ધાર્યા કરતા ઘણો લાંબો અંતરાલ બ્લોગિંગમાં પડ્યો. ઘણા કારણો છે, પ્રવાસ, પપ્પાની તબિયત, દિવાળી અંકો માટે અચાનક આવેલા લેખો અને અન્ય કેટલાક…પણ સવારે વહેલા ઉઠી હૈદરાબાદ જવાની ફ્લાઈટ પકડવાની છે, એટલે એ બધું કટ-શોર્ટ. 😛
અત્યારે તહેવારટાણે જરા મોજમસ્તી.
હમણાં રવિવારે અમદાવાદ સી.જી.રોડ. પર એક બિલ્ડીંગમાં ત્રીજા માળે આવેલા હરિભાઈ હોલમાં પ્રોગ્રામ પતાવી બહાર નીકળ્યો, ત્યાં રીડરબિરાદર વિવેક રબારા અને સિદ્ધાર્થ છાયા એ એક જાહેર સુચના તરફ મારું lol ફેસ સાથે ધ્યાન ખેંચ્યું. આમ તો સિદ્ધાર્થભાઈ એ અપલોડ કરવાનું કહેતા હતા પણ રાહ જોઈ હું થાક્યો એટલે થયું કે લાવ હું શેર કરું 😀
ભાષા આમ પણ ગુજરાતી કે અંગ્રેજી આપણો પ્રિય વિષય નથી, જ પણ ક્યારેક એમાં લાગતો લોચો હસી હસીને આંતરડામાં લોચા પાડી દે એવી રમૂજ કરાવી શકે છે. અલબત્ત, અહીં ઉદ્દેશ “દાંત કાઢવાનો” જ છે, કોઈનો “કાન પકડવાનો” નહિ 🙂
લો વાંચો ત્યારે…
ROFL … એક તો આવી ભેદી રીતે કોઈ શા માટે ઉંધુ ચત્તું થઇ મળવા આવે? અને એ ય ‘લિફ્ટ'(lift)ને બદલે ‘લીપ્સ’ (lips) મારફતે ? ખીખીખી.
વાઉ. આમ તો કેવી ‘રમણી’ય ફેન્ટેસી છે ! કોઈ હર્યાભર્યા લાલચટ્ટક લિપસ્ટિકથી ચકચકિત રસીલાં લીપ્સ પર લપસતાં લપસતાં મળવાનું કોણે ના ગમે ? લીપ્સ મળ્યા પછી માળની કોણે પડી છે? માલામાલ જ થઇ જવાય ને !
લીપ્સ મારફતે શું. આવા કોઈ જોલીબ્રાન્ડ લીપ્સ ખાતર પણ અમે તો પગથિયા ઠેકતા ત્રીજા માળે આવવા તૈયાર છીએ…બધું ‘લેપ્સ’ કરીને પણ ! 😉
હોંઠ પર બીડી જ નહિ , સીડી પણ હોઈ શકે ! તમને જીવનમાં લિફ્ટ ના મળી હોય તો કંઈ નહિ, લીપ્સ મળ્યા હોય તો ય ઉપલો માળ ભરેલો સમજવો ! =))