આજનાં આ લેખ પછી એ સ્થળોના ફર્સ્ટ હેન્ડ ફોટોગ્રાફ્સ માટે અહી આવી ચડ્યા હો તો…
વેલ, થોડા ઇન્તેઝાર કા મઝા લીજીયે !
કારણ કે, કામનું ભારણ વધુ છે ને હમણાં સમયનું રેશનિંગ ચાલે છે. એટલે જાતે પાડેલા (આજના લેખમાં પ્રિન્ટ થયેલ ફોટો પણ મારા જ ક્લિક કરેલા છે, ડાયલોગ ઇન ધ ડાર્ક સિવાયના ) હાઈ રીઝોલ્યુશન ફોટોગ્રાફ્સને બ્લોગ પર “અપલોડેબલ” બનાવવા એની સાઈઝ ઘટાડવી પડે, જે સમય મળ્યો નથી. કુલ ૬ વ્યાખ્યાનની ટ્રીપ પૂરી કરી, આ અઠવાડિયે વધુ બે છે ને વીકએન્ડમાં હવે બેન્ગાલુરુમાં પ્રવચનો કરવા જવાનું છે. એક પુસ્તકનું કામ, ઘરનું કામ, જેમતેમ કરી ઉતરી જાય એ પહેલા જોવાતી ફિલ્મો અને કોલમ સિવાય મિત્રભાવે પુરા કરવાના ૩-૪ ડેડલાઈન વાળા રાઈટીંગ એસાઈનમેન્ટસ. ઉજાગરા, થાકોડો.
પણ અહીં સુધીનો તમારો ફેરો ફોગટ નહિ જાય.
અહીં આ લિંક પર ક્લિક કરી જેના ફોટા નેચરલી ક્લિક કરવા શક્ય નથી એ ડાયલોગ ઇન ધ ડાર્કની વેબસાઈટ ખાસ નિહાળો. એમાં હોમ પેજથી આગળ ઊંડે ઉતરતા જશો એમ એના સ્લોગન મુવિંગ બિયોન્ડ સાઈટ મુજબ ઘણું જાણવા સમજવા મળશે. ફાઉન્ડરનો પરિચય, રિસર્ચ ઈત્યાદી. રસ લઈને વાંચવા જેવી પુસ્તિકા સમાન છે, પણ પહેલા અનાવૃત વાંચજો, હોં કે ! નહિ તો ટપ્પાભાઈ નહિ પડે તરત !
લેખમાં ‘ગઢને હોંકારો, કાંગરાને ખોંખારો’ એવું શીર્ષક આપવાનું હતું ત્રીજા નંબરે, પણ કુંભલગઢ જ છપાયું તો એમ સહી…પણ લેખ સાથેના ત્રણ મેં જ પડેલા ફોટો અહી જરા હાઈ રીઝોલ્યુશનમાં જોતા થાવ (એ કયા સ્થળોના છે એ તો લેખ વાંચીને ખ્યાલ આવશે !), ત્યાં થોડોક સમય ચોરી બાકીના ફોટો મુકું છું બાપલીયા. 🙂