RSS

Daily Archives: January 1, 2013

યે વકત કયા હૈઃ જવાબ વગરનો સવાલ !

travel 10


યે વકત કયા હૈ?

યે કયા હૈ આખિર કિ જો

મુસલસલ (લગાતાર) ગુજર રહા હૈ

યે જબ ન ગુજરા થા,

તબ કહાં થા?

કહીં તો હોગા…

ગુજર ગયા હૈ

તો અબ કહાં હૈ

કહીં તો હોગા

કહાં સે આયા કિધર ગયા હૈ

યે કબ સે કબ તક કા સિલસિલા હૈ


યે વકત કયા હૈ?

યે વાકયે (ઘટનાઓ),

હાદસે (અકસ્માતો)

તસાદૂમ (ટકરાવ), હર એક ગમ

ઔર હર એક મસર્રત (ખુશી)

હર એક અઝીયત (તકલીફ)

હર એક લજ્જત (આનંદ)

હર એક તબસ્સુમ (સ્મિત)

હર એક આંસૂ, હર એક નગ્મા

હર એક ખૂશ્બૂ

વો જખ્મ કા દર્દ હો

કિ વો લમ્સ (સ્પર્શ) કા જાદૂ

ખુદ અપની આવાઝ હો

કિ માહોલ કિ સદાયેં

યે જહન મેં બનતી ઔર

બિગડતી હુઇ ફિઝાયેં

વો ફિક્ર મેં આયે ઝલઝલે (ભૂકંપ) હો

કિ દિલ કી હલચલ

તમામ અહેસાસ, સારે જઝબે

યે જૈસે પત્તે હૈ

બહતે પાની કી સતહ પર

જૈસે તૈરતે હૈ

અભી યહાં હૈ, અભી વહાં હૈ

ઔર અબ હૈ ઓઝલ !

દિખાઇ દેતે નહીં હૈ, લેકિન

યે કુછ તો હૈ

જો કિ બહ રહા હૈ

યે કૈસા દરિયા હૈ

કિન પહાડોં સે આ રહા હૈ

યે કિસ સમંદર કો જા રહા હૈ

યે વકત કયા હૈ?


કભી કભી મૈં યે સોચતા હૂં

કિ ચલતી ગાડી સે પેડ દેખો

તો ઐસા લગતા હે

દૂસરી સમ્ત (દિશા) જા રહે હૈ

મગર હકીકત મેં

પેડ અપની જગહ ખડે હૈ

તો કયા યૈ મુમકિન હૈ

સારી સદિયાં

કતાર અંદર કતાર

અપની જગહ ખડી હો

યે વકત સાકિત (સ્થિર) હો

ઔર હમ હી ગુજર રહે હો!

ઇસ એક લમ્હે મેં સારે લમ્હે

તમામ સદિયાં છુપી હુઇ હોં


ના કો આઇંદા (ભવિષ્ય),

ન ગુજીશ્તા (ભૂતકાળ)

જો હો ચૂકા હૈ

વો હો રહા હૈ

જો હોનેવાલા હૈ

હો રહા હૈ

મૈં સોચતા હૂં

કિ કયા યે મુમકિન હૈ

સચ યે હો

કિ સફરમેં હમ હૈ

ગુજરતે હમ હૈ

જીસે સમજતે હૈ હમ ગુજરતા હૈ

વો થમા હૈ

ગુજરતા હૈ યા થમા હુઆ હૈ

ઇકાઇ હૈ યા બંટા હુઆ હૈ

હે મુજમિન્દ(જામેલો)

યા પિધલ રહા હૈ

કિસે ખબર હૈ, કિસે પતા હૈ

યે વકત કયા હૈ


યે કાઇનાતે અઝીમ (વિશાલ બ્રહ્માંડ)

લગતા હૈ અપની અજમત (મહાનતા) સે

આજ ભી મુતમઇન (સંતુષ્ટ) નહીં હૈ

કિ લમ્હા લમ્હા

વસીઇતર ઔર વસીઇતર (વિશાળ)

હોતી જા રહી હૈ

યે અપની બાહેં પસારતી હૈ

યે કહકશાંઓ (આકાશગંગાઓ) કી

ઉંગલિયોં સે

નયે ખલાઓ (અંતરિક્ષો) કો

છૂ રહી હૈ


અગર યે સચ હૈ

તો હર તસવ્વુર (કલ્પના) કી

હદ સે બાહર

મગર કહીં પર

યકીનન એસા કોઇ ખલા હૈ

કિ જીસ કો ઇન કહકશાંઓ કિ

ઉંગલિયો ને

અબ તક છુઆ નહીં હૈ

ખલા, જહાં કુછ હુઆ નહીં હૈ

ખલા કિ જીસને કિસી સે ભી

‘કુન’ (સૃષ્ટિ રચવાનો ઇશ્વરીય આદેશ)

નહીં સુના હૈ

જહાં અભી તક ખુદા નહીં હૈ

વહાં કોઇ વકત ભી ન હોગા

યે કાઇનાતે અઝીમ ઇક દિન

છૂએગી ઉસ અનછુએ ખલા કો

ઔર અપને સારે વજૂદ સે

જબ પુકારેગી ‘કુન’

તો વકત કો ભી જન્મ મિલેગા


અગર જનમ હૈ તો મૌત ભી હૈ

મૈં સોચતા હૂં, યે સચ નહીં હૈ

કિ વકત કી કોઇ ઇબ્તિદા (આદિ) હૈ

ન ઇન્તહા (અંત) હૈ

યે ડોર લંબી બહુત હૈ લેકિન

કહીં તો ઇસ ડોર કા સિરા હૈ

અભી યે ઇન્સાં ઉલઝ રહા હૈ

કિ વકત કે ઇસ કફસ (પિંજરા) મેં

પૈદા હુઆ

યહીં વો પલા બઢા હૈ

મગર ઉસે ઇલ્મ (ભાન) હો ગયા હૈ

કિ વકત કે ઇસ કફસ કે બહાર ભી

ઇકા ફિઝા હૈ

તો સોચતા હૈ, પૂછતા હૈ

યે વકત કયા હૈ?

* * *

‘ઇટ્‌સ એ લોંગ પોએમ… યક્સ!’ કહીને વાંચતા પહેલાં જ થાકીને એ પડતી મૂકનારાઓ માટે કે વાંચીને હાંફતા હાંફતા આંખો મીંચી ગ્લાસ ભરીને પાણી ગટગટાવનારાઓ માટે આ રચના નથી. કારણ કે જાવેદ અખ્તરની માફક કે ઉપનિષદના ૠષિની માફક કે વિજ્ઞાની આઇન્સ્ટાઇનની માફક એમને કદી એ સવાલ સતાવતો નથી : યે વક્ત કયા હૈ?

જુઓ, જાવેદ અખ્તરની આ એક અઝીમોશ્શાન ઉર્દુ રચનામાં કળા, અઘ્યાત્મ અને વિજ્ઞાન ત્રણેનો ત્રિવેણી સંગમ થયો છે. મેટ્રિકસ ફિલ્મના કાલ્પનિક નાયક નિયોથી લઇને ટ્રાઇમ ટ્રાવેલની ફિકશન રચનારા એચ. જી. વેલ્સ સુધીનાને આ સવાલ પજવે છે. એકચ્યુલી, જે કોઇ જરાક ઉંડાણથી જીંદગી જાણે છે, અને વિચારે છે… એ કયારેક બીજાને નહિ, તો પોતાની જાતને પૂછી બેસે છેઃ વોટ ઇઝ ટાઇમ?

આ પ્રશ્ન પૂછાય કે પશ્ચિમ જવાબ માટે તરત જ સ્ટીવન સ્પીલબર્ગ જેવાઓની સાયન્સ ફિકશન ફિલ્મોથી લઇ સ્ટીફન હોકિંગ જેવાઓની સાયન્સ ફેકટ કહેતી ચોપડીઓ સુધી દોટ મુકશે… અને પૂર્વ ધર્મગ્રંથોના ખોળામાં લપાઇ જશે… જીસસથી જીબ્રાન, મહંમદથી મોહન, બુદ્ધથી મહાવીર, ભગવદ્‌ ગીતાથી કઠોપનિષદ- બધે એક જ સવાલનો ઉત્તર શોધવાનો તડફડાટ- સમય શું છે? માયા છે? મિથ્યા છે? સત્ય છે? શક્તિ છે?

વઘુ એક વર્ષ  હમણાં જ પસાર થઇ ગયું… સટાસટ, ફટાફટ… કેલેન્ડરના પાનાઓ ફાટતાં રહે છે. જીંદગી રફતાર પકડતી રહે છે. ફરી એ જ દિવાળી, એ જ ૩૧ ડિસેમ્બર, એ જ મીઠાઇઓ, હેપી ન્યુ ઇયરના સંદેશાઓ, મહેફિલો… ફરી એ જ પ્રકાશ પછીનો અંધકાર, સન્નાટો, સૂનકાર… પાર્ટી પુરી થયા પછી ભીતર વાગતા રહેતાં કોલાહલના ભણકારા! આ બઘું ફરી થશે, ફરી આવશે, ફરી વિખરાશે, ફરી રચાશે… શંકરાચાર્યે ગિન્નાઇને કહી દીઘું હતું:  ‘પુનરપિ જન્મમ્‌, પુનરપિ મરણમ્‌, પુનરપિ જનની જઠરે શયનમ્‌… ભજ ગોવિંદમ્‌ મૂઢમતે!’

વેલ, આ સૂચનનો પૂર્વાર્ધ ઘારો કે વાસ્તવિકતા છે: ફરી જન્મવાનું, મરવાનું, એ જ રીતે માના ગર્ભમાં સૂવાનું ને અવતરવાનું…. પણ ઉત્તરાર્ધ માન્યતા છે. મૂઢમતિઓ ભજ ગોવિંદમ્‌ કર્યા કરીને મૂઢમાંથી જડ બની જાય છે. માનસિક રાહતનો અહેસાસ એટલે થાય છે કે મનમાં બીજા વિચારોને નામજપના બહાને આપણે પ્રવેશવા દેતાં નથી. ઘરમાં બેસીને વરસાદથી બચવાનો વટ મારવા જેવી વાત છે. ખળભળાટમાં ચાલવું અગ્નિપથની યાત્રા છે. જગતમાં ઘણી વાર ઉત્તમ કળાનું સર્જન શાંતિને બદલે અકળામણમાં, આનંદને બદલે પીડામાંથી થતું હોય છે.

અને એ કળા, એક શાયર પૂછે છેઃ સમય શું છે? માણસ કેમ નાના-મોટા ‘રૂટિન’થી ઝટ કંટાળી જાય છે? માણસ કેમ એકના એક પ્રકારે વર્ષો સુધી જીવવામાં કદી કંટાળતો નથી? આ વિરોધાભાસો કેમ? અલ્ટીમેટલી આ બધાનો અંત શું? જન્મ્યા, મોટા થયા, મજા કરી, પરણ્યા, બીજાને જન્માવ્યા, બુઢ્ઢા થયા, સલાહો આપી, મર્યા… ચિન્તકો કહેશે… સંન્યાસ લો, સાક્ષીભાવ રાખીને મોક્ષ મેળવો, નિર્વાણ પામો…

મોક્ષ? એની કલ્પના પણ થથરાવી મૂકે તેવી નથી? પરમ શાંતિ, પરમ ચૈતન્ય, ઇશ્વરમાં એકાકાર…. પણ પછી યે શું? બસ? ફુલ સ્ટોપ? ધ એન્ડ? ખત્મશત? યાને કે શૂન્યાવકાશ… યાને કે ચિરમૃત્યુ, બેહોશી, સ્વપ્ન નિદ્રા.. ફરીથી જાગી ન શકાય તેવી!

જો અંધકાર છે, તો પ્રકાશનું અસ્તિત્વ છે. એમ સર્જકતા, વિચાર અને સંવેદનો છે તો જ જીવનનું, આનંદનું, શાંતિની સુખાનુભૂતિનું અસ્તિત્વ છે. પરમ શાંતિ એટલે ચરમ નિષ્ક્રિયતા! જે અવસ્થાએ આ કશું જ ન રહે, ત્યાં પહોંચ્યા તો પણ શું? નથંિગ! પૂર્ણથી પૂર્ણ કહો કે નથિંગ ટુ નથિંગ!

પણ કાળ, એઝ રાઈટલી પોઈન્ટેડ આઉટ બાય જાવેદસા’બ… આપણા માટે છે. સમય કદાચ કોઈ ભાગ્યવિધાતા પરમાત્માની નહિ, માણસની શોધ છે. ઈસ્વીસનો કે વિક્રમ સંવતો પહેલાં પણ માણસજાત હતી, જીંદગી હતી. પૃથ્વી પરના દિવસ-રાત કે કલાકો સૂર્યમાળાના જ બાકીના સભ્યો પર લાગુ નથી થતા… આ વર્ષ, માસ, દિવસ, કલાક તો આપણી સુવિધા માટેનું સર્જન છે. તારીખો નહિ હોય તો શ્વાસ અટકી જવાના છે? શ્વાસના અટકવાથી સમય થંભી જશે? કાળનું સર્જન માણસે કર્યું છે કે માણસનું સર્જન કાળે?

વક્ત, ઈન્સાન છે ત્યાં સુધી જ છે. આપ મુઆ પીછે ડૂબ ગઈ દુનિયા. પછી આ તવારિખ, આ કેલેન્ડર, આ ઘડિયાળ… એ બધાનું શું કામ? ડેડબોડીને ડેડલાઈન હોતી નથી. માણસના જન્મ સાથે જ એના માટેનો સમયનો જન્મ થાય છે. એના મૃત્યુ સાથે જ એના પૂરતો એનો અંત! અખ્તરજી તો એટલે જ પૂછી નાખે છે કેઃ જેમ ટ્રેન દોડતી હોય ત્યારે આપણે સ્થિર લાગીએ, અને બહાર સ્થિર રહેલા વૃક્ષો દોડતા લાગે… એવો આ ભ્રમ નથી ને? કે આપણે ઉભા છીએ, અને સદીઓ સરપટ દોડી રહી છે!

વિજ્ઞાને સાપેક્ષવાદની મદદથી સિદ્ધ કર્યું છે કે આ સંસાર જ નહિ, સમગ્ર બ્રહ્માંડમાં પ્રકાશના વેગ સિવાય કશું જ અચળ-અફર નથી! (એટલે બધી સંસ્કૃતિમાં અલૌકિક અનુભૂતિ પ્રકાશરૂપે થતી હશે?) સમય પણ નહિ! સાપેક્ષવાદની એક લીટીમાં સમજૂતી સ્વયં આઈન્સ્ટાઈને આપી હતીઃ રેલ્વે સ્ટેશન પર પ્રેમી ૧૦ મિનિટ પ્રેયસીની રાહ જુએ એ એને ૧ કલાક જેવી લાગે અને પ્રેયસીના આગમન પછી ૧ કલાક એની સાથે વાતો કરે એ ૧૦ મિનિટ જેવી લાગે! સમય ખરેખર એક જીંદગીના માઈલેજ માપતો એકમ છે, કે ફક્ત એક અનુભૂતિ છે? ટાઈમ, ટુ મેઝર ઓર ટુ ફીલ? કાળા વાળ શ્વેત થાય, ગુલાબી ગાલ પર કરચલી પડે… રીખતું બાળક ચાલતું થાય… બધે જ સમય દોડતો રહે છે.

વક્ત વક્ત કી બાત હૈ, ‘જબ જો જો હોના હૈ તબ તબ સો સો હોતા હૈ’ કહી બેઠા રહેવું કે ‘સોચના ક્યા જો ભી હોગા દેખા જાયેગા’ કહીને દોડતા રહેવું?

છે કોઈ જવાબ? યે વક્ત ક્યા હૈ? એ જવાબ મળે તો બીજો સવાલ પ્રગટશેઃ આ સમયનો સર્જક કોઇ છે? એની ગતિ વિકાસ છે કે વિનાશ?

કોઈક વખતે સમય મળ્યે એમાં ભેજાનું દહીં જમાવીશું ..!

ફાસ્ટ ફોરવર્ડ

Today is tomorrow you worried about yesterday! (માર્ક ટ્‌વેઈન)

# વર્ષો પહેલાનો એક લેખ, સમયની રેતી ખંખેરીને ૨૦૧૩ના આરંભે પુન: સજીવન…..હેપી ન્યુ ઈયર, રીડરબિરાદર !

 
47 Comments

Posted by on January 1, 2013 in philosophy

 
 
%d bloggers like this: