સુરત શહેર મેં મોટો થયો ત્યારે વર્ષો સુધી જોયું જ નહોતું.. ૨૧મી સદી શરુ થઇ ત્યાં સુધી !
આજે સુરત સાથે એવો ખૂબસુરત નાતો છે કે સૌથી વધારે ગુજરાતમાં એ જ શહેરમાં જવાનું થાય છે ! ટચવૂડ !
‘ગુજરાતમિત્ર’ સુરતનું જુનું અને જાણીતું અખબાર એમાં આજે જ ‘દર્પણ’ પૂર્તિમાં મારો એક ઇન્ટરવ્યુ છપાયો છે.
કામિની સંઘવીએ ટેલીફોનિક મુલાકાત લીધી ત્યારે સાવ ચીલાચાલુ સવાલોને બદલે થોડા હળવા પ્રશ્નો હોઈ મજા પડી.
એમની સાથે ફેસબુક પર થોડા શિંગડા ભરાવેલા ને તિખારા ઝરાવેલા મેં – મને ગમતા સુંદર સ્ત્રીઓની તસવીરો મુકવાના મુદ્દે, પણ જેમ ઉગ્ર ચર્ચાને પર્સનલ લઇ પરમેનન્ટ માઠું ના લગાડવાની મારી પ્રકૃતિ છે એવી જ એમની નીકળી અને સરપ્રાઈઝ એમણે ઘણી બધી મોટી ફિલ્મી સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યુ સાથે વળી અચાનક જ મારી મીઠી મુલાકાત લઇ લીધી ! 🙂
ફોન પર તો ઘણી લાંબી રસપ્રદ વાતો ચાલી હતી, અલબત્ત અહીં એ સાવ સંક્ષેપમાં મુકાઈ છે – જે સ્વાભાવિક છે એટલે ક્યાંક હું કહેવા માંગતો હોઉં એ થોડી અક્કલ વાપરી ઝીલવું પડે…ક્યાંક સહેજ રેફરન્સ બદલાયો હોય..ક્યાંક મૂળ કોન્ટેકસ્ટ તો ક્યાંક વિગતોમાં જરાતરા આમતેમ હોય..ઈટ્સ નેચરલ…ટૂંકમાં થોરામાં ઘન્નું સમજવું સાહેબજી ! 😛
થેન્ક્સ કામિની સંઘવી, ફોર સમ ઓફબીટ મિન્ટી મોમેન્ટ્સ. અને વગર કહ્યે મને ગમતો ડિઝનીલેન્ડનો ફોટો પસંદ કરવા માટે પણ !
કરો ક્લિક ને માણો મુલાકાત. 😉