RSS

લા મિઝરાબનો શરાબ !

21 Jan

victor hugo 1

આજે મારી કોલમ સ્પેકટ્રોમીટરમાં અત્યાર સુધીમાં મેં વાંચેલા તમામ પુસ્તકોમાં સર્વાધિક પ્રિય એવી ૧૫૦ વર્ષ જૂની ફ્રેંચ ક્લાસિક “લા મિઝરાબ” ( Les Miserables )પર લખ્યું અને એ વાંચવા માટે ઇન્કવાયરીનો મારી પર ધોધ વરસી પડ્યો !

મારાં લેખો તો હજુ ય આના પર આવશે, એટલે એ એકસાથે અહીં મુકીશ પછીથી..પણ અત્યાર પૂરતી આ પોસ્ટ વાંચનરસિયાઓ માટે.

ગુજરાતીમાં આ કૃતિના એકથી વધુ અનુવાદ થયા છે પણ અંગત વિનંતી છે કે એનો અંગ્રેજી અનુવાદથી પણ સરસ આનંદ ઉઠાવવો હોય તો મૂળ ૧૯૦૦થી વધુ પાનાંની ફ્રેંચ પરના ૧૪૬૩ પાનાં અંગ્રેજીમાં થયા – એની ય આબાદ ચરબી ઉતારી, એકદમ રસાળ સ્વરૂપમાં દાયકાઓ પહેલા ગુજરાત સમક્ષ મુકનાર મૂળશંકર મો. ભટ્ટ ( સાહસિકોની સૃષ્ટિ વાળા સ્તો ! )નો “દુ:ખિયારાં” જ અચૂકપણે વાંચવો.

ભાવનગરના સંસ્કાર સાહિત્ય મંદિરે બહાર પાડેલી એની છેલ્લી આવૃત્તિ હાલ તો બજારમાં અપ્રાપ્ય છે. ( મારી પાસેની કોપી ઝેરોક્સ કરાવવા માટે આજે કુલ ૪ વિનંતીઓ સ્વીકારી ! માટે  ક્યાંય ન મળે તો મને કહેજો અહીં કોમેન્ટ દ્વારા ). સારી લાયબ્રેરીમાં એ મળે. આજે મૂળશંકરભાઈના પુત્ર વિક્રમભાઈનો ફોન આવ્યો અને એમણે કહ્યું કે બે ભાગનું એક ભાગમાં સંકલન કરી સચિત્ર સંસ્કરણ અમદાવાદનું ગુર્જર પ્રકાશન તૈયાર કરે છે. થાય ત્યારે ખરું. છતાં ય ત્યાં તપાસ કરજો. પણ ફરીને કહું છું, તક મળે અને ગુજરાતી વાંચતા આવડે ( એટલે તો તમે આ ય વાંચતા હશો ને ! ) તો જીવનમાં એક વાર એ “દુખિયારાં” વાંચજો, વાંચજો અને વાંચજો જ.

જેમને અંગ્રેજીમાં જ વાંચવી છે , એમના માટે તો એ શોધવી સાવ આસાન છે, છતાં એટલી ય તસ્દી ના લેવી હોય તો આ રહી એ ડાઉનલોડ કરવાની લિંક.

http://www.gutenberg.org/ebooks/135

મૂળ ફ્રેંચ કૃતિ પરથી નાટકો અને ફિલ્મો પારાવાર ઘણી ભાષામાં સર્જાયા છે. અત્યારે જે ફિલ્મ ઓસ્કાર ગજવે છે – એ એના સુપરહિટ મ્યુઝિકલ પરથી બની છે ( એટલે ભારતમાં ચાલવાના ચાન્સ સાવ ઓછા ! ગુજરાતમાં અત્યારે ફક્ત અમદાવાદમાં પીવીઆર /સિનેપોલિસ ખાતે છે ). મારાં જેવા હરેડ બંધાણીને ટ્રેલર નીરખીને ખબર પડી જાય કે ડાયરેક્ટર ટોમ હૂપર ( કિંગ્સ સ્પીચ) એને ઘોળીને પી ગયા છે, ને પુરો ન્યાય આપ્યો છે. ઉમદા અભિનેતા હ્યુ જેકમેનને જીન-વાલજીન / જ્યાં-વાલજ્યાં તરીકે લીધો એ જ સો ટચની પસંદગી છે, હ્યુગોના વર્ણન મુજબનો જ બાંધો અને ચહેરો છે એનો ! એ ફિલ્મનું ટ્રેલર અને ફર્સ્ટ લૂક અહીં નિહાળો :

એક ફિલ્મ લિઆમ નીસન અને ઉમા થર્મનને લઈને પણ ૧૯૯૮માં  હોલીવૂડમાં બનેલી , એનું ય ટ્રેલર જોઈ લો.

લા મિઝરાબના મ્યુઝિકલ ઓપેરા / નાટકને ગ્રાન્ડ સક્સેસ મળી એ માનમાં થયેલું સ્પેશ્યલ સંગીતમ્ય સ્ટેજ પરફોર્મન્સ આખું અહીં માણો :

એક જૂની લાંબી ફિલ્મ પણ એના પર ૧૯૫૭માં બનેલી એ આખી સબટાઈટલ સહિત અહીં જોઈ શકાશે :

અને ૨૦૦૦માં ફ્રેન્ચોએ બનાવેલી એક ફિલ્મ પણ અહીં બે ભાગમાં મોજુદ છે :

લો, આટલો ખજાનો ખુલ્લો કર્યો……નવી ફિલ્મ અત્યારે થીએટરમાં જઈને જોજો અને દુ:ખિયારાં મેળવીને વાંચજો એટલે દુખતી આંખે અને વહેલી સવારનો પ્રવાસ હોવા છતાં કરેલો આ ઉજાગરો લેખે લાગે ! હજુ મારી કોલમમાં તો લેખ આવશે… અહીં પણ પોસ્ટ્સ આવશે…આફ્ટરઓલ, અપુન કિ ફેવરિટ હૈ ભાઈ ! ઔર ૧૫૦ સાલોં સે દુનિયા કી ભી ! નશો કરાવી દે એવું શબ્દસૌંદર્ય છે એમાં !

જય વિક્ટર, જય મૂળશંકર, જય હૂપર… 🙂

 
88 Comments

Posted by on January 21, 2013 in art & literature, cinema

 

88 responses to “લા મિઝરાબનો શરાબ !

 1. Dipen

  January 21, 2013 at 3:50 AM

  જયભાઈ! આજે ગુજરાત સમાચાર ની રવિ પૂર્તિ માં તમારો લેખ વાંચવાનો રહી ગયો પણ આ ફિલ્મ ની જલક જોયા પછી તો ફિલ્મ જોવા નું નક્કી થઇ જ ગયું. તમે માનસો નહિ પરંતુ આ પુસ્તક નું ગુજરાતી ભાષાંતર મેં નાનપણ માં વાંચી છે અને મને પસંદ પણ છે. હું જરૂર થી પ્રયતન કરીશ કે એ મળી જાય. જો એ કોઈ પુસ્તકાલય માં મળતું હશે તો અહી કોમેન્ટ ધ્વારા જાણ કરીશ

  Like

   
 2. Amit satasiya

  January 21, 2013 at 7:03 AM

  kharekhar adbhut chhe.
  Jamnagar medical girl’s hostel ni pachhal mittal book depot mathi vanchi chhe

  Like

   
 3. Harsh Pandya

  January 21, 2013 at 7:06 AM

  મેં ય તે મૂળશંકરદાદા એ કરેલો અનુવાદ વાંચેલો છે. 😛 હું આજે જ ભાવનગરમાં તપાસ કરી લઉં છું કે ક્યાંય એની એડીશન પડી છે કે કેમ… 🙂

  Like

   
 4. varmasanket1987

  January 21, 2013 at 8:16 AM

  wah wah wah jv. 8 k 9 ma ma hato tyare dikhiyara vancheli. tyare to bhan pan nahoti k hugo kon ane aa avi famous kruti chhe. samaj pan aparipakva hoy ane aje to yad pan nathi enu kai. kale lekh vanchi ne taju thayu. atlo khajano kholi apva badal thanks. fari vakhat gujarati ma kharidi ne j vanchvani ichchha chhe.

  Like

   
 5. sudhirbhatt

  January 21, 2013 at 10:12 AM

  yes very very tragic and must read

  Liked by 1 person

   
 6. dharmesh

  January 21, 2013 at 10:19 AM

  jaybhai, me surat ma ghani jagyaye tapas kari pn kyay book mali nhi, mare tamari pase thi a book ni ek zerox copy melavava su karwanu ?? plz reply apjo

  Like

   
  • drchetananghan

   December 23, 2015 at 5:08 PM

   ભાઈ તમારે જોઈએ તો જેડી ગાબાણી પુસ્તકઅલયમાં છે.

   Like

    
 7. Sunil Vora

  January 21, 2013 at 11:00 AM

  જયભાઈ, ગુજરાતી અનુવાદની કોપી મળશે,તો આનંદ આવશે.

  Like

   
 8. નિરવ ની નજરે . . !

  January 21, 2013 at 11:00 AM

  શું એવું થઇ શકે કે , જેમની પાસે જૂની શ્રી મૂળશંકરદાદાના અનુવાદવાળી બુક હોય , તે શક્ય હોય તો તેનું સ્કેનીંગ કરી તેને સ્વરૂપે સૌ સાથે વહેંચે . . . થોડુક કામ વધી જાય . . તો પણ . . જો શક્ય હોય તો . . .

  Like

   
  • બાલેન્દુ વૈદ્ય

   January 21, 2013 at 12:05 PM

   નાગરોત્પ્તી ની ચોપડી નું સ્કેન મેં કરેલું છે અને અમારા યાહુ ગ્રુપ માં પોસ્ટ કરેલ છે…..આ બુકનું સ્કેનીંગ પણ હું કરી શકું જો મૂળ બુક અને પરવાનગી મળે તો……

   Like

    
   • abhishek soni

    January 21, 2013 at 1:59 PM

    Classics ne reproduce karava mate permission ni jarur nathi padti. It’s legal I guess..

    Like

     
  • Neel

   January 21, 2013 at 1:54 PM

   Jemne pan gujarat anuvaad vadi copy joiti hoi te bhavnagar “Lokmilap trust” ma sampark kare.. 100% mali rehse…

   Like

    
 9. Envy

  January 21, 2013 at 11:06 AM

  કાલે તો સામાજિક પ્રસંગ માં બીઝી હોવાથી લેખ રહી ગયેલો જે આજે વાંચ્યો, મોજે દરિયા થઇ ગયા 🙂
  નેટ ચાલુ કરતા તો બ્લોગ ફેસબુક ઉપર અને અહી બ્લોગ ઉપર – એટલાન્ટીક ઓશન જેવી 13 કલાક 43 મિનીટ ની મહા સફર હાઝર, વાહ જયભાઈ ! ખુબ ખુબ આભાર વિક્ટર હ્યુગોનો, એની કહેણી ને જીવંત કરનાર કલા-કસબીઓનો, હ્યુગો ને આટલી જીવંત રીતે અનુવાદિત કરવામાટે મૂળશંકર મો. ભટ્ટનો અને છેલ્લે તમારો, આ બધું કબિર ની ‘જ્યું કી ધર દીની ચદરિયા’ ની જેમ મુકવા માટે

  Like

   
 10. Atul Jani (Agantuk)

  January 21, 2013 at 11:30 AM

  મારું પ્રિય પુસ્તક.

  ગાવરોશને કરેલા બે પ્રશ્નો અને તેના ઉત્તરો હજુએ કાનમાં ધણ ધણે છે.

  ક્યાંથી આવ્યો? – શેરીમાંથી
  ક્યાં જાય છે? – શેરીમાં

  Like

   
 11. MAYUR TRIVEDI

  January 21, 2013 at 11:55 AM

  jay bhai gujrati nakal male to levi che pan te kya ane kevi rite melavavi teni samaj apsho to maja padashe….. thank you JAY bhai

  Like

   
 12. બાલેન્દુ વૈદ્ય

  January 21, 2013 at 11:56 AM

  જય ભાઈ; મારી ફ્રેન્ડ રેક્વેસ્ત પેન્ડીંગ છે…જરા એસેપ્ત કરો ને…..ગુસ રવી પુરતી મારા માટે એક જ પાના ની છે….છેલ્લા પાનાની….એનઆર આઈ, બાબુરાવ પટેલ અને ભૂત ના ફોટા જેવા લેખ ગુસ માં..!!! લા મિઝરેબલ નો આ ભાગ ગુજરાતી પાઠ્ય પુસ્તક માં હતો અને તે વાંચ્યા પછી ભુજ ની બે લાયબ્રેરીઓ…ખેગારજી અને જીલ્લા પુસ્તકાલય માં મારા દીપક ધોળકિયા(આકાશવાણી સમાચાર વાંચક) જેવા મિત્રો વચ્ચે હોડ લાગેલી, અંગ્રેજી પુસ્તક મળ્યું પણ તેનું અંગ્રેજી વાંચવું અઘરું….પણ મૂળશંકરભાઈ નો ગુજરાતી અનુવાદ વાંચ્યો….કોઈ જુદીજ દુનિયા માં અમે વિહરતા હતા – ખરેખર નશા માં જ હતા….હા, અનુવાદમાં થોડા શબ્દો કઠયા, ચર્ચ ને દેવળ, ચર્ચના પાદરી માટે બાપુજી જેવા…હિન્દી ફિલ્મ માં સંજીવ કુમાર ને વાલજીન તરીકે જોયેલ, ફિલ્મ નું નામ?

  Like

   
  • hemusb

   January 23, 2013 at 5:25 PM

   Devata(1978)

   Like

    
 13. Jenti Patel

  January 21, 2013 at 12:16 PM

  કદાચ ભાવનગર માં ગાંધીસ્મૃતિ પુસ્તકાલય માં હોય શકે . .
  તમારા લ્ર્ખ પહેલા પણ આ પુસ્તક વિષે ક્યાંક વાંચ્યું હતું . .
  ગુજરાતી કોપી મને પામ મળે તો સારું . . .

  Like

   
 14. Maneesh Christian

  January 21, 2013 at 12:43 PM

  જાઓ, તમારો ઉજાગરો એળે નઈ જવા દઉં, વાંચીશ પણ ખરો અને વાંચવાની ભલામણો પણ કરીશ, પ્રોમિસ ……:)

  Like

   
 15. Nitin Bhatt

  January 21, 2013 at 1:07 PM

  જયભાઈ, ‘દુખીયારા’ અનેક વાર વાંચી છે. સ્વામી આનંદે તેની જે પ્રસ્તાવના લખી છે તે પણ આ અનુવાદની ગુણવત્તા માટેનું બહુ મોટું પ્રમાણપત્ર છે ( જો કે તેની જરૂર નથી).. એના આ નવા સ્વરૂપને માણવા માટે તમારી પોસ્ટે મારી આતુરતા અનેકગણી વધારી દીધી છે! મારી પાસે ગુજરાતી અનુવાદનાં બંને ભાગ છે તે ફરીવાર માંણીશ

  Like

   
  • Nilesh Pandya

   January 25, 2013 at 11:07 AM

   Nitin sir, Can i have a copy of both parts. i can’t hold myself any more to read this. what i need to do to have a copy of this from u.

   Like

    
  • Mitul

   February 1, 2013 at 11:08 AM

   nitinbhai aa book kyathi malshe?

   Like

    
 16. vandana

  January 21, 2013 at 2:39 PM

  10 varas pahela khrideli ane vancheli, papa na ghare chhe mali jase to ahiya inform karish

  Like

   
 17. Divyata

  January 21, 2013 at 2:39 PM

  I am leaving in Bangalore .I can read in English but wish to read in Gujarati too.but can’t found here.please I want “dukhiyaara”.

  Like

   
  • SHINY

   January 22, 2013 at 8:35 AM

   for sure you want to read in gujarati when you are saying “i cant FOUND”!!!!!!

   Like

    
 18. kkruti

  January 21, 2013 at 3:05 PM

  ગુર્જર પ્રકાશનની “દુ:ખિયારાં” માટે આજે ગુજરાત પુસ્તકાલય, વડોદરામાં તપાસ કરી અને જાણવા મળ્યુ કે ઍકાદ અઠવાડિયામાં તેઓ માંગવી શકશે. જેવી બુક આવશે અહીં કૉમેંટ કરીને જણાવીશ.

  Like

   
 19. jigisha79

  January 21, 2013 at 3:32 PM

  thanx 4 da link 🙂

  Like

   
 20. Jitesh K. Donga

  January 21, 2013 at 5:06 PM

  Jay sir….Mare pan aa book ni xerox joiae 6e. Haal hu Chanag(Anand) study karu 6u, Pan book mate Jo Rajkot/Gondal aavvu pade to aavi jais….maate mane gujarati edition kai rite melavavi ae kahesho plz….

  Like

   
 21. Jitesh K. Donga

  January 21, 2013 at 5:13 PM

  Jay sir….Please hu aa book ni 3 varas thi raah joto hato….jo shaky hoy to hu koini pan paase thi melvi laish, aetle guide line aapva request 6e. thanks in advance 🙂

  Like

   
 22. Unnati

  January 21, 2013 at 6:15 PM

  Thank you very much for the link … 🙂

  Like

   
 23. Ronak

  January 21, 2013 at 9:34 PM

  Yes, I do want to read this in Gujarati. Please provide more information on how to get a copy. I live in U.S.A.

  Like

   
 24. pareshkumar

  January 21, 2013 at 10:37 PM

  Had read it in 1998 during times at department at Sau Uni

  Like

   
 25. Dhaval Gohel

  January 21, 2013 at 10:58 PM

  Book vachya pa6i aa movie ni 1 varsh thi raah joto hato… USA ma christmas par release thayu ane rajkot ma avyu nai.. Rahevayu nai atle majburi ma torrent par thi awards consideration print download kari ne 3 vakhat joyu.. 6ata haji man bharatu nathi..!

  Like

   
 26. સુરેશ

  January 21, 2013 at 11:13 PM

  મૂળશંકર મો. ભટ્ટ . કિશોરકાળના અતિ પ્રિય લેખક . જ્યાં વાલ્જ્યાં .. અત્યંત પ્રિય પાત્ર. જેવર્ટ જેવા પોલિસમેન ભારતને મળશે ખરા?
  તેમનો પરિચય ….
  http://sureshbjani.wordpress.com/2006/07/19/mulashankar_bhatt/
  તેમનો વધારે સારો ફોટો મેળવી આપશો?

  Like

   
 27. ચેતન ઠકરાર

  January 21, 2013 at 11:26 PM

  Reblogged this on crthakrar and commented:
  લા મિઝરાબનો શરાબ !

  Like

   
 28. Sadaf

  January 22, 2013 at 1:52 AM

  Thank you Jay bhai for providing great info. I just searched for the book and found that Amazon gives free ebook for kindle users

  http://www.amazon.com/dp/B004GHNIRK

  Like

   
 29. sheril patel

  January 22, 2013 at 3:32 AM

  Please put atleast scan copy of your articles here….as website of gujarat samachar is getting miserable day by day….not able to read your articles…..10 years juni adaat chhe every week 2 article vanchvani….je a website na lidhe chhuti rahi chhe….to plss link post karo ke scan copy muko plssss……

  Like

   
 30. SHAILESH TEREDESAI

  January 22, 2013 at 10:49 AM

  Dear sir, indeed it is a greta movie. Similarly you have missed out on one movie CLOUD ATLAS. I was expecting some write up on that also. I had sent u mail at that time u were too pressed for time due to other things happening in life. THat movie is now available on Torrentz.

  Like

   
 31. Suresh Shah

  January 22, 2013 at 11:10 AM

  If I remember correctly, there was a Hindi movie titled Kundan, based on this story.

  Like

   
 32. Jaydeep

  January 22, 2013 at 11:34 AM

  Thanks for it, if anybody found e-book version for Mobile than please share.

  Like

   
 33. Dr. Rajesh Thakar

  January 22, 2013 at 1:55 PM

  Thank you jaybhai,victor hugo ni amar kruti’Le miserable ‘vishe ghanu vanchyu chhe.’Dukhiyarra ‘mare pan vanchvi chhe.Tapas kari,nahi male to tamne janavis.baki tamaro lekh ,trailers,ane long film.tesado padi gayo .

  Like

   
 34. chintanparmar

  January 22, 2013 at 2:42 PM

  જયભાઈ, એક કોપી મને વાંચવા મળી શકે તો આનંદ આવશે, રાજકોટમાં તમે આવો તો હું કલેક્ટ કરી લઉં, જે ખર્ચ થાય એ મને કહેશો
  મારો મોબાઈલ – 98796 43959
  આભાર

  Like

   
 35. Parth Veerendra

  January 22, 2013 at 8:44 PM

  સર તમે આટલી સોલીડ ભલામણ/આગ્રહ કરો એટલે હવે ગમે એમ કરીને મેળ પાડ્યે છૂટકો ….કારણકે JV અપુન ક ફેવરીટ હે ! …

  Like

   
 36. Arvind Patel

  January 23, 2013 at 12:12 PM

  sir on this Novel (LA-MIZRAB) which English movies Made please inform to me

  Like

   
 37. hemusb

  January 23, 2013 at 5:28 PM

  જયભાઇ મારે પણ ‘દુખિયારા” ની ફોટોકોપી જોઇએ છે,પ્લીઝ આ રીક્વેસ્ટ સ્વીકારી વધુ શુ કરવા નુ છે તે જણાવશો,આભાર.મારો ફોન નમ્બર 9374818405 જામનગર

  Like

   
 38. Nilesh Pandya

  January 24, 2013 at 10:29 AM

  Jay sir, can i have a favour to have a copy of dukhiyara. very very excited to read it, What ever the cost will be i will send the cheque or draft for this

  Like

   
 39. NAREN

  January 24, 2013 at 1:44 PM

  I also need xerox book , I m ready to come at Gondal. Thanks a lot for sharing such precious matter

  Like

   
 40. Dr.Minaxi Dadhania

  January 24, 2013 at 3:32 PM

  I like it very very much jaybhai…… game tem kari ne “DUKHIYARA” vanchvi j padse.

  Like

   
 41. Ravi

  January 24, 2013 at 10:24 PM

  I want to read ‘Dukhuyaro’. I live in Bhavnagar. PLZ guild me for getting book.

  Like

   
 42. Ujas

  January 25, 2013 at 4:44 PM

  i also want copy of dukhiyara…No.9429064874…amdavad..

  Like

   
 43. Dr. hardik chavda

  January 25, 2013 at 6:07 PM

  please………i need gujarati version……….provide me

  Like

   
 44. Brijesh B. Mehta

  January 25, 2013 at 7:27 PM

  Reblogged this on Brijesh B. Mehta's Blog and commented:
  Awesome…..
  I am defenetly going to watch this.

  Like

   
 45. parikshitbhatt

  January 26, 2013 at 9:10 AM

  કોમેંટ-ઘણી મોડી; પણ લેખ વાંચ્યો તરત જ;પણ લખવા આજે બેઠો…બાળપણ માં મૂળશંકરદાદાના (અનુવાદિત) બાળ-પુસ્તકોની સિરિઝ લોક-મિલાપ/પ્રસાર/ગાંધી-સ્મૃતિ પુસ્તકાલય માંથી સતત વાંચ્યા પછી; જીવનની સૌથી પહેલી નવલકથા/ગંભીર પુસ્તક-પાંચમામાં ભણતો ને ‘દુઃખિયારા ભા-૧/૨’ વાંચ્યા…જેટલી સમજ પડી એ એ- કે જેવર્ટ-જિન એક સાહસકથા જેવા; કોઝેટના માબાપ-થોર્નાંડિયર અને તેની પત્નિ વિલન જેવા; મેરિયસ(નામ સાચું યાદ છે?)-કોઝેટ એક અનોખી પ્રેમકહાની જેવા…એમ ટુકડે ટુકડે લાગેલા…પણ જ્યારે જિનની પુરી વાત વાંચી;એ શબ્દોની તાકાત અનુભવી પછી મને હજુયે યાદ છે કે હું ઘણા વખત સુધી એની અસર હેઠળ રહ્યો હતો/રોયેય હતો…બહુ ગેહરી અસર છે આ પુસ્તકની મારા મન પર…એક વિચાર ત્યારથી હજુ સુધી કાયમ છે- કે માણસ ખરાબ થાય ત્યારે નહીં; પણ સારો બનવા કરે ત્યારે જ એણે સમાજ તરફથી એની ખુબ મોટી અને કાયમ એક ‘કિંમત’ ચૂકવવી જ પડ્યા કરે છે…આ પુસ્તક ના બેઉ ભાગ પછી તો ભાઈ(પિતાજી)એ વસાવેલા એટલે પછી પણ વંચાયા…એ પુસ્તકો મારી નોળવેલ છે…

  Like

   
 46. parikshitbhatt

  January 26, 2013 at 9:22 AM

  અપડેશનઃ- એ બેઉ ભાગ ઘરમાં ફરી શોધાશે અને વંચાશે…હા કોઈને ઝેરોક્ષ જોઈયે તો(એ પુસ્તકો શોધુ પછી) મને ૯૦૩૩૬૯૦૬૩૩ નંબર પર કહે…હું મોકલી આપીશ….

  Like

   
 47. ajay pithiya

  January 26, 2013 at 7:58 PM

  જયભાઇ, નમસ્કાર…
  લા મીઝરાબ ના વખાણ અને સબ ટાઇટલ વાળુ મૂવી થોડુ જોઇને અત્યંત હરખભેર ઝડપથી તે વાંચવાની ઇચ્છા થઇ છે.. હવે આ ભૂખ ભાંગવા માટે જલ્દી ઉપાય બતાવો…

  Like

   
 48. S

  January 26, 2013 at 11:19 PM

  હિન્દી માં લા’મિઝરેબલ જોવું હોય તો “કુંદન” સોહરાબ મોદી નું (સોહરાબ મોદી, નિમ્મી, સુનીલ દત્ત) જોવું, લા’મિઝરેબલ વિષે 70′ માં “જન્મભૂમિ પ્રવાસી” માં લેખ વાંચ્યો હતો, લેખક નું નામ યાદ નથી, મારી ઉંમર ત્યારે 7-8 વર્ષ ની હતી, એકાદ – બે વર્ષ માં જ “કુંદન ” દૂરદર્શન પર જોયુ હતું

  Like

   
 49. Shailesh Pujara

  January 26, 2013 at 11:56 PM

  Like

   
 50. jitesh

  January 28, 2013 at 6:07 PM

  are yaar reply to karo darling…:)

  Like

   
 51. azaz badi

  January 31, 2013 at 11:02 AM

  જો કોઈ ને દુખિયારા પુસ્તક મળે તો મારે ચોકસ જોવે છે તો મને જરૂર જાણ કરજી યો મારા નંબર આયા લખું છું મો. ૯૯૭૯૧૩૮૯૮૬ એઝાઝ

  Like

   
  • ચેતન ઠકરાર

   February 9, 2013 at 6:44 PM

   ગુજરાતી અનુવાદની કોપી મળે છે “ગુનેગાર…?” ના નામ થી. સંક્ષેપ અને અનુવાદ મહેશ દવે દ્વારા

   Like

    
  • kkruti

   February 28, 2013 at 1:55 PM

   દુખિયારની માત્ર ચાર-પાંચ કૉપી વડોદરાના સંસ્થા વાસહત સ્થિત ગુજરાત પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે.

   Like

    
 52. azaz badi

  January 31, 2013 at 11:12 AM

  જયસ સાહેબ મેં તમારા ૨૦/૧ નો લેખ અને ૨૩/૧ નો અને ૩૦/૧ લેખ વાંચેલ છે તમે તેમાં દુખિયારા ના ઘણા વખાણ કરીય છે તો હવે મારે તે વાંચવું છે તો તે મેળવા માટે મારે સુ કરવું સાહેબ મને મદદ કરો અને હું રવિવાર અને બુધવાર નો તમારો એક પણ લેખ વાંચવા નો ચુકા તો નથી સર આપ જુગ જુગ જીયો સર એવી અમારી દિલ સે દુવા હૈ ખુદા હાફિજ એઝાઝ

  Like

   
 53. Mukesh Dhakan.

  January 31, 2013 at 8:19 PM

  Thanks for information.
  Ghana samay thi aa book shodhto hato, kam nasibe haju sudhi nathi mali. Pan tamari post vachi ne em lage chhe ke kadach mane e book vachva mali jase..
  Ahmedabad na mara dosto ne me fari thi tapas karva kidhu chhe. Jo nahi male to please mane help karjo..

  Like

   
  • jigisha79

   February 6, 2013 at 2:15 PM

   thank you for the link 🙂

   Like

    
  • નિરવ ની નજરે . . !

   February 6, 2013 at 6:09 PM

   પણ , કદાચિત તે મૂળશંકર દાદાનો અનુવાદ નહિ હોય !

   Like

    
   • Mitul Thaker

    February 8, 2013 at 10:13 AM

    હા મિત્ર , પરંતુ મૂળ અનુવાદ તો 50 વર્ષ જૂની બૂક માં છે એ પણ હું પ્રયત્ન કરી રહ્યો છું, મળશે એટલે જરૂર જણાવીશ, આ તો આંધળા મામા કરતા કાણો મામો શું ખોટો .

    Like

     
 54. mahesh rana vadodara

  February 8, 2013 at 10:17 PM

  THANKS FOR THE VALUABLE INFORMATION AND RECOMMENDATION ON THE FILM LES MISREBLEAS AND THE BOOK

  Like

   
 55. ચેતન ઠકરાર

  February 9, 2013 at 6:44 PM

  ગુજરાતી અનુવાદની કોપી મળે છે “ગુનેગાર…?” ના નામ થી. સંક્ષેપ અને અનુવાદ મહેશ દવે દ્વારા

  Like

   
 56. Dr. Rajan Jagad

  February 11, 2013 at 12:20 PM

  the above book is in gujarati translated by Mulshankar Joshi. I have just ordered this book

  Like

   
 57. Ravindrasinh Parmar

  February 16, 2013 at 10:20 PM

  Mari pase aana banne bhag gujarati ma padya che ane me vachela che khub saras book..che..

  Like

   
 58. Girish Solanki

  February 17, 2013 at 2:19 PM

  મારે આ લા-મીઝરાબનો શરાબ પીવો જ પડશે.. હું અમદાવાદ રહું છું.. જેની જોડે આ બૂક હોય તો વાંચવા માટે આપવા વિનંતી.. ઓર ક્ષેરોક્ષ પણ ચાલશે.. મો.નં : ૯૫૧૦૩૩૫૨૫૪

  Like

   
 59. kkruti

  February 28, 2013 at 2:06 PM

  દુખિયારની માત્ર ચાર-પાંચ કૉપી વડોદરાના સંસ્થા વાસહત સ્થિત ગુજરાત પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે.

  Like

   
 60. Ravi Raval

  March 11, 2013 at 1:10 PM

  Surat na Gajanan Book stall ma malse..

  Like

   
 61. MANISH VAJA

  May 7, 2013 at 11:52 PM

  u can get the book DUKHIYARA BY MULSHANKAR BHATT online “http://www.booksforyou.co.in/Search.aspx?url=dukhiyara”
  link by paying with credit card, debit card or internet banking
  it is real site with good creditablity. i too got book from this site.

  Like

   
 62. Mahendra Vrajlal Meghani

  May 9, 2013 at 10:25 PM

  Dear Jay,
  I happened to meet you, in Rajkot in the prize distribution fuction of MAMTA Magazine ‘ short story ‘ competition, as one of your fan. Also Praful Kamdar of Ghatakopar had told me to meet you. Now something about the book ” LA Miserable “.

  My name is synonym to my cousin Mahendra Meghani. Babubhai Shah of Sanskar Sahitya Mandir was my brother in law and younger brother of one time Gujrat Minister Vajubhai Shah’s younger brother.

  I read that book ( Original name of Gujrati translation was also ” La Miserable ” ) first time when I was in 4Th Standard. After that I read it so many times. The later edition was even made more concise and name was changed to ‘ Dukhiyara “.

  I have the copy this Book. Right now I am visiting USA where I lived for 35 years. Since 2005, I have moved back to India and live in Ghatkopar, Mumbai. Once I come back in couple of months to India, I can lend my copy to anyone who is interested in reading.

  I became your fan when first time I heard you speaking in Asmita Parve organized by Pujya Shri Morari Bapu. There you spoke about Hindi Film and related that to the religion, that is what I recall.

  I come to Rajkot often. So next time when I come to Rajkot and if suitable to both of us, I will try to meet you.

  And last but not the least, Thank you for doing so much for Gujrati Language and Gujrati people.

  MAHENDRA VRAJLAL MEGHANI

  ( E-Mail : mahendrameghani@yahoo.com )

  Like

   
 63. Priyank Thakar.

  June 13, 2013 at 11:18 AM

  read karya p6i andar thi satat radvu aave ane 6ta pan radi na sakay. 1 night ma puri kari. tnx JV.

  Like

   
 64. SANJEEV MOLIYA

  July 24, 2014 at 1:40 PM

  ફાઈનલી, ” દુખીયારો ” AVAILABLE IN MARKET……… RUN… GET…. & ENJOY……

  Like

   
 65. Rushi Vyas

  January 3, 2015 at 3:33 AM

  Jay sir….Mare pan aa book ni xerox joiae 6e.

  Like

   
 66. DipakKumar

  July 28, 2015 at 2:02 PM

  Navjivan Prakashan ni Daridranarayan pan uttam anuvaad che je Bholabhai patele kariyo che eni navintam aavruti pan upalabdha che

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: