આજે ઉગતા પહેલા જ મુરઝાઈ ગયેલી કાશ્મીરી કળીઓનાં બેન્ડ “પ્રગાશ” પર ફેસબુકમાં આ પોસ્ટ મૂકી , અને અચાનક થોડા સમય પહેલા જન્નતનશીન થયેલી સોફિયા હક યાદ આવી ગઈ.
ઓહ, ધોઝ વેર ધ ડેઝ…ટીનએજનાં એ દિવસો અને ભારતમાં નવી નવી આવેલી એમટીવી / ચેનલ વી જેવી મ્યુઝિક ચેનલ્સની ખુશનુમા આબોહવા…એ વીજે નોની, સોફિયા, ડેની, સાયરસ, નિખીલનાં સહવાસમાં દુનિયાભરનાં પોપ્યુલર સંગીતના સથવારે પસાર થતી મખમલી રાતો…
જુદો સબ્જેક્ટ છે એ,પણ એમાં રાતોની રાતો કંપની હતી ચુલબુલી વીજે સોફિયાની. મારકણા નૈન-નક્શ , રસીલા હોંઠ, ઘાટીલું શરીર અને સૌથી આકર્ષક ખનકતો અવાજ !
સોફિયા બાંગ્લાદેશી પિતા અને બ્રિટીશ માતાનું સંતાન. કહો કે એના મુળિયા પાકિસ્તાની, એમ તો ભારતીય….પણ ઉછેર એકલે હાથે બ્રિટીશ માં થેલ્માએ કર્યો. બોલ્ડ બ્યુટી બની, જે મૌસિકીને હરામ માનતા ફત્વોને ગાંઠે નહિ..અને “અક્સા” ( મૂળ ઉર્દુ શબ્દ અક્સ એટલે પ્રતિબિંબ ) નામનું એનું બેન્ડ પણ એ મ્યુઝિક હોસ્ટ બની એ પહેલા ૧૯૮૮માં આવેલું. ત્યારે પોપ મ્યુઝિકમાં નવી નવી તાકતવર ટેલન્ટની બાગેબહાર હતી. એમાં ય એ ધ્યાન ખેંચી ગઈ હતી. પછી સોફિયા મુંબઈ રાહી, ફરી લંડન ગઈ, સારી ફિલ્મોમાં અને રંગમંચ પર અભિનય કર્યો અને ફક્ત ૪૧ વર્ષે કેન્સરમાં એનું અકાળ અવસાન થયું ત્યારે બોયફ્રેન્ડ ડેવિડ વ્હાઈટ સાથે રહેતી હતી.
અક્સામાં સોફિયાનું એક લાજવાબ સિંગલ સોંગ ઇન્ટરનેશનલ રિલીઝ પામેલું અને જગતભરમાં એની ધૂમ હતી..”વન નાઈટ ઇન માય લાઈફ”…અને રોજેરોજ એ રાતના જોવા સાંભળવા મળતું…
શિયાળાની રાતે, કહો કે મધરાતે અચૂક માણવા જેવું આ ગીત છે. વન નાઈટ ઇન માય લાઈફ , ટુ હાર્ટ બીટ્સ ટુગેધર…
અને એમાં રણઝણતો સોફિયાનાં ભારતીય મુળિયામાંથી પ્રગટતો સિતાર (ક્લેમ) અને તબલા ( જાલિબ)નો અવાજ..ભારતીય સંગીતનું લાજવાબ ફ્યુઝન છે. મેલોડીથી છલોછલ અને ફૂટટેપિંગ ..મનોમન નાચવા અને પગના તળિયાને ઠંડી ફરસ પર પણ થિરકવા મજબૂર કરે એવું !
વન નાઈટ સ્ટેન્ડનાં સેલિબ્રેશનનો સોંગ ગણો કે લવલાઈફની હૈયું ચીરી નાખતી સ્મૃતિઓની કાતિલ નાઈફ્નું…પણ ત્યારે જવાનીની દહેલીઝ પર પૂરી ખીલેલી સોફિયાનો અફલાતૂન ડાન્સ જુઓ…અને સાંભળો આ જાદુઈ ગીત..
પહેલા વાંચી લો એના ભાવવાહી શબ્દો…
You are my first love and my love is you
You are my secret when the day breaks blue
You are my first love and my love is you
You are my secret when the night is through
You are my first love and my love is true
You are my secret there is only you
One night in my life
Two hearts beat together
One light in my life
Ooh let it shine forever
You are my first love and my love is you
Sweetest feeling that I ever knew
You are my first love and my love is you
There is a sadness when the night is through
You are my first love and my love is true
You are my secret there is only you
One night in my life
Two hearts beat together
One light in my life
Ooh let it shine forever
અને હવે વિડીયો….ક્વોલીટી થોડી નબળી છે પણ…
ઓહ સોફિયા, એક રાતે એનો ય અચાનક અંત આવી ગયો..હાર્ટબીટ્સ ગઈ…મ્યુઝિક બીટ્સ રહી !
Hitesh Panchani
February 6, 2013 at 10:13 PM
good
LikeLike
Shah Deepali
February 6, 2013 at 10:20 PM
nice song
LikeLike
Envy
February 6, 2013 at 10:28 PM
કુદરત કેમ ઝટકા આપવા માં માને છે !!
ઘણી ટેલન્ટ નાની વયે જ જગત છોડી દેવા મજબુર થાય છે, રહસ્ય!
LikeLike
ktn06011984
February 6, 2013 at 10:45 PM
Nice song.
Now listen one of my favorite song by Mia Martina
Enjoy
LikeLike
Vinod R. Patel
February 6, 2013 at 11:23 PM
આશાસ્પદ કલાકારાનો અકાળે અંત … કેન્સરના ખપ્પરમાં ….અમર રહે એની યાદ ..એના આત્માને શાંતિ ….
LikeLike
Chintan Oza
February 7, 2013 at 11:10 AM
Very nice song..!!
LikeLike
poonam
February 7, 2013 at 12:33 PM
NIce Song Sir..
LikeLike
Manish
February 7, 2013 at 1:31 PM
Nice one
LikeLike
baarin
February 7, 2013 at 9:25 PM
VERY NICE SONG THANKS
LikeLike
Chirag
February 9, 2013 at 10:43 PM
આછેરા સ્મિતમાં ઉઘડતું વ્યક્તિત્વ અનોખું
હળવેથી પ્રવેશતું અંશુવલિ-શું શમણા દ્વારે.
તંદ્રામાં ખોવાયેલી આંખોમાં ડોકાતું અચરજ
વીંધતું તીવ્ર વેગે પણછ સમા અધર મધ્યે.
ઝગારા મારતા ભાલપ્રદેશે છલકાતી આભા
ઘેઘુર કેશવનની લતિકાઓમાં છુપાવે ચંદ્ર.
કમળદાંડીને ભુલાવતી અંગુલિઓના નર્તન પર
લહેરાતા હાથમાં ખોવાય હસ્તિ-સૂંઢનું લાલિત્ય.
ગુલાબપંખુડીઓની કુમાશ ઉઠતી સ્તનયુગ્મે
સ્નિગ્ધ ત્વચા-ભૂમિ પર વહે લાગણીનો ધોધ.
નાભિ-પ્રદેશે ફૂટતા આમંત્રણના મેઘધનુષી ફૂલ
મોતીડે વધામણી કરે અધોગામી ઓષ્ઠવૃંદ.
અસ્ખલિત પ્રવાસે તાલ મિલાવતા પાદ-સંધિ
ઝરમર પ્રેમવર્ષાએ નિતનવા આખેટના ખેલ.
ભૌતિક-દૈહિક આકર્ષણમાં સંતાતું આત્મિક-ઐક્ય
“રોશની” કે દીપ કહો, છે તો છેવટે એકનું એક .
LikeLike