RSS

Daily Archives: June 7, 2012

જાવેદ કી જબાની : મુલ્ક ઔર મ્યુઝિક કી કહાની

ગઈ કાલે ગુજરાત અને આજે મુંબઈમાં છપાયેલા અનાવૃત (લિંક ) ના મૂળ અન એડિટેડ એવા જાવેદ અખ્તરના કોઈ વાંચન વિના અપાયેલા પ્રવચનનો વિડીયો જાણકાર મિત્રોએ તો શોધી કાઢ્યો હશે, છતાં આ રહ્યો. એ સાંભળવાની ઓર લિજ્જત છે, અવાજના આબાદ આરોહ-અવરોહને લીધે.

ગુજરાતમાં કેટલોક વર્ગ અપપ્રચારને લીધે જાવેદ અખ્તરની છૂપી એલર્જી પણ ધરાવે છે. પણ વર્ષોથી મીડિયામાં ઝીણી નજર રાખીને તાવણી કર્યા પછી કહું છું – એ સુપરસેક્યુલરિસ્ટ હશે,  સ્યુડોસેક્યુલરિસ્ટ નથી. એમણે હિંદુ કે મુસ્લિમ દરેક કટ્ટરવાદ સામે ખુલીને અવાજ ઉઠાવ્યો જ છે. વર્ષો પહેલા ‘ગુફ્તગુ’ નામના એમના ઝી ટીવી પરના પ્રોગ્રામમાં એ એક મુલ્લા સાથે કેવા ઝગડી પાડેલા , એ ય યાદ છે. આ લાંબી ચર્ચા ફિર કભી, પણ પ્રથમ પત્ની હનીના સંતાનો ફરહાન – ઝોયા પણ ઉદારમતવાદી અને સર્જનાત્મક થયા એ ય ભારતના સમન્વયની સુગંધ છે. વિડીયો જ ખોળ્યો, તો અનેકમાંથી ત્રણ જાવેદની એકાંગી છાપ અંગે ગેરસમજ દુર કરવા મૂકી દઉં છું. કશું જાણ્યા વિના પ્રચારથી જ દોરવાઈને જજમેન્ટ બાંધી લેતા પિત્તળભેજાંઓ ખાતર. બનાવટી બિનસાંપ્રદાયિકોના ટોળાંમાં કાંકરામાંથી ઘઉં શોધવા. જોવાનો સમય ફાળવજો. અભિપ્રાય દસ સેકન્ડમાં અપાય, અભ્યાસ દસ દિવસ ચાલી શકે !

 
 
 
%d bloggers like this: