RSS

નરેન્દ્ર મોદીની વાણીનો જાદૂ…!

21 Dec
modi11

કાર્ટૂન કર્ટસી : મનોજ કુરીલ

એઝ યુઝવલ, અગાઉ અમે કહેલું એનું આજે બધા પુનરાવર્તન કરે છે 😉 ગુજરાતની ચૂંટણીમાં સામા પૂરે તરીને મેળવેલી ધારણા મુજબ જ મેળવેલી હેટ્રિક બદલ તમામ નિષ્ણાતો, ટીકાકારો અને માધ્યમો વચ્ચે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વક્તૃત્વકળા બિરદાવવાની હોડ લાગી છે. ત્યારે ચૂંટણી પહેલા જ  લખેલો એમના ભાઈ સોમભાઈ મોદી સંપાદિત એક સુંદર પુસ્તકમાં છપાયેલો આ લેખ શેર કરું છું. આ જાદૂનો પરચો તો પ્રચાર દરમિયાન વાનર હોવાના જવાબમા “હું તો ગુજરાતનો હનુમાન છું” કહી દિલ જીતી લેનાર અને ગઈ કાલે વિજયસભામાં દિલ્હી જવાના નારાઓને એક દિવસ માટે જવાનું કહી હળવાશથી ઠંડા કરનાર મોદી હજુ યે આપતા જ રહ્યા છે. ગુજરાત પાસે દરેક ક્ષેત્રે કુશળ વક્તાઓની જબરી ખોટ છે, ત્યારે લોકપ્રિય સી.એમ.માંથી પ્રેરણા લઇ આવતી કાલના નાગરિકો ઉત્તમ વક્તા બને તો ય ભયો ભયો 🙂

શેક્સપિયર અને કિલયોપેટ્રાના પ્રતાપે જુલિયસ સીઝર નામના રોમના સમ્રાટનું નામ દુનિયાભરમાં જાણીતું છે. સીઝરના વિશ્વાવિખ્યાત નાટકમાં શબ્દશકિતનું ઐતિહાસિક દ્રષ્ટાંત મળી આવે છે. મૂળ તો રોમન ગણરાજયમાં સીઝર જ પોતાની પ્રભાવશાળી વાણીનો ઉપયોગ કરી સમ્રાટ બની ગયો હતો. સીઝરની હત્યા એના જ મિત્ર બ્રુટ્સે છરી ભોંકીને કરી… લોકપ્રિય સમ્રાટના હત્યારાને મારવા રોષે ભરાયેલા લોકોનું ટોળું ભેગું થઇ ગયુંત્યારે કહેવાય છે કે બ્રુટસે કહ્યું: મને મારવો હોય તો મારી નાખો, પણ પહેલા ફ્ક્ત પાંચ મિનિટ મને આપો અને મેં સીઝરની હત્યા શા માટે કરી, એનો ખુલાસો સાંભળી લો.

બ્રુટ્સની ધારદાર વાણીથી પ્રજાજનો અભિભૂત થઇ ગયા. બ્રુટ્સે જાણે ભૂરકી છાંટી દીધી. ઘડી પહેલા બ્રુટ્સને મારવા માંગતા લોકો હવે સીઝરના મૃત્યુને વાજબી ઠેરવવા લાગ્યા. ત્યારે સીઝરનો મિત્ર એન્ટાનિયો ઉભો થયો, એણે કહ્યું કે, ’તમે બ્રુટ્સને પાંચ મિનિટ આપી, મને ફ્ક્ત ત્રણ મિનિટ આપો. પછી નક્કી કરો કે બ્રુટ્સની વાતમાં તથ્ય કેટલું છે?’ અને એન્ટોનિયોના નાનકડા પ્રવચન બાદ બ્રુટસને કેદ પકડી લેવાનું ઘડી પહેલા એના શબ્દોથી અંજાયેલા લોકોએ જ દબાણ કર્યુ !

નાનપણથી આવા યાદગાર ઐતિહાસિક કિસ્સાઓ વાંચતો, ત્યારે થતું કે કેવો હશે એ યુગ ? જયાં પ્રતાપી વ્યકિતત્ત્વોની પ્રભાવી વાણી લાખો લોકોની વિચારધારાનો નકશો બદલાવી દેતી હશે ? રોમ કે ગ્રીસની પ્રાચીન સંસ્કૃતિ જ નહિ, જગતભરમાં વાણીના જાદૂથી ઇતિહાસ જ નહિ, ભવિષ્ય પણ બદલાયું છે. કૃષ્ણે અર્જુનને ગીતા વાંચવા નહોતી આપી, સંભળાવી હતી ! લવકુશ રામને રામાયણ સંભળાવવા આવ્યા હતા. ઇસુ ખ્રિસ્તે ગિરિપ્રવચનો કરીને ખ્રિસ્તી ધર્મનો પાયો નાખ્યો હતો. મોહમ્મદ પયગંબરે કલમ પછી, તલવાર પણ પછી પહેલા વાણીના જોરે ઇસ્લામના આદેશો પ્રસરાવ્યા હતા.

અબ્રાહમ લિંકનથી મહાત્મા ગાંધી સુધીના લોકમાનસમાં છાપ છોડી ગયેલા નેતાઓ વકીલ શા માટે હતા ? મોહમ્મદ અલી જીન્નાહથી સરદાર પટેલ પણ ! કારણ કે, એ જમાનાના વકીલો કુશળ વક્તા હોય એ અનિવાર્ય હતું !

લેખનવાંચનથી તમે કોઇના દિમાગ સુધી પહોંચી શકો, પણ પ્રવચનવાણીથી લોકોના હૃદય સુધી પહોંચી શકાય છે. મોરારિબાપુને વાંચવાની નહિ, સાંભળવાની ભાવસમાધિ એ લ્હાવો છે. લખાયેલા શબ્દ એક સાથે સમૂહ (માસ) સુધી નથી પહોંચતો, પણ બોલાયેલા શબ્દની ગજવેલ જેવી તાકાત આજના વિઝયુઅલ મિડિયાના યુગમાં પળવારમાં ચિકનગુનિયાના ચેપની માફ્ક ફેલાઇ શકે છે. ગબ્બરસિંહથી લઇને મુન્નાભાઇના ડાયલોગ લોકજીભે જે ઝડપથી ચડે છે, એટલી ઝડપથી કોઇ ગુજરાતી સાહિત્યકારથી કથાના શીર્ષક પણ લોકજીભે ચડે છે ?

ખેર, થતું તો એ જ કે આ બધું હવે વાંચવાસાંભળવાનું… જીવતેજીવ શબ્દબ્રહ્મના આવા સંપૂર્ણ સાધકો જવા નહિ મળે ! આવો અફ્સોસ નિરંતર કચોટતો હતો, ત્યાં જાદૂઇ રીતે ગુજરાતના રાજકારણના સેન્ટર સ્ટેજ પર નરેન્દ્ર મોદીની એન્ટ્રી થઇ. આમ તો ચૂપચાપ પક્ષના આદેશને માથે ચડાવનાર કાર્યકર્તાની છાપ… પણ અચાનક મોદીની વાણીના ધારાપ્રવાહમાં ગુજરાત તણાવા લાગ્યું અને મોદી જાણે ક્રિસ ગેઈલ હોય એમ સટાસટ સિકસર્સનો વરસાદ એમના ભાષણોમાંથી વરસવા લાગ્યો !

શરીરના સાવ નરમ એવા, હાડકા વગરના અંગ જીભની મદદ લઇને નરેન્દ્ર મોદીએ રાજકીય અને બિનરાજકીય અખાડાના કાંઇક મલ્લ જેવા માથાભારેપહેલવાનોના વગર લાઠીએ હાડકા ખોખરા કરી નાખ્યા છે. વાણી પોલાદને પણ ચીરી નાખે એવો તેજાબ છે, અને મોદીને ખબર છે કે તેજાબને ફુવારા મારી વેડફ્વાનો ન હોય, માત્ર લક્ષ્ય નક્કી કરી ગણત્રીના બૂંદ જ રેડવાના હોય ! મોદી જરૂર પડે ત્યારે જ બોલે છે, બાકી તો એમનું મૌન જ ભલભલાની બોલતી બંધ કરી દે છે. વિચક્ષણ કહેવાતા પત્રકાર રાજદીપ સરદેસાઇના કપાળે મોદી ૨૦૦૭ની ચૂંટણી જીત્યા પછી વળેલો પરસેવો ટીવીકેમરાએ બરાબર ઝીલ્યો હતો. આ પરસેવો એ મોદીની શબ્દશકિતને મળેલો ઓસ્કાર એવોર્ડ છે !

‘બોલે એના બોર વેંચાય’ એવી ગુજરાતી કહેવત હવે જૂની થઇ ગઇ છે. કુશળ વક્તા એ કહેવાય કે જેના બોલવાથી બોર જ નહિ, ઠળિયા પણ વેંચાય ! ચૂંટણીસભાઓના ’માસ્ટર બ્લાસ્ટર’ ગણાતા મોદી જેનું નામ. લોકોએ તો ઠીક, પક્ષના કાર્યકર્તાઓએ પણ ન સાંભળ્યુ હોય, એને એકલે હાથે, ઉપ્સ જીભે વિજયી બનાવી શકે છે. છેલ્લી મહાનગરપાલિકાઓની ચૂંટણી એનું ઉદાહરણ છે. અમેરિકાના વિઝા રિજેકશન હોય કે આમીર ખાનનું મેધા પાટકરનું સમર્થન હોય… પોતાના તરફ્ ફેંકાયેલી ઈંટોમાંથી જીભના જોરે મહેલ ચણી બતાવવાનું અજોડ સામર્થ્ય નરેન્દ્ર મોદી અનેક વાર દર્શાવી ચૂક્યા છે.

મોદીના પ્રવચનો માહિતી ખાતાની પ્રેસનોટ કે પી.એ.શ્રીની નોંધોના મોહતાજ નથી. કન્યા કેળવણીથી લઇને ત્રાસવાદ, ડિઝાસ્ટર મેનેજમેન્ટથી લઇને ઇકોનોમિક્સ, સાયન્સપોલિટિક્સ કે ધર્મશિક્ષણ કોઇપણ વિષય પર પૂર્વ તૈયારી વિના પણ મોદી ક્વોટેબલ કવોટ્સ આપી શકી છે. નરેન્દ્ર મોદીનું મેજીક જડબેસલાક છે, એની સીધી સાબિતી એમની સભાઓમાં થતી મહિલાઓની હાજરી છે. મોદી વિદેશી નિષ્ણાતોને, સૂટબૂટધારી એક્સપર્ટસ પ્રોફેકશનલ્સને, પ્રોફેસરોને… અને ગામડાના ગરીબ પ્રજાજનને, ગૃહિણીને, શાળામાં ભણતા બાળકોને એકસરખી કુશળતાથી મોહિત અને પ્રભાવિત કરી શકે છે. જરાય ભાર ન લાગે એવી રીતે અટપટા આંકડાઓ રજૂ કરી શકે છે. બોલતી વખતે એમની છટા, ડ્રેસિંગ, બોડી લૈંગ્વેજ અને પોશ્ચર પણ સેન્ટ પરસેન્ટ પરફેક્ટ હોય છે.

શબ્દો તો ઠીક, ક્યારે કઇ ભાષા વાપરવી એમાં પણ મોદી માહેર છે. કાર્યક્રમ સ્થાનિક હોય પણ મુદ્દો વૈશ્વિક કે રાષ્ટ્રીય હોય ત્યારે એ હિન્દીમાં કે અંગ્રેજીમાં બોલશે. સાંપ્રત પરિસ્થિતિ પર મગનું નામ મરી પાડ્યા વિના જ એ કટ ફ્ટકારી શકે છે. કોથળામાં પાંચશેરી ફ્ટકારવાની વિદ્યામાં એ ચેમ્પીયન છે. ઇન્ટરવ્યૂ આપતી વખતે પણ મૂડમાં હોય તો માર્મિક વાતોનો ખજાનો મળી જાય, અને ટૂંકમાં પતાવે તો ધારદાર કોમેન્ટસ મળી જાય ! સ્ટાર ન્યૂઝની એક ચર્ચામાં ’જવાબ લંબે હોતે હૈ, ભઇ’  કહીને આડેધડ સવાલો પૂછાપૂછ કરનારા એન્કરની મોદીએ હવા કાઢ઼ી નાખી હતી. મોદીની વાણીનો જાદૂ એ ચર્ચામાં એવા છવાયો હતો કે એક તબક્કે મોદીએ તત્કાલીન વિપક્ષી નેતા સ્વ. અમરસિંહ ચૌધરીનો બચાવ કરવો પડ્યો હતો !

મોદીની આતશબાજીમાં ક્યારેક સોનિયારાહુલના મુદ્દે થયું, એમ ’હસવામાંથી ખસવું’ પણ થઇ જાય છે. અલબત્ત્,  મોદીની વાણીનો જાદૂ અહીં પણ શેખર ગુપ્તા સાથેની વાતચીતમાં જોવા મળેલો… ’ક્યારેક નો બોલ, કે વાઇડ બોલ થઇ જાય’  એવું કહીને મુત્સદ્દીગીરીથી એમણે વાત વાળી લીધી હતી. જરૂર પડે ત્યારે એમને ચતુરાઈથી વાતને બૂમરેંગ ઘુમાવ દેતા આવડે છે. એમના વિશાળ વાંચનને લીધે પોતાના પર થયેલા આરોપો કે અપમાનોને એ કોઈ જનમાનસમાં લોકપ્રિય સંદર્ભ આપીને કટાક્ષના ઘોડાપૂરમાં ફેરવી નાખે છે. મોદી અંગત વાતચીતમાં પણ બહુ બોલબોલ કરતા નથી, જયારે કરે છે ત્યારે સીધો આરપાર ઘા જ કરે છે.

બોડીલાઈન બાઉન્સર સામે સિક્સર મારવાની ખાસિયતને લીધે મોદી જનતાને કદી બોરિંગ લાગ્યા નથી. શરીરના બે સૌથી કોમળ સ્નાયુ – દિમાગ સાથે જીભ -નો ઉપયોગ કરી એમણે ભલભલાના મોરચામાં મરચાં લગાવ્યા છે. પડકારને પોતાના ભાગ્યવિધાતા ગણતા એમના શબ્દો અને મૌન બંનેમાં ગજવેલ જેવી ઠંડી પણ લોખંડી તાકાત છે. રાજકીય વક્તાઓમાં એ અમિતાભ છે. એમની હાજરી માત્ર કે લહેકો માત્ર ક્રાઉડ પુલર છે. એમણે ચમકાવવાથી ટી.આર.પી. ચેનલને ઇન્સ્ટન્ટ મળે છે. પાંચ વર્ષના ટાબરિયાંથી ૭૫ વર્ષના ભાભાના હ્રદય સુધી એ પહોંચી શકે છે. માઈક પર એ સિંહની ડણક પેદા કરી શકે એવી ચમક ધરાવે છે. સિદ્ધિ, રિદ્ધિ અને પ્રસિદ્ધિનો થ્રી ઇન વન કસાટા આઈસ્ક્રીમ પ્રજા સાથે ‘ડાયરેક્ટ ડાયલિંગ કરી આરોગતા એમણે આવડે છે. બ્રાન્ડ પોઝિશનિંગ અને માર્કેટિંગ અંગે આઈ.આઈ.એમ. અમદાવાદે એમનો કેસ સ્ટડી ભણાવવો જોઈએ !

મોદી પાસે મિડાસ ટચ છે, ઔપચારિક કાર્યક્રમોને ઐતિહાસિક બનાવવાનો. કર્તૃત્વશક્તિની મર્યાદા પણ એ વક્તૃત્વશક્તિથી ઢાંકવામાં માસ્ટરમાઈન્ડ છે. અંગત રીતે એમની વાણીના ધોધમાર પાણીમાં સ્ટેજ પર કે સ્ટેજની સામે અનેકવાર ભીંજાયો છું. રમણલાલ સોનીને અંજલિ આપતા એ મોડાસામાં પોતે કાર્યકર તરીકે ફરતા એ અનુભવથી ઇઝરાયેલમાં એક સમાધિ પર પુષ્પ ના ચડાવવાના આગવા આદેશ  સુધી અનુસંધાન મેળવે! વડનગર પર તસવીરકલાનું શૈલેશ રાવલ પુસ્તક કરે તો કોઈ સજ્જ ફોટોગ્રાફરને બે વાત હસતા રમતા શીખવાડે એવું બોલે ! હોસ્પિટલના ઉદઘાટનમાં હબીલ ખોરાકીવાલા સંગાથે બેસી આપણી પ્રજા અંગત જીવનમાં સ્વચ્છ પણ જાહેરમાં અનહાયજેનિક છે , એ ચૂંટલી પણ ખણી ચલે ! ‘વાંચે ગુજરાત’મા બાળકોને ચિક્કાર વાંચન પછી મુખે આવેલા અગાધ જ્ઞાનના અભિગમથી ભીંજવે, તો ‘જ્યોતિપુંજ’ના લોકાર્પણમાં લેખક નરેન્દ્રભાઈ હૈયું ખોલીને નમ્ર સેવક બને. રમુજી સ્મિતથી ઘણી વાર પત્રકારોને હેડલાઈન માટે સંકેત પણ આપી દે અને સાહિત્યમાં તો હોમવર્ક એવું કરે કે એ ‘જોમ’વર્ક થઇ જાય !

જબાન એ નરેન્દ્ર મોદીની પ્રાઈમ એસેટ છે. ક્યાંક કોઈક કચાશ શિક્ષણથી કાયદો-વ્યવસ્થા સુધી મુખ્યમંત્રી મોદીની રહે , ત્યારે મુખ્ય વક્તા નરેન્દ્રભાઈ બાજી સંભાળી લેતા હોય છે. એવું નથી કે એ ફૂલપ્રૂફ કે ભૂલપ્રૂફ છે. પણ કેવળ એમની કસાયેલી કોમ્યુનિકેશન સ્કિલ જાણે બહુમતી જનતાના સ્કલમાં ડ્રીલ કરતી હોઇને એમનો વિકલ્પ સહેલાઈથી જનતાને ય દેખાતો નથી ! એમના વર્તનની બહુ ચર્ચાતી એરોગન્સને બદલે એમની વાણીમાં તો રમૂજની રંગત દેખાય. સંસ્કૃતિની સંકુચિતતા વિના એમણે યુવા પેઢીને આધુનિકતા અને આઝાદી આપીને બદલામાં એમના જીગર મેળવી લીધા છે. નરેન્દ્ર મોદીના ગુણ-અવગુણ કે સરકારની રાજકીય સમીક્ષા કે ગુજરાતની ઘટનાઓ ઈત્યાદિ ચર્ચવાનો અત્રે ઉપક્રમ નથી. આ તો બસ એમની શાનદાર શબ્દશક્તિને પોંખવાની પ્રસન્નતા છે.

મોદીના આ મેજીકનું સિક્રેટ શું છે ? વાંચન ? સેન્સ ઓફ્ હ્યુમર ? પાવર ? પર્સનાલિટી ?… ના, વિચાર વગર કયારે સરસ્વતી જીભ પર આમ સહજ સાધ્ય ન થાય. મોદી માત્ર સારા વક્તા નથી, ઉત્તમ વિચારક, વિચક્ષણ રાજનેતા છે, અને સૌથી વધુ જયાં પ્રલાપ ચાલે છે, એવા રાજકારણમાં એમને સમય મુજબ ચુપ રહેતા કે  ‘બોલતા’  આવડે છે ! ટાવરિંગ ટાઈમિંગ ! એમનેમાણવા એક અભૂતપૂર્વ આનંદદાયી અનુભવ છે. “એડમિનિસ્ટ્રેટર” મોદી કરતા ય “ઓરેટર” મોદી વધુ વાયબ્રન્ટ અને અપફ્રન્ટ છે. એમની સમસ્યા જો કે મેસેજ આપવાની નહિ, પણ રિસ્પોન્સ મેળવવાની છે. અને આટલા વૈવિધ્યસભર વક્તવ્યો ભારતમાં કોઈ પણ ચીફ મિનિસ્ટરે આપ્યા હોય, એનાથી વધુ વરાયટી અને બ્યુટી ધરાવતા છે! એ પ્રવચનોનું ય નું ય સંક્લન પ્રકાશિત થવું જોઈએ. ( અને બ્લુ રે ડિસ્ક પણ !)

લગે રહો નરેન્દ્રભાઇ  ! 😎

 
69 Comments

Posted by on December 21, 2012 in gujarat, inspiration, youth

 

69 responses to “નરેન્દ્ર મોદીની વાણીનો જાદૂ…!

 1. YASH MORBIA

  December 21, 2012 at 10:24 AM

  Jay bhai jem tame kidhelu aem j loko Ghnativad thi upar rai ne Growth, Development ne samji ne j Massive voting karyu ane aenu positive result pan aavyu ane Disha ane Dasha badli.
  JEET GAYA GUJARAT.

  Like

   
 2. Dominodeck (@dominodeck)

  December 21, 2012 at 10:30 AM

  Sir, good to see such type of neutral tone on Narendra Modi. Although, everybody know how much Venom spitted by Gujarat Samachar.
  Carry on…

  Like

   
 3. saumil

  December 21, 2012 at 10:36 AM

  super naration… lage raho jay bhai…!!!

  Like

   
 4. Amit Andharia

  December 21, 2012 at 10:48 AM

  બ્લુ રે ડિસ્ક મા જ, અને ઍ પણ 2560×1440 HD 16:9 High Resolutionમા જેથી તેમની ઍક-ઍક છટા જોઈ અને તેમના શબ્દો સાંભળવાની સાથે અંદાજનો લાહવો લઈ શકાય!

  Like

   
 5. vandana

  December 21, 2012 at 10:49 AM

  superb…

  Like

   
  • bhavi raval

   January 1, 2013 at 3:51 PM

   bahot khub aflatoon superb saras and tamam word about good best bette

   Like

    
 6. jayteraiya

  December 21, 2012 at 10:52 AM

  મોદીને ખબર છે કે તેજાબને ફુવારા મારી વેડફ્વાનો ન હોય, માત્ર લક્ષ્ય નક્કી કરી ગણત્રીના બૂંદ જ રેડવાના હોય !
  જબાન એ નરેન્દ્ર મોદીની પ્રાઈમ એસેટ છે.
  લગે રહો નરેન્દ્રભાઇ !!!

  Like

   
 7. Chintan Oza

  December 21, 2012 at 11:06 AM

  kya baat JV….excellent blog at very perfect time. I met dear Narendra Modi once during wedding ceremony of one of close relative before three years..what an amazing personality he has..!! This person has unlimited source of positive energy which was felt by me when I did shake hand with him. His speech is like midas touch..We are very lucky to have such amazing person as CM of gujarat..!! today we are badly missing such terrific leaders at national level who can deliver his/her thoughts at any moment without written scripts or prior preparation. Politics does not mean you do homework and then go to public to share your score. Last such leader I know is Mr. Bajpayeeji and now Mr. Modi..hope people of India understand his positive strength and we may able to see him as our next PM in upcoming general election..till then…enjoy his master stork on various blogs and social media sites.. 🙂 Txxx JV for sharing such excellent article.

  Like

   
 8. યશવંત ઠક્કર

  December 21, 2012 at 11:20 AM

  “નરેન્દ્ર મોદીની વાણીનો જાદૂ” તમારી શૈલીમાં એ જાદૂનો પરિચય મેળવવો એ પણ એક લહાવો છે. વક્તૃત્વ માટે જણાવેલ એકેએક મુદ્દો મહત્વનો છે. ઉદાહરણો રજૂઆતને મજબૂત બનાવે છે.
  મીડિયા પંડિતો અને આપણા કેટલાક લેખકો, જે નથી પીરસી શકતા કે નથી પીરસવા માંગતા એ વાનગી તમે પીરસી છે. એ પણ ભારેખમ ભાષાના ઉપયોગ વગર. આભાર, જયભાઈ.

  Like

   
 9. Vijay A Jajal

  December 21, 2012 at 11:31 AM

  આવો મિત્રો જેમ આજે ગુજરાત ની ધરતી માં ની કમળ પૂજા આ ચુટની માં કરી તેમ 2014 ની ચુંટણી માટે માં પણ માં ભારતી ની ”કમળ પૂજા” કરવા નો સંકલ્પ કરીએ

  Like

   
 10. Manjitsinh R. Zala

  December 21, 2012 at 11:46 AM

  A good communicator not only knows,
  what to speak,
  when to speak,
  where to speak,
  but also knows
  when to be a
  S i l e n t. – Manjitsinh(Gondal)

  Like

   
 11. Envy

  December 21, 2012 at 11:55 AM

  મોદી ના, આપડે જોતા સ્વરૂપ અને અસર ની પાછળ એમની અઢળક મહેનત છે, તૈયારી ની

  રાજ્ય નો કારભાર ચલાવવો, કામચોર ગણાતા સરકારી કામદાર ને કર્મયોગી બનાવવા, વિરોધીઓ ની હર-પળ આવતી મિસાઈલો નો સામનો કરવો, નવું વિચારવું અને અમલ માં મુકવું,

  આ બધુ કરતા કરતા લોકો (જેના જોર ઉપર આ બધા ખેલ છે) ની સાથે અનુસંધાન રાખવાનું, સહેલું નથી અને મોદી ઇઝ વિનર

  Like

   
 12. હરનેશ સોલંકી

  December 21, 2012 at 12:02 PM

  જયભાઇ.. આપની વાત શત પ્રતિ શત સાચી છે..મોદીસાહેબ એક અચ્‍છા વકતા છે..અને ગુજરાત અને ગુજરાતીઓ માટે સતત ઝઝુમતા રહેલા શ્રી ચંદ્રકાન્‍ત બક્ષીસાહેબના કેટલાય સ્‍વ૫નો આ માણસે સાકાર કરેલ છે.. ચાહે કચ્‍છની અલગ યુની. અને તેને શ્‍યામજી કૃષ્‍ણવર્માનું નામ, અમદાવાદનો રીવર ફ્રન્‍ટ પ્રોજેકટ,પતંગ મહોત્‍સવ, રણોત્‍સવ, નવરાત્રી મહોત્‍સવ, ઈત્‍યાદી શ્રી બક્ષી સાહેબના જ આઇડીયા હતા…શ્રી બક્ષી સાહેબ જેવું જ ઝનુન શ્રી મોદીસાહેબમાં છે…અને કદાચ એને મોદીત્‍વ કહી શકાય…

  Like

   
 13. parikshitbhatt

  December 21, 2012 at 12:09 PM

  એકદમ માઈક્રો એનાલિસિસ…નરેન્દ્ર મોદીની વક્તૃત્વકળાના દરેક પાસા તમે ઉજાગર કરી શક્યા…શા માટે?…સિમ્પલ…તમે પોતે પણ આ કળામાં મહારથી છો જ…તમારા બેઉ નું સામ્ય ગણાવું તો…બેઉ પાંચ વર્ષના ટાબરિયાંથી ૭૫ વર્ષના ભાભાના હ્રદય સુધી એ પહોંચી શકો છે. આ માટેનું જરુરી વાંચન;મનન;ચિંતન; અને ક્યાં ક્યુ બોલવું?…આ બધુ જ છે;તમારા બેઉ પાસે…મારા/અમારા સદ્ ભાગ્ય છે; કે અમારા પાસે તમે બેઉ છો…હા; એમના કરતા તમારો લાભ ઓછો મળે છે- એ ફરિયાદ તો છે જ…

  Like

   
 14. sampolicia

  December 21, 2012 at 12:37 PM

  Politics, not an easy job to do. You know the lies and the truth..you knows the people around with the intentions.. your relations with people and benefit with them.. its quiet awesome to see Modi and Keshubapa in one frame after elections… There is no place of emotions in fight… eighter you live or you die….only one will survive.

  Like

   
 15. sampolicia

  December 21, 2012 at 12:39 PM

  raajneeti ane jaaher jeevan ma bahu fark hoy che… ketlik vastu BHAVYA rakhvi jaturi che… janta and vipakshni aankho anjavi jaruri che… janta kaaran ke ae j badhu jaane che ane vipaksh kaaran aene ubha thava deta pehla j paadva raajneeti che…. raajneeti na badha maapdando ma narendra modi ek saksham raajneta tarike ubhare che… ane aej gujarat ne aeni saachi pratistha apavi sakya che… RAAJNEETI NO EK USUL ANE SATYA CHE..’JEET KOI PAN KIMMAT PAR’ karan gaadi par birajvu badha ne beshvu pasand che ane tena maate j ae yuddhh kare che…..

  Like

   
 16. dr.yogesh mehta

  December 21, 2012 at 12:56 PM

  જયભાઈ, ઉત્તમ વાણી હોવી એ ચોકક્કસ એક આશીર્વાદ છે, પણ માત્ર શબ્દો થી જ લોકો ને કાયમ મૂરખા બનાવી શકતા નથી. તેમ જોવા જઈએ તો કોન્ગ્રેસ ની જાહેરાતો પણ ઓછી અસરદાર નહોતી, પણ લોકો દોરવાયા નથી. વકતૃત્વ સાથે કર્તુત્વ એટલું જ જરૂરી છે. વિવેકાનંદજી, અટલજી પછી મોદીજી ઉત્તમ વક્તાઓ ની પંક્તિ માં બિરાજે છે.

  Like

   
 17. પ્રશાંત (Prashant)

  December 21, 2012 at 1:21 PM

  ભાઈ ભાઈ …..શું વાત છે ? જોરદાર વર્ણન કર્યું છે મજા પડી ગયી વાંચવાની …. એમાં પણ ઉપર થી આપનું નરેન્દ્રભાઈ મોદી ની ખૂબીઓના વર્ણને ચાર ચાંદ લગાવી દીધા …

  એમ પણ સૌથી નશાકારક ને સૌથી ઝેરી … ની ગણતરી માં વાણી પેહલી આવે ….. એવું મારું માનવું છે …

  “લૂલી ને હાડકા હોતા નથી પણ લૂલી જ હાડકા ભગાવે છે ” આ વાત ચુંટણી પ્રચાર સમયે અન્ય પક્ષ ના અગ્રણીઓ એ ધ્યાન માં રાખવા જેવી હતી ….

  Like

   
 18. tapan shah

  December 21, 2012 at 1:36 PM

  મોદી પરથી યાદ આવ્યું મને તમે writer કરતાં ય ઓરેટર તરીકે best / unreplaceable લાગો છો…….

  Like

   
 19. preeti tailor

  December 21, 2012 at 2:38 PM

  aapni aa post sarvatha yogy chhe ..aa vakhate pratham vaar ek chuntanisabhama modijine bolta sambhalya tyare mantrmugdh thai javayu …ek kaan thai ek kalak sudhi bas samadhi jevi avasthama emno fakt avaj hraday sonsravo utri jato hato …adbhut ……….ane samapan thayu tyare hraday mathi ek j avaj aavyo jo aa manas bhagvan na kare ne hare to gujaratnu e kamnasib hashe ….!!!!!

  Like

   
 20. Dipen

  December 21, 2012 at 2:41 PM

  youtube par emna videos jova e pan lahavo chhe.. kyarek samay male hu to joi lau chhu. Maro favorite ndtv conclave chhe jema e digvijay singh par chadi betha hata… ane digii raja sabdo mate havatiya marata hata….

  Like

   
 21. Mitul Patel

  December 21, 2012 at 2:41 PM

  શું વાત છે જય ભાઈ, જે રીતે નરેન્દ્ર મોદી એમની જીભ થી પ્રખ્યાત છે. એજ રીતે તમે આ લેખમાં એમના વિશે એટલી બધી જાણકારી આપી દીધી કે હવે તો ફક્ત એટલુ જ કહી શકુ કે જે રીતે મોદી સાહેબ એમની જીભ દ્વારા બધા સ્પીચલેસ અને મંત્રમુગ્ધ બનાવી દે છે, એવી જ રીતે તમે કલામ દ્વારા અમને બધા ને રાઇટિંગલેસ બનાવી દો છો, બાય ધ વે તમે પણ ખૂબ જ સરસ વક્તા છો… બસ એટલુ જ

  Like

   
 22. yesha jaydeep shah

  December 21, 2012 at 3:43 PM

  I alwyas say…
  The jay vasavada!!!

  Like

   
 23. ketan katariya

  December 21, 2012 at 3:52 PM

  મસ્ત લેખ
  ઘણા સમય પહેલા ફૂલછાબ માં પણ તારો આ લેખ આવ્યો હતો, ખરું ને?

  Like

   
 24. jitendra

  December 21, 2012 at 4:31 PM

  વાણી પોલાદને પણ ચીરી નાખે એવો તેજાબ છે, અને મોદીને ખબર છે કે તેજાબને ફુવારા મારી વેડફ્વાનો ન હોય, માત્ર લક્ષ્ય નક્કી કરી ગણત્રીના બૂંદ જ રેડવાના હોય ! મોદી જરૂર પડે ત્યારે જ બોલે છે, બાકી તો એમનું મૌન જ ભલભલાની બોલતી બંધ કરી દે છે. wahh wahhh

  Like

   
 25. denis

  December 21, 2012 at 4:31 PM

  મોદી રાજકારણમાં આટલા સશકત કેમ છે એનું કારણ છે એમનું ભણતર… એમના ગ્રેજ્યુએશન નો મુખ્ય વિષય હતો પોલિટિકલ સાઇન્સ….જેથી પોલિટિક્સમાં પાવરધા તો હોવાના જ, એમને તે દરમ્યાન મુખ્યત્વે હિટલર ની “માઈન કામ્મ્ફ” નો અભ્યાસ કરેલો. અને હિટલર પણ એક મોટો નેતા અને પ્રભાવશાળી વાણીનો રાજા હતો તો મોદી તો હોવાના જ ને….ખરું ને

  Like

   
 26. Jay Visani

  December 21, 2012 at 5:35 PM

  modina vakchaturya ane gunonu … sunder , sachot vishleshan .. te pan rasprad style ma … he is worth a leader to be admired and listened ..hopefully our next PM 🙂 …. thanks Jaybhai for this beautiful informative article …:) His party BJP on national level needs to be capable enough of taking benifits of his undescribable abilities and accomodate giant leader like him .

  Like

   
 27. jigisha79

  December 21, 2012 at 6:11 PM

  only a great orator can give such perfect introduction to another great orator 🙂 enjoyed reading 🙂

  Like

   
 28. Nikunj Patel

  December 21, 2012 at 7:14 PM

  The best……..
  વિચક્ષણ કહેવાતા પત્રકાર રાજદીપ સરદેસાઇના કપાળે મોદી ૨૦૦૭ની ચૂંટણી જીત્યા પછી વળેલો પરસેવો ટીવીકેમરાએ બરાબર ઝીલ્યો હતો. આ પરસેવો એ મોદીની શબ્દશકિતને મળેલો ઓસ્કાર એવોર્ડ છે !

  Like

   
 29. mangal shah

  December 21, 2012 at 7:14 PM

  jaybhai me modisaheb na khub badha bhasan sambhadia chhe parantu “namo gujarat” par surat khate nu bihari loko nu ek samelan ma temne j speech aapi chee te kabile dad chhe.e ek speech par thi des na atyar sudhi na neta,albat gandhiji ne bad karta,atla vichakhan joyela nathi.koi pan notes vagar atlu homework j manas ek speech pachad karto hoi tena hath ma gujrat ane desh salamat chhe.—–Mangal shah,advocate,jamnagar,

  Like

   
 30. vijay kotadiya

  December 21, 2012 at 8:19 PM

  sir…. tamara gondal na addresh par ek kavy post karu chhu bus tame read karsho aevi aasha …. mari sothi priy kavita chanknya mathi prenana lai ane tema j thodu gothvi ne mari samjan shkti mujab karu chhu…. bus …

  Like

   
 31. Naimish Vasoya

  December 21, 2012 at 8:25 PM

  Jaban ki keemat hai.

  Like

   
 32. swati paun

  December 21, 2012 at 10:21 PM

  very nice sir…1st time avu rd karyu………..bt sir aa badhu avlokan karva n lakhva mate na.mo. mate …….same y JAY VASAVDA….joi e…..gr888……….tc……

  Like

   
 33. Nitin Raval,Ahmedabad.

  December 21, 2012 at 10:57 PM

  I didn’t know that you can do “Bhaataai” also. A true journalist is the one, who can write in balance. Any “Bhavaiya” or for that matter, an old time “Chaaran” can be a better orator, than our Gullible and Nincompoop(see dictionary,as I am sure,this word is out of your English Vocabulary) Gujaraatis’ “Hriday Samrat”.
  Come out of a disillusioned world of “WEB KNOWLEDGE”, it is not knowledge but “INFORMATION”.
  Read some real world history and literature, on great leaders, and as far as Modi’s oratory is concerned, one Mr. Jenis, above, has rightly said, Modi had read”Mein Camph”,(which I had read in 1973 @ the age of 17 yrs.), but Modi follows Joseph Goebbels, a Doctorate, from the Heidelberg University, who wrote all the speeches for the Fuhrer(Hitler).
  JUTTHU BOLO – MOTETHI BOLO – VARAMVAR BOLO
  Jay ho, bhagwan bachave Gujaratne.
  NITIN RAVAL

  Like

   
  • jay vasavada JV

   December 22, 2012 at 4:29 AM

   1. i am author and not journalist by any standard. 2. i dont want certificate frm u who dont even understand difference between journalist n coulmnist 3. coz of ur hard core negative bias u called it a ‘bhatai 4. this is my place n not urs, so i m nt enetitled to write as per ur choice 🙂

   Like

    
   • Abs Jo

    January 16, 2013 at 12:38 PM

    awwwwwsome reply JV

    Like

     
  • Amit

   December 22, 2012 at 10:50 AM

   બાર વર્ષ નો બાબલો પણ સમજી શકે છે કે ખોટુ શું છે અને સાચુ શું છે?
   અને ગુજરાત ની જનતા તો ઘણી પરિપક્વ (ભગવદ ગોમંડળ જોઇ લેશો!! ) છે.

   Like

    
  • J.V. Visani

   December 22, 2012 at 11:31 AM

   Shri Nitin Raval ……tamaru angrezi ghanu saru laage 6e …Gujarati blog par aava bhadrambhadri angrezi shabdono prayog uchitt 6e ? hun chhela 30 varsh thi angrezi sikhu 6u … angrezi na sekdo pustako , novels , magazines (alag alag vishay parna ) vanchya 6e …, ane haji pan mane roj angrezina nava shabdo male 6e ane roj angrezi dictionary no upyoug karu 6u … haju pan eava hajaro shabdo hashe je mein ke tame sambhlya/vanchya nahi hoy …. atle tamari comment ma personal attack ni ghandh (boo) aave 6e … biju “bhaataai” shabda prayog saathe hun sahmat nathi karan ke Jay Vasavada ae je lakhyu 6e te temno potano mat 6e tema j Gujarat ni praja na aavaj no padgho 6e ….”bhaataai” satya thi pare hoy 6e .. pan aa naryu satya 6e k Narendra Modi ma ae badhi qualities 6e je ak mota saara political leader ma hovi joiye …tamne khyal hashe ke Modi ne koi Joseph Goebbels ni jarur padti nathi ….. tame kyarey temne bhashan vaanchta joya 6e ? you said you have too read “Mein Camph” at the age of 17 ..so how come you have not became Modi or Hitler ? Please put forward some solid arguement which can stand instead of arguments based on personal vendetta ..

   Like

    
  • Jayesh Sanghani (New York, USA)

   December 22, 2012 at 11:26 PM

   Bhaila Nitin, You are in a wrong place. Do not try to impress us by the use of mumbo jumbo word. We,Gujaratis are known for our કોઠાસૂઝ્. We do not need your sermon to know who is what. Millions of Gujaratis know what Jay Vasavda is. Do your neighbors know what you are? Rather wasting your time here, please go and do કૂરનિશ and some પગચંપી of the defeated congressis.

   Like

    
 34. Nilesh Desai

  December 21, 2012 at 11:10 PM

  જોરદાર..

  Like

   
 35. Vinod R. Patel

  December 21, 2012 at 11:12 PM

  શ્રી નરેન્દ્ર મોદીની વાણીનો જાદુ- એક નમુનો

  ” જો મેરે ગુજરાતકો પ્રેમ કરે વો મેરી આત્મા
  જો મેરે ભારતકો પ્રેમ કરે વો મેરા પરમાત્મા ”

  ન .મો . લેખક અને કવી પણ છે . એમના એક પુસ્તકમાં લખેલી એક કવિતાની શરૂઆત ઉપર
  મુજબ કરી છે .

  ” મારે મન સી .એમ . એટલે ચીફ્મીનીસ્ટર નહીં પણ કોમન મેન .”–નરેન્દ્ર મોદી

  Like

   
 36. jignesh rawal

  December 21, 2012 at 11:23 PM

  gr888888 excellent !!!!!!!!!!!!! if you remember movie ‘SOUDAGAR’ a subash ghai film…..one of the famous dialog by Rajkumar::: ‘Major is admi par sirf ek hi admi rang dal saktaa haii,, Rajeshwar singh’ similarly only one man can speak,, wrote,,, said something about N.M. that is J.V.

  Like

   
 37. bansi rajput

  December 21, 2012 at 11:35 PM

  aemne ek var kahyu tame jyare aagal vadho to rasta ma pana fekva vala ghana malse , have ae pana ni dival banavavi k pul ae tamara par 6….. 🙂 well JV but ur the best … 🙂

  Like

   
 38. Hardik Solanki

  December 22, 2012 at 12:34 AM

  modi bhai ae to congress ni disha ane dasha banne bagadi ho….

  Like

   
 39. વસંત ૫રમાર

  December 22, 2012 at 9:19 AM

  ક્રિકેટની ભાષામાં કહું તો મોદી સાહેબ એવા ઓલ રાઉન્ડર કહી શકાય કે…..
  લેજન્ડરી બેટસમેન વિવિયન રીચાર્ડસ્ જેવી આક્રમક બેટીંગ શૈલી, દ્રવિડ જેવી અડીખમ અને બોલરોને મેદાન છોડીને ભાગી જવાની ઇચ્છા થાય તેવી કાળમીંઢ ૫થ્થર ની મજબુત દિવાલ જેવી સ્ટેડી બેટીંગ શૈલી,માલ્કમ માર્શલ,ડેનીસ લીલી,વસીમ અકરમ અને બ્રેટ લી જેવી આગ ઝરતી બોલીંગ શૈલી અને જોન્ટી રહોડ્સ,રોબિનસીંઘ જેવી સમય સુચકતા વાળી ચ૫ળતાના મિશ્રણ માંથી સર્જાયેલા ઓલ રાઉન્ડર ખેલાડીનો સુવર્ણકાળ ચાલતો હોય એમ સમગ્ર ગુજરાતના રાજકારણમાં મોદીજીએ, સામેની દરેક ટીમ સામે પુરા ફોર્મ સાથે વન મેન આર્મીની જેમ ખેલી ને એકલે હાથે સફળતા મેળવી છે.
  લાગે છે કે ગુજરાતમાં ભા.જ.૫.શબ્દનો ૫ર્યાય એટલે નમો…………

  Like

   
 40. bharat chandarana,amreli

  December 22, 2012 at 10:32 AM

  jaybhai vaat sachi che. pan saurashtra no kharekhar vikas thayel j nathi. pani na hovathi khethi bagdi gai che. gujarat ma mela ke utsavo ni jarur nathi pan pani ni jarur che. je aapna c.m.saheb puru kari shakya nathi.

  Like

   
 41. dinesh.sutariya

  December 22, 2012 at 10:39 AM

  જયભાઈ તમે પણ જો વાંસવા કરતા સંભાળવા મળો તો વધારે મજા આવે અમારો અનુભવ છે. માટે હું તમારા વક્તવ્ય સંભાળવા આવી ત્યારે રેકોડ કરી લાવ છુ.

  Like

   
 42. Jwalant Natvarlal Soneji

  December 22, 2012 at 10:42 AM

  ગોળ ગોળ વાતો છોડો, કમ ટૂ ધ પોઈન્ટ

  વાચકમિત્રોને કહો કે નરેન્દ્ર મોદીજી જેવી વાક્છટા કેળવવી કેવી રીતે?

  Like

   
  • jay vasavada JV

   December 22, 2012 at 12:17 PM

   એ પણ કહેલું છે મારી કોલમના એક લેખમા, બહુ અભરખો હોય એને ધ્યાનથી બધું વાંચવા અને યાદ રાખવાની ટેવ રાખવી જોઈએ 😉 રેડીમેઈડ ના મળે 🙂

   Like

    
 43. kamlesh patel

  December 22, 2012 at 10:54 AM

  modiji ….aap delhi chalo….all gujrati and all indians with you…..!!!!!!!!!!!
  jv i enjoy this article verygood……

  Like

   
 44. rajeshmevada

  December 22, 2012 at 11:19 AM

  Jaybhai have you ever heard manishankar aiyyar spitting venom on modi ? Aiyyar is a classical case opposite to modi!

  Like

   
 45. Nikul

  December 22, 2012 at 11:32 AM

  સિંહ જયારે ચાલતો હોય ત્યારે થોડું ચાલી ને પછી પોતે ચાલેલી પગદંડી ને પાછળ વળી જુએ છે. આ સિંહ ના વ્યક્તિત્વ ની વિશેષતા છે અને એ જોવું એ પણ એક લ્હાવો છે.

  ગુજરાત વિધાનસભા ૨૦૧૨ ની ચૂંટણી ના વિજય પછી જાહેર વક્તવ્ય આપ્યા બાદ મોદી જયારે કાર્યાલય ની અંદર જતા હતા ત્યારે એમણે પણ દરવાજા સુધી ચાલી ને પછી પાછા વળીને ચાહકોનું અભિવાદન વિકટરી સિમ્બોલ થી ઝીલ્યું હતું.

  I have never found this type of body language in any leader of world. Not even in Obama who learn from body language specialist.

  Like

   
 46. Dipak Shiroya

  December 22, 2012 at 1:31 PM

  Mesmerism words by writer for a Mesmerism personality………..The Modi

  Like

   
 47. jiguanju

  December 22, 2012 at 4:09 PM

  ‘શોલે’ નો પ્રખ્યાત ડાયલોગ છે કે “આપ લોગો કો ગબ્બર સે સિર્ફ એક હી આદમી બચા શકતા હૈ, ખુદ ગબ્બર…” એવી જ રીતે નરેન્દ્રભાઈને બોલવામાં ફક્ત નરેન્દ્રભાઈ જ પહોંચી શકે..સોનિયાજી, રાહુલજી બોલવાના મામલે નરેન્દ્રભાઈ આગળ વામણા લાગતા હતા…મનમોહનજી ની તો હું વાત જ નહીં કરુ….. 😀

  Like

   
 48. Shreyas

  December 22, 2012 at 4:52 PM

  mane personaly modi na ghana action nathi gamta (adani case etc.) but aapni darek vat sathe agree. ene avoid karva sakya nathi. eno vikalp pan khub aghro che. pan e pm bane to indira gandhi thi pan khatarnak action lai le. pakistan na 4 katka kari de. 🙂

  Like

   
 49. sharad kapdia

  December 22, 2012 at 7:09 PM

  શ્રી નરેન્દ્ર મોદી ચુંટણીનો જંગ જીતી ગયા અને એ જીતવાના જ હતા એની અમૂક વર્તુળો સિવાય બધાને ખબર હતી. કેટલી સીટો જીતશે એટલો સસ્પેન્સ હતો. પરિણામો આવી ગયા છે. પરંતુ હવે એમણે જે ચુંટણીના વચનો આપ્યા હતા તે બધાને ચરિતાર્થ કરવાના છે.
  એમની સમક્ષ આદરેલા અને અધૂરા રહેલા કર્યો પુરા કરવાની અને નવા કામો કાર્યાન્વિત કરવાની જવાબદારી ઉભી છે, તેને હળવાશથી લેવાનું મોદી કે ભાજપને પરવડે નહી. ૨૦૧૪ની લોકસભાની ચુંટણીઓ ઢુંકડી છે. તે પહેલા જ એમણે તેના શ્રી ગણેશ કરી દેવા અનિવાર્ય છે. આજની સફળતા ઉપર મુસ્તાક થવાનું એ બન્નેને પરવડી શકે નહી એટલું તો તેઓ જાણતા જ હશે.

  Like

   
 50. pradipkumar

  December 22, 2012 at 7:48 PM

  વાહ ! ભૈ વાહ ! તમે તો યાર લેખક છો કે એક્સરે ટેકનીશીયન !

  Like

   
 51. anil gohil

  December 22, 2012 at 11:23 PM

  mera Bharat mahan

  pyare jay aur sabhi dosto,

  maine aaj ka ye topic abhi nahi padha hai, sidha yahan comment likh raha hun.

  delhi me jo balatkar ki ghatna hui hai, us bare me mein apne khayal pesh karna chahta hu ………….

  sabhi doshito ko maut ki saja k bajay ye saja di jaye ……..
  sabhi gunehgaro ke pair ek dusre k sath bandh kar un sabhi se 15 saal tak pure delhi k sare raste, galiya, railway station, bus station, TOILETS etc. har roz 15 ghante tak saf karvaye jaye – 15 saal tak harroz tv par unko ye kam karte hue dikhaye jay, aur ye saja me 1 minute ki bhi katauti na honi chahiye, kisi ko un par rahem na khani chahiye

  jay k sare dosto aur ye blog padhne valo se gujarish hai ki aao haath milao aur mera yeh sandesh jitna mumkin ho utne logo tak pahuchaya jaye ………. kyonki ………

  1. us ladki par RAPE hua hai
  2. us ladki par is tarah jan leva hamla kiya gaya hai ki voh ladki 6 dino se behosh hai

  aaj maine tv par dekha ki is prashna ko lekar jo hajaro log aandolan kar rahe the un par police lathicharge aur machine se pani dal rahi thi. is ka matlab kya yeh hai ki jurm aur anyay ke samne bharat ke logo ko aavaz nahi uthana chahiye ?

  pls ……….
  anil gohil, ahmedabad

  Like

   
 52. Jayesh Sanghani (New York, USA)

  December 22, 2012 at 11:49 PM

  જયભાઈ, અદભૂત લેખ. તમારી કલમે મોદીસાહેબ વિષે વાંચવાની લિજ્જત કંઈ ઔર જ છે. The person of your calibre can only capture the nuances of Mr. Modi’s oratory skills.

  Like

   
 53. Nikul H.Thaker

  December 22, 2012 at 11:49 PM

  મોદી એટલે મોદી . ન મો – ગુજરાત

  Like

   
 54. prem sumesara

  December 24, 2012 at 1:16 AM

  Modi ni vani ma pahela jevo sachai no ranko nathi…

  Like

   
 55. prem sumesara

  December 24, 2012 at 1:19 AM

  Modi ni vani ma pahela jevo sachai no ranko nahi ..

  Like

   
 56. jyotiaqua

  December 24, 2012 at 10:09 PM

  જયભાઈ, અદભૂત લેખ. તમારી કલમે મોદીસાહેબ વિષે વાંચવાની લિજ્જત કંઈ ઔર જ છે. મોદી એટલે મોદી . ન મો – ગુજરાત

  Like

   
 57. jyotiaqua

  December 24, 2012 at 10:14 PM

  બોડીલાઈન બાઉન્સર સામે સિક્સર મારવાની ખાસિયતને લીધે મોદી જનતાને કદી બોરિંગ લાગ્યા નથી. શરીરના બે સૌથી કોમળ સ્નાયુ – દિમાગ સાથે જીભ -નો ઉપયોગ કરી એમણે ભલભલાના મોરચામાં મરચાં લગાવ્યા છે. પડકારને પોતાના ભાગ્યવિધાતા ગણતા એમના શબ્દો અને મૌન બંનેમાં ગજવેલ જેવી ઠંડી પણ લોખંડી તાકાત છે. રાજકીય વક્તાઓમાં એ અમિતાભ છે. એમની હાજરી માત્ર કે લહેકો માત્ર ક્રાઉડ પુલર છે. એમણે ચમકાવવાથી ટી.આર.પી. ચેનલને ઇન્સ્ટન્ટ મળે છે. પાંચ વર્ષના ટાબરિયાંથી ૭૫ વર્ષના ભાભાના હ્રદય સુધી એ પહોંચી શકે છે. માઈક પર એ સિંહની ડણક પેદા કરી શકે એવી ચમક ધરાવે છે. સિદ્ધિ, રિદ્ધિ અને પ્રસિદ્ધિનો થ્રી ઇન વન કસાટા આઈસ્ક્રીમ પ્રજા સાથે ‘ડાયરેક્ટ ડાયલિંગ કરી આરોગતા એમણે આવડે છે. બ્રાન્ડ પોઝિશનિંગ અને માર્કેટિંગ અંગે આઈ.આઈ.એમ. અમદાવાદે એમનો કેસ સ્ટડી ભણાવવો જોઈએ nice

  Like

   
 58. matrixnh

  December 25, 2012 at 10:02 PM

  હા જય તમારી વાત સાચી છે હો મોદી એવા વક્તા છે જેમાં તેમણે પોતે દસ વરસ માં કરેલ આરોગ્ય શિક્ષણ અને રહેઠાણ માં કરેલી પીછેહઠ ને સરળતાથી ઢાકી દે છે અને ગુજરાત નું માથાદીઠ દેવું 24000 છે એ પણ ખરી વાત ને છુપાવે છે આજે ઘણા ટીમે જય વસાવડા પણ વિકાસ ની વ્યાખાયા ને ભૂલી ને વાણી ના જાદુ માં પડી ગયા મે વાચેલા તમારા સૌથી ખરાબ લેખ આમાં નો એક છે આ ……………..

  Like

   
 59. akashspandya

  December 26, 2012 at 2:28 PM

  nitin raval ane mantrixnh jeva loko a have samji java ni jarur chhe k “winners always have results and loosers always have arguements….” modi ne rajkiya rite dhikkar ta manaso pan svikarshe k modi is superb orator… ane koi sara vakta ni vak-chaturya na vakhan thay tema khotu shu chhe??? aaj na yug ma jyare potani vat potana ghar na loko pan sambhalta nathi hota tyare modi ne sambhalava result na divse hajaro manso svaymbhu bhega thay k shapath vidhi ma stadium ubharay te tamne dekhatu nathi???? you can love modi or hate modi but you can’t ignore modi…

  Like

   
 60. Chirag

  December 25, 2013 at 12:53 PM

  superb…….jay bhai

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: