RSS

રાજકોટનું આત્મવિલોપન : કુછ ક્વેશ્ચન્સ….

04 Apr

“રાજકોટમાં દર બીજો ભાજપી કાર્યકર જમીન-મકાનનું કરી શહેરનું કરી નાખતો હોય છે…”
“હરામની કમાણી વિના શ્રીરામને પણ રાજકોટમાં જમીન લેવી અઘરી પડી જાય, એવો ખોટો અને અસામાન્ય ભાવવધારો છે…”

આ બેઉ ક્વોટ જે-તે સમયે મારી કોલમમાં છપાયેલા આર્ટીકલના છે. અહી એટલે મુક્યા કે આ પોસ્ટ કોઈ કોર્પોરેશનના બચાવને ધ્યાનમાં રાખી લખવામાં નથી આવી એની ખાતરી થાય. પણ આ જરૂર નેશન ખાતર લખવામાં આવી છે. રીડરબિરાદર રાજીવ એ. જોશીએ ધ્યાન ખેંચ્યું, કે તમે કશુંક લખો અને આ બ્લોગ ઉપવાસ છૂટ્યો 😛

રાજકોટનો આત્મવિલોપનનો આ બનાવ આમ તો લોકલ છે, ( વિગતો અહીં  વાંચી શકાશે) પણ પેલા અનામત માટે બળી ગયેલા રાજીવ ગોસ્વામી ( ૧૯૮૬ ૧૯૯૦ )  માફક કેટલાક નેશનલ લેવલના પ્રશ્નાર્થ જન્માવી શકે છે. ગરીબ નેપાળી પરિવારની એકસાથે પાંચ વ્યક્તિ, ઘર ડીમોલીશનના ડરથી સરાજાહેર ઓફિસમાં સળગે અને એમના ત્રણ મૃત્યુ પામે – જેમના નાના બાળકો નિરાધાર બને..એ ઘટના એટલી કરુણ અને અરેરાટીભરી છે કે દુઃખ અને સહાનુભૂતિ થયા વિના રહે જ નહિ. પણ આંસુભરી આખો ધૂંધળું જોતી હોય છે. એટલે જરા સ્પષ્ટતાથી જોવા માટે એ લુછવા પડે.

લેખક નહિ, એક અદના રાજકોટપ્રેમી નાગરિક તરીકે કેટલાક સવાલ થાય જ…

(૧) રસ્તા, સોસાયટી, સરકારી મિલકત, ખાલી પ્લોટ વિગેરે પરથી દબાણ હટાવવું એ તો કોઈ પણ કોર્પોરેશનની પ્રાથમિક ફરજમા આવે. સોસાયટીની પણ એ પાયાની જરૂરીયાત અને અન્ય રહેવાસી સભ્યોનો હક્ક ગણાય.  વચ્ચે રાજકોટમાં રીંગ રોડ પરથી જોખમી ગાયો હટાવવા માટેની કામગીરી કરવા જનાર પોલીસ સહિતની ટીમ પર ઘાતક પથ્થરમારો થયો. અંતે એ કામગીરી થઇ જ નહિ. રખડતી ગાયો-કૂતરાનો આ શાંતિ-સલામતી માટે એવોર્ડવિનર શહેરમાં કેવો ત્રાસ છે , એ ગાડીમાં ફરતા પદાધિકારીઓને નહિ સમજાય. અને પ્રજા આવા મુદ્દે કદી આત્મવિલોપન તો શું મજબૂત આંદોલન પણ નહિ કરે. કારણ કે , અહી માંગણી પોતાના સ્વાર્થ માટે કરવાની બધાને આદત છે. સુધારા માટે નહિ. ભ્રષ્ટાચાર-શિથીલતા તો ભારતમાં સર્વવ્યાપી છે, પણ જે થોડુંઘણું કામ થાય એ પણ કોઈકની લાગણી દુભાય કે મીડિયામાં ચકચાર જાગે માટે નહિ કરવાનું ?

(૨) જે નેપાળી પરિવાર હતો એ અખબારી અહેવાલો મુજબ આગલી પેઢી યાને ૩૫ વર્ષથી સોસાયટીના કોમન પ્લોટ પર ગેરકાયદે કબજો કરીને બેઠેલો હતો. હવે એને સોસાયટી દ્વારા ખાલી કરાવવાની વાત આવે તો એમાં મૂળ વાંક કોનો ? યાદ રહે, એક જમાનામાં ભાડુઆતને અમર્યાદ સુરક્ષા આપતા અન્યાયી કાયદા અને ધીમા ન્યાયતંત્રને લીધે જ મુંબઈથી સૌરાષ્ટ્ર સુધી લોકલ લુખ્ખાથી મેગા માફિયા સુધીની પ્રવૃત્તિને બળ મળ્યું હતું. લોકો પોતાની મિલકત ખાલી કરાવવા મજબુરીથી જોરૂકા શખ્સોને પૈસા આપતા અને એ જંજાળમાં ફસાતા. જે ખુદ કાનૂનભંગ કરે એને પોતાના પક્ષે ન્યાયની દુહાઈ માંગવાનો હક કેટલો ? કાલ ઉઠીને કોઈ ત્રાસવાદીના સ્નેહી કોર્ટમાં આત્મવિલોપન કરે તો શું એનાથી જસ્ટીસ પ્રોસેસને પીસ પ્રોસેસમાં ફેરવવાની ? અને રાજકીય આફતથી બચવા રાહતના નામે લોકોના ટેક્સના પૈસા માનવતાને કાનૂનભંગ કરનાર પાછળ બેફામ વેડફવાના ? તો પછી આ દેશમાં અંગત હિતોની ઉપરવટ કાનૂનપાલનની શિસ્ત ક્યાંથી આવે ?

(૩)  રજનીશે ગાંધીજીના સંદર્ભે સરસ વાત કરેલી કે કોઈની સામે છરી લઈને ઉભા રહી પોતાની વાત પરાણે મનાવવી એ જેમ બ્લેકમેઈલિંગ કે ગુનો છે. એમ સતત ઉપવાસના નામે આત્મવિલોપનની ધમકી આપી પોતાની વાત ધરાર મનાવવા આગ્રહ કરવો એ ય બ્લેકમેઈલિંગ કે ગુનો જ છે ! એકમાં બીજાનો જાન લઇ પરાણે વાત મનાવવાની છે બીજામાં પોતાનો જ જાન દઈ પરાણે પોતાનું ધાર્યું જ કરાવવાનું છે. સરવાળે બેઉ કિસ્સામાં ન્યાય કે સત્ય નહિ પણ દબાણ અને ધમકી જ જીતે છે. દેશી ભાષામાં આને ત્રાગું કહેવાય. પરાણે પ્રીત કરવા માટે ધરાર પ્રેમી-પ્રેમિકાઓ બીજાના ચહેરા પર ફેંકાતી તેજાબની બોટલ કે ખુદનું કાંડું કાપતી બ્લેડનો સહારો લે એવું. આપણો ઘેટાંચાલ અને કડવા વાસ્તવને બદલે પુરાતન પલાયનના કેફી ઘેનમાં મદમસ્ત સમાજ તો ઘણી વાર અક્કલથી નહિ, પણ ટીવીની નકલથી નિર્ણયો લે છે. પ્રિન્સ બોરમાં પડે કે આખું ટોળું હોહો કરતુ પ્રાર્થના કરે , પણ ખુલ્લા બોર બંધ ના જ થાય. એવું દિલ્હી ગેન્ગરેપમાં પણ બન્યું. ટૂંકમાં, અહીં ગરીબ – લાચાર- અસહાય હોવાના નામે કાનૂની ન્યાયપ્રક્રિયા કે ધારાધોરણ મુજબની કાર્યવાહીમાંથી છટકવા આત્મવિલોપનના નામે બંધ કે બસ સળગાવવી ( આવી દરેક ઘટનામાં કોઈ રાજકીયપક્ષના નેતાના નહિ, આપણા જ ગજવા હળવા થાય છે. ગરીબો ટેક્સ ભરતા નથી. અમીરો બચાવે છે. મધ્યમવર્ગના પૈસે સરકારો ચાલે છે) કે ઘટનાને ફલાણી જ્ઞાતિ કે કોમનો રંગ આપવો એ ય પારોઠના પગલા છે, શિક્ષિત કહેવાતા સમાજના! તમે અનુશાસનનું પાલન ના કરો એટલે શું આત્મવિલોપનનો હક મળે છે ? અને જીવ રેડવો જ હોય તો કોઈ કાયમી સુધારાના દેશહિત માટે ફના થાવ ને. અંગત સ્વાર્થ માટે ? તો શું મહાસત્તા બનવાના ખ્વાબ જોતા ભારતમાં કદી માનવતાના નામે , લાગણીઓના નામે જાહેર શિસ્ત કે દબાણ હટાવની કાયમી ઝુંબેશ કરવાની જ નહિ ? નગરો આયોજન વિનાના અવ્યવસ્થિત જ રહેવા દેવાના ? ભાડૂતો જ કબજેદાર અને ઘરધણી લાચાર ? ખૈરનાર જેવા જીવતર હોમી દે પણ મુંબઈના ફેરિયા આગામી પેઢીનું કલ્યાણ કરે એવું ?

(૪) કોર્પોરેશનો આપને ત્યાં ભાજપ કે કોંગ્રેસના બધા જ મોટે ભાગે ખોટે રસ્તે ચાલે છે. રાજકોટમાં પોલીટીકલ શેલ્ટર મેળવતા જમીન માફિયાઓના મવાલી રખડુ રોટલિયાઓ વારંવાર ગમે ત્યાં ઉધમ મચાવે છે. સંસ્કાર અને સંસ્કૃતિની વાતોના વડા તળનારા મોટે ભાગે તો એમાં સામેલ હોય છે , લાભાર્થી હોય છે કે પછી આવા આવારાઓ સરાજાહેર ઉધમ મચાવતા હોય ત્યારે ખામોશ હોય છે. થીએટરમાં ૫૦૦ પ્રેક્ષક બેઠા હોય પણ એક વાયડો ગુંડો મોબાઈલ પર જોરજોરથી વાત કરે તો કોઈ એને કંઈ કહેતું નથી એવી તો નમાલી જનતા છે. બધા જુગાડ કરનારા અને ખુદનો ઈગો ઘવાય એટલા પુરતી જ ચીસાચીસ કરનારા છે. એમાં ભાગ્યે જ કશા પ્રજાલક્ષી કામો થાય છે. રાજકોટ શહેરમાં જરૂરી સ્કાયવોક કે ફ્લાયઓવર પ્રજા ખાતર નહિ પણ કોઈ ધાર્મિક સંસ્થા, રાજકીય મોટાભા કે જમીનના શાહ્સોદાગારોના ઈશારે કરવા કે અટકાવવામાં આવે છે. ટ્રાફિકનો ટેરર રોજ સહન કરવાનો આવે છે. નાગરિકની હકની ફરિયાદ કોઈને યાદ રહેતી નથી. આત્મવિલોપન જેવો મોટો કોલાહલ ના થાય ત્યાં સુધી નીમ્ભર તંત્ર પોતાના ઉલ્લુ સીધા કરવામાં વ્યસ્તમસ્ત હોય છે. અમુક જૂથનો ખાલી પ્લોટ પર ઢોરઢાંખર કે દાદાગીરીથી કબજો જમાવવાનો ઉઘાડેછોગ ગૃહઉદ્યોગ ચાલે છે. જમીન છૂટી કરાવવાના કે પાર્કિંગથી પાર્ક સુધીની જરૂરી સ્પેસ પર દબાણ કરાવવાના તાસીરા રોજના છે. બગીચામાં બેઠેલા પ્રેમી પંખીડા જેવા સોફ્ટ ટાર્ગેટ પર જનતા રેઇડ કરનારાઓ અને એને બિરદાવવાવાળાઓ આવા અસલી ન્યુસન્સ સામે મૂંગામન્તર છે. કોઈ એકલદોકલ ચડ જ બેટા શૂળી પર કરતો નીકળે પછી સમસમીને ઘરભેગો થઇ જાય છે. તો વર્ષો સુધી જાણી જોઇને ટલ્લે ચડતી ફાઈલો અને કોર્ટની પ્રોસેસ વચ્ચે ખરેખર કાયમી ધોરણે સમગ્ર શહેરમાંથી ખોટેખોટા ઈમોશનલ અત્યાચાર વચ્ચે લઇ આવ્યા વિનાની દબાણ હટાવ ઝુંબેશ કયારે થશે ? જેમાં લાગ જોઈ સેટિંગ કરનાર અધિકારી કે કોર્પોરેટરને પણ હટવું પડે ? દબાણ કરનારા સાથે એ થવા દેનારની જવાબદારી અને સજા પણ ફિક્સ થાય એ જરૂરી નથી ? નહિ તો ફરી દબાણ થશે . ફરી નિર્દોષ માસૂમો રઝળશે . ખાનદાન બિલ્ડર્સ પણ જોરતલબીની આબોહવામાં ચુપ છે. રાજકોટની આવક અને સગવડના પ્રમાણમાં જમીનના ભાવ આસમાની છે. કોના પાપે ? એમને સજા કરાવવા શું આત્મવિલોપન કરાવવાના ? ગરીબોને રહેવા મકાન આપો તો એ એના સોદા કરી ઝુંપડામાં પાછા આવી જાય છે ! એ અટકાવવાની જવાબદારી કોની ? અને આવી લુચ્ચાઈ કરનારા ગરીબો આવાસ મેળવવાને બદલે વધુ વળતર  કમાવાનો ક્રાઈમ કરે એને માનવતાના નામે છાવરવાનો હોય ?

(૫) સ્ટ્રેસ, અલ્પજ્ઞાન, દંભી આદર્શો, આભાસી રાષ્ટ્રવાદ/સમાજવાદ,જન્મજાત મૂર્ખાઈ, ગુમાન , ઝનૂન, અંધશ્રદ્ધા  આવા અનેક કારણોસર આમ આદમી આપણે ત્યાં દિવસે દિવસે સાયકો થતો જાય છે. ખુદને સાંભળી નથી શકતો. સમજ વગરનો સમાજ એક ઘેલું ટોળું બનતો જાય છે. આ ખતરાની ઘંટી છે, નાની વાતમાં લોકોને પર્સનલ લાગી આવે છે. કટ્ટરવાદી જીદ્દી થઇ જાય છે. વાયોલન્ટ અને તોફાની બને છે. મનોરોગીઓ અને મનોવિકૃતો વધતા જાય છે, જેમની ખુદની લાઈફ ડિપ્રેશન કે ફ્રસ્ટ્રેશનથી ખદબદે છે. કોઈ વાંચન કે મનનની ટેવ નથી લાંબીપહોળી સમજ કે વિવેક નથી. અધુરી કે સાવ ખોટી ગેરસમજણથી મગજ ઠસોઠસ છે. પોતાને ન્યાય શિખવાડનાર કે દંડ કરનારને જપોતાની ભૂલ જોવાને બદલે વળતા રાક્ષસ ઠેરવવાના એના મનોવલણ એને ખુદને ખબર ના પડે તેમ વધે છે. મનની અંદર મૂંઝવણ અને ભયનો આથો સડતો કોહવાતો જાય છે. જેમ વચ્ચે ‘સ્કાયફોલ’નો ડાયલોગ ટાંકી મેં મહિનાઓ પહેલા લખેલું એમ વર્લ્ડ ઈઝ મુવિંગ ઇન શેડોઝ. સાચી વાત સમજવી કે કેળવવી નથી, ફક્ત પોતાનો જ સ્વાર્થ જોવાની પશુવૃત્તિ છે.  બાકી, આ આત્મવિલોપન કંઈ ન્યાય મેળવવાની ઢીલથી કંટાળીને ફરિયાદની ચીસરૂપે થયું નથી. ઘર ગુમાવવાની જેમને બીક હોય, એને લીધે નિર્દોષ નાનકડા સંતાનોનું શું થશે એની ફિકર હોય – એ શું ઘર કરતા કિમતી એવો જાન આપી દે ? જેમને બેઘર ના જોઈ શકે એવા સંતાનોને શું કાયમી અનાથ બનાવી દે? કોઈ અદ્રશ્ય ઉશ્કેરણી અને / અથવા વાસ્તવિકતાનો અંદાજ ના મેળવી શકતા ધુમ્મસિયા નબળા મન સિવાય આ શક્ય નથી. દિવસે દિવસે માનસિક રીતે બીમાર બનતા જતા આવા ઇન્સાનો બીજા તો ઠીક એમના ખુદના માટે ય જોખમી છે, એ સત્ય કયારે અને કોણ સમજશે ? મોટી મોટી ધાર્મિક કે રાજકીય વાતોને બદલે આપણે વાસ્તવવાદી અને પરિવર્તનશીલ ક્યારે બનીશું ? સમાજમા આવા ઓછી અધુરી સમજણવાળા ય લોકોનું અસ્તિત્વ હંમેશાથી છે જ- એમાં કોઈ સરકાર કે ગુરુ કે તંત્ર કે સેવક કે ચિંતક કે અધિકારી ખાસ કશું ના કરી શકે- સિવાય કે ખેદથી પીડા અનુભવે એ ક્યારે સમજીશું ?


ફરી વાર, મૃતકોને સદગતિ અને એમના પરિવારને શાંતિ મળે એની પ્રાર્થના. કાશ, રાજકોટમાં કોર્પોરેશનમા બેઠેલા જમીન ખાઈ જતા મગરમચ્છો હવે જે ભૂલકાં છે, એમને ભણાવવાની વ્યવસ્થા કરે. અને હવેથી તંત્ર હિમ્મત કરી, સ્વાર્થ છોડી કડક, સર્વગ્રાહી, નો ફિઅર, નો ફેવર પ્રકારની તળિયાઝાટક દબાણ હટાવ ઝુંબેશ કરી શહેરને ખરા અર્થમાં રોયલ અને રંગીલું બનાવે. શહેરો બંધ કરવાને બદલે કોંગ્રેસ-ભાજપ પોતાના બંધ દિમાગો ખોલે.

 
91 Comments

Posted by on April 4, 2013 in gujarat, india

 

91 responses to “રાજકોટનું આત્મવિલોપન : કુછ ક્વેશ્ચન્સ….

 1. Saeed

  April 4, 2013 at 9:40 PM

  excellent analysis….

  Like

   
 2. Nishith

  April 4, 2013 at 9:43 PM

  Very well said Jaybhai. Whatever you said is bitter truth.

  Like

   
 3. હિમ્મતાસ્ય

  April 4, 2013 at 9:47 PM

  ખુબ અસરકારક વાત લખી..
  રાજકારનિઓની અને મિડિયાની ખોટી દોરવણીને લીધે….લોકો સાચી પરિસ્થિતિ ને સમજી નથી શકતા…

  Like

   
 4. Envy

  April 4, 2013 at 9:48 PM

  જયભાઈ, તમે સાચું જ કહ્યું કે રાજકોટ માં જમીન હડપવાનો મફત ગૃહ ઉદ્યોગ ચાલે છે અને એની સાથે સાથે સમાંતર રીતે ખિસ્સા ખાલી કરાવવાનો પણ ગૃહ ઉદ્યોગ ચાલે છે

  મુંબઈ માં ભાઈલોગ નો આ જ ધંધો હતો – છે, આજે પણ

  આવું તમારા જેવું સત્ય લખવાની જરૂરિયાત બીજા કોઈને નહિ દેખાય (એક કીન્ન્રરભાઈ ને બાદ કરતા)

  Like

   
 5. Diya Shah

  April 4, 2013 at 9:51 PM

  1)આ આત્મહત્યા કરવી એ પણ એક રોગ જ છે
  સહાનુભુતિ મેળવવા માટે નો રોગ,,,,, બિચારો જમીન માલિક આત્મહત્યા કરી ના શકે અને એને રડવાનો જ વારો આવે
  2)જાણી જોઈ ને મરનાર સામે મને કોઈ સહાનુભુતિ નથી
  કોઈ ને ન્યાય ના જ મળતો હોય કે કોઈ ખોટી કનડગત હોય અને એ નિરાશા ના કારણે આપઘાત કરે એની દયા આવે
  બાકી આપઘાત કરવાવાળા મોટાભાગે કાયર જ હોય
  આ લોકો કરતા તો આપણા જેવા લોકો વધુ સંઘર્ષ કરતા હોય
  પતિ પત્ની બંને સંઘર્ષ કરીએ , તોય મકાન ના હપ્તા ચડેલા હોય , સગા વહાલાઓ ની લોન ના દેવા ઉભા હોય , સામાજિક વહેવાર માં પહોચી ના વળાય , છોકરા ને સારી મોંઘી શાળા માં ભણવા ના મોકલાય આ બધા સંઘર્ષ કરી ને પણ આપણે સુખી ની વ્યાખ્યા માં આવીએ અને આ દબાણ વાળા ને મફત ની જગ્યા ખાલી કરવાની આવી એમાં પણ તકલીફ બોલો
  3) રાજનેતાઓ જેમની ફરજ છે કે જનતા ને સાચું સમજાવે અને કાયદા ના પાલન કરવા માટે સમજાવે એની જગ્યા એ આ ટુચ્ચા અને લુચ્ચ્ચા નેતાઓ કોઈ પણ પરિસ્થિતિ નો ગેરલાભ કેમ ઉઠાવવો એ જ વિચારતા હોય છે

  Like

   
 6. miteshpathak

  April 4, 2013 at 10:01 PM

  સચોટ અને ડંકાની ચોટ ઉપર.

  Like

   
 7. kalsariyaamit

  April 4, 2013 at 10:13 PM

  જય સર…
  સાવ સાચી વાત છે… કે અંગત સ્વાર્થ ના લીધે.. આવા બનાવો વારંવાર થતા જય છે… ને કઈ સમજ્યા કે જાણ્યા વગર ખોટી સહાનુભુતિ ના સુર માં ઘેટા નો ગાડરિયો પ્રવાહ પબ્લિક પ્રોપટી ને આગચંપી કરે છે…

  Like

   
 8. yagn3sh

  April 4, 2013 at 10:21 PM

  You are right sir! The tragedy of this beautiful world is its full with people below common intelligenc line which made this world horrible.

  Like

   
  • jay vasavada JV

   April 4, 2013 at 10:25 PM

   thats the most imp. point out of all. exactly !

   Like

    
   • chaitanya shukla

    April 5, 2013 at 11:04 AM

    excellent

    Like

     
  • jigisha79

   April 5, 2013 at 5:10 PM

   …this wil happen na ..wen intelligent ppl won’t produce kids.. this is bound to happen. jaysir.. pls think abt this . 🙂 u knw i heard of one incidence ..some foreigner said this to swami sachchidanandji either a foreigner told him or he wrote .. that if such learned, intelligent and thinkers will follow brahmcharya then how this country will get a real good generation .. !! 🙂

   Like

    
 9. Dr Pravin Sedani

  April 4, 2013 at 10:28 PM

  Shbda shah mara j… vicharo raju karya tame Jaybhai..Aabhar..

  Like

   
 10. tapan shah

  April 4, 2013 at 10:29 PM

  સંપૂર્ણ સહમત , આ બનાવને બિલકુલ પ્રમાણિક તોલ્યો છે.

  Like

   
 11. Dr Rahul Gondaliya

  April 4, 2013 at 10:31 PM

  absolutely right…!

  Like

   
 12. Harsh Pandya

  April 4, 2013 at 10:39 PM

  “નાની વાતમાં લોકોને પર્સનલ લાગી આવે છે.”

  > અને પછી મોટા સત્તાધારી લોકોને પડખે રાખીને ધાર્યું કરાવી લીધા પછી, Partiality ની બુમરાણ મચાવે છે…

  Like

   
 13. Maulik Joshi

  April 4, 2013 at 10:40 PM

  my god…….v.good. touchy …direct from heart to mouth via hand….public showing your action…..God showing your Intention……..Sir…………….Hats off……….

  Like

   
 14. swati paun

  April 4, 2013 at 10:46 PM

  10000000%true……………sahero ban karva ne badle band dimag khole………..hmmm….

  Like

   
 15. bhavesh

  April 4, 2013 at 10:56 PM

  corpo. thoduk kadak thai ne historical place shashtri medan ane railway jn. ni bahar nu dabaan hataave to rajkot khara arthma rangilu kahevashe.

  Like

   
 16. Dhanvant Parmar

  April 4, 2013 at 11:00 PM

  રજનીશ પોતાના પ્રવચનોમાં ભારત ના સમાજ માટે એમનો ટ્રેડમાર્ક શબ્દ ‘ રુગ્ણ'(બીમાર) વાપરતા જે બરાબર બંદ બેસતો. આટલા વર્ષો પછી પણ પરિસ્થતિ સુધરવા ને બદલે વધુ ને વધુ બગડતી જાય છે. કોઇ વ્યક્તિ/પરિવાર દબાણ હટાવવા જેવી સાર્વજનિક હિત ની બાબતે, એ પણ પોતે કાનુનભંગ કર્યો હોય ત્યારે, પોતાના બાળકો અનાથ થશે તેના કરતા વધુ મકાન ની ચિંતા માં આત્મવિલોપન કરે તેને બિમાર માનસિકતા નહી તો બીજુ શું કહેવાય!
  દિવસે ને દિવસે આપણે વધુ ‘સાયકો’ સમાજ બનતા જઇએ છીએ. જે ખરેખર ગંભીર વિષય છે.
  Thanks for the thought provoking questions..
  Great analysis as always.

  Like

   
  • nirlep - qatar

   April 5, 2013 at 10:22 PM

   sachi vaat…!!!

   Like

    
 17. want to b best citizen

  April 4, 2013 at 11:11 PM

  Film:Yashwant — Muze pata he k me ANDHO k shahar me AAYNA becha raha hu…..Lekin isko kabhi n kbhi to apni aakhe jarur kholni hogi….
  ……JV ur this article is same as Nana in Yashwant….

  Varvi vastavikta…..same lavi didhi……aaje nai to kale aakho khulse j…….kholvi j padse……So bad incident in rajkot & more thn this …worst situation in allovr The country of Maafiya…….

  Like

   
 18. Parth Mehta

  April 4, 2013 at 11:27 PM

  very well analysis! As always!! There is a stark difference in your personal views and the line that your Newspaper Gujarat Samachar Takes. GS totally take it as anti-Establishment and in bold letters criticizing Modi Govt(?). Even on their News Channel GS TV they telecast this story throughout the Day!.That’s why you are my favorite! Own thinking, without any bias!

  Like

   
 19. malay

  April 4, 2013 at 11:32 PM

  Samaj ni sathe media pan aeni responsibiity nibhave to mel pade…koi 1 political figure ne badnam karva aakha gujarat ne karan vagar ushkervathi ultimately public nuj nuksan che…

  Like

   
 20. Ramesh Narendrarai Desai

  April 4, 2013 at 11:45 PM

  On hearing rather reading the news, my gut feeling was that the authorities are not to blame in this case. thanks for confirming the same. my respect for you as an impartial commentator has gone up a notch.

  Like

   
 21. Krutesh

  April 4, 2013 at 11:52 PM

  RMC is giving componsation of Rs 5 lakhs to family. Tommorow . They are encouraging people to break law. Dont feel surprised if family of afsal guru demand compensation and our government award the same

  Like

   
 22. chirag

  April 4, 2013 at 11:53 PM

  Not Only Bjp Member but Congress member is bigger than bjp member behind this issue.

  Like

   
 23. Sid

  April 5, 2013 at 12:18 AM

  Perfect Analysis………

  Like

   
 24. amitjivani

  April 5, 2013 at 12:26 AM

  100% Correct… Jaybhai

  Like

   
 25. hardikhant

  April 5, 2013 at 1:03 AM

  very good analysis……
  love couple mate rajkot ma janta raid pde 6e jyare potana hak mate koi ne ladvanu gamtu nathi its really true in this situation……

  Like

   
 26. Rajiv A Joshi

  April 5, 2013 at 1:32 AM

  Thanks Jaybhai…

  Like

   
 27. Sanatkumar Dave

  April 5, 2013 at 1:41 AM

  DEAR JAY VASAVADA….
  VERY TRUE N SACHHOT NEERUPAAN KARTO ARTICLE…
  MUNICIPAL COMMISSIONERO KNA TAU VECHAYI GAYA HOYE CHE YA “WASTED INTEREST” DHARAVE CHE…NE TEO PAAN SARKARI NOKARO SO RETIREMENT YA RETRENCHMENT/SUSPENSION NO BHAYA….SAVAL AKHI PRAKRIYA NE BADAL VANO CHHE…..PAYAMATHI J KAYADA NE MAAN NE PALAN…GANE TEVO “CHAMARBANDHI KEM NATHI”…AAPVU J ….
  AASHA CHE AAVNAAR PEDHI ZAROOR KANK KARSHE J..DAREK NI EK “MARYADA..HAAD “…
  GBU JSK JMJ
  SANAKUMAR DAVE

  Like

   
 28. dinesh

  April 5, 2013 at 7:55 AM

  no congress no BJP only check civilian matters common rights to us ?
  follow nagrik dharma !

  Like

   
 29. pravin jagani,palanpur

  April 5, 2013 at 8:05 AM

  લાગે છે કે આપણે લાગણી અને સંવેદના ના હોર્મોન્સ ગુમાવી બેઠા છીએ એક પરિસ્થિતિ ની કલ્પના કરો કે તમે જે ઘર માં ૩૫ વર્ષ થી રહો છો એ ઘર ની કિંમત કોઈ કારણસર વધે છે અને પછી તમારા ઉપર આ ઘર ખાલી કરવા રોજ કોઈ ને કોઈ પ્રકારનું મેન્ટલ ટોર્ચરિંગ થાય છે તો શું તમે તમારી નોર્મલ લાઈફ જીવી શકે?એક વ્યક્તિ આત્મવિલોપન કરે તો કદાચ એની માનસિક સ્થિતિ પર શંકા જાય પણ એક સાથે પાંચ વ્યક્તિઓ પોતાને જલાવે ત્યારે શું એ બધા માનસિક બીમાર હતા,અને હા આપના પ્રધાનમંત્રી ના દાવેદાર એવા મુખ્યમંત્રી આ ઘટના વિષે બે શબ્દ પણ સંવેદનાના ના બોલી શકે?રેપ કેસ ને ચગાવતું નેશનલ મીડિયા આ મામલે આટલી ચુપ કેમ છે?

  Like

   
  • Unmesh Patel

   April 5, 2013 at 11:42 AM

   Absolutely true.My dear,nt only CM but nt a single BJP leaders have paid homage.

   Like

    
  • Hitesh

   April 8, 2013 at 12:49 AM

   ૩૫ વર્ષ થયા ગેરકાદેસર રહેતા હતા તેમ્ને મલેલુ ઘર પણ વહેચી નાખ્યુ હતુ તેનુ શુ ?

   Like

    
 30. CHETAN BHATT

  April 5, 2013 at 8:19 AM

  રાજકીય લાભ ખાટવા માત્રના હેતુસર લાખ રુપિયાના ચેક લઈને દોડી જનારા રાજકીય પાત્રો દેશની મોટી કુ-સેવા કરી રહ્યા હોય તેવું નથી લાગતું? ચોરી ઉપર સિનાજોરી શબ્દ કદાચ વધુ ઉગ્ર લાગશે, પરંતુ આપની એ વાત સો-ટચ ની છે કે આવી રીતે સભ્યસમાજ ક્યાં સુધી ચુપ રહી શકે છે અને સહન કરી શકે છે તે અગત્યનું છે. જાહેર હિતની બાબત (આપે મંડ્લ કમિશને ને યાદ કર્યુ તેમ) સિવાય કોઇ વ્યક્તિ, પરિવાર કે પક્ષ આ રીતે બ્લેકમેઇલિંગ કરે તે ચલાવી લઈશુ તો આપણી મહા-સતા બનવાની વાત સ્વપ્ન થી વધુ કંઈ નહિ બની રહે. સોચ બદ્લો એ ભારતવાસીઓ !!

  Like

   
 31. mahesh rana vadodara

  April 5, 2013 at 8:36 AM

  VERY TRUE AND UNBIASED ANALYSIS MAY THEIR SOUL REST IN PEACE

  Like

   
 32. bharat chandarana

  April 5, 2013 at 9:02 AM

  right analysis.

  Like

   
 33. Ashokbuddha Lathi

  April 5, 2013 at 9:17 AM

  હાલના કિસ્સા માં રેન્ટ એક્ટ લાગુ પડે છે . નેપાળી ચોકીદાર આ જગ્યાનો
  ગેરકાયદેસર કબજો ધરાવતો નહોતો .તેને સોસાયટી એ જે કબજો આપેલો
  હતો એ કાયદા મુજબનો હતો જેના માટે કબજો મળવાનો સોસાયટીએ નામદાર
  કોર્ટ માં દાવો કરવાનો થાય પરંતુ સોસાયટી એ લાંબી કાનૂની પ્રક્રિયામાં ઉતરવાને
  બદલે “જે પાણીએ મગ બફાતા હોઈ ઈ પાણીએ બાફી લેવા “મુજબ ગેર (ઘેર)-કાયદેસર
  પ્રવૃત્તિ નો આશરો લીધો જે યોગ્ય નથી .આ ફક્ત મેં મારી લાગણી દર્શાવેલ છે ,બાકી ની
  કોઈ પણ ચર્ચા માં મને બિલકુલ રસ નથી એમ લાગતા વળગતા એ વિશેષ નોધ લેવી

  Like

   
 34. Maulesh Patel

  April 5, 2013 at 9:46 AM

  જયભાઈ

  ખુબ જ તટસ્થ મૂલ્યાંકન કર્યું છે…..

  આવી બાબતોમાં લોકો હૈસો હૈસો કરીને કુદી પડે છે….સાચા ખોટા નો વિચાર કર્યા વગર જ…..

  સરસ……

  Like

   
 35. chavda babubhai

  April 5, 2013 at 9:51 AM

  જયભાઇ, આપના દ્વારા વારંવાર સત્ય નિર્ભય રીતે કહેવામા આવે છેએમ આ દુખદ ઘટના અંગે આપની લાગણી વ્યક્ત થઇ. ધન્યવાદ.
  મહિલા, આદિવાસી અને દલીતોની ઉપેક્ષા કરીએ તો કોઇ દેશ (કે રાજ્ય) ની પ્રગતી થઇ શકે નહી એ આ લોકો કેમ ભૂલી જાય છે. છેલ્લા કેટ્લાક વર્ષોથી દ્લીતો, પીડીતોની ઉપેક્ષા અને અન્યાય ગુજરાતમા વધ્યા છે અને એના છાશવારે દાખલા સામે આવે છે. આ બાબત મુખ્યમંત્રીશ્રી ને વિનમ્ર જાણ. તેઓશ્રીની શુધ્ધતા મા વિક્ષેપ પાડનારી બાબત તેઓ સત્વરે ધ્યાનમા લે તેવી વિનતી.

  Like

   
 36. Vaidya Dhirendra Joshi

  April 5, 2013 at 9:59 AM

  જય ભાઈ તમારી પોસ્ટ સાચી છે .
  રાજકારણી ઓં પોત પોતાના રોટલા શેકવામાં જ વ્યસ્ત રહે છે . આત્મ વિલોપન કારો એ ચોકીદારી તો કરી પણ સાથે સાથે જે જમીન ની ચોકી કરતા હતા તે જ જમીન પચાવી પાડવાનો કારસો પણ કર્યો . ખોટું કરીને દાદાગીરી કરી છે . રાજ કારની ઓં એ પોતાના સ્વાર્થ સાધવાનું છોડી તંત્ર સારું ચાલે તેવા પ્રયત્ન કરવા જોઈએ . હવે પ્રજા એ જ જાગવાની જરૂર છે .

  Like

   
 37. just comment

  April 5, 2013 at 10:02 AM

  પ્રિન્સ બોરમાં પડે કે આખું ટોળું હોહો કરતુ પ્રાર્થના કરે , પણ ખુલ્લા બોર બંધ ના જ થાય. એવું દિલ્હી ગેન્ગરેપમાં પણ બન્યું.

  Like

   
 38. BSV

  April 5, 2013 at 10:14 AM

  Kathiawad had a tradition of self demolitions and a few casts had almost monopoly! And again if they die, the ‘Pap’ was to the ruler! In this case too, it looks somebody instigate these Nepalis to gave a threat and get the things done but unfortunately for Nepalis, rules of ‘Gau Brhmna Pratipalak’ Kings are over…..RIP

  Like

   
 39. Paresh Kapadiya

  April 5, 2013 at 10:44 AM

  બળે કોઈ ,દાજે બીજો .

  Like

   
 40. vandana

  April 5, 2013 at 11:04 AM

  જેમની ખુદની લાઈફ ડિપ્રેશન કે ફ્રસ્ટ્રેશનથી ખદબદે છે. કોઈ વાંચન કે મનનની ટેવ નથી લાંબીપહોળી સમજ કે વિવેક નથી. અધુરી કે સાવ ખોટી ગેરસમજણથી મગજ ઠસોઠસ છે. પોતાને ન્યાય શિખવાડનાર કે દંડ કરનારને જપોતાની ભૂલ જોવાને બદલે વળતા રાક્ષસ ઠેરવવાના એના મનોવલણ એને ખુદને ખબર ના પડે તેમ વધે છે—–ts start from small family to nation

  Like

   
 41. chaitanya shukla

  April 5, 2013 at 11:06 AM

  just excellent…..

  Like

   
 42. Nilesh Pandya

  April 5, 2013 at 11:19 AM

  well said jv. so much anger and so much passion for the country. the more i read, the more i feel the pain in such writing, as i am also the same like you. but after seeing all this reality, i must say that if we combine sins of our last one lack birth’s, then only we can get birth in india. i write this for not any disrespect to india, but due to the love i had for india.

  Like

   
 43. Parshotam Shiyal

  April 5, 2013 at 11:23 AM

  ખુબ સરસ પણ કડવી વાત્સ્ત્વિકતા,,

  જયભાઈ હજી ગઈકાલે આ બનાવ ના અનુસંધાન માં આ ચચા અમે office માં આ જ એન્ગલ થી કરતા હતા અને આજે તમારો લેખ…
  અને આપડી કમનસીબી જોવ કે મિડિયા થી માંડી વિરોધપક્ષ પોતાના રોટલા શેકે છે પણ કોઈના માં ” સચ કા સાથ ” દેવાની હિંમત નથી… અને આવા બનાવ થી અને એના પછીના રામાયણ થી હવે તો આ ” સબ ભૂમિ ગોપાલ કિ” માનનારા વધુ જોર થી ફાટ્યા ફર છે અને પગલા ભરનાર અધિકારી પણ પગલા ભરતા બે વાર વિચાર છે….

  Like

   
 44. Himanshu

  April 5, 2013 at 11:35 AM

  Very well written

  Like

   
 45. jenny

  April 5, 2013 at 11:38 AM

  Photos were taken … lots of people around….. securities would be der…… how they could not be saved?……municipal corporation ma fire extinguisher pan nahota shun?

  Like

   
 46. Unmesh Patel

  April 5, 2013 at 11:46 AM

  True analysis but still I feel RMC role less exposed in ur article.First two quotes are real facts.

  Like

   
 47. પરીક્ષિત ભટ્ટ

  April 5, 2013 at 12:03 PM

  સાવ નગ્ન સત્ય…સંપૂર્ણ સહમત…કોર્પોરેશન અધિકારીઓ અને કોર્પોરેટર્સ કાંધિયાઓ છે;જમીન માફિયાઓના.મિલીભગત ચાલે છે ઉઘાડી લૂંટમાં. પણ, આવા આત્મવિલોપનો પણ ગેરકાનૂની જ છે, બચી ગયેલાઓને સજા જ અપાય. એકબાજુ મોટા માથાઓ સેટીંગ કરીને ગેરકાનૂની સોદાઓ પાર પાડે છે, અને બીજી બાજુ-આવા ‘ગરીબો(!!!)’ પણ વર્ષોથી રહેતા હોવાના ઓઠા તળે ગેરકાયદે જમીન/જગ્યા પર કબ્જો જમાવે છે,અને એને હઠાવો(જે કાનૂનન છે) તો આવા ‘તાયફા’ કરે છે…શી ખબર?;આમાંય પણ પડદા પાછળ કોઈ ‘મોટા માંથાઓ’ જ હોય!!!!!

  Like

   
 48. હરનેશ સોલંકી

  April 5, 2013 at 12:19 PM

  જયભાઇ… આપનું વિશ્‍લેષણ સાચું છે… પણ મારા અંગત ખ્‍યાલ પ્રમાણે કયારેક એવું લાગે છે કે જે નિયમો છે તે સામાન્‍ય જનતાએ પાળવાના અને હકકો છે એ રાજકિય પક્ષોના ઠેકેદારોએ ભોગવવાના… અને તેમાંથી જ આ બધી ગડમથલ…શરુ થતી હોય તેમ લાગે છે..સામાન્‍ય જનતા ઉપર રોફ છાંટતા આ જ કોર્પોરેશનના અધિકારીઓ કોઇ રાજકીય યા ઔદૃયોગીક જુથના નેતા પાસે તાતાથૈયા કરવા લાગે છે.. એક વખત બ્રિટનના પ્રિન્‍સને રોંગ સાઇડમાં વાહન ચાલતા સ્‍થાનિક પોલીસે પકડયા ત્‍યારે તેમણે કોઇ રોફ જમાવવાને બદલે નિયત દંડ ભરી દીધો… એક આમ નાગરીક ની જેમ… આજે આપણે ત્‍યા કોઇ પણ પાર્ટીનો નેતા આવું કરી શકશે ??? સો વાતનો સવાલ એક જ છે શા માટે નિયમ પાલન દરેક માટે સમાન નહીં ???

  Like

   
 49. Dr Kirti Chudasama

  April 5, 2013 at 1:01 PM

  Very right massage for society and politicians too. I requet you to publish in ur column of Guj samachar so, elderly and who r not netsavy also can read it

  Like

   
  • nirlep - qatar

   April 5, 2013 at 10:27 PM

   i second yr view

   Like

    
  • Prakash M jain

   April 9, 2013 at 9:23 AM

   Agreed

   Like

    
 50. jigisha79

  April 5, 2013 at 2:26 PM

  mark CC to rajkot corp .. agreed.

  Like

   
 51. Dr daxa shah

  April 5, 2013 at 3:07 PM

  You are absolutely right jay bhai, SUICIDE is not a solution of any matter.

  Like

   
 52. Kamini Sanghavi

  April 5, 2013 at 3:07 PM

  Agreed. quite right.    Regards Kamini Sanghavi  writer-journalist  (freelancer)  surat phone no. 09427139563

  ________________________________

  Like

   
 53. Amit Patel

  April 5, 2013 at 3:40 PM

  રાજકોટની આવક અને સગવડના પ્રમાણમાં જમીનના ભાવ આસમાની છે. કોના પાપે ?

  Mr Jay Each city of Gujarat state are in this situation now a days.

  Like

   
  • nirlep - qatar

   April 5, 2013 at 10:51 PM

   રાજકોટની આવક અને સગવડના પ્રમાણમાં જમીનના ભાવ આસમાની છે. as JV has rightly said…tht’s the point

   Like

    
 54. jagdip vyas

  April 5, 2013 at 3:48 PM

  Poor (mentally) people!!!! God bless their souls. How anyone can do this for home or land? Life is much more valuable even if you are poor (financially).

  Like

   
 55. thakerramesh4

  April 5, 2013 at 4:03 PM

  સરસ ન્યુટ્રલ મંતવ્ય ….

  Like

   
 56. Linkin Park Forever

  April 5, 2013 at 4:36 PM

  Very analytic & honest article Jay Bhai…

  Jay Bhai can you please post your “Gujarat Samachar” article from Sunaday Spectrometer “સ્ત્રી : અજગરની આંખ, પતંગિયાની પાંખ” on blog…?? I really like that article. Please…>> 😀

  Like

   
 57. amulsshahAMULSHAH

  April 5, 2013 at 4:52 PM

  VERY WELL SAID JAIBHAI,
  SOME ONE HAS TO RAIS VOICE AGAINST ILLEGAL OCCUPANTS..
  NO TRUST ON POLITICAL LEADERS

  EVEN MODI IS SO SILENT ??? WHAT TO SAY ?

  Like

   
 58. mansukh chheda

  April 5, 2013 at 5:10 PM

  sid bhai you have given true voice to the middle class people.No doubt it was very bad from the humanitarian point of view,but that does not allow someone to encroach upon someone else`s property.The people who are finding fault with the govt.should introspect first whether they will allow someone to allow and stay on their land if he threatens to commit suicide?And the people, govt.,courts have got their priorities all wrong.We know that the courts allow poor hawkers to stay put on the roads as a humanitarian gesture,but does anyone think about the “AAM AADMI”who have to walk on the roads instead of walking on the footpaths ,which are encroached upon by the hawkers.What about the rights of the pedestrians ?arent they citizens?we see many bottle necks on the roads of mumbai (or any big city)where a lot of properties stand out like a sore thumb disturbing the free flow of traffic and causing nuisance to the common man,just because some court has stayed the municipals order to demolish the stucture for road aligning and that too for 15 to 20 years .Cant the courts take up the matter on a daily basis and make the municipality as well as the affected people have a dialogue and ask them to come to a settlement within a fix time frame ,say 1 or 2 months.should these encroachers get any sympathy when the courts rule in the favour of public(govt.agency) and they threaten suicide? And the govt too on their part should implement all these rules without any bias instead of sheilding the properties of the politicians and bigwigs and demolishing the properties of the common people.
  Anyway your analysis is really spot on and should make people realise they should not always find fault with the authorities.

  Like

   
 59. GHANSHYAMBHAI BUNHA [ SURAT ]

  April 5, 2013 at 5:10 PM

  dhanyavaad, don’t want 2 wright anything, artical on SANJAY DUTT’s sentence N …..this 1 [ VICHARDHARAMA AAMUL PARIVARTAN ]

  Like

   
 60. Satish Dholakia

  April 5, 2013 at 5:19 PM

  સાચું અને તટસ્થ પૃથ્થકરણ….વન્સ અગૈન યુ રોઝ ટુ ઓકેઝન…!

  Like

   
 61. piyush jani

  April 5, 2013 at 5:54 PM

  sir absolutely right this type of blackmailing will stop the progress of our”gujarat” and “india” .now this nepalis will be the role model of the blackmailers…plz god should give our government strength and wisedom to this blackmailers…thnx for this superb article….

  Like

   
 62. kalpesh mehta

  April 5, 2013 at 5:59 PM

  સરસ ન્યુટ્રલ મંતવ્ય ….

  Like

   
 63. Ajay Vanjani

  April 5, 2013 at 6:03 PM

  Very Much Effective Post Jaybhai…
  I think you have covered all the aspects regarding this incident..

  Like

   
 64. suhanilife

  April 5, 2013 at 6:13 PM

  apna samaj ma amuk loko j eva che, k jene magi ne khau n masjide suvu, n vdi tema potano hak ganvano.
  this is nothing but pure EMBM

  Like

   
 65. Chintan Oza

  April 5, 2013 at 6:25 PM

  Perfect and very true analysis JV.

  Like

   
 66. Jignesh Rathod

  April 5, 2013 at 6:49 PM

  super-duper, JV is in his original form.,. .

  બધા જુગાડ કરનારા અને ખુદનો ઈગો ઘવાય એટલા પુરતી જ ચીસાચીસ કરનારા છે.

  perfect reflection.

  its nice to see u with such perspective.

  Like

   
 67. mitul

  April 5, 2013 at 7:44 PM

  jo government udyogpatine mafat ma jamin aapiti hoy je karodo rupiya kamava mate teno use karva na 6e to pa6i samany manas ke jeni pase kai nathi teni jamin devama vandho su 6e. hu tamari vat sathe thodo samat 6u pan aa vat pan vicharva jevi to 6e j jay bhai thodu vicharjo\

  Like

   
 68. HARSHAD BHIMANI

  April 5, 2013 at 8:04 PM

  Good Jai bhai VVVVVery EEEEExcellent……

  Like

   
 69. priynikeeworld

  April 5, 2013 at 11:10 PM

  વિશ્વકર્મા પરિવારે કરેલું દબાણ ને એમનો જાત ને જલાવી દેવાનો ક્રૂર પ્રસંગ ઘણા ય ને ઇમોશનલ અત્યાચાર લાગ્યો હશે . પણ અલ્ટીમેટ વસ્તુ છે કે સૌ કેટલી સંવેદનશીલતા ગુમાવી રહ્યા છે ,એક અમથો અંગારો ય શરીર ને અડી જાય તો ચીસ પડી જાય છે ને આખેઆખા માણસો સળગી જાય ત્યારે મોતનો મલાજો જાળવવા ખોટી સહાનુભુતિ બતાવી ને સાચુ -ખોટું ,કાયદા -ગેરકાયદાનું વિશ્લેષણ થાય છે .
  થવું જોઈએ … જ્યાં 35000 (પાત્રીસ હજાર) ગેરકાયદે બાંધકામ હોય(કમર્શિયલ ,રેસીડેન્ટ ..બધું ય ) ત્યાં સાત કરોડ રૂપિયાના પ્લોટ પર એક ચોકીદારના બચ્ચા 35 વર્ષથી દબાણ કરે તો કાયદા એ કામ લેવું જ જોઈએ . ..
  મ્યુંનસીપાલ કમિશનર અજય ભાડું પહેલા કહે છે , ”વી આર સોરી,અમને જે થયું એનું દુખ છે ‘ અને પછી સર પલટી મારે છે કે , ”આ તો છોટુનગર સોસાયટીનો ઇન્ટરનલ ઇસ્યુ હતો ‘
  હવે પ્રશ્ન એ છે કે આ છોટુનગર સોસાયટીનો ઇસ્યુ હતો તો કોર્પોરેશન કેમ વચ્ચે આવ્યું ??
  નેપાળી પરિવારનું લાઈટ અને પાણી કનેક્શન છેલ્લા એક વર્ષથી કાપી નાખવામાં આવ્યું હતું . અને ગૌરી જે બચી ગઈ છે એ કહે છે , ”આ ઘટના બાદ અમે હોસ્પિટલથી ઘરે આવ્યા અને જોયું તો રાજકોટ મ્યુંન્સીપાલ કોર્પોરેશને પાણીનું કનેક્શન જોડી દીધું હતું અને વીજળી કનેક્શન માટે ય માણસો આવ્યા હતા પણ હવે અમારે એ ન જોઈએ .”
  કોર્પોરેશન હોય કે આ જર -જમીનના ઝઘડા …કોનો વાંક હતો ,શું હતું ,શું થયું એના કરતા વધુ મહત્વની બાબત છે કે ત્રણ લોકોએ એમનો જીવ ક્રૂર રીતે, તડપતા ગુમાવ્યો છે , તે માટે તેઓ ખુદ અને આ સીસ્ટમ ..બધા જ જવાબદાર છે .
  કોઈ પણ તેઓને રોકી ન શક્યું ,બચાવી ન શક્યું એ જ માનવતાની સૌથી મોટી હાર છે . ઈશ્વર તેઓના આત્માને શાંતિ આપે અને તેઓ જેવા બળ્યા જલ્યા ,દર્દભર્યા ઇન્સાનોને શહનશક્તિ અને સંકલ્પશક્તિ આપે જેથી આવું ફરી કદી ન બને .

  Like

   
 70. Shahil Malek

  April 6, 2013 at 11:45 AM

  જયસર
  as always… To the point analysis.

  જે થયું તે ખુબ કરુણ હતું અને વધુ દુખ તો એટલે થાય છે કે એ કાઠીયાવાડ- ગુજરાત માં થયું .
  પ્રશ્નો મારા મન માય ઉદભવ્યા …
  >> 35 વર્ષ થી રેહતા હતા તો સોસાયટી વાળા , કોર્પોરેશનવાળા આજ-દિન સુધી ક્યાં હતા?
  >> પેહલા એ વિસ્તાર શેહર ની બહાર હતો અને હવે મિડલ માં છે અને સોના ની લગડી જેવી જમીન છે એટલે ???
  >> જો કેસ ચાલતો હતો તો આવા મામુલી ચુકાદા માં 35 વર્ષ લાગે? (કોમન પ્લોટ પર રહેણાંક બાંધકામ થઇ જ ના સકે સીધી વાત છે )
  >> ધોળા દિવસે, ચાલુ સરકારી કચેરી એ પાંચ જણ કેરોસીન છાંટી અને દીવાસળી ચાંપે ત્યાં સુધી કચેરી માં હાજર માણસો શું કરતા હતા?
  >> સરકારી કચેરી માં આત્મવિલોપન, ગુજરાત નો આ કાઈ પેહલો બનાવ નથી . આવા બનાવો ન બનવા પામે એ અંગે સરકારે આજ-દિન સુધી શું શું પગલાઓ લીધા ?
  મૃતકો ના આત્મા ને ઈશ્વર શાંતિ આપે તથા ભારત-ગુજરાત માં ફરી આવા બનાવો ન બનવા પામે એવી ઈશ્વર પાસે પ્રાર્થના !!!!

  Like

   
 71. Mistry Kishor N. ( Bilimora )

  April 6, 2013 at 4:12 PM

  જય ભાઈ ,
  ખરેખર સાચી વાત થી નીડરતા પૂર્વક લખવા બદલ ખુબ ખુબ અભિનંદન . આને ત્રાગું જ કહેવાય .કાન પટ્ટી પર પિસ્તોલ રાખી વાત કબુલાવવી અને તે પણ ખોટી બિન કાનૂની ! અરે મરીજાવાની વાત સિવાય કાયદો , કોર્ટ નો સહારો લેવાનો માર્ગ કેમ પસંદ નાં કર્યો ?

  Like

   
 72. Raj

  April 6, 2013 at 11:52 PM

  કદાચ તે ભારતીયનાગરીકતા પણ નહિ ધરાવતા હોય …..
  જો નાગરીક જ ન હોય તો હક્ક શેનો?

  Like

   
 73. Adhir Amdavadi

  April 7, 2013 at 9:21 AM

  “આવી દરેક ઘટનામાં કોઈ રાજકીયપક્ષના નેતાના નહિ, આપણા જ ગજવા હળવા થાય છે. ગરીબો ટેક્સ ભરતા નથી. અમીરો બચાવે છે. મધ્યમવર્ગના પૈસે સરકારો ચાલે છે ..” પરફેકટલી સેઈડ ….

  Like

   
 74. Hitesh

  April 8, 2013 at 1:06 AM

  સૌથી વધારે બેદર્કાર વર્તન આપણા રાજ્ક્ર્ણીઓ એ ખાસ કરીને કોન્ગ્રેસે કરેલ છે. કોઈના મોત પર પોતાના જુના હિસાબ સર-ભર ન કર્વા જોઈએ.

  Like

   
 75. Yogen Bhatt

  April 8, 2013 at 4:25 PM

  I support every word of your article…..

  Like

   
 76. Prempriya

  April 9, 2013 at 11:31 AM

  Fully agreed……..

  Like

   
 77. Prempriya

  April 9, 2013 at 11:35 AM

  It’s the not right way to protest…….. but the family member who lived deserves sympathy

  Like

   
 78. Sonu Patel

  April 9, 2013 at 11:39 PM

  We leave comment.What further action need to be taken by all of us for all ignorence by any political party?.We voters forget all this things, when protest take place.We just become allof as if it does not pertains to us.We must have right to call back our constituency representative.They join any party for self benefit.No “Seva” in their mind.That is why in old “Kathiyavad” there were “Baharvatia”.

  Like

   
 79. akashspandya

  April 10, 2013 at 4:02 PM

  તદ્દન સાચી વાત કહી જય્ભાઈ, દબાણ હટાવવાની કામગીરી વર્ષો પહેલા થઈ હોત તો આટલી ગંભીર બાબત બની જ ના હોત, પરંતુ એક બાબત ચોંકાવનારી છે, આત્મવિલોપન ના તમામ હ્રદય દ્રાવક ફોટોગ્રાફ્સ તમામ અખબારો એ આપ્યા અરે તેના વિડિયો પણ બીજા જ દિવસ થી અનેક મોબઈલ મા જોયા ત્યારે એમ થાય કે સંવેદના નામનુ કોઈ તત્વ શું આપણા લોકો મા રહ્યુ જ નથી? અને પત્રકાર મિત્રો ને પણ ન્યુઝ મા જ રસ? માણસ ની જીંદગી ની કોઈ કિંમત નહી? અરે નપુંસકો પણ હિંમત થી જીવના જોખમે પણ કોઈ ને મોત ના મુખ માથી બચાવવા આગળ આવતા હોય છે… ત્યા ઉભેલ પ્રજા તો તેનાથી પણ માયકાંગલી નિકળી, ત્રણ દીવાસળી સુધી રાહ જોનારી કે સળગતા માણસ ને બચાવવા પ્રયત્નો પણ નહી કરી શકનાર નમાલા માણસો બસો સળગાવવામા પોતાની બહાદૂરી બતાવે નમાલી માનસિકતાવાળા રાજકારણીઓ એ સળગેલ લાશો પર પણ પોતાના રાજકીય રોટલા શેકે….. ધિક્કાર છે આવા રાજકીય પક્ષો પર…..

  Like

   
 80. Rahul Goswami

  April 11, 2013 at 12:46 AM

  હું સાચા ખોટા ની ચર્ચા માં નહિ ઉતરું. હું જે સોસાયટી માં રહેતો ત્યાં ના કોમન પ્લોટ માં અચાનક એક દરગાહ બંધાઈ ગઈ હતી.. ૩ વરસ પછી બીજા કોમન પ્લોટ માં મંદિર અને ગરબી ચોક બંધાઈ ગયો. છેલ્લે બાકી બચેલી જમીન પર માથાભારે બીલ્ડરે ફ્લેટ બાંધી ને રોકડા કરી લીધા… હવે કોઈ કોમન પ્લોટ બચ્યો નથી… કોઈ ભડ નો છોડયો છે દરગાહ, મંદિર, ગરબી ચોક અને ફ્લેટ હટાવી ને કોમન પ્લોટ ખાલી કરાવી દે… રાજકોટ માં તો છેવટે જીવતા જાગતા માણસો રહેતા હતા…
  અને જે સમાજ જરૂરિયાતમંદ ને મદદ ના કરવા માટે કાયદા ની ઓથે છુપાય તે પણ સ્વીકાર્ય નથી…પ્રતિભા પાટીલ (યાદ હોય તો) ને પુને માં અપાયેલી જમીન ક્યાં એનો બાપ મૂકી ને ગયો હતો..
  બાકી તો ચોર મુઠી જાર ના દેવડી એ દંડાય છે… સાચું કહી ને ગયા છો બાપુ…

  Like

   
 81. Piyush Ghumelia

  April 20, 2013 at 5:36 PM

  Jaybhai, Aanu permanent solution ek j chhe, je rite paisa laee ne gunda jamin khali karavew chhe ane khali jameeno per kabjo jamave chhe te rite j bhanela educated loko e part time zer nu maran zer samji ne ekatrit thay ne aani virudhdh ma pagla leva padshe.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: