RSS

Daily Archives: April 18, 2012

હોટ સમર વિથ હોટર ડેકર ;)

બ્રૂક્લીન ડેકર.

આ રૂપલલનાનો પહેલો પરિચય ૨૦૧૦ની અમેરિકા મુલાકાતે ‘સ્પોર્ટ્સ ઈલસ્ટ્રેટેડ’નો સ્વીમસ્યુટ સ્પેશ્યલ ખરીદેલો, એના જોતાવેંત ખેંચી લેનારા કવર પર ચુંબકીય આકર્ષણ પેદા કરનારી મેગ્નેટિક માનુની તરીકે થયેલો. જે ઝટ ભૂલી પણ ગયેલો. (દર મહિને મેગેઝીન્સમાં ઠલવાતી કેટલી સુપરમોડેલ્સના અંગ-ઉપાંગ ઉપ્સ ચહેરા યાદ રાખતા ફરીએ, યાર ! :P)

પણ પછી અમદાવાદ પીવીઆરમાં એડમ સેન્ડલરની “ઠીક મારાં ભૈ” કક્ષાની ‘જસ્ટ ગો વિથ ઇટ’ ફિલ્મ જોઈ. અને એમાં જેનિફર એનિસ્ટન અને નિકોલ કિડમેન જેવી બબ્બે કામણગારી કામિનીઓ જેની હાજરીમાં રીતસર ડોશી લાગે, એવી ફૂલફટાક ફટાકડી દેખાઈ – બ્રૂક્લીન ડેકરનું ફિલ્માવતરણ થયું ! ફિલ્મમાં એડમ અને ફિલ્મ જોવા બેસનારા હરકોઈ આદમીઓ એણે જોતાવેંત જ ફ્લેટ યાને ચત્તાપાટ થઈ ગયા !

અતિશયોક્તિ લાગતી હોય તો પહેલા આ વિડીયો જોઈ જ લો…ફિલ્મમાં બ્રૂક્લીનની અઝ્ઝીમોશાન એન્ટ્રીનો !

તાજેતરમાં રજુ થયેલી એક્શન ફિલ્મ ‘બેટલશીપ’માં ફરી બ્રૂક્લીનદર્શન થયા તો થયું કે બ્યુટી બાબતે પઝેસીવ થયા વિના એ કદરદાનોની પારખું નજર સાથે વહેંચીએ. બીટ ધ હીટની એક સુપરકૂલ ફોર્મ્યુલા ઠંડા ઠંડા પાણી સાથે ગરમાગરમ જળપરીઓના ફોટોગ્રાફસ જોવાની છે. તો પેશ એ ખિદમત હૈ બ્યુટી-એ-બ્રૂક્લીન (મોટા ભાગના ‘જીક્યુ’ અને ‘એસઆઈ’ના ફોટોશૂટમાંથી છે) 😉ડેશિંગ ડાયનેમિક ડેકરના સેંકડો વિડિયોઝ યુટ્યુબ પર છે , તો જરા સ્ટીલમાંથી મૂવિંગ તરફ ધુબાકા પણ મારી લઈએ.

અને ૧૨ એપ્રિલ, ૧૯૮૭માં અમેરિકામાં જન્મેલી આ બાળા બ્રૂક્લીનને જોઈને સીસકારાને સિસોટીઓ મારતા “વ્હાઈટ વ્હાઈટ ફેસ (ફક્ત ફેસ જ? :-D) દેખ કે દિલવા બીટિંગ ફાસ્ટ સસુરા ચાન્સ મારે રે” એવું લલકારતા હો તો “થાંબા થાંબા”..આ તો ૧૭ એપ્રિલ ૨૦૦૯થીં જ એટલે ફિલ્મી કારકિર્દી શરુ થઇ એ અગાઉ જ ‘ડબલ ડેકર’ થઇ ચુકી છે. બ્રૂક્લીનભાભીના હસબન્ડ પણ જગજાણીતા છે. સ્પોર્ટ્સ ઈલસ્ટ્રેટેડની ૨૦૦૬થી રેગ્યુલર આ મોડેલ સ્પોર્ટ્સસ્ટારને જ પરણી છે. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન , યુ.એસ.ઓપન. વિજેતા અને વિમ્બલ્ડનના કેટલાક ફાઈનલમાં ફેડરર સાથે મુકાબલો કરતા જોયો હશે એવો ટેનિસ સુપરસ્ટાર એન્ડી રોડ્ડીક બ્રૂક્લીનની ‘સર્વિસ’ કરીને લવ ઓલની મેચ રમી ચુકેલો  પતિ પરમેશ્વર છે. ૫ ફીટ ૯ ઈંચ ઉંચી બ્રૂક્લીન અને ૬ ફીટ ૨ ઈંચ ઉંચા સોહામણા રોડ્ડીકની જોડી ય જામે છે ને આ ફૂટડું અમેરિકન કપલ એકબીજા સંગાથે લીલાલ્હેર કરે છે. એની યે ઝલક માણી લો એટલે પાણી ચડ્યું હોય તો ઉતરી જાય ! 🙂


સ્પ્લેશ ધ સમર વિથ હોટ બ્યુટીઝ !

 

 
58 Comments

Posted by on April 18, 2012 in entertainment, fun, personal, youth

 
 
%d bloggers like this: