RSS

Daily Archives: May 9, 2013

બુક્કા-બુક્કી !

bookss

પાછલી કેટલીક પોસ્ટમાં મારા કોલમના અનુસંધાને મુકતા ફોટો-વિડીયો-મ્યુઝીકની યાત્રા કર્યા પછી વેકેશન આર્ટિકલ્સની ત્રીજી કડીરૂપ આ લેખમાં માં વિગત છે વાંચવા જેવા પુસ્તકો અને વેબસાઈટ્સની. ( અને પ્રૂફની ભૂલો ય ઘણી છે :P) વધુ વિગતો આ પોસ્ટ પર નથી , લેખમાં જ છે.

આ બધા પુસ્તકો હું તો ખરીદીને વાંચું છું. જેથી સર્જકોને ટેકો મળે અને આપની મરજી-મોજ મુજબ એ ઉથલાવી શકાય. અને એના વખાણ કે ટીકા કરવામાં કોઈ મોહતાજી કે શરમ ના નડે. આમ પણ મને કોઈ બૂક ભેટ આપે અને મને ગમે તો હું એ બૂકની બીજી નકલ /લો  મેળવી-ખરીદી બીજાઓને આપતો ફરું. ફિલ્મ પુસ્તકો સંગીત સાઈટ વગેરે વખાણવા- વખોડવામાં અંતરનો અવાજ સાંભળવાનો. અને રીડરબિરાદર સિવાય કોઈની સાડીબારી રાખ્યા વિના જ શેહશરમમાં અંજાયા કે પૂર્વગ્રહથી ખીજાયા વિના જ અભિપ્રાય આપવાનો.  ઘણી વાર તો જેના પર લખું એમને ય સરપ્રાઈઝ મળે ! આજે લખ્યું એ પુસ્તકો પણ ઘેર છે જ. એ એના સબૂત રૂપે આ રહ્યો એ કલેક્શનનો ફોટો.. એમાં આ પોસ્ટના છેડે રાખેલો સરદાર પટેલવાળી વિદ્યાપીઠવાળી બૂક હાલ મારી પાસે હાજરમાં નથી પણ એ ય ખરીદવાનું તો કહેવાઈ ગયું જ છે. અને એમાં તો નામ હી કાફી હૈ , વખાણવા માટે 😉

આ વખતે વધુ લાંબીલચ વાત નહિ. સમય બચે તે આ પુસ્તકો વાંચવામાં નાખવો 😀 . હા, એમાંના અંગ્રેજી પુસ્તકો તો ક્રોસવર્ડ, લેન્ડમાર્ક, ફ્લિપકાર્ટમાં આસાનીથી મળી શકે. ગુજરાતી પણ નવભારત, આર.આર.શેઠ, ઈમેજ, ગુર્જર, ડબ્લ્યુ.બી.જી., પ્રવીણ જેવા પ્રકાશનગૃહોમાં મળી જ રહે. લાયબ્રેરીમાં ના હોય તો મંગાવી શકાય ( લેખ બતાવીને આ માટે રોફ છાંટવાની છૂટ ! 😉 ) અને એટલે જ એમના ટાઈટલ અહીં બતાવી જ દેવાયા છે. ઓળખાણ માટે .

આ વેકેશન આર્ટિકલ સિરીઝ વર્ષોથી ચાલે છે, એટલે એમાં અમુક નામો અગાઉ આવ્યા હોય અને અમુક એકદમ જાણીતા-લોકપ્રિય-આસાન કહેવાય એવા પુસ્તકો અંગે લખવાનું હું જ ટાળતો હોઉં. ઘણું ઈચ્છા છતાં રહી પણ જાય. પણ વાંચનારે એવું કંઈ ટાળ્યા વિના સમયનો શક્ય સદુપયોગ કરવો જ ! 🙂 અહીં એવા જ પુસ્તકો હું મુકું છું જે ગઈ કાલે મહેન્દ્ર મેઘાણીએ મુકેલા આલ્બેર્ટો મોરાવીયાનાં ક્વોટતણા ફેસબુક સ્ટેટ્સ મુજબ સારી રીતે “લખાયેલા” જ હોય, ફક્ત “છપાયેલા” ન હોય. એમાં ય એક રેંજ મળે વરાયટીની. ક્લાસિકથી કોન્ટેમ્પરરી! ખુદ પ્રકાશક બન્યા પછી યે મેં કદી કેવળ મારા જ પુસ્તકોના પ્રમોશન માટે ઓળઘોળ થઇ જવાનો કે સતત બ્લોગ કે અન્ય માધ્યમોમાં સ્વયમપ્રેમમાં પડી  એકધારી એની જ વાતો કર્યા કરવાનો શિરસ્તો નથી રાખ્યો કારણ કે હું ખુદ એક વાચક, એક પુસ્તકપ્રેમી પહેલા છું અને મારી નેમ મારા જ નહિ સારા પુસ્તકોનો પ્રચાર-પ્રસાર થાય એ હોય છે. મારે અન્ય વાચકોના વાંચનની ગુણવત્તા અને વૈવિધ્યનું ઘડતર કરવાનો પ્રયાસ એક હમસફર તરીકે કરવો હોય છે, જેમાં મારા જ નહિ, બાજા પણ અનેક ઉત્તમ પુસ્તકો વાંચીને એ બધા દિમાગી ખિડકીયાં ખોલતા થાય એ મને ગમે ! 😎

વેબસાઈટ્સની વિગત તો ઉપર જેની લિંક આપી એ “અનાવૃત”માં છે જ.છતાં ય આળસુના પીરો માટે

http://www.csectioncomics.com/

http://www.brainpickings.org/

http://rankaar.com/

http://mountmeghdoot.wordpress.com/

તો તમને કેવા લાગ્યા આ વખતના બારેબાર પુસ્તકો ? 🙂

2013-05-04 14.56.36

 
 
%d bloggers like this: