RSS

બ્લોગ બર્થ ડે ! :)

10 Jun

લગભગ આવા જ સમયે બરાબર એક વરસ પહેલા ઉતાવળે વર્ડપ્રેસ ખોલીને બેઠો હતો. જસ્ટ બે-ત્રણ કલાક પહેલા જ બ્લોગિંગ આવડતું ના હોવા છતાં ઝનૂનમાં આવી ખાતું ખોલાવ્યું હતું. જે સુઝ્યું તે નામ ને ટેગલાઇન રાખી હતી. આમ તો મારી એક સાઈટનું વર્ષોથી પ્લાનિંગ કરતો હતો, પણ આ બ્લોગ તો સાવ અનાયાસ જ શરુ થઇ ગયો !

આજે બ્લોગને એક વરસ પૂરું થાય છે, એનો હેપ્પીવાલો બર્થ ડે છે. અને આપ બધાની દુઆથી બ્લોગ ગુજરાતીનો નંબર વન બ્લોગ બની ગયો છે. અને નંબર વન એ તો ખરું, પણ કેવો નંબર વન? એમાં ઊંડા ઉતરવું  ય બહુ રસપ્રદ છે. ઈનફેક્ટ, કશુંક સ્પેશ્યલ કરી એક લાંબી પર્સનલ પોસ્ટ પણ સાથે જોડવી હતી…

પણ, ધાર્યું ધણીનું થાય. હમણાં સખત કામમાં હોઉં છું. ફ્રેશ થવા કંઇક શેર કરવા ઓનલાઈન આવું તો ય કેટલાક લોકો એકની એક સાવ ફાલતુ ચર્ચાએ ચડે છે, કે પોતાના કામ લઇ હાજર થાય છે. એટલે એ ય ઘટાડી નાખ્યું છે. બે પુસ્તકોનું કામ ધમધોકાર ચાલે છે, ને એ કોઈ પ્રકાશક વિના જાતે જ છાપતો હોઇને, એ પણ અમુક આગ્રહો સાથે જ- હું ય ઘણું શીખી રહ્યો છું. સારા કામમાં સો વિઘ્ન જેવું છે. 😛

અને પ્લેનેટજેવીની બર્થ ડે પાર્ટી બાજુએ મુકવી પડે તેમ છે. આજે સવારે ૧૦ વાગે જુનાગઢમાં ‘મિલન’ સાહિત્ય સંસ્થાના ૫૦ વર્ષ પુરા થતા હોઇને મારા પપ્પાનું સન્માન છે , એક જમાનાના એની બુનિયાદી બાગ્ડૌર એ સંભાળતા એ ન્યાયે. એટલા માંડ થોડા કલાકોની ઊંઘ લઇ જુનાગઢ પહોંચવાનું છે. રિયલ લાઈફ પહેલા, વર્ચ્યુઅલ લાઈફ પછી- એ મારો સિધ્ધાંત છે. માટે ‘શાંઘાઈ’ પણ જોઈ આવ્યો છું મિત્રો સાથે અને નંબર વન બ્લોગના બર્થ ડે કરતા મારાં બાપનું એના પ્રિય વતનમાં સન્માન થશે, એ મારાં માટે વધુ ખુશીની બાબત છે. ગોડ બ્લેસ હિમ કે, હું હજુ આમ ને આમ એમની તંદુરસ્ત હાજરીથી ધન્ય થતો રહું ! 🙂

જો ફુરસદ મળશે તો બીજી વાર હાજર થઈશ. નહિ તો , બિલેટેડ BD ફુંકીશું 😉

પણ હા, એક સાષ્ટાંગ દંડવત મારાં અતિપ્રિય હુસેનસાહેબને ! એ ના હોત તો આ બ્લોગ જ ના હોત ! ૯ જૂનના એમના નિધનના સમાચાર થી છાતીમાં ભરાયેલો ડૂમો ઠાલવવા જ એક અંદરથી ઉઠેલા ધક્કામાં ફેસબુક પર મારાં લેખો પોસ્ટ ના થતા, આ બ્લોગ શરુ કરેલો. મને તો કલ્પના પણ નહિ કે એ આવા વિજયવાવટા લહેરાવશે ને અનિયમિત હોવા છતાં હું આટલું બ્લોગિંગ કરીશ ને આટલી વિઝિટસ મળશે ! એ ઓલિયાના જ આ છુપા આશીર્વાદ છે, મને જતા જતા વગર મળ્યે, દુર્ બેઠે એમણે આપેલી આ લાઈફટાઈમ ગિફ્ટ છે. જો હુસેન ના હોત, તો આ પ્લેનેટજેવીનું અસ્તિત્વ જ ના હોત ! હું વર્ષોથી તો સતત ટાળતો જ હતો આ ! પહેલી જ પોસ્ટમાં એક વરસ પહેલા એમના પર મુકેલા ત્રણ લેખને એમની વિદાય બાદ લખેલા બે લેખથી અપડેટ આંખો દુખે છે, ને હાથ થાક્યા છે, ત્રણ દિવસથી ઉજાગરો છે એટલે ઝોકાં આવે છે.. તો ય અત્યારે  કરી નાખી છે. હવે એ સંપૂર્ણ પાંચ લેખ એક સાથે અહીં વાંચી શકાશે. અને જે સહૃદય અને સજ્જ ભાવક છે, એને એ નિરાંતનો સમય કાઢી, ખુલ્લું ભાવભીનું મન રાખી  એકી બેઠકે વાંચવાથી આગવી અનુભૂતિ થશે. મને લખતી વખતે થઇ છે. એ ૯ જુને સ્મૃતિશેષ થયા, ને ૧૦ જુને આ બ્લોગના ઓફિશ્યલ સિમ્બોલ તરીકે એમના જ એક (સત્તાવાર રીતે મળેલા ચિત્રથી, નેટ પરથી ડાઉનલોડ કરેલા નહિ) ચિત્રમાં આજે ય  જીવંત છે. મને ખબર છે, ઘણાને એમની એલર્જી છે, પણ આ બ્લોગ એ મિત્રો થકી નથી, હુસેન થકી છે. સલામ સર.

જૂનાગઢ હો તો પપ્પાના સન્માન કાર્યક્રમમાં આવજો.. કાર્યક્રમનું કાર્ડ શોધવાની ય હવે ત્રેવડ નથી. પણ એ વગર આવી જ શકાશે.  આહીર છાત્રાલય, ટીંબાવાડી રોડ પર પાસે એ કાર્યક્રમ છે. ‘મિલન’ ના કોઈ સાહિત્યપ્રેમી મિત્રને પુછશો તો ખબર હશે. સવારે ૧૦ પછી.

ત્યાં સુધી વધુ એક વાર બધાને પપ્પીઝ એન્ડ જપ્પીઝ. આવા પ્રેમમાં તરબોળ રાખવા બદલ. ને કાન પકડીને સોરી, એક વરસની સફરમાં કોઈનું દિલ દુખવ્યું હોય તો, દિમાગની કઢી ભલે થાય, દિલનો દૂધપાક મીઠો રાખજો ! હું તો આવો જ છું – બોલ્ડ માનો કે જીદ્દી, તોછડો માનો કે ઘેલો…એડલ્ટ મેન બાય બોડી, ચાઇલ્ડ બાય સોલ 🙂 માનવા કરતા માણવાનું રાખશો તો જિંદગી પ્લેઝન્ટ સરપ્રાઇઝીઝ આપતી રહેશે….

ને આ એક વરસના બ્લોગબચુડિયાને આમ જ રમાડતા રહેજો :-“

 
77 Comments

Posted by on June 10, 2012 in personal

 

77 responses to “બ્લોગ બર્થ ડે ! :)

 1. jaychirag

  June 10, 2012 at 4:35 AM

  Congrats…

  Like

   
 2. ek gujarati

  June 10, 2012 at 4:46 AM

  Congratulation ,,,,,,,

  just one request if possible please upload old articals which you wrote in old ” Spectrometer” ” anavrut”

  Like

   
 3. Valibhai Musa

  June 10, 2012 at 4:59 AM

  ભાયા, પ્રથમ બ્લોગવર્સરિ ઉપર અભિનંદન.પ્રથમ જ વર્ષ અને ચાર લાખ જેટલી હીટ્સ એ આપનાં લખાણો અને આપની લોકપ્રિયતા સૂચવે છે. લગે રહો જયભાઈ!

  Like

   
 4. jjkishor

  June 10, 2012 at 5:33 AM

  બ્લૉગ–બેબીને જન્મદિન મુબારક; હુસેનજીને મીઠાં સ્મરણ અને જૂનાગઢના ‘કાર્યક્રમ–નાયક’ પિતાશ્રીને માટે વંદન સાથે,

  તમને આજના દિવસે અનેકાનેક શુભેચ્છાઓ !!

  Like

   
 5. dipali shah

  June 10, 2012 at 6:15 AM

  blog mate subh kamna..tamara blog na nimit ame pun che ame badha vachako badh vati subhkamana……..

  Like

   
 6. નીતિન ભટ્ટ

  June 10, 2012 at 6:27 AM

  બ્લોગના પ્રથમ બર્થડે પર શુભેચ્છા.. આ બ્લોગ દ્વારા અનેક વિષય પર રસપ્રદ,સરળ ભાષામાં સુસંગત માહિતી મળે છે તે લાંબા ગાળા સુધી ચાલુ રહે તે પ્રાર્થના.

  Like

   
 7. dipikaaqua

  June 10, 2012 at 8:21 AM

  Happy Birthday to planet JV and to angel’s advocate too!!! 🙂
  I have subscribed to the updates of the blog before 6 mnths and read this full article first. Classic one!! Love to spend maximum time on the blog and now to give my cmnts too…
  All the best for ur upcoming books n gr8 that u r playing both of the roles!! wishes to ur papa on our behalf too!! 🙂

  Like

   
 8. Nirav

  June 10, 2012 at 8:56 AM

  O Welcome Hain Jee Apna Hi Blog Hain
  O Internet Ka Vada Geet Hain Jee

  Oye JV jv Oye, O jV Oye .

  ઓયે …… મુબારકા , તેનું ભી ઔર તેરે પાપાજી કો ભી …….

  બધા જ લોકો ને E – mail થી કેક મોકલી આપશો …

  Like

   
 9. Manish

  June 10, 2012 at 8:56 AM

  Congratulation, and Thank you very much for all……..

  Like

   
 10. Siddharth Chhaya

  June 10, 2012 at 9:20 AM

  બ્લોગીંગ એ ખરેખર દિલ માં ભરાયેલા ‘ડુમાઓ’ ને સારી રીતે કાઢવા નો ઉત્તમ ઉપાય છે. હું લગભગ ૮-૯ મહિના થી બ્લોગ્ઝ લખું છું એટલે મને આ બાબત નો ખ્યાલ છે. તમે બ્લોગ બર્થ ડે નો નવો વિચાર ઉભો કર્યો હવે મારે પણ દર ૨૬ મી જાન્યુઆરી એ મારી બ્લોગીંગ સાઈટ નો બર્થ ડે ઉજવવો જ રહ્યો.

  તમારા બ્લોગ ના બર્થ ડે એ આપ બન્ને ને હાર્દિક શુભકામનાઓ 🙂

  ‘પપ્પા’ ને પણ ખુબ ખુબ શુભેચ્છાઓ

  Like

   
  • Kunjal D Little Angel

   June 10, 2012 at 11:19 PM

   chhaya bhai.. like this word.. BLOG na PAPA ❤ ne abhinandan !

   Like

    
 11. SagarBhuva

  June 10, 2012 at 9:22 AM

  Happy birthday to blog , this blog is really useful and super dooper interesting to all guajratian in many ways….. thank you for creating this blog..

  Like

   
 12. HIREN MAKWANA

  June 10, 2012 at 9:34 AM

  Happy Birthday to Hussain Saab and PlanetJV

  Like

   
 13. Minal

  June 10, 2012 at 9:35 AM

  Happy Birthday “Blogbachudia”! 🙂
  Many many congratulations and best healthy long life wishes to your father. Keep writing The Best and savor us. 🙂

  Like

   
 14. Kp

  June 10, 2012 at 9:39 AM

  Dear Mr. JV,
  Congratulations..! I wish a Happy Birthday to Planet JV.
  U actually deserve this admiration because u have made the Gujaraatis(especially youngsters) read ur blogs.
  Reading is essential for healthy thinking n u r doing a greater job.
  I hope u will carry on this missionary work.
  Regards………..Kp

  Like

   
 15. ashish

  June 10, 2012 at 9:43 AM

  congratulation ..happy b’day to blog-baster ..:)

  Like

   
 16. gopal Gandhi

  June 10, 2012 at 9:44 AM

  JV na hot to jindagi ane samaj nu ek pasu na joi sakya hot

  Like

   
 17. Vimal

  June 10, 2012 at 9:56 AM

  Happy Birthday 🙂

  Like

   
 18. manank

  June 10, 2012 at 9:58 AM

  Mubaraq

  Like

   
 19. Kartik

  June 10, 2012 at 10:01 AM

  હેપ્પી બર્થ ડે ટુ પ્લેનેટ જે.વી. 🙂

  Like

   
 20. Envy

  June 10, 2012 at 10:05 AM

  Baby ‘J’ ko pyaar bhara pappi aur zappi.
  Your stamp is visible in posts here too and will scale new heights too.Best wishes for the new books also.

  Like

   
 21. Jignesh Majithia

  June 10, 2012 at 10:49 AM

  Happy Birthday To The Super Duper Hit Gujarati Blog………
  Long Live JV & Long Live This Blog……….

  Like

   
 22. Kinjal Panchal

  June 10, 2012 at 11:11 AM

  ~ Congrats dear……. 🙂

  Like

   
 23. Dhanvant Parmar

  June 10, 2012 at 11:13 AM

  Congrats.. jaybhai.

  Like

   
 24. jayteraiya

  June 10, 2012 at 11:17 AM

  It’s not getting older, It’s getting better.

  Like

   
 25. jaydeep parmar

  June 10, 2012 at 11:23 AM

  Congrats.. jaybhai…….
  aje aapni kolm vach vani bhumaza avi aap ni kolm vach va j news pepear mangavu chu…

  Like

   
 26. farzana

  June 10, 2012 at 12:00 PM

  Duniya no one n only Planet jeno bday FB par celebrate thai rahyo chhe………shabdona shangaar vade PlanetJV har hamesh chamkto rahe ane pitalbhejaaonu grahan aa Planet ne kadi na lage evi heartly wishes……..;-);-)…………. Long updating PlanetJV :-P:-P:-D

  Like

   
 27. Maharshi Shukla

  June 10, 2012 at 12:14 PM

  Heartly congratulation …………..

  Like

   
 28. SHAKIL MUNSHI

  June 10, 2012 at 12:45 PM

  “હેપ્પીવાલા બર્થ ડે” મુબારક,

  Like

   
 29. jigisha79

  June 10, 2012 at 1:00 PM

  i joined late but still …….party party party party … !!! 😀

  Like

   
 30. parikshitbhatt

  June 10, 2012 at 1:13 PM

  અનેક શુભેછાઓ અને અંતરથી અભિનંદન…આ બ્લોગ થકી તમને કદાચ ખબર હોય; કે મારા જેવા એક સામાન્ય માણસ સુધી તમે કેવી રીતે કેટકેટલું નવું-નવું પિરસો છો;નવી દુનિયા બતાવો છો, જેના થકી અમે પણ આ બધું જાણી અને માણી શકીએ છીએ…માટે જ; મારા જેવા લોકો માટે આ બ્લોગ- નિરંતર આમ જ આગળ વધે-વધતો રહે…અને તમે કાયમ આમ “ગમતા નો ગુલાલ” કરતા રહો; સફરમાં અનેક મુકામો/પડાવો/વળાંકો આવશે; હમસફર નવા આવતા રહેશે અને કદાચ કોઈ કારણસર જુના અલગ પડશે;પણ
  કારવાં આગે હી આગે ગુઝરતા રહે;નયી મંઝિલે ઢુંઢતા રહે,
  મિલેગી નયી દુનિયાં બહોત,હર કદમ પે ઍ હમસફર,
  લેકિન આપકા-હમારા સાથ યૂંહી ચલતા રહે…
  આમિન…

  Like

   
 31. pinal

  June 10, 2012 at 1:26 PM

  kuchi muchi buchi . lu lu lu lu buchu buchu buchu happy birthday sweetu
  nana baby

  Like

   
  • Kunjal D Little Angel

   June 10, 2012 at 11:34 PM

   Like

    
 32. Nitin Chotai

  June 10, 2012 at 1:32 PM

  ” તો, દિમાગની કઢી ભલે થાય, દિલનો દૂધપાક મીઠો રાખજો ! હું તો આવો જ છું – બોલ્ડ માનો કે જીદ્દી, તોછડો માનો કે ઘેલો…એડલ્ટ મેન બાય બોડી, ચાઇલ્ડ બાય સોલ માનવા કરતા માણવાનું રાખશો તો જિંદગી પ્લેઝન્ટ સરપ્રાઇઝીઝ આપતી રહેશે….”===== વાહ વાહ જયભાઈ આજ અને આવાજ વાક્યો થી આપ મારા જીગરી બન્યા છો ===નીતિન ચોટાઈ ( સરલ) રાજકોટ

  Like

   
 33. jignesh rathod

  June 10, 2012 at 1:37 PM

  very nice…

  Like

   
 34. Chintan Oza

  June 10, 2012 at 1:50 PM

  Happy Birthday to planetjv..and lots of love to u sir..thanks for such wonderful gift of lifetime…enjoy…uncle ne pan amara vati khub khub abhinandan.. 🙂

  Like

   
 35. Manoj Khatri

  June 10, 2012 at 1:56 PM

  Congratulation

  Like

   
 36. Nikul H. Thaker

  June 10, 2012 at 2:00 PM

  HAPPY B’DAY “PLANET JV”

  Like

   
 37. kinjal

  June 10, 2012 at 2:21 PM

  happy b’day planetjv and if i have time i come to junagadh

  Like

   
 38. ashwinahir

  June 10, 2012 at 2:23 PM

  …..a Rejuvenating young Adult!!

  Like

   
 39. harsh

  June 10, 2012 at 2:57 PM

  very very congratulations for completion of one year… and best of luck for future…!!! May the almighty bless you with the great heights of success …..

  Like

   
 40. Dr Mehul Parmar

  June 10, 2012 at 3:47 PM

  congrats…
  lot of thnx to you and M.Hussain.
  tamara articles/blogs ‘repeat value’ vala hovathi jyare pan koi article or koi subject yad ave tyare tena upar no tamaro article mari pase rahela tamara anek articles na collection ma thi vanchvani habit 6 j, je blog par easily vanchi shakay 6.
  bunch of wishes to reach new heights…
  and ‘rehna tu jaisa hai tu…’ 🙂

  Like

   
 41. Dr Mehul Parmar

  June 10, 2012 at 3:48 PM

  congrats…
  lot of thnx to you and M.Hussain.
  tamara articles/blogs ‘repeat value’ vala hovathi jyare pan koi article or koi subject yad ave tyare tena upar no tamaro article mari pase rahela tamara anek articles na collection ma thi vanchvani habit 6 j, je blog par easily vanchi shakay 6.
  bunch of wishes to reach new heights…
  and ‘rehna tu jaisa hai tu…’

  Like

   
 42. shimmeshine

  June 10, 2012 at 4:46 PM

  You have been an inspiration for my blogging adventure. So dear JV, a very happy birthday to my “Pitamah” kind of blog – PlanetJV

  Like

   
 43. pinu007

  June 10, 2012 at 5:11 PM

  many congo…

  Like

   
 44. Jani Divya

  June 10, 2012 at 5:26 PM

  Congrats Jaybhai!!

  barobar yaad che tame Fb notes ma Hussain saheb na lekh upload kari rahela ne ema pacha thodik bak bak karta udhami allergic jiv ne jawaab api rahela hata!!. raate 2 lekh adhura mukela tyare koi e suggest karelu ke blog banavo!! it is high time to have such one!! waah aaje aa Planet JV one year no thai gayu!! How quick time passes!! Again aa planet par thi ghanu gyaan vadhyu che!!
  knowledge, personal, philosophy, entertainment and fun!! gujrati thali ma je prakar nu diversification jova made ditto evuj aa planet JV nu che!! juna article nu JV-Fied version and interesting slideshows is the best thing on this planet! {ghana article index ma joy ne pan khabar padi jaay ke under content shu hase!! ;)}

  again heartily thanks for sharing your precious time and things here on this blog!! i think there should be definately some bday celebration as 1st year is always momentous whether child,maaraige aniversary , vehicle or even blog!!!

  a soothing time ahead!!

  Like

   
 45. મુર્તઝા પટેલ

  June 10, 2012 at 6:13 PM

  જે.વી નો બ્લોગ….જેવી રીતે હોય…જોવા જેવો છે…જય હો જય !

  Like

   
 46. Abhishek Raval

  June 10, 2012 at 7:01 PM

  Congrats JV sir.

  Like

   
 47. Jitatman Pndya

  June 10, 2012 at 7:02 PM

  અભિનંદન અભિનંદન જનમદિવસ ના અભિનંદન [આવું કાક ગવાતું.. :P]..
  ને અમારી સ્કૂલમાં બોલાવતા એ પ્રમાણે હું લખું છું.. “શતમ જીવો શરદમ્”..
  જુગ જુગ જીવો.. [ને મજેદાર કસ્તુરી ચાય પીવો.. :D]

  Like

   
 48. rashmi

  June 10, 2012 at 7:59 PM

  many many congrats….JV

  Like

   
 49. Simon Philip

  June 10, 2012 at 8:05 PM

  Heartiest congratulations to you. You are a writer which is plain, true to oneself and without any element of sycophancy. Salute to you. Long live you and long live your blog.

  Like

   
 50. vishal jethava

  June 10, 2012 at 9:22 PM

  આ અધભૂત રંગીન cosmos of chaos મારી માટે એક એન્સાઈક્લોપીડિયાની ગરજ સારે છે!
  હેપ્પી બર્થ ડે ટુ પ્લેનેટ જે.વી…
  અહિયાં વસ્તીમાં વધારો થતો રહે એવી શુભેચ્છાઓ! 😛 😀

  Like

   
 51. Shripali Rathod

  June 10, 2012 at 11:09 PM

  Wow JV that was very touchy………Hey wish u all the best for another inning. Shower your thoughts more and more…….in between take care of your health….you are very precious.

  Like

   
 52. bansi rajput

  June 11, 2012 at 12:24 AM

  Happy birthday to planetJV…………………:)

  Like

   
 53. Ami Dhola

  June 11, 2012 at 12:51 AM

  Congratulations…!!!
  Many many Happy Returns Of the Day…!
  “Happy Birthday BLOG”

  Like

   
  • Ami Dhola

   June 11, 2012 at 12:52 AM

   🎂

   Like

    
 54. Shivani Thakkar

  June 11, 2012 at 12:56 AM

  Ohhhhhhhhhh 😦
  Sorry, i was very busy so wish karvama thodi late thai gai chhu….. 😦

  but kai nai…,
  My Well Wishes Are Always With You Jay Sir… 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂

  Ane aa 1 varsh na “blog-bachudiya” ne mara taraf thi lots of puppppiiieezzz & juppppiiiieeezzzzz 😉 😀
  Belated HappyWala Birthday 😀

  Like

   
 55. Shivani Thakkar

  June 11, 2012 at 12:59 AM

  Many Many Congratulations To You JV Sir !!! 🙂

  Like

   
 56. Shivani Thakkar

  June 11, 2012 at 1:04 AM

  aapna pappa ne pan khub-khub abhi’nandan… 🙂
  God Bless him 🙂

  Like

   
 57. Mahendra

  June 11, 2012 at 7:30 AM

  Congrats to planet Jaybhai.

  Like

   
 58. Heena Parekh

  June 11, 2012 at 10:30 AM

  ખૂબ ખૂબ અભિનંદન.

  Like

   
 59. HEMANT

  June 11, 2012 at 10:57 AM

  ABHINANDAN .

  Like

   
 60. miral kothari

  June 11, 2012 at 11:13 AM

  happy belated BD 🙂 to our “laadlo” baby blog…

  Like

   
 61. Vaishali Devani

  June 11, 2012 at 1:13 PM

  Congrats to you and yr father. I have subscribed yr post before 1 month …but must say apperciate your writing skill and just love to read yr blog…

  Keep writing…and waiting for your upcoming books.

  Like

   
 62. Nimish

  June 11, 2012 at 2:51 PM

  Congratulations..

  Like

   
 63. Manisha Shah

  June 11, 2012 at 2:57 PM

  many congrats on 1st birthday

  Like

   
 64. Amit

  June 11, 2012 at 3:38 PM

  3 divas late karyu hot to maro birthday avi jat

  Like

   
 65. gaurang

  June 11, 2012 at 3:41 PM

  એડલ્ટ મેન બાય બોડી, ચાઇલ્ડ બાય સોલ

  Like

   
 66. Parth Veerendra

  June 11, 2012 at 7:16 PM

  wish u hpy bday nd many hpy returns of such day planetjv.hussain saheb thaki a blog che ane a blog thaki mara jeva kai ketla bhavko che.atle hussain saheb ne amara pan khub khub pranam.blog emna lidhe che mate emna to runi thai gya.love u dilse,hmesha(tamaraj shbdo che:P) JV.hats off …warm hug ..aur ek solid salam JV ke nam.

  Like

   
 67. janamtrivedi

  June 11, 2012 at 8:00 PM

  me wordpress ma account banavyu teno JASH aapne jaay 6… etle j me tamaro and ,maro pic rakhyon 6… thanx for ur knowledge tht u share here… 🙂 congrats..

  Like

   
 68. Anila Patel

  June 11, 2012 at 8:42 PM

  Very very happy blog aniversary. Ek varshnu baby paa paa pagali kare-bhare ane kalughelu bolataa shikhe pan aa ekaj varshnu baby olympic running champio,Gold medalist thai gayu ane bolavamaa maandhaataaoney paachhal paadide, aavi pari-pakvatani aushadhi kaya vaidy pasethi prapt thay?Anyway, khoob khoob dhany vad ……

  Like

   
 69. swati paun

  June 13, 2012 at 2:31 AM

  b lated happy birth day 2 planetjv………….n god bless u sir……….wish karvama late 6 but may b planetjv read krvama etly late nathi eno anand n index to 6j…………congretz sir

  Like

   
 70. Salil Dalal (TORONTO)

  June 17, 2012 at 4:31 AM

  Belated Happy Birthday to PlanetJV!!
  -Salil Dalal

  Like

   
 71. nisarg desai

  June 17, 2012 at 3:46 PM

  @SALIL DALAL
  – KAHA CHALE GAYE HO AAP,Gujarat Samachar ni Fillam chillam pahela jevimaza nathi aavti,

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: