી નથી.
   વ્યાવસાયિક રીવ્યુકારોને સમયના અભાવે અને ફિલ્મોની મોટી સંખ્યાને લીધે અનેક પ્રકારનાં પાપ કરવાં પડે છે. અંગ્રેજીમાં રીવ્યુ લખનાર કેટલાંક જાણીતાં નામ પણ હોલિવુડની ફિલ્મોના રીવ્યુની તફડંચી માટે કે ‘વ્યવહારુ’ રીવ્યુ માટે કુખ્યાત થયાં હતાં. ગુજરાતીમાં ફિલ્મ વિશેનાં મોટા ભાગનાં લખાણ ભાવવિભોર પ્રકારનાં કે સમજણને બદલે આત્મરતિના આયનામાં પડેલાં પ્રતિબિંબ જેવાં, તો કેટલાંક અત્યંત એકેડેમિક પ્રકારનાં હોય છે. ‘અમે ફિલ્મ વિશે નહીં લખીએ તો પ્રજા અમારા કિમતી અને પવિત્ર અભિપ્રાયોથી વંચિત રહી જશે. અમે એમનું આવું અહિત થવા નહીં દઇએ’ એવા ભવ્ય ભ્રમમાં રહેવું એ ફિલ્મો વિશે ફેંકાફેંક કરવા માટેની પહેલી શરત છે. માનસિક રીતે પુખ્ત વયના લોકો આ સમજે છે. એટલે તે રીવ્યુથી દોરવાતા નથી અથવા રીવ્યુ લખનારાની ગંભીરતા વિશે રમૂજ અનુભવીને આગળ વધી જાય છે.

   Liked by 1 person

    
   • Rakshesh Chavda

    July 8, 2013 at 11:09 PM

    @Tejas, This editorial article is not for JV. Everyone knows that this article is written for Salil Dalal and Shishir Ramavat types.
    – Rakshesh

    Like

     
 2. teju144

  July 3, 2013 at 12:02 PM

  THANKS TO SHARE..when i watched the movie i felt that no one should dare in the upcoming years or after years to remake of this amazing love story beautiful moive… it has shown all the emotions & perfect package what is called love…

  Like

   
 3. Dharmesh Vyas

  July 3, 2013 at 12:05 PM

  જોરદાર જયભાઈ, તમે મને સિનેમા માં મુવી જોવડાવી ને રહેશો 😉

  Liked by 1 person

   
 4. Gopal Gandhi

  July 3, 2013 at 12:06 PM

  jay shri krishna
  aa lekh to ranjhana movie karta jordar che boss.

  Like

   
 5. bhogi gondalia

  July 3, 2013 at 12:07 PM

  how true !! ‘મોહલ્લે કે લૌંડો કા પ્યાર અકસર ડોક્ટર-એન્જિનીયર લે જાતે હૈ!’ 🙂

  Liked by 1 person

   
 6. arun parekh -------------------bhuj

  July 3, 2013 at 12:12 PM

  sir idon’t seen picture but ireed ur articale .then i understund story of ranjana .realy good.

  Like

   
 7. Nishith

  July 3, 2013 at 12:16 PM

  Agree!! 100% agree with you. I’d watched it twice and loved it.. It has some similarity with Sudhir Mishra’s movies like Yeh Saali Zindagi, Hazaro Khwahishe Aise, in which hero loved heroin (one way) and died for her…

  Liked by 1 person

   
 8. Tejas Patel

  July 3, 2013 at 12:22 PM

  Jai bhai you missed v.good dialog of ” Raanjhanaa ” – ” Ladki ” aur ” Rocket ” kahi par bhe le ja sakate he …. just think on this you may write on article on this one word

  Like

   
 9. deepenuUpadhyay

  July 3, 2013 at 12:32 PM

  Best Movie .. it has raised the standard of story telling in Indian Cinama.. Its After Rang De Basanti One good story and picturization in long long time..
  And Dhanush Awsome acting. He has acting talent of most of the best actors combined in Hindi Movies.

  Like

   
 10. ramnikshah

  July 3, 2013 at 12:40 PM

  jv sir,ranjhna ma best…?bindiya ane banaras…best acting swara bhaskar atle ke bindiya ni chhe ane kundan na dost(a cctor kon chhe?) ni second best….mindless comedy karta kaik better deserve nathi karta apne?humbug comedy & action films no self boycott karo yaro…

  Like

   
 11. nisargbhavsar

  July 3, 2013 at 12:42 PM

  તમારો આ બ્લોગ વાંચી ને તો કોઈ પણ માનસ પ્રેમ માં પડી જાય . એ પછી કુંદન હોઈ કે ઝોયા … બિંદીયા હોઈ કે મુરારી .

  Liked by 1 person

   
 12. jalay shukla

  July 3, 2013 at 12:56 PM

  mare ek var tmari sathe film jovi che..hu jamnagar ti special rajkot aavish..ane aa movie na bdha dialogue mst che..

  Liked by 1 person

   
 13. Nirlep - Qatar

  July 3, 2013 at 12:58 PM

  mind blowing movie, unique, unpredictable….a movie which runs through emotions & senses….after long time, we have a movie, which we like to see again….it could not have been described in better way, but by your article. – I referred your article to many.

  Liked by 1 person

   
 14. Aarav

  July 3, 2013 at 1:13 PM

  “અન્ય લેખકોની માફક છપાય એ સાથે જ સેલ્ફ પબ્લીસીટી માટે ભૂખાળવો થઇ લેખો હું બ્લોગ / એફ.બી.પર મુક્તો નથી”

  હશે! પણ સસ્તી પબ્લીસીટી માટે આવા ફોટોસ જરૂર મુકો છો http://i.imgur.com/5huW0wk.png

  Liked by 1 person

   
  • jay vasavada JV

   July 3, 2013 at 4:28 PM

   lolzzz સસ્તી ???? ઈશ્વરે સરજેલ શ્રેષ્ઠ કલાકૃતિ સુંદર નારી દેહ છે. તમને એ સસ્તું લાગતું હશે..મારા માટે તો સ્ત્રીનું સૌન્દર્ય અણમોલ ભેટ છે. હું તો આવી સુંદરતાનું મ્યુઝીયમ બનવું , બ્લોગ શું ! 😉 😀

   Liked by 1 person

    
   • Prashant

    July 3, 2013 at 7:13 PM

    Kya bat kya bat…………………………………………… 🙂 🙂 🙂

    Like

     
   • Jayesh

    July 3, 2013 at 8:08 PM

    I agree, you are not doing it for for “સસ્તી પબ્લીસીટી” but at the same time, I do have to be little careful when reading your blog when my kids are around and image that shows up right under “છબી-છબછબિયાં” …even though, I know, I am not clickicking on it, I am just reading your blog but that image is right there …doesn’t make me comfortable.

    Like

     
    • NAREN

     July 4, 2013 at 12:43 PM

     Jayesh bhai, Kids thi kya sudhi aa badhu santadaso, kyak bahar thi jove ena karata bahetar che parents na guidance niche jove, jurur hce yogya samajan aapva ni, bija na guidance niche jose to samjan nahi made ane galat direction madse. parents thi sara bija koi guide hoy sake nahi.

     Liked by 1 person

      
   • NAREN

    July 4, 2013 at 12:35 PM

    sasta vicharo hoy che, sundar nari deh nahi. sunder deh kudarat nu sarajan che, ane vicharo vyakti gat saraja che. Kudarat nu saraja kyarey sastu no hoy sake.

    Like

     
   • Ashok khachar

    July 4, 2013 at 8:00 PM

    sachi vat

    Like

     
   • MAMTA KAUSHIK

    July 5, 2013 at 1:23 PM

    LIKE IT,GREAT!

    Liked by 1 person

     
   • haard

    July 6, 2013 at 8:34 AM

    Bravo Jay Bhai. I don’t know why pn hu pn kaik aavuj manu chhu. Pn ghana loko ne ema sundarta nhi pn vulgarity lage chhe bcoz kamlo hoy e piluj bhale.

    Liked by 1 person

     
  • RockeSingh

   July 4, 2013 at 8:06 PM

   ગંધાતી ગટર અને ઉકરડા ના સંગમ સ્થાન જેવા લાખો ભારતીય મગજ ચોવીસ કલ્લાક ત્રાંસી આંખે બીભસ્તા નું જાહેર માં આંખો દ્વારા પ્રદર્શન કરે રાખે છે અને છતાય બધાજ તક મળે એટલે પોતે પવિત્ર ભારતીય સંસ્કૃતિ ના ઠેકેદાર હોય એવો દંભ પણ કરે રાખે છે. આવા અણઘડો પાછા નેટ પર બુદ્ધી નું પ્રદર્સન કરવા માં પણ શુરા હોય છે જેમ કે અહી એક લેખક ના બ્લોગ પર એક અફલાતુન મુવી પર ચાર પાંચ પાના ભરીને સરુ થી અંત સુધી એક બેઠકે વાંચી જવાય એવું લખાણ છે પણ આ બુડથલ પબ્લિક આખા વેબ પેજ ને છોડી ને ખૂણા માં પડેલો ફોટો પહેલા જુવે છે (…ધરાઈ ને જુવે છે!!) પછી એકદમ બ્રહ્મ જ્ઞાન થયું હોય એમ ફોટા વિષે કમ્પ્લેન કરવા નીકડી પડે છે !! અચાનક દેશ ની સંસ્કૃતિ નું માપ કોઈ બ્લોગ પર મુકેલા મોડલ ના કપડા ની સાઈઝ પર થી માપવા માંડે છે ….. જ્યાં શુધી ઇન્ડિયન સોસાયટી માં આવા દિશાહીન જડભરતો ની બહુમતી છે ત્યાં સુધી દેશની સામાજિક વ્યવસ્થા નો દુર દુર શુધી કોઈ જ ઉદ્ધાર નથી………….

   Liked by 1 person

    
  • Urjit

   July 22, 2013 at 3:30 PM

   અરે ભાઈ આરવ…..તને આખી આ વાત માં ફોટો જ આડો આયો તો નઈ જોવાનો ભાઈ……
   હવેથી એક ફોલ્ડર વધારાનું ખોલી રાખવાનું, અને જયારે એ ફોટા વાળો ભાગ વાંચવા માં આવે ત્યારે એની પર પડદા ની માફક મૂકી દેવાનું યાર…..આટલા મસ્ત મુવી ના રીવ્યુ ની વાનગી માં માં વચે આ કાંકરો તમારો …….સુ યાર…..તમે છે ને …છોડો….જલસા કરો ને આરવલાલ…… ચાલો ત્યારે ફરી વાર આવા ચિત્રો ના ગમતા હોય તો ના જોતા…..બરોબર…..અને જય ભાઈ ને એ બાબતે ટોકવા હોય તો એમને ફોન કરી દેજો, એ ના નઈ પાડે…..

   કેમ જય ભાઈ બરોબર ને??????

   Liked by 1 person

    
 15. Mukesh PADSALA

  July 3, 2013 at 1:21 PM

  સલામ સર
  તમારા કયા લેખ બેસ્ટ હોય છે તે કહેવું ખુબજ મુશ્કેલ છે કારણકે તમામે તમામ લેખ સુપર્બ હોય છે તે પછી સ્પેકટ્રોમીટર હોય કે પછી અનાવૃત હોય હું મારા જન્મના 5 વર્ષથી ગુજરાત સમાચાર નિયમિત વાંચું છું યુથ હોસ્ટેલ નામની સંસ્થા 1990 થી ચલાવું છું। તેથી વારંવાર ટ્રેકિંગ કરવા બહાર જતો રહું છું પરંતુ ઘરે આવ્યા પછી પહેલું કામ શતદલ અને રવિ પૂર્તિ એકઠી કરી હાથ વગી કરી લઉં છું પછી સમયની અનુકુળતા એ પસંગદી ના લેખ એક પછી એક વાંચી લઉં પછી જ મન ને ચૈન અને સાતા મળે છે।
  Thank you Jay Jay…

  Liked by 1 person

   
 16. karan parmar

  July 3, 2013 at 1:31 PM

  બે વાર મુવી જોયું છતાં હજુ જોવાની ઈચ્છા થાય છે .
  ખરેખર લાજવાબ છે !!!!!!!!!!!
  અંત માં જયારે ઇન્સ્પેકટર કહે છે કે ” આપ જુઠ બોલ રહી હે ના મેડમ ?, પતા નહિ કુંદનસાબ રેલી મેં આયે હી કયું , મૈને તો સુબહ હી ફોન કરકે બતા દિયા થા કી બગાવત હોને વાલી હૈ ” ત્યારે થીએટર માં તાળીઓ નો ગડગડાટ થતો સંભાળ્યો છે અને ખરેખર એ ક્ષણે હાથ ઓટોમેટીક તાળીઓ પાડવા માંડે છે …………….. અદ્દભુત !!!!!!!!!!!!!!!

  Liked by 1 person

   
 17. MANOJ TANNA

  July 3, 2013 at 1:46 PM

  yeh Banaras hai, aur launda agar yahaa bhi haar gaya, toh jitega kahaa????
  another razor sharp dialogue of raanjhnaaa..

  Liked by 1 person

   
 18. Rashmi

  July 3, 2013 at 2:00 PM

  Great Sir, Jordar lekh chhe…

  Liked by 1 person

   
 19. virajraol

  July 3, 2013 at 2:47 PM

  આખો લેખ “Four Seasons ~ Vivaldi” સાંભળતા સાંભળતા વાંચ્યો છે, અને એ પણ ખબર પડી કે આ કઈ રીતે ધનુષ ને હેલ્પફુલ થયું હશે…
  અલગ અલગ ઘણી બધી લવ સ્ટોરીઝના જુદા જુદા ફેઝીઝ એક જ મુવીમાં મૂકીને ખરેખર “પ્રેમ આંધળો હોય છે” અને કઈ રીતે “પ્રેમીને આંધળો કરી દે છે(પોતાના પ્રેમ માટે જ તો)” એ બહુ સરળ રીતે બતાવ્યું છે…. અને આખો લેખ મુવીને બહુ જ મસ્ત રીતે સમજાવે છે….. ટેન ઓન ટેન સર!!!

  Liked by 1 person

   
 20. darshana

  July 3, 2013 at 3:13 PM

  Beautiful n dil halavina khyu movie e. Love e ibadat bani jay. E j joi ne. Aakho ma pani aavyu. Bahu time pachi evi movie joi ke jena asar ma thi baar aavanu j man nai thatu. N jay sir. Hu bahu nani hati tyar thi tamara dadrek lekh vachti. Sachhu kahu to aa movie ne fakt jova mate nai jovani. Ene feel kari sakho to j jojo. Darek manas jene life ma ek vaar love karyo hoy ene mate must watch movie. N bahu chokahliya o mate nai j aa movie. Ke jene love ek time pass lagto hoy tena mate samjan shakti na pare che .so plz aava loko dur j rejo.kem ke aa movie vishe.kaik pan kharab vachi ke sambhli pn nai sakay.

  Like

   
 21. Ek Ajanyo Premi

  July 3, 2013 at 3:14 PM

  Sirji , Mane pan Raanjhana bauj gami chhe . Specially intensity of love . But mare ek dialogue sudharvo chhe . Hu FB par comment karva mangato to . Pan FB par to alhu gaam jani le mari comment ane mane . Etle better chhe ke tamara blog paraj comment karu .

  In Raanjhana : Gali ke londo ka pyar aksar doctor aur engineer le jate hai
  In Reality :City ke Doctor aur engineer londo ka pyar aksar NRI le jate hai :p 😉

  Tamaru su manvu chhe ama ? Jara fos padso to maja avse 🙂 🙂

  Liked by 1 person

   
 22. prince bhalani

  July 3, 2013 at 3:20 PM

  jaybhai sari movie ni publicity ma pan tamne rakhva jeva, ghana badha viewers mali jase….kem ke tame je kaho a fact j hoy…

  Liked by 1 person

   
 23. preitythomas

  July 3, 2013 at 3:39 PM

  “Raanjhana” qualifies as one of my top 10 fav movies! Have never seen a movie like this! You give ,vaacha, to my feelings about it. Pseudo intellectuals like Shobhaa Dey seem so childish who sit & write & article about the film glorifying stalking. I’m not sharing the link of the article which i didn’t bother to completely read. Tame gulab jamboo khavdavo, pachi hu ‘divel’ layi ne shu karwa aavu? 🙂

  Liked by 1 person

   
 24. sampolicia

  July 3, 2013 at 3:54 PM

  Its not merely about the Love Things…. It takes courage to detach yourself from everything and anything. what he did in the end was a fabulous human emotions, not acted but wordly superbly crafted. his friend told him to die now bcs, he can’t see him that way. i m so freakingly got attached to movie that just wanna see again and again. it takes serious courage to think after everything happened around with him. some unspoken words, some visualisation, some dialogues and some brave act did the job….

  Liked by 1 person

   
 25. Sureshbhai

  July 3, 2013 at 3:58 PM

  i remembered “Sadma” by Kamal Hasan when I saw this movie! Very effective movie!

  Liked by 1 person

   
 26. Varun Rajgor

  July 3, 2013 at 4:00 PM

  ouch…

  Like

   
 27. Umesh Shah

  July 3, 2013 at 4:17 PM

  Jaybhai ,

  Read your article in paper and now on blog.Seen movie and many reviews before and after the movie.As usual , you have surpassed all in analysis of the movie.It is more like a narration of Sanjay in Mahabharat.Excellent article leaving A ” JV ” branding on our mind.Very few could have expressed about the movie in the manner you have done.My admiration for you has grown manifold in strength and conviction that you can do it again and again.Simply mind blowing !

  Liked by 1 person

   
 28. keyursavaliya

  July 3, 2013 at 4:54 PM

  ખરેખર અદભુત..લખાણ..મુવી…

  Like

   
 29. Joy

  July 3, 2013 at 4:55 PM

  Raanjhanaa : Exploitation of the love, by the love, to the love and for the love…
  अच्छा हुआ सनम के तुम बेवफा निकले,
  क्यूंकि वफादार तो कुत्ते होते है !!!

  Liked by 1 person

   
 30. jignesh majithia

  July 3, 2013 at 4:55 PM

  સાવ સામાન્ય કદ-કાઠી ધરાવતો ધનુષ સાઉથમાં કેમ સુપર સ્ટાર છે? આ પ્રશ્નનો જવાબ રાંઝણા જોયા પછી મળી ગયો. રજનીકાંતની છોકરીએ આને શું જોઇને પસંદ કર્યો હશે? આ સવાલનો જવાબ પણ મળી ગયો. આવી અભિનય પ્રતિભા હોવી એ ગોડ ગિફ્ટ જ છે… ખરેખર તો રજનીકાંતને ઇર્ષ્યા અને ગર્વ બન્ને થાય એવી પ્રતિભા ધનુષમાં છે….
  Keep it up Dhanush….

  Liked by 1 person

   
 31. Dhaivat Mankad

  July 3, 2013 at 5:06 PM

  eagerly waiting for sunday’s article…I always decide to watch any movie after reading your views about it…excellent article!!!

  Liked by 1 person

   
 32. iqbal agham

  July 3, 2013 at 5:08 PM

  100% true… Jene Love karyo hoy e j samaji shake…

  Like

   
 33. Dipika – Furthest one lone star who dares to shine!

  July 3, 2013 at 5:37 PM

  Jem Raanjhnaa ek var j jova jevi film nathi em aj no lekh ek var j vachva jevo nathi j….:P Film no nasho haji utaryo nathi ane utaarvo y nathi etle j to Aa lekh hangover nathi….:P back to lekh…Jene prem ne samandar ni jem janyo,jivyo ane jilyo hoy ej avu lakhi shake…Etle j tame AVU lakhi shako….Movie ma /Article ma (Badhu ek j che nee…;)) Samandar par tarta Iceberg ni gehrai pan che lekh ma,ane samandar ni chati par saraktu Titanic tute ane dube e pan che..Etle Aaj na Article ma kavita ne layers hoy evi rite ama pan che j pan ena karta article ma prem samandar jevi Gehrai che….Jetla dialogues lekh ma che super duper che…..Zing Thing valo dialogue e apni khokhli society na gal par jordar tamacho chee,….Mun tu shudam tu man shudi na song ma aa vat bakhubi vanai gai che.. (Tere liye hum chand kharidenge, bungla..(gadi,)..na denge, par khushi..chein..pyar.,,, BAS yahi dene ka kartab hum rakhte he…su lyrics che….wwwaaaahhhh….)

  Acting, Dialogues, music, lyrics, ane….haye banarasiya,… Masterpiece che Raanjhnaa/Article…. 🙂 College vakhte ek novel ma ek line hati ke Masterpiece ej che jeni vyakhya lakhvi ashkya che, enu hovu ej eni vyakhya che. Oscar Wilde ni style ma, To define is to limit…;)

  Jo hai dekha, wohi dekha to kya dekha hai,
  Dekho woh jo auron ne na kabhi dekha hai.
  (Song – Tohe piya milenge,piya milenge,milenge…)

  Paas rahe, nazar na aaye, na aaye
  Paas rahe, nazar lagaye, lagaye
  Paas uske rahe khwahishein, khwahishein
  Paas usi ke to hain khwahishein, khwahishein

  Hooo usi ke liye ooo.. karo saja tum

  Aye sakhi saajan, na sakhi saajan
  Aye sakhi saajan, na sakhi saawan..

  Rockstar vakhte jem lyrics sathe ek lekh lakhyo hato evo raanjhanna na gito par pan lekh lakho yyyaarrrrr…….rare che film, rare article to jo Ranjhaana – II ma irshad kamil na lyrics ni vat na vanai gai hoy to 3 articles lakhai jay to chalseee naii????????? 😀 Atyare mara thi bau lakhai gyuu….ufff….hehe….

  Liked by 1 person

   
 34. Pinal Love Mehta

  July 3, 2013 at 5:53 PM

  ‘રાંઝણા’ જોતી વખતે થયુ કે બરોબર નથી મુવી. અનપ્રીડીટેબલ હોવાથી એક નવો ટ્વીસ્ટઆવે ને મને થાય કે આ બબુચક અહીંથી પાછો વળી જાય તો સારું. અને મારા દાંત કચવાઈ જાય… કચચ..તોયે છેક સુધી હીરો પાછળ પાછળ જાય. બસ જયે જ જાય.
  —————————————————————–
  લાગે કે આપણે બુધ્ધીશાળી, આવી રિતે પ્રેમના કરાય. પણ પાછળ વળીને જોઈએતો આપણેય આવી રીતે જ પ્રેમ કરીએ છીએને? ના કઢાય એવાં ઘેલા ક્યાંક કાઢ્યા, ના લેવાય એવા રિસ્ક લીધા, પ્રેમતો આપણનેય જોયતોતો. તોય એનીય અપેક્ષા છોડિ. આતો પ્રેમ છે થયે જ જાય…. સામી બાજુ આપણનેય નિર્વ્યાજ પ્રેમ કરનારા હોય..ધક્કો મારિને દરવાજા બંધ કરી દિધા પછી પણ એ ખુલવાની આશ જગાવીને બેસેલા હોય. જ્યારે જઈએ ત્યારે વેલકમ જેવા પાટીયા હંમેશા ઝુલતા હોય. આ તો ચકકર પ્રેમના છે. અને આપણે ચકરાવે ચડવું જ રહ્યું.

  અનિલ કપુરતો હમેંશા મારો ફેવરિટ રહ્યો છે. પણ સોનમની એકટિંગ લાજવાબ છે. ઈશ્વર લમ્હે,સાહેબ જેવી મુવિ એણે એના દિલમાં પચાઈ હશે. અને કોમ્પીટિશન એણેતો ઘરમાં જ શ્રિદેવી જોડે કરવાની ને?
  અને એઝ ઓલવેઝ આજનો આર્ટીકલ પણ લવલી. મુવીના થોડા વધુ શેડસ નજર અંદાજ થયેલા ધ્યાનમાં આવ્યા.

  Liked by 1 person

   
 35. mahesh rana

  July 3, 2013 at 6:16 PM

  good analysis i will see the picture ranzana

  Liked by 1 person

   
 36. vishal jethava

  July 3, 2013 at 7:16 PM

  આફરીન લેખ! 🙂

  હોપ સો કે રવિવાર ના લેખમાં કમ્પોઝીટરો /પ્રૂફ રીડરો સ્પેક્ટ્રોમીટર લઈને શબ્દોના સ્પેક્ટ્રમને ઓળખી કાઢે! 😛 😀

  Liked by 1 person

   
 37. Harsh Pandya

  July 3, 2013 at 7:42 PM

  અકલ કે પરદે પીછે કર દે,
  ઘૂંઘટ કે પટ ખોલ રે… 😛

  Liked by 1 person

   
 38. જીવન સંધ્યાનો ઉજાસ.

  July 3, 2013 at 9:24 PM

  તમારા હર રીવ્યુ નું મારે મન બહુ મહત્વ છે અને તે પ્રમાણે ણી દ્રષ્ટિ કેળવી ને હું તે તે ફિલ્મો જોઉં છું.આ ફિલ્મ પણ જોવી જ પડશે.

  Liked by 1 person

   
 39. Hardev Chavda

  July 3, 2013 at 9:40 PM

  Actually I was planning to gift or suggest you the book ‘Salagta Surajmukhi’ , but before
  I act, I read the mention of the same in today’s article 🙂 ( You can hardly be advised – you are always ahead.:D) Jay bhai, aekad page ‘Salagta Surajmukhi’ par pan thai jay. Please. JAY bhai, thai JAY 😀

  Like

   
 40. RAMESH LAKHANI ( Mumbai )

  July 3, 2013 at 10:06 PM

  Shu vat Che ! Film na aatla badha vakhan Karo cho to have ae jovi j padse ane pachi comment Karu to saru rehashe jay Bhai . Pan film ne Kai rite jovi ani advice mate Atyare to thank u kahu chu.

  Like

   
 41. vishal

  July 3, 2013 at 10:32 PM

  yes…jaybhai me fb par me comment kari hati tem….ranjna movie na kendra ma prem 6e.. ahi .tyag 6e , samarpitbhav 6e , pida 6e ,prayaschit pan 6e ,,,,pan ahi kundan aa badhu kare 6e kona mate ? ane sha mate ?…….joya ne pamva……na jo joya ne pamvani hot to movie 1 hour ma j puru thai jay pan……kehvay 6e k prem tadpave , pida ape….pariksha le…..ane kundan aa badhu sahe 6e….koi pan apexa vagar bas prem khatar…..prem ne mate ..bus aam karva ma ene potane pida thay pan zoya ne “sukun ” male e mate ……life na 6ella swash sudhi……e bas tena prem ni ebadat j kare 6e biju kai nahi…….

  Like

   
 42. Hardik Solanki

  July 4, 2013 at 8:18 AM

  jabardast saheb…
  waiting 4 spectrometer…
  🙂

  Like

   
 43. deepenu

  July 4, 2013 at 9:12 AM

  I have one request… You had published an article on women and in that there was a quwalli called “Abe Haya” … It was how women was created by god. I really want a copy of it. Just for my collection. Is that article on your blog? If not can you please put it in your blog?

  Waiting for your reply. Thanks and Regards

  Deepen Upadhyaya

  Like

   
 44. mihir mehta (@NihilistMe)

  July 4, 2013 at 10:28 AM

  Isn’t movie also promoting stalking ? kundan tries to kill somebody just because she has choosen him over kundan ?

  Like

   
 45. Bhavyesh Reshamwal

  July 4, 2013 at 12:38 PM

  Jay sir,u r the best…!great analysis….!perfect…!

  Like

   
 46. asma limaliya

  July 4, 2013 at 11:24 PM

  love it………..ur article…..abt rhanjnaa….. awasome………….

  Liked by 1 person

   
 47. satish koladiya

  July 5, 2013 at 2:26 PM

  For my Love ” meri ishq khumari, meri sab hosiyari , bas tum tak . tum tak .. ……… ”
  Mindbloing music & lyrics ,

  Like

   
 48. Dakshesh Parekh.

  July 5, 2013 at 4:03 PM

  100 mathi 100…. vadhu kai na lakhay aa lekh mate JAYBHAI…. U R ALWAYS GREAT…

  Like

   
 49. Chirag Panchal

  July 5, 2013 at 6:31 PM

  શું ગુજરાત સમાચાર (તા. ૫-૭-૨૦૧૩)નો તંત્રીલેખ આ લેખના પ્રતિકાર રૂપે લખાયો હશે?

  Liked by 1 person

   
 50. Heta

  July 5, 2013 at 8:48 PM

  ‘tum tak’ સાંભળીને પહેલો એ જ વિચાર આવેલો… “પ્રેમલક્ષણા ભક્તિ”… ગીતની શરૂઆતમાં જ મંજીરા અને આખા song દરમ્યાન ભજન અને સુફી સંગીતની અસર…

  Liked by 1 person

   
 51. chaitali patel

  July 6, 2013 at 9:13 PM

  amazing movie….

  Like

   
 52. Dadhania minaxi

  July 11, 2013 at 1:35 PM

  I love this film…

  Like

   
 53. Ronak Rajendra Jain

  July 13, 2013 at 7:46 PM

  superb!!!!!!

  Like

   
 54. Urjit

  July 22, 2013 at 3:31 PM

  Don’t Go Far Off

  Don’t go far off, not even for a day, because —
  because — I don’t know how to say it: a day is long
  and I will be waiting for you, as in an empty station
  when the trains are parked off somewhere else, asleep.

  Don’t leave me, even for an hour, because
  then the little drops of anguish will all run together,
  the smoke that roams looking for a home will drift
  into me, choking my lost heart.

  Oh, may your silhouette never dissolve on the beach;
  may your eyelids never flutter into the empty distance.
  Don’t leave me for a second, my dearest,

  because in that moment you’ll have gone so far
  I’ll wander mazily over all the earth, asking,
  Will you come back? Will you leave me here, dying?

  by Pablo Neruda

  Liked by 1 person

   
 55. HIREN MAKWANA

  August 10, 2013 at 5:11 PM

  પિક્ચર જેટલો જ મસ્ત રીવ્યુ ! યુ આર ઓલ્વેઝ ગ્રેટ જે વી

  Liked by 1 person

   
 56. Vasant Boricha

  August 17, 2013 at 9:15 AM

  It’s One side LOVE effect but purely 24ct.love of kundan.

  Liked by 1 person

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: