===================================
જબ ભી કશ્તી મેરી સૈલાબ મેં આતી હૈ…
મા દુઆ કરતી હુઈ ખ્વાબ મેં આતી હૈ! (મુનવ્વર રાણા)
===================================
ના આજે મધર્સ ડે નથી. આજે ૧૩ મે. બરાબર ૧૧ વર્ષ પહેલા મમ્મીને આ જ દિવસે ગુમાવેલા. અને એમાં ય સોમવાર હતો. આગલે દિવસે રવિવાર , ૧૨ મેનો ‘મધર્સ ડે’ હતો, જેમાં પેલો ” ન ભૂતો ન ભવિષ્યતિ” લેખ લખાયો. ( હજુ ગઈ કાલે એક કાર્યક્રમમાં મને મળેલા બે અલગ અલગ પરિવારોએ એ લેખ યાદ કર્યો ! ) એનું પુનરાવર્તન તો ત્યારે જ થાય કે જયારે જીવતરનું પુનરાવર્તન થાય. એ લેખે લેખક તરીકે મારી કારકિર્દી પલટાવી નાખી ! આ જે કંઈ લોકપ્રિયતા આજે દેખાય છે દુનિયાને, એની બુનિયાદ પણ એ જ. એટલે એનાથી બળીઝળીને સમય બરબાદ કરતા દોસ્તોને એટલું જ નિખાલસતાથી કહી શકું કે આ બધા તો પાસિંગ ફેઝ હોય છે એ હું બરાબર જાણું છું. ફક્ત ટેલન્ટ કે ચાન્સથી એ મળે નહિ. થોડીક હટ કે જીવાયેલી જિંદગી અને થોડાક નહિ, બહુ બધા માનાં અંતરના આશીર્વાદ પણ કદાચ જોઈએ. પણ કેવળ નકલ કે ખટપટ કર્યે રાખનારા એ ક્યાંથી લઇ આવશે ? મૃત્યુ પછી મમ્મીની એ કદાચ લાસ્ટ ગિફ્ટ હશે, એવું હું તો માનું જ છું અને આ મામલે બીજાઓની માન્યતાનો કોઈ અર્થ નથી હોતો. 😛 મમ્મીની વિદાય અને એ પછીના જીવન અંગે ટૂંકમાં આ બ્લોગ પર “દસ વરસ” ભાગ ૧-૨માં લખ્યું. પછી અટકાવી દીધું કારણ કે ઘણા સંવેદનશીલ વાચકોને એનાથી દુખ થતું હોય એવું લાગ્યું…અને અમુક અક્કલહીનો મન ફાવતા અર્થઘટનથી મિત્રભાવે વાચકો સાથે હૃદય ખોલીને કરેલી વાતને પણ વાયડાઈથી તોડતા -મરોડતા હોય એવું લાગ્યું. છતાં ય ૧૧ વરસ થઇ ગયા એટલે કદાચ સમય મળે તો ફરી લખું. આમ પણ ટૂંક સમયમાં ઇન્શાલ્લાહ આ બધું મારા એક પુસ્તકમાં પણ આવે ખરું…જોઈએ.
અત્યારે તો પપ્પામાં મમ્મી જીવે છે અને હું એમની તબિયતની ઘણી સમસ્યા ધ્યાનમાં રાખી એમની સાથે જ શક્ય એટલું જીવું છું. અચાનક મૂળ સોતાં ઉખાડયા હોય એમ અમે રાજકોટ આવી ગયા અને લાઈફમાં ઘણા ઝડપી ચેન્જ આવ્યા જે મારા સ્વભાવ મુજબ મેં તરત સ્વીકાર્યા. ૭ મહિનાથી ફર્નીચર વિના નીચે પથારી કરીને જ સુઈ જાઉં છું અને ખોખામાં પુસ્તકો વિગેરે કામ પૂરતા રાખું છું. અણધારી આર્થિક જવાબદારી વધતા ચુપચાપ કામ વધારી દેવું પડ્યું છે થોડું કારણ કે હું બીજી કોઈ રીતે કમાણી કરતો જ નથી. આ બધું અત્યારે શેર કરવાનું ય ના હોય , એમાં કોઈને રસ હોય નહિ અને વાચકની નિસ્બત લેખકના પરફોર્મન્સ સાથે જ હોય, પ્રોબ્લેમ્સ સાથે નહિ ને એમાં કશું ખોટું ય નથી. આ વખતે દિવાળીની જેમ આ વિદાયદિન પણ હવે જુના ઘરથી દુર છે. જોકે ગઈ કાલે અનાયાસ પપ્પાના ભત્રીજાના પુત્રના લગ્નપ્રસંગ નિમિત્તે હું ને પપ્પા ત્યાં થોડી વાર જઈ આવ્યા. આ પરિવર્તન મમ્મીની જ ઈચ્છા હશે એટલે એમાં કોઈ ફરિયાદ નથી. સમયે જખમ રૂઝાવી દીધા છે , ખાલીપો તો રહે. એક ખૂણો નાનકડો પણ નિરંતર ખાલી રહે, એ વિષાદ ભૂંસાય નહિ. પણ સુખદ સ્મૃતિઓ યાદ કરવાની. મેં તો આજે ય ફિલ્મ જોઈ ઇલિયાસ સાથે અને “માસીના લાડકા” શૈલેષ સગપરિયાએ ઘેર આવી ખાસ્સી મહેનતે બાસુંદી બનાવી. કુદરતી રીતે જ અનાયાસે એમની સારવારમાં ખડેપગે રહેલો ગૌરવ જસાણી પણ આજે જ સજોડે ભેટી ગયો, બહાર કોઈ આયોજન વિના. એમને લાડકા અમારા સૌથી નાના અનુમાસીના દીકરાની આજે સગાઇ પણ થઇ. દેવાન્ગીબહેન મમ્મીની સરસ છબી મઢાવી લઇ આવ્યા. એમની અદ્રશ્ય હાજરીનો આ જ અહેસાસ છે. ઘેલી અવાસ્તવિક વેવલાઈને તો હમેશા બાય બાય જ હોય. ચિરવિદાય લઇ ગયેલા સ્વજનો આપણને મોજમાં જોઇને આનંદ પામતા હશે , સતત શોકમાં જોઇને તો દુખી થઇ જાય. લાઈફ ઇસ નોર્મલ.એન્ડ ધેટ્સ નેચરલ. એટલે આજે તો આવી સરસ વ્યક્તિ આપણી સાથે હતી અને યાદોમાં હજુ ય જીવે છે – જેમના થકી અહીં સુધી પહોંચવા મળ્યુ એનું સેલિબ્રેશન !
ઓકે, ગત વર્ષે (૨૦૧૨) પણ સ્પેશ્યલ ૧૩ મે હતી. મમ્મીના ગયે ૧૦ વર્ષ પુરા થતા હતા. અને એમની “પુણ્યતારીખ” તથા મધર્સ ડે એક જ દિવસે ભેગા થતા હતા ! થયું કે કશુંક સ્પેશ્યલ લખું સ્પેકટ્રોમીટરમાં. પણ પ્રચલિત માન્યતાથી વિરુદ્ધ વિષય કે એના કથન ( subject & narration ) માં જરૂરી ના હોય ત્યાં સુધી હું લેખની સ્પેસમાં કોઈ સંદર્ભ વિના સ્વ-પ્રેમ ખાતર થવાનું ટાળતો હોઉં છું. બનેલી સત્યઘટનાઓ સાક્ષી તરીકે કોઈ મોણ વિના પીરસવામાં, મારી હાજરી જરૂરી હોય કે ખુદ પર હળવી રમુજ હોય – એવું તો આ ટોપિકમાં હતું નહિ. અને ફરીને મમ્મી પર એ ક્લાસિક લેખ જેવો જ લેખ લખીને મારે રીડરબિરાદરો તો ઠીક, મારી જાતને જ બોર નહોતી કરવી. જુનું ગમે તેટલું સરસ કે મહાન સર્જાયું હોય, એના ઓછાયામાંથી બહાર આવી નવું વિચારવું એ જ ક્રિએટિવ એડવેન્ચરની થ્રિલ !
અને આ અત્યારે આપ વાંચવા જઈ રહ્યા છો એ લેખ મિત્ર કિન્નર સાક્ષી છે એમ એક ઝબકારામાં તરત જ વિચાર આવતા લખાયો. મારે મારી મમ્મીને ટ્રીબ્યુટ આપવી હતી પણ લાઉડ થયા વિના, અને વાચકોથી બિલકુલ દૂર ગયા વિના. એમાં થયું કે મમ્મીના મારી આંખ સામે તરવરતાં વિઝ્યુઅલ્સની મોમેન્ટસ એક સળંગ સૂત્રમાં પરોવીને લખું ! એમાં એક વ્યક્તિની નહિ, પણ માતૃત્વની આખી અનુભૂતિની સર્વકાલીન છાંટ ઝીલાય અને જેમાંથી આપણા ગુજરાતી ઘરના થોડા સમય પહેલાના જીવન અને મમ્મીઓના એમાં “કી-રોલ” પણ ‘કવર’ થઇ જાય – જેથી એ મારી જ નહિ – બા, અમ્મી, મમ્મી, મોમ, મા સાથે જીવેલા – ઉછરેલા દરેક પરિવારની અને દરેક સંતાનની યુનિવર્સલ ફિલિંગ બને, છતાં ય એમાં માત્ર મારી નિકટના સ્વજનો પારખી શકે એવો હળવો સુર પર્સનલ વહેતો હોય. મારું બચપણ મેં આ લેખમાં વણી લીધું છે, સ્માર્ટલી. મને લેખમાં ગુપ્ત રીતે અમુક વાતો અદ્રશ્ય પઝલની માફક ગુંથી લેવાની આદત છે. દા-વિન્ચી સ્ટાઈલ યુ નો !સમજાય એને જ આ બીજું લેયર પકડાય ! અને આ ઝડપભેર કવિતાના લયમાં લખાયેલો લેખ પણ બહુ જ વખણાયો. ખુબ મધમીઠો લાગ્યો બધાને. અમુક મરમી સારસ્વતોને લલિતનિબંધ લાગ્યો – અને આમ પણ ૨૧મી સદીનો અવાજ અને મિજાજ ઝીલાય એવી સાહિત્યિક ક્રાંતિ પણ થવી જ જોઈએ ને ! એની વે, વિથ ધિસ રેફરન્સ રિકેપ ઓફ લાસ્ટ ઈયર્સ આર્ટિકલ. લવ મોમ્સ. હગ ધેમ એન્ડ કિસ ધેમ – ઓર યુ વિલ મિસ ધેમ વહેન ધે આર નોટ એરાઉન્ડ 🙂
હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતુ કોણ છાનો?
મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું?
મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે,
મને સુખ માટે કટુ કોણ ખાતું?
મહા હેતવાળી દયાળી જ મા તું.
લઈ છાતી સાથે બચી કોણ લેતું?
તજી તાજું ખાજું મને કોણ દેતું?
મને કોણ મીઠાં મુખે ગીત ગાતું?
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કે ખડું તો ખમા આણી વાણી,
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી,
પછી કોણ પોતતણું દૂધ પાતું?
મહા હેતવાળી દયાળી જ મા તું.
મને કોણ કે’તું પ્રભુ ભક્તિ જુક્તિ,
ટળે તાપ-પાપ, મળે જેથી મુક્તિ,
ચિત્તે રાખી ચિંતા રૂડું કોણ ચા’તું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
તથા આજ તારું હજી હેત તેવું,
જળે માછલીનું જડયું હેત તેવું,
ગણિતે ગણ્યાથી નથી તે ગણાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
અરે! એ બઘું શું ભલું જૈશ ભૂલી,
લીધી ચાકરી આકરી જે અમૂલી,
સદા દાસ થૈ વાળી આપીશ સાટું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
(દલપતરામની પ્રાચીન કવિતાના ચૂંટેલા અંશો)
* * *
મમ્મી એટલે?
શિયાળામાં હૂંફ આપતું ઊનનું સ્વેટર. ઉનાળામાં ઠંડક આપતું સાયલન્ટ એરકન્ડીશનર. ચોમાસામાં પલળવાથી બચાવતો રેઈનકોટ. ધૂઘવતા દરિયાની ભરત અને ઓટ. ઘૂળેટીના રંગ, સંકરાતની પતંગ, જન્માષ્ટમીની પૂરણપોળી, દિવાળીની રંગોળી, ઈદનો ચાંદ, ક્રિસ્મસનું ઝાડ. સોનેરી ઉષા, કેસરી સંઘ્યા. દિવસનું ચમકતું ગગન, રાતનો ખુલ્લો પવન. હોંઠો પર આવીને હાલરડું બનેલું ગીત, ચહેરા પર આવીને સંગીત બનેલું સ્મિત!
મમ્મી એટલે પાણિયારે વીંછળાતું ચોખ્ખું માટલું. ફ્રિજમાં મૂકાતો મેળવેલા દૂધનો દહીં બનાવવાનો છીબું ઢાંકેલો વાટકો. ગેસ પર લાઈટરમાંથી ઝબૂકી બ્લ્યુ ફ્લેઈમ બનતો તિખારો. થપ્પી વાળીને એકસરખા ગોઠવેલા નેપ્કીન. ફળિયામાં અથડાતી સાવરણાની સળીઓના ઘસાવાનો અવાજ. વાસણ માંજવાના પાઉડરથી પાણીની ડોલમાં બનતા મેઘધનુષી પરપોટાં. કોઠીએ ભરેલા કાંકરા વીણ્યા પછી એરંડિયાથી ચળકતા ઘઉં. કાચા રોટલા પર ઉઠેલા હાથના પંજાની છાપ. ભાખરી પર વેલણથી પડતા ખંજન જેવા ખાડા. કટકી-છૂંદાની તપેલી પર તાણીને બાંધેલું સફેદ કપડું, કપડે બાંધેલા નીતરેલા દહીંમાં ભળતો સાકર-એલચીનો ભૂકો. મુરબ્બાના ફીંડવા પર તજની બાજુમાં જ ચોંટેલો કેસરનો તાંતણો. ગરમ-ઘી ગોળવાળી સુખડીઓ માટે બાઉલમાં ફરતો તવેથો.
મમ્મી એટલે અગાસીએ સૂકવેલી વેફરની હસ્તપ્રત જેવી ડિઝાઈન. કબાટમાં મુકેલા કપડામાંથી આવતી પેલી નેપ્થાલીનની ગોળીની વિશિષ્ટ ગંધ. પૂજામાં પડેલી અગરબત્તીની સુગંધ સાથે જુગલબંધી કરતી પીત્તળની ટકોરી. તાંબાની લોટી જેવા રંગની માળાના ફરતા મણકા. સૂકા રૂને વાટ બનાવતા ઘીની સ્નિગ્ધતા. ન્હાતા ન્હાતા ચામડી પર સ્ક્રબિંગ કરવા ઘસાતું તૂટેલા નળિયાનું ગેરૂડું ઠીકરું. કાંડે ફરકતા લાલચટ્ટક પાટલા. કપાળે ચોંટાડાતા મખમલના સ્ટીકરવાળા ચાંદલા. બનાવટી મોતીના સાચાં શોભતા ઈયરિંગ પેટ પર ચોપડાતી પાણીમાં ‘ડોયેલી’ હિંગ. હળદરવાળા દૂધમાંથી નીકળતી ગરમ ઉષ્માભરી બાષ્પ. પારિજાતના વૃક્ષ પરથી ઢગલા મોઢે ખરતા સુગંધી પુષ્પ.
મમ્મી એટલે બજારમાં જમીનથી ત્રણ વેંત અઘ્ધર ચાલતી એક જાદૂઈ થેલી. જેમાંથી નીકળે કાકડી અને ફટાકડા, છાપું અને સાબુ. વીમાના પ્રિમિયમની માસિક પહોંચ. ઉંમરના થાકને લીધે ધૂંટણમાં આવતી મોચ. સફેદ થતાં વાળમાંથી આવતી રૂપેરી રોનક, ધૂઘરીવાળા પાલવમાંથી ઝીલાતી કદમોની ખનક. સમી સાંજે માળામાં પ્રવેશતા પંખીઓનો કલરવ. વહેલી સવારે નળામાંથી છૂટતાં પાણીનો ધઘૂડો. પાડોશમાં થતી પંચાત પછીની મુસ્કાન. ગોખલામાં ગોઠવેલી તસવીરોમાંથી છલકતા અરમાન. મહીનાના અંતે ચોળાયેલા રૂપિયાને ડબ્બામાં બંધ કરીને વસાતું ઢાંકણ. ફાટેલાં કપડાને સોય દોરાથી સીવી દેતું સાંધણ. કાળા આલ્બમમાં ચોંટાડેલા ધોળી કિનારવાળા ફોટા. ભીની માટીમાં ખૂંચી જતાં રંગબેરંગી લખોટા. એલ્યુમિનિયમના લંચ બોક્સની ક્લિપ બંધ કરવાનો ‘ઠક’ અવાજ. વાળનો અંબોડો વાળી ખૂણે બોરિયું ભરાવવાનો અંદાજ. પુસ્તકના પાનાઓમાં થતી લાલભૂરી અન્ડરલાઈન. બેન્કના રજીસ્ટરમાંની ચોકડી સામે થતી ઓળખાણની ગુજરાતી સાઈન.
મમ્મી એટલે લિપસ્ટિક વિનાના હોંઠે ગાલ-કપાલ પર ભરેલી ભીની બચ્ચીઓ. મમ્મી એટલે હાશ!
* * *
મમ્મી એટલે વીખરાયેલ કપડાને થતી કાળજીપૂર્વકની ગડીઓ. થાકેલા કપાળે ફરતો એક કરચલીવાળો એવો હાથ કે જેની રેખાઓના ડસ્ટરથી ટેન્શનથી ભરાયેલું બ્રેઈનબોર્ડ લૂછાતું જાય! સૂતેલા સંતાન પર ઓઢાડેલી અર્ધપારદર્શક ઓઢણીની આણ ભરીને દૂર રહેતા મચ્છરના ડંખ. વીજળીના અભાવે થતા બાફ વચ્ચે બાળકને પોઢાડવા એના હાથમાં ઝૂલતા પૂંઠાના પંખ. પડખે પોઢેલું શિશુ જાગી ન જાય, માટે ટીવી રિમોટ પરના મ્યૂટ બટન પર દબાતો અંગૂઠો. ચશ્મા ન મળે તો મેગ્નીફાઈંગ ગ્લાસના સહારે વંચાતી મેગેઝીન્સનો ખડકલો. ચોપડી પર ચડતાં પૂંઠા માટે ખૂણા કપતી કાતર. દાંતેથી ફોલેલી શેરડીની ગંડેરી કરવા ગાંઠા પર ભીંસાતી સૂડી.
મમ્મી એટલે પોતાના દીકરા-દીકરીની વગર પગારની વકીલ. એના માટે પપ્પા સામે છણકા કરતી દલીલ. મમ્મી એટલે કુટુંબના બધા ટાયરને જોડી રાખતી ચેસીસ. મમ્મી એટલે સંતાનોના ગુસ્સાનો આંચકો ખમી ખાતું સસ્પેન્શન. મમ્મી એટલે બારીમાં ઉભી ઉભી રસ્તાને તાક્યા કરતી અનંત પ્રતીક્ષા. મમ્મી એટલે બાળકના મુઠ્ઠીમાંથી ગમે તેટલા મોટા થયા પછી ન છૂટતી એક આંગળી. મમ્મી એટલે દાંત પડી ગયા પછી બોખું છતાં ય અનોખું લાગતું એક હાસ્ય, જેનાથી ભલભલા બેન્ક એકાઉન્ટનો ખાલીપો પૂરાઈ જાય છે! મમ્મી એટલે ઈમોશન ઈન મોશન. મમ્મી એટલે ફેરીટેલ્સની જાદૂઈ છડી. મમ્મી એટલે બાળકને તેડીને ભારે થઈ જતો હાથ, છતાં ય હળવું થઈ જતું હૈયુ. મમ્મી એટલે રાખ થઈએ ત્યાં સુધી હયાતીની સાખ પૂરતી કોખ અને કાખ. મમ્મી એટલે આપણા ચહેરા સાથે વણાઈ ગયેલા એના ચહેરાના અણસારા! મમ્મી એટલે અડધી રાત્રે ય આપણા કાનમાં ગૂંજતા એના અવાજમાં પોકારાતા આપણા નામના ભણકારા! મમ્મી એટલે સંજોગો સામેના મક્કમ પડકાર. મમ્મી એટલે કાળી રાતમાં ગૂંથેલા હેતના સિતારા!
મમ્મી એટલે ચૂરમાના લચપચતા લાડવાનો ગરમાવો. આપણી સાથે સાથે દુનિયાભરમાં ફરતો એક પડછાયો. બધા આંસુને ચૂસી લેતાં ‘સ્પોન્જ’ જેવો એક મમતાળુ ખોળો. કુટુંબની એક એવી વ્યકિત જેમાં કદાચ બદલાતી દુનિયા માટે એક અચરજભર્યુ ભોળપણ હોય છે, જે જવાન સંતાનને સિલી એન્ડ ફની લાગે છે. અને કુટુંબની એક એવી વ્યકિત જેની પાસે આ દુનિયાની બધી કોમ્પ્યુટર કિલકસ કામ ન કરે, ત્યારે ય કામ લાગે એવું શાણપણ પણ હોય છે! મમ્મી એટલે બાળકને સ્કૂલેથી તેડવા જતું એકિટવા. મમ્મી એટલે નાનકડાં ભૂલકાંને નવડાવી પાઉડર લગાડી પહેરાવાતા વા-વા! બાળકને કપાળે કરેલું કાજળનું ટપકું. બાળકની માંદગીમાં ગળે અટવાયેલું ડૂસકું. મમ્મી ઘોડિયાની દોરી. મમ્મી એટલે જેને કદી ન કહેવું પડે- સોરી!
મમ્મી એટલે થાકનું વિરામ. મમ્મી એટલે જીવતરનો આરામ. મમ્મીને હગ એટલે ઇશ્વરને પ્રણામ. આફતો સામે લડવાનો શ્રી-મંત્ર એટલે મમ્મીનું નામ. મમ્મી એટલે બાથી મોમ સુધીના શબ્દોનો સરવાળો, મમ્મી એટલે જેની ત્વચાનો રંગ કદીયે ન પડે કાળો! મમ્મી એટલે આપણા દુઃખોનું ફિલ્ટર. મમ્મી એટલે આપણા સુખોનું પોસ્ટર. મમ્મી એટલે આપણી ભૂલો પર ભભૂકતો ગુસ્સો. મમ્મી એટલે આપણી ગલતીઓને છાવરતો જુસ્સો. મમ્મી એટલે જે પર તોછડાઇના પ્રહાર ખમે એવી મજબૂત દીવાલ. મમ્મી એટલે જેની હાજરીમાં રડીએ તો એનું લોહી આપણા આંસુથી ખારૂં થઇ જશે એમ વિચારીને એને ફોસલાવીએ એવું સ્કર્ટ – સાડલા- જીન્સ- ગાઉનમાં વીંટાઇને ફરતું વ્હાલ!
મા એટલે ક્ષમા. મમ્મી એટલે ચુમ્મી.
* * *
મુકેશ જોશીના શબ્દો ઉધાર લઇએ તો ‘બાના ઘરમાં વેકેશન જયાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું… સુનકારને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા, બાના જીવતરની છત પરથી ઘણાં પોપડાં ખરતાં… બાએ સહુના સપનાં તેડવા , બાને કોણ તેડે? ફાટેલા સાળુડાં સાથે કંઇક નીસાસા જીવે!..એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે… બા સાવ એકલા જીવે!’ મતલબ?
મમ્મી એટલે સ્વજનોની સ્ક્રિપ બ્લ્યુ ચિપ કરવામાં રોકાઇ જતું સેન્સેટિવ ઇન્વેસ્ટમેન્ટ. મમ્મી એટલે હિમાલયની થીજેલી ટોચ પર જલતા છાવણીના તાપણા જેવો સંઘર્ષ. મમ્મી પાસે શબ્દકોશ નથી હોતો. અને ધનકોશ પણ નથી હોતો. મમ્મી એટલે એની અવેજીમાં આપણને જે શરીરના કોષ આપી દે છે તે! કયારેક મમ્મી વહેલી પસાર થઇ જાય છે, કયારેક સંતાનો મમ્મીને એકલી મૂકીને પસાર થઇ જાય છે. સિલકમાં વધે છે, મિન્ટ જેવી મમ્મી. સાથેની ખટમઘુરી, મોમેન્ટસ. મમ્મી એટલે મોમેન્ટસની પીપરમિન્ટસ, મમ્મી એટલે વેનિલા પ્લસ બ્રાઉની પર રેડાતો હોટ એન્ડ સ્વીટ ચોકલેટ સોસ. મમ્મી એટલે મેંગો મિલ્કશેઇક. મમ્મી એટલે ધાવણનો ‘નાઇસ્ક્રીમ!’
મમ્મી એટલે પી.એ.! પરમેનન્ટ એટેચમેન્ટમાંથી બની જતી પર્સનલ આસિસ્ટન્ટ! મમ્મી એટલે જેની હાજરીથી અંતર કદી ન બીએ! મમ્મી એટલે પહેલી ટીચર. મમ્મી એટલે હાર્ટ પરનું ટીઅર! મમ્મી એટલે છાતીમાં કિલકારીઓ સાચવતી સૌંદર્યમૂર્તિ. મમ્મી એટલે સ્વૈચ્છિક શરણાગતિ. મમ્મી એટલે સંતાનો વતી લેવાતો નિર્ણય નહંિ, પણ સંતાનોને શીખવાડાતો નિર્ણય. મમ્મી એટલે સચ્ચાઇ અને સ્વચ્છતાની શિખામણ. મમ્મી એટલે બચપણમાં આપણને જડતી અને જીવનભર સાથ નીભાવતી આપણી આદતો. મમ્મી એટલે વારસામાં મળતો ઘાટ જ નહીં, વરસોવરસ ઠસોઠસ ટકતી ટેવોનો વારસો. મમ્મી એટલે પરાણે કરાવાતું ‘જેજે’ નહિ, પ્યારથી કહેવાતી સંસ્કૃતિની વાર્તાઓ! ભણેલી અને સાથે જ જીંદગીના પાઠ ગણેલી મમ્મી. એટલે ચાઇલ્ડની પહેલી રેફરન્સ લાયબ્રેરિયન!
મમ્મી એટલે સંતાનોના યોગ્ય પાત્ર સાથેના પ્રેમલગ્નને તોડતી નહિ, પણ જોડતી સાંકળ. મમ્મી એટલે સંતાનોના અપરાધ સામે આડે આવતો અવરોધ. મા પ્રાઇમ હો તો છોકરા-છોકરી ક્રાઇમ તરફ કયાંથી જાય? મમ્મી એટલે લવ અનલિમિટેડ. મમ્મી એટલે ડ્રીમ્સ ડિલાઇટેડ મમ્મી એટલે મમતાનું બંધન નહીં, મમ્મી એટલે સ્નેહથી સ્વતંત્રતા. મમ્મી એટલે આઝાદી અને આબાદી માટે જવાન ઉંમરે વાંસામાં પડતો વિશ્વાસનો ધબ્બો. મમ્મી એટલે હોમવર્કના લેસનની બહાર નીકળેલો એક વેરી ગુડનો સ્ટાર. મમ્મી એટલે આપણી બકબકને શોષી લેતું સાઉન્ડપ્રૂફ વોલપેપર. મમ્મી એટલે ઉપવાસનું વ્રત. મમ્મી એટલે ધીંગામસ્તીની રમત.
મમ્મી ફિલ્મ જોવાની કંપની. મમ્મી ફર્સ્ટ ગર્લ-ફ્રેન્ડ અપની. મમ્મી એટલે ઝગડયા પછી જેના હાથની રસોઇ ખાઇ, ફરી કજીયા કરી શકાય તે. મમ્મી એટલે આપણને તમાચો માર્યા પછી પોતે રડી પડે તે. મમ્મી એટલે બળાપો, મમ્મી એટલે ઝુરાપો. મમ્મી એટલે કપડાંની સાથે મનનો મેલ નીતારી દેતો ડેરિંગ ડિર્ટજન્ટ. મમ્મી એટલે સંતાનના તોફાન પર સીસીટીવી જેવી ચાંપતી નજર રાખતી ડેશિંગ સાર્જન્ટ. મમ્મી એટલે કરકસર. મમ્મી એટલે બાળકના મન પર છવાતી કાયમી અસર. મમ્મી એટલે બચત. મમ્મી એટલે પ્રેમ બિનશરત. મમ્મી એટલે જીદ્દી સખત, મમ્મી એટલે કરૂણા સતત.
મમ્મી એટલે જેને વર્ણવવામાં શબ્દો ખૂટી જાય એવું અઢી અક્ષરનું અજવાળું. મમ્મી એટલે બચ્ચાંઓના ભવિષ્યની ચિંતામાં સૂકાઇ જતું શરીર રૂપાળું. મમ્મી એટલે પપ્પાની પ્રિય સખી. મમ્મી એટલે પપ્પાની બૂઢાપાની ‘વ્હીલ’ નહિ પણ ‘દિલ’ચેર. મમ્મી એટલે યુવાન છોકરા- છોકરી અને પ્રૌઢ પ્રવૃત્ત પિતા વચ્ચે કોલ જોડી દેતું મોબાઇલ નેટવર્ક. મમ્મી એટલે જેની વિદાય – પછી પિતાની કરચલીઓમાંથી એકલતા ટીપે ટીપે ટપકતી રહે, એ કદી ન પુરાતી માર્ક વિનાની ખાલી જગ્યા. મમ્મી એટલે જેની ઢીલી પડેલી ચામડીમાં આપણી બધી જ ભૂલો સંતાવાની જગ્યા થઇ ગઇ હોય એવી એક ગમતી ગુફા. મમ્મી એટલે આપણા મધરાતના પગલાંની જાગતી પહેરેદારી. મમ્મી એટલે આપણા શ્વાસની પહેચાન. મમ્મી એટલે મોજની ખોજમાં જીવતરનો બોજ ઉપાડી કંતાઇને ઝળી જતી કાયા. મમ્મી એટલે વાત્સલ્યના ચહેરા પાછળ છુપાઇ જતી ઉદાસીની છાયા. મમ્મી એટલે પ્રિન્ટેડ પોસ્ટલ એડ્રેસ સાથે જોડાયેલી અદ્રશ્ય માયા.
મમ્મી એટલે જેને આવું કશું જ ખાસ કહી નથી શકાતું હોતું તે. મમ્મી એટલે જેને બધા જ લાડ માટે થેન્કસ કહો તો જે મુંઝાઇ જાય તે. મમ્મી એટલે ઘરમાં લાઇટ જતી રહે પછી પણ રહેતો ઉજાસ. મમ્મી એટલે આપણી પ્રાર્થનાનું ગર્ભગૃહ.
મમ્મી એટલે જે છુટી પડે પછી એકાદી કોઇ ડાળી કે લ્હેરખીમાં ય દુનિયાના કોઇપણ ખૂણે સ્મૃતિ બની સ્પર્શતી રહે એવી અનુભૂતિ. મમ્મી એટલે સપનામાં આવતું એક ખોવાઇ ગયેલું રમકડું. મમ્મી એટલે આવતીકાલના પાયામાં ચણાઇ ગયેલી ગઇ કાલ….
મમ્મી એટલે મધર્સ ડેના બહાને દુનિયાને દેખાડી શકાતું સંવેદનનું સુખ.
મમ્મી એટલે મમ્મી.
ફાસ્ટ ફોરવર્ડ :
મોંસૂઝણૅ, ગલી-ગલીએ છાણ વીણતી બા,
મને કાયમ.
રાતનાં ખરેલાં તારાં વીણતી પરી લાગી છે.
અઢળક બળતણ વેંચી-વેંચીને,
ટાંકા-ટેભા ભરી-ભરીને.
બા એ, અકબંધ રાખી છે, અમારી મુઠ્ઠીને.
રસોડાનું એક-એક વાસણ
બની ગયું છે, અક્ષયપાત્ર.
બા નાં બરક્તી હાથે.
એક તો અરીસામાં,
’ને બીજે બસ એની આંખમાં,
જોઈ શકુ છું હું બાની આંખ.
(ઇલિયાસ શેખની કવિતાના અંશો. ગઈ કાલે ફેસબુક પર એણે આખી કવિતા સ્ટેટ્સ રૂપે મૂકી છે, એક વર્ષ પહેલા લેખમાં એના આ અંશો લીધેલા )

ત્યારે હજુ નવા નવા ટોય બનેલા કોમ્પ્યુટરનાં વેબકેમથી મમ્મીના અવસાનનાં ૪ મહિના પહેલા ઝડપેલી અહીં ઝાંખી પણ મારા મનમાં ઘાટી એવી ચંદ તસ્વીરોનું કોલાજ…
ravi oza
May 13, 2013 at 9:41 PM
aa lekh na vakhan karva mate shabd nathi.
well written jay bhai.
LikeLike
Nishith Shukla
May 13, 2013 at 9:42 PM
Nicely Written!! Happy Mothers day, Jaybhai !!!
Enjoy this song
LikeLike
ravioza101
May 13, 2013 at 9:42 PM
Reblogged this on ravi oza and commented:
Mother !!!
LikeLike
falguni jagda
May 13, 2013 at 9:46 PM
mari mummy pan ek varsh ane 4 mahina pehla gujari gaya. hu mari mom mate vaat karu toh hata em nahi pan che emj bolai jai.kadach hata em bolvu gamtu nathi. dil ma ek dard thai.hu mara hubby ne hamesha kahu ke tame tamara mom dad ne bane etli badhi j khushi aapvani try karo.nahi toh pachi jyare te nai hoi tyare bau afsos thase……..
by the way tamaro lekh as usal sunder hato.aa toh hu mara man ni vaato bija sathe share nathi kari sakti etle…..
LikeLike
bansi nathvani
May 13, 2013 at 9:54 PM
suparb, amezing, “ma te ma bija badha vagda na va”
LikeLike
laaganee
May 13, 2013 at 9:56 PM
I m speechless……..!!!!!!!!
LikeLike
Ajay Upadhyay
May 13, 2013 at 9:57 PM
super touchy as well wt an observation of small small things….
cn understnd hw much.u.miss her
lost my mom before 4 years nd still i.cnt bv she is away….always around me
LikeLike
Purvi Malkan
May 13, 2013 at 10:00 PM
જયજી “મમ્મી એટ્લે” બહુ સુંદર અને હૃદય સ્પર્શી લેખ આંખમાં તો પાણી આવી જ ગયાં સાથે સાથે મમ્મીથી દૂર હોવાનો ઘા તાજો થઈ ગયો. ક્યારેક લાગે કે પરદેશમાં વસવું એટલું સરળ નથી. પૂર્વી
________________________________
LikeLike
shethsir
May 13, 2013 at 10:05 PM
The inspired moments with the Mother is a real tribute….for all the mothers…The only difference is that we can’t express…. where as Jaybhai, you can….Thanks for sharing the personalized feelings with Public….
LikeLike
Sumitra Patel
May 13, 2013 at 10:14 PM
bahu j gamyo aa lekh…..jem jem vanchti gayi em em mari mummy mate j lakhayu hoy evu lagyu…..
LikeLike
Ashish Devre
May 13, 2013 at 10:25 PM
Tamaro e milestone lekh pan upload karo.
LikeLike
shweta
May 13, 2013 at 10:44 PM
it brings tears in my eyes!!! lovely!
LikeLike
Nainesh Parikh
May 13, 2013 at 10:48 PM
bhauj…………………………….. saras, Most touching lines “Ma ne hug aaetle ishwar ne pranam”, Ma aatle Love unlimited. Too good. Thanks for such a beautiful article.
LikeLike
rhmahant
May 13, 2013 at 10:53 PM
aankho bhini kri nakhi jaybhai…
study chalu hovathi mummythi dur rahevu pdtu hoy
aa lekhma juni bdhi j yaado ne asribhini aankhe taaji kri lidhi…
very nice article…
salute to mummy…ekdum dilse….
LikeLike
nishant
May 13, 2013 at 10:54 PM
સુપર્બ્………………. હું હોસ્ટૅલમાં રહુ છુ.તમારો લેખ વાંચી ને મે મારા મમ્મી ને રાતે પોણા અગિયારે ફોન કર્યો..મમ્મી ડરી ગઇ કે કેમ આટ્લા મોડા મે કિધુ બસ તારો અવાજ સાંભળ્વો હતો……:)
LikeLike
Milan Parekh
May 13, 2013 at 11:01 PM
Extra ordinary tribute
and
Extra ordinary creation..
The way of thought and presentation are spelbounding..
Minore habits of life
and minute expressions of care love and affection reflects here bt very few can recognised it..
You have shown microscopic view of every mother..
Great
LikeLike
ketki abhilash ghoda
May 13, 2013 at 11:05 PM
માં એટલે રણમાં મળતું પાણી ને અનુભવેલી વાણી,,,,
LikeLike
nilesh vachharajani
May 13, 2013 at 11:22 PM
Jaybhai, my dear elder bro. I’m always with u.
LikeLike
anil
May 13, 2013 at 11:25 PM
film veer zara ma shahrukh zara ni mummy ne sachu k che = mara desh ma badha chokra o keva che e mane khabar nathi, pan badhi mummy tamara jevi j che..
vahida + nargis = yr mum
LikeLike
Envy
May 14, 2013 at 12:31 AM
શુક્ર ના તારા ની જેમ સદાય ઝગમગાટ ………ઇન્શાલ્લાહ
LikeLike
mukesh bavishi
May 14, 2013 at 12:45 AM
Your Mom is very beautiful !
LikeLike
Meenal Buch
May 14, 2013 at 12:59 AM
Cosmic thoughts! Gave me goosebumps while reading!
LikeLike
Alpesh Morjaria
May 14, 2013 at 8:13 AM
superb speachless
LikeLike
hardiklovely
May 14, 2013 at 8:56 AM
જયભાઈ બાકી મોમ વિષે અદભુત વર્ણન વાહ!!!!!!!!!!! દિલ કો પે ગયા……
LikeLike
ritesh shishangiya
May 14, 2013 at 9:03 AM
I have been reading spectrometer since 1998.
I mean Myself is serial reader of ur both the articles including ur column in monday science addition too publishing just for two years in GS.
I feel u r impressed by Sir Kanti Bhatt.
U r my best ever favourite writer.
Ur Articles r always hatke.
But ur this Article is at its extrsme richness of sensitivity, Emotions
but ur above aAti
LikeLike
ritesh shishangiya
May 14, 2013 at 9:10 AM
Awesome Awesome Awesome.
Flow of Emotions throgh Heart Touching Words.
An Essay of Feelings, The Mountain of Respects for ur Mother………..
Only U Can do Jay sir.
U R So luckey coz U can explain ur feelings through “WORDS”.
LikeLike
snehal joshi
May 14, 2013 at 9:12 AM
Wow amazing!!!!!!! Jay Bhai me tamaru mummy na Lekh nu paper haji sachvine rakhyu che really! Ane ej diwas thi hu tamari fan bani gai chu.
LikeLike
Gopal Shah
May 14, 2013 at 9:54 AM
Every should seen gujarati natak “Ba Retired Thai Chee!!!!!!!!! You are crying ??? See the Acting of real mother
LikeLike
Dharmesh Vyas
May 14, 2013 at 10:04 AM
જયભાઈ, છેલ્લા ૨ વર્ષ થી મધર્સ ડે પર ના તમારા લેખ/બ્લોગ આંખો ભીની કરી દે છે… ખરેખર હમણા ઘણા સમય થી તમારા લેખ વાંચવાના મીસ કરુ છું પણ આજ ના આ લેખ ની થોડા દિવસો થી વેઈટ કરતો હતો ….
LikeLike
Dharmesh Vyas
May 14, 2013 at 10:15 AM
જયભાઈ, લેખ માટે ની કોમેન્ટ તો મેં બ્લોગ માં કરી દીધી છે, અહિયા એ કહેવુ હતું કે તમે જે સરળ રીતે “માં” વિશે લખો છો એવું આપણા ઘણા ગુજરાતી મિત્રો ને લખવું હશે, અથવા તો ડીલ માં રહેલી વાત રજુ કરવી હશે, તો આવા મિત્રો ને ધ્યાન માં લઈને મધર્સ ડે ના દિવસે એક કોન્ટેસ્ટ ચાલુ કર્યો છે જેમાં આપણા મિત્રો પોતાના શબ્દો માં કઈ પણ કહી શકશે અને પોતાનો પોતાની મમ્મી સાથે નો ફોટો મોકલી શકશે. ઉત્સાહ વધારવા પ્રથમ વિજેતા ને વોલ ક્લોક અને બીજા વિજેતા ને કોફી મગ , અને હા બંને ઇનામો માં સ્પર્ધકે મોકલેલ ફોટો બેકગ્રાઉન્ડમાં માં હશે કે જેથી વિજેતા એના મમ્મી ને ગીફ્ટ કરી શકે. વધારે વિગત http://bit.ly/10tfPw2 પર છે. અને હા!! પ્લીઝ તમે તો બિન હરીફ વિજેતા છો જ 🙂
LikeLike
Ram Thakkar
May 14, 2013 at 10:20 AM
Jay bhai me Facebook par upload karelu tamaru aartical mamy etle ma em lakhelu ( jay vasavda na blog mathi saabhar)
-RAM THAKKAR
Sent from my iPhone
LikeLike
sonal
May 14, 2013 at 10:26 AM
Fantastic lakhyu che jay ! u knw,,,haji mother’s day na j bapore kaik vastu leva jawa nu thyu,,me idhu laav mummy hu hai aavu,,,re replyed ” na dikra tare nath javu,tu kadi padi ja,,tadto b bov che,,,,,,” hu ane maro bhai RAJABABU muvi always yad karia,,,Aroona Irani was carzy and pagli mom,,,
Once,mara naani mari ghare aavyata..bapor na j a jame,atle mummy bapor na tadka ma KHAMAN (nani batrise pere che) leva jatata..me kidhu hu lai aavu,,she refused,,me dhirek thi kidhu k atla tadka ma nai ja ne mummy,,,to mathu halavi ne vaigai,,,,,jyare lai ne aavi to pasina thi reb jheb hati,,,mara nani pan samji gyata k mummy emna maate j bare gaiti,,,nani mummy ne hug kari ne rova j lagyaaa,,,,
Seriously,,LOVE ni defination mummy sivai koi pase nathi !
Happy mother’s day to u jay !
LikeLike
sapana53
May 14, 2013 at 10:29 AM
જયભાઈ ખૂબ સરસ લેખ…માં તે માં …મારી વેબ પર મારી કવિતા જરૂર વાંચશો મને ગમશે..તમારું કાર્ય હમેશા પ્રશંસનીય હોય છે
LikeLike
rajat thummar
May 14, 2013 at 10:30 AM
Amuk loko kaik gumavya pa6i j tenu mulya samje 6e nd kai gumavya pa6i j kaik bane 6e mane evu lage 6e jayu bhai..
LikeLike
Shyambhai
May 14, 2013 at 10:33 AM
super like naturally…….:)
LikeLike
Chintan Oza
May 14, 2013 at 10:48 AM
JV..ekdum mast rachyu chhe..sidhu dil thi page par utri avyu hoy am lage chhe..vanchta vanchta aankhno khuno kyare bhino thai gayo ani khabar na padi..evergreen lekh ..aaje mane aapno ek video pan yaad avi gayo jema tame mammi vishe khulla dil thi charcha kari hati…a video pan khubj saras hato..dil se txxx JV.
LikeLike
bhogi gondalia
May 14, 2013 at 11:05 AM
Excellent …એક તો અરીસામાં,
’ને બીજે બસ એની આંખમાં,
જોઈ શકુ છું હું બાની આંખ.
LikeLike
Divyesh Joshi, Rajkot.
May 14, 2013 at 11:16 AM
Dear Jay,
Tu Rajkot aavi gayo chhe (perhaps permanently) te jani anand thayo ke amaru Rajkot SAMRUDDH thai gayu. Pahela pan hatu pan e samruddhi 35 k.m. dur hati. Ofcours, tane Gondal chhodi mool mathi ukhadvanu dukh hoy te svabhavik chhe.
All the readers may not be interested in personal problems of writer but I do because I personally strongly believe that as a reader we can learn a lot from anyone’s personal life or problem and when anyone is a dynamic like you. Ane pidamathi j sarjan no prasav thay chhe.
I have always been wanted to meet you personally, share many thing with you and learn a lot but i always hesitate taking into consideration your valuable time and commitment and tight schedule. But I will definitely like to grab the opportunity when ever you give me, ofcourse at your convenience.
Moreover, I am residing at ‘AMRUT’, 42, Sankalp Siddhi Park, Air Port Road, Rajkot and my cell no. is 9824095398. You can please do contact me at anytime and for any reason. Ofcourse, you may have may friends, admires and fans in Rajkot but for anything you want help I will be glad to offer from my side.
Regards,
Divyesh.
LikeLike
RASHMIN RATHOD
May 14, 2013 at 11:39 AM
jaybhai, atyare mummy ne tamaro lekh vanchi sambhdavyo. maja avi gai. thanx a lot.
LikeLike
dev bhatia
May 14, 2013 at 12:13 PM
Sir, couldn’t resist myself from commenting. I’ve lost my mom 13 years ago. She was under TB treatment for almost 5 years and finally gave up. I miss her a lot. This article made me cry. I can understand the depth of your sorrow.
Excellent writing. Seems the words poured on the piece of paper directly from your innermost heart.
Best Wishes.
LikeLike
AMUL SHAH
May 14, 2013 at 12:51 PM
jaybhai,
simple superb, very nice meaning of mom.
LikeLike
vijay sukhadia
May 14, 2013 at 1:18 PM
Heart shoking with memory with tears
LikeLike
Keya Patel
May 14, 2013 at 1:35 PM
Love * infinite = Mom, thanks for such article.
LikeLike
રઝિયા મિર્ઝા
May 14, 2013 at 1:43 PM
મમ્મી એટલે શું…ની વ્યાખ્યા ને સુંદર શબ્દો માં પરોવી..અભિનંદન
LikeLike
chintan
May 14, 2013 at 1:46 PM
tamara shabdo ma j jay sir..” jebbat”
LikeLike
chintan
May 14, 2013 at 1:47 PM
tamara
LikeLike
chintan
May 14, 2013 at 1:49 PM
jebbat
LikeLike
dholakia kamlesh d.
May 14, 2013 at 1:50 PM
Ma… atlay Vahal Bharelo Virdo…………Ma .. atlay Madir kero Divdo. Very touchy…Jai.
LikeLike
smita
May 14, 2013 at 2:41 PM
vah , Jaybhai tame mummy ni copy n pappa ni zerox.
LikeLike
Nirali
May 14, 2013 at 2:51 PM
ક્ષણે ક્ષણે જેના અસ્તિત્વ નો અહેસાસ થાય તે મા…
એક શબ્દ જેમાં મારી સમગ્ર દુનિયા સમાયેલી છે તે છે મા
સુતા પહેલા નો આખિરી અવાજ અને ઉઠાડવા માટેનો પહેલો અવાજ… એટલે કે આજના જમાના માં ફોન… મા નો જ હોવો જોઈંએ. જયારે એવું ન થાય ત્યારે મને દિવસ અધૂરો, અકારો લાગે
પિતાની સાનિધ્ય મા માતા નો અહેસાસ થાય પણ મા ની ખોટ પૂરી કરવી એ તો દેવ માટે પણ અઘરું છે…
Thank you for sharing your wonderful thoughts
LikeLike
sanjay c sondagar
May 14, 2013 at 3:31 PM
Lovely
BEST WISHES
LikeLike
Satish Dholakia
May 14, 2013 at 6:17 PM
A DEEP SILENCE….!
LikeLike
jitendra joshi, vadodara
May 14, 2013 at 7:36 PM
‘MA’ namnu zarnu vahavyu tame ! Khub sundar KAVITA chhe aa.Mara GURUPATNI ne mara pan bhav-vandan ! saheb ni kushalata ichchhu chhu.
… char divasthi gitgunjan manu chhu. mahavir vinay mandir-junagadh na mara divaso ……vasavada saheb na classroom na sambharana, ane devada pase ishwarya ma kareli nokari ne lidhe DEVADA nu padar smaru chhu. banne ne farithi pranam!
LikeLike
Parth Veerendra
May 14, 2013 at 8:00 PM
yad che sir aa lekh aya varse tame lakhyo hato dil ni aarpaar nikli gyo hato…farithi e vachi full recap..ane ej emotional intensity sathe asar kari gyo…
LikeLike
Parth Veerendra
May 14, 2013 at 8:10 PM
“આ બધું અત્યારે શેર કરવાનું ય ના હોય , એમાં કોઈને રસ હોય નહિ અને વાચકની નિસ્બત લેખકના પરફોર્મન્સ સાથે જ હોય, પ્રોબ્લેમ્સ સાથે નહિ ને એમાં કશું ખોટું ય નથી”….yar ame tame pela yuvraj singh na kidhela tmara asmita parv na lecture ma eva fan nathi….avu na bolo yar…vachak gno..pan ame to tamne amara ane potane tmara swajan j maniye che……kevata savajno thi vishesh tmara shbdo e saharo apyo chhe..harhanmesh ….ne tamari prob jani amne swajan jevij samvedna thay chhe….salu tame avi rite judge kro to lagi ave…
LikeLike
Parth Veerendra
May 14, 2013 at 8:19 PM
ek ek vakya a lekhna to quote jeva chhe…
LikeLike
mohsinvasi
May 14, 2013 at 8:41 PM
1400 years ago when women considered as slave of men and her place is at the feet of male dominated society,Prophet Mohammed said,”Ma na pag na niche jannat chhe”
(Heaven is below the mother feet)The overnight women status gone on top from bottom.
LikeLike
urvin shah
May 14, 2013 at 8:48 PM
kai j nai jay, bus em j. ..
LikeLike
nishidh
May 14, 2013 at 9:11 PM
good. but which gujarati mummy will keep “Melvelu dudh in refrigerator for making dahi ?
LikeLike
Dhrumal
May 14, 2013 at 9:50 PM
JV, Am short of words. Bow to you..
LikeLike
RAMESH LAKHANI ( Mumbai )
May 14, 2013 at 10:39 PM
એક ઘડી ભર નો ઉજાસ, અને ખાલીપો.
કલાકો નો અંધકાર, અને ખાલીપો.
થોડો સ્વાદ, થોડો આસ્વાદ, એક મીઠો સાદ ,
અને ખાલીપો.
બે ઘડી યારો નો સાથ, અને ખાલીપો.
ઘણું બધું ભેગું થાય, ઘૂંટાય, દબાય, ભીંસાય,
પછી જે મળે એ થોડો ધૂંધવાટ અને ખાલીપો.
થોડી સફળતા ની મજા અને ખાલીપો
થોડી નિષ્ફળતા ની સજા, અને ખાલીપો
હવે કોઈ પૂછશે આ કવિતા એટલે શું?
આ રહ્યો જવાબ,
થોડા ગાંડા ઘેલા શબ્દો અને ખાલીપો…
-પ્રશમ ત્રિવેદી
LikeLike
Jayesh Soni
May 15, 2013 at 10:06 AM
As usual – સાવ બકવાસ અને ફાલતુ લેખ!
LikeLike
hirals
May 15, 2013 at 11:24 AM
આંખોમાં આંસુ, એથી વધુ કશું કહી શકાય એમ નથી. છતાં પણ કંઇક કહેવું છે.
ગયા વરસે વાંચીને પણ રડવું આવેલું. તમારી મમ્મીના ફોટા જોઇને થયું, તમે કેવી રીતે વેદના ઝીલીને મમ્મીને શબ્દોમાં વર્ણવવાની કોશિશ કરી શક્યા?
——
મને તમારી જેમ લખતા તો નથી આવડતું, પણ ગયા વરસે સુવાવડ પર મમ્મીએ મારું એટલું બધું ધ્યાન રાખ્યું એ વિચારીને વધારે આંખ ભીની થઇ ગઇ. અને આ વરસે જ્યારે હું મમ્મી છું ત્યારે હવે આ બધી વાતો હું મારી લાડલી માટે જીવીશ એ વાતે આંખ સુખદ અહેસાસથી રેલાઇ ગઇ.
—–
બાળકની દરેક અભિવ્યક્તિમાં એ માને એવી તો કેવી રીતે નીરખે છે, એવી તો કેવી કાલીઘેલી અદાઓથી આલિંગન લે છે કે કોઇ પણ ટ્રેનિંગ વિના પણ અહિં વર્ણવ્યું છે એવી મા બની જ જવાય છે.
LikeLike
zeal...
May 15, 2013 at 12:08 PM
totally speechless……..
usually people says we don’t have enough words to describe mother but after reading this………i felt that this words written by you are the only words which can describe mum…..
life no 3/4 part je potana vahalsoya dikra k dikri ne aape 6e…..evi maa ne aapda busy shedule mathi ek hour pan nthi aapi sakta……eni nani nani wishes ne viday kari aapda dreams ne pura karva ma lagi jati maa ne ek nanu gulab nu phool aapi thank you kehvanu pan yaad nthi aavtu…..duniya ni bhid ma mitro sodhta aapda man ne ghare aapdi raah joi raheli aapdi sachi mitra no khayal pan nthi aavto…….
thank you so much jv….for making every mother fill special………….
LikeLike
mahesh rana vadodara
May 15, 2013 at 6:14 PM
MA TE MA BIJA BADHA VAGADANA VA TOUCHING WITH LOTS OF EMOTION
LikeLike
niki
May 15, 2013 at 6:32 PM
oh ‘baby’… hats off to your sweet beautiful mom..wherever she is,she would be smiling look at you and this article 🙂
LikeLike
surendra rathod
May 16, 2013 at 12:01 AM
ek vaat to chokkas 6e koi kadach mane k na mane jo mom na aashirvad hoy to jeevan ni badhij samasya o gaun bani jati hoy 6e matra maa nu smaran kari ne ratre sui jao to savare te samasya nirakaran nu swarup lai tamari samaksh upasthit hashe.. te swarg ma rahi ne pan kavach puru pade 6e.. maro swa anubhav 6e… jay bhai ame pan tamara samarthak 6iye…
LikeLike
swati paun
May 16, 2013 at 9:46 PM
aa articl best 6..sir….jyare ds yr pa6o mothers day avyo to tarat j mind ma aaarticl avi gayo…….articl pahela nu lakhan pan gamyu…………..tamara mummy na blessingz alwz tamari sathe j 6…………gbu……….tc….:)
LikeLike
jayteraiya
May 17, 2013 at 4:07 PM
મમ્મી એટલે સંતાનોના ગુસ્સાનો આંચકો ખમી ખાતું સસ્પેન્શન.
LikeLike
Chhaya AR
May 17, 2013 at 10:31 PM
About your preface before the article:ARTHIK-FARTIK,JAVABDARIO-FAVABDARIO…. Words do not suit you. tamara vishal mitra-vartul ma koik millionaire,nirlep, generous, convinced about your intentions-potential hashe j. potanu badhu j financial burden ena mathe nakhi do and you spend(invest) your time only in the creative work of your choice.tamaru falak haju thodu vadhare international karo to world (with the pessage of time) can have taste of one more giant. Visionary in the making!
LikeLike
Dipika – Furthest one lone star who dares to shine!
May 17, 2013 at 10:37 PM
🙂 One of the best…..as alwayZ….;)
LikeLike
GHANSHYAMBHAI BUNHA [ SURAT ]
May 18, 2013 at 9:34 AM
શિયાળામાં હૂંફ આપતું ઊનનું સ્વેટર. ઉનાળામાં ઠંડક આપતું સાયલન્ટ એરકન્ડીશનર. ચોમાસામાં પલળવાથી બચાવતો રેઈનકોટ. ધૂઘવતા દરિયાની ભરત અને ઓટ. ઘૂળેટીના રંગ, સંકરાતની પતંગ, જન્માષ્ટમીની પૂરણપોળી, દિવાળીની રંગોળી, ઈદનો ચાંદ, ક્રિસ્મસનું ઝાડ. સોનેરી ઉષા, કેસરી સંઘ્યા. દિવસનું ચમકતું ગગન, રાતનો ખુલ્લો પવન. હોંઠો પર આવીને હાલરડું બનેલું ગીત, ચહેરા પર આવીને સંગીત બનેલું khubsaras, with ” TINY HEART “
LikeLike
Vishal Detharia
May 18, 2013 at 8:24 PM
Hello sir, I want full lyrics of a chhad ” Karne ki karse, Dar par Dhar se, Chit chet nazar se.” which Morari bapu often sings. I have tried a lot but no one could help me. So please help me if u can,
Thanks.
Your naughty student,
Vishal Detharia
LikeLike
bhumika oza
May 20, 2013 at 12:41 PM
You gives words to feelings…..
LikeLike
Atul P. Raval
May 20, 2013 at 2:44 PM
Excellent
LikeLike
bansi rajput
May 20, 2013 at 3:18 PM
Mammi aetle mammi….. Love you mom… more thn anythng…. miss u 😦
LikeLike
Hitesh Vansdadiya
May 24, 2013 at 1:31 AM
Awesome…..JV bhai
LikeLike
Samir Dholakiya
May 28, 2013 at 3:55 PM
“well said” sir
a lekh ankho bhini karva nu karan ane enu taran shodhta “vyaktio” mate chhe. jay hatkesh.
LikeLike
Punita Ladani
May 30, 2013 at 11:21 AM
Hello Jay
lekh vancine etlu j feel karyu ke mara santan mate aavi maa hu bani shakis ke jena jivanma maru pan aavu j lagni bharyu sthan hoy.
LikeLike
Minesh Patel
June 1, 2013 at 2:52 PM
Jaybhai
It’s a heart ouching article. Leave long all mothers of the world
LikeLike
urvish patel
June 9, 2013 at 9:01 PM
મમ્મી એટલે હાશ! (jaybhai atala vakya ma badhu j kahi didhu aape superb )
LikeLike
mayur d chandpa
June 13, 2013 at 1:27 PM
hu mar mama thi dur surat ma rahu chu.aa vanchi ne j ahsas thaya che . tenathi aankho ma jaljaliya aavigaya
LikeLike
પ્રા. દિનેશ પાઠક
June 17, 2013 at 7:03 AM
સરસ!
LikeLike
chandresh boghra
July 3, 2013 at 2:10 AM
khub j saras jaybhai……..i love my mom
LikeLike
newruparel
July 12, 2013 at 3:26 PM
jaybhai your face resembles her face. you are “mama” boy ! gud
LikeLike
Neeta
November 20, 2013 at 10:36 AM
Maa mane Bahu sambhale re!
LikeLike
premal shah
April 3, 2014 at 1:12 AM
અદભૂત અવરનનીય ખુબ જ હૃદય સ્પશીય – અતુલ્ય લખાન – – Love you mom.
LikeLike
Yashpal Jadeja
May 14, 2014 at 2:14 AM
સમય મળે તો આ કવિતા, જે મેં મારી મમ્મી માટે લખેલ છે એ જરૂરથી વાંચજો. http://www.yashpaljadeja.com/2010/06/blog-post_25.html
LikeLike
Bhumi
July 9, 2015 at 2:13 PM
actually i cant read whole article…
વાંચતા-વાંચતા જ રડવા લાગી હું તો !!
LikeLike
"પરવેઝ" અમદાવાદી
August 15, 2019 at 8:49 AM
માં,
એટલે,
અવનીની અનુવાદક !!!
વાત્સલ્યનું વીણાવદન !!!
LikeLike