RSS

Daily Archives: July 29, 2012

સેક્સ અને સ્પોર્ટ્સ : સુરજ કબ દુર ગગન સે, ખૂશ્બુ કબ દૂર પવન સે…

 

ખાસ્સા લાંબા સમયે આમ ફરી મળી છીએ, રીડરબિરાદરો…વિદેશપ્રવાસ પુરો થયો હોઇ, આ બ્લોગિંગ ફરી રાબેતા મુજબ રાબેતા મુજબ શરુ કરું છું. લંડન ઓલિમ્પિક્સમાં મેરા ભારત મહાનના ખેલાડીઓના સરિયામ ધબડકાની શરૂઆત થઇ ચુકી છે. અને એકદમ વિશફુલ થિન્કિંગ કરો તો ય ટોચના ત્રણ-ચાર ગોલ્ડ પણ માંડ મળે એ દેખીતું સત્ય છે. ત્યારે મે થોડા વર્ષો અગાઉ લખેલો લેખ મામુલી પણ જરૂરી ફેરફાર સાથે મુકું છું. સાથે ‘છબી-છબછબિયાં’માં પણ રસિક સ્લાઈડશો છે. લેખ વાંચીને ઘણા મર્યાદાના મરજીવાઓને મરચાં લાગશે. તો એ ભલે બળતા. એનાથી કંઈ હકીકતો બદલાઈ જતી નથી.

“બ્રહ્મચર્યના ‘તેજથી ‘વીર્યવાન થવાનો ભ્રમક ઉપદેશ આપતા બાવાઓથી ખદબદતા આ દેશને ઓલિમ્પિક જેવા રમતોત્સવમાં નાકની ચૂંક જેટલું પણ સોનું મળતું નથી ? યોગશક્તિની સાધનાથી માંડી ભોગવાદના ત્યાગ સુધીની પરંપરાનો હવાલો આપીને આપણને શારીરિક સ્વાસ્થ્યના પાઠ ભણાવાય છે. તો પછી ક્યાં છે પરસેવાથી રસબસતી કસાયેલી કાયા ધરાવતા ચેમ્પીયન્સ ? કેમ નથી દેખાતા પથ્થરમાંથી કોતરેલી હોય એવી નસોની ઠોસ મજબૂતી ધરાવતા વર્લ્ડ રેકોડર્સ? પૌષ્ટિક આહાર, સાદું જીવન, પરમ ભક્તિ, ટીનએજમાં ચુસ્તપણે પળાવાતું અખંડ કૌમાર્ય, જુવાનીમાં પણ નોર્મલ સેક્સલાઈફને ‘હડે હડે’ કરીને વખાણાતું સંયમિત જીવન, મર્યાદાપૂર્ણ અને શિસ્તબદ્ધ જીંદગી… અને આમ છતાં આ દેશમાં કેમ  રિયલ સ્પૉર્ટસપર્સન્સ પેદા નથી થતા ?

બીજી બાજુ જેને આપણે કિશોરાવસ્થાથી જ વંઠી ગયેલા વ્યભિચારીઓ, સૅક્સ મેનિયાક, જંક ફૂડનું ભક્ષણ કરતાં પાપી માંસાહારીઓ, કોમર્શિયલ જાહેરાતોના પૈસા પાછળ દોડતા ભૌતિકવાદીઓ કહીએ છીએ ત્યાંથી હણહણતા વછેરા અને ચીલઝડપ કરતી સમળી જેવા યુવક યુવતીઓની ફોજ પેઢી દર પેઢી ઓલિમ્પિકના મેડલ્સ પર તૂટી પડે છે. ભવ્ય પ્રાચીન પરંપરાની ઘૂણી ધકાવનારા ૧ (હવે સવા!) અબજના દેશમાં એક પણ રિયલ સ્પૉટ્ર્સનો વર્લ્ડ ચેમ્પીયન નથી ! દુનિયાના પૂરા પંદર દેશો પણ ક્રિકેટ રમતા નથી.

દુનિયા પર રાજ કરવાના સપના જોતા ‘મહાન ભારતની આ વાસ્તવિક્તા છે. બીજી બાજુ ‘વિલાસી’ અમેરિકા ઓલિમ્પિકમાં અગ્રેસર છે. ચીનમાં આપણી જેમ વસતિ ઉભરાય છે, તો એટલા જ પ્રમાણમાં ચંદ્રકો પણ ત્યાં ઠલવાય છે. રશિયા કે ઓસ્ટ્રેલિયા તો ઠીક ખોબલા જેવડા રોમાનિયા, યુક્રેન, કોરિયા, સ્વીડન, નેધરલેન્ડ્સ, હંગેરી, ટર્કી, બેલારૂસ, ક્યુબા, બલ્ગેરિયા, પોલેન્ડ, જ્યોર્જીયા, લિથુઆનિયા, થાઈલેન્ડ, લાટવિયા, ક્રોએશિયા અને ઈસ્ટોનિયા જેવા દેશો પણ સ્પૉટ્ર્સમાં ભારતથી આગળ છે. જાપાન, ફ્રાન્સ, જર્મની, સ્પેન કે ઈટાલીને છોડો… દુકાળના મારથી બેહાલ એવો ભૂખડીબારશ આફ્રિકન દેશ ઇથિયોપિઆપણ ગોલ્ડ મેડલ્સ જીતે છે !હવે આવા તો ઘણા દેશો પાસે ભારત જેટલી પણ પ્રાથમિક સુવિધાઓ કે શિક્ષણ નથી. સંપત્તિ નથી. છતાં દર વર્ષે અસલી રમતગમત કહેવાય એવી જાંબાઝીની સ્પર્ધાઓમાં ત્યાંના ખેલાડીઓ અવ્વલ રહે છે ! સવાલ માત્ર ‘ફેસિલિટીઝ’નો નથી, ‘ફિટનેસનો છે. ”

* * *

રીડરબિરાદર, આ જે કઈ વાંચ્યું એ તાજું લખાણ નથી. પણ પુરા ૮ વર્ષ પહેલા આ  ‘અનાવૃત’માં ૧ સપ્ટેમ્બર, ૨૦૦૪ના રોજ લખેલા લેખના અંશો છે. ગોંડલ બેઠે બેઠે જે કઈ મફતમાં પીરસ્યું, એ માટે ક્રિકેટ બોર્ડ મોંઘાદાટ વિદેશી કોચીઝ રાખે છે કે ૨૦૧૨મા ESPN  મોંઘા મેગેઝીન વિશેષાંકમાં ૩૦૦૦ શબ્દોના લેખ લખાવે છે.. હી હી હી ! ૨૦૦૮ માં મહાવિસ્ફોટક એવા સર્ક્યુલરથી (તત્કાલીન અને સુપર સક્સેસફુલ) ક્રિકેટ કોચ ગેરી કર્સ્ટને ચેનલિયા ભાષામાં કહીએ તો પલ્લું ઝાડી ને ‘સેક્સ માણવાથી ખેલાડીઓ ફ્રેશ રહે છે. ટેસ્ટોસ્ટીરોન હોર્મોન નો સ્ત્રાવ વધતા સેક્સ્યુઅલ એકટીવીટીઝની હેપીનેસ મેદાન પર ની ફિટનેસમાં રૂપાંતરિત થાય છે. માટે ભારતીય ખેલાડીઓ એ પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે સહશયન કરવું/વધારવું જોઈએ. અને એ ય શક્ય ના બને (જે ભારતમાં અવશ્ય શક્ય છે!) તો તરણોપાય તરીકે સેક્સી ફેન્ટેસીના સપના જોવા જોઈએ !’ ( વાહ વાહ..દુબારા) વાળી જન્મસ્થાનમાં વિવાદગ્રહ ધરાવતી કોમેન્ટની ખો ટીમના ‘મેન્ટલ કંડીશનિંગ એક્ષ્પર્ટ’ પેડી અપ્ટોન માથે નાખી દીધી હતી.

નેચરલી, સેક્સ ના નામમાત્રની એલર્જી ધરવતી આ પવિત્ર પુણ્યશ્લોક ધરામાં પેડીને સાઈકો એનાલીસ્ટને બદલે સાઈકો ઠેરવી દેવાવાળાઓની અછત નથી. સેક્સ એટલું વાંચે કે સાંભળે ત્યાં ‘હાય હાય વિક્રુઊઊઉત !’ ચિલ્લાઈને પોલ વોલ્ટ જેવડો હાઈ જમ્પ કરનારાઓ દહીંમાં લેક્ટોબેસીલસ બેક્ટેરિયા જેટલી સંખ્યામાં સર્વવ્યાપી છે.

ગેરીના નામે ચડેલી કમેન્ટ ભલે વા વાયાથી નળિયું ખસ્યા જેવી હોય પણ તેના નામે શોરબકોર કઈ ઓછો થયો નથી. શાળામાં એક-બે એવા માસ્તરો  હોય છે જે લગભગ બધા વિદ્યાર્થીઓના ફેવરિટ હોય છે. કારણકે તેઓ વિદ્યાર્થીઓના મનની વાત કરતા હોય છે.  (ઈંગ્લેન્ડના સ્પિનર ગ્રીમ સ્વાને તો ઓન રેકોર્ડ કહ્યું કે કાશ ગેરી અમારો કોચ હોત! ) ઓસ્ટ્રેલીયાના  પ્લેયર  માઈકલ હસ્સીએ કહ્યું હતું કે એ આ બાબતમાં કશું જ કહી શકે એમ નથી કારણ કે એ છેલ્લા ચાર મહિનાથી ટુર પર છે અને સેક્સ કેવી રીતે કરવો એ પણ ભૂલી ચુક્યો છે! હસ્સીના કિસ્સામાં ગેરીની થિયરી એકદમ સાચી પડતી હોય એવું લાગે છે! કેમ કે ટેસ્ટ અને વન-ડે એમ બેઉ ફોરમેટમાં ૫૩ રનની  એવરેજ ધરાવતા હસ્સીએ એ વખતે ચાર મહિનામાં ટેસ્ટ અને વન-ડેમાં માત્ર ૩૨ રનની સરેરાશથી રન કર્યા હતા! તળપદા ગુજરાતીમાં કહીએ તો એને જબરો અહાંગરો લાગતો હશે!

મુદ્દે, ભલે આ સેક્સ ની મુંઝવણો બ્રહ્મચારી બાવાઓને પૂછતો દંભી દેશ સમજે નહિ, પણ સેક્સ ને સ્પોર્ટ્સનો સંબંધ એકદમ સાચુકલો ને વૈજ્ઞાનિક છે. લારા, બોથમ, ઇમરાન, વોર્ન, રિચર્ડ્સ જેવા છેલબટાઉ ક્રિકેટરોની સફળતાનો ઈતિહાસ જગજાહેર છે. છતાંય પુરાવા જોઈતા હોય, એમને જરાક નજીક ના ભૂતકાળની સફર કરાવીએ.

A WINNER’S KISS! Benoit Peschier of France is being kissed by his girlfriend after he had won the Kayak single event gold in Athens olympic 2004.

છેલ્લી બીજિંગ ઑલિમ્પિક, ૨૦૦૮ના અંતે મૅડલ ટેલીમાં વિજેતા ટૉપ ટેન દેશો ફાઇનલી આ મુજબ  હતા – ચીન, અમેરિકા, રશિયા, બ્રિટન, જર્મની, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, જાપાન, ઇટાલી અને ફ્રાન્સ. ફરી એક વાર વાંચી જાવ અને વિચારો…આ દસ દેશો અત્યારે પૃથ્વી પર એવા છે જેમની પાસે ફિટેસ્ટ સ્પૉટર્સ પર્સન્સ છે. નૉર્મલ નરનારી કરતાં વધુ ચુસ્તી તંદુરસ્તી ધરાવતાં છરહરાં બદન છલકાય છે. જે લોકો મેદાનમાં બીજાઓ કરતાં વધુ તાકાત, વધુ સ્ફૂર્તિ ધરાવે છે. ચૅમ્પિયન બને છે. ઇટ્સ ઑફિશિયલ. અને આ દસેય દેશો એવા છે કે જ્યાં સેક્સની બાબતે કોઈ ખાસ છોછ નથી, આભડછેટ નથી!

ત્યાં નારીઓને બુરખામાં સંતાડી રાખવાનું કલ્ચર નથી. ત્યાં ‘વીર્યનું એક ટીપું બરાબર લોહીનાં સો ટીપાં’  એવાં ગપ્પાં ઉપર તાળીઓ મેળવતા ધાર્મિક (?) બાપુઓ નથી. ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન એશિયન દેશો હોવા છતાં સેક્સની બાબતે મુક્ત અભિગમ અને મોકળું મન રાખનાર એશિયાઈ દેશોમાં આવે છે. મૅડલ ટેલીમાં ભારતનો ૫૦મો નંબર એ ય એ વખતની અપવાદરૂપ સિદ્ધિઓને લીધે  હતો .ઈરાન તો એથીયે પાછળ છે અને ભારત કે ઈરાન પોતાની મહાન ધાર્મિક સાંસ્કૃતિક મર્યાદા અને શીલના વારસાનાં બણગાં ફૂંકતાં ધરાતાં નથી!

બેક ટુ ધ ટ્રેક. ચીન, દ. કોરિયા, જાપાન કે રશિયા તો પૉર્નોગ્રાફી હબ ગણાય છે. જ્યાં સ્કૂલોમાં ટીનેજર્સને સેક્સ એજ્યુકેશન (ઍન્ડ ફ્રી કૉન્ડોમ્સ!) અપાય છે! ઑસ્ટ્રેલિયન ક્રિકેટ મૅચોમાં બિકિની પહેરીને પ્રેક્ષક તરીકે બેઠેલી સ્ત્રીઓના પ્રેક્ષક બનવા દોઢ દાયકા પહેલાંના ‘તરસ્યા’ ભારતીયો સવારમાં ચાર વાગ્યે ઊઠીને મૅચ જોતા! અમેરિકા સહિતના આ બધા યુરોપિયન દેશો તો કહેવાતા પરંપરાપૂજકોની નજરે પાપી છે. જ્યાં ઉઘાડેછોગ અંગપ્રદર્શન થાય છે. ચુંબનો થાય છે. ટીવીફિલ્મોઅખબારોમાં ન્યૂડિટી પર સેન્સરશિપ નથી. ફ્રાન્સ કે ઇટાલી તો ‘સેક્સપ્રેશન્સ’ અને ‘સેક્સાઇટમેન્ટ’ (ખરેખર એક્સપ્રેશન અને એક્સાઇટમેન્ટ શબ્દોનો આ સાચો અર્થ ન કહેવાય? 😉 )નાં પિયર ગણાય એવા મહારોમૅન્ટિક દેશો છે! વેલ, બ્રહ્મચર્યને બજરંગબલી જેવી તાકાતનો સોર્સ માનીને અખાડામાં કૂદી પડતા યોગીઓને ભારતનું આટલું જ લાગી આવતું હોય તો ઑલિમ્પિયન્સની ફોજ કેમ એ લોકો તૈયાર નથી કરતા? રોમ, ગ્રીસના જૂના જમાનાથી આજના જમાના સુધી એક સીધોસાદો સંબંધ રહ્યો છે. યુદ્ધ અને રમતગમતમાં એ પ્રજા જ આગળ રહી છે જેનો ‘લિબિડો’ યાને કામુકતા ઉચ્ચ રહી હોય! જ્યાં સ્ત્રીપુરુષોને દેહપ્રદર્શન અને દેહમર્દન એ શરમને બદલે શાનનો ‘વિષય’ રહ્યો હોય!

કદાચ સેક્સ્યુઅલી સેટિસ્ફાઇડ વ્યક્તિઓ કળા, વિજ્ઞાન, રમતગમત કે લડાઈઓના એજેન્ડા પર વધુ ફોક્સ્ડ ઍન્ડ રિલેક્સ્ડ રહીને કામ કરી શકતી હશે! વેલ, બીજિંગ ઑલિમ્પિકમાં ઑફિશિયલી સરકારે જ્યાં ખેલાડીઓ અને એમનો કાફલો રહેતોવિહરતો હોય છે એ ‘ઑલિમ્પિક વિલેજ’માં મફત ૧,૦૦,૦૦૦ કૉન્ડોમ્સ પણ રાખ્યાં હતાં! (અને ૨૦૦૦ની સિડની ઑલિમ્પિકમાં તો આટલાં જ કૉન્ડોમ્સ ખલાસ થઈ ગયા હતા!)

લિંક પર ક્લિક કરી એ મદમસ્ત અંગ્રેજી  લેખમાં વિગતે વાંચો. કોન્ડોમ કંપની ‘ડ્યુરેક્સ’ના ‘પીયર’ એવા બ્રિટનની ૨૦૧૨ ઓલિમ્પિકમાં ૧,૫૦,૦૦૦ કોન્ડોમ્સ અપાશે !   ‘ઑલિમ્પિક વિલેજ’માં રમતવીરો અને વીરાંગનાઓ માટે ફાઇવસ્ટાર સગવડો હોય છે. સિક્યૉરિટીને લીધે પૂરતી પ્રાઇવસી પણ હોય છે અને સ્પૉટર્સ સેલિબ્રિટી ધારે તે બહારના માણસને ઍન્ટ્રી પણ મળે જ. ઑલિમ્પિયનમાંથી હવે સ્પૉટર્સ રાઇટર કૉમેન્ટેટર બની ગયેલા ઈંગ્લૅન્ડના ટેબલટેનિસ પ્લેયર મેથ્યુ સઈદે તો જાહેરમાં વટથી વટાણા વેરી નાખ્યા હતા! મેથ્યુ સ્પેનના બાર્સિલોના ઑલિમ્પિક (૧૯૯૨)માં પ્રથમ વખત ઑલિમ્પિક વિલેજનો મોંઘેરો મહેમાન બનેલો. એની કબૂલાત મુજબ એ વખતે ૨૧ વર્ષનો હતો, એ ૨૧ વર્ષમાં જેટલી વખત સહશયન ન કર્યું હોય, એટલું અઢી અઢવાડિયાંમાં ત્યારે ભોગવેલું!  સ્પેન તો આમ પણ ‘કાછડીછૂટો’ રંગીલો દેશ. 😛

Olympic soccer player, Heather Mitts and her husband, NFL St. Louis Rams quarterback A.J. Feeley, who were married in 2010. In 2004, she was voted ESPN’s Hottest Female Athlete, and a year later, she appeared in Sports Illustrated’s Swimsuit Edition. She’s a two-time Olympic gold medalist and played four matches in the 2011 World Cup.

૧૯૮૮ના દક્ષિણ કોરિયામાં થયેલા સિઓલ ઑલિમ્પિકમાં આજથી ૨૪ વર્ષ પહેલાં બ્રિટનની સ્વિમિંગ ટીમ જ્યાં રોકાઈ હતી એ બ્લૉકની આખી અગાસી વપરાયેલાં કૉન્ડોમ્સથી છવાઈ ગઈ હતી! અને બ્રિટિશ ઑલિમ્પિક ઍસોસિયેશને આ બનાવની ઠઠ્ઠામશ્કરી પછી આઉટડોર સેક્સ (ધ્યાનથી વાંચજો, સેક્સ પર નહીં,  ‘આઉટડોર’ સેક્સ) પર બાન મૂક્યો હતો! શરીરના સ્નાયુઓને ઇચ્છે તેમ વાળી શકે તેવા, અને લાંબો સમય સુધી સ્ટેમિના ટકાવી શકવા માટે તાલીમબદ્ધ યુવા નરનારીઓ દિવસરાત પરિવારની નજર બહાર એકબીજાના સંગાથમાં રહે ત્યાં ‘સેક્સપ્લૉઝન’ ન થાય તો એ ‘સૃષ્ટિ વિરુદ્ધ’નો ક્રમ કહેવાય!

આપણો સોનેમઢ્યો જુવાન અભિનવ ચહેરા પરથી કેવો સૌમ્ય, શાંત, ધીરગંભીર, ડાહ્યોડમરો લાગે છે? પણ આ અભિનવે એના બ્લૉગમાં એની શૂટિંગ ચૅમ્પિયનશિપના એક દિવસ અગાઉ લખ્યું હતું કે, ‘હવે હું સ્પર્ધાના વિચાર કરીને નર્વસ થવા નથી માગતો. આજે આખો દિવસ ઑલિમ્પિક વિલેજમાં લટાર મારીને દુનિયાભરની ખૂબસૂરત યુવતીઓ જોઈને ફ્રેશ થવા માગુ છું!’

જે વ્યક્તિ રમતગમતમાં ઍક્ટિવ હોય એ સરેરાશથી વધુ ઍનર્જેટિક હોય. ને વધુ કિલિંગ ઇન્સ્ટિંક્ટ ધરાવતું એગ્રેશન પણ એનામાં હોય. મતલબ એસ્ટ્રોજન નીતરતી સ્ત્રીઓ અને ટેસ્ટોસ્ટિરોનથી નીતરતા પુરુષો! ઍક્ચ્યુઅલી,માત્ર પુરુષો જ નહીં… કૉમ્પિટિશન અને ઍગ્રેસિવનેસનો મેલ હૉર્મોન ગણાતો ટેસ્ટોસ્ટિરોન ડ્રાઇવ ઊભી કરવામાં ચાવીરૂપ છે. ૧૯૮૦ના દાયકાની મધ્યમાં પૂર્વ જર્મની (તત્કાલીન)માં સામ્યવાદી શાસને પોતાની મહિલા ઍથ્લીટ્સને ‘ડોપિંગ’ કરાવી, પર્ફૉર્મન્સ સુધારવા એન્ડ્રોજેનિક સ્ટિરોઇડસ આપેલા. નૉર્મલ ગર્લ દિવસમાં અડધો મિલિગ્રામ ટેસ્ટોસ્ટિરોન હૉર્મોન પેદા કરે પણ આ ડ્રગ્સ પછી જર્મન ખેલાડીઓમાં ૩૦ મિલિગ્રામ ટેસ્ટોસ્ટિરોન દિવસમાં પેદા થવા લાગ્યો અને રિપૉટર્સ મુજબ સ્વિમિંગ ઍથ્લેટિક્સ સિવાય એમની દેહભૂખ પણ આઉટ ઑફ કંટ્રોલ થઈ ગઈ!

સ્પોર્ટ્સમાં ચાર્લ્સ ડાર્વિનનો ‘સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ’નો પ્રિન્સિપલ લાગુ પડે છે. ઉત્ક્રાંતિના ભાગરૂપે બેસ્ટ ઍન્ડ ફિટેસ્ટ બૉડી તરફ આકર્ષણ સ્વાભાવિક છે. બેટર જિન્સ ફોરવર્ડ કરવાની એ નેચરલ ‘ગેઇમ’ છે! એક લેટેસ્ટ સર્વે મુજબ જે ઘરની બહાર રહેતા હોય એવા પુરુષોના સ્પર્મ કાઉન્ટ (શુક્રાણુઓની સંખ્યા) ઇજેક્યુલેશન દીઠ ૩૮૯ને બદલે ૭૧૨ મિલિયન યાને ડબલ થઈ જાય છે!

આપણે સેક્સને છી છી કરવાની લાહ્યમાં ફક્ત તેના નેગેટીવ પોઈન્ટ્સ પર જ ફોકસ કરીએ છીએ. તેના સદાબહાર શુદ્ધ કુદરતી ફાયદાઓ તરફ તો ધ્યાન આપતા જ નથી ! ઇ. પૂ. ૩૦૦ માં ફિલોસોફર હો કુંગે કહેલું કે ‘માણસ જેટલું વધુ સંવનન કરે, એટલો વધુ ફાયદો મેળવે’. અહી તો એથી પણ પ્રાચીન કામસૂત્રના દેશ તરીકે ઓળખવામાં પણ શરમ આવે છે. આયુષ્ય અકળ હોવા છતાં ઘેલા ઘનચક્કરો એને સેક્સ સાથે જોડે છે.

માઈકલ જેક્સન મરે, તો કહે ‘જોયું, કામુક બહુ હતો એટલે વહેલો ઉકલી ગયો!’ એમ તો બ્રહ્મચારી સ્વામી વિવેકાનંદ ૩૯ વર્ષે જ ગુજરી ગયા હતા! અને એકદમ રંગીનમિજાજ ખુશવંતસિંહ કે હુસેન કડેધડે ૯૫ કુદાવી ચુકેલા! ક્રિકેટ ટીમનું લીક થયેલું ડોઝીએર સાવ હવામાં ગોળીબાર નહોતો. વૈજ્ઞાનિક સંશોધનોમાં નિરંતર એ પુરવાર થયું છે કે તાણ-દબાણ વિના મુક્ત મને સ્વસ્થ, તંદુરસ્ત, પ્રેમાળ, મજેદાર સેક્સ નિયમિત માણવામાં આનંદ ઉપરાંત ના આરોગ્યના ફાયદા અપરંપાર છે.

સેક્સમાં ઓર્ગેઝમ પહેલા ઓક્સીટોસીન હોર્મોનનું લેવલ સામાન્યથી પાંચ ગણું વધી જાય છે. જે એન્ડ્રોફિન જેવું દર્દશામક રસાયણ રીલીઝ કરે છે. જેથી પેઈનકિલર જેવી પ્રાકૃતિક રાહત મળે છે. (આધાશીશી કે સંધિવા હળવા થઇ જાય !) સેક્સ ને લીધે સ્ટ્રેસ તો ઘટે જ છે ( ભારતમાં તો જુવાનીયાવ ને કોઈક જોઈ જશે તો ની બીકે વધે પણ ખરો, હો !), પણ એ યોગ્ય માત્ર માં નિયમિત માણવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ પણ વધે. ‘ઈમ્યુનોગોબ્યુલીન એ’ નામનું એન્ટીબોડી વધતા ફ્લુ જેવા રોગો સામે રક્ષણ પણ મળે. સપ્તાહ માં સરેરાશ ૨-૩ ઓર્ગેઝમ અનુભવતા માનવીઓમાં ‘ડીહાઇડ્રોએપિઆન્ડ્રોસ્ટીરોન’ નામ નો એન્ટીડિપ્રેસન્ટ હોર્મોન ઝરે છે. જે કોષને રીપેર કરે છે. ત્વચાને ચુસ્ત રાખે છે. બ્રિટનમાં થયેલા સર્વેક્ષણ મુજબ આવા લોકો બીજા કરતા લાંબુ જીવે છે!

સેક્સ ને લીધે રુધિરાભિસરણ (બ્લડ સરક્યુંલેશન) વધે છે. જેથી થાક ઘટે છે. મગજ ને તાજો લોહી નો પુરવઠો મળે છે. સરસ સેક્સ પછી મસ્ત નીંદર આવે છે. અને નિરાંતવી ઊંઘ ખુદ બહુ મોટો ઔષધીય ઉપચાર છે! અઠવાડિયા માં બે કે વધુ વખત શય્યાસુખ માણનારા પુરુષો માં હાર્ટ એટેક નું જોખમ અડધું થઇ જાય છે એવું ૨૦ વર્ષ ના રીસર્ચના અંતે પુરવાર થયું છે! એવું જ તારણ પ્રોસ્ટેટ કેન્સરના દર્દીઓ માટે મેડીકલ સાયંસ કાઢે છે. નિયમિત ‘ઇજેક્યુલેશન’ થી પુરુષો આ કેન્સરનું જોખમ ઘણું ઘટાડી શકે છે. ત્રીસ મીનીટનો ફોરપ્લે સહીત નો સેક્સ ૮૫ કેલેરી ઘટાડે છે, ને આ પ્લેઝર એકસરસાઈઝ હાડકા તથા સ્નાયુને પીડા વિના મજબૂતી આપે છે. સરસ સેક્સ માણવા માટે પણ સાહજિક રીતે શરીર ફીટ રાખવા નો ઉન્માદ જાગે છે, જે રમત ના મેદાનથી રણમેદાન સુધી વ્યક્તિને પરાક્રમી બનાવે છે. અર્જુન કે ભીમ કઈ અમસ્તા જ જ્યાં જાય ત્યાં મોહિત અર્ધાંગીનીઓ મેળવતા હતા? ઈમોશનલ ઇન્ટિમસીનું ફીઝીકલ હિલીંગ પણ થાય છે.

તર્ક જે લડાવો તે, ઈતિહાસ સાક્ષી છે કે યોદ્ધાઓ અને રમતવીરો હમેશા સેક્સ ના ફોર્સમાંથી જ પ્રગટે છે.ભારતના એક યુગ પછી સતત પરાજિત થવાનું કારણ પણ આ જ છે. જેમ વિલાસનું અતિરેક પતન નોતરે, એમ સાવ નિર્મોહી, ત્યાગી, સંતોષી, મોક્ષમુમુક્ષુ જીવને વિજયની ભૂખ જ ના હોય, તો પરફોર્મન્સ ક્યાંથી બતાવે?

શક્તિની પ્રેરણા વિનો સમાજ માયકાંગલો બને. ‘ઇન્ડોર’ ગેમ્સમાં જે ‘જોયફૂલ’ એ જ ‘આઉટડોર’ ગેમ્સમાં વધુ ‘પાવરફુલ’!

ઝિંગથિંગ:

The London Olympics will be about tests of strength and endurance … between the sheets.

Tales of shenanigans at the living quarters for 10,000 super-fit young men and women have always abounded, and these games don’t look as if they will be any different. Thousands of free condoms will be available.

U.S. women’s soccer star Hope Solo recently dished about serious partying at Beijing, and some athletes say they can hardly wait.

“The Olympics is the height of your career, so you might do some things you don’t usually do,” British beach volleyball player Shauna Mullin said with a giggle recently.

Most, like Mullin, will restrain from going too far. But there’s no need to be prudish, according to the man overseeing the health of the Brazilian team.

“(Sex) is common at the Olympics. It’s necessary. It’s natural,” Dr. Joao Olyntho Machado Neto said. “If you are going to be healthy people, why not make sex? … Brazil is very tolerant with sex as a country. We don’t have Victorian minds and we’re not religious.”

Ivory Coast swimmer Kouassi Brou was one of the youngest competitors in Beijing at 16, but now he’s ready for some Olympic love.

“In 2008 I was so young and so shy, so I didn’t interact with the women,” the 20-year-old Brou said. “But now I’m a big man. So I can try. I will try.”

Solo recalled seeing competitors having sex out in the open in Beijing.

“On the grass, between buildings, people are getting down and dirty,” the 2008 gold medalist told ESPN The Magazine recently.

Still, her revelations startled some athletes.

“It’s not something I’ve seen at all. … Maybe I wasn’t up on the right nights,” Australian canoeist Warwick Draper said.

Wild parties are not new. Many athletes are delighted to unwind in the privacy of the Olympic village, where the outside world is excluded.

Maybe the amorous couples Solo spotted outdoors in Beijing had the right idea.

Fitting just one person into the beds provided for Olympians in London is proving to be a problem. They’re only 5 feet, 8 inches long!

( from hamptonroads.com )

 
41 Comments

Posted by on July 29, 2012 in entertainment, india, youth

 
 
%d bloggers like this: