‘૨૦૧૨’ ફિલ્મની ભારતમાં બોક્સ ઓફિસે શરૂઆતએ દુનિયાની છેલ્લી ફિલ્મ હોય, તેવી અઝઝીમોશાન બનાવી દીધી હતી. જો કે, બીજી ફિલ્મોમાં છેલ્લી દસ મિનિટ હોય એવા દિલધડક દ્રશ્યો જેમાં મિનિટે મિનિટે પથરાયા છે, એવી આ મેગા ડિઝાસ્ટર ફિલ્મ ખુદ એના સર્જકે કહ્યું છે તેમ ‘એવી અલ્ટીમેટ બની છે, કે હવે કોઇ ડિઝાસ્ટર ફિલ્મ જ બનાવી નહિ શકે!’ આથી વઘુ મોટા સ્કેલમાં બીજું શું દેખાડી શકાય? આખું અમેરિકા ગરક થાય એવો ભૂકંપ- લાવા વિસ્ફોટ કે હિમાલય ડુબાડે તેવા ૧૫૦૦ ફૂટના ત્સુનામી મોજાં તો આવી ગયા, પડદા પર!
પણ પ્રેક્ષકને થિએટર સુધી મુકવા આવેલો રિક્ષાવાળો પણ રિક્ષા પાર્ક કરી ફિલ્મ જોવા ગોઠવાઇ જાય એવો આ ફિલ્મનો ક્રેઝ ચોટદાર સંવાદો, માનવતાનો સંદેશ કે સ્પેશ્યલ ઇફેકટસના સાયન્સ ફિકશનને આભારી નહોતો. તમામ ન્યુઝ ચેનલ્સ પર સતત અફીણના ડોડવા મસળ્યા હોય એવા કેફમાં રાખતાં ‘સનસનીખેજ’ સમાચારોને આભારી છે! અમેરિકામાં હિસ્ટરી ચેનલે એક પ્રોગ્રામ બનાવ્યો, અને સતત સર્વનાશના ફફડાટમાં જીવતી માનવજાત અને એ ભય પર પોતાની દુકાન ચલાવી જીવતા ગુરૂજીઓ કે કળાકારોને મોકળું મેદાન મળ્યું! ‘સમથિંગએકસાઇટિંગ’ હોય, તો જ લાઇફ હેપનિંગ થાય ને!
મૂળભૂત રીતે આ પૃથ્વી પર પાંગરેલી અઢળક સંસ્કૃતિઓ (માત્ર અંધઅભિમાની ભારતીયોને જ એમ છે કે બધી સંસ્કૃતિ, સભ્યતા ભારતમાં જ વિકસી હતી, પણ સોરી ટુ સે – આવું છે નહિં. સર્જનહારે પૃથ્વી બનાવી છે. એકલું ભારત નથી બનાવ્યું!)માં પુરાતત્વવિદોને બહુ આકર્ષતી એક સંસ્કૃતિ એટલે ‘મય’ સંસ્કૃતિ! ભારતીય પ્રાચીન ગ્રંથોમાં પણ આદિવાસી હોઇને ‘દાનવ’ કહીને ‘મયદાનવ’ એવા ઉલ્લેખ છે, જે શિલ્પીઓએ હવામાં તરતા ત્રિપુર નગરો (જેનો શિવે નાશ કરેલો) તથા ઇન્દ્રપ્રસ્થમાં દૂર્યોધનને ગોથું ખવડાવતો જાદૂઇ મહેલ બનાવેલો! આમ પણ આજના અમેરિકા ખંડ (ફકત અમેરિકા દેશ નહંિ)માં વિકસેલી સભ્યતાઓમાં સ્પેનિશોના હાથે ખતમ થયેલી મય સભ્યતા એઝટેક કે ઇન્કાની સાપેક્ષે શિલ્પ, ગણિત, ભાષામાં વઘુ સજજ હતી. લોકોને ફકત પ્રલયમાં જ રસ છે. પણ મય સંસ્કૃતિના રોમાંચક ઇતિહાસ, સ્થાપત્યો, પરંપરાઓ ઇત્યાદિમાં રસ નથી.
તો વિશ્વવિનાશની અટકળોનું પારણું ઝુલ્યું છે આ મય સંસ્કૃતિના કેલેન્ડરને કારણે! હવે એ કાળમાં મય લોકો એક નહીં, પણ ત્રણ ત્રણ કેલેન્ડરનો ઉપયોગ કરતાં. વળી એ કેલેન્ડર્સ એકબીજા સાથે જોડાયેલા કે પૂરક નહોતા. આજે તારીખીયાના જાણીતા ડટ્ટાઓમાં વિક્રમ સંવત, હિઝરી, શાલિવાહન શાકે બધાના અલગ અલગ દિવસો એક જ તારીખે દેખાય છે, એવો કંઇક ઘાટ હતો. માત્ર મય જ નહીં, પ્રાચીન અમેરિકા ખંડની બધી સંસ્કૃતિમાં એક જાણીતું કેલેન્ડર ત્ઝોલ્કિન હતું. જેમાં ૨૬૦ દિવસનું વર્ષ હતું. ૨૬૦ એટલા માટે કે એ ૧૩ અને ૨૦નો ગુણાંક હતો, જે ત્યારે અગત્યના અંકો ગણાતા. કારણ કે માણસને ૨૦ આંગળીઓ છે, અને શરીરમાં ધુંટણ, કોણી, કાંડા જેવા ૧૩ સાંધાઓ (જોઇન્ટસ) છે. વળી એ ગાળો ગર્ભાવસ્થાના નવ મહિનાના ગાળાનું પણ પ્રતિનિધિત્વ કરતો હતો. આ ત્ઝોલ્કિન કેલેન્ડરમાં વળી ૧૩ દિવસનું અઠવાડિયું આંકડાઓથી ગણાતું અને ૨૦ દિવસનું અઠવાડિયું નામથી! બધા નામ- નંબર રોજ બદલાય! એક દિવસે ‘૩ સીમી’ હોય તો બીજે દિવસે ‘૪ માનિક’! એને લગતાં શુભાશુભતા સિદ્ધાંતો પણ હતાં!
આટલો ગરબડગોટાળો ઓછો હોય તેમ વળી સૂર્યવર્ષને અનુસરવા (પૃથ્વી પરિભ્રમણનો મેળ બેસાડવા) ૩૬૫ દિવસનું ‘હાબ’ કેલેન્ડર હતું. જેમાં ૨૦ દિવસના એક એવા ૧૮ મહિના અને ૫ ‘ઉયાબ’ નામના વધારાના દિવસો રહેતાં! જેમાં ૦થી ૧૯ના નંબરથી દિવસો ગણાતા. સાદું ગણિત જાણો, તો ખ્યાલ આવે કે ૨૬૦ (ત્ઝોલ્કિન) અને ૩૬૫ (હાબ)થી ભાગી શકાય એવો આંકડો ૧૮,૯૮૦ છે માટે ૫૨ વર્ષે બંને કેલેન્ડરમાં નવા વરસનો દિવસ એક જ આવે એવી ઘટના સર્જાય! માટે ૫૨નો આંકડો પણ ખૂબ મહત્વનો ગણાતો!
પણ આ ગૂંચવાડાને લીધે ઇતિહાસ યાદ રાખવામાં દિવસોનું સરલીકરણ થતું નહોતું. માટે મય સભ્યતાએ એ હેતુ માટે વળી ત્રીજું જ કેલેન્ડર વિકસાવ્યું, જેને નામ આપ્યું ‘લોંગ કાઉન્ટ!’ (આ નામ સંશોધકોએ ફોઇબા બની પાડેલું છે!) લોંગ કાઉન્ટમાં અત્યાર સુધી વાંચી એવી દિવસોના મેળ બેસાડવાની કડાકૂટ નહોતી. એમાં ૨૦નો એકમ આધારમાં હતો. ૨૦ દિવસનું ઝૂમખું ‘યુનાઇલ’ કહેવાય, ૧૮ યુનાઇલ (૩૬૦ દિવસ) એટલે ‘ટુન’. ૨૦ ટુન એટલે કાટૂન, ૨૦ કાટૂન (૧,૪૪,૦૦૦ દિવસ) એટલે ‘બાકટુન’ દરેક ૧૩ બાકટુન પુરા થાય પછી કારના સ્પીડોમીટરની માફક નંબર રિસેટ કરવાનો, ફકત આગળનો આંકડો એક ક્રમ આગળ વધે. માટે ધારો કે મય સંસ્કૃતિમાં સોનાના ખજાનાનો ચેક ૮.૩. ૨. ૧૦.૧૫ એવી તારીખ લખીને ફાડવામાં આવે તો એ ૮ બાકટૂન, ૩ કાટુન, ૨ ટુન, ૧૦ યુનાઇલ અને ૧૫ દિવસ એમ ગણવાના! કયારથી ગણવાના? ક્રિએશન એટલે સૃષ્ટિ – સંસ્કૃતિના સર્જનને સ્ટાર્ટંિગ પોઇન્ટ માનીને! નિષ્ણાંતોના મતે મય લોકોએ એ કટ ઓફ પોઇન્ટ ઝીરો ઇસ્વીસન પૂર્વે ૩૧૧૪ની ૧૧ ઓગસ્ટનો નક્કી કર્યો હતો.
અત્યારથી પ્રલય કુંડળીનો આ આંકડાબાજી સાથે સીધો હિસાબ એ છે કે ૧૩મું બાકટુન પૂરૂં થઇ રહ્યું છે. મય લોંગ કાઉન્ટ કેલેન્ડર ૧૩.૦.૦.૦.૦ થવાનું છે – અનુમાન મુજબ ડિસેમ્બર ૨૧, ૨૦૧૨ (કેટલાકના મતે ડિસેમ્બર ૨૩)ના રોજ!
ફરી વાંચો. કેલેન્ડર પૂરૂં થવાનું છે! દુનિયા નહીં ! છતાંય યે હંગામા કયું હૈ બરપા?
મૂળ તો ૧૯૫૬માં મય સંશોધક માઉદ મેકમ્સને ૧૩ બાકટૂન પુરા થવાની ઘટનાને મહત્વ આપ્યું હતું. ૧૯૬૬માં માઇકલ કોએ પોતાના પુસ્તકમાં તેને પ્રલય સાથે જોડી દીઘું! (કુ)તર્ક એવો પણ આપવામાં આવે છે કે આ મામલો સૃષ્ટિ સર્જનના ‘પુનરપિ જન્મમ્, પુનરપિ મરણમ્’વાળા અભિગમને છે. કેટલાક ભારતીય પંથો પણ એવો ફફડાટ ફેલાવે છે કે આ દુનિયા ‘રિપિટેશન’માં ચાલે છે. આ લેખ લખાય છે કે આપ આ લેખ વાંચો છો આ બઘું જ અગાઉ પણ અનેક વખત બની ચૂકયું છે. ચાર યુગ ફરી ફરીને આવ્યા કરે છે. કલિયુગ પછી ફરી સતયુગ આવે છે, જેમાં દિવ્યાત્માઓને જ પ્રવેશ છે (અને આ દિવ્યાત્મા એકસપ્રેસમાં એડવાન્સ બુકિંગ માટે અમારા પૂજય ફલાણાશ્રી કે ઢીંકણીશ્રીના ચરણોમાં તન, મન અને ભૂલ્યા વિના ધનથી સમર્પિત થઇ જાવ!)
આવું જ ફેકટની ખંડિત પ્રતિમાને ફેન્ટેસીથી પુરી કરનારા ફળદ્રુપ ભેજાંબાજો માને છે કે અગાઉ ૧૩-૧૩ બાકટુનના ત્રણ સૃષ્ટિ નિર્માણના પ્રયોગો નિષ્ફળ ગયા પછી વર્તમાન ૫૧૨૬ – વર્ષની બાકટુન સાયકલ પૃથ્વી પર સફળ રહી હતી. હવે ફરી એકવાર પૃથ્વીને જળબંબાકાર કરી, બઘું દટ્ટણ સો પટ્ટણ કરી નોઆહઝ આર્ક કે મત્સ્યાવતારની કહાની મુજબ પૃથ્વી પર નવેસરથી સૃષ્ટિસર્જન થશે. ૨૦૧૨ના અંતથી આરંભ થનારી આ ક્રિયા માટે જ મય કેલેન્ડરનું કાઉન્ટર ફરી ઝીરો થઇ જશે!
કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના! પુપુલ વાહ જેવા પ્રાચીન મયગ્રંથોમાં આવું તો કશું સોઇઝાટકીને સ્પષ્ટપણે કહેવાયુંં નથી. બધા જ ધર્મગ્રંથોની માફક એમાં પણ અગડમ બગડમ રીતે અષ્ટમ પષ્ટમ સંદેશાઓ અપાયા છે. એના આધારે કેટલાક સ્યુડો સાયન્ટિસ્ટસના ‘ફિકશન’ને ફેકટના વાઘા પહેરાવી વેપલો કરી રહ્યા છે. સારૂં, ૨૦૧૨ ફિલ્મ જેવું મસ્ત મનોરંજન મળે છે. પણ એ ફિલ્મના સર્જકો ય અત્યારથી ૨૦૧૨ પછીની સાલમાં રિલિઝ થનારી ફિલ્મોનું પ્લાનિંગ કરી રહ્યા છે! નાસાના વિજ્ઞાની ડેવિડ મોરિસને આમ છતાં નોંઘ્યું છે કે ૨૦૦૯માં જ ૨૦૧૨ના પ્રલય પર અંગ્રેજીમાં ૨૦૦ પુસ્તકો બહાર પડયા છે!
બે દસકા પહેલાં ઠોકબજાકેમય સંસ્કૃતિના હવાલે ૨૦૧૨ને માનવજાતનું ફાઇનલ ઇયર ગણનારા મિસ્ટિક (ઓર મિસ્ટિરિયસ?) જોઝ આગ્યુએલેસે આ કાળવાણી કહી હતી. પણ એમ તો જોઝભાઇ એવું ય કહી ચૂકયા છે કે પૃથ્વી નિબિરૂ નામના કોઇ ભેદી ગ્રહના ટકરાવથી બનેલી છે, અને માનવજાત નિબિરૂના એલીયન્સે પૃથ્વી પર સર્જેલી છે. જોઝભાઇ ધડાધડ પુસ્તકો છાપે છે, કેલેન્ડરો બનાવે છે. ભારતમાં જેની બહુ ફેશન છે તેમ અડધાપડધી સાયન્ટિફિક રિસર્ચની વાતો તોડીમરોડીને પોતાને પાછા ગૂઢવિદ્યા સાથે વિજ્ઞાનને જોડનારા આઘુનિકતાવાદી તરીકે ખપાવે છે. જે એમ માને છે કે ૨૦૧૨ પછી દુનિયા વઘુ હાર્મોનાઇઝ થશે, ઘ્યાનસ્થ થશે. ટેલિપથીથી એકબીજા સાથે જોડાઇ જશે. એક એનર્જી ફિલ્ડ રચાશે.
હતાશ, ત્રસ્ત, અભાવમાં પીડાતા લોકોને આવું બઘું સાંભળવું બહુ ગમતું હોય છે. ભલેને પછી એનર્જી ફિલ્ડ રચી દેતાં અને બજારમાંથી ધાણાદાળની પડીકી ખરીદવા હોય એમ કુંડલિની જાગૃત કરી આપતાં આ સિદ્ધ-પ્રસિદ્ધ નર-નારીઓ પોતે બીમાર પડે એટલે હોસ્પિટલ ભેગા થઇ જતાં હોય!
માટે સ્તો પબ્લિકને બીવડાવવા માટે આજે ધાર્મિક ગપ્પાંબાજી પર વિજ્ઞાનનો વરખ ચડાવાય છે. બહારના લધુગ્રહની ટક્કરથી પૃથ્વી ખળભળી ઉઠે એ વાત વૈજ્ઞાનિક તથ્ય છે, પણ એવો કોઇ જ પ્લેનેટ એકસ કે નિબિરૂ ૨૦૧૨માં પૃથ્વીની નજીક ફરકવાનો નથી. કાગળ ઉપર તો પૃથ્વી કયારનીયે બ્લેક હોલ બની જાય એવા ચાન્સીસ તેના ઉદ્દભવકાળથી છે (એમ તો પ્રત્યેક સેકન્ડે આપણા મરી જવાની શકયતા પુરી પચાસ ટકા છે!) પણ આપણે બ્રહ્માંડના એક અટૂલા ખૂણામાં પડયા છીએ.
જાણકારો આવી બધી ‘ચેતવણી’ને ‘કોસ્મોફોબિયા’ કહે છે. જેમ કે, ૨૦૧૨ની ભૂતાવળ ઘુણાવવા ‘પ્લેનેટરી એલાઇનમેન્ટ’ યાને ગ્રહોની યુતિનું તૂત ચાલ્યું છે. નરી આંખે દેખાતા બુધ, મંગળ, ગુરૂ, શનિ, શુક્ર અને ચંદ્ર ૨૫ ડિગ્રી કે તેથી ઓછાના પરિઘમાં જોડાજોડ આવી જાય એવી ઘટના સાવ નવી નથી. એ ૧૯૬૨ અને ૨૦૦૦માં થઇ ચૂકી છે. (સપ્ટેમ્બર, ૨૦૪૦માં થવાની છે) જયોતિષ શાસ્ત્રની રીતે પણ તેનાથી વઘુ આફતોના યોગ સર્જાય, પણ દુનિયા ખતમ થઇ જવાની કોઇ આગાહી નથી. વિજ્ઞાન તો એને કુતૂહલ અને રોમાંચથી જ નિહાળે છે.
સામાન્ય, સરેરાશ યુતિઓ તો પ્રત્યેક વર્ષે રચાતી જ હોય છે અને બ્રહ્માંડ, સૂર્યમાળા કે આકાશગંગાની સિમ્પલ ‘થ્રી-ડી’ રચના પ્લેનેટોરિયમમાં જોઇ હોય તે સમજી શકે કે, કોઇ પણ બે ગ્રહો કાલ્પનિક રીતે એક બીજાની સીધમાં રહે, તેવી રેખા દોરી જ શકાય છે- સગવડતા મુજબ! કોઇક વળી ગ્રહોના ગુરૂત્વાકર્ષણથી સૂર્યમાં અસ્થિર થવાની વાત કરે છે- એવું થવાનું હોત તો કરોડો વર્ષોથી થઇ રહ્યું હોત. એક તુક્કો સૂર્યના ઉત્તર-દક્ષિણ ધ્રુવ પૃથ્વીના ચુંબકીય ધ્રુવોને અસ્તવ્યસ્ત કરે, તેવો ચગાવાય છે. સૂર્યને આવા કોઇ ચૂંબકીય ધ્રુવો જ નથી! અને રાતોરાત ઉત્તર-દક્ષિણ ધ્રુવ ઉલટાપુલટા થઇ ન શકે. એ બદલાય ખરા પણ એ ધીમી ચાલતી પ્રક્રિયા છે. તેને પાંચમા ગીઅરમાં નાખો તો ય શતાબ્દીઓ ચાલે! (છેલ્લે આવી ઘટના ૭,૮૦,૦૦૦ વર્ષ પહેલાં થઇ હોવાનું અનુમાન છે!)
એમ તો સૂર્યના ‘ગેલેકટિક પ્લેન’ કહેવાતી બ્રહ્માંડિય સપાટીના કેન્દ્રમાં આવી જવાથી થતી ઉથલપાથલનો મુદ્દો બહુ ચર્ચાય છે. એ સાચું કે ‘મિલ્કી વે’ કહેવાતો દુધિયા પટ્ટો આકાશગંગાને બે ભાગમાં વહેંચે છે અને બ્રહ્માંડના કેન્દ્ર ફરતે આપણી સૂર્યમાળા આખી ચકરાવો લે છે, પણ એમા એક ભ્રમણ પૂરૂં કરવામાં અબજો વર્ષ લાગે તેમ છે. અફવા એવી ચાલે છે કે દર ૨૫,૮૦૦ વર્ષ સૂર્ય દૂધગંગાના કેન્દ્રને સમાંતર આવી જાય છે જે ઘણી ગરબડોને નિમંત્રણ આપશે, અને એ ઘટના ૨૦૧૨ના ડિસેમ્બરમાં બનશે.
હકીકત એ છે કે સૂર્ય એ કેન્દ્રથી ૩૦,૦૦૦ પ્રકાશવર્ષ દૂર ભ્રમણ કરે છે. (એકડા ઉપર તેર મીંડા- એટલા કિલોમીટર એટલે એક પ્રકાશવર્ષ!) ડિસેમ્બર ૨૧, ૨૦૧૨ના રોજ સૂર્ય તો બ્રહ્માંડ કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાથી પણ પોતાના વ્યાસના અગિયારગણા અંતર જેટલો દૂર હશે! (એ કેવી રીતે, એ માટે ગાણિતિક માથાપચ્ચી કરવી પડે છે. જે રવિવારની રજામાં આ વાંચતી વખતે બહુ પચવાની નથી!) અગાઉ વઘુ નજીક તો એ ૧૯૯૮માં હતો. રહી વાત પૃથ્વી અને સૂર્ય એક જ સીધમાં નજીક આવવાની. તો એ ઘટના દર વર્ષે બે વખત જૂન અને ડિસેમ્બરમાં થાય જ છે. અત્યાર સુધીમાં તો દર વર્ષે બે વખત પ્રલય આવી જવો જોઇએ! પણ ચિ. પ્રલયકુમાર તો એક વખત આવી જાય પછી બીજાને આવવા માટે પૃથ્વી જ કયાં રહે! એવું જ સૂર્ય આકાશગંગાના ‘ડાર્ક રિફટ’ કહેવાતા ઘેરા પટ્ટામાં પ્રવેશી જશેની ગોસિપનું છે. એક તો ઘેરો પટ્ટો ખૂબ દૂર છે, અને બીજું એને સમાંતર તો ૨૦૦૭થી સૂર્યમાળા છે. ૨૦૧૨માં તો દૂર જતી રહેશે!
રહી વાત, ભૂકંપ, વાવાઝોડા, સુનામી, દુકાળ, કાતિલ ઠંડી-ગરમી અને જવાળામુખી વિસ્ફોટોની. એ તો દર વર્ષે થાય છે. હજુ પણ થવાના. પર્યાવરણ ખાતર પ્રકૃતિ વસતિવિસ્ફોટનું સંતુલન તો કરેને! તેને ૨૦૧૨ સાથે શું સંબંધ?
બિચ્ચારા મય લોકો! જેમ હમણાં આપણું કેલેન્ડર ડિસેમ્બર ૩૧ની રાત્રે બાર વાગે પૂરૂં થઇ નવા કેલેન્ડર માટે જગ્યા કરશે, એવી રીતે રચેલા કેલેન્ડરના સ્વાભાવિક અંતને કેવડો મોટો બિઝનેસ બનાવી દેવાયો! મય લોકોએ તો પૃથ્વી પર પ્રલયની કશી આગાહી કરી જ નથી! એ બાપડાઓ તો પોતાની સંસ્કૃતિના નાશનું ભાવિ પણ કયાં જોઇ શકયા હતાં!
ફાસ્ટ ફોરવર્ડ
‘દુનિયા ક્ષણભંગુર છે. આ દેહ તો ભાડાનું મકાન છે. ગમે ત્યારે ઉપરવાળાનું તેડું આવી જવાનું છે. કોઇ કશું સાથે લઇને ગયું નથી…’
‘… હવે તો બઘું છોડીને ભગવાનની ભકિત કરીશને!’
‘ના. જલસા કરીશ. દરેક દિવસ છેલ્લો હોય એમ માનીને ચસચસાવીને , મુકત મને માણીને જીવવા માટેના આ સચોટ કારણો મળી ગયા!’
(પ્રલય પ્રલયના પોકારો વચ્ચે એ શા માટે થવાનો નથી અને શા માટે એની વાતો થઇ રહી છે એ સ્પષ્ટ કરતો ત્રણ વર્ષ જુનો લેખ પ્રલય માંથી બચી ગયેલી જેવી ગ્રહની સજીવસૃષ્ટિને અર્પણ 😉 )
ઉપેન્દ્ર ત્રિવેદી
December 22, 2012 at 11:16 PM
જીવન ની દરેક આવનારી પળ માં છેલ્લી ઓવર જેવો સસ્પેન્સ હોય છે, એટલે દુનિયા ખતમ થશે તો એક પળ માં થશે અને એ પણ ચેતવણી વગર
LikeLike
મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!
December 22, 2012 at 11:30 PM
અશોકભાઈ દવેને એક જણે એનકાઉન્ટરમાં આ ફિલ્મ જોયા પછી પ્રશ્ન કર્યો’તો :
“સાહેબ વૈજ્ઞાનિકો એ કહ્યું છે કે ૨૦૧૨માં પૃથ્વીનો વિનાશ થવાનો છે. તો એ પહેલા તમારો શું શું કરશો?”
” એ દરેક વૈજ્ઞાનિકોને વીણી વીણીને ખતમ કરી દઈશ જેઓએ આ વાત કહી છે.” – દાદુનો જવાબ.
જયભાઈ, આ લેખમાંથી માયન કેલેન્ડર વિશે સારી એવી જાણકારી મળી. આભાર.
LikeLike
Harsh Pandya
December 22, 2012 at 11:30 PM
😛
હાલો આપડે ય ઇન્ડિયન ધર્મગ્રંથોને બેઝ તરીકે લઈને પ્રલય પર એકાદ-બે પુસ્તકો ત્યાં બહાર પાડી આવીએ.. 😉 રોકડી થઇ જશે. 😛
LikeLike
Mayur Azad
December 22, 2012 at 11:49 PM
sir,sir,sir……mane bethe bethu vanchavama aatli taklif pade 6, to tamane aatlu badhu (mathapachchi vadu) complex calculation karvama jaray kast na padyu???????
bt at the end, really a good info for curious peolpe who want to knw abt MAY culture..thanks a lot 4 such a nice inffoooo……..!!!!!!!1
LikeLike
preeti tailor
December 23, 2012 at 10:23 AM
khub khub sundar mahiti ..paheli vaar vanchi ….khub khub aabhar aapno ……lekh khub j gamyo ….
LikeLike
swati paun
December 23, 2012 at 6:53 PM
mastam…………………nice articl………..:)
LikeLike
Darshit Goswami
December 23, 2012 at 8:25 PM
હું તો હજુ પ્લાનેટ જેવી પર હયાત છુ,..!! 🙂
જયભાઇ, ખરેખર જલ્સા પાડી દે એવો આર્ટીકલ ,..!! સ્યૂડો એનાલ-ઈસ્ટો ને સપ્રેમ માયન કેલેન્ડર રેસેટ કરીને અર્પણ ,..!! 0.0.0.0 હવે એટલિસ્ટ આવનારા ૫૦૦૦ વરસ સુધી આ લોકો બેકાર થઈ ગયા ,..!! 🙂
LikeLike
jay m.
December 23, 2012 at 9:00 PM
ઘણુ જ સરસ. મય લોકો ખરે જ ખુબ જ હોંશિયાર વૈજ્ઞાનિકો હતા. એમનું ગણિત અને ખગોળનું જ્ઞાન કાબિલે તારિફ હ્તું. જ્યાં સુધી માનવીનો સવાલ છે, ભય અને ભુખ સાશ્વત રીતે લાગુ પડે છે. ઇતિહાસ ગવાહ છે કે દરેક ચાલાક વ્યક્તિએ આ બન્ને પરિબળોનો ઉપયોગ પોતપોતાના સ્વાર્થ સાધવા માટે દરેક કાલખંડમાં કર્યો જ છે.
ભારતીય સંસ્ક્રુતિ વીશે હાલના તબક્કે કશું ફુલાવા જેવું રહ્યું નથી, પરંતુ
તેનાથી સચ્ચાઇનો નાશ થતો નથી. જ્યારે વર્તમાન નબળો પડે ત્યારે માણસને ભુતકાળ યાદ આવે છે પરંતુ તેનાથી ભુતકાળની ભવ્યતા ઝંખવાતી નથી. આજે કોઇ લંગડી વ્યક્તી ભુતકાળમાં સ્પ્રિંટર રહી હોય તો ભવિશ્યમાં એ ક્યારેય દોડી જ નહીં શકે એમ તો ન જ કહી શકાય ને? આજે આપણે આપણા ધાર્મિક અને સામાજિક કારણોસર દૂર્ગતી કરી છે – એ ફેક્ટ છે અને તે સ્વિકારવું જ રહ્યું પરંતુ એનાથી જે વારસો છે એની ભવ્યતા જરાય ઝાંખી નથી થતી.પ્રક્રુતિના નિયમ પ્રમાણે તે હમેંશા શ્રેશ્થને જ ચુંટે છે, તો સમગ્ર પ્રુથ્વિના ભૌગોલિક પ્રદેશોમાં ભારતીય ઊપખંડ સૌથી પહેલા નંબરે આવે છે જે ફેક્ટ છે અને તે પણ સ્વિકારવું જ રહ્યું. “suvival of the fittest” ને આપણે જો સ્વિકારતા હોઇએ તો આદિકાળે કોઇપણ સભ્યતાને વિકસવા માટેના આદર્શ પરીબળો આ જ ભૂમિ પર હતા અને એટલે જ એ પણ માનવું જ રહ્યું કે આ જ ભુમિએ પહેલી સભ્યતા આપી છે.
દરેક સમસ્યાને તેનું એક સમાધાન હોય જ છે. તો આપણી સમસ્યાનું પણ હોવાનું જ. પરંતુ ખુન કે રેપ કેસના આરોપીઓને ચુંટીને સંસદ કે વિધાનસભામાં મોકલવાથી તો એ સમાધાન કદાચ નથી જ મળવાનું. શું કહેવું છે તમારૂં?
LikeLike
jay vasavada JV
December 24, 2012 at 12:57 AM
સમગ્ર પ્રુથ્વિના ભૌગોલિક પ્રદેશોમાં ભારતીય ઊપખંડ સૌથી પહેલા નંબરે આવે છે જે ફેક્ટ છે – તમારા ઘરની ફેક્ટ 🙂
LikeLike
Amit Andharia
December 24, 2012 at 10:58 AM
^^ 😛
LikeLike
jay m.
December 24, 2012 at 12:36 PM
મારું જ્ઞાન સીમિત છે, વાંચન એટ્લું વિશાળ નથી. આ તો પહેલી નઝરે દેખાયું તે કહ્યું – નહિ વધારે ઠંડી કે ગરમી, એક સમાન રુતુ ચક્ર, ગંગાના વિશાળ સપાટ મેદાનો, પ્રમાણમાં શાંત અને સમુશ્ણ દરિયા કિનારો, આનાથી આદર્શ પરિબળો બીજા ક્યા હોઇ શકે? પ્લીઝ, જણાવશો કે આથીયે વધારે આદર્શ પરિબળો બીજો ક્યો પ્રદેશ ધરાવે છે?
LikeLike
mayuri
December 23, 2012 at 10:08 PM
article is awesome jv…!!! aapne tya badhane pralay ni vat bahu game… nani musibato no samno thato nathi bt musibat ni vat karine thrill feel karvanu…
LikeLike
jigisha79
December 23, 2012 at 10:21 PM
it has been a pathetic yr so far 😦
LikeLike
Parth_Mech
December 23, 2012 at 11:12 PM
one more photo was there in that article…..,Plus this line:
“ધર્મ માત્રનો પાયો પ્રેમ પર નહિં, પણ ભય ઉપર મજબૂતાઈથી ઉભેલો છે.”
Am I Right Sir, or Not????? o.O….. (of course, I Am, ;))
LikeLike
Parth_Mech
December 23, 2012 at 11:18 PM
I am still having that article…..dated – 22nd November, 2009……………:)
LikeLike
Bhupendrasinh Raol
December 24, 2012 at 4:44 AM
હતાશ, ત્રસ્ત, અભાવમાં પીડાતા લોકોને આવું બઘું સાંભળવું બહુ ગમતું હોય છે. ભલેને પછી એનર્જી ફિલ્ડ રચી દેતાં અને બજારમાંથી ધાણાદાળની પડીકી ખરીદવા હોય એમ કુંડલિની જાગૃત કરી આપતાં આ સિદ્ધ-પ્રસિદ્ધ નર-નારીઓ પોતે બીમાર પડે એટલે હોસ્પિટલ ભેગા થઇ જતાં હોય!
માટે સ્તો પબ્લિકને બીવડાવવા માટે આજે ધાર્મિક ગપ્પાંબાજી પર વિજ્ઞાનનો વરખ ચડાવાય છે…….હહાહાહાહા..બહુ મજાનું કહ્યું..
LikeLike
Chintan Oza
December 24, 2012 at 11:12 AM
Nice article JV..enjoying reading such complex calculation..and nice exercise of mind in the monday morning..;)
LikeLike
manan
December 24, 2012 at 9:17 PM
hello sir…i m ur big fan…i hav been waiting for ur reviews of jab tak hai jaan in ur column for last month….bt u didnt mention it even in ‘fast forward’…its nice to enjoy the different angle of movies from you…last week u wrote about life of pi….so, now a little about love…please…:-):-)
LikeLike
Parth Veerendra
December 25, 2012 at 6:59 PM
ROFL@દિવ્યાત્મા એકસપ્રેસમાં એડવાન્સ બુકિંગ માટે અમારા પૂજય ફલાણાશ્રી કે ઢીંકણીશ્રીના ચરણોમાં તન, મન અને ભૂલ્યા વિના ધનથી સમર્પિત થઇ જાવ!….hahaha solid hei boss
LikeLike
Brinda
December 27, 2012 at 1:27 PM
thank you for exposing/ uncovering this myth/ hype in very scientific manner.
LikeLike
prathmesh vyas
December 27, 2012 at 3:35 PM
જયભાઈ, ખુબ સુંદર લેખ। ધન્યવાદ। માયા કેલેન્ડર ની સમાપ્તિ ની પાછળ દુનિયાએ જે વલોપાત કરી મુક્યો, એનાથી કેટ કેટલાય વલોપાત આપના દેશમાં રોજ થયા કરે છે।। એમાં પાછું ધર્મ, સંસ્કૃતિ, પરંપરા,માન્યતાઓ, રીવાજો,વ્યવહારો વગેરે ની જટિલતા માં રોજીંદી તકલીફો, વ્યવહારો , કર્મકાંડો નિર્મળ પ્રકાશ ની ઝંખનાકરતા હોય છે। સામાન્ય માનવીના જીવન માં રણ માં મીઠી વીરડી મળે તેવા વિષય લઈને આવો તેવી અભ્યર્થના .
LikeLike
bansi rajput
December 28, 2012 at 12:11 AM
details abt may people… wow really interesting………… 🙂
LikeLike