આજે મારી વ્હાલી મોસમ શિયાળા પરનો મારો વધુ એક ( પણ એકનો એક નહિ, હોં કે ! 😉 ) આ લેખ છપાયો છે.
અહીં સૌરાષ્ટ્રમાં એકદમ મસ્ત ઠંડી પડી રહી છે, જો કે હમણાં મેં અમુક કારણોસર સોશ્યલાઈઝિંગ ખાસ્સું ઓછું કરી નાખ્યું છે. પણકૂઊઊલ કોલ્ડ ફીલ કરવાની ચિલ પિલ લઉં જ છું . 😛
લેખમાં મારું અતિપ્રિય લંકા ફિલ્મનું સીમા સૈનીએ લખેલું સોંગ (lyrics) મુક્યું છે, એનો યુટ્યુબ વિડીયો અધુરો છે, માટે આખું ગીત આ શિયાળુ રાત્રિએ અહીં સાંભળો…ખૂબસુરત કવિતા, હૃદયસ્પર્શી કમ્પોઝીશન. એકાંતને ખાલીપાથી ભરપૂર કરે એવી અનુભૂતિ. જસ્ટ ફ્લો વિથ સ્નોફોલ.
અને લેખમાં ટાંકેલી સ્વરોત્તમ પુરુષોત્તમ ( ઉપાધ્યાય )ની એક અદભૂત તરજમાં બદ્ધ કૃતિ ( જે ડિજીટલ રિ-મેક બવધુ સારી એરેન્જમેન્ટ સાથે થાય તો જલસો પડી જાય ! રવીન નાયક જેવા મિત્રો સ્ટેજ પર તો કરે જ છે ) વેણીભાઈ પુરોહિતની માઝમ રાતે આખી અહીં વાંચો…અને પછી સાંભળો અહીં આ લિંક પર લતાના અવાજમાં !
માઝમ રાતે નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભિંજાય માઝમ રાતે
માઝમ રાતે નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભિંજાય માઝમ રાતે
સૂનો રે મારગ ને ધીમો ધીમો વાયરો
એના જોબનિયા ઘેલા ઘેલા થાય
આભલા ઝબૂકે એની સંગ રે સુંદર
ઓ..ગીત કાંબિયુંનું રેલાય
હે રે એને જોઈ આંખ અપલંકી થાય
માઝમ રાતે
માઝમ રાતે નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભિંજાય માઝમ રાતે
કેડે બાંધી'તી એણે સુવાસણી
એમાં ભેદ ભરેલ અણમોલ
એક ડગલું એક નજર એની
એનો એક કુરબાનીનો કોલ
એક ડગલું એક નજર એની
એનો એક કુરબાનીનો કોલ
એ ઝૂલે ગુલ ફાગણનું ફુલ દોલ, ફુલ દોલ
માઝમ રાતે
માઝમ રાતે નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભિંજાય માઝમ રાતે
નેણમાંથી નભના રંગ નીતરે રે
એનો ઝીલણહારો રે દોલ
હશે કોઈ બડભાગી વ્હાલિડો પ્રીતમ
જેને હૈડે ફોરે ચકોર
હે સપનાની કૂંજ કેરો મયુર
માઝમ રાતે
માઝમ રાતે નીતરતી નભની ચાંદની
અંગે અંગ ધરણી ભિંજાય માઝમ રાતે....
વેલકમ વિન્ટર…..સીઝન ટુ ગેટ વોર્મ હગ ફ્રોમ ફર્મ સ્વેટર 🙂