RSS

ન નર હૈ, ન નારી હૈ… યે તો નારાયણ દત્ત તિવારી હૈ ! ;)

01 Jun

Les Demoiselles d’Avignon (The Young Ladies of Avignon ) નામથી જગપ્રસિધ્ધ એવા આ 1907 ના ચિત્રમાં મહાન ચિત્રકાર પાબ્લો પિકાસોએ (ત્યારે નવું, પાછળથી હુસેને ભારતમાં આપણા આર્ટ ફોર્મમાં ઢાળી પ્રસિધ્ધ કરેલું ) ‘ક્યુબિઝ્મ’ અજમાવી બાર્સિલોના (સ્પેન) ને પાંચ દેહવિક્રય કરતી યુવતીઓને અલગ અને આધુનિક અંદાજમાં ચીતરી છે. વિશ્વના લેન્ડમાર્ક ગણાતા ટોચના ચિત્રોમાંનું આ એક છે! ‘ટાઈટેનિક’ ફિલ્મમાં ય એનો ઉલ્લેખ છે.

૨૦૧૦માં લખાયેલો આ લેખ રીડરબિરાદર પાર્થે એમના જ ફરી નેશનલ ન્યુઝમાં ચમકેલા એન.ડી.તિવારીના ડી.એન.એ. ટેસ્ટ નિમિત્તે યાદ દેવડાવ્યો. ત્યારે અલબત્ત આ બ્લોગ નહોતો અને પક્ષાપક્ષી વિના કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીની સીડી (જે કોર્ટના પ્રતિબંધને લીધે વધુ જોવાઈ ! )  કે ભંવરી દેવી કાંડ અને ભાજપના વિધાનસભામાં બેસી પોર્ન જોતા (અને સંસ્કૃતિના નામે પશ્ચિમી વેલેન્ટાઈન્સ ડેને વખોડતા ) ધારા સભ્યો કે શાહલા મસૂદ મર્ડર પછી એના લફરામાં સંડોવાયેલ ધ્રુવ નારાયણ સિંહ કે તરુણ વિજયના નામો ય નહોતા ! પણ હળવાશથી લખેલો આ લેખ જુનો થયો નથી, અને દુનિયાના સૌથી પ્રાચીન અને પાયાના ‘ઇન્સ્ટિન્કટ’ સાથે જોડાયેલો હોઇને જુનો થશે ય નહિ ! 😉 😀

એક નેતાજીએ કોલગર્લ બોલાવી.

પરોઢ થતાં થાકીને લોથપોથ થયેલી કોલગર્લે કપડાં પહેરતા પૂછ્યું ‘નેતાજી, પૈસે ?’

ખડખડાટ હસતા નેતાજી કહે ‘પગલી, તુજ સે થોડે હી લૂંગા….!’

જૂના જમાનાની રાજકીય સભાઓમાં પોકારવા માટેના સૂત્રોની ભારે અછત વર્તાતી. ત્યારે નરેન્દ્ર મોદી જેવા વનલાઈનર માસ્ટર નેતાઓ નહોતા કે કેમ્પેઈન માટે એડ. એજન્સીઓની સહાય ન લેવાતી ત્યારે એકના એક ‘જબ તક સૂરજ ચાંદ રહેગા…’ ટાઈપના સૂત્રોચ્ચાર થતા પણ ઘણા વખતે એવું જ એક વીસરાતું જતું સ્લૉગન ચિલ્લાવા માટે ચંચળ ચિત્તડું થનગન થઈ રહ્યું છે. આ દેશના તમામ યુવાનોએ જયઘોષ સાથે એ ‘કોરસ’માં ઝીલવું જોઈએ. બોલો જોર લગા કે ‘દેશ કા નેતા કૈસા હો ?’….એન.ડી. તિવારી જૈસા હો !’

ઓળખ્યા ને ? ખરા અર્થમાં મહા‘પુરૂષ’ એવા આંધ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ નારાયણ દત્ત તિવારીજીને ! કોઈ આસુરી ચેનલે એમના ત્રણ યુવતીઓ સાથેના કિલપિંગ્સ બતાવ્યા પછી જેમણે રાજીનામું આપવું પડ્યું એ જ તિવારીજી ! (વયોવૃદ્ધ રાષ્ટ્રપ્રમુખ પ્રતિભાતાઈ પાટિલને એ રાજીનામું આપવા ગયા હશે, ત્યારે કેવો ગમ્મત ભરેલો સીન થયો હશે હેં ? તિવારીજીની માટે ‘ડિસ્ગસ્ટિંગ’ કહેવું કે ‘અમેઝિંગ’ ? હી હી હી !) તિવારીજી કંઈ ૮૫ વર્ષે બેકાર થઈ જશે એવું ન માનશો !

દેશી તો શું પરદેશી ઓરિજીનલ વાયગ્રાના એ ઓફિશ્યલ બ્રાન્ડ એમ્બેસેડર બની શકે તેમ છે ! સવિતાભાભી ડોટ કોમની માફક તિવારી ભૈયા ડોટ કોમની કાર્ટૂનપોર્ન સાઈટ શરૂ કરી આ ક્ષેત્રે પુરૂષોને થતો હડહડતો અન્યાય દૂર કરવાના ક્રૂઝેડર બની શકે તેમ છે ! અમિતાભ શું વળી ૬૭ વર્ષે ‘પા’ બનાવી દેશને ઈમોશનલ કરે, અમારા એન.ડી. તિવારી ખજૂરાહોમાં શૂટ કરશે ‘દા’- એક ઈન્ટરનેશનલ માર્કેટ માટેનું ઇરોટિક થ્રીલર ! જેમાં પ્રોજેરિયાવાળા ‘જેક’ (રોબિન વિલિયમ્સ)ને બદલે ‘ક્યુરિયસ કેસ ઓફ બેન્જામીન બટન’ (બ્રાડ પીટ)ની પ્રેરણા લેવાશે. ઉંમર વધતા નાયક જુવાન થતો જશે ! 😛

આ આજના કોર્પોરેટ રાજકારણમાં રંગીલાપણું રહ્યું છે જ ક્યાં ? લોકો ગરીબોના ઝૂંપડામાં જઈને જમવાની કે મતદાન પદ્ધતિના સુધારા જેવી બોરિંગ એક્ટિવિટિમાં પડી ગયા છે. ખરા રસિક એવા તિવારીબાપા કક્ષાના કડેધડે કહી શકાય એવા નેતાઓનો કોણ ભાવ પૂછે છે ? આ આજકાલની જંકફૂડ જનરેશન ! વેફર્સ, પેસ્ટ્રીઝ, કોલા ડ્રિન્કસથી પોતાનું સ્વાસ્થ્ય કેવું પાયમાલ કરી રહી છે !

જુઓને, ક્યાં આ માયકાંગલા જુવાનિયાઓ જે વેલેન્ટાઈસ ડેએ ગુલાબ દેતાંય થથરે છે, અને બેડરૂમમાં જતા પહેલા સાયકિયાટ્રિસ્ટ પાસે ટ્રીટમેન્ટ લેવી પડે છે ! અને ક્યાં અમારા એકમેવ સ્વનામધન્ય તિવારીબાપા ! જેમણે અસલના જમાનાના શુદ્ધ દેશી ઘી-દૂધ ખાધા હોય એવા લોંઠકા ભારાડી મરદ જ આમ ૮૫ વર્ષે જુવાની ફાટફાટ ટકાવી શકે. બચાકડા ટૂણિયાટ સૂકલકડી કેલેરી કોન્શ્યસ યુવાનોએ તો લાજશરમ જેવું કંઈ હોય તો કૂવો પૂરવો જોઈએ – આપઘાત ન કરી શકે તો છેવટે નસબંધી કરાવી લેવી જોઈએ ! 😀

તિવારીજીના તો સુંવાળા સંબંધો (વાહ કેવો રેશમી શબ્દ પ્રયોગ છે આ આપણી માતૃભાષાનો !)નો એવો મઘુમય ઈતિહાસ છે કે એમના અનૌરસ સંતાનો અંગેના અદાલતી દાવાઓ પણ થયા છે. પેલું મેનેજમેન્ટના નાટકીય સેમિનાર્સમાં શું કહેવાય છે ? મોટિવેશન ! તો દેશના નક્કામ નઘરોળ યુવાનો મોટીવેટ કરો પોતાની જાત ને – કામ ઐસા કિજીયે કિ બઢે આપ કી શાન, જીસ ગલી સે ભી ગુજરે બચ્ચેં બોલ કે દે આપ કો માન….યે આ ગયે અબ્બાજાન, અબ્બાજાન ! તિવારીજી જેવા નેતાઓ તો દેશને ખાતર જાત ઘસી નાખે છે, જ્યારે રાષ્ટ્રસેવા માટે સંપૂર્ણ સમર્પિત થવાનું હોય પછી પ્રત્યેક ‘અંગઉપાંગને ગમે તેટલો ઘસારો લાગે’, સેવા ખાતર એટલી કુરબાની તો આપવી જ પડે ને ! 😉

યુ નો ? ડોન્ટ લાફ, ઈટસ નોટ લસ્ટ, ઈટસ લવ. જસ્ટ થિંક. ૧૮ ઓક્ટોબર ૧૯૨૫ના રોજ જન્મેલા નારાયણદત્ત તિવારી જે ત્રણ હસીના, લલના, યૌવના, રૂપાંગનાઓ સાથે કથિત રૂપથી ઝડપાયા – એની કુલ ઉંમરનો સરવાળો પણ ૮૫ ન થાય ! જસ્ટ ઈમેજીન, તિવારી બાપા પૂછતા હશે એ યુવતીને ‘તારો બર્થ ડે તો કહે, વી શેલ સેલિબ્રેટ વિથ ડાર્ક ચોકલેટ કેક’ યુવતી શરમાતા શરમાતા કહેતી હશે ‘હું તો ૧૯૮૫ બોર્ન છું.’ એન્ડ તિવારી બાપા: ‘સી, ધ બ્યુટી ઓફ કનેકશન્સ ! મિરેકલ ઓફ ડેસ્ટિની ! આપણે મળવાનું હતું તો મળી જ ગયા ને સાઠ સાલ બાદ ! ઇસે કહેતે હૈ દિલને દિલ કો પુકારા…આજા મેરે યારા !’ 😀

ઘણી ખમ્મા તિવારીબાપાને ! તિવારીબાપા ઘણું જીવો ! જી-૧૫ દેશોની, મહાસત્તાઓની હરિફાઈમાં અંતે આપણો દેશ ટટ્ટાર ઊભો રહી શકે તેમ છે. અમેરિકાના કિલન્ટન, ઈટાલીના બર્લુસ્કોની, ફ્રાન્સના સારકોઝી તો અમારી પાસે ય યંગ એટ હાર્ટ, સિનિયર મોસ્ટ એવા નારાયણદત્ત તિવારી છે ! આમ પણ ત્રણ વખત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી થનારા (પ્રેક્ટિકલી જેમની વિદાય પછી કોંગ્રેસે યુ.પી. ગુમાવ્યું !) તિવારીબાપા વન્સ અપોન અ ટાઈમ ભારતના ‘એકસ્ટર્નલ અફેર્સ’મિનિસ્ટર હતા ! (વિદેશખાતાનું આ કેવું રૂપકડું નામ છે, થરૂર સાહેબ !) ૧૯૮૦નાં દસકામાં જ્યારે યુ.પી.માં વીરબહાદુરસિંહ તિવારીજીના અનુગામી તરીકે મુખ્યમંત્રી બનેલા, ત્યારે એમણે મુખ્યમંત્રી નિવાસના પ્રત્યેક પલંગ, પ્રત્યેક સોફા ગંગાજળથી સાફ કરાવવાનું શુદ્ધિકરણ અભિયાન કરી એને ‘પવિત્ર’ કરેલા ! (વાઉં ! ઈન્ડિયન પોલિટિશ્યન્સ આર સો ફની બનીઝ, હની !) ઉત્તરાંચલ જેવા પહાડી સૌંદર્યથી છલોછલ રાજ્યમાં પૂરા ૫ વર્ષ પ્રથમ મુખ્યમંત્રી નારાયણદત્ત તિવારી જ હતા ! (હુસ્ન પહોંડા કા….અહા ! ‘રામ તેરી ગંગા મૈલી’ની મંદાકિની યાદ આવી ગઈ ! તિવારીબાપા માટે તો જીંદગી એકદમ મખ્ખન !) 🙂

અને કેવા રાષ્ટ્રવ્યાપી અફસોસની વાત છે કે માત્ર ૮૦૦ વૉટથી ૧૯૯૧ની લોકસભાની ચૂંટણી હારવાને કારણે એન.ડી. તિવારી રાજીવ ગાંધીની હત્યા પછી સ્હેજમાં વડાપ્રધાન બનતા રહી ગયા, અને ચૂંટણી જ ન લડીને (હારવામાંથી બચી ગયેલા) નરસિંહરાવ વડાપ્રધાન બની ગયા, ને લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઈઝેશન, ગ્લોબલાઈઝેશનનો જશ ખાટી ગયા ! નહિ તો આ ત્રણે શબ્દોને ખરા અર્થમાં જીવનમાં ગાંધીટોપીની સાથે જ ઉતારીને ચરિતાર્થ કરનારા તો તિવારીબાપા હતા ! હવે સમજાયું કે ગાંધીવાદી, રાષ્ટ્રવાદી નેતાઓ જૂની પેઢીમાં ધોતિયું કેમ પહેરતા હશે ! વૉટ અ કમ્ફર્ટ ! 😉

તિવારીબાપા, જરાય કોચવાતા નહિ. તમે તો આ રાષ્ટ્રના મોક્ષની રાહ જોઈ સ્મશાનમાં પગ લટકાવી બેઠેલા કબજીયાતથી પીડાતા, દાંતના ચોકઠાંથી અકળાતા અને સંધિવાથી પંગુ થઈ જતા ધુવડગંભીર વૃદ્ધો માટે પ્રેરણામૂર્તિ છો. એવું કહેવાય છે કે રૂપાળી, ચુસ્તતંદુરસ્ત, નવજવાન સેક્રેટરીના કર્વ્ઝ કરતા એના સ્પેલિંગ પર તમારૂં વઘુ ઘ્યાન જવા લાગે, ત્યારે તમારામાં બૂઢાપો આવ્યો છે – એમ માની લેવું ! તિવારીબાપા તો ‘હસીન જલ્વારેઝ હો, અદાયેં ફિતનાંખેજ હો….ઓ રાગ છેડ દિલરૂબા…અભી તો મૈં જવાન હૂં’ લલકારતા એવા નેતા છે, જેમના માટે પૂર્ણ શબ્દાર્થમાં ‘લોહ’ પુરૂષ શબ્દનો ઉપયોગ કરી શકાય ! આઘ્યાત્મિક બ્રહ્મચારીઓ ભલે ને વહેલા વહેલા હોસ્પિટલગ્રસ્ત કે સમાધિસ્થ થઈ જતા…એમ.એફ. હુસેન, સરદાર ખુશવંતસિંહ, નારાયણદત્ત તિવારી, દેવ આનંદ જેવા જવા મર્દ બૂઝૂર્ગોએ સિદ્ધ કરી બતાવ્યું છે કે સામાન્ય રીતે સ્ત્રી કરતા વહેલો ગુજરી જતો પુરૂષ દીર્ધાયુ કેવી રીતે બની શકે ! એ એન્ટીએજીંગ, લાંબા તંદુરસ્ત સાહિત્યનું ક્ષેત્ર હોય કે અભિનયનું, ચિત્રકળા હોય કે રાજકારણ – આ વાજીકરણ જેમને પ્રાપ્ત થયું એમનું કોષવિભાજન ધીમું થયું ! 😛

હા, ફક્ત સ્ત્રીઓ પાછળ જ ઘેલા થઈને દોડનારા તો વહેલા ખપી જતાં હોય છે. પણ આ બધા તો એવા યુગ ‘પુરૂષો’ છે કે જે સ્ત્રીઓને પોતાની પાછળ દોડતી રાખે ! એમની મૂળ પ્રવૃત્તિને (પેઇન્ટિંગ હોય કે પોલિટિક્સ) ઉની આંચ પણ આ લોકો આવવા દેતા નથી, વૃત્તિઓને રિલેકશન, મનોરંજન, મૂડ એલીવેટર તરીકે સ્પોર્ટમાં રાખે છે ! સલમાન રશદીથી ફારૂક અબ્દુલા લાલ ટમેટાં જેવા દેખાય છે, એ ચિરયૌવનનું રહસ્ય શું છે ? એ ક્યાં યોગસાધના કરે છે ? એ તો ભોગસાધના કરે છે ! બોલીવૂડ મસલમેન અક્ષયકુમાર કે સલમાનખાને બ્રહ્મચર્યવ્રતનો વહેલો ત્યાગ કરેલો, તો શું એમનો દેહ જર્જરિત કે રોગગ્રસ્ત થયો ? કે મજબૂત, સુગઠિત થયો ? ઇનફેકટ, ઘણી વખત શોર્ટ ટર્મ, ટાઈમ પાસ અફેરના એક્સાઈટમેન્ટથી સાવ મોનોટોનસ અને પ્રેડિકટેબલ બનેલું દાંપત્યજીવન વઘુ ખુશહાલ, રોમાંચક, આકર્ષક બની શકે છે. ક્યારેક થોડો સમય બહાર પછી ઘરનું ભોજન કેવું ટેસ્ટી લાગી શકે ! અને એમાં નવી વાનગીઓ ઉમેરી શકાય !

* * *

ઉપ્સ ! આ તો ભારત છે. જ્યાં એક પણ ઇશ્વર સુદ્ધાં બ્રહ્મચારી નથી, એવી પવિત્ર પૂણ્યભૂમિ છે ત્યાં આવી વાતો મજાકમાં કરો તો ય પબ્લિક આધાશીશી થઇ હોય એટલી સિરિયસ થઈ જાય છે. અને કમાલની વાત એ છે કે તિવારી જેવા સ્કેન્ડલ્સ બહાર આવે ત્યારે લોકોમાં જે રોષ હોય છે, એ ઈર્ષાનો હોય છે ! (તમે લઈ ગયા, અમે રહી ગયા !)

સિમ્પલ સી બાત હૈ. રાજકારણ કે સમાજકારણ, ક્રિકેટ કે લિટરેચર. પરફોર્મન્સ (મીન્સ, કારકિર્દીવાળું) પર અસર ન થાય, ત્યાં સુધી પર્સનલ લાઈફની ખણખોદ કરવાનો દુનિયાનો હક મળતો નથી. રંગીલા એન.ડી.ટી. ભારતના સક્ષમ નેતાઓમાંના એક જ અત્યાર સુધી ગણાયા છે, અને ભણવામાં આઝાદી પહેલા યુનિવર્સિટી ટોપર રહ્યા છે. લાઠીઓ ખાઈને જેલભેગા પણ થયા છે. (ના, બળાત્કાર માટે નહિ બાપલા….આઝાદીની લડત માટે !) કરપ્શન ખાતર કોર્લગર્લનું રેકેટ ચાલતું હોય તેની જરૂર તપાસ થવી જોઈએ. (આ ચરિત્રવાન દેશમાં એવી તપાસ ક્યાં કદી થાય જ છે ?) પણ માણસમાત્રને પોતાની પસંદગીની મોજમસ્તીનો અધિકાર છે. એની સાથે જોડાયેલા નિકટજનો સિવાય એ કોઈને જવાબ દેવા મજબૂર ન હોઈ શકે. આ લખાય છે ત્યારે જ સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાનો એક આવકાર્ય અને શકવર્તી ચૂકાદો આવ્યો છે.

કોઈ યુવતી પોતાની મરજીથી, પ્રેમ કે આનંદ ખાતર કૌમાર્ય ગુમાવે (સ્વેચ્છાથી શરીર સંબંધો બાંધે) તો એ પુરૂષ પર બળાત્કારનો (સ્ત્રીઓ માટે સગવડિયો) ગુનો ન નોંધી શકાય ! સુપ્રીમ કોર્ટની જ નહિ, ટોચના આઈ.પી.એસ. ઓફિસર્સની ગાઈડલાઈન્સ મુજબ તો પોલિસ પ્રેમીપંખીડાઓને પણ ધોંસ જમાવીને પકડી ન શકે ! અરે, જાહેરમાં ચુંબન કરતા રોકી ન શકે ! (પ્યાર બેસુમાર દર્શાવવાનો અધિકાર આ દેશમાં માત્ર ‘ગે’ લોકોને જ નથી ! દરેકને છે !)

બસ, આ જ પ્રોબ્લેમ છે. સમરથ કો નહી દોષ, ગુંસાઈ, રૂચિકાકાંડ ફેમ રાઠોડ કે જયપુરના ટંડન જેવા ખુલ્લેઆમ ફરતા હોય, ત્યારે કોન્સ્ટેબલ એકાંત શોધતા કોઈ કોલેજીયન પાસેથી હપ્તો ઉઘરાવતો હોય છે. બોયફ્રેન્ડ-ગર્લફ્રેંન્ડ ‘કન્સેન્ટ’ યાને પરસ્પરની સંમતિથી પ્રેમાલાપ કરતા હોય છે. બળજબીરીથી થનારા ગુનાઓ અંગે મૌન રહેતું તંત્ર તેમના પર તૂટી પડીને મોરાલિટીના ઝંડા ફરકાવે છે. યૌવનનો ગુનો સેક્સ નથી. યૌવનનો ગુનો એટલો જ છે કે એમની પાસે સર્કિટ હાઉસ, ફાર્મહાઉસ આશ્રમો કે રાજભવન નથી ! અને નિખાલસ રંગીનમિજાજીને જાહેરમાં ધિક્કારી ખાનગીમાં જલન અનુભવતો અઘૂરિયો સમાજ પરાણે સેલિબ્રિટિઝીને દંભી બનાવે છે. તિવારી જેવા કબૂલાત કરે, તો એમના જેવા જ ન પકડાયેલા લોકો એમને વખાણવાને બદલે વખોડે ! માટે બાંધી મુઠ્ઠી લાખની ! પ્રવચનમાં મોહનદાસ ગાંધી, શયનખંડમાં મુરલીધર મોહન ?! આ નેતાઓની જમાતમાં તિવારી નથી પહેલા, નથી છેલ્લા ! બસ બિચારા છીંડે ચડેલા ચોર છે. અને એટલે જ આજના ભારતમાં પણ કરિઅર કોઈ પણ પસંદ કરે, મંઝિલ બધાની એક જ હોય છે – વી.આઈ.પી. બની જવાની ! 😛

ઝિંગ થિંગ (નવું) :

ભારતના રાષ્ટ્ર ‘પતિ’ બનવા માટે એનડીટી થી વધુ લાયક મુરતિયો કોણ હોઈ શકે ? lolzzz 😉 🙂

# ‘રોંચી’ ગણાતા ગીતો તો ભારતની પુરાતન સંસ્કૃતિનો અભિન્ન આનંદદાયક હિસ્સો ગણાય છે. તિવારીબાપાનું યું.પી. તો એના માટે ખ્યાતનામ છે. ‘મુન્ની બદનામ’વાળી મમતા શર્માના મદમસ્ત કંઠને પૂરબહારમાં ઝીલતા આવા જ એક ઉત્તરપ્રદેશના લોકગીત પરથી બનેલા ‘રક્તબીજ’ ફિલ્મના આ તાજા નખરાળા-ભમરાળા ગીતથી એન.ડી.ટી.થી ધ્રુવનારાયણ આણી મંડળીને અર્ધ્ય આપીએ ! ખીખીખી 😉

 
49 Comments

Posted by on June 1, 2012 in fun, india

 

49 responses to “ન નર હૈ, ન નારી હૈ… યે તો નારાયણ દત્ત તિવારી હૈ ! ;)

 1. Diya Shah

  June 1, 2012 at 1:33 PM

  મીઠા માં બોલી ને ચાબખા માર્યા છે ,,,,,,,,,,

  Like

   
 2. Kartik

  June 1, 2012 at 2:00 PM

  નેતાનો પેલો જોક જબરો રહ્યો. આપણે આશા રાખીએ કે એન.ડી. તિવારી પૂરા ૧૫૦ વર્ષ જીવે અને આવનારી પેઢીઓને મનોબળ પૂરું પાડતા રહે 😉

  Like

   
 3. Tapan Shah

  June 1, 2012 at 2:09 PM

  હી હી હી હી …total comedy

  Like

   
 4. gaurang

  June 1, 2012 at 2:24 PM

  એક એક વાક્ય ૪૪૦ નો જટકો આપે એવું છે બોસ્સ…..

  Like

   
 5. gaurang

  June 1, 2012 at 2:25 PM

  જ્યારે રાષ્ટ્રસેવા માટે સંપૂર્ણ સમર્પિત થવાનું હોય પછી પ્રત્યેક ‘અંગઉપાંગને ગમે તેટલો ઘસારો લાગે’, સેવા ખાતર એટલી કુરબાની તો આપવી જ પડે ને !

  Like

   
 6. gaurang

  June 1, 2012 at 2:25 PM

  એની કુલ ઉંમરનો સરવાળો પણ ૮૫ ન થાય

  Like

   
 7. gaurang

  June 1, 2012 at 2:27 PM

  વિદેશખાતાનું આ કેવું રૂપકડું નામ છે, થરૂર સાહેબ ……direct shot tharoor ne via tiwari

  Like

   
 8. Alpa Jani

  June 1, 2012 at 2:29 PM

  Jakkas..

  Like

   
 9. Binal Joshi

  June 1, 2012 at 3:00 PM

  કામ ઐસા કિજીયે કિ બઢે આપ કી શાન, જીસ ગલી સે ભી ગુજરે બચ્ચેં બોલ કે દે આપ કો માન….યે આ ગયે અબ્બાજાન, અબ્બાજાન ! lolzzzzzzzzzzzzzzzzzzzzzz…….નારાયણ તિવારી ને આ લેખ હિન્દી માં ભાષાંતર કરી ને મોકલવા જેવો છે..શું ચાબખા વિઝ્યા છે …too good…

  Like

   
 10. Nehal Mehta

  June 1, 2012 at 3:05 PM

  આપઘાત ન કરી શકે તો છેવટે નસબંધી કરાવી લેવી જોઈએ ….ha ha ha

  Like

   
 11. hemant patel

  June 1, 2012 at 3:11 PM

  MATHE TOPI PAHERTA NDT……..TOPI PAHERVANU BHULI GAYA……..NE AATLA VARSE HAVE BHAG APVANO AVYO.HAVE.EMNE TOPI NI KIMMAT SAMJASE……!!!!!!!!

  Like

   
 12. dilip patel

  June 1, 2012 at 3:35 PM

  bhaut khub sir …exelent…..jo word to word aap public ko six marte ho…sir….secretory na karvs vaari vykhya e budhha mate to khari pan uninterested person mate pan 6

  Like

   
 13. jigisha79

  June 1, 2012 at 3:48 PM

  ur dhooti comment reminded of a joke.

  Q : why mallu’s (malyali people) can not kiss while making out ?

  do you know the ans ?? if u know then reply or else temme i will tell u its damn funny. (ur time starts now !! ) 😀

  (the mallu readers if any are here then pls dont get upset its gud !! ) 😀 😀

  Like

   
  • mayurrock2099

   June 1, 2012 at 5:24 PM

   like to know d resone,…

   Like

    
  • Devang Soni

   June 1, 2012 at 5:27 PM

   They R busy holding their loongis btwn their teeth while making out!

   via-google the gr8. 😛

   Like

    
 14. Hitesh Dhola

  June 1, 2012 at 5:13 PM

  Sallu Office maa betho chhu.. Save kari lidho chhe.. Gher jai ne shanti thi vaachisu.. Maja pade evu lage chhe..

  Like

   
 15. Bhargav Dave

  June 1, 2012 at 5:34 PM

  100% perfect article… kharekhar aava neta hoy pachhi aapno desh napaniyo(nirvirya) thodo kahi shakay..!!!

  Like

   
 16. Akhil

  June 1, 2012 at 5:38 PM

  😀 😀 😀 😀 😀 😀 😀 😀 😀 😀 😀 😀 😀 😀 😀 😀 😀 😀 😀 😀 😀 😀 😀 😀 😀 😀

  Like

   
 17. Rushina bhatt

  June 1, 2012 at 5:40 PM

  EXCELLENT ARTICAL!

  Like

   
 18. dipali

  June 1, 2012 at 6:34 PM

  super kataxx che pun india ma kadach yovano per khub control rakhai che tetala mate aa satya pan che .

  Like

   
 19. Dhanvant Parmar

  June 1, 2012 at 7:00 PM

   કામ ઐસા કિજીયે કિ બઢે આપ કી શાન, જીસ ગલી સે ભી ગુજરે બચ્ચેં બોલ કે દે આપ કો માન….યે આ ગયે અબ્બાજાન, અબ્બાજાન 

  Like

   
 20. PARTH

  June 1, 2012 at 7:33 PM

  (Narayan Dutt) Tiwari Fight Againts DNA hi hi hi……..:)

  Like

   
 21. soni

  June 1, 2012 at 7:43 PM

  nice

  Like

   
 22. marooastro

  June 1, 2012 at 8:07 PM

  really mmashaaallaah, jaybhai ne pungibajjake, tiwari ki lungi uttardi, aur netta oa ki aasaliyatt batta di. very good. manilal.m.maroo marooastro@gmail.com

  Like

   
 23. ronak

  June 1, 2012 at 8:41 PM

  see the beuty of connections! miracle of destiny! aapne malvanu hatu ne mali gaya 60 saal bad! ise kehte hai dil ne dil ko pukara…. aaja mere yara! sometimes my mind cant decide what to do or what not to do. If thats the only reality of this country then what im doing with my own ethics. pleased to get answered by u.

  Like

   
 24. miteshpathak

  June 1, 2012 at 9:06 PM

  જયભાઇ – અસલ શૈલી. અને જમાવટ.

  મને તો એક વડીલ મિત્રનું ક્વોટ યાદ છે. He said once to a fellow colleague, at this age, I can raise only eye brows. That’s all. પણ આ બાપા તો ભારે શોખીન નીક્ળ્યા. ઓલું શોકીન મુવીના ત્રણ ધુરંધરો યાદ અપાવે એવા.

  સુપર લાઇક લેખ.

  Like

   
 25. nikhilshah9

  June 1, 2012 at 9:13 PM

  PL.FORWARD TO MANMOHANSINGHJI.

  Like

   
 26. HIREN MAKWANA

  June 1, 2012 at 10:07 PM

  તિવારીબાપા વન્સ અપોન અ ટાઈમ ભારતના ‘એકસ્ટર્નલ અફેર્સ’મિનિસ્ટર હતા !
  HA HA HA VERY WELL SAID

  Like

   
 27. Nikunj Parekh

  June 1, 2012 at 10:54 PM

  fantastic. thats why we love u … jv! nikunj. from dhoraji. 9825879048.

  Like

   
 28. swati paun

  June 2, 2012 at 12:51 AM

  dil to bacha hai ji……………..hahahaha…………zakkaassss……….

  Like

   
 29. Milton Christian

  June 2, 2012 at 10:54 AM

  jay ji aa lekh jo badhay politicians par affect kare to desh nu kalyan thai jay….

  Like

   
 30. parikshitbhatt

  June 2, 2012 at 11:38 AM

  જોરદાર હાસ્યલેખની શ્રેણીમાં આ લેખ વિશ્વમાં ટોપમાં આવે…લોલ…આ પરથી એક જૉક યાદ આવી…લખું છુ…એક ૯૦ વર્ષના દાદા;સપત્નિક ડૉક્ટરને બતાવવા ગયા;ડૉક્ટરનેઃ-મારે સંતાન જોઈએ છીએ…
  ડૉકટરઃ- એક યંગ કંપેનિયન સાથે રાખો;થઈ જશે…
  ૬ મહિના પછી;-દાદા પાછા ગયા ડૉક્ટર પાસે…તેને જોઈને ડૉક્ટરે સીધું જ પુછ્યુંઃ-શું થયું? પરિણામ આવ્યુંને?…
  દાદાઃ- હા ડૉક્ટર; એ છોકરીયે પ્રેગ્નેંટ છે…

  Like

   
 31. janamtrivedi

  June 2, 2012 at 11:48 AM

  full of comedy punch…
  comedy circus ma aa blog as a script use thavo joiye…. 🙂

  Like

   
 32. GIRISH SHARMA, NAVSARI, GUJARAT

  June 2, 2012 at 12:04 PM

  યોગ નો સહુથી પૂર્ણ પ્રકાર સંભોગ છે. (સમ+ યોગ).

  જયભાઈ ના બ્લોગ પર મહિલા વાચકો મને માફ કરશો.

  પરંતુ મને જ્યાં જ્યાં વિચાર વિમર્શ કે વાર્તાલાપ કરવા નો મોકો મળ્યો છે ત્યાં મેં ભાર પૂર્વક કહ્યું છે
  અને આજે પણ કહું છું કે જે સ્ત્રી કે પુરુષ ની સેક્સ લાઈફ વધુ સક્રિય તેની જુવાની લાંબી ટકે.

  ૪૦ પછી સેક્સ પ્રત્યે અરુચિ દાખવવા ને બદલે જો પત્ની પોતાના પતિ સાથે વધુ સક્રિય સેક્સ લાઈફ શરુ કરે તો પતિ જુવાન રહે છે અને પત્ની કોમલાંગી રહે છે.

  ( આ જયભાઈ નો બ્લોગ છે એટલે આ વિષય પર વધુ ચર્ચા મારાથી ના કરી શકાય ).

  મૂળ વાત પર આવું તો નારાયણ દત્ત તિવારી તો એક પકડાઈ ગયેલું સેક્સ લોલુપ ડોસલું છે.
  જાહેર રસ્તા પર કામ ક્રીડા નાં આવેગ માં ફસાઈ જતા શ્વાન અને નારાયણ દત્ત તિવારી બંને એક સમાન છે. શ્વાન તો પશુ સહજ અજ્ઞાન થી પીડિત છે. જયારે નારાયણ દત્ત તિવારી શિક્ષિત માનવ રૂપી પશુ છે.

  બૂઢો આટલા અનુભવ પછી ય ધ્યાન નાં રાખી શક્યો અને પકડાઈ ગયો.

  આવા તો ઘણા બૂઢા રાજકારણી ઓ, બ્યુરોક્રેટ્સ , બાવા ઓ , બિલ્ડરો અને બુટલેગરો આપણી બાજુ શ્વાન લીલા કરતા હોય છે. પરંતુ આપણે ધ્યાન નથી દેતા.

  એક વાર બાજપાઈ સાહેબે એમના ઈન્ટરવ્યું માં કહેલું જે મેં પોતે સાંભળેલો છે કે મૈ કુવારા હું પર બ્રહ્મચારી નહિ !

  મારા એક મિત્ર નો મોટોભાઈ ૫૫ વરસ ની ઉમરે ટ્યુશન ક્લાસ ની બહાર જીન્સ ટી શર્ટ એક્સ પરફ્યુમ લગાડી ફાફા મારતો. કોઈ એ ભાભી ને વાત કરી. ભાભી એ ભાઈ ને જાહેર માં ધોકાટી નાંખેલો.

  જયભાઈ, આપના બ્લોગ પર મારાથી આટલું નાં લખી શકાય. માફ કરશો.

  કૌન કહતા હૈ કી બૂઢે ઈશ્ક નહિ કરતે? યે તો હમ હૈ કી ઉનપે શક નહિ કરતે.

  બૂઢા હોગા તેરા બાપ.

  Like

   
 33. Bhumika

  June 2, 2012 at 1:41 PM

  Yes sir, this VIP can watch porn in parliament & the government moved quickly to stall the screening of film Dirty picture on Sony channel ! ( same case with the releasing of
  Girl with dragon tattoo).

  Like

   
 34. Dhiren Buch

  June 2, 2012 at 2:09 PM

  Sugar Coated Quinine

  Like

   
 35. bharat parmar

  June 2, 2012 at 2:41 PM

  ND Tiwari : “Every man has a private life”

  Like

   
 36. CA Ratnakar K. Mankad

  June 3, 2012 at 8:40 AM

  Jaybhai, u said it absolutely true. Today in India there is a dearth of CHARACTER i.e. ” SHEEL’, ” CHARITRA”. People protest because they do not get equal opportunities to make money or corruption or vyabhichar. That is why, I suppose, my Nagar or brahmin community has relinquished its JANOI. Janoi can be a shield against any sin. Because of this only in India i.e. BHARAT there were 10 incarnations or Avatars of the Almighty Lord and repeatedly He has to proclaim GEETA…

  Like

   
 37. hiren

  June 3, 2012 at 11:32 PM

  jay sir superb ………..

  Like

   
 38. ironbloodkapil

  June 5, 2012 at 11:09 PM

  sense of satire…!!!

  Like

   
 39. raaj

  June 6, 2012 at 1:35 PM

  sachi vaat che thodi to free life hoy k apne koine love kari sakie
  pachi chhuta padvu hoy to padi sakie in short we can leave like foreighner

  Like

   
  • jay vasavada JV

   June 6, 2012 at 1:47 PM

   in short, v live like natural human being., not artificial ideal 🙂

   Like

    
 40. Jayanti

  June 7, 2012 at 5:40 PM

  Sex e manas no sau pratham ne sacho adhikar chhe, tene umar sathe koi levadeva nathi, NDT 85ma pan jalsa kare chhe…koi ni sathe jabarjasti to nathi karto ne….kharekhar to NDT jode thi tips levi joie….salu haji pan uthe chhe….maan ma tarngo….hiiiiiii

  Like

   
 41. Jaydev

  June 12, 2012 at 12:51 AM

  જે. વી. સર : એન. ડી. તિવારી પર નો આપનો લેખ વાંચ્યા પછી તરત એક જ વાક્ય યાદ આવ્યું, ” આપે તો વગર સાબુ-પાણી એ ધોઈ નાખ્યો !! “

  Like

   
 42. Mahendra Parikh

  June 14, 2012 at 7:13 PM

  Excellent. As I written earlier , Jay – U R Fearless ( Nadia ) . Keep it up . Other politicians such as Sharad Pawar , Chidambaram ,Jaipal Reddy,Karunanidhi,Sonia and many more -list never ending sub ko public ke age naga karke rakho. They all are scoundrells and robers .

  Like

   
 43. kk

  August 15, 2012 at 11:23 PM

  kharekhar to NDT jode thi tips levi joie….salu haji pan uthe chhe….maan ma tarngo….hiiiiiii

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: