RSS

Daily Archives: January 17, 2013

મુકામ પોસ્ટ : ૨૦૧

વેલ, વેલ, વેલ….કહો દિલ સે, શુક્રિયા ફિર સે….આ “બ્લોગબચુડિયા”ની તો વળી ૨૦૦ પોસ્ટ્સ થઇ ગઈ લાસ્ટ પોસ્ટ સાથે ( ઝહેનસીબ, હુસેનસા’બ….આ બ્લોગ તમારી કલાની માફક તમારે ખાતર દિમાગથી નહિ, દિલથી બનાવ્યો હતો અચાનક અને દિલના અવાજની ગૂંજ ગર્જના ના બને તો નવાઈ ! 😛 )

હવે આમાં કહેવા જેવું અને આભાર માનવા જેવું તો વારંવાર કહેવાઈ ગયું… નયે રંગરૂટ,..વાંચી લો અહીં , અહીં , અહીં , અહીં , અહીં, અહીં અને અહીં ! ( હીહીહીહી નો કેવો પ્રાસ બેસે છે નહિ? 😉 )

એટલે અત્યારે ફક્ત વર્ડપ્રેસે જ તૈયાર કરી મોકલાવેલો ૨૦૧૨નો એન્યુઅલ રિપોર્ટ. અંગ્રેજી લખાણ નીચે લિંક ક્લિક કરશો તો આખો વાંચવા મળશે. ટૂંકો અને રસાળ છે. ગુજરાતી નેટવિશ્વમાં આ ગ્રહ “આધે મેં રામ, આધે મેં ગામ” જેવો છે – એવું હું નહિ, કંપની સરકાર જ કહે છે…અને એ ય એવા વરસમાં જ્યાં અમારા પ્રવાસો અને પપ્પાની બીમારીને લીધે ક્યારેક તો સળંગ મહિના સુધી પોસ્ટ મૂકી ના શકાઈ હોવા છતાં !  કિરપા માલિક કી, કરમ આપ કી મહોબ્બત કા.

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog.

Here’s an excerpt:

About 55,000 tourists visit Liechtenstein every year. This blog was viewed about 490,000 times in 2012. If it were Liechtenstein, it would take about 9 years for that many people to see it. Your blog had more visits than a small country in Europe!

Click here to see the complete report.

અને બોનસમાં વેલ, આ વખતની મારી રિયલ  સ્વજનો  સાથેના મિલનના વાર્ષિક મોકા સરીખી  બર્થ ડે પાર્ટી ( આ વખતે દશેરા હતો એ દિવસ , ૨૪ ઓક્ટોબર, ૨૦૧૨ ) ની આ ગયા વર્ષ જેવી તસવીરી ઝલક એ પછી તરત જ ત્રાટકેલા પપ્પાની તબિયતના તોફાનને લીધે લઇ ગઈ, અને હવે તો બહુ મોડું થયું…પણ આ ૨૦૧મી પોસ્ટ નિમિત્તે અંગત મિત્રમંડળની આ મેહફિલની જસ્ટ ઝલક આ પ્લેનેટજેવી પરિવાર માટે…ચૂંટેલી થોડીક તસવીરો નીચે કેપ્શન છે જ.

jvbd 15

ઈમ્પીરિયલ….એ રિયલ જેમ ફ્રોમ માય ડિઅર ફ્રેન્ડ્સ શેઠ ફેમિલી…માય ફેવરિટ 🙂

આર્ટિસ્ટ મિત્ર ગિરીશ ચૌહાણણી બર્થ ડે ગિફ્ટ...બાબલો જય સાથે બાઘડો જેવી...એ વિશાળ ફ્રેમ પર બધાએ બહુ મસ્ત મસ્ત મેસેજીઝ લખ્યા...

આર્ટિસ્ટ મિત્ર ગિરીશ ચૌહાણની બર્થ ડે ગિફ્ટ…બાબલો જય સાથે બાઘડો જેવી…એ વિશાળ ફ્રેમ પર બધાએ બહુ મસ્ત મસ્ત મેસેજીઝ લખ્યા…

jvbd3

વાયોલેટ ફ્રુટ કેક !

અને એ એ કેક કટિંગનો સ્પેશ્યલ ગેસ્ટ ઓફ પ્લેઝર ..ગટુડિયો છોટા ભીમ માસ્ટર જહાન એના વ્હાલા  પપ્પા ઘનશ્યામ સાથે , જેનો ખુદનું ફર્સ્ટ બર્થ ડે સેલિબ્રેશન એ પાર્ટીના એક વીક પછી હતો અને એની મમ્મી અને ફ્રેન્ડ લાઈક ફેમિલી એવી બીજલનો તો બીજે જ દિવસે ! ( અને પાછળ ઉભો છે અમારો કૌટુંબિક જીવનદાતા ડૉ.ચિરાગ.. )

અને એ એ કેક કટિંગનો સ્પેશ્યલ ગેસ્ટ ઓફ પ્લેઝર ..ગટુડિયો છોટા ભીમ માસ્ટર જહાન એના વ્હાલા પપ્પા ઘનશ્યામ સાથે , જેનો ખુદનું ફર્સ્ટ બર્થ ડે સેલિબ્રેશન એ પાર્ટીના એક વીક પછી હતો અને એની મમ્મી અને ફ્રેન્ડ લાઈક ફેમિલી એવી બીજલનો તો બીજે જ દિવસે ! ( અને પાછળ ઉભો છે અમારો કૌટુંબિક જીવનદાતા ડૉ.ચિરાગ.. )

એક ઔર હેપીવાલા બર્થ ડે પપ્પા અને મામા સાથે...

એક ઔર હેપીવાલા બર્થ ડે પપ્પા અને મામા સાથે…અને બધી કિડ્સ ગેંગ ઓફ કોર્સ ! 🙂

પહેલી બાઈટ પપ્પાને...

પહેલી બાઈટ પપ્પાને…

બીજી મને....

બીજી મને….

અને ત્રીજી પાર્ટીના સૌથી ટબુકડા મહેમાન જહાનને !

અને ત્રીજી પાર્ટીના સૌથી ટબુકડા મહેમાન જહાનને !

દર વર્ષે ડોક્ટર મિત્રો, સ્કુલ ટાઈમના હજુ યે સાથે રહેલો દોસ્તો , અંગત મિત્રો અને મનગમતા પારિવારિક સ્વજનોને સપરિવાર મળવા માટે દશેરાની મારી જન્મતિથીની મિજબાની નિમિત્ત બને છે..એ સહુના તેજપુંજ પર તો મારો થોડોઘણો પ્રકાશ છે..એ બધાનો ફરી વાર ખાસ આભાર...એમણે ગિફ્ટ એટલે જ લઇ આવવાની હોતી નથી પણ હું સામેથી પ્રતીક રૂપે કશુંક આપીને ઋણ ઉતારવા પ્રયાસ કરું છું..તો ય પ્રિય કિન્નર આચાર્યે સાચે જ પ્લેઝન્ટ સરપ્રાઈઝ આપ્યું...લેવાનો ઇન્કાર ના થઇ શકે એવી ગિફ્ટ..અમારા ઇન,મીન, તીનના પરિવારની મેમોરેબલ મોમેન્ટસનું કોલાજ.  એ બહાને પાર્ટીમાં સ્વ.મમ્મીની પણ હાજરી પુરાઈ ગઈ ! :-"

દર વર્ષે ડોક્ટર મિત્રો, સ્કુલ ટાઈમના હજુ યે જોડે રહેલો દોસ્તો , અંગત મિત્રો, વ્યવસાયથી વહાલ સુધી પંહોચેલા પ્યારા સાથીઓ અને મનગમતા પારિવારિક સ્વજનોને સપરિવાર મળવા માટે દશેરાની મારી જન્મતિથીની મિજબાની નિમિત્ત બને છે..એ સહુના તેજપુંજ પર તો મારો થોડોઘણો પ્રકાશ છે..એ બધાનો ફરી વાર ખાસ આભાર…એમણે ગિફ્ટ એટલે જ લઇ આવવાની હોતી નથી પણ હું સામેથી પ્રતીક રૂપે કશુંક આપીને ઋણ ઉતારવા પ્રયાસ કરું છું..તો ય પ્રિય કિન્નર આચાર્યે સાચે જ પ્લેઝન્ટ સરપ્રાઈઝ આપ્યું…લેવાનો ઇન્કાર ના થઇ શકે એવી ગિફ્ટ..અમારા ઇન,મીન, તીનના પરિવારની મેમોરેબલ મોમેન્ટસનું કોલાજ. એ બહાને પાર્ટીમાં સ્વ.મમ્મીની પણ હાજરી પુરાઈ ગઈ ! :-“

તો થેન્ક્સ ગ્રહવાસીઓ અને પ્રવાસીઓ…જેવા ૨૦૦ પોસ્ટ સુધી ફળ્યા, એવા આગળે ય ફળજો… 🙂 😀

 
45 Comments

Posted by on January 17, 2013 in personal

 
 
%d bloggers like this: