RSS

યુવતીઓના મોડર્ન ડ્રેસ : પર્દા જો ઉઠ ગયા તો ભેદ ખુલ જાયેગા?

29 Dec
YOG1

તમને આમાં કેટરીનાનું યોગમુદ્રા વાળું પદ્માસન ના દેખાય તો એનો શું વાંક? એની તો આંખો બંધ છે ! તમારી નજરને નિયંત્રણમાં રાખતા શીખો અને પચાવતા શીખો 😉

વર્ષ ૨૦૧૨ના અંતકાળે ” સ્વ.દામિની એવોર્ડ કોઈ બહાદુર મહિલાને આપવો હોય તો?

તો એ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્રી સુપુત્રી શર્મિષ્ઠા મુખરજીને આપવો જોઈએ. પોતાના સાંસદ ભાઈ અભિજિતની લવારીને સરેઆમ ઝાટકીને એના વતી માફી માંગવા બદલ. બ્રેવો. ભારતના એક એક ઘરમાં શર્મિષ્ઠા જેવી કોઈ બહેન -દીકરીની જરૂર છે , જે વાર તહેવારે સંસ્કૃતિ અને સંસ્કારના નામે ઘરની સ્ત્રીઓ પર બંધન મુકવાના પ્રતિબંધો ઠોક્યા કરે છે એવા ઘરના બાપ-ભાઈઓ સામે રંક બનવાને બદલે રણકાવાળો અવાજ ઉઠાવે એવી !

પણ હજુ ય ધર્મગુરુઓ અને અમુક ગુજરાતી લેખકો બેફામ વાણીવિલાસ રોજેરોજ કરે છે : સ્ત્રીઓને મર્યાદામાં રાખો. એમને ફેશન ના કરવા દો. એમને ફાંકડા આધુનિક વસ્ત્રો ના પહેરવા દો. એમના ઉત્તેજક વસ્ત્રો જ બળાત્કારને આમંત્રણ આપે છે. એમની આવી હરકતોને લીધે જ બળાત્કાર થાય છે. ઇત્યાદિ ઇત્યાદિ.

આ મુદ્દો આજકાલનો નથી, પુરા એક દસકા અગાઉ મેં એક લેખ એના પર ખુલીને લખેલો, દસ વર્ષે ય કોઈ એની નક્કર દલીલોનો જવાબ પુરુષો અને જુનવાણી મગજના ખાંધિયા ખખડધજ દિમાગો પાસે નથી. આપણો દંભી સમાજ બીકણફોશી છે અને પશ્ચિમની જેમ રેપ જેવા ક્રાઈમ સામે લડવાને બદલે વર્ષોથી શરણે થઇ સ્ત્રીઓ પર જ મર્યાદાના બંધનો નાખી એને માનસિક રીતે રીમોટ કંટ્રોલમાં રાખવા જ ટેવાયેલો છે. એમના કાલ્પનિક ડરને લીધે એ નારીની સહજ શૃંગારની પ્રકૃતિને વિકૃતિ તરીકે જોઈ, પોતાની લુચ્ચાઈ માટે બિચારી છોકરીની મુક્તિ અને મસ્તીને જ આરોપી ગણે છે ! ધિક્કાર છે. પાણીથી પેટના રોગો થાય એમ માનીને પાણી પીવાનું જ બંધ કરવાનું હોય કે એને જંતુમુક્ત કરવા માટે ઝઝૂમવાનું હોય ? કહેવાતા સંસ્કારનો ચીપિયો પછાડતા અને માં-બાપને સાવચેત રહેવાની લાલબત્તી ઉપરાઉપરી ધાર્મિક જડતાને આગળ કરી દેતા લેખકો ખુદ જ આ મામલે આજીવન ખરડાયેલા હોય છે, ને બીજાને પવિત્રતાની શિખામણ આપતા ફરે છે. મૂળ તો સ્ત્રી સ્વતંત્ર થાય એમાં એમને ડર લાગે છે, અને પોતાની ગુલામી કરાવી જમાવેલો ગરાસ લુંટાઈ જશે એવો ભય લાગે છે.

દામિનીના નામે ઈમોશનલ અપીલો કરીને, વેવલા સમાજની ઘેલી અણસમજનો લાભ લઇ જુવાન છોકરીઓ ફરતે આડેધડ પ્રતિબંધો વગર વાંકે ઠોકીને એને સપનાની પરીને બદલે સાવચેતીની આડમાં ઉદાસીન સાધ્વી બનાવી દેવાનો એક પ્રવાહ ઉછળે છે, એની સામે દસ વરસેય સાંપ્રત આ લેખ થોડીક મજબૂત પાળ બાંધી શકશે , તો આ કર્મ લેખે લાગશે. અને ઘર કરી ગયેલી સમાજની મર્યાદા અને સંયમની ખોટી વ્યાખ્યાઓ ( જેના અતિરેક છતાં ક્રાઈમ તો વધે જ છે ) તોડવા મંગતા હો તો આ સચ્ચાઈનો સંદેશ ચોમેર ફેલાવો પ્લીઝ. સુંદર હોવું, દેખાવું અને ફરવું એ ગુનો નથી. પણ પારકી સુંદરતાને પરાણે પોતાની બનાવવા જવી એ ગુનો છે.

કહ્યુંને , આપણને હજુ ઘણી વધુ શર્મિષ્ઠા મુખરજીઓ જોઈશે , જે મોડર્ન થતી જતી છોકરીઓ જોઈને અકળાતા ઘરના માલિકીભાવ ધરાવતા જ અભિજીતો પર લગામ તાણી શકે. આ વસ્ત્રાહરણ પછી વસ્ત્રોમાં મર્યાદા રાખવાને બદલે દુશાસનના લોહીથી ચોટલો ના બંધાય ત્યાં સુધી વાળ ખુલ્લા રાખી ફરતી કૃષ્ણની પ્રિય સખી દ્રૌપદીનો પણ દેશ છે. એ કેટલી વાર યાદ કરાવવું?

ઓવર ટુ આર્ટિકલ.

દાયકાઓ પહેલા આવેલી અમિતાભ બચ્ચનની હિટ ફિલ્મ ‘દોસ્તાના’માં એક સિચ્યુએશન હતી. નાયિકા ઝિન્નત અમાન વેસ્ટર્ન આઉટફિટમાં સજજ થઇને નીકળી હોય, ત્યારે કેટલાક રોડસાઇડ રોમિયો તેની છેડતી કરે છે. ઝિન્નત ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં આવે છે, ત્યારે ઇન્સ્પેકટર અમિતાભ કપડાંમાંથી પ્રગટ થતી તેની સુડોળ કાયાને પગથી માથા લગી નિહાળીને કોમેન્ટ કરે છેઃ ‘અગર આપ ઐસે કપડે પહન કે ઘૂમેંગી ફિર તો…’ હોલ તાળીઓ અને સીટીઓથી ગૂંજી ઉઠતો. આ ટાઇપની ઘટના અને સંવાદો પછી આજ દિન સુધી ઘણી હિન્દી ફિલ્મોમાં અને સિરિયલોમાં આવ્યા છે. દરેક વખતે તેને વધાવી લેવાયા છે.

નાઉ, ચેન્જ ધ સીન. ફિલ્મી પડદામાંથી આ ઘટનાક્રમ હકીકતમાં ભજવાતો થયો છે. રીલને બદલે રિયલ લાઇફના સેમ્પલ જુઓઃ

* મુંબઇમાં ચસોચસ ફિટિંગવાળું લો-કટ બ્લાઉઝ અને સ્કર્ટ પહેરેલી એક મોડર્ન યુવતીનો બિનવારસી મૃતદેહ મળી આવ્યો, ત્યારે પોલીસે માત્ર વસ્ત્રો ઉપરથી એને ‘કોલગર્લ’ ઠેરવીને કેઇસ ફાઇલ કરેલો. બાદમાં અદાલતે ‘‘કાયદો વ્યકિતના વ્યકિતત્વનું વિશ્લેષણ કરવા માટે છે, એના વસ્ત્રોનું નહિ’’ એવા રિમાર્ક સાથે મિડિયાને અને પોલીસને ઠપકો આપેલો.

* વિહિપના આગેવાન વિષ્ણુ હરિ દાલમિયાએ ‘જીન્સ પહેરવાથી બળાત્કારની શકયતા વધે છે’ એવું વિધાન કર્યા પછી ઘણી ચળવળિયા ખુજલી ધરાવતી યુવા સંસ્થાઓએ કાનપુર જેવા શહેરોની શિક્ષણ સંસ્થાઓમાં પરાણે જીન્સ પહેરેલી યુવતીઓ પર ડામર ફેંકયો હતો અને હિન્સક દેખાવો કર્યા હતા. બાય ધ વે, હિન્દુત્વપ્રેમી આગેવાનના આ તર્કને તાત્કાલિક ટેકો જામા મસ્જીદના ઇમામે આપી તત્કાળ પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રતીક જેવા જીન્સને ફગાવી સ્ત્રીઓને મર્યાદામાં રહેવાની ચીમકી આપેલી!

* કાશ્મીરમાં જાહેરમાં બુરખો પહેરીને જ મહિલાઓએ નીકળવાનો ફતવો કેટલાક ત્રાસવાદીઓએ બહાર પાડયો છે. તો દેશના કેટલાક જાણીતા મંદિરોમાં ‘બદનપ્રદર્શન’ થાય તેવા વસ્ત્રો પહેરીને દર્શન કરવા આવતી છોકરીઓ સામે મહંતો, વ્યવસ્થાપકોએ સખત નારાજગી પ્રગટ કરી છે.

* ‘જીસ્મ’ ફિલ્મ રિલિઝ થયા બાદ એક રેસ્ટોરાંમાં બેઠેલી સેકસી અભિનેત્રી બિપાશા બાસુને એક અજાણ્યા યુવાને અડપલું કરતા બિપાશાના બોયફ્રેન્ડ જોન અબ્રાહમે એને ઠમઠોર્યો હતો. પછી દેશભરના મિડિયાએ ‘શું બિપાશાના ઉત્તેજક વસ્ત્રોને લીધે એ સેકસ્યુઅલ હેરેસમેન્ટનું ટારગેટ બની છે?’ એવો ગોકીરો મચાવ્યો હતો.

* મુંબઇની ખ્યાતનામ સેન્ટ ઝેવિયર્સ કોલેજના પ્રિન્સિપાલ પાદરીજીએ વિદ્યાર્થીનીઓના તડક – ભડક તંગ વસ્ત્રોથી અકળાઇને ‘ડ્રેસ કોડ’ દાખલ કરી દીધો છહતો. સંભવિતપણે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની (બાય ધ વે, ભારતીય ભાષામાં વિદ્યાર્થીની અને છાત્રા જેવા અલાયદા શબ્દપ્રયોગો છે. અંગ્રેજીમાં સ્ટુડન્ટ ઇઝ સ્ટુડન્ટ. પછી ગર્લ હોય કે બોય!) ઓ માટે ‘ડ્રેસ કોડ’ દાખલ થતા થતા રહ્યો હતો. જેમાં પ્રસ્તાવ હતો કે કોલેજમાં સ્લીવલેસ ટોપ, શોર્ટ ટી શર્ટ, મિનિસ્કર્ટ, શોર્ટ સ્કર્ટ, શોર્ટ શોર્ટસ (ટૂંકી ચડ્ડી), સ્કીનટાઇટ જીન્સ કે સ્કર્ટ કે કોઇ પણ રીતે ઉત્તેજક વસ્ત્રો પહેરનાર યુવતીઓ પાસેથી દંડ વસૂલ કરાશે. શિક્ષાત્મક પગલાં લેવાશે. જરૂર પડે વાલીઓને સમજાવાશે, અને આ રીતે અંદાજીત ૬૦,૦૦૦ જેટલી ટીનેજર કન્યાઓને લાજશરમનું ભાન કરાવાશે. આવા જ પ્રતિબંધની માંગ વડોદરાથી લખનૌ સુધીની અનેક યુનિવર્સિટીઓમાં છે. જય હો!

લાસ્ટ કમ ફર્સ્ટ આઉટ. જો આ અંગપ્રદર્શનવાળા માદા વસ્ત્રપ્રદર્શનને ગ્લોબલાઇઝેશન પછીની સમસ્યા માનતા હો… તો જરા છેલ્લા મુદ્દામાં ચમકેલા અમદાવાદમાં જ ૨૬ ડિસેમ્બર ૧૯૬૯માં આચાર્ય રજનીશે કરેલા પ્રવચનનો એક અંશ શબ્દશઃ વાંચી લોઃ

‘‘વાઇસ ચાન્સેલર બૈઠકર કમિટિયાં કરતે હૈ ઔર વિચાર કરતે હૈ કિ લડકિયોં કો કૈસે કપડે પહનકર આને દેના હૈ… વાઇસ ચાન્સેલરોં કો ઔર કોઇ કામ નહીં બચા હૈ સોચને કા? લડકિયોં કે કપડોં કી ઇતની ચિન્તા હૈ? વાઇસ ચાન્સેલરો કે દિમાગ કા કુછ ઇલાજ હોના ચાહિયે. લડકિયાં કપડે પહનતી હૈ, યહ ઉનકા સુખ હૈ. કપડે કમ હોંગે. મેરી અપની સમજ ઐસી હૈ કિ શરીર મેં જો – જો કુરૂપ હૈ ઉસે ઢાંકને કે લિયે હમને કપડે ઇજાદ કિયે હૈ. જો – જો સુંદર હૈ, હમને પ્રગટ રખા હૈ.’’

ઉતાવળિયા વાચકબિરાદરો માટે ફરી વારઃ આ વાક્યો આજથી ૪૩ વર્ષ પહેલા કહેવાયા છે. આ લખનારે નહિ, રજનીશે કહ્યા છે.

w9જો કે મુદ્દો માત્ર કોલેજના ડ્રેસ કોડનો નથી. લેખના પ્રારંભે જ ઝલક બતાવી તેમ એક દ્રઢ માન્યતા બહુમતી જનતામાં છે કે ફિટ્ટમફિટ અને એક્સપોઝરવાળા વેસ્ટર્ન ડ્રેસીઝ પહેરીને જાહેરમાં બહાર નીકળવાને લીધે જ સ્ત્રીઓ સામે ચાલીને પોતાની છેડતીને કે બળાત્કારને આમંત્રણ આપે છે. ઈવ ટિઝિંગ (છેડછાડ), સેકસ્યુઅલ હેરેસમેન્ટ (જાતીય સતામણી) કે રેપને ટાળવા માટે સ્ત્રીઓએ જાતે જ એમના કપડા સેન્સર કરવા જોઈએ અને મર્યાદાશીલ પોશાકમાં જ બહાર નીકળીને સલામત રહેવું જોઈએ. (અને જે ખુલ્લેઆમ નથી કહેવાતું એવું પૂરક વાક્ય એ છે કે જો બેવકૂફ અબળાઓ એ નહિ સમજે તો સમાજની નીતિમત્તાના ઠેકેદાર ધર્મગુરૂઓ, નેતાઓ કે વડીલો જેવા ‘પુરૂષોત્તમો’ એમને એ બળજબરીથી સમજાવશે.)

વાહ વાહ. અને પુરૂષોએ શું પહેરવું એ એમને કોણ કહેશે? દિગંબર સંન્યાસીઓની તો ભારતના વિવિધ ધર્મો/સંપ્રદાયોમાં પરંપરા છે. કોઈ કોલેજીયન યુવતી વટકે સાથ કહે કે- લંગોટી કે પંચિયુ પહેરીને ૭૫% બદન ઉઘાડું બતાવતા કોઈ સાઘુશ્રીને જોઈને, એક સ્ત્રી તરીકેની તેની સુરૂચિનો ભંગ થયો છે… તો શું જવાબ આપશો? મહાનગરોની ગીચોગીચ ચાલમાં તો અડધો દિવસ પુરૂષો બગલના વાળ અને પેટના વાટા દેખાય એવી અવસ્થામાં ટુવાલ કે લૂંગી કે લેંઘો પહેરીને વ્યવસાય પણ કરતા હોય છે. એ ‘અંગ પ્રદર્શન’ સામે કેમ સમાજને વાંધો નથી હોતો?

પુરૂષ ઉઘાડે છોગ નહાઈ શકે, તો સ્ત્રીના સ્વીમિંગ કોસ્ચ્યુમમાં લજ્જા કેવી? ન્યાય દરેક માટે સમાન હોય તો જ ન્યાય કહેવાય. કેટલીક કોલેજોમાં મવાલીટાઈપ માથાભારે છોકરાઓ શર્ટના ત્રણ બટન ખુલ્લા રાખીને આંટા મારે છે. મોંમાં ગુટકા ચાવે છે. એમના પર કેમ ‘બાન’ નથીં? સિનેમા થિયેટરમાં ચાલુ ફિલ્મે મોબાઈલ પર જોર જોરથી વાત કરવામાં પણ ‘અશિસ્ત’નું પ્રદર્શન ૯૯% પુરુષો જ કરે છે. કેમ આ ક્રિયાને એકીઅવાજે વખોડાતી નથી?

૨૦૦૩માં રિલિઝ થયેલી એક બકવાસ ફિલ્મ ‘ખ્વાહિશ’ એના હીરો-હિરોઈનના ઉત્તેજક દ્રશ્યોને લીધે ચર્ચામાં હતી. એને લીધે રાતોરાત એની નાયિકા મલ્લિકા શેરાવત સેલિબ્રિટી થઈ ગઈ. ટીવી ચેનલો એની મુલાકાત લેવા તૂટી પડી. મલ્લિકો જ્યારે હિન્દી ફિલ્મોમાં બિન્દાસ બનતી જતી અભિનેત્રીઓ અને એણે કરેલા ૧૭ ચૂંબનો અંગે પૂછાયું ત્યારે એણે સણસણતો જવાબ આપ્યોઃ ‘‘હીરોઈન જ શું કામ? ફિલ્મમાં શું ૧૭ ચૂંબન મેં એકલીએ આપ્યા છે? એટલી જ કિસ હીરો હિમાંશુ મલિકે પણ કરી છે! એને કેમ કોઈ જઈને બોલ્ડ બનતા જતા હીરોની સ્ટોરી માટે પૂછતું નથી? મેં ટુ પીસ બિકિની પહેરીને જે હોટ સીન્સ કર્યા, ત્યારે હીરોએ વન પીસ બ્રીફ (યાને જાંગિયો!) જ પહેરી હતી- તો તેની ટીકા કેમ ન થઈ?’’ પોઈન્ટ ટુ બી નોટેડ.

મૂળ વાત જરા ઉંડાણમાં ઉતરીને સમજો. આ પુરૂષપ્રધાન સમાજ છે. પુરૂષનું ઘ્યાનભંગ ન થાય કે એ મર્યાદાહીન ન થાય એની જવાબદારી પણ સ્ત્રીઓના માથે છે! હે ભારતીય નારીઓ, તમે એટલા માટે તમારું સુંદર તન સાંગોપાંગ ઢાંકીને નીકળો કે અમે, આઘ્યાત્મિક ભારતના દિવ્ય પુરૂષો તમારો દેહવૈભવ જોઈને અમારી જાતને નિયંત્રણમાં રાખી શકતા નથી!! કમાલ છે ને! પોતાના પર અંકુશ રાખવાની કે પવિત્ર રહેવાની ફરજ કોની? નેચરલી, ખુદની જ. પણ યુવતીઓએ અહીં એટલે મનગમતા ડ્રેસ ન પહેરવા, કે એની આજુબાજુના પુરૂષમાં સળવળતું પશુ ઢંકાયેલું રહે! મતલબ, જેમને સજા થવી જોઈએ એમના માટે જેમનો કોઈ વાંક નથી એવી નિર્દોષ નારીઓ, મન મારીને સંયમિત શૃંગાર કરે!

જસ્ટ થિંક. તમે કોઈ જગ્યાએ જમવા ગયા છો. તમને ગુલાબજાંબુ બહુ ભાવે છે. તમે એ ઓહિયાં કરવા જાવ છો, ત્યાં કોઈ આવીને તમને હૂકમ કરે છેઃ ‘‘એ ગુલાબજાંબુ થાળીમાંથી બહાર ફેંકી દો. કદી જાહેરમાં ગુલાબજાંબુ અડતા જ નહિ’’ પૂછો કેમ? તો એ કહે છેઃ ‘‘કારણ કે, મને ડાયાબિટિસ છે. તમે ગુલાબજાંબુ ઝાપટો છે, એ જોઈને હું રહી શકતો નથી. મને એ ખાવાનું મન ન થાય, માટે તમે પણ ન ખાવ.’’ કેવી બેહૂદી લાગશે આ વાત તમને! હજુ ન સમજાયું હોય તો બીજું ઉદાહરણઃ તમારા પાડોશી એક દિવસ તમારા ઘરમાં આવીને કહેશે કે તમે ઘરમાં જે બ્લૂ રંગ કર્યો છે, એ સોસાયટીમાં બીજા કોઈને ગમતો નથી. માટે તમે ત્યાં સફેદ રંગ કરો. તમારો સ્વાભાવિક જવાબ શું હશે? ‘‘અલ્યા, આ મારું ઘર છે, મને ગમતો રંગ મારા ખર્ચે મેં કરાવ્યો છે. એને બદલવાનું કહેનાર તું કોણ?’’

kajalબસ, સ્ત્રી કે પુરૂષ કોઈ પણનું શરીર એ સુવાંગ એનું પોતાનું છે. સમાજનું પણ નથી અને માતા-પિતાનું પણ નથી. આપણા દેહના માલિક આપણે પોતે. એને કેમ સજાવવો કે કેટલો દેખાડવો એ નક્કી કરવાનો હક આપણો. હા, દરેક વ્યવસ્થાના એક નિયમો હોય, અને એ ન ઓળંગાય એ જોવાની નૈતિક ફરજ પણ આપણી જ. પણ આ મામલે વિવાદ થાય તો નિયમોનું અર્થઘટન કરવા જ કાનૂની વ્યવસ્થાતંત્રની શોધ થઈ છે. એ નિર્ણય લે… અને નિર્ણય તમામ માટે સમાન જોઈએ. મુંબઈના મરીન ડ્રાઈવ પર તમે જે પહેરી શકો, એ કોલેજ કોરીડોરમાં કે માધવપુરના મેળામાં પહેરી શકો… કોઈને એ ન ગમે… ધેટસ ફાઈન. પણ એથી એ ‘કોઈ’ જાતે જ જગતકાજી થઈને પ્રતિબંધ ઠોકે કે તમને હલકા ઠેરવતા અભિપ્રાય આપે- એ અપમાન છે!

સ્માર્ટ અને ફેશનેબલ સ્ત્રી એટલે દેશી ભાષામાં ‘ચાલુ’ અને પરદેશી ભાષામાં ‘અવેલેબલ’ સ્ત્રી- એમ માનવું એ એક વિરાટ ભ્રમણા છે. સુંદર હોવું અને સુંદર દેખાવું એ જાણે અપરાધ હોય એવી રીતે આજકાલ ચોખલિયાઓ એની ટીકા કરવા તૂટી પડે છે. જ્યાં સુંદર, સુડોળ, ઘાટીલું ચમકીલું શરીર હોય, ત્યાં એને બતાવવાનું ‘એક્ઝિબિશનિઝમ’ (પ્રદર્શનવૃત્તિ) આવે, એ પ્રકૃતિમાં નિરંતર બનતી ઘટના છે.

પશુ-પંખીઓનું વિશ્વ જરા જોઈ લેજો. અગાઉના પ્રમાણમાં ફિગર અને ફિટનેસ માટે શહેરી યુવતીઓની સભાનતા વધી છે. એમનું પેટ અંદર છે, નિતંબ વળાંકવાળા છે, છાતીમાં ઉભાર છે અને ચાલમાં ખુમાર છે. ઇટસ નેચરલ. સ્ત્રીમાં એવું ન હોય ત્યારે ખરેખર તો ચિંતા થવી જોઇએ.

સાવ સાચું કહેજો… આગલી પેઢીમાં કેટલી એવી મહિલાઓ હતી જે એમના સાથળ કે ખભા કે ઉદર (બેલી, યુ સી!) દર્શાવી શકે? એ હોય જ એવા બેડોળ કે એને સાડી- બુરખામાં છુપાવી દેવા પડે! અને હા, વિદ્વાનો જે કહે તે- સામાન્ય ઇવ ટિઝિંગ (યાને એકાદ કોમેન્ટ, સ્માઇલ કે સિસોટી) તો બનીઠનીને નીકળતી કન્યાને અંદરથી ગમતું પણ હોય છે. સ્ત્રીઓને સતામણી નથી ગમતી – પણ કોઇનું ઘ્યાન ખેંચાય અને કોઇ પ્રશંસા કરે, એના માટે તો આ મેકઅપ, ડ્રેસીઝ, ઓર્નામેન્ટસ કે એકસરસાઇઝનો ભાર એ ઉપાડે છે! વળી ચુસ્ત કપડાંથી ટીનએઇજમાં આપોઆપ એક તરવરાટ, એક જુસ્સો આવે છે. ધે ફીલ એનર્જેટિક. આર્મીના જવાનોને ઝભ્ભો- ધોતિયાં પહેરાવીને પરેડ કરી શકાય? માઉન્ટેનીયર બચેન્દ્રી પાલ કે ટીનએજ ટેનીસસ્ટાર સાનિયા મિર્ઝા કે એથ્લેટ અંજુ જ્યોર્જ  કે બોક્સર મેરી કોમ એમની પ્રવૃત્તિ સાડી પહેરી, ધુમટો તાણી, બુરખો ચડાવી ફરે?

ભારતમાં આમ પણ કદાચ આ જ કારણોથી દુનિયામાં છવાય એવી ફિમેલ સ્પોર્ટસ્ટાર ભાગ્યે જ આવે છે. જે આવી છે એ પણ આફટર ગ્લોબલાઇઝેશન! સ્પોર્ટસ માટે સ્કૂલ ટાઇમથી જ શરીર ઢાંકવાનો ક્ષોભ છોડી દેવો પડે. એ જ રીતે એક જમાનામાં કળાનું ધામ ગણાતો આ દેશ આજે એસ્થેટિક સેન્સ (સૌંદર્યદ્રષ્ટિ) ગુમાવી બેઠો હોય તેમ લાગે છે. જે પ્રાચીન ભારતની સંસ્કૃતિની ડ્રેસ કોડ માટે દુહાઇ દેવામાં આવે છે- એ પ્રાચીન ભારતનો પોશાક જો લાગુ કરવામાં આવે તો પુરૂષો મદહોશ થતાં પહેલાં બેહોશ થઇ જાય!

પુરાતન ભારતમાં કોઇ કાળે સ્ત્રીઓ માત્ર એક જ વસ્ત્ર કટિ (કમર) નીચે પહેરતી અને ટોપલેસ એવા ઉપરના ભાગને ચંદનલેપ, આભૂષણો કે ફૂલોથી જ ઢાંકતી. ઝાઝો પુસ્તકિયો અભ્યાસ ન કરવો હોય તો કોઇપણ પ્રાચીન શિલ્પ જોઇ લેજો. પછી કંચુકી (ચોળી) આવી. સાડી પણ જો પહેરનારી નખરાળી હોય તો એક ઉત્તેજક પોશાક જ છે! ટી શર્ટ, કોર્સેટ કે સ્લીવલેસ ટોપમાં હજુ પેટ ઢંકાયેલું રહે- પણ સાડી? યશ ચોપરાની ફિલ્મોમાં શ્રીદેવી નથી જોઇ? એની વે, સ્ત્રીઓએ મર્યાદાશીલ વસ્ત્રો પહેરવાની પરંપરા ખરેખર તો ઇસ્લામિક અને ખ્રિસ્તી અસર નીચે ભારતમાં આવી હોય તેવું લાગે છે. ગુલામ નારીઓ શીલના રક્ષણ માટે વઘુને વઘુ સાદગી અપનાવી, દુશ્મન રાજકર્તાઓની નજરમાંથી બચવા માંગતી હોય એવું પણ બને.

હિન્દુત્વ એક ગૌરવશાળી જીવનધારા છે પણ ટ્રેજેડી એ થઇ છે કે જે બાબતનો એ વિરોધ કરે છે, કયારેક તેના સમર્થકો અજાણતામાં જ તેની નકલ કરે છે! તાલિબાનો અફઘાનિસ્તાનમાં ડ્રેસકોડ દાખલ કરી, સ્ત્રીઓની મનગમતાં કપડાં પહેરવાની સ્વતંત્રતા છીનવી લે એવું જ કેટલાક હિન્દુત્વપ્રેમી દોસ્તો ભારતમાં કરે! બંને પાછા ધર્મ અને સંસ્કૃતિની જ દુહાઇ આપે! આ તો હિન્દુત્વનું જેહાદી ઇસ્લામીકરણ થયું! ખરેખર તો ભારતે હિન્દુત્વની વિશાળતા અને લવચીકતા (ઇલાસ્ટિસિટી) બતાવવા સંકુચિત ધાર્મિકતાથી મુકત એવા દ્રષ્ટાંતો દુનિયા સામે બેસાડવાના હોય. અમેરિકન સરકારો પોતાના નાગરિકોની લાઇફસ્ટાઇલમાં ચંચૂપાત નથી કરતી, એટલે જ છુપી રીતે ભારતની યુવાપેઢીને અમેરિકન ફ્રીડમ આકર્ષે છે. વિરોધ, પ્રતિબંધ કે ઇન્કારથી એ હકીકત ભૂંસાઇ જવાની છે? આંખો મીંચવાથી ઝંઝાવાત શમી જવાનો છે?

gul4અને નારી યુવાનીમાં જો ચપોચપ અને સેન્સ્યુઅસ ટૂંકા વસ્ત્રો ન પહેરે તો કયારે બૂઢાપામાં પહેરશે? સફેદ વાળ ખરતા હોય અને ચામડી પર સેંકડો કરચલી હોય, કરોડરજ્જૂ વાંકી વળી ગઈ હોય અને આંખે મોતિયો હોય ત્યારે મિનિ સ્કર્ટ પહેરાય? ઉત્તેજક વસ્ત્રો પહેવાના ઉન્માદની પણ એક ઉંમર છે, એ ચાલી ગયા પછી પાછી નથી આવતી.

જો વાત માત્ર ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પંજાબી કે ચૂડીદાર પહેરવાની હોય તો પછી તમામ છોકરાઓના પેન્ટ-શર્ટ ઉતરાવી કેડિયા-ચોરણા-ધોતિયા પહેરાવો! પેન્ટ-શર્ટ કયાં ભારતીય છે? અને ગુજરાતની અસ્મિતાને અનુરૂપ જો તમામ યુવતીએ માત્ર ચણિયા-ચોળીમાં જ ફરશે તો? એ ‘ચિત્તાકર્ષક’ પોશાક નથી? પછી એના પર પ્રતિબંધ મુકીશું? પ્રોફેસરો કંઈ પોલિસ કોન્સ્ટેબલ નથી. અને ખુદ પોલિસ હવાલદારો પણ કે નીતિમત્તાના ન્યાયાધીશ નથી.

સવાલ શિક્ષણનું સ્તર સુધારવાનો છે, વસ્ત્રોના અસ્તર નહિ. કેટલાય ડફોળ લાગવગિયા શિક્ષકો પર કે વિદ્યાર્થીનીઓનું ખરેખર શોષણ થાય છે તેવી કોલેજની ચૂંટણીઓ પર પહેલા બાન મૂકવાની જરૂર છે. આજે યુવતીઓના ડ્રેસથી અભ્યાસમાં ઘ્યાનભંગ થઈ જાય છે, કાલે બહાર પડતા વરસાદના ઘ્વનિથી ઘ્યાનભંગ થઈ જશે. આ જ લોજીક હોય તો તો દરેક ફિલ્મી હીરોનું ઘ્યાન એકટિંગમાંથી હટી જવું જોઈએ! જો અભ્યાસક્રમ રસપ્રદ હોય અને લેકચરરમાં દમ હોય તો સ્ટુડન્ટનું ઘ્યાન કયાંય ભટકવાનું નથી. અને શિક્ષણનો મૂળ હેતુ જ સ્વયંશિસ્ત કેળવવાનો છે. શિસ્ત લાદવી પડે એ ભૂતકાળની કે વર્તમાન શિક્ષણપઘ્ધતિ અને તાલિમમાં રહેલી ખામીઓ જ ઉઘાડી કરે છે!

રહી વાત કોલેજ બહારની દુનિયાની, ધર્મસ્થાનકોમાં ધારો કે કોઈ યૌવના વાંધાજનક (?) પોશાકમાં ગઈ – તો પછી પ્રભુ-ખુદા-ગોડની પ્રાર્થનામાં મગ્ન શ્રઘ્ધાળુઓનું મન ત્યાં કેમ ખેંચાય છે? મીરા કે નરસિંહહ કે રાબિયાની જેમ જો તમે ભકિતમાં લીન થઈ ગયા હો, તો પછી પરમાત્માને બદલે પ્રમદામાં નજર જ કેમ જાય? વાંધાજનક એ બાળાના વસ્ત્રો નથી. વાંધાજનક આપણી ધાર્મિકતાનો દંભ છે. બ્રહ્મજ્ઞાન આત્માને થાય છે કે કપડાંને? તો પછી દેહ શા માટે નિહાળો છો?

06golds7વાતને કેવળ તર્ક કહીને હસી ન કાઢતા જો સ્ત્રી સુરક્ષાની પરોપકારી દલીલ કરવી હોય તો વાંચી લોઃ ન્યુ દિલ્હીના ક્રાઈમ અગેઈન્સ્ટ વુમન્સ સેલના તત્કાલીન જોઈન્ટ પોલિસ કમિશ્નર વિમલા મહેરાએ કહેલું કે ૧૯૫૦થી ૧૯૯૦ સુધીના દેશભરની હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં ચાલેલા બળાત્કારના કેસનો અભ્યાસ કરો તો તમામ બળાત્કાર ટ્રેડીશનલ ડ્રેસ પહેરેલી સ્ત્રીઓ પર થયા છે! ઈન્ડિયા ટુડેએ એક સર્વેક્ષણમાં એમ જણાવેલું કે ૮૫ ટકા બળાત્કાર નજીકના મિત્ર ની વ્યાખ્યામાં આવતા પરણિત પુરૂષોએ કર્યા છે! કોલેજીયન ટપોરીઓને તો હજુ ય ઠાવકી ભારતીય નારીનું રૂપ જ ભાગ્યશ્રી (મૈંને પ્યાર કિયા) કે ભૂમિકા (તેરેનામ) માં દેખાય છે! કોલકાટ્ટાની સામાજીક સંસ્થા ‘સ્વયમ્‌’ના અભ્યાસનું તારણ એવુ નીકળ્યું કે ઈવ ટિઝિંગના ૭૭% કિસ્સાઓમાં સ્ત્રીના કપડા મોડર્ન નહિ પણ પરંપરાગત ભારતીય હતા! મોડર્ન માનુનીથી તો ઉલટાના છેલબટાઉ છોરાં ડરે છે! કેલિફોર્નિયા યુનિવર્સિટીનો એક અભ્યાસ પણ કહે છે કે ઉઘાડા કપડા આકર્ષણ પેદા કરે છે. પણ બળાત્કાર માટે તો પુરૂષ જ જવાબદાર છે.

ગર્લ્સને ફેશન શીખવાડવાની જરૂર નથી. હા, વ્યકિતત્વ, રૂપ, ફિગર અને પરિસ્થિતિને અનુકૂળ ડ્રેસિંગ કરવાની સૂઝ અને આત્મવિશ્વાસ શીખવાડો. પોઝિટિવ એટિટયૂડ પ્રતિબંધની નકારાત્મકતા કરતાં વઘુ અસરકારક રહે. બાકી હોટલનો અભણ વેઈટર માઈક્રો મિનીમાં સજજ કસ્ટમર કન્યાની છેડતી કરી શકે? કારણ કે, એના પર નોકરીની ધાક છે, આવો ખૌફ પુરૂષ રાહગીરને કેમ નથી? શરમ ફુલફટાક ફરતી સ્ત્રીઓને નહિ, પણ એને પરેશાન કરતા પુરૂષને થવી જોઈએ!

-ફાસ્ટ ફોરવર્ડ-

આઘુનિકતા અગાઉના યુગમાં કદાચ સ્ત્રીઓ બે જ હેતુથી વસ્ત્રાભૂષણનો સાજ શણગાર કરતીઃ (૧) પુરૂષનું ઘ્યાન ખેંચવા (૨) અન્ય સ્ત્રી કરતા વઘુ રૂપાળી – આકર્ષક દેખાવા! (એલન પીઝ)

 
79 Comments

Posted by on December 29, 2012 in india, religion, youth

 

79 responses to “યુવતીઓના મોડર્ન ડ્રેસ : પર્દા જો ઉઠ ગયા તો ભેદ ખુલ જાયેગા?

 1. Mihir

  December 29, 2012 at 9:48 PM

  Sahej 2-3 years pehla vachelo aapno jadbharat dharm-guruo n sanskruti na naane dabaveli spring par no ek lekh mara maanas par prabhavit asar kari gayelo. N ahi australia ma familiar thya pachhi and ahini ladies taraf ni broad minded najar joine aapni ek ek vato kakka ni jem magaj ma ghutay che n paaki thay che. Bravo, ur the hero.

  Like

   
 2. Het Jani

  December 29, 2012 at 9:57 PM

  Amazing, Jay Bhai… To show their beauty or not is Women’s wish, but men have no right to make that beauty own…!! Simple logic & clear message… Hats off…>>

  Like

   
 3. વસંત ૫રમાર

  December 29, 2012 at 10:03 PM

  જય સાહેબ ! આપે સમયોચિત અને મનોમંથન કરવા યોગ્ય સમીક્ષા કરી છે.

  Like

   
 4. નિરવ ની નજરે . . !

  December 29, 2012 at 10:24 PM

  સમાજના આ ચમનીયા વર્ગને આમ જ તબડાવતા રહેજો . . .

  Like

   
 5. નિરવ ની નજરે . . !

  December 29, 2012 at 10:29 PM

  i want to share , one great female Bloggers post on that shameful act . . . that was the true fire & full of anger , if you could spare some time on that , then . . .

  http://shalinijena.wordpress.com/2012/12/23/i-am-just-talking/

  Like

   
 6. mayuri

  December 29, 2012 at 10:43 PM

  tame pahela pn article lakhyo hato.. jma girl boy ne kahe 6.. tare tari mansikta badalvi padshe…!! i still remembr dat… afsos baki koina pr asar thai nathi…
  ek district na DEO ni office ma ek lady teacher sleevles dress jene chudidar kahevay te paheri ne gai.. to DEO e bit suprvsr ne khakhadavi nakhya… ne te bit sprvisr e aakha taluka na princy ne khakhdavya….!! ne as like as dem pricy e temna teachers ne … tema sauthi vadhu gusso rabeta mujab young teachers pr karvama aavyo…to have office time cy pn saree vitali javi??? ne problm shu hato e kapda ma??

  Liked by 1 person

   
  • jenish macwan

   December 29, 2012 at 11:04 PM

   so true…jo girls maatej dress code rakhvo hoy to boys maate pan rakhvo joiye..ane jo purushpradhan samaj hoy to pan purush ni aavi mansikta eto shetani kaam kevay ne.

   Like

    
 7. Dr P A Mevada

  December 29, 2012 at 11:11 PM

  Really full proof article. People should learn how to think differently from you! 🙂 I am a doctor and when I examine a female patient, I rarely(!) think anything than medicine!

  Like

   
 8. Niyati

  December 29, 2012 at 11:16 PM

  As some one told before that rape is failure of society and culture.In west, i have seen teenage girls and women in so called” exposing” clothes but no body even bother to do comments on it or eve teasing.This is the time that each person in society should change his or her out look because its our failure.
  Girls and women should show enough courage to report eve teasing and any kind of sexual harassment and sexual exploitation.
  Boys and men should learn to respect females.They should change their out look towards girl’s body image.that does not mean that they should consider every girl as a sister or mother or daughter but they should change their vision.
  Parents should encorage girl and boys to report any kind of eve teasing andshould teach boys and girls to respect their body images.
  and police and government must make strict rules like middle east for rape.
  because sometimes fear is requited so we can breath without fear.!!!!!!

  Liked by 1 person

   
 9. anil gohil

  December 29, 2012 at 11:41 PM

  Mein mahan bharat desh – suniye meri khushiya……….

  Mein bahot khush huva jab angrej yaha se ravana hue
  Mein bahot khush huva jab dusre mulko se ladai me meri jeet hui
  Mein bahot khush hua jab 2 bar cricket world cup trophy mere nam darj hui
  Mein bahot khush hua jab Olympic Games me muje medals mile
  Mein bahot khush hua jab meri ek beti (kalpana chavla) ne brahmand ki safar ki
  Aur aaj ………..

  Aaj 29.12.2012 k din ek aur bacchi ne mera nam roshan kiya – 13 dino tak vo ladti rahi; meri mitti, meri khushbu ko chune k liye.

  Ek vo maha bharat tha, jab 1 bachhi ke baal pakadkar usko ghasit kar raj sabha me laya gaya tha, usko apne 5 patio k samne nirvastra karne ki koshish ki gayi thi, vo is liye ki usne shayad kisi ki majak udayi thi, lekin aaj jo bachhi ne saans chod di usne kisi ka kya bigada tha?
  Pls muje mahan mat kaho, ab mein mahan nahi raha,

  Mein mahan ban sakta hu; kab ?,,,,,,,,,
  Mein soch raha hun, mein ek din aisa banuga; kaisa? ……….
  Is desh men koi police ki jarurat na rahe
  Koi vakil ki jarurat na raje
  Koi sharab na piye
  Koi maans aahar na kare
  Koi bhikh na mange
  Koi chori na kare
  Kabhi koi aandolan/bandh na kare
  Koi apne ghar ko tala na lagaye
  Koi accident na ho
  Koi traffic police ki jarurat na rahe

  Ye sab mumkin hai, bahot waqt lagega, lekin mumkin hai

  Chalo aise hi khayalo k sath saal 2013 ka swagat kare

  Jay hind

  Like

   
 10. ketan maheta

  December 30, 2012 at 12:16 AM

  kaliyug potana prbhav padij rahyo 6….saru 6 hju thodi dharmikta,maryaao jivit 6ene aap jeva sachi digdarshan karava vada 6o baki to peli gazal 6ene..sone ke hirano k pi6e,bhag raha he man. . .sona.kalyug.bhog.kam

  Like

   
 11. Bhavik Patel

  December 30, 2012 at 12:38 AM

  Jay Vasavda sir,
  Aa tamaro article gamyo. Vicharo sara ane practical 6e.
  But ek vaat nakki 6e k tamara aa article ne like karta loko ane aana upar sara sara feedback aapta loko mathi pan ketlay eva hase je loko 100% aa badhu practical rite samay avye vichar-achar ma nai muki sake..!

  Like

   
 12. Shreyas

  December 30, 2012 at 1:02 AM

  super like jay bhai. osho yad avi gaya. jo koi chokri nagna thai ne jaher ma nache to pan rape to dur ni vastu che koi purush temne “please kapda pehri lo” kehvano haq pan nathi rakhto. aj thi 6 yr pehla mane atmiya clg ma IT ma b.e. ma admission malyu. tya swamiji na pasar thavana hoy tyare rasta par 6okrio ne chupai javani suchna apvama aveli. ek “$%#& bhagat” mate chokrio chupay? avi clg ma bhanva karta abhan rehvu saru em nakki karyu. 1 week ma clg change kari nakhi” pan koi 6okri e virodh karyo hoy evu dhyan ma nathi. ane 12 na vidhyarthi ne j samjayu e atla badha susixit loko kem nai samjta hoy? bhagvan emni beno pase bagavat k
  arave 😀

  Like

   
 13. Dhanvant Parmar

  December 30, 2012 at 3:21 AM

  Superb Article!!
  A tight slap on the faces of alll Abhikit Mukherjees’ all over India.

  Like

   
 14. Rudee

  December 30, 2012 at 4:05 AM

  તમે જે મુદ્દા ઉઠાવ્યા છે એ વિચાર માં્ગી લે તેવા છે.

  હમણા જ UK મા એક સ્કૂલ મા છોકરીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા પર પ્રતિબન્ધ મુક્વામ આવ્યો છે અને ઘણા પેરેન્ટ્સ(પુરુષ અને સ્ત્રી) એ આ નિર્ણય નો આવકાર કર્યો છે. જો વેસ્ટર્ન લોકો ખરેખર ઉદાહરણરૂપ હોય અને ખરેખર જો સ્ત્રીયો ના વસ્ત્રો નો આ મુદ્દો ફક્ત પુરુષો માટે ચર્ચા નો વિશય હોય તો કેમ UK જેવા દેશ મા સ્કૂલ ના શિક્ષક ,શિક્ષિકાઓ આ મુદ્દો ચર્ચે છે? વેસ્ટર્ન કન્ટ્રીઝ નિ સ્ત્રિયો મા એક શબ્દ ‘સ્લટ્ટી’ બહુ પ્રચલિત છે જે ખાસ કરિને એવિ છોકરિઓ માતે વપરાય છે જે પુરુશો માટે ‘ઉત્તેજક’ કપડા પહેરતિ હોય. અને આ શબ્દ વાપરવા વાળી ઘણિ છોકરિઓ પોતે પણ કોઇ મોડેલ થી ઓછિ નથિ હોતી. તો એવુ શુ છે કે જે તેમને ખૂદ આ કરવાથી રોકે છે ,એક ફ્રી અને મોર્ડર્ન કં્ટ્રી મા?

  મેં આચર્ય રજ્નિશજી નિ સ્પીચ તો નથિ સાં્ભડી પણ અહિ જેટ્લૂ વાન્ચ્યુ એના પરથી લાગે છે કે તે તેમની સ્કૂલ મા ‘ડ્રેસ કોડ’ ન રાખે. આ પણ એક ચર્ચા નો વિષય છે કે આવિ સ્કૂલ ખરેખર એક ફ્રી,એજુકેટેડ અને રીસ્પોન્સિબલ સમાજ માટે ફ્રી,એજુકેટેડ અને રીસ્પોન્સિબલ યુથ કેટ્લી સક્સેસફુલ્લી તૈયાર કરી શકે?

  મારા મતે આ મુદ્દો સબ્જેક્ટિવ છે અને બેશક રેપ માટે ડ્રેસ ને દોશ દેવો એ એક બેવકૂફિ છે.

  Like

   
  • jay vasavada JV

   December 30, 2012 at 8:32 AM

   યુ.કે.માં કંઈ આખું વેસ્ટર્ન વર્લ્ડ સમાઈ નથી જતું.અને એની ય ફક્ત એક સ્કૂલ ! lolzzz અને આવું ત્યાં એવી જગ્યાઓએ થાય છે જ્યાં ભારતની જેમ જ કન્ઝર્વેટિવ ખ્રિસ્તીઓનું પ્રમાણ વધુ હોય. આવી રાષ્ટ્રવ્યાપી તીવ્ર લાગણી કે કેમ્પેઈન હોતા નથી. હોય તો મને બતાવવાની છૂટ છે. આમ પણ તમે ઉદાહરણ સ્કૂલનું આપ્યું છે. ઉંમર મુજબ તો ત્યાં બાળકો માટે રેટેડ ફિલ્મોમાં લોહી વહેવડાવા ના દ્રશ્યો પણ બતાવી શકતા નથી. હું વાત સમગ્ર સમાજની કરું છું. મારાં લેખમાં ય મેં પ્રસંગ અને પરિસ્થિતિને અનુરૂપ વસ્ત્રો પહેરવાનો વિરોશ નથી કર્યો. સ્ત્રી પર જ બધા પર્તીબંધ હોય અને પુરુષ જે મૂળ ગુનેગાર છે એ છુટ્ટો ફરે છે, એ પોઈન્ટ ઈમ્પોર્ટન્ટ છે.

   Like

    
   • Rudee

    December 30, 2012 at 11:41 AM

    ભારત મા દેશ વ્યાપિ તીવ્ર આંદોલન અમુક ન્યાયાધીશો ના બેજવાબદારી ભર્યા નિવેદનો ને કારણે અને આવી દુખદ ઘટનાઓ પછી યોગ્ય ન્યાય ન મળવાને કારણે થયુ છે. જો પોલિસ,કોર્ટ આવા નિવેદનો આપવાને બદ્લે કામ કરે તો આપણે શાળા,મંદિર કે બાગ બગીચા મા ફરતા છોકરા,છોકરિઓ ના વસ્ત્રો નો ઇસ્યુ વિશ્વ ના કોઇ પણ દેશ જેટ્લોજ સુસંગત છે.

    અને તમે કન્ઝર્વેટિઝ્મ ની સરસ વાત કરી.એક ‘લીબરલ’ કે ‘મોર્ડન’ સમાજ ના પોલિસી મેકર કે પેરન્ટ કે પછી શાળા ના સંચાલક તરીકે આપણે વિધ્યાર્થી કે વિધ્યાર્થિની ના ‘અન્ગત’ વસ્ત્રો પર કેટ્લો કાબુ રાખવો જોઇએ? જો કોઇ વિધ્યાર્થી કે વિધ્યાર્થિની નગ્ન શાળા મા આવે તો શુ કરિયે?જો એમ્પ્લોઈ ઓફિસમા કે આપણા પોતના જ છોકરા કે છોકરી ટોપલેસ મંદિર મા કે બહાર મૂવી જોવા કે પછી ઘરમા જ આ રીતે ફરવા ઇચ્છે તો આપણો અભિપ્રાય શુ હોવો જોઈએ?

    વેસ્ટર્ન કન્ટ્રીઝ મા આ પ્રકાર નુ દેશ્વ્યાપી આંદોલન તો નથી થયુ (કે પછી કરવાની જરૂર નથી પડી) પણ આવા મુદ્દા ની ચર્ચા જરૂર થતી રેહ્તી હોય છે. અને રીઝનીન્ગ બન્ને તરફથી થાય છે. US,UK મા ઘણી શાળાઓ,કોલેજિસ મા ડ્રેસ કોડ છે અથવા લાવવા પર વિચરણા થઈ રહી છે . જો સમય મળે તો આ વાંચજો.
    http://www.thenational.ae/news/world/europe/uk-schools-banning-distracting-skirts

    Like

     
    • jay vasavada JV

     December 30, 2012 at 12:18 PM

     હરિ ફરીને તમને આખું પશ્ચિમ યુ.કે. અને યું.એસ.એ.માં જ દેખાય છે એ જોતા પહેલા ગૂગલ મેપ્સની પણ એક લિંક વાંચી લો 😉 મેં લેખમાં પરિસ્થિતિ મુજબના પરિધાનની વાત કરી છે. કોમેન્ટમાં સ્કૂલની વાત મૂકી સમજાવ્યું જ છે. પણ તમને એક વિચાર એટલો વહાલો લાગતો હશે કે તમારે એ બધું વાંચવું જ નથી. ચર્ચા તો શેતાનના અસ્તિત્વની ય થતી હોય છે. જે વ્યાપક અમલમાં હોય એની વાત મહત્વની છે. બાકી, કોઈ પણ છૂટછાટની કે નવીનતાની વાત આવે એટલે એમાં સૌથી ખરાબ જે થઇ શકે એનો જ કલ્પનાવિહાર કરીને ભયભીત થયા કરવું એ ભારતીય સમાજની જૂની આદત છે. અમસ્તો મેં ઠોક બજા કે સમાજને બિકણફોશી નથી કહ્યો 🙂

     Like

      
     • Rudee

      December 30, 2012 at 7:41 PM

      શેતાન નુ સ્તિત્વ તો છે જ ને ,આવી ઘટનઓ જ એ વાત નો નક્કર પુરાવો છે. મારા મતે આ મુદ્દો એટ્લો ચર્ચવા યોગ્ય નથી જેટ્લો આપણે ચર્ચી રહ્યા છિએ. 😉

      ભારત મા આ મુદ્દો બીજા દેશો ની સાપેક્ષ મા વ્યાપક કહી શકો પણ ભારત ના કોઇ પણ મોટા શહેર ના મોલ ,જિમ, સ્વિમિંગ પુલ મા જોઇએ તો કેટ્લી છોકરિઓ તમને સલ્વાર કે સાડી મા દેખાય છે?અને તમે જે સમજ શીખવાડ્વાની વાત કરો છો તેનાથી હું સહમત છુ પણ આ સમજ ટીનએજ મા( કે પછી કેટ્લાક મેચ્યોર મા) લાવવી કેટ્લી શક્ય છે? ને આવા ટીનએજ ના માં બાપ નો તેમના પર કોઇ હક નથી એવુ કેહવુ કેટ્લુ વ્યાજબી છે?

      અહી US, UK ની શાળા નો કિસ્સો ટાંકવાનો હેતુ માત્ર એટ્લોજ કે વેલ ડેવલપ દેશો મા પણ આવા ‘બીકણફોશી’ માં,બાપ,શિક્ષક( કે પછી બેજવાબદાર ટીનએજ)છે.પછી એ એક શાળા હોય કે એક દેશ. આ માત્ર શરુઆત પણ હોઇ શકે છે કોને ખબર આવનાર સમય મા શુ થાય?

      કેટ્લા ડાયાબીટીશ વાળા જાહેર મા કોઇને ગુલાબજાંબુ ખાવા ની ના પાડતા (મજાક ને બાદ કરતા)જોવા મળશે? અને ‘ડાયાબીટીશ’ વાળા લોકો ને ગુલાબજાંબુ ખાતા રોકવા વાળા ને ‘રિસ્પોન્સિબલ’ કહીશુ કે પછી ‘બીકણફોશી’?

      કરોડ રુપીયા નો સવાલ એ છે કે કોઇને ‘ડાયાબીટીશ’ છે કે નહી તે નક્કી કેવી રીતે કરવુ?

      રજનીશજી ની જેમ ‘ડાયાબીટીશ’ એ બીમારી નથી એમ માનીને ચાલવુ એ ‘બહાદુરી’ હોઇ શકે ‘સમજદારી’ નહિ.

      Like

       
     • jay m.

      January 3, 2013 at 12:49 PM

      સિર્ફ હંગામા ખડા કરના મેરા મક્સદ નહીં,
      મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહીએ

      Like

       
     • jay m.

      January 3, 2013 at 1:03 PM

      પક ગઈ હૈ આદતેં, બાતોં સે સર હોગી નહિ,
      કોઈ હંગામા કરો, ઐસે ગુજર હોગી નહિ.
      આજ મેરા સાથ દો, વૈસે મુજે માલુમ હૈ,
      પત્થરોં મેં ચીખ હરગીઝ કારગર હોગી નહિ.

      Like

       
 15. Bhupendrasinh Raol

  December 30, 2012 at 5:56 AM

  આટલા બધા જોરથી મારવાના??

  Like

   
 16. Jahnvi Antani

  December 30, 2012 at 9:04 AM

  સુંદર હોવું, દેખાવું અને ફરવું એ ગુનો નથી. પણ પારકી સુંદરતાને પરાણે પોતાની બનાવવા જવી એ ગુનો છે………… very true.
  આ વસ્ત્રાહરણ પછી વસ્ત્રોમાં મર્યાદા રાખવાને બદલે દુશાસનના લોહીથી ચોટલો ના બંધાય ત્યાં સુધી વાળ ખુલ્લા રાખી ફરતી કૃષ્ણની પ્રિય સખી દ્રૌપદીનો પણ દેશ છે. એ કેટલી વાર યાદ કરાવવું?…………

  ગર્લ્સને ફેશન શીખવાડવાની જરૂર નથી. હા, વ્યકિતત્વ, રૂપ, ફિગર અને પરિસ્થિતિને અનુકૂળ
  ડ્રેસિંગ કરવાની સૂઝ અને આત્મવિશ્વાસ શીખવાડો. પોઝિટિવ એટિટયૂડ પ્રતિબંધની નકારાત્મકતા કરતાં વઘુ અસરકારક રહે…….. agreee.. totally agree.

  Like

   
 17. alpesh vaghela

  December 30, 2012 at 9:04 AM

  jay bhai tamari ek vaat dil ne sparsi gai. shikshan nu karya j swaym sist laav va nu chhe. jo samaj na darek nar ane naari swaym sist ma aavi jaai to koi kaayda ni jarur nathi.
  jay bhai tame biji ek vaat kahi ke positive attitude pratibandh ni nakaratmakata karta vadhu asarkarak rahe chhe. to badha +attitude rakhe ane pratibandh ni -attitude thi bachi sake chhe. kem kharu ne ? thanks.
  sir biji ek vaat tame amari comment vaanchi ane tamne gami ke nahi te amne kem khyal aave ? please any reply on comment.
  thanks….

  Like

   
 18. Krutarth Amish Vasavada

  December 30, 2012 at 9:32 AM

  “આપણો દંભી સમાજ બીકણફોશી છે” – Cant agree more, JV. One particular placard which has attracted my attention is : ‘Don’t stop your daughter from going out. Teach your son how to behave’.
  Big B quite painfully and correctly concluded in his poem : ‘मेरी छोडो, अपनी माता की तो पहेचान बनो। ‘

  Like

   
 19. Hiren Raval

  December 30, 2012 at 10:00 AM

  jv this article is too good. infect it has also brokedown some of my rigidities.. hates off to you boss.

  Like

   
 20. jiguanju

  December 30, 2012 at 11:56 AM

  જયભાઈ, કહેવાનું લગભગ બધું જ તમે કહી દીધું છે આ લેખમાં. હવે માત્ર ટિપીકલ ભારતીય મર્દોએ વિચારવાનું છે કે એમણે આ સમાજને કઈ દિશામાં લઈ જવો છે..??નહીં તો ભારતીય સ્ત્રીઓએ જાગીને પુરુષોના કાન આમળીને સીધા રસ્તે લાવવા પડશે.

  Like

   
 21. Gopal

  December 30, 2012 at 12:39 PM

  You have been writing good and this article adds more to your writing skills. I love reading your columns. It is great for a Gujarati to keep in touch living so far in western world. Keep the good job up.

  Like

   
 22. dr.divyakshi patel

  December 30, 2012 at 1:13 PM

  JV…perfect article at perfect time…each n every word…its like tamara dil mathi bolta hoy ne ame pan feel kari shakie..got very emotional while reading this article… cant say nething more..speechless…Kudos to u for this article..

  Like

   
 23. durgesh oza

  December 30, 2012 at 2:23 PM

  eye opening article.dressing male female beyne lagu pade chhe. dharar sadhu k sadhvi banavvani pratha dushnone janm aape chhe. spring uchhle chhe. OshoE PAN AA VAT KARELI.. AA SIVAY PN AAHI MUKELA MUDDA DHARDAR chhe. we hope k kahevata samajsudharko,prahriono ankh ughde.. well written Jaybhai

  Like

   
 24. swati paun

  December 30, 2012 at 2:36 PM

  bahu saras………………………………..articl sir.gulabjambu n clr ex. fine:P…..logic emj hoy to hero acting ma dhyan j na daoi sake……………hmmm true…..thanxzzzzz………….kamdo hoy ene piduj dekhay sir..:)

  Like

   
 25. baarin

  December 30, 2012 at 2:49 PM

  Good article. Hits like bullet. True in all aspects JV keep up the good work.
  Already retwitted. thanks

  Like

   
 26. pinal

  December 30, 2012 at 3:04 PM

  પ્રુથ્વી પરનો એક પણ સજીવ કપડા પહેરતો નથી સિવાય કે ‘માણસ’. કપડાની શોધ પણ વળી ઈશ્વરિય નથી. (આપડેતો ઈશ્વરને પણ કપડા પહેરાવી દીધા) નક્કી કરી લીધુ કે ઈશ્વર નો દેખાવ પણ માણસ જેવો જ છે. આ કેવી વાહિયાત્ત વાત કેહેવાય. ઈશ્વરને નક્કી કરનારો પણ માણસ. હાહાહા…

  આ સજીવ સ્રુષ્ટિ જોઈએ દેખાશે કે એમાં કેટલાય રગોં છે. હવે રંગોતો અહીયા રીપીટ નથી કરતી, એક મોર જ કાફી છે. બસ એક માણસ પાસે કોઈ ફક્ત બે રગ છે. બ્લેક અને વ્હાઈટ. સુંદર રગો વાળા સજીવો મનુષ્ય પર હસતા હશે લો આની પાસે તો કોઈ કલર જ નથી. કરીના જેવી રુ ની પુણી જેવીને જોઈને પણ… માણસને પતગીયાની પણ ઈર્ષા આવી હશે. એને પણ ચામાચીડીયાની જેમ રગ બદલવા હશે. પોપટના લાલ રગની ચાંચ જોડે એને પણ કોમ્પીટીશન કરવિ હશે. એને રીંછ જેવા ફર વાળા બનવું હશે. ગાઢ જંગલોનો લીલો રંગે એને રંગાવુ હશે. વાદળો ભુરા થવુ હશે.ને સુરજ નિ કિરણો જેવા કેસરી . મનૂષ્યને પણ કલરીંગ બન્વૂ હશે. રંગો જોડે જોડાવું હશે.

  બસ આને આ જ વિચારતા વિચારતા મનુષ્યએ કપડાની શોધ કરી હશે.

  Like

   
 27. pinal

  December 30, 2012 at 3:19 PM

  sorry u upar ni post ma chamachidiya ni jgyaa e kachindaa aavashe. e to badha samaji j jasho. lol

  Like

   
  • Parth_Mech

   December 30, 2012 at 7:16 PM

   ya, it’s ok……:B|

   Like

    
 28. Prakash M Jain

  December 30, 2012 at 4:51 PM

  Excellent Article. Please can u write this blog also in simple english as gujrati language so that symbian system mobile owner can read this on mobile because some symbian mobile dose not support gujrati fonts. So be the first JV. Thanks

  Like

   
 29. Vishal Shah

  December 30, 2012 at 4:53 PM

  Jabardast… 🙂

  Like

   
 30. jigar

  December 30, 2012 at 5:02 PM

  nice one pinal….

  Like

   
 31. Drukti

  December 30, 2012 at 6:12 PM

  શિક્ષણનો મૂળ હેતુ જ સ્વયંશિસ્ત કેળવવાનો છે……………v nice

  Like

   
 32. Dr. Sanjay Mehta

  December 30, 2012 at 6:38 PM

  આ લેખ ખરેખર સમાજને વંચાવવાની જરૂર છે. ખૂબ જ ઉંચા દ્રષ્‍િટકોણથી લખાયેલ છે. આ પ્રકારનાં બનાવ ન બને તે માટે પુરૂષ સમાજ માટે કાયદામાં ફેરફાર કરવા એટલા જ જરૂરી છે. અપરાધીઓને સખ્‍ત સજા જ હોવી જોઇએ, અન્‍ય કંઇ જ નહી.

  Like

   
 33. Parth_Mech

  December 30, 2012 at 7:20 PM

  Actually Sir, Kat isn’t doing Padmasan in the pic……this link shows actual method of doing it….:) 😉

  Like

   
 34. PRAGNYA

  December 30, 2012 at 7:29 PM

  khub saras kahu 6e.Tamra jeva Vakta-Lekhak aagag aavi Samaj no najariyo badalse toj kadach kranti aave….

  Like

   
 35. priynikeeworld

  December 30, 2012 at 7:53 PM

  જેવો દેશ એવો વેશ ….. આ સુત્ર તો દરેક જગ્યા એ લાગુ પડે જ છે . પુરુષો ગમે તેટલા સ્ત્રીઓનાં હકોનાં નગારા વગાડે પણ અલ્ટીમેટલી મોટાભાગે સ્ત્રીએ એ એકલી જતી હોય ત્યારે જાતે જ પોતાનું સ્વરક્ષણ કરવું પડતું હોય છે …અને આ સ્વરક્ષણની ટ્રીકમાં એનો પહેરવેશ પહેલો જ આવી જાય છે . સાવ ઉઘાડા કપડા પહેરવાનો શોખ હોય એ છોકરીઓએ કરાટેનો બ્લેકબેલ્ટ પહેલા મેળવી જ લેવો પડે ..આ ઇન્ડીયા છે !!!! અહી ગમાર લોકોનાં એરિયામાંથી પસાર થવાનું હોય તો ય સાવ ટૂંકી ચડ્ડીઓ (શોટ્સ ) અનેક્લીવેજ દેખાય એવું સ્પેગેટી ટોપ પહેરવામાં મજા આવતી હોય તો પહેરીને નીકળનાર છોકરીનો ફોલ્ટ કહેવાય જ ….. બાકી કોલેજની પાર્ટીમાં તો ……એન્જોય ….દોસ્તો અને બાઉન્સર્સ બેઠા જ હોય છે 😉

  Like

   
 36. Pankaj sanchala

  December 30, 2012 at 10:51 PM

  aa jaangal ma apde samjia ,baki na gadhdhao……….

  Like

   
 37. Arti Badiani

  December 31, 2012 at 12:30 AM

  hats off……jaybhai…

  Like

   
 38. Ram lakhani

  December 31, 2012 at 1:01 AM

  Mana ke Aek bhid si lagi hey , ham umra ko bachane me ! Par ye badkismati hi to hey ki kuch pyar hi kam pad Gaya damini Teri jindagi bachane me.na Jane Khyu aaj apno se bichadne ka aek ajib sa andhera kyu Chaya hai, par kabtak ye andhera Chaya rahega himmat nahi harege kyoki subah ki Pahli Kiran hi to hay Jo Es andhere ko chirke Naye din me use Nyay dilane me hame Aek jut Karega.

  Like

   
 39. Kaash Thakkkar

  December 31, 2012 at 2:30 AM

  તમને નથી લાગતું કે આ લેખ થોડો ટૂંકો લખ્યો છે ??
  બાય ધ વે, પેલી પુરુષો નું ધ્યાન ભંગ ના થાય એ વાળી વાત સાવ સાચી છે પણ પુરુષો સમજતા જ નથી કે ઉપવાસ ત્યારે જ કેવાય જ્યારે તમે પોતાના પર સંયમ રાખી ને ભૂખ્યા રો.
  બાકી સ્ત્રીઓ ને બાંધી ને રાખો ને પછી કો કે ‘અમે સંયમી, અમે સંયમી’ એતો ભૂખમરા જેવી વાત થાય, નોન્સેન્સ.

  હમણાં જ રાજસ્થાન ની એક ધારાસભ્ય એ કીધું કે સ્કર્ટ પહેરવાથી બળાત્કાર વધે !!!!
  હરિયાણા ની ખાપ પંચાયતે તો હદ જ કરી નાખી, કે છે કે ‘ચાઇનીસ’ ખાવાથી પુરુષો ને બળાત્કાર કરવાની ઈચ્છા થાય છે !! 0_0 ….. and How ??? That they don’t know.

  About that No-Sense Non-Sense Khaap Panchayats, i feel sometimes that they also organise ‘Idea-Exchange Programmes’ with Talibans…. “U tried to kill Malala, we will do bigger than this.”

  Like

   
 40. planettanvay

  December 31, 2012 at 11:17 AM

  “””અમે (પુરુષ) નહિ સુધરીએ…. તમારે તમારું રક્ષણ જાતે કરવાનું રહેશે……!!!!””””

  ટૂંકા વસ્ત્રો ન પહેરો…. પર્સમાં મિર્ચ પાવડર કે સ્પ્રે રાખો, જુડો કરતે શીખો લ્યો…. અને… અને….. અને…… અને…….

  Like

   
 41. Chintan Oza

  December 31, 2012 at 11:38 AM

  You said it very rightly JV..barely need to think on level of education we give to our students..ane aa tyarej shakya chhe jyare ana vishe vicharvavalo koi mai no laal dilli ni gaadi par betho hoy..ane a kyare thashe a to hari j jane…pan ha..lekhma tame j points tarta mukya chhe a ekdum sachot chhe…darek school ane ana darek teachers aa rit nu mulya adharit education api shake to avanaru bharat kaink anshe bahetar hashe…pan pachhi vat tyaj avi ne ubhi rahe chhe k shu avu gyan api shake ava karmashil teachers chhe aapni pase..kadach nahi..(ane j chhe a aa system ma anek rite heran pareshan pan thay chhe..!! )…ane JV…acharya rajnish na j shabdo kahya….kharekhar darek university ma ani video recording broadcast karvani jarur chhe ane j fakt tyana kahevata trustee ane su-shikshit(!!) professors and principals matej hoy…..yuvani shu chhe ane aajna youth ne shu game chhe a khabar nahi kyare aa desh na kahevata sanskrut loko ne khabar padshe..!!…btw lekh mast chhe….and must read for everyone too…an eyeopener article..!! thankxx dear JV…..!!!

  Like

   
 42. Rajnikant

  December 31, 2012 at 11:58 AM

  સમાજ અત્‍યારે એવી સ્‍થિતીમાં છે. એમ.ટીવી અને આસ્‍થા ચેનલ રીમોટથી વારાફરતી જોવી છે, ઓશો અને ઓસામાને બન્‍નેને સાંભળવા છે, પશ્ચિમ સંસ્‍કૃતિ પ્રમાણે જીવનધોરણ જીવવું છે અને શિક્ષણ મેળવવું છે, બણગા ભારતીય સંસ્‍કૃતિના ફુંકવા છે. આવી સ્‍થતિમાં વિશ્વામિત્ર કરતા પણ વધુ સંસ્‍કારી સમાજની અપેક્ષા કેવી રીતે રાખવી.????

  Like

   
 43. Arvind patel

  December 31, 2012 at 6:04 PM

  વાહ વાહ. અને પુરૂષોએ શું પહેરવું એ એમને કોણ કહેશે?

  Like

   
 44. jitendra

  December 31, 2012 at 6:41 PM

  ન્યાય દરેક માટે સમાન હોય તો જ ન્યાય કહેવાય.

  Like

   
 45. hemant patel

  December 31, 2012 at 8:48 PM

  It is eye-opener for all who critisize all the time without seeing fact.

  Like

   
 46. anam

  January 1, 2013 at 8:28 PM

  Sab vichar OSHO KE HAI

  Like

   
 47. Anny Naik

  January 1, 2013 at 9:21 PM

  purushoe potani mansikta nathi badalvi . hamesha strio j namtu jokhe em echche chhe pa have e yug pura thai chukya chhe. mahabharat ke ramayan kal ma pan ranio fakt kanchuki ne lehnga j pehrine farti ahri pan sacho sanskrut samaj hato aje to matra sanskruti na name dhadho madyo chhe jema srti ek object banine vechay evi samaj vyavstha ubhi kari didhi chhe.

  Like

   
 48. Deepak Solanki

  January 1, 2013 at 10:05 PM

  આ બધી ચર્ચામાં એક મહત્વનો મુદ્દો કે જે સૌથી મોટુ કારણ છે તે તો બધાના ધ્યાનબહાર જ રહી ગયો છે કે પછી જાણી જોઇને કોઇએ તે મુદ્દો કાઢ્યો નથી તે એ છે કે મોટા પ્રણામમાં કમ્પ્યુટર તથા સ્માર્ટ ફોન-ચાયના ફોનનો વ્યાપ… લગભગ કોઇ મોબાઇલ કે કમ્પ્યૂટર એવુ નહી હોય કે તેમાં વલ્ગર ફિલ્મ નહી હોય….. હવે સમાજમાં આટલુ બધો આ ફિલ્મનો વ્યાપ થયો હોય ત્યારે ફ્ક્ત છોકરીઓના કપડાના કારણે બળત્કાર થાય છે તેમ કેવી રહીતે કહી શકીયે…… સ્માર્ટ ફોન અને કમ્પ્યૂટર, વલ્ગર સાહિત્ય.. ફિલ્મ, વલ્ગર સ્ટોરી, વલ્ગર ઇમેઝ,,,, વગેરે માટે જવાબદાર છે…. દરેક મા-બાપે બાળકોના કમ્પ્યૂટર તથા મોબાઇલ સમયાંતરે એક્સપર્ટ પાસે ચેક કરાવીને રીપોટ લેતી રહેવુ જોઇએ…. ખાસ કરીને 18 વર્ષથી ઓછી ઉમંરના બાળકોના તો ખાસ…..

  Like

   
 49. Bina Raval

  January 2, 2013 at 4:40 PM

  this is the first article that i could read after that rape case….that also not full…but praying that Damini’s soul should not RIP….instead she should kill those all too badly that the world would come to know that the culprits r never left by the mother nature also…” anhi nu anhi j bhogavava nu..” this is like Filmy but m praying to happen this….

  Like

   
 50. hirals

  January 2, 2013 at 4:45 PM

  શિક્ષણનો મૂળ હેતુ જ સ્વયંશિસ્ત કેળવવાનો છે.

  I like Kiran Bedi’s 6P agenda and her attitude that make family(parents) and school ashamed about such act.(…..)

  We all know our traditions (and even we mug up stanza’s without meaning) from home (Not from school syllabus) (That is culture defination)
  but સ્વયંશિસ્ત we are not knowing even after schooling.

  Like

   
  • jay m.

   January 3, 2013 at 1:28 PM

   શિક્ષણનો મૂળ હેતુ જ્ઞાનપ્રાપ્તિ છે, જગતના મૂળમાં જ્ઞાન છે, બાકી બધું જ તેની નીપજ છે.
   આપણી બધી સમસ્યાના મૂળ પણ અહિયાં જ છે, આપણું શિક્ષણ જ્ઞાનલક્ષી હોવા ને બદલે સર્ટીફિકેટ-ડીગ્રીલક્ષી છે.
   આપણે સાચા અર્થમાં શિક્ષિત થવું જ રહ્યું, ખાસ તો આપણી સ્ત્રીઓને શિક્ષિત કરવી જ રહી, કોઈ પંખી કાંઈ એક પાંખે ન ઊડી શકે!
   વડોદરાને આજે પણ સંસ્કારનગરી તરિકે ઓળખવામાં આવે છે, શા માટે? એ મહારાજ આજે પણ ખરા અર્થમાં વંદનીય છે, જેમણે ત્યારે સ્ત્રી શિક્ષણને આટ્લું મહત્વ આપેલું.

   Like

    
 51. jaiprakash

  January 2, 2013 at 7:20 PM

  je family ma pati ne gadhedo samajta hase taya suvakya ni jarur nathi

  Like

   
 52. Darshita Shah

  January 3, 2013 at 6:44 PM

  Ghani vato evi che je loko na dimag ma besati j nathi karan ke varsho thi j maryada ane sanskruti na maane thasai devayu hoy e nikalvanu naam j nathi letu. Me pan OSHO na j lakhan nu example apine ghare vat kari hati to mara khud na parents j bagya. shu kari shakay? atleast I can take the pledge that I will teach my kids in such a way that they will respect man and woman in same way.
  Duniay bhar ma darek purush ek insecurity thi pidato hoy che. Ene khabar che naari ena karta vadhu shaktishali che etle j hamesha ene dabavano j prayatna kare ane rape enu extreme stage che.

  Like

   
 53. vijay

  January 4, 2013 at 12:47 AM

  like it………aa lekh ne darek colg
  ma tution na chopaniya ni jem vahechvo joi

  Like

   
 54. dr harshal patel

  January 5, 2013 at 9:29 PM

  i think india is goin backwards day by day. i dont know why people dont think on their own rather than folloin religious heads. when will all this stop.

  Like

   
 55. beingfalguni

  January 6, 2013 at 12:01 PM

  Aptly put thoughts…….much necessary for male gender to mull over and work over…….. kudos to you for such sense n sensibility………inspite being a male. secondly…..most indians are never renowned for understanding and appreciating ,the rich indian culture…. take our so called present social reformers n politicians…….hard to pick a single sensible person…..as an icon for our coming generation……

  Like

   
 56. Dipak Shiroya

  January 7, 2013 at 5:34 PM

  nice article…………the real real real realistic

  Like

   
 57. pravin makwana

  January 8, 2013 at 10:15 AM

  nice one………….. apne sakti (MATAJI) ni pooja ktli kare 6 ae apne janie j 6ie…….(we know chotila,ambaji…..etc) jo sathe sathe ae thou man k purush – satri ni saman 6 aetlu swikarie to pan ghanu kvay…………karan apne je sakti ne vandan karie 6ie ae pan aakhre to ek satri j 6 ne!!!!!

  Like

   
 58. Mamta Thakker

  January 18, 2013 at 5:01 PM

  dear jv n his frnds..plz visit to keep urself safe from every thing..its
  http://www.sahajayoga.org

  Like

   
 59. Minaxi Dadhania

  January 20, 2013 at 5:47 PM

  જયભાઇ આપનુ ગઇકાલ નુ જામનગર નુ વક્તવ્ય ખુબ ગમ્યુ……… આભાર

  Like

   
 60. Raju Patel

  February 7, 2013 at 11:46 AM

  Jene mali na shake tena mate e draks khati hoy 6…..”

  Like

   
 61. Jenny

  July 16, 2013 at 10:16 AM

  Jay – why there is dress codes for office for women in most of all companies in western world? (I am women from North America)? Why women are not allowed in office to wear dresses that were shown on this article? Underlying logic is that if women wear such type of dresses then people can not focus on work and distract everyone !
  Jaybhai, can you please tell those management who decides dress codes that allow women whatever they want to wear and improve your staff mentality!!

  If women were not allowed in north America then we justify it, we obey that dress code and in India it is considered bad social tradition. How long you Indian (living in India) continue to blame your social traditions for all your social mess? It is not tradition bad but inflexibility and interpretation of tradition is bad.

  Arguments for the sake of arguments, in abstract form are fine but society is very integrated thing and good traditions help better society .
  Do not compare western looking from India, come and stay in western world and see the bad consequences of some of the freedoms that you people always advocate.

  Like

   
  • jay vasavada JV

   July 21, 2013 at 4:27 AM

   i am wellaware with western world, already visisted many countries. america is highly catholic driven country in some norms, always stated that. and i have seen many offices there who allowes skirts n jeans-top. which is even taboo in most of theplaces in india. besides u didnt seem to read article carefully, its not written that there should not be attire according to situations. show me where i have written that women can go in office in swimming costumes? 😛 m talking about society / colleges as a whole not just boring corporate officeswhere even male have to follow formal dress code 🙂

   Like

    
 62. theprince

  August 21, 2014 at 2:59 AM

  May be work against honourable cm aanandiben patel’s comment on girls’ dress code…

  Like

   
 63. jaimin

  August 26, 2014 at 11:35 PM

  por-bandar police to had kari didhi,

  Like

   
 64. mdgandhi21, U.S.A.

  October 20, 2015 at 11:05 AM

  સુંદર લેખ છે.

  Like

   
 65. હિમ્મત

  August 31, 2016 at 11:50 AM

  પાછુ ભૂત ધુણ્યુ…

  Like

   
 66. tcmakwana

  August 31, 2016 at 12:56 PM

  સુંદર લેખ છે.

  Like

   
 67. chandralekha

  August 31, 2016 at 9:07 PM

  માનુનીઓની બધી જ દલીલો ને વાચા આપી દીધી, આ લેખ માં .

  Like

   
 68. Alpana Patel

  September 27, 2016 at 2:05 PM

  aa lekh ne anurup dialogues hindi movie ” PINK” ma 6ek hmna aavya…
  means,,, JV na vicharo krta pn bollywood hji ghanu paa6d 6,,,ri8?

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: