આજે કેલિફોર્નિયાના ફ્રિમોન્ટ ખાતે રેડિયો જિંદગીના જાગૃતિ દ્વારા હોસ્ટ થતાં શોમાં મારાં કેટલાક ફેવરિટ સોન્ગ્સ સાથે પવિત્ર શ્રાવણ અને રમઝાન (રમાદાન) ની વધામણી આપી શ્રોતાઓને. કાલે સરસ કાર્યક્રમ છે અહીં, એ વિગત વંચાઈ ગઈ હશે આ પોસ્ટમાં.
યાદ આવ્યું કે બ્લોગબડીઝને પણ આ બેઉ મહિનાઓના આરંભે કશુંક વહેંચીએ.
તો લો સાંભળો, શ્રાવણને અર્ધ્ય અને રમઝાનને સલ્લામી આપતા બે ગીતો. ‘બનારસ’ના શ્રેયાએ ગયેલા અદભુત ગીતમાં સંગીતકાર હિમેશનું બેનમૂન અને ભારતની સંગીતસંસ્કૃતિથી છલોછલ વાદ્ય-આલાપ સંયોજન વગર વરસાદે તરબોળ કરે એવું છે. તો નવા દીવારની કવ્વાલી સાચા ઈમાનના કંટકછાયા પંથ પર ચાલવાનો જોસ્સો ભરી દે એવી છે. બંને રચના જોવા કરતા શાંત ચિત્તે સાંભળવા જેવી છે.
બંને હું તો વારંવાર સાંભળું છું, આજે તમારો વારો.
સદબુદ્ધિ અને સત્કર્મ મુબારક રહે એવી પ્રાર્થના.