રામગોપાલ વર્મા જીનિયસ છે, પણ મેવરિક જીનિયસ છે. છટકેલ ભેજું ! 😛
વર્માજી નો ક્રાઈમ અને પોલિટિક્સને નીરખવાનો નજરિયો લાજવાબ હોય છે. પણ વારંવાર એ ફિલ્મમાંથી ફોકસ ગુમાવી દેતા હોઈ એમની ફિલ્મો ભરેલ નાળિયેર જેવી બનતી જાય છે. જીદ્દી હોઇને એ કોઈની યે ડહાપણભરી સલાહ પર વિચાર કરાવવાને બદલે ફરી ફરી ખુદને જ સાચા ઠેરવવાની ચેલેન્જ લઇ બેસે છે , અને ટાઈટ બજેટ, રોમાન્સ/ઈમોશનના છાંટા વિનાની ડાર્ક / ડ્રાય કહાની અને ક્રિએટિવમાંથી ક્રેઝી બનતા કેમેરાવર્કને લીધે એમની સારી થીમ ધરાવતી ફિલ્મો ખરાબ પરિણામ લઇ આવે છે. ટાઈટ સ્ક્રિપ્ટને બદલે ટાઈટ ક્લોઝ અપના પ્રેમમાં પડી જાવ, પછી શું થાય? 😉
એની વે, રામ અને ગોપાલનું સયુંકત ના,મ હોવા છતાં, ભૂત એર્મને પ્રિય હોવા છતાં ઈશ્વરમાં ના માનતા આ માથાફરેલ માનવી પર ઘણું લખ્યું છે. આજે તો જસ્ટ સન્ડે ફન ડે નિમિત્તે એમની ફિલ્મ ‘ડિપાર્ટમેન્ટ’ના આઈટેમ સોંગમાં ચમકેલી હિરોઈન નતાલ્યા (કે નાથાલ્યા? વોટએવર) કૌરના ‘પ્રેમલક્ષણાભક્તિ’ભાવે દર્શન કરવા છે 😀
પોતાના શિષ્ય પૂરી જગન્નાથ (બુઢા હોગા તેરા બાપ, વોન્ટેડની ઓરીજીનલ ‘પોકિરી’)ને ત્યાં આ હાફ બ્રાઝિલીયન સુંદરીને જોયા પછી આર.જી.વીનો ‘રાઉડી રાઠૌર’ની ભાષામાં ‘મેરા માલ’ જેવો મેસ્મેરાઈઝડ હાલ થઇ ગયો (અંતરા ‘માલી’ માટે એ માળી થવા ગયેલા એમાં બગીચો ફેક્ટરીનો ખેદાન મેદાન કરેલો એ અલગ વાત છે lolzzz), અને એમણે એને પોતે જોયેલી બેસ્ટ બ્યુટી ગણાવી દીધી! હવે આ વાંચીને અપુન કી ખાલી ખોપડીયા મેં સસુરી ઘંટી બજી ! વર્મા એમની ફિલ્મ્સના બોક્સ ઓફિસ ફિગર નહિ વાંચવા ટેવાયેલા હશે, પણ રમણીઓના ફિગર વાંચવામાં શકરા બાજની નજર ધરાવતા પરખંદા હોવામાં કોઈ જ શક નથી. માટે તત્કાળ એમની ટકોરાબંધ નજર પર ભરોસો કરી લીધો, અને ‘ડિપાર્ટમેન્ટ’માં એની કમસીન ઉમરિયા છતાં હસીન કાયાના વળાંકો પરથી આઈટેમ સોન્ગમાં લપસીને એ ‘બ્લ્યુ ચિપ બ્યુટી’ હોવાનું ટ્રીપલ એ પ્લસ રેટિંગ આ કંપની સરકાર પણ જાહેર કરે છે !
આરજીવીએ એક વાર માસ્ટર ક્વોટ આપેલું : સુંદર સ્ત્રીઓ મને કેમેરાની આગળ ગમે છે, પાછળ નહિ. કારણ કે, સ્ક્રીન પર એ મરજી મુજબ એડીટ થઇ શકે છે. લાઈફમાં નહિ ! 😉 ક્યા બાત હૈ!
તો તેલુગુ ફિલ્મોથી અભિનય પણ શરુ કરનાર મિસ કૌરના કામણ તમે ય નિહાળીને ખુદ હી ચેક કર લો. ખુદ વર્માંજીના સૌજન્યથી એના કેટલાક હાઈ -રિઝોલ્યુશન પોસ્ટર્સ હાજર છે. જે છેલ્લો ફોટો છે એ તો ભારતીય નૃત્યશાસ્ત્ર મુજબ કલાસિકલ ‘ત્રિભંગ’ જ છે! ક્લિક, એન્લાર્જ એન્ડ ડાઉનલોડ ઇફ યુ લાઈક. 🙂