RSS

ગોરી-ઘોડી-સૈયાં-બૈયાં :-“

08 Apr

544553_415011005255400_1926000591_n

નવા ‘ચશ્મે બદદૂર’ના બહાને જૂનાને યાદ કરવામાં આવી રહ્યું છે, એમાં સઈ (સાંઈ નહિ) પરાંજપે જેવા હૃષીકેશ મુખર્જી “ઘરાના”ના દિગ્દર્શિકા આ બહાને યાદ આવ્યા એ સારું થયું. પણ એ ૧૯૮૧ની ફિલ્મને આજે ય તાજી રાખતી એક બાબત એનું સંગીત છે. આવી ગરમીભરી મોસમની શરૂઆતમાં ગમે એટલી વાર સાંભળો તો એ કંટાળો ના આપતું “કહાં સે આયે બદરા” તો કેવું મિસમેચ લાગે 😛

પણ ફિલ્મના યેસુદાસના કંઠે અમર બધા ગીતોમાં અત્યારે સાંભળવામા રજવાડી જલસો પડે એવું ગીત આ “કાલી ઘોડી” (સહગાયિકા : હેમંતી શુક્લા..રાગ દરબારી કાનડા?  નેહલ મહેતાના જણાવ્યા મુજબ શુદ્ધ કાફી ) છે. રગોને રણઝણાવતું આ ભારતીય શાસ્ત્રીય સંગીત ભારે બનાવવાને બદલે એમાં પ્રેયસી પાછળ મુગ્ધ પ્રિયતમની બાઈકને કાલી ઘોડીના રૂપકમાં મુકવાનો ડાયરેક્ટરની હાજરીનો અહેસાસ કરાવતો રમુજી “સ્પર્શ” પણ છે.

હિન્દી ફિલ્મોમાં ઘણા સંગીતકારો “અનસંગ હીરોઝ” રહ્યા છે, એમાં આ સંગીતકાર રાજકમલ. ‘લેકિન’ અને ‘માયા મેમસાબ’ જેવી ફિલ્મો ( અને બે વગદાર બહેનો છતાં) છતાં હૃદયનાથ મંગેશકર સાંભળવા ના મળે ખાસ…તો ‘સાંવરિયા’ અને ‘મિર્ચ’ ( તથા લક્ષ્મીકાંત-પ્યારેલાલ કનેક્શન ) છતાં મોન્ટી શર્મા ક્યાંક ખોવાઈ જાય ! નિખિલ-વિનય ( ચોર ઔર ચાંદ) કે નરેશ શર્મા (મૈના) કે ભાસ્કર ચંદાવરકર (નરગીસ) ક્યાં પછીથી સાંભળવા મળ્યું ? અરે જયદેવ કે ખય્યામને કોણ સાંભળે છે ? ભારતીયતાની લાંબીપહોળીઉંચી વાતો કરનારી આપણી પ્રજાને અસલી ભારતીય ફ્લેવર માટે માન તો ઠીક ભાન પણ કદી હોતું નથી. બેક ટુ રાજકમલ. ગુલશનકુમાર વેવમાં પાછળથી એમને ‘સાઝ’ જેવી ફિલ્મોમાં તક મળી બાકી ૨૦૦૫માં મરહૂમ થયેલા આ સંગીતકારને આવી ઉમદા તર્જ બનાવવા બદલ તો લોકો યાદ રાખે એમ નથી આપણે ત્યાં, પણ બી.આર.ચોપરાની ‘મહાભારત’ના સંગીતકાર તરીકે યાદ કરે એ ય ઘણું છે !

એની વે, આ રચના તો ઠુમરીઓની માફક રોમેન્ટિક શૃંગારથી છલોછલ છે, ઇન્ટરનેટ કે કોઈ પુસ્તકમાં ય આ ગીત આખું સાચું અર્થ સહીત નથી. પણ રીડરબિરાદરના દરબારમાં અહી આ નજરાણું અર્પણ છે. પહેલા શબ્દો વાંચો..પછી એક વાર આંખ મીંચી સોન્ગાસ્વાદ કાનોથી માણો..અને પછી એનો વિનોદ નાગપાલ- દિપ્તી નવલના ભાવપ્રદર્શનથી છલોછલ વિડીયો જુઓ.. 🙂

सा नि रे सा…
सा रे गा मा पा ध नि सा
सा नि धा पा मा गा रे सा
सा नि रे सा..

सा नि रे सा
सा रे गा मा पा धा नि सा
सा नि धा पा मा गा रे सा
सा नि रे सा..

काली घोड़ी द्वार खड़ी…खड़ी रे

मूँग (લાલ પથ્થર જડેલ ઘરેણા) से मोरी माँग भारी
बरजोरी (જોર કરી) सैयाँ ले जावे
तक़ित (આશ્ચર્યચકિત થઇ જોતી રહી) भई सगरी नगरी (આખું શહેર)….ताता धा..

काली घोड़ी द्वार खड़ी…खड़ी रे

भीड़ के बीच अकेले मितवा
जंगल बीच महेक गये फुलवा
कौन ए ठगवा बैयाँ धरी
तक़ित भई सगरी नगरी….ताता धा..

बाबा के द्वारे भेजे हरकारे (ટપાલી)
अम्मा को मीठी बतियां (વાતો) समजारे
चितवन (ચિત્ત) से मोको (મને) हरी (હરણ કર્યું, છીનવી લીધી)
तक़ित भई सगरी नगरी….ताता धा..

सा गा मा धा नि
सा धा नि मा धामा गा सा
सा गा मा धा नि सा
सा निधा मा गा सा
नि सा गा मा धा नि
नि धा मा गा सा नि
सा रे सा गा मा सा
मा धा नि सा गा मा
मा धा नि सा रे सा
मा धा नि सा रे सा

काली घोड़ी पे गोरा सैयाँ चमके
सैयाँ चमके
चमक चमक चमके
काली घोड़ी पे गोरा सैयाँ चमके
कजरारे (કાજળ જેવા કાળા) मेखा में बीजूरी (વીજળી) दमके
सुध बुध बिसर गयी हमरी
बरजोरी सैयाँ ले जावे
तक़ित भई सगरी नगरी….ताता धा…

काली घोड़ी दौड़ पड़ी

लाज (શરમ) चुनरिया उड़ उड़ जावे
अंग अंग की रंग रचाए (અંગે અંગ મળી- એકબીજામાં ગુથાઈને )
उनके कंधे लट बिखरी

काली घोड़ी दौड़ पड़ी

તો પિયુ-પિયાની ખટ્ટીમીઠી નોંકઝોંકમાં વહેવા લાગો મિતવા…

 
 

24 responses to “ગોરી-ઘોડી-સૈયાં-બૈયાં :-“

 1. Siddharth Chhaya

  April 8, 2013 at 10:46 PM

  આ ઉપરાંત “કહાં સે આયે બદરા’ પણ એટલું જ સુંદર અને મીઠું ગીત છે આ ફિલ્મ નું 🙂

  Like

   
  • jay vasavada JV

   April 8, 2013 at 10:49 PM

   એ પહેલો ફકરો વાંચો તો ખરા !

   Like

    
   • jigisha dhamecha(halvad)surendra nagar

    April 9, 2013 at 10:21 AM

    bahu saras anand avi gayo lekh vachi ne

    Like

     
 2. Paresh Makani

  April 8, 2013 at 10:55 PM

  Agree. But new movie also good to see
  Sent from BlackBerry® on Airtel

  Like

   
 3. shahrameshv

  April 8, 2013 at 11:01 PM

  Just 2 days before heard all Yesudas songs…. What a sweet voice! Perfect voice for hrishida and sai movies! Suits on Amol palekar, vinod mahera(swami dada), Nasir (sunayana….), Arun Gohil, Sachin ….. Jalso padi gayo sir!

  Like

   
 4. parind dholakia

  April 8, 2013 at 11:03 PM

  Rajesh roshan pan ava j sangeetkar che je matra ritik ane rakesh roshan na j rahi gaya ! teni dhuno pan long lasting che.

  Like

   
 5. jaypal

  April 9, 2013 at 12:54 AM

  very true about unsung heroes you mentioned !
  would like to add arun paudwal , amar-utpal
  katha movie nu “kaun aaya” geet pan mast che.

  Like

   
 6. Nehal Mehta

  April 9, 2013 at 6:26 AM

  Kaali ghodi dwaar khadi is apparently in pure Kaafi raag and not Darbari kanada.

  Like

   
  • jay vasavada JV

   April 9, 2013 at 10:22 AM

   prshanrth mukelo etle j..have sudhari dau tamari raag ange ni samaj par na sanman ne lidhe 🙂

   Like

    
 7. Samir

  April 9, 2013 at 8:30 AM

  કહાં સે આયે બદરા અને કાલી ઘોડી મારા ઓલટાઇમ ફેવરીટમાં આવે છે.અને યસુદાસના તમામ ગીતો પણ.

  Like

   
 8. Prempriya

  April 9, 2013 at 11:28 AM

  આટલું સુંદર અને મારું મનગમતું ગીત અર્થ સાથે પ્રસ્તુત કરવા માટે આપને ધન્યવાદ….

  આ ગીતના કેટલાંક શબ્દો મને ક્યારેય સમજાયા ન હતાં જેમ કે “मूँग (લાલ પથ્થર જડેલ ઘરેણા) से मोरी माँग भारी”

  કદી એવો વિચાર જ આવ્યો ન હતો કે “મૂંગ” એ મંગળનો નંગ, લાલ પથ્થરના અર્થમાં હોઈ શકે….આભાર

  Like

   
 9. Atul Rawal

  April 9, 2013 at 1:45 PM

  It was a wonderful ..,

  Like

   
 10. Linkin Park Forever

  April 9, 2013 at 4:38 PM

  Jay Bhai can you please post your “Gujarat Samachar” article from Sunaday Spectrometer “સ્ત્રી : અજગરની આંખ, પતંગિયાની પાંખ” on blog…?? I really like that article. Please…>> 😀

  Like

   
 11. bharat chandarana

  April 9, 2013 at 4:51 PM

  thanks jaybhai have aava songs kya bane che?

  Like

   
 12. Alpesh

  April 9, 2013 at 5:47 PM

  Superb! Thanks for sharing Jaybhai…..

  Like

   
 13. pravinshastri

  April 9, 2013 at 7:25 PM

  There is no comparison between this and kahase aayi badaraa.

  Like

   
 14. priynikeeworld

  April 9, 2013 at 7:37 PM

  ek chatur nar karke singar … e y mast chhe ,aana jevu j..taan ma avi jaiye evu….Dipti Naval is true beauty . simple and sweet .

  Like

   
 15. Suresh j vagadiya ,Artist, Architect, Valuer. Dowser ( free service to locate exect pn point

  April 9, 2013 at 8:01 PM

  Jay Vasavda., i am happy to receive your mail,YOU are great poet,,reader,art lover,i wish you all the best in you future life.By age i am 74, but by heart i am only 24,

  Like

   
 16. Suresh j vagadiya ,Artist, Architect, Valuer. Dowser ( free service to locate exect point for underground water point for BORE WELL, WELL, ETC.t

  April 9, 2013 at 8:07 PM

  jAI BHAI i am really happy to view you interst in ART, poems, Essay..i wish you all the best in your coming years.
  BY age i am 74 but by heart i am 24.Still i am student in my life.

  Like

   
 17. હર્ષદ પટેલ

  April 10, 2013 at 2:14 AM

  ભારતીયતાની લાંબીપહોળીઉંચી વાતો કરનારી આપણી પ્રજાને અસલી ભારતીય ફ્લેવર માટે માન તો ઠીક ભાન પણ કદી હોતું નથી……..

  જય વસાવડા તમને જયારે હોય ત્યારે ભારતીયતાની વાતો કરવા વાળા પર ચીડ કેમ છે કેમ કે તેઓ તમારી બધી વાતો સ્વીકારવા તૈયાર નથી હોતા એટલે કે પછી ગાંડા ફોલોવર નથી હોતા એટલે? અને તમને જ બધી વાત ની સમજ પડે છે તેવો ઠેકો લઇ રાખેલો છે તમે?

  અને ભાઈ તમને થોડી કળા માં સમજ પડે છે એટલે તમેં તો ભારતીય હોવા પર ગૌરવ કરવા વાળા લોકોને ગાળો બોલવા લાગી ગયા છો?

  Like

   
  • jay vasavada JV

   April 10, 2013 at 3:18 AM

   હાસ્તો. તમને સમજ પડતી હોત તો આવી બકવાસ કોમેન્ટ થોડી કરત ? 😉

   Like

    
   • anil gohil, amdavad

    May 10, 2013 at 3:17 PM

    jay bhai ane harshad bhai,
    su kam tamara banne no ane amara badhano TIME ane aa page par aatli jagya vedfo chho ?

    Like

     
 18. Manish V Gohil

  April 13, 2013 at 10:05 AM

  Nice Jay Bhai….shastria sangeet man ne shata ape j chhe.Tamara Bold vicharo mane game chhe.

  Like

   
 19. Jayesh Marwadi

  April 16, 2013 at 3:33 PM

  sahebji khub maja aawi;;;gamyu

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: