RSS

ઇસ ધરતી કે શેષનાગ કા ડંખ બડા ઝહરીલા હૈ…. સદીયાં ગુજરી આસમાં કા રંગ અભી તક નીલા હૈ !

26 Jan
courtesy : Times of India and cartoonist Neelabh

courtesy : Times of India and cartoonist Neelabh

અર્ધી રાતે આઝાદી’ પુસ્તક લખીને ભારતભરમાં જાણીતી થયેલી લેખક બેલડી લેરી કોલિન્સ-ડોમિનિક લેપીઅરમાંના લેરીએ એક હૃદયસ્પર્શી પુસ્તક લખ્યું છે – ‘એક હજાર સૂરજ !’ (વન થાઉઝન્ડ સન્સ) લેરીએ એમાં વિશ્વભરમાં અસાધારણ પરિસ્થિતિ સામે ઝઝૂમતા સાધારણ માણસોની સંઘર્ષકથાઓ લખી છે. પુસ્તકનું નામ એક બંગાળી કહેવત પરથી છે: વાદળોની પેલે પાર હજાર સૂર્યો પ્રકાશતા હોય છે ! મતલબ, અંધકારની આફતો વચ્ચે પણ આશાનું અજવાળું આપણને ટકાવી રાખે છે.

આખી કિતાબ કોલકાટ્ટાની ઝૂંપડપટ્ટીઓમાં ખાસ્સું દાન આપનારા લેખકે આઠ વરસની એક ભારતીય છોકરી પદ્માને નામ ધરી છે. પદ્મા કોઈ ઉંમર કરતાં વહેલી મોટી થઈ ગયેલી ટીવી સ્ટાર સલોની નથી. એને બોર્નવીટા કે કેડબરી મળતી નથી. એની પાસે મિકી માઉસના રમકડાં કે પોકેનોન્સની ડીવીડી નથી. એણે કોઈ સ્પોર્ટસ ચેમ્પીયનશીપ જીતી નથી.

પદ્મા શું કરે છે ? એ રોજ સવારે વહેલા ઉઠીને રેલ્વેના પાટા પર જાય છે. આઠ વરસની એ બાળકી ત્યાંથી જીવતા કોલસા ભેગા કરે છે. જે એની બીમાર માને આપે છે. જે વેંચીને મા ભાત લઈ આવે છે. પછી પદ્મા તૈયાર થઈ સ્કૂલે નથી જઈ શકતી. પણ પોતાના નાનકડા ભાઈને રમાડીને નવડાવે છે. એને હેતથી માલિશ કરીને ખિલખિલાટ હસાવે છે. પદ્માને દિલ્હીની ગાદી પર વાજયેપી બેઠા હોય કે મનમોહનસિંહ-કશો ફરક નથી પડતો. ૧૫ ઓગસ્ટ હોય કે ૨૬ જાન્યુઆરી, ખબર જ નથી પડતી. કારણ કે એ કોલસા ન વીણે, તો એને ખાવાનું ન મળે. એ જ એની જીંદગી છે.

* * *

સુરત શહેરમાં થોડા સમય પહેલા મિત્ર સાથે રાત્રે આઈસ્ક્રીમ ખાવા ઉભવાનું બન્યું. મધરાતે બારણાઓ બંધ થવા લાગેલા. નાનકડા બે ભાઈ-બહેન ત્યાં ધાણીનાં પડીકાં વેચતા ઉભા હતા. એ પાસે આવ્યા. ના, કોઈ મવાલી પાસેથી તાલીમબદ્ધ ટોળકી જેમ ભીખ માંગવા વળગી પડે (એકને કદાચ આપો તો બીજાઓ મંકોડાની જેમ ચોંટી જાય ! સમૃદ્ધિના દાતા ઈશ્વરના મંદિરો આસપાસ તો ખાસ !) એ રીતે નહિ. મહેનત કરીને પોતાની ચીજ વેંચવા પાંચ રૃપિયાની ધાણી વેંચી એમાંથી મળતા દસ-વીસ પૈસા ગજવે ભરવા. વાતવાતમાં કશું ધ્યાન અપાયું નહિ. એ ચાલતા થઈ ગયા. સાથેના કોથળામાં જે રીતે પેકેટો ભરાયેલા હતા, એ જોતા જ ખબર પડી જાય એમ હતી, કે આજે કશું વેચાયું નથી.

અચાનક આ નિરીક્ષણની બત્તી થઈ. થયું કે આપણે આઈસ્ક્રીમ ખાઈ નાખીએ, એટલાની ધાણી તો લેવી જોઈએ. પણ બાળકો ત્યાં નહોતા. અંદર ચચરાટ થયો. એમણે ભીખ નહોતી માંગી, કામ માંગ્યું હતું. એ પણ વળગ્યા વિના. સૂમસામ ગલીઓમાં એમને શોધવા માટે ચક્કર માર્યા. કઈ દિશામાં ગયા હશે, એનો અંદાજ માંડયો. પોણી કલાકના અંતે દૂરના રસ્તા પર ઝાંખી પીળી સોડિયમ લાઈટની રોશનીમાં ન વેંચાયેલા માલનો કોથળો અને એકબીજાનો હાથ હાથમાં લઈ બંને ટબૂકડાંઓ થાકેલા કદમે ચાલતા હતા. દોડીને એમની પાસે જઈને એક મોટી નોટ આપી.

થોડીવાર એ લોકો અવાચક તાકી રહ્યા. પછી જરા હરખાઈને થેલામાંથી એ નોટની સામે આપવાના ધાણીના પેકેટ કાઢવાની શરૃઆત કરી. બસ, એમની રૃપિયા મેળવવાની લાયકાત એમની આ સહજ પ્રામાણિકતાની લાયકાત દર્શાવીને એમણે પુરવાર કરી હતી. ધાણીની જરૃર નહોતી, કોઈની આંખોમાં સ્મિત આંજવાનો સંતોષ મળી ગયો હતો. હવે એ નાનકડા થાકેલા કદમો જરાક વધુ જોરથી ઉપડતા હતા.

* * *

પ્રજાસત્તાક દિન

કઈ પ્રજા ? કઈ સત્તા ? ભારતની પ્રજા પાસે ક્યાં કોઈ સત્તા જ બચી છે ? પોપૈયાં વેચવા હોય તો પોલીસવાળાને હપ્તો આપો, મકાન લેવું હોય તો મ્યુનિસિપાલિટીને આપો ! ફોન કરાવ્યા વિના કોઈ કામ થતાં નથી. કહેવાતા વીઆઈપીઓ ત્રાસી જતા હોય, તો સામાન્ય માણસનું શું ગજું ? ઓળખાણની ખાણ ન હોય તો આ દેશમાં હીરો કોલસાના ભાવે ટીચાય છે. પાણીપુરીની રેંકડી કે પાનનો ગેરકાયદે ગલ્લો લઈને લખપતિ થનારાઓ છે, તો હજુ એ ભારતમાં સેંકડો એવા પરિવાર છે, જે માંડમાંડ રોજેરોજનું કામ કરી ખાવા ભેગા થાય છે. ભદ્ર વર્ગના સંવેદનશીલ માણસોને અચાનક એવાં ફિતૂર ચડે છે કે આપણો ડ્રાઈવર શું ખાતો હશે, એ જાણી લઈએ. વોટ ધ હેલ ? મજાક સમજી છે માણસોની જીંદગી ? ડ્રાઈવરને તમે ખાવ, એ જ ખવડાવવાનું ન હોય ? આટલી માનવીય સંવેદના માટે શું વર્કશોપ કરવા જવા પડે ? તો પછી સીડી પ્લેયર પર કલાસિકલ મ્યુઝિક શું જખ મારવા સાંભળો છો ? એ વખતે રણઝણતા હૃદયના તાર નજર સામે હાંફતા હાંફતા મજૂરી કરતા કોઈ વૃદ્ધને જોઈને કેમ સ્થિર થઈ જાય છે ?

સવારના પહોરમાં ઘેર એક વયોવૃદ્ધ બાપા સાઈકલ પર કુરિયરની કવર દેવા આવે છે. સામે કોઈ મોટા સાહેબ છે, અને બારણુ ખખડાવવામાં ય અપરાધ થશે, એવા ઓશિયાળા ભાવે ઉભા રહે છે પણ ગમે તેવી ઠંડી કે વરસાદમાં એ પોતાની ફરજ બજાવવા પહોંચે છે. પવાલું પાણી પીને વિદાય થાય છે. ૨૬ જાન્યુઆરીના ગણતંત્રે શું કર્યું છે, એમના માટે ? એ જ કે, રસોઈયણ જે વાનગી પીરસે, તે જમી ન શકે ! બાપ જે રમકડાં વેંચે, તે પોતાના બાળકને અપાવી ન શકે !

* * *

પ્રજા ધૂળ ને ઢેફાં. આ કલમાડીઓ કે રાજાઓ કે એની સાંઠગાંઠવાળા ધોળા ઝભ્ભા અને કાળા સૂટ વાળાઓ, રાજકારણીઓ અને કોર્પોરેટ માંધાતાઓ – આ બધા કોના કોળિયા જમી જાય છે ? પેલા બિચારા કચરો વીણતા, ફુગ્ગા વેંચતા બાળકોના….રેંકડી ફેરવતા કે મજૂરી કામ કરતા વૃદ્ધોના. હજુ સ્વીસ બેન્કના પૈસા લઈ આવવા છે. પછી ? એ સ્વીસ બેન્કમાંથી ગામેગામના વહીવટી અધિકારીઓના ખાતામાં ટ્રાન્સફર થતાં જશે. જો પૈસા લઈ આવો, તો સાથે એના વિતરણ માટે વિદેશી વહીવટદાર લઈ આવજો, બાપલિયા. અને કોઈ યોજનાની પત્તર ફાડયા વિના બધા દેશવાસીઓને રોકડા રૃપિયા જ ભાગે પડતા ગણી આપજો !

કોઈ પણ રાષ્ટ્રનું દૈવત અને કૌવત ફક્ત એના નેતાઓ પરથી નહિ, પણ પ્રજા પરથી નક્કી થતું હોય છે. કયા મોઢે આપણે પ્રજાસત્તાક દિનની ઉજવણીની વાત કરીએ છીએ ? મોંધવારી ઉચ્ચ મધ્યમવર્ગને એટલી નડતી નથી. પણ કેટલાંય કુટુંબોની કરોડરજ્જુમાંથી વગર ઠંડીએ લખલખું પસાર થઈ જાય છે. અનાજ-શાકભાજી-દૂધનાં ભાવ વધે છે. ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. તો પછી પૈસા ક્યાં જાય છે ? લુચ્ચા વેપારીઓ, લાલચુ અધિકારીઓ અને લબાડ દલાલોના ઘરમાં જાય છે. બંધારણીય આઝાદી અગાઉ તો અંગ્રેજોની કશીક જવાબદારી પણ હતી. હવે માતેલા સાંઢ બધા ખુલ્લા ખેતરમાં ચરવા ભેલાણ કરી ચૂક્યા છે.

આફ્રિકન દેશો જેવો ભૂખમરો અને કંગાલિયત હોત, તો સહન થઈ શકત. પણ ભારતમાં તો આમ આદમીના હકના પૈસા બારોબાર જમી ગયેલા દીવાન-એ-ખાર્સે આ વિષમતા સર્જી છે. રેઢિયાળ, આળસુ, કામચોર લફંગા, લુખ્ખાઓની વાત નથી. પણ હજુ ય આ દેશમાં કરોડો એવા ઈન્સાનો છે, જે ચૂપચાપ પોતાનું કામ કરે છે. પૂરી મહેનત અને ઈમાનદારીથી કરે છે. કડકડતી ઠંડીમાં આખી રાત જાગીને ડયુટી કરતાં કોન્સ્ટેબલો છે. સવારમાં શેરી સાફ કરવાવાળા સફાઈ કામદારો છે. દૂર દૂર ટપાલુ નાખવાવાળા ટપાલીઓ છે. ખારી શિંગની રેંકડીવાળાઓ પણ રૃપિયા લીધા પછી શિંગ આપે છે. રીક્ષાવાળાઓ લૂંટયા વિના સરનામે પહોંચાડે છે. કબૂલ, અપરાધો વધ્યા છે. પણ એ ય હજુ અપવાદો છે. રોજેરોજ પોતાનું નિષ્ઠાથી કામ કરનારા લોકો ‘રૃટિન’માં ગણાય છે. એમની સારપ એટલે ‘ન્યૂઝ’ નથી બનતી. પણ હજુ યે ગમે તેટલા ધર્મઝનૂન, રાજકારણ, અભાવો, નિરક્ષરતા, ગુંડાગીરી, શોષણની વચ્ચે મોટા ભાગની પ્રજા પોતાનું કામ કરી બે ટંકનો રોટલો રળવાની મહેનત કરે છે. નહિ તો આ દેશ નરક બની ગયો હોત, અને તમે આ છાપું ય વાંચી ન શકતા હોત. છાપા વાંચવા-ચર્ચવાવાળાઓની બહાર પણ એક વિશ્વ છે ! આઝાદ પ્રજાસત્તાક ભારત આવા કરોડો સામાન્ય માણસોની અસામાન્ય નિષ્ઠા પર ઉભું છે.

ભારત એક નથી. ભારત ત્રણ છે. (અપડેટ : ના, ભાગવતપુરાણની વાત નથી!) એક ‘ઇન્ડિયા એ’ છે. આ એ લોકો છે, જે ન્યૂઝમેકર્સ છે. સોનિયા ગાંધીથી સોનાક્ષી સિંહા. કેટલાંક ઉપરથી વધુ ઉપર પહોંચ્યા છે. કેટલાક નીચેથી ઉપર આવ્યા છે. પણ આ એ નેતાઓ, અધિકારીઓ, ડૉક્ટરો, વકીલો, રમતવીરો, કલાકારો વગેરે છે, જે ભારતને ચલાવે છે. (એમને તો એવું લાગે જ છે !) જે ભારતની આંતરરાષ્ટ્રીય પહેચાન છે. એ જે કંઈ કહે, કરે કે વિચારે-વર્તે એ મુજબ ભારતના વિકાસના, ગીઅર બદલવાના છે. ‘ઈન્ડિયા એ’ ભારતને લીડ કરે છે. એ પ્રીમીયમ-સેગમેન્ટ છે.

બીજું છે ‘ઈન્ડિયા બી’ જે ‘ઇન્ડિયા એ’ને ઓળખે છે એને બિરદાવે કે વખોડે છે. એને જાણ્યે-અજાણ્યે અનુસરે છે. એમના રોલ મોડેલ ‘ઈન્ડિયા એ’ માંથી આવે છે. ઈન્ડિયા બી તેજસ્વી છે, – ચાલાક છે. મહેનતુ છે, અને મોટા ભાગના સાધનસંપન્ન પણ છે જ. નથી, એ બન્યા છે. બની રહ્યા છે. એ ભ્રષ્ટાચારની ફરિયાદ કરે છે. સાનિયા મિર્ઝાની ગોસિપ કરે છે. સચીન તેંડુલકરના પોસ્ટરો રાખે છે. સચીન પાયલોટના ભાષણો સાંભળે છે. ‘ઈન્ડિયા એ’ના સ્ટાર્સ અને વિલન્સ માટે એમને અહોભાવ કે તિરસ્કાર છે. કારણ કે, એ એમને ઓળખે છે. જે ભણે છે. ટ્વીટ કરે છે. પૂજા કરે છે. ગરબા ગાય છે.

પણ ત્રીજું એ ‘ઈન્ડિયા સી’ છે, જેને તો ‘ઈન્ડિયા એ’ની ઓળખ જ નથી ! ચા વેચવાવાળા છોકરાઓને મહાત્મા ગાંધીનું આખું નામ ખબર ન હોય એમ પણ બને. રોડ પર ડામર પાથરતી શ્રમજીવી ગૃહિણીને રાજેન્દ્ર શુક્લની ગઝલો શું એ આજીવન ધ્યાન બહાર રહી જાય, એમ પણ બને. થોડાંક ફિલ્મી પોસ્ટરો, થોડાંક સ્થાનિક ધર્મસ્થાનકો. બસ. આ વર્ગની સંખ્યા ભારતમાં સૌથી મોટી છે. ભારતને બનાવવું કે બગાડવું એ એના હાથમાં છે. પણ ‘ઈન્ડિયા એ’ને ‘ઈન્ડિયા સી’ની થોડા સગવડિયા ચેરિટી પ્રોજેક્ટ સિવાય ખાસ કશી દરકાર નથી. ઈન્ડિયા સી માટે તો ઈન્ડિયા એ કોઈ જુદો જ ગ્રહ છે ! ઈન્ડિયા બી આ બે છેડા વચ્ચે કન્ફયુઝડ થઈને કોમ્પિલકેટેડ થતું જાય છે !

૨૬ જાન્યુઆરી ઉજવવાનો હક તો છે, જો ‘ઈન્ડિયા સી’માં જે ત્રેવડવાળા, ટેલેન્ટેડ, ડિઝર્વિંગ, લાયક છોકરા-છોકરી છે, એમને ‘ઈન્ડિયા એ’ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી શકો. કમ સે કમ, ઢંઢોળવા, બેઠા કરવા. ટેકો આપવો. થોડુંક એમના માટે પણ દાઝવું જોઈએ. વગર એસિડિટીએ એની છાતીમાં બળતરા થવી જોઈએ. અને બાકીના એ સુધી ન પહોંચે તો કંઈ નહિ, એ કમસેકમ ‘બી’ સુધી પહોંચે એટલા જાગૃત, સ્વનિર્ભર બનાવવા. એમની દુન્યવી જંજાળ થોડી ઘટાડવી. એમના હકનું એમને આપવું. જમીનો ચાવી જતા બિલ્ડરો કે ખૂન કરતા બદમાશોને સલામી આપવી, અને પાથરણું પાથરી પતંગ વેંચનારાને લાતો મારવી-આ રાષ્ટ્રધ્વજનું ખરું અપમાન છે. રાષ્ટ્રધ્વજની બિકિની પહેરવી તે નહિ !

મિડલ કલાસ પબ્લિક દિવસે દિવસે રિમોટ કન્ટ્રોલ્ડ થઈ જાય છે. નબળો ફોટો એન્લાર્જ કરો તો પિકસેલ્સ ફાટી જાય, એમ તેમની પાસે સુવિધાઓ વધી છે. પણ જ્ઞાાન કે ડહાપણ વધ્યું નથી. દેખાદેખી, સંકુચિતતા, અંધશ્રદ્ધા, લોભ, હરીફાઈ વધે છે. એમને પેકેજડ ફૂડ ખાવું છે, અને પેકેજ્ડ એજ્યુકેશન લેવું છે ! એનઆરઆઈ મૂરતિયા/સલૂન કટ હેરસ્ટાઈલ/ટુવ્હીલર કે ટીવી એમના ખ્વાબ છે. એમને ભવિષ્ય બદલાવવું નથી. ઈતિહાસ સર્જવો નથી. મેચ જોઈ, ગુટકા ખાઈ કે ગુટકામાંથી ગીતાપાઠ કરી સૂઈ જવું છે.

પણ નાની પાલખીવાલા કહેતા એમ જે મહાન ભારત સ્વતંત્રતા પછી ‘પાવરહાઉસ’ થવાનું હતું, એ ‘પૂઅરહાઉસ’ થતું જાય છે. સ્વર્ગસ્થ ઘનશ્યામદાસ બિરલાએ કહ્યું, ”ભારતે સંપત્તિનું સર્જન કરવું જોઈએ. રોજગાર વધારવા જોઈએ. હું મૂડીવાદી છું, જે સમાજવાદમાં માને છે. મારો સમાજવાદ ગરીબીની સમાનતા નથી, પણ જીવનધોરણ બધા માટે સુધારી દરેકને સમાન તક મળે અને બહેતર જીંદગી જીવવા મળે એ છે !”

સોરી. આપણને અર્ધનગ્ન પોસ્ટરની જેટલી ફિકર થાય છે, એટલી અર્ધનગ્ન અવસ્થામાં ફરતા ભારતના ભાવિ નાગરિકોની નથી થતી. આપણે તો એ દ્રશ્યો દેખાય નહિ, માટે ચેનલ બદલાવી નાખવી છે. પણ ટીવી ઓફ કરવાથી સિગ્નલ ઓફ થતા નથી. પ્રજાસત્તાક ભારત રાષ્ટ્રના કેટલા બાળકો જેમ-તેમ કરી યુનિફોર્મ ચડાવી હોંશે હોંશે સ્કૂલે જાય છે ? ….અને બદલામાં એમને કશું મળતું નથી. મોટા થાય એમ એમની આંખોમાં સપનાના દીવા ઓલવાઈ ગયા પછીનો હતાશાનો ધૂમાડો બાકી બચે છે. બીજું કંઈ નહિ, તો આવા કામ કરનારા લોકો માટે શાબાશી-આશ્વાસનના બે શબ્દો તો આપણે આપી શકીએ.

અને આ દેશના નફ્ફટ, નપાવટ, નાલાયક, નીચ, નકામા, નઘરોળ, નાગા અધિકારીઓ, નેતાઓ, વેપારીઓ અને હાઈ સોસાયટીના મોટા ભાગના વર્ગને તો એમ જ છે કે ૨૬ જાન્યુઆરી એમના માટે છે. એમને પ્રજા નહિ, સત્તા જ દેખાય છે ! એ માત્ર પૈસો અને પ્રતિષ્ઠા જ નથી હડપી ગયા. પેલા શ્રમજીવી બાળકોના આવનારા અને શ્રમિક વૃધ્ધોના વીતી ગયેલા વર્ષો પણ જમી ગયા છે !

છી ! હાક થૂ !

(શીર્ષક પંક્તિ:કતીલ શિફાઈ)

# ગયા વર્ષે ૨૬ જાન્યુઆરીએ લખેલો લેખ, આ વર્ષે ય કશું ના બદલાયું એના વસવસા સાથે ! 

 

 
51 Comments

Posted by on January 26, 2013 in india

 

51 responses to “ઇસ ધરતી કે શેષનાગ કા ડંખ બડા ઝહરીલા હૈ…. સદીયાં ગુજરી આસમાં કા રંગ અભી તક નીલા હૈ !

 1. સુરેશ જાની

  January 26, 2013 at 4:13 AM

  એ ચોપડી વાંચવી જ પડશે.
  રીડર્સ ડાયજેસ્ટમાં ઘણી વખત ‘ ‘ શિર્ષક હેઠળ આવા સામાન્ય વીરોની સત્યકથાઓ આપતા હોય છે. આપણા પત્રકારો આવું કાંક કરે તો?

  Like

   
 2. સુરેશ જાની

  January 26, 2013 at 4:16 AM

  Sorry, forgot to add …..
  ‘Everyday heroes’

  Like

   
 3. mahesh

  January 26, 2013 at 6:24 AM

  Mr. Jay,
  After long time you( INDIA-B)writes about INDIA-C. May be you have a hangover from Les Miserables.Keep it up
  Mahesh

  Like

   
  • jay vasavada JV

   January 26, 2013 at 8:39 AM

   lolzz..u didnt read it fully..its one yr old already printed article..i do write it abt many times..bt readers may hav selective memory 😛

   Like

    
   • pinal

    January 26, 2013 at 11:26 AM

    It was printed before two years. I love this article so I remember that. And i had check it out too. Its not a mistake but little correction.

    Like

     
   • Kaushikk D. Vyas (@kdkdv)

    January 27, 2013 at 9:32 PM

    Jaibhai, ye mahelo ye takto ye tanjo ki Duniya,ye- PRJATANTRA KA SABSE BADA KALANK-Jaisa Dynesty raj-,Jinhe NAAZ he Hind per wo kanha hai,Kyareay pradhanmantri ke Mukhamantri rasta per chalta jay chhe ke juve chhe, arre Dndiyatra na naame jas khava and Ghandhitopi, na naame NATAKO karnarao aa desh maa ajje Mitha uper tax levay chhe and DANDI YATRA NA CHNDRABHAGA NADI UPER NA PULE MATE ARTICLE LAKHAY CHHE, MERA BHARAT MAHAN,

    Like

     
 4. desaibankim

  January 26, 2013 at 6:38 AM

  Jaybhai,aa ane aavun aranyarudan karine mara 67 pura thavana.Haju mein aasha chhodi nathi. chhapaman lekho lakhine kai valyun mahi etle Blog lakhva chalu karya. Kaink navun karyano santosh male. Courtone halavun teman thodun parinam dekhay. Ghanun jivo ,tandurast raho ,ghanu faro ane vadiloni seva karo.

  Like

   
 5. parikshitbhatt

  January 26, 2013 at 8:41 AM

  આજની(૨૬મી ની)સવાર…આપકે નામ…ફિલ્મ બેટીબેટે ના મારા ખુબ ગમતીલા ગીત- ‘સો રહા ચમન-ચમન;સો ગયીં કલી-કલી…..જી રહેં હૈ સબ મગર; સિર્ફ કલ કી આસ પર…કૌન આયેગા ઈધર;કિસ કી રાહ દેંખે હમ, જીનકી આહટેં સુની;જાને કિસ કે થે કદમ’…યાદ આવે…જ્યાં સુધી દરેક ને પોતાને આ અનુભવ/એહસાસ ન થાય;અને ન જાગે-ત્યાં સુધી કોઈ ક્યાંય થી ક્યારેય નહીં આવે…આપણે જ છીએ-આપણે જ રહીશું..http://www.raaga.com/player4/?id=230792,230794&mode=100&rand=0.45566064173496934 આભાર…

  Like

   
 6. Gopal Patel (@iamgopal)

  January 26, 2013 at 8:43 AM

  …dhumada kadhi nakhya baki seshnage to…..extremely relevant title……sadiya guzri aansma ka rang abhi tak nila hai….

  Like

   
 7. hardiklovely

  January 26, 2013 at 9:17 AM

  જય ભાઈ છેલ્લા છી ! હાક થૂ ! માજ આપણી આખી પ્રજાસતાકતા સમજાય ગઈ……જયભાઈ ૨૦૦% સહમત તમારી સાથે…

  Like

   
 8. vkvora Atheist Rationalist

  January 26, 2013 at 9:30 AM

  સૌથી છેલ્લે આપે લખેલ છે…

  અને આ દેશના નફ્ફટ, નપાવટ, નાલાયક, નીચ, નકામા, નઘરોળ, નાગા અધિકારીઓ, નેતાઓ, વેપારીઓ અને હાઈ સોસાયટીના મોટા ભાગના વર્ગને તો એમ જ છે કે ૨૬ જાન્યુઆરી એમના માટે છે. એમને પ્રજા નહિ, સત્તા જ દેખાય છે ! એ માત્ર પૈસો અને પ્રતિષ્ઠા જ નથી હડપી ગયા. પેલા શ્રમજીવી બાળકોના આવનારા અને શ્રમિક વૃધ્ધોના વીતી ગયેલા વર્ષો પણ જમી ગયા છે !…

  Like

   
 9. beingfalguni

  January 26, 2013 at 10:43 AM

  Sir,you never cease to disappoint…….regarding sensitivity….one, vulnerable heart you have…..hats off…..i remembered….your….ice cream….popcorn…encounter….from last yr article….touched n inspired.

  Like

   
  • beingfalguni

   January 26, 2013 at 3:59 PM

   sorry………. i used the wrong word……….. it’s Amaze……….instead of disappoint………… sorry once again………..

   Like

    
 10. Gaurangkumar Patel

  January 26, 2013 at 10:48 AM

  અહીયા તો કાયદા જ એવા અને તુમારો માં અટ્વાતા કાગળોની સીસ્ટમ જ એવી છે કે કામ કરવુ હોય તો પણ કરી શકાતુ નથી. સરકારના વીસ ટકા અધિકારીઓ પાસે એંસી ટ્કા કામ સાથે એટ્લી જ જવાબદારી છે સાથોસાથ બદલી અને ખરીખોટી તપાસો પણ…….સાથોસાથ પગારો પણ વિસંગત ………ભ્રશટાચાર, લાગવગ, કામ માં વિલંબ એ બધા માટે સિંઘમ નો ડાયલોગ પણ …”યહ પે રાજનીતી મે કોઇ સીસ્ટ્મ નહી હૈ પર સીસ્ટ્મ મે રાજનીતી જરુર્ હૈ”…………..

  Like

   
 11. tapan shah

  January 26, 2013 at 11:00 AM

  પ્રશ્ન એ છે કે તમારો આ લેખ ઈન્ડિયા b સિવાય કોઈના ધ્યાનમાં પણ નહીં આવે,અને આવશે તો સુધરે એ બીજા……

  Like

   
 12. suresh chovatia

  January 26, 2013 at 11:11 AM

  જય ભાઈ તમારી વાત 100% દિમાગ માં થઇ થઇ દિલ માં ઉતરી જાય છે, અને તમારી વાત સાથે માત્ર હું જ નહિ પણ આ દેશ નો કોઈ પણ વિચારશીલ માણસ સંમત થશે જ .
  પણ ખાટલે મોટી ખોડ એ છે કે ‘ ઇન્ડિયા સી’ ને અપગ્રેડ કઈ રીતે કરવું અને તેની શરૂઆત કઈ રીતે કરવી તેની સૂઝ નથી અને છે તો કદાચ તેમાં કોઈ ને રસ નથી,
  પણ હું માનું છું કે અ સમસ્યા નો એક માત્ર ઉપાય સારું શિક્ષણ અને શ્રેષ્ઠ વાંચન છે હું મારી જાત ને મૂલવું તો હું ‘ઇન્ડિયા સી’ ના તળિયે થી ઉપર ઉઠેલો માણસ છું મેં મારી કરીકીર્દી ની શરૂઆત માત્ર દસ વરસ ની ઉમરે થી શેરડી ના સીંચોડા માં ગ્લાસ ધોવાથી કરી હતી પણ મને તે ઉમરે પણ જે મળે તે તે પછી પેપર હોય કે પસ્તી વાંચવામાં ખુબજ રસ હતો અને મારા વાંચને જ મને દુનિયા સામે લડતા શીખવ્યું। માત્ર દસ ચોપડી ભણેલો હું અત્યારે ઈન્ટરનેટ વાપરું છું અને તે માઘ્યમ થાકી મારો બીઝનેસ કરું છું મારી વાંચન ની ટેવે જ મને દુનિયાની રીતભાત અને તેની સાથે કઈ રીતે કામ પાડવું તે મને શીખવ્યું .આજે હું મારા ધંધામાં ટોપ ઉપર નથી પણ એક સારી પોઝીશન ઉપર છું જ।
  અને એટલે જ હું માનું છું કે ઉપર આવવાનો જો કોઈ શોર્ટકટ હોય તો એક માત્ર વાંચન અને જ્ઞાન છે .

  Like

   
 13. નિરવ ની નજરે . . !

  January 26, 2013 at 11:33 AM

  1} દર વખતે પ્રજાસતાક દિને અને બીજા રાષ્ટ્રીય દિવસોને ટાણે , “પ્રજા”ને “સટ્ટાક” જ પડતી હોય છે અને કમનસીબે પડતી રહેશે . . .

  2} અને મને તો એ નથી સમજાતું કે જય સર , લા મિઝરાબ વિષે લખે કે આ ચમનીયા લોકોને [ નેતાઓ / અધિકારીઓ / ભ્રષ્ટાચારીઓ . . ] ઝાટકતા લેખ લખે એ બંને આટલી જુદી દ્રષ્ટિ થી જોવામાં શું કામ આવે છે ? . . . બંને વિષયો એટલા જ પ્રસ્તુત છે અને બંનેનું અલગ મહત્વ છે . . . અને બંને વિષયો સમાજના જે તે વર્ગને સ્પર્શતા જ હોય છે .

  Like

   
  • Prakash M Jain

   February 1, 2013 at 3:55 PM

   ” PRAJA ” ” SATTAK ” word i m using during conversation with friends since year 1992. very sad that even after 21 year there is nothing changed, but position is changed from bad to worse. But still there is hope for better.

   Like

    
 14. Aakash Jivani

  January 26, 2013 at 12:19 PM

  આઝાદ પ્રજાસત્તાક ભારત કરોડો સામાન્ય માણસોની અસામાન્ય નિષ્ઠા પર ઉભું છે. (y)
  Really a thought provoking article JV…Thanks for awakening ‘We The People’
  Happy(!) Republic Day!

  Like

   
 15. husain.taiyeb@gmail.com

  January 26, 2013 at 12:26 PM

  Sir.. Happy R day.. watched Table no 21 today morning,, Mind Blasting Transformational Thriller. Climax gave so much Realization about Me and the World.. I am surprised u havent written anything about this Film.
  This article is wonderful. Salute to your Lovefor the Nation. You have proved how a Pen is Mighter than anything. You have changed me and millions of people. Thankyou very Much.

  Like

   
 16. husain.taiyeb@gmail.com

  January 26, 2013 at 12:27 PM

  This article is wonderful. Salute to your Lovefor the Nation. You have proved how a Pen is Mighter than anything. You have changed me and millions of people. Thankyou very Much.

  Like

   
 17. બાલેન્દુ વૈદ્ય

  January 26, 2013 at 12:35 PM

  મારા મિત્રના નોકર ની સાઇકલ ચોરાઈ ગઈ, મિત્ર સિધાંતવાળા એટલે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા મોકલ્યો….બે કલાકે પાછો આવ્યો, ફરિયાદ તો ઠીક ઉપરથી માર ખાઈ આવ્યો…..ઇન્ડિયા સી….

  પરેડ માં અગ્નિ ૫ જોયું….પણ બે માથા સામે દસ માથા વાઠે એવો ‘અગ્નિ’ ક્યાં?

  Like

   
 18. priynikeeworld

  January 26, 2013 at 2:38 PM

  i think ….this article was written not last year but previous year… in 2011…sorry,if i remembered wrong year… thank you very much Jaysir, for this Times of India pic… i was looking for it. ..its innovative art

  Like

   
 19. swati paun

  January 26, 2013 at 3:00 PM

  yes sir…………………….i also thnk aa last yr nai bt 2011 no 6……..mane aa n c wadi vat n popcorn yad 6…..superbb n true articl…..

  Like

   
 20. pandya kirtikumar

  January 26, 2013 at 3:38 PM

  Krantikari article….

  Like

   
 21. Chinmay Parekh

  January 26, 2013 at 4:05 PM

  only one word salute for this article………

  Like

   
 22. dr.naresh s bhavsar

  January 26, 2013 at 4:28 PM

  જયભાઈ,
  ખૂબ જ તલસ્પર્શી વિવરણ ઈન્ડીયા એ-બી-સી…..ઈન્ડીયા -બી તેજસ્વી,મહેનતૂ છે પરંતુ તે ઈન્ડીયા-એ ને રોલમોડલ ભલે માને સાથે-સાથે ઈન્ડીયા સી ને શિક્ષણ માં ખૂબજ મદદ કરે તો ઈન્ડીયા-સી ઈન્ડીયા-બી માં પરિવર્તિત થઈ શકે….અને સંપૂર્ણ નહીં તો થોડાક અંશે મેરા ભારત મહાન થઈ શકે.

  Like

   
 23. marooastro

  January 26, 2013 at 4:31 PM

  lal,salam, jaibhai, manilal.m.maroo

  Like

   
 24. naitik1199

  January 26, 2013 at 4:58 PM

  जिस देश में “गीता”, “रामायण”, “गुरुग्रंथ साहबजी”, “महाभारत “, “चाणक्य निति, “अर्थ शास्त्र” जैसे महान ग्रन्थ, साहित्य का जन्म हुआ हो, ऐसे देश में अमेरिका, ब्रिटेन, फ़्रांस, इटली, जर्मनी के सविधान से चुराए अनुच्छेदों से अपना सविंधान लिखा गया हो इससे बड़े शरम की बात और कोई नहीं हो सकती….

  Like

   
 25. Chintan Oza

  January 26, 2013 at 5:14 PM

  All the points mentioned in the article is 100% correct related to current situation of India. Many txxxx for sharing this JV …!!!

  Like

   
 26. Dr. Rajesh Thakar

  January 26, 2013 at 6:57 PM

  Chhii !!!! Hak thhuu !!!!! Aj yogya shabdo chhe temna matte .

  Like

   
 27. ilyas shaikh

  January 26, 2013 at 11:24 PM

  very good excellent article.
  i m totally agree

  Like

   
 28. Vipul Parekh

  January 27, 2013 at 1:38 AM

  Hi JV,

  Nice article (as usual).

  The A, B and C is described in more details in Chetan Bhagat’s “What Young India Wants”.

  Looking at the current scenario, you can look for a wordpress code which can every year post this article automatically.

  Yours Truely

  B

  Like

   
 29. Devanshi Thanki

  January 27, 2013 at 4:33 AM

  Jaybhai
  sphotak lekh. bas aavu lakhya j karo kyarek to rajkarnio sharmashe.aathvato to koi mai no lal ene sidha thava majbur karshe.

  Like

   
 30. nabhakashdeep

  January 28, 2013 at 6:56 AM

  પોતાની લેખમાળાઓથી સામાજિક ઉત્થાન માટે યશસ્વી ફાળો આપતી, આપ જેવા અભ્યાસુ લેખકોની કલમને ધન્યવાદ. સંવેદનાઓ જગાવી રાહબર

  બનવાનો યજ્ઞ એક દિવસ , ઈન્ડીયાના ગ્રેડેશનમાં બદલાવ લાવશે જ , એ જ આશાસહ..

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

   
 31. Sunil

  January 28, 2013 at 9:06 AM

  very nice articles Planetbhai,

  Like

   
 32. ALKESH PATEL

  January 28, 2013 at 9:19 AM

  JAYBHAI
  KYA LIKHU……..DARD HO RAHA HAY…MARA HINDUSTAN KI ASALIYAT PADHA KE…!! JISAKI CYCLE CHORI HO GAYI WO GARIB KO POLICE CHOR SABIT KAR TI HAY…AUR DAMINI PER RAP KARANA WALA KO SIRF 3 SAAL KI SAJA SUNAI JATI HAY….MARA BHARAT MAHAN………!!!!

  Like

   
 33. mdgandhi21, U.S.A.

  January 28, 2013 at 9:58 AM

  સાચી વાત છે, ચા વેચવાવાળા છોકરાઓને તો ઠીક, દેશમાં લાખો શું, કરોડો ભણેલા લોકો પણ એવા છે જેમને મહાત્મા ગાંધીનું આખું નામ ખબર નથી હોતું, એ તો ઠીક છે, પણ એવા પણ લાખો લોકો નીકળશે, જેમને મહાત્મા ગાંધી કોણ છે એ પણ ખબર નથી….. અરે! ઘણા ભણેલા લોકોને પુછશો તો એમને મન ગાંધી એટલે ફક્ત “ઈંદીરા ગાંધી અને સોનીઆ ગાંધી”નેજ ગાંધી તરીકે ઓળખે છે…….!!!!

  Like

   
 34. MG

  January 28, 2013 at 4:12 PM

  ધાણી ખરીદવાની વાત દિલ માં શાતા આપી ગઈ . મેં એક નિયમ બનાવ્યો છે . બને ત્યાં સુધી સમાન લેવા મોટા મોલ કે કોઈ સુપેર સ્ટોર માં નાં જવું . શક્ય હોત ત્યાં સુધી નાના દુકાનદાર કે ફૂટપાથ પર છૂટક વેચનાર પાસે થી જ લેવું .બાટા કરતા સારા બુટ લોકાલ કારીગર બનાવી શકે છે . પોષતું હોય તો દરજી પાસે કપડા સીવડાવવા, અને બીજા ઘણા કામો માટે મોટો કંપનીઓ ને ખાટાવવી નહિ .ગાંધીજી કહે તેમ ખરો ભારત દેશ નાના ગામડામાં વસે છે તેમ જ ભારતની ખરી પ્રજા આ લોકો જેને અપને નાના સમજીયે છીએ તે છે. વેશ્વીકરણ રેહવા ડો ઉદ્યોગપતિઓ માટે . આપના માટે તો દેશી વહેવાર જ ઠીક છે

  Like

   
  • Amit Trivedi

   January 29, 2013 at 4:14 PM

   very ture MG…pan India B ne to mall and super store no moh j evo che ne ke..lal darwaja javanu aave to pan naak chadi jay che!!!
   JV, a nice one, you are like the catalyst…for us..

   Like

    
 35. Nilesh Pandya

  January 28, 2013 at 4:46 PM

  Jay Bhai, Last year also i read the same article. Today also i did the same. A year has past but the “aag” which it ignites in the heart remains the same. There is a saying. You can eith Love India or You can Hate it. You can never be in between situation for India. Before some 2 or 3 years i was in deep love of India. Today i am at the reverse end.

  Like

   
 36. Atul Goswami

  January 28, 2013 at 6:02 PM

  no words to say! Just GREAT

  Like

   
 37. nikhilshah9

  January 28, 2013 at 7:25 PM

  kudos

  Like

   
 38. Dr Rajendra Anand

  January 29, 2013 at 11:45 AM

  Mr jaybhai, jay ho to distribute ur thoughts, here you are discussing about India A,B and C and our some ?leaders are differentiating INDIA and BHARAT. This will not done by leaders, only a few people like u and us can think and do something sporadically for this kind of people like dhanivala. we can help a few people by helping them for either education / promoting their sale in your way.

  Like

   
 39. bhavin gadhesariya

  January 31, 2013 at 3:56 PM

  Very nice sir i totaly agree with you

  Like

   
 40. vandana

  February 1, 2013 at 1:29 PM

  how many agree with this and among them how many do somthing for india c?

  Like

   
 41. Bhupendrasinh Raol

  February 4, 2013 at 1:13 AM

  આંખોમાં પાણી આવી ગયા..

  Like

   
 42. jinny

  February 7, 2013 at 12:55 PM

  all we need is a ‘revolt’

  Like

   
 43. PRADIP JOSHI

  February 9, 2013 at 1:27 AM

  Excellant. touchy, a consistant hammering and reverance can change anything.

  Like

   
 44. JENI

  February 14, 2013 at 11:46 AM

  wow nice lines heart touching…………

  Like

   
 45. Gunjan

  April 26, 2013 at 8:02 PM

  Thanks Jaybhai , u give me vision 4 my life

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: