RSS

અર્જુન : એનિમેશનનો સ્વદેશી ‘લક્ષ્યવેધ’ !

29 May

જો આ સપ્તાહે એક ફિલ્મ પૈસા ખર્ચીને થિએટરમાં જોવું જ હોય તો ‘અર્જુન’ જોજો…પ્લેઝન્ટ સરપ્રાઈઝ મળશે ! બજેટ અને બોક્સ ઓફીસના પ્રોબ્લેમ્સ છતાં કોઈ બહાનાબાજી વિના ધારો તો ‘કુંગ ફૂ પાંડા’ કે ‘શ્રેક’ના સ્તરનું એનિમેશન મૌલિક પટકથા સાથે ભારતમાં બની શકે એનો આ પ્રથમ પુરાવો છે. ટ્રેલરમાં જ એ હનુમાન, ગણેશ, ભીમથી ઈત્યાદિથી કેટલું ઉચ્ચસ્તરીય એનિમેશન ધરાવે છે, એનો સબૂત છે. પુરા પાંચ વર્ષના તપ પછી દિગ્દર્શક અર્નાબે જે ફિલ્મ બનાવી એની છૂટક ખામીઓ છતાં જથ્થાબંધ ખૂબીઓ ને લીધે એને સલામ નહિ દંડવત કરવાનું મન થાય છે. એમાં પાર્શ્વસંગીતથી આર્ટ ડિઝાઈન સુધી માયથોલોજીમાં ભાગ્યે જ જોવા મળતી ઓથેન્ટિસીટી સાથે ક્રિએટીવીટીનો સંગમ છે. હા, ક્યાંક અમુક સેટ પીસ ચાઈનીઝ શૈલીના લાગે, પણ એ ય અત્યારની વિડીયો ગેઇમ્સમાં ઇન્ટરનેશનલ લેવલ પર વધુ ફેમિલિઅર છે. એક લીટીમાં : અર્જુન ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રથમ એનિમેશન ફિલ્મ છે !

સૌથી મહત્વની વાત આપણે ત્યાં રિમેકમાં ભાગ્યે જ જોવા મળે છે, એ હોલિવૂડ સ્ટાઈલના ટ્વિસ્ટસ ઇન ધ ટેલ છે. જે પરીકથાઓના ય ૨૧ મી સદીના વર્ઝન્સમાં જોવા મળે. મહાભારતના પ્રસંગો અને પાત્રોમાંથી પ્રેરણા લઇ , એને લાજવાબ રીતે જે નવીનતાનો સ્પર્શ અપાયો છે, એ એનિમેશનથી વધુ ઈમોશનની ડેપ્થ બતાવે છે. મૂળ કથાનકને અહીં અંજલિ જરૂર છે, નકલ નથી. એના ઉપયોગથી એક પોતાની અલાયદી વાત કહેવાઈ છે.અર્જુન અહીં વન ડાયમેન્શનલ નહિ પણ મલ્ટીડાયમેન્શનલ કેરેક્ટર બને છે. એના આંતરિક વિકાસની યાત્રા, ભગવદગીતામાં ય ઝીલાતું એનું હેમલેટ જેવું ‘ટુ બી ઓર નોટ ટુ બી’નું દ્વંદ્વ (ડ્યુઅલ) અહીં એવી રીતે મુકાયું છે કે એ બાળકોના ‘કાર્ટૂન’ને બદલે મોટેરાઓનું મ્યુઝિકલ બને છે. એની એપિક બેટલ વધુ બેહતર બની હોત કે કેટલાક રેડીમેઈડ સોફ્ટવેર્સનો ઉપયોગ ટાળી ધકાયો હોત એવું લાગે, પણ એમાં કમી કલ્પનાની નહિ, કાવડિયાની છે, એ દુઃખ સાથે ગૌરવની વાત છે.

આપણી પુરાણકથામાં અપાતો મેલોડ્રામેટિક ભક્તિભાવ અને અસામાન્ય ફેન્ટેસીનો ઓવરડોઝ અહીં ગાળી નખાયો હોઈ , એ ખરા અર્થમાં ફોર્મ નહિ, કન્ટેન્ટની રીતે પણ ઇન્ટરનેશનલ લેવલની પ્રથમ ભારતીય પ્રોડક્ટ બની છે. ચીન-જાપાન ઘણા વખતથી આ કરી ચુક્યું છે (આંગ લી-અકિરા કુરોસાવા). વિશ્વને સમજાય અને ગળે ઉતરે એ ઢબમાં એક શુદ્ધ ભારતીય સંસ્કૃતિ અને એ ય ભૂખડીબારશ નહિ ભવ્ય ફિલ્મી એનિમેશનના સાચા ઉપયોગની શક્યતાઓનું ખાતમુહુર્ત કરે છે. હવે એ ટિકિટ ખર્ચીને આપણે બિરદાવીએ નહિ, તો લમણામાં પેલા બાલિશ કેરીકેચરો જ ઝીંકાયા કરશે. માટે ખાસ સમય અને બજેટ ફાળવો. સરકારે બોરિંગ સંદેશાઓને બદલે વિકી ડોનર કે અર્જુનને ટેક્સ ફ્રી કરવી જોઈએ. જેથી કળાની કુંપળની યે સિંચાઇ થાય ! અત્યારે તો આ ક્ષેત્રના પાયોનિયર ધુરંધર ડિઝનીનો આભાર માનવાનો રહ્યો, કારણ કે અર્જુનનું નિર્માણ એણે કરાવ્યું છે !

 

22 responses to “અર્જુન : એનિમેશનનો સ્વદેશી ‘લક્ષ્યવેધ’ !

 1. Prasham Trivedi

  May 29, 2012 at 12:28 PM

  જયભાઈ થેન્ક્ફૂલી હથોડા છાપ રોડસાઈડ રોમિયો કરતા ડીઝની ને અર્જુન ધ વોરિયર પ્રિન્સ થી ઇન્ડિયા માં લોન્ચ થવું જોઈતું હતું, એવેન્જર્સ સાથે આનો પ્રોમો જોયો એટલે તરતજ મન બનાવી લીધું હતું, હવે આ વિક એન્ડ માં જોવા જવા નું પ્લાનિંગ છે.

  Like

   
  • jay vasavada JV

   May 29, 2012 at 12:34 PM

   સારું ડિઝની યાદ અપાવ્યું, એ અપડેટ કરું…:પી

   Like

    
 2. Harsh Pandya

  May 29, 2012 at 12:35 PM

  “પણ એમાં કમી કલ્પનાની નહિ, કાવડિયાની છે…”

  આવું જ કૈક આપડો સ્વદેશી એનીમેટર કિરીટ ખુરાના [ટુનપુર કા સુપરહીરોનો VFX ડાયરેક્ટર] કહે છે. એણે તો બિન્દાસ એના બ્લોગમાં VFX અને એનીમેશન વિષે કહેલું કે આપણે ત્યાં પ્રોડ્યુસર્સ એમ જ કહી દે છે કે – કામ ચલાઓ!! 😦

  Like

   
 3. Devang Soni

  May 29, 2012 at 12:39 PM

  enu trailer paheli vakhat joine j(same happened with vicky donor 🙂 ) mane to khyal avi gayo hato ke this is something different and better movie. hope ke e mara gaam na theatre ma ave. :D)

  Like

   
 4. Dhanvant parmar

  May 29, 2012 at 12:52 PM

  હજુ આા ફિલ્મ જોઈ નથી, પણ એટલુ જરૂર કહેવુ પડે કે બોલિવૂડ માં મોટા ભાગ ની ઇનોવેટિવ ફિલ્મો માં UTV ના રોની સ્ક્રુવાલા નો મોટો સહયોગ હોય છે, પ્લસ CEO અને પ્રોડ્યુસર સિધ્ધાર્થ રોય કપૂર પણ ડિરેકટર જેટલા જ ધન્યવાદ ને પાત્ર કહેવાય.

  Like

   
  • saunak dave

   May 30, 2012 at 11:15 AM

   ek dum sahi kaha…. UTV Spotboys nava nisaariya o ne jagya aapi ne Udaan banavi sake che…..

   Like

    
 5. Envy

  May 29, 2012 at 1:18 PM

  સાચ્ચે જ જબરદસ્ત…
  દુનિયા ને ટક્કર આપે એવું પણ ‘પીઠ હો લોહે કી તો સીના ભી તાકતવર બન કે ઝેલતા હૈ વાર’ એમ પાછળ ડીઝની એ મજબુત ટેકો આપીને અર્નબદાને ખીલવાનો મોકો આપ્યો.

  Like

   
 6. Vaishali Devani

  May 29, 2012 at 2:16 PM

  Sirji…..after reading yr comment I am planning to watch it..as earlier..i had dropped the idea

  Like

   
 7. gaurang

  May 29, 2012 at 2:42 PM

  વિકી ડોનર કે અર્જુનને ટેક્સ ફ્રી કરવી જોઈએ. જેથી કળાની કુંપળની યે સિંચાઇ થાય

  Like

   
 8. gaurang

  May 29, 2012 at 2:48 PM

  यतो धर्मं : ततो जय : …..જય જય જય…..આમાં પણ જય …..k જે. વી.

  Like

   
 9. Jitatman Pndya

  May 29, 2012 at 5:22 PM

  જોવાનું તો બૌ મન થાય પણ કમનસીબી એવી કે ભાવનગર ને સારી ફિલ્મો પચતી જ નથ.. વિકી ડોનર પણ ૧ સપ્તાહ માંડ હાલીતી.. 😦 તમે ભાવનગર સરકાર ને જાગૃત કરો સર પ્લીઝ.. 😦

  Like

   
 10. pinu007

  May 29, 2012 at 5:25 PM

  we have great stroies from mahabharat and ramayan…
  they just need a realstick point of view and a director like arjun(movie)

  Like

   
 11. parind

  May 29, 2012 at 7:14 PM

  I think india hasots of epics and should be made best animated films in country

  Like

   
  • parind

   May 29, 2012 at 7:16 PM

   I think india has lots of epics and should be made best animated films in country

   Like

    
 12. Nirav

  May 30, 2012 at 9:39 AM

  તો ચાલો વાચે ગુજરાત ની સાથે સાથે જોવે Animation શરુ કરો !.!.!.

  અને જો અર્જુન પસંદ પડ્યું હોઈ તો આ તો અચૂક જોવું રહ્યું , ઝકાસ animation , Ramayana: The Legend of Prince Rama , કે જે ભારતે કદાચ નોહ્તું બનાવ્યું !

  Link : http://www.imdb.com/title/tt0259534/

  and check this animation world , if you missed some diamonds from this basket , just start now .

  Link : http://www.imdb.com/list/RKAuLHuw8aI/

  પણ તો ય ” Tangle ” જોવા નું તો રહી જ ગયું છે

  Like

   
 13. Mehul Shah

  May 30, 2012 at 10:07 AM

  ડીઝ્ની “અર્જુન” બનાવે છે અને એકતા કપૂર “ડર્ટી પિક્ચર” તથા “ક્યાકૂલ હે હુમ ભાગ ૨” બનાવે છે. હમેંશા માથે તિલક કરીને ફરનારી એકતા પૈસા અને સફળતા માટે ગમે તે કરે. ગમવું અને સારું વચે થોડો તો ફર્ક ખરો જ ને. જેમ દારૂ માટે દૂધ ની દુકાન ના ખોલાય અને જેમ ઘેર ઘેર ફરીને ના વેચાય તેનું સમાજ ધ્યાન રાખે તો એકતાની મુવી ના ટ્રેલર દર અડધો કલાકે ગમે તે ચેનલ પર આવે એના કરતા અર્જુન ને છાપા માં અને ટીવી ઉપર ફરજીયાત ટ્રેલર બતાવીને પ્રોમોસન માટે સરકાર ફરજ પડે તે ઘણું જરૂરી છે.

  Like

   
 14. Akhil

  May 30, 2012 at 4:54 PM

  Sharp article on Anavrut today …….. Kudos…..!… 🙂

  Like

   
 15. nik

  June 1, 2012 at 10:45 AM

  sorry Jaybhai… pan aa trailer joi ne mane Junglebook vala Mongali ni yaad aavi gai… animation na maamale haji aapane 10 yrs pachal chiae… Hollywood 3D animated movies banavatu thayu che ne Disney no support hova chata aa movie ma 3d jevu animation pan nathi…i mean je expressions ni Arjun jeva character ne jaroor che te animation na pratape j bahu limited thai jay che… aa haji pan peli paint method thi pictures draw karine movie creat karayu hoy ave vadhare lage che….but screenplay, editing, music and dialogues j movie nu future decide karshe..
  .

  Like

   
  • jay vasavada JV

   June 1, 2012 at 12:10 PM

   watch the film dear

   Like

    
  • Bhavin Solanki

   June 4, 2012 at 5:04 PM

   Sorry to say but, Arjun 3D film 6. Je tamne paint method lage chhe e actually paint shader chhe jeno use 3d animation ne 2d look apvama karayo chhe. aa ek evi method chhe jema 2d animation next level par jay chhe. pan 3d ne 2d look apvo e challenging chhe, e kam pixar ke disney mate pan aghru chhe. Ena lidhe aje pan eno use bahu ochho thay chhe, pan e 2d-3d look world famous chhe. Ajni latest “Legend of korra” jevi worldclass animation series ma pan aa technique no use bahu occha anse kari sakayo chhe. So in short, arjun e kharekhar pehli international quality 3d animation film chhe. 3D stands for the 3D, not for the stereo 3D! Hu etle janu chhu ke hu pote ek 3D artist chhu btw, ane avi films mara jeva manso nu future better karse. Ane yes again, Trailer ma bahu ochhu chhe, movie ma level extream chhe.

   Like

    
 16. Tushar dave

  June 12, 2012 at 4:38 PM

  have to ‘arjun’ jovi j padshe. baki hu bharatiy animation filmo ne sav avganto j hou 6u. e moterao to thik smart badko ne pan kantado aape evi hoy 6.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: