RSS

ચેતન : મારો એક કરોડપતિ મિત્ર… :)

19 Oct

આજે શુક્રવાર ૧૯ ઓક્ટોબર, રાત્રે ૮.૩૦ કલાકે સોની પર KBC ના એપિસોડમાં હોટ સીટ પર મારો દોસ્ત , ગોંડલનો દાંડિયા કિંગ ચેતન જેઠવા દેખાશે અને અમિતાભ સાથે રાસ પણ રમશે.

આઈ એમ એક્સાઇટેડ. જાણે હું પોતે ગયો હોઉં એટલો જ.

કારણ કે ચેતન ફક્ત મિત્ર નથી. ફેમિલી મેમ્બર છે.

વર્ષો પહેલા હું એક રૂમના ભાડાના મકાનમાં રહેતો ત્યારે સામેના એક મોટા મકાનની પાર્ટીમાં ચેતન આવેલો…ત્યારે હું તો હજુ અગિયારમામાં અટવાયેલો એક વિદ્યાર્થી જ હતો, અને જે મિત્રના જન્મદિને અમે મળ્યા એ તો બેઉના જીવનથી વ્યવસાયિક અને કૌટુંબિક કારણોસર ખાસ્સો દૂર નીકળી ગયો, પણ અમે બંને ગાઢ મિત્રો બનતા ગયા. મારા જે મિત્રો સાથે મારા મમ્મીને બહુ જ ભળતું, એમાંનો એક ચેતન. (બીજો શૈલેશ અને ત્રીજો હેમાંગ ચોથો ઈલિયાસ ને પાંચમો…ઓકે વો ફિર કભી..).

અમે બંને સંઘર્ષના સાથીદારો. આર્થિક રીતે બેઉ પિરામીડની તળેટીમાં. પણ મારી જેમ મક્કમપણે ધીરજ રાખીને , કશું ખોટું કર્યા વિના ચેતને જાતમહેનતે એક એક પગથિયું ચડીને એમાંથી બહાર નીકળવાનું તપ કર્યું. કોઈ શોર્ટ કટ વિના આપ બળે ચેતન કેવી રીતે આગળ આવ્યો એનો હું સાક્ષી છું. ત્યારે એ ટ્યુશન કરતો અને સાયન્સના પુસ્તકો-મેગેઝીન્સ વાંચવા લઇ જતો. હજુ ય મારાં ઘરમાં ફિલ્મ મેગેઝીન્સના ફોટા જોવામાં એને રસ અને હેરી પોટરનો એ ક્રેઝી ફેન.

ચેતન અપડાઉન કરીને ભણતો એ પહેલા જ એણે પેલા ઇડીયટ રેન્ચોની જેમ નક્કી કરેલું કે આ એસેમ્બલી લાઈન ડિગ્રીને બદલે આપણી સ્ટ્રેન્થ પાવરફુલ કરવી પડશે. ટીવી પર ડાન્સ જોઈને એ સ્ટેપ કરી શીખતો ને પછી એ ક્યારે કોરિયોગ્રાફર / કોચ થતો ગયો એ એને ખુદને ય ખબર ના પડી. પૂરી ધગશથી એ સંગીત ને નૃત્યમાં શીખવા જેવું હોય એ માટે દિવસો સુધી તપ કરવા કોઈ પણ શહેરમાં, કોઈ પણ પાસે જાય. એ દાંડિયા રાસમાં રમવા જતો અને ગમે તેને હરાવીને પ્રિન્સ કે કિંગ થઇ ઇનામો લઈને જ આવતો ( એવો જ મારો ઘરનો સાવ નિકટ મિત્ર દાંડીયાનો ઉસ્તાદ ગોંડલનો ભૂપત, જેણે એ ફીલ્ડ છોડી દીધું – અને એ બેઉ હરીફો છતાં મિત્રો મારાં પાછા દિલોજાન દોસ્તો )  અને એમાંથી જોતજોતામાં એ દાંડિયારાસના અને નૃત્યના કલાસીઝનો સંચાલક / માસ્ટરજી પણ થઇ ગયો.

ઇનામો જીતવાનો એને પહેલેથી શોખ. અમે બંને ત્યારે અમારી આર્થિક જરૂરિયાતો પૂરી કરવા અને ઘરના પૈસા ઓછા ખર્ચાય એ માટે ! સ્પર્ધામાં ભાગ લેતા. મુંબઈ વિવિધભારતી પર એક રેડિયો ફિલ્મ ક્વીઝ આવતી. હું ને ચેતન એના અઘરા સવાલોનો જવાબ શોઅધવા મચી પડતા. ફિલ્મોનો વળી અમને બેઉને શોખ એટલે કંટાળો ના આવતો. આવી જ ક્રોસવર્ડ રાજકોટના સાંધ્ય દૈનિકોમાં આવતી એમાં અમે ભાગ લેતા. હું મારા ઘરના રેફરન્સ ફેંદુ અને ચેતન બહાર બધાને મળીને જવાબ શોધતો આવે. ગુજરાતી/હિંદી સ્ટારડસ્ટની સ્પર્ધાઓમાં અમે બંને એટલે બધા પેન્ટ પીસ જીતેલા કે વધેલા પીસ મિત્રો-સંબંધીઓને આપી દેવા પડેલા. હજુ હમણા ચેતન ચિત્રલેખાની કોન્ટેસ્ટમાં થાઈલેન્ડ જઈ આવેલો, ત્યારે ઘેર આવી એટલા જ પેશનથી જુના અંકો શોધતો. ઇએસપીએનની એક હરીફાઈ માટે તો એ નેટનો ઉપયોગ પણ શીખ્યો. ઇનામ કરતા નામ અને નામ કરતા સ્પર્ધામાં જાતને સાબિત કરવાનું કામ એને માટે ઝનૂન છે.

અને એ જ ઝનૂનથી એ વર્ષોથી કેબીસીમાં ભાગ લેતો. ૨૦૦૧માં કૌન બનેગા કરોડપતિનો ઐતિહાસિક જાદૂ છવાયો ત્યારે હું , ચેતન અને ગૌરવ ઘેર બેસીને એ એપિસોડસ જોઈ , એના માધ્યમે અમારું જી.કે. તો ઠીક , બચ્ચનનિ સાથે હાથ મિલાવવાના સપના જોતા. પણ અમ્રારી પ્રાયોરીટીઝ ફરતી ગઈ, એટલે હું કે ગૌરવ જસાણી ( DYSP, junagadh police) ચેતનની ફોન એ ફ્રેન્ડની લાઈફ લાઈનનો નંબર જ બન્યા..પણ ભારે ખંતપૂર્વક ચેતન કેબીસીમાં એના મમ્મીને લઈને પહોંચ્યો અને અમિતાભ સાથે ધમ્માલ કરીને આવ્યો. ચેતન મિજાજમાં લહેરી લાલો, ભાગ્યે જ સીરિયસ કે હેવી હાર્ટ સાથે જોવા મળે. બ્રિટીશ ફિલ્મમાં ગરબો કોરિયોગાફ કરેલો ઉજાગરા કરીને એને, પણ ફિલ્મ ભારતમાં રજુ ના થઇ એનો કોઈ શોક નહિ. એ તો કૂદકા લગાવતો રાષ્ટ્રીય સ્તરની ફોક ડાન્સ કે અન્ય નૃત્ય હરિફાઈમાં ભાગ લઇ જીતવા નીકળી ગયો હોય. કેબીસીમાં બહુ મોટો કૂદકો ના લાગ્યો એનો રંજ પછીની કલાકે એણે ફોન કર્યો એમાં ય નહિ , પણ અમિતાભ સાથે મસ્તી કર્યાનો ને નવા નવા રોમાંચક અનુભવોનો છલકાતો ઉત્સાહ જ. ઉદાસી ચેતનની સ્થાયી મુદ્રા નથી. એ નિત્ય ગતિશીલ ઊર્જાનો ઉત્સવ છે. રવિવારે રાજકોટ હજુ યે ફિલ્મ જોવા જાય ને વર્ષે બે વાર એકલપંડે આયોજન કરી દૂર-સુદૂરની મોટી ટ્રીપ પણ કરી આવે! 😎

ચેતન હજુ યે મારી જેમ સિંગલ જ રહ્યો છે, પણ એટલા બધાનો લાડકો છે કે એકલો તો કહેવાય જ નહિ 😀

પણ આજે વાત ચેતન નામના કલાકારની નહિ, દિલદારની કરવી છે.

મારી ઘેર ગમે ત્યારે નિયમિત આવતા અને ઘરની અથથી ઇતિ જાણતા જૂજ દોસ્તોમાં એક ચેતન. મમ્મી ગુજરી ગયા પછી મમ્મી સાથે એને ભળતું હોઈને અમુક વસ્તુઓની ખબર એને હતી એટલે એ આવે. મારાં અસ્ત વ્યસ્ત પુસ્તકો ગોઠવવાવાળો સ્વયંસેવક પણ કાયમી ધોરણે એ જ. અને એ માટે મેં એને ક્યારેય થેન્ક્સ કહ્યું હોવાનું યાદ નથી. કહું તો એને બહુ નવાઈ લાગે. એને બોલવાનો શોખ ખરો, એમ તો સેમિનારમાં ટ્રેનિંગ પણ આપે, એન્કરિંગ કરે.. સ્ટેજ પણ આવું ઈમોશનલ બહુ બોલે નહિ.

પણ આજે ય અમારા કેઓસકેન્દ્રી ઘરનો ઓથેન્ટિક ઈન્ચાર્જ કહો કે કેરટેકર – એ ચેતન જેઠવા જ છે. મારાં પપ્પાનું સ્વાસ્થ્ય કથળતું ચાલ્યું પછી એમને સાવ એકલા મૂકી જતા જીવ ચાલે નહિ. એ પણ ઘણું ભૂલી જાય. દવા લેવાનું પણ. રાતના સુતા હોય તો ય ધ્યાન રાખવાની તબીબી તાકીદ થોડા વર્ષોથી છે જ. અને થોડા વર્ષો થી મારાં ય પ્રવાસ વધતા ચાલ્યા છે. એ અમુક અંશે ફરજીયાત છે. પ્રવાસો ના કરું તો પુરસ્કાર ના મળે, કામ ના થાય અને મારા શાહી શોખ ને જિંદાદિલ મસ્તીનું ફાયનાન્સ ના થાય, પણ મારો જીવ ઘેર પહોંચવામાં હોય, એટલે ખોટી ફોર્માલીટી ખાતર સોશ્યલાઇઝિંગ કરવામાં મને વિઝીબલ અકળામણ થાય.

પણ આટલા સમયથી હું દેશ-વિદેશ જયારે પણ બહારગામ હોઉં ત્યારે મારું ઘર ચેતન જ સંભાળે છે. કોઈ અપેક્ષા વિના પ્રેમથી. મારાં પપ્પાને મારાં નિકટ સ્વજન મામા-મામી સિવાય હું એના જ ભરોસે મુકીને નીકળું છું. હું જયારે ઘેર રાત્રે ના હોઉં ત્યારે ચેતન જ ઘેર સુવા આવે. અચૂક. હમેશા. પપ્પાનું દૂધ-દવા બનાવે, એને કંપની આપે. મારાં પરચૂરણ કામો – જેમ કે કોઈ ફોન પર સંદેશ કે કુરિયર પણ પતાવી દે. બપોરે પણ પપ્પા એકલા હોય એટલે આવે , સાથે જમે – દવા આપે. અહીં જ ઓલમોસ્ટ રહે..

અને મારાં ઘરના તમામ વ્યવહારો પણ ચેતન જેઠવાના હાથમાં. આમ સતત ચિત્તાફાળ ભરતું મારું મગજ, હિસાબોની વાત આવે કે સલમાનખાનના ફાઈટ સીન્સની માફક સ્લો મોશનમાં આવી જાય. એ બધું ચેતન સંભાળતો હોય. બધા જ બિલ ભરવાની જવાબદારી એની. ઇન્કમટેક્સની મારી ફાઈલ એની પાસે રેડી હોય. મારી કોઈ કેશ કે અમુક જવેલેરી એની પાસે સલામત પડી હોય (ડોન્ટ વરી, ચૂંટણી પંચે રસ લેવો પડે , એવું કશું ય બેશકિમતી નથી હોતું. :P) મારી ચેકબૂક અને ડોક્યુમેન્ટ્સ પણ. મારા કે મારા પપ્પાની વિઝાની ફાઈલ બનાવવા માટે ખૂણેખાંચરેથી બધા ડોક્યુમેન્ટ્સ ચેતન શોધીને રાખે. એકદમ ચીવટથી બધું ફાઈલ કરે. તમામ દસ્તાવેજો પર પણ એનો જ કબજો. ઘરમાં પાણી ભરાય ત્યારે મેગેઝીન કે મારી બહારથી આવેલી ગિફ્ટ્સ એ જ ગોઠવે. મારે બહાર જવા માટે પેકિંગ કરવું હોય કે ઘેર સાફસૂફ કરી કશુંક ગોતવું, ગોઠવવું હોય – ચેતન વિના (જ્યોતિગ્રામ સફળ થઇ હોય તો ય) અમારા ઘેર તો અંધારું જ !

ચેતન કેબીસીમાં પાંચ કરોડ જીતીને આવે તો અમને પહેલા  ફાયદો થાય કારણ કે એ મારું મોબાઈલ બેંક એકાઉન્ટ છે 😉 lolzzz …નાના મોટા તમામ ખર્ચ એ કરી નાખે, એ પછી હું અનુકુળતાએ એને એ ચૂકવી દઉં. એ કંઈ કુબેર ભંડારી નથી જ નથી. હું ય નથી. પણ અમારો આવો વાટકી વહેવાર વગર તહેવારે અને વગર વ્યાજે પણ ચાલતો રહે. એને જરૂર પડે તો મારી પાસે હોય એમાંથી એ લઇ લે , ને પાછા આપી પણ દે..અને હમણાં અમુક તબીબી ખર્ચ, પુસ્તક પ્રકાશન, એક બે જગ્યાએ થયેલી અસાધારણ મદદ અને પુર ઠાઠથી બધું જ જાણવા – માણવા મેં કરેલાં વિદેશપ્રવાસ ( જયારે ખર્ચ આસમાની હદે વધે અને આવક મારાં વ્યાખ્યાનો ઘટતા તરત તળિયે જાય !) ઇત્યાદિને લીધે ઇકોનોમિક નહિ, પણ લિક્વીડીટી ક્રાઈસીસ ઉભી થાય. તો છેલ્લા પાંચ મહિનાથી ચુપચાપ જાણે એ તો સ્વાભાવિક ક્રમ હોય એમ મારાં રાજકોટના ફ્લેટની તોતિંગ બેંક લોનનો જંગી હપ્તો પણ ચેતન જ ભરે છે. 😛

અને સૌથી મોટી વાત . આટલી હદે ઓતપ્રોત થઇ જે માણસ  લાંબો સમય જવાબદારી દોસ્તીદાવે સંભાળે ( એ ઓલમોસ્ટ મારાં જેટલું જ મહિને કમાય છે, કંઈ ફૂટપાથ પર બેઠો નથી. પોતાની રીતે પોતાના ક્ષેત્રમાં એ ય ફેમસ સેલિબ્રિટી જ છે . કંઈ મારો પગારદાર કારભારી નથી. ને ગુલામી કરવી એ તો એનો સ્વભાવ જ નથી, ભલે સાવ નમ્ર અને મળતાવડો રહ્યો.. ) એની સાથે ચણભણ તો થવાની જ. મારું નિત્ય વિષુવવૃત્ત પર રહેતું બોઈલર ગમે ત્યારે ફાટે ત્યારે એનાથી નજીકના જ સ્વજનો બિચારા પહેલા દાઝવાના હોય. ચેતન પણ ખૂબ વ્યસ્ત થાય (જે જેન્યુઈન આનંદની વાત છે મારાં માટે ) એટલે એનાથી અમુક કામમાં કચાશ રહે ત્યારે , એ એની કંઈ કાયમી નોકરી નથી – દોસ્તીદાવે થતી મદદ છે એવું ભૂલીને હું  એને નિષ્ઠા પર કટાક્ષપ્રચૂર ભાષણો આપું કે ઊંધેકાંધ ધધડાવી નાખું ( અરે, અમે લોકો દોસ્તો છીએ યાર, ધાર્મિક સિરીયલના ચાંપલા એક્ટર્સ નથી 😀 )

પણ મેં નોંધ્યું છે મારાં બહુશ્રુત કહેવાય એવા અને મારી બધી નબળાઈ જાણતા અને છતાં ય મને ચાહતા દોસ્તોને ય મારાં શબ્દોથી ક્યારેક પ્રગટ-ક્યારેક અપ્રગટ બળતરા તો થઇ આવે. ક્યાંક માઠું ય લાગી જાય. ચચરી જાય. તીવ્ર બોલાચાલી ય થઇ જાય. ક્યાંક મૌન તોબરો ય ચડે. પણ આજ દિન સુધી ચેતને કદી કોઈ કડવા વેણને દિલ પર લીધા જ નથી. માઠું નહિ, મીઠું જ લગાડ્યું છે. મારો ગુસ્સો ભભૂકે, ત્યારે એની સિમ્પલ મોડસ ઓપરેન્ડી છે. ફોન પર કે સામે – કોઈ દલીલ ના કરે ચુપચાપ બધું સાંભળે ( અકળાઈને કદી ફોન કાપે ય નહિ કે ઉભો થી મોડું થતું હોય તો ય જાય પણ નહિ !). પોતે ખોટો હોય ત્યાં તો તરત જ એ સ્વીકારી એનો ઉકેલ શોધવાની મથામણમાં વગર કહ્યે લાગી જાય. પણ બાકી ય એ શાંતિથી સાક્ષીભાવે મારી સઘળી  આગઝરતી ટકોર સાંભળી લે. આપોઆપ જ દાહક આક્રોશ શમી જાય. ને ફિર બારિશ કે બૂંદો કિ સરગમ ! એક પણ વકખત એણે આવી કોઈ તડફડ મન પર લીધી નથી. કે સોરી કહેવામાં ય ખચકાટ અનુભવ્યો નથી. કે મારી પાસેથી કોઈ અપેક્ષા રાખી હોઈ ને એ પૂરી ના થઇ હોય તો એ દુભાયો નથી. કારણ કે એ ભલે કહેતો નથી, પણ સમજે છે કે હું ય એવો જ છું. બોલું ત્યારે કંઈ ગણીને ગાંઠે મનમાં રાખતો નથી. ને ભૂલ હોય એ પછીથી પણ કબૂલ કરતા સહેજે શરમાતો નથી. અન્ય વધુ વિદ્વાન દોસ્તો ય ક્યારેક આ પચાવી નથી શકતા એ મેં જોયું છે. પણ ચેતન મને એટલી હદે ઓળખે છે , કે એની સામે જેવો છું એવો વ્યક્ત થવામાં મારે એને કેવું લાગશે એનો ઘડીવાર પણ વિચાર નથી કરવો પડતો. એટલે જ એ વધુ વ્હાલો છે. ટચવૂડ, ઉપ્સ, ટચસ્ક્રીન…આમ જ રહો અમારી યારી ! 🙂

અને દોસ્તી ફેસબુક તો શું, એક લેવલ પછી નાનીનાની ફોર્માંલીટીની મોહતાજ નથી, એનો આ એક વધુ રિયલ લાઈફ સબૂત છે. ચેતન એના ક્લેરિકલ લીનીઅર બ્રેઈન ( જે માટે હું એણે વારંવાર ચીડવું છું :-P) મુજબ વગર નોટિફીકેશને મને મેસેજ કરી મારાં માટે કોઈ અગત્યની તારીખ કે મારાં સર્કલ ના કોમન ફ્રેન્ડ્સના બર્થ ડે યાદ દેવડાવી દે. પણ હું એનો બર્થ ડે ભૂલી જાઉં. ને મારાં બર્થ ડેની તિથિ મુજબની ઉજવણીમાં એ દશેરાએ દાંડિયામાં હોઈ એટલે વર્ષોથી આવી પણ ના શકે ! આમે ય અમારા બેઉના શેડ્યુલ્સની સમજૂતી મુજબ મારાં કરતા તો એ એના પ્રિય માસા યાને મારાં પપ્પાને વધુ મળતો હોય છે! (કેબીસીના શૂટિંગ પછી ફ્લાઈટમાંથી ઉતર્યો એ રાત્રે જ સુવા માટે મારી ઘેર હતો, હું બહારગામ હોઇને !). હું અમેરિકાથી એને નંબર આપું ને એ ફોન કરી નાખે. મારાં લેખના ફેક્સ પણ કરી નાખે. એને કામ સોંપો એટલે રિપોર્ટ તો મળે જ. હમણાં વધુ વિસ્તરે છે, એટલે મેસેજ મોકલાવે નહિ, પણ પૂછો એટલે બધું રેડી હોય. એ જેમ જાતે ડિઝાઈન કરેલાં એના ડ્રેસ કે પાઘડી કે આરતીની થાળી રેડી રાખતો હોય નોરતામાં એમ જ !

ચેતન પાસે આ બધું સાંભળવાનો સમય દોડાદોડીમાં હોતો નથી. એટલે આજે આ લખી જ નાખ્યું. એક પ્રસ્તાવના, મારી કોલમ, બે દિવાળી અંકોના લખાણ અને બે અન્ય લખાણ મારી માથે ગાજે છે, કાલથી ફરી પ્રવાસ છે – એ બધાની ઐસીતૈસી કરી ને. દોસ્તોનો હક બને છે એટલો, બોસ. હવે મારા ધરાર બની બેઠેલા દોસ્તો ઘણા ગામેગામ ફૂટી નીકળે છે ત્યારે મને તો મન થાય મારાં બધા અસલી ખરેખરા મિત્રો વિષે કંઇક ને કંઇક લખું. ( કિન્નર અને પ્રણવ સિવાય કોઈ લેખક છે જ નહિ, એમાં એટલે નિરાંત. 😉 અને ચેતન હું એક સાંધ્યદૈનિકમાં મેગેઝીન કન્સલ્ટન્ટ હતો, ત્યારે ગૌરવની સાથે મળી લેખન પર હાથ અજમાવી ચુક્યો છે પણ એને લેખક નથી થવું 😀 ) પણ અત્યારે તો મારે ઈસ્ત્રી કરવા આપેલા કપડાં હજુ કેમ ના આવ્યા એ માટે ચેતનને મેસેજ લખવાનો છે મોબાઈલમાંથી !lolzzzz

પણ આ તો આજે એટલે એને નવરાત્રિ પ્રાઈઝ સાથે સરપ્રાઈઝ આપવા  ઉતાવળે લખી નાખ્યું કે તમે બધા તમારી ઘેર જયારે આજે કૌન બનેગા કરોડપતિ જુઓ, ત્યારે જાણી શકો કે એક એપિસોડ માટે ગુજરાતી સંસ્કૃતિની આકૃતિ બનીને અમિતાભ સામે જલસો કરનાર આ ગોંડલનો ચેતન જેઠવા કોણ છે. એ સ્પર્ધક સેલિબ્રિટી હોવા ઉપરાંત કેવો ઉમદા ઇન્સાન છે. એના માસૂમ ચહેરા પર ન દેખાય એટલી લાગણીઓ એ હ્રદયમાં લઇ એ કેવો બિન્દાસ બનીને જીવે છે. એની વિજયયાત્રા કેવા સંજોગોના અગ્નિપથમાંથી પસાર થઇ છે. અને એ કેવી રીતે પોતાની મંઝિલ સુધી આત્મબળે પહોંચ્યો છે, એનો હું આઈવિટનેસ છું. અને એટલે સીના તાન કે મને એના માટે હરખ છે. અને એ માત્ર આવીને ભૂલાઈ જાય એવો એક સ્પર્ધક નથી. એક આજની દુનિયામાં હેલોજન લઈને શોધવા જાવ તો જાળવો મુશ્કેલ એવો દિલેર દોસ્ત, મસ્ત રંગીલો ઇન્સાન – મારો અને મારાં પપ્પાનો પણ મિત્ર છે. (કાજળના ટપકાંનું સ્માઇલી છે ક્યાંય ? 🙂 )

એટલે રકમથી નહિ, એક ‘રકીબ’ તરીકે મારાં માટે ઓલરેડી ચેતન જેઠવા એક મોટો કરોડપતિ જ છે ! 😎

update : એપિસોડ નિહાળવાની લિંક : http://www.sonyliv.com/kbc/video/kbc6-full-episodes/383

 
58 Comments

Posted by on October 19, 2012 in personal

 

58 responses to “ચેતન : મારો એક કરોડપતિ મિત્ર… :)

 1. jigisha79

  October 19, 2012 at 5:34 PM

  ya i saw in the ad and he has sung a garba also … that 2 superbly … me nd mom said shu saras gayu ene .. !! 🙂 u r sooooo lucky (touch wood) .. ishwar tamari dosti salamat rakhe 🙂 nd lukin 4ward to hear u in phone a friend !! 🙂

  Like

   
 2. Riddhi

  October 19, 2012 at 5:38 PM

  i will watch kbc definitely today …………:D 🙂 😛

  Like

   
 3. Nehal Mehta

  October 19, 2012 at 5:38 PM

  will definitely watch today’s KBC episode. 🙂

  Like

   
 4. Jani Divya

  October 19, 2012 at 5:42 PM

  મારું નિત્ય વિષુવવૃત્ત પર રહેતું બોઈલર ગમે ત્યારે ફાટે ત્યારે એનાથી નજીકના જ સ્વજનો બિચારા પહેલા દાઝવાના હોય

  😛 dhyaan rakhvu padse tamara thi 😉 😀

  what a good blog and a friend viewpoint … thanks for sharing 😀

  Like

   
 5. miteshpathak

  October 19, 2012 at 5:49 PM

  ચેતનને હું જેસીઝને કારણે ૨૦૦૧ સાલથી પરીચયમાં આવેલો. અમે આણંદ ખાતે એક ટ્રેઇનીંગ સેમીનારમાં સાથે હતા. એ તમે જેમ જણાવ્યું તેમ એકલે હાથે ઝઝુમવામાં એનો કોઇ જ જોટો નહી. ગોંડલ સેન્ટરમાં જેસીઝને પુર્નજીવીત કર્યું. પર્સનાલીટી ડેવલોપમેન્ટ, લીડરશીપ, વકૄત્વત્વ શક્તિ એમ અનેક વિષય ઉપર એક આખી પેઢી તૈયાર કરી. એમાં તમારા અને મારા મિત્રો (નામ ઘણા છે) તૈયાર થયા.

  જેસીઝમાં લીડરશીપમાં પણ એ છેક રાજ્ય કક્ષા સુધી પહોંચ્યો. કોઇ ગોડફાધર વગર.

  આજે પણ સવારે એનો મેસેજ હતો જ. જે નોર્મલી એમની તમામ ઉપલબ્ધી અને એચીવમેન્ટ શેર કરે છે તેમ જ.

  અનેક શુભેચ્છાઓ… ખુબ આગળ વધે અને ખુબ સારૂં નામ અને દામ કમાય એ શુભેચ્છા…

  અને ખાસ જયભાઇ તમને પણ અભિનંદન કે મિત્રતાને જે રીતે બીરદાવી છે. લાજવાબ. શબ્દો નહી પણ લાગણી છે.

  Like

   
 6. Kaushik Purani

  October 19, 2012 at 5:49 PM

  will watch KGC today.

  Like

   
 7. smit

  October 19, 2012 at 5:53 PM

  ur lucky that u have real friend!

  Like

   
 8. Shailesh sagpariya

  October 19, 2012 at 5:55 PM

  ગોંડલ તો અનેક પ્રતિભાઓથી ધરબાયેલું વણખેડાયેલું ખેતર છે જેમાંથી કેટલીક પ્રતિભાઓ ધરતી ફાડીને બહાર નીકળી આવે છે કોઇની ખેડવાની રાહ જોયા વિના…………….

  Like

   
 9. Dwiref

  October 19, 2012 at 5:57 PM

  Aavi Mitrata malvi ane banne baju thi maintain thavi e to Uparvala ni Krupa chhe. Khub saras. Tamari banne ni Mitrata ma aavi Chadbhad ane Vahal kayam rahe.

  Like

   
 10. Harnesh solanki

  October 19, 2012 at 5:57 PM

  Nice info..thanks

  Like

   
 11. Shahil Malek

  October 19, 2012 at 5:59 PM

  Tamari ane chetanbhai ni dosti kayam rahe evi subhechchhao…..!!

  Like

   
 12. Krunal

  October 19, 2012 at 6:01 PM

  Lovely lovely Live frienship….. Common frnz in Uncommon way….

  Like

   
 13. Akhil

  October 19, 2012 at 6:03 PM

  Wow…. Fantastic Jay…. All the best to Mr. Chetan…….

  Like

   
 14. sanjeev moliya

  October 19, 2012 at 6:03 PM

  yes we all proud of chetan ….
  i spend 15 days with him in himachals trip in 2008
  he is superb guy i ever meet

  Like

   
 15. Hitesh Solanki

  October 19, 2012 at 6:13 PM

  aha Jayubha tamari khopdini jem tame mitratama pan faddrup chho, ava mitroto sara karmonu parinam chhe…Jayubha inimane tame shahid thawamathi bachi gaya chho..bhagyashali chho tame…amari jem kutay nathi gaya..

  Like

   
 16. nisarg desai

  October 19, 2012 at 6:13 PM

  jay bhai bhagvan ni tamara par chare hath thi krupa varsavi che.

  Like

   
 17. maheshdesai

  October 19, 2012 at 6:14 PM

  superb yaari jaybhai…..yaara ter yari ko lakho salaaam…god bless you…will surely watch…

  Like

   
 18. Rajni Agravat

  October 19, 2012 at 6:23 PM

  ‘જડ-ચેતન’ નહી પણ ‘જય-ચેતન’ 🙂

  Like

   
 19. નિરવ ની નજરે . . !

  October 19, 2012 at 6:40 PM

  ૧} લાગણીમાં માંગણી હોતી નથી અને માંગણીમાં લાગણી હોતી નથી .

  ૨} અને આખી જીંદગીમાં એક સાચો દોસ્તાર { ‘મિત્ર’ થોડુક ભારે લાગે છે } મેળવવો એ લોઢાના નહિ પણ ટંગસ્ટનના ચણા ચાવવા જેવું અઘરું છે.

  ૩} અને અમારો KBC માં નંબર લાગશે તો , અમે તમારું નામ આપીશું . . .હોં 🙂

  Like

   
 20. amarjitmaan

  October 19, 2012 at 6:43 PM

  Hats off to Chetan, Its hard to find such people or rather God has stopped making such people anymore..
  May God keep your friendship for lifetime.. And bless you both with Good Life partners. 🙂

  Like

   
 21. Minal

  October 19, 2012 at 7:30 PM

  A very big smiley to your friendship. Good to read the unconditional love, unspoken, unexpressed words’ friendship. I’m fan of this show so, definitely going to way h today’s episode as we also found connection with the contestant!
  I super like the funny picture of 3 of you sitting on the chairs! Lol & cute!
  Maun taubaro!! 😀 liked this word too.
  Kuddos to the friendship! 🙂

  Like

   
 22. varun pandya

  October 19, 2012 at 7:32 PM

  Chetanbhai paasethhi kharekhar inspiration levaa jevu chhe….salaam chhe aap na dost ne….vaanchvaani mazza padi gai…Friendship ni vyakhya fari gai & drastikonn badlaai gyo…mitr ni laaganni k maari potaani laagni dubhaay chhe evi koi jafaa j nai saali….aap na sabandho & dosti ne kaalu tikku….:)

  Like

   
 23. smit sonaiya

  October 19, 2012 at 7:56 PM

  Atyar sudhi hu tamne banne ne (chetan jethva and jay vasavada ) khali nam thi odakhto bt hwe hu tamne banne ne vyavasthit jani gyo 6u ane hwe thi hu tamaro bau moto fan bani gyo 6u dosti to badha kare 6e bt avi dosti koi na nibhavi shake i hats off to ur friendship and also pray to god for being ur healthy friendship forever
  and i’ll be definately watch the episode of kbc of taday

  Like

   
 24. Krutarth Engineer (@krutarth)

  October 19, 2012 at 7:57 PM

  Sometime back I have seen his ad and really liked the way he sang the song. Subscribed his FB page at same time.
  Nice to read this. Have a strong bond forever.

  Like

   
 25. chintan

  October 19, 2012 at 8:44 PM

  Bapu… KBC chalu thavani 1 minute pela tamaro Blog khuli gyo… thnx

  Like

   
 26. vinkal11

  October 19, 2012 at 8:50 PM

  Nice Friendship

  Like

   
 27. Tapan Shah

  October 19, 2012 at 9:16 PM

  u r really lucky..mane aaj sudhi aavo mitra malyo nahti ke hu koino bani shaku evo nisvarthi nahti

  Like

   
 28. Nirali

  October 19, 2012 at 9:33 PM

  જય આપના જેટલી તો નહિ પણ હું પણ થોડી ઘણી ભાગ્યશાળી તો છું. મારા કામતો મારી ફ્રેન્ડ નથી કરતી પણ મારો ગુસ્સો શાંત જરૂર કરે છે. એની સાથે વાત કરતી વખતે કે કોઈ ખરાબ વર્તન કરતી વખતે મારે પેહલા વિચારવું નથી પડતું. 🙂

  Like

   
 29. rajnikant shah

  October 19, 2012 at 10:14 PM

  i enjoyed KBC today where in chetan was very free and smiling

  Like

   
 30. Chintan Oza

  October 19, 2012 at 10:57 PM

  KBC ni aa season ma first time aaje episode start karyo ane joyu to Chetanbhai hot seat par hata. sat nadi no sangam sthal vala question ma jyare phone a friend lifeline ma JV , Gondal joyu to dil bag bag thai gayu…jor thi bolai javayu…are aa to JV no friend chhe…:) bahu majja avi gayee ne ahi pune ma ame amara drawing room ma dholi taro song upar chetan bhai jode garba b rami lidha…aapna ek umda jigarjan dost vishe aaje vanchva malyu…bahu j mast lagyu…thanks for sharing. give my best regards to him….!!!

  Like

   
 31. Alpa

  October 19, 2012 at 10:58 PM

  It was wonderful replay when Mr.Chatan Said to Bachhanji that aap bhi hamari Joli bharde!!!

  Like

   
 32. Jahnvi Antani

  October 19, 2012 at 11:05 PM

  salam chetan ne jay ne jay vasavda banavava badal……. 🙂

  Like

   
 33. Ankita Patel

  October 19, 2012 at 11:06 PM

  hmm frnds to naseeb thi j madta hase n mara naseeb atla sara nathi so i dont have any single friend

  Like

   
 34. dr.divyesh kotadia

  October 19, 2012 at 11:38 PM

  કૌન બનેગા કરોડપતિ નો એપિસોડ આજે જોયો ………બીજી નિયમિત જોવાતી સીરીઅલો ને બાજુએ રાખી ને આપણા કાઠીયાવાડી વીરલા ને અમિતાભ બચ્ચનની સામે બેસેલો જોઈને ખુબજ આંનદ થયો. ચેતન ના મુખેથી આપણો ગરબો સંભાળતા આખું ઓડિયન્સ તાળીઓ ના ગળગળાટ થી ગુંજી ઉઠ્યું ………રસની રમઝટ બોલાવી …….ખુબ ….ખુબ …..અભિનંદન …………જીયો ………

  Like

   
 35. bansi rajput

  October 20, 2012 at 1:18 AM

  wow what a frndship! touch wood JV….. vanchi ne aatli maja aavi ne bahuj aatmiyata lagi …… episode to na jovano ame badha khalaiya khara ne to …. no prob repeat telecast joishu………..

  Like

   
 36. Vismay Gupta

  October 20, 2012 at 1:49 AM

  Darekni hard and fast life ma aava Chetan jeva dildar ane dostdar j jivan ne jivva jevu banave 6……..:)

  Like

   
 37. Parth Veerendra

  October 20, 2012 at 2:15 AM

  are kajal no moto tikko yar tmari yari dildarine…kya bat kya bat kya bat …

  Like

   
 38. Hitesh Dhola

  October 20, 2012 at 2:34 AM

  તમે એને આપેલું સ્થાન તો ફોટા માં જ દેખાય છે.. 🙂

  Like

   
 39. swati paun

  October 20, 2012 at 8:55 AM

  touchwood………..n u r sooo…lucky…sir….gbu 2 both of u…………best articl………

  Like

   
 40. extracharmsvrajesh

  October 20, 2012 at 9:51 AM

  શેરી મિત્ર સો મળે, તાળી મિત્ર અનેક;
  પણ જે સુખ દુખ માં સાથે હોય (ચેતનભાઈ જેવા) તે લાખો માં એક.

  Like

   
 41. Amit Andharia

  October 20, 2012 at 10:11 AM

  tears !

  Like

   
 42. dr.naresh s bhavsar

  October 20, 2012 at 11:23 AM

  A FRIEND IN NEED IS FRIEND INDEED…..TAMARA E MITRA NE K.B.C MA CHOKKAS JOISHU. PARANTU EK VAT KAHU J.V ? TAMARA JEVA DUNIYA MA CHOKKAS NASEEB LAINE JANMA LECHHE KE AVA UTTAM SUDAMA–KRISHNA BANI JATA HOY CHHE..ARTICLE VANCHI NE MORNING KHAREKHAR GOOD THAI GAI….

  Like

   
 43. Upendra Upadhyay , Gandhinagara

  October 20, 2012 at 11:45 AM

  ” જય વસાવડા” નું નામ ફોન એ ફ્રેંન્ડ માં જોયું ત્યારે એમ લાગ્યુ કે આની પાસે તો એંસાય્ક્લોપિડીયા આખો મદદમા છે. પણ જ્યારે ચેતને “સરવૈયા ની પસંદગી કરી ત્યારે આંચકો લાગેલો. પણ સાચો જવાબ મળતા રાહત થઇ. ચેતન ને ઓળખતો નથી પણ જય વસાવડ નો મિત્ર છે. કમ તો નજ હોય એ આશા સાથે કેબીસી જોવા બેઠો હતો. આજે ચેતન ને પણ ઓળ્ખી લીધો. આભાર જય ભાઇ.

  Like

   
 44. mcjoshi25

  October 20, 2012 at 1:15 PM

  Good 1 Sir………………..Fine………..friends 4 ever…………………………….
  lage raho Jaybhai…………………………

  Like

   
 45. pinal

  October 20, 2012 at 2:30 PM

  એવું નથી લાગતું કે ઘણું મોડૂ થયુ લખવામાં? અમે તો હમેશાં તમને વાંચિયે છિએતો પણ ચેતનભાઈ તમારે ઘરે સુવા આવે છે એનાથી વધુ કઈ જ ખબર નથી. જાણવાનીતો જરુર નથિ પણ. પણ એ તો ડીર્ઝવ કરે છે ને? સાચિ દોસ્તીમાં એવોર્ડની જરુર નથી પણ, આતો એવું થાય કે ઘરે બનાવેલી મિઠાઈ લોકોને બહુ ભાવે અને ઘર માટૅ એક પણ ના બચે. બિહાઈન્ડ દ્ સિઈનને થેન્ક્સ અને સ્પેશલ લવ યુ કેજો. શ્યોર એને ગમશે.

  Like

   
 46. Dhaval

  October 20, 2012 at 3:43 PM

  Everybody has one or other best friend at any given point of time in life. Luckiest one has same best friend for life time.

  Like

   
 47. jagdish Buch

  October 20, 2012 at 3:58 PM

  you are as usual very lucky and have best feriend(s) like chetan. and we have enjoyed KBC with him.

  Like

   
 48. Pratik Lunavia

  October 20, 2012 at 4:31 PM

  Dear Jay bhai,

  It is really a wonderful article.. and you are really lucky to have such great persons in your life… and at the same time the kind of chemistry you share with chetan bhai is osome. secondly he was so much cool and calm during the KBC and in front of the great star like amitabh, which shows his confidence and down to earth nature.

  three cheers for your friendship.. Hip hip hurray …Hip hip hurray …..Hip hip hurray

  Like

   
 49. suhanilife

  October 20, 2012 at 4:59 PM

  wonderful two friends.. i wish i can have in my life

  Like

   
 50. jayteraiya

  October 20, 2012 at 6:40 PM

  “અરે, અમે લોકો દોસ્તો છીએ યાર,”
  “મારા શાહી શોખ ને જિંદાદિલ મસ્તીનું ફાયનાન્સ ના થાય”
  કાજળના ટપકાંનું સ્માઇલી છે ક્યાંય ?

  Like

   
 51. Envy

  October 20, 2012 at 9:17 PM

  “હવે મારા ધરાર બની બેઠેલા દોસ્તો ઘણા ગામેગામ ફૂટી નીકળે છે ત્યારે મને તો મન થાય મારાં બધા અસલી ખરેખરા મિત્રો વિષે કંઇક ને કંઇક લખું….”
  ૧૦૦% મન થાય અને એ કરવું જ જોઈએ.

  ચેતનભાઈ જયારે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ માં ફર્સ્ટ તો આવ્યા જ પણ કેવા ?!!!!!!!!!! ‘હમ જહાં ખડે હોતે હૈ, લાઈન વહાં સે શુરુ હોતી હૈ…ઔર ખત્મ ભી ;)’
  કે.બી.સી. માં ઉચે સુધી ના પહોચી શકવા નો રંજ ભલે એમને ના થાય પણ, મારા ઘરના બધાને થયો….

  Like

   
 52. Anil gohil

  October 21, 2012 at 12:11 AM

  mera bharat mahan!
  jay la,
  me tane ketli var lakhyu che k sms k email karya che e yad nathi
  pan tane hamesha jaybhai tarike sambodhan karyu che
  aaje jaybhai mathi jaylo bani gyo che tu.
  ketlay mahina thi kalpana karto to k tane kevi wife joi ti hase,
  dear aaje khabar paydi k tu ketlo nasibdar che sala, tu bhale game etlo dhanwan k loko no manito k prakhyat hoy , pan e badhuy tara pappa, mummy ne aa chetan ni same kai j nathi
  aa lekh puro nathi vanchyo, adadho padadho vanchyo ne tarat mouse ne cursor aayan niche aavi gya, comment lakhva
  ok, dear, take care
  anil gohil 98250 48503 amdavad

  Like

   
 53. kalapi Dholakia

  October 21, 2012 at 11:51 AM

  અદ્ભુત, અનન્ય, અવર્ણનિય, અનુપમ… એવી પ્રગાઢ તમારી મૈત્રીને અભિનંદન! ચેતનભાઈને પૂછો તો એ ચોક્કસ કહેશે કે એક હાથે તાળી ન વાગે, દોસ્ત. તમે જય વિશે મને પૂછો તો જાણો.. વગેરે વગેરે…

  Like

   
 54. hiral dhaduk

  October 24, 2012 at 10:29 AM

  you & chetan made for each-other.

  Like

   
 55. toral

  October 25, 2012 at 9:31 PM

  chetan tamaro family member che. tame emna banjo. ja jo emna ghare pan. vakhat na vayo jaay e jo jo.

  Like

   
 56. sanjay

  November 4, 2012 at 3:58 PM

  jaybhai tamari dosti salamat rahe..i watched that episode for few minutes….sanjay nadiad

  Like

   
 57. Jiten Patel

  November 8, 2012 at 3:00 PM

  Jay Uncle… tamne hu 6ek 5th std ma hto tyarthi vanchu 6u… tamara lekh nu ek adbhut aakarshan mane etle 6 k tamara lekh vanchti vakhte evu lage k jaane tame je lakhyu 6 e hu pote feel karto hou… tamara experiences mara potana lage… tmara aa tmara frnd mate na lekh ni darek line par hu ritsar no radi pdyo… bcoz ahiya darek line hu jst feel j nato krto bt aa darek line mara frnd swapnil ne lagu pade 6.. swapnil pn maro same evo j frnd 6 jem tamara mate chetan uncle 6… aje hu je pn kai 6u e swapnil na lidhe j 6u…

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: