RSS

અસ્મિતાપર્વ : સ્મૃતિઓનું સ્મિત…

03 Apr

આજે ૩ એપ્રિલે, મોરારિબાપુની ઉપસ્થિતિમાં મહુવા-તલગાજરડા ખાતે  અસ્મિતાપર્વ-૧૫માં બપોરે ૩.૩૦થી ૭ની બેઠકમાં “યુવાચેતના અને લોકપ્રિય સાહિત્ય” વિષય પર મારું વ્યાખ્યાન છે. જેનું જીવંત પ્રસારણ “આસ્થા” ચેનલ પર થશે. આ બેઠકમાં સામ પિત્રોડા, કાજલ ઓઝા અને ડૉ. શરદ ઠાકરના વ્યાખ્યાનો પણ છે (સંચાલન : મનોજ શુક્લ). ક્રમ નિશ્ચિત નથી. સંભવત: પાંચેક વાગે મારે બોલવાનું થાય, પણ આખી બેઠક..અરે, આખું અસ્મિતાપર્વ જ માણવા જેવું હોય છે અને આસ્થા પર લાઈવ આવે જ છે. માટે આ સિવાયની બધી જ સવાર-બપોરની સાહિત્ય-કાવ્ય બેઠકો અને સાંજના સંગીત-નૃત્ય સમારંભોનો યથાશક્તિ – યથામતિ લાભ લેવો 🙂 ૬ એપ્રિલની બપોરે હનુમાનજયંતી નિમિત્તે બાપુ વ્યાખ્યાન આપે ત્યારે એનું સમાપન થશે.

ત્યાં રોકાઈને એ માણવાની રંગત તો ઓર હોય છે. પ્રકૃતિના ખોળે સમરસિયા દોસ્તો અને ભાવકો સાથે સ્વાદિષ્ટ ભોજન તન અને મનનું કરતા વાતોની નદીઓનો દરિયો ઉલેચવાની લિજ્જત ! :-” એક બાર જોગે, તો બાર બાર આઓગે જેવી. પ્રચલિત (ગેર)માન્યતાથી વિરુદ્ધ એમાં ના તો કોઈ બાપુ પ્રત્યે પરાણે પ્રીતિ બતાવવાનો દુરાગ્રહ હોય છે, ના તો કોઈ ‘ધાર્મિક’ પ્રચારનો નિયમ. સાહિત્ય – કળા માટે આટલું તપ કરનારો અને ઉમળકાથી વૈશ્વિક વૈવિધ્યને મોકળું મેદાન આપી પ્રોત્સાહન આપનારો બીજો કોઈ ધર્મગુરુ / કથાકાર તો શું શ્રેષ્ઠી કે શાસક પણ મેં નરી આંખે જોયો નથી. તમે જોયો હોય તો બતાવવાની મને છૂટ છે.

અસ્મિતાપર્વ થકી જ પ્રણવ અધ્યારૂ જેવા કરીબી દોસ્તની નજીક આવવાનું વર્ષો પહેલા બન્યું. સલીલ દલાલ જેવા હુંફાળા મિત્રના દર્શનનો પ્રથમ લાભ મળ્યો. નગીનદાસ સંઘવી સાથે કલાકોની ગોષ્ઠી થઇ. અને ગત વર્ષે મારી ડહાપણની દાઢ પ્પણ ત્યાં જ નીકળી! અને ત્યારે તો પપ્પા પણ સાથે આવેલા જેમણે કમલભાઈ અને હકીમભાઇએ પ્રેમથી સાચવેલા ને યુવાકવિઓ સાથે એક મોટરસફર ખેડેલી…જયદેવભાઈ અને દિલીપભાઈ જેવા એના સંયોજકોને ખરેખર સલામી આપવી પડે. ને હરીશચંદ્રકાકાનો વડલામાંથી ચળાઈને આવતો હોય એવો અવાજ તો પર્વ છોડ્યા પછી ય સંભળાયા કરે! ઈલિયાસ, શૈલેશ, સમીરભાઈ જેવા મિત્રો સંગાથે બસમાં જતો ને બાલ્કનીમાં પડ્યો રહેતો ક્યાંક સાંકડી જગ્યા રોકીને ત્યાંથી આજે કારમાં જાઉં છું તો ય રોમાંચ એવો જ છે. એનો કન્ટેન્ટ ટીવી પર આવી જાય છે. પણ માહોલ તો વોલેટમાં ય ભરીને લઇ આવી શકાય તેમ નથી! હબીબ તન્વીરનો ખરજનો અવાજ અને પરવીન સુલતાનાની ભૈરવી સાંભળવા મળી. અગાઉ ૨૦૦૮મા મારું ત્યાં વ્યાખ્યાન અભૂતપૂર્વ કહેવાય એવા વિષય ‘સિનેમા’ પર હતું. જે આજે ય રસિકજનો ભાવપૂર્વક યાદ કરે છે. એ સ્મૃતિ તાજી કરવા ત્યારની તસવીર મુકું છું. સ્મૃતિઓની માફક એમાં શરીર પર પણ વધુ મેદ દેખાશે 😉 હવે તો અસ્મિતાપર્વના જુના વ્યાખ્યાનો  / કાર્યક્રમો  ગ્રંથ / ડીવીડી રૂપે પણ ત્યાં જ ઉપલબ્ધ હોય  છે. બ્લોગિંગમાં ફરી થોડો અંતરાલ આવશે…પણ નેટ પર નજર નાખતો રહીશ. (યુવાચેતનાનો એ ય એક હિસ્સો છે ને ! :-P) હજુ આ વાઘ વિશે લખવાનું વચન ભૂલ્યો નથી અને અસ્મિતાપર્વની ટીટ-બીટ્સ પણ સમય મળ્યે મોબાઈલમાંથી અહીં મુકતો રહીશ અંગ્રેજીમાં…

અચ્છા , તો હમ ચલતે હૈ…

 
33 Comments

Posted by on April 3, 2012 in art & literature, personal

 

33 responses to “અસ્મિતાપર્વ : સ્મૃતિઓનું સ્મિત…

 1. nevilraval

  April 3, 2012 at 4:42 AM

  Jay Sir,
  How did u reduce ur weight?It seems u were heavy weight and now seems slim..
  give some tips..

  Like

   
 2. nevilraval

  April 3, 2012 at 4:43 AM

  Jay sir,
  It seems u were heavy weight.Give some tips how have u reduced.Now u look slim..

  Like

   
 3. mannwithuforever

  April 3, 2012 at 7:18 AM

  Sir pls update the stores or other sources where the books, CDs, DVDs and other materials are available. (For ex. Ramayan by MS Univ.)

  Like

   
 4. Nehal Mehta

  April 3, 2012 at 8:35 AM

  નેટ યુવાચેતનાનો ય એક હિસ્સો છે ને… ha ha…good one !!

  Like

   
 5. nirav

  April 3, 2012 at 8:56 AM

  After completing the Asmita parv , please let us available the audio file of your part as well of others .

  have real funnnnnnnnnnnnn.

  Like

   
 6. MILAN

  April 3, 2012 at 9:01 AM

  BEST OF LUCK JAYBHAI

  Like

   
 7. Harsh Pandya

  April 3, 2012 at 9:22 AM

  એ વ્યાખ્યાન મારી,પ્રશમ અને પ્રતિક જેવા દોસ્તો પાસે આજેય પડ્યું છે જે મારા લેપી કરતા મારી હાર્ડ ડિસ્કમાં જ રાખવાનો મારો આગ્રહ હોય છે. એ પછી તો એ વ્યાખ્યાનમાં બતાવેલી બધી મુવી જોઈ લીધી.’પ્રતિમાઓ’ મેં વાંચી છે.હઓ !! 😉 આજે અસ્મિતા પર્વ નિમિત્તે જ ‘આસ્થા’ ચેનલ જોવામાં આવશે… 😛

  Like

   
 8. GIRISH SHARMA, NAVSARI

  April 3, 2012 at 9:51 AM

  તલ ગાજરડા જેવા આંતરિયાળ પ્રદેશ માં આવા વિષય પર ગોષ્ઠી હોય એ કેવું ?
  ઘડીક વિચાર આવે કે શ્રોતા ઓ કયા હશે?
  પછી જોયું કે સાહિત્ય નો સાવજ જય વસાવડા હોય, કલમ ની કોમલાંગી કાજળ ઓઝા હોય, શબ્દો નો શણગાર
  ડો. શરદ ઠાકર હોય અને સ્વપ્નો નો શિલ્પી શામ પિત્રોડા હોય એટલે પત્યું.
  વળી, મોજ નો મહાસાગર મોરારી બાપુ હોય એટલે તો શું કહેવું ?
  યાર , જય તમે ખરેખર ભાગ્યશાળી છો કે આવા કાર્યક્રમ માં તમે લોકો એક બીજા ને માણશો.
  શ્રોતા ઓ તો પરમ ભાગ્યશાળી કહેવાય કારણ કે આટલા બધા દિગ્ગજો એક જ મંચ પર હોય એટલે શું કહેવું?
  અહો અદભુત…..

  GIRISH SHARMA
  WRITER,POET AND JOURNALIST
  ENERGY AND ENVIRONMENT EXPERT
  NAVSARI
  GUJARAT
  MOBILE : 093761 11590

  Like

   
 9. Sunil Vora

  April 3, 2012 at 10:15 AM

  Jaybhai,tene med n khevaay e to tandurasti kehvaay!!!!!!!!!!!!!!!!!!!!!

  Like

   
 10. parikshitbhatt

  April 3, 2012 at 10:45 AM

  હું ભાવનગરનો હોવા છતા; માર્કેટીંગમા મહુવા મહિને ૪ વિઝીટ(૨ રાત્રી રોકાણ)હોવા છતા; આ સુ-પર્વનો કદી રુબરુ લાભ ન લઈ શક્યો એનો અફસોસ કાયમ…હા અસ્મિતા પર્વની પ્રથમ પુસ્તક શ્રેણી મારી પાસે છે(ત્યારે એ લોકો રુ.૨૫૦૦/= ના બદલે રુ.૫૦૦/= માં આપતા હતા)….પુ.બાપુને અમારા કાકા-દાદાના અને અમારા કુટુંબે એકવાર સવારથી સાંજ રોકાઈને મળ્યાનો લાભ લીધો છે;એમાય હું રાજકોટ રહેતો હોવાથી ન જઈ શક્યો…એ સાચુ જ કહેવાય છે કે “અંજળ” હોય ત્યારે જ મળાય…જેવી રામજી કી ઈચ્છા…પણ હા; તમે કહ્યું તેમ બાપુએ ગુજરાતી ભાષા અને સાહિત્યની અમુલ્ય સેવા કરી છે;કરતા રહે છે;જે એક સાચો સંત/સમાજ સુધારક જ કરી શકે….આ સિવાય પણ એ એક ઍવોર્ડ(નામ યાદ નથી) આપે છે(જે જુનાગઢમા યોજાય છે);જેમા સારી એવી રોકડ રકમ આપે છે…

  એકવારનો પ્રસંગ યાદ આવે છે…હું એ વખતે ત્યાં જ હતો અને પર્વમાં શ્રી અનિલ જોષી અને સ્વ. રમેશ પારેખ અને ત્રીજા(નામ યાદ નથી) હતા…અનિલભાઈને એમના ‘મુંબઈ સમાચાર’ મા ‘કૉફી હાઉસ’ કૉલમનો એક લેખ; તાત્કાલિક ફેક્સ દ્વારા મોકલવાનો હશે;તે એક સ્ટેશનરીની દુકાને આવ્યા…હું નવનીત પબ્લિકેશનમા સેલ્સ રૅપ. હોવાથી એ જ દુકાને ઑર્ડર લેવા ઉભો હતો;અને ત્યાં જ એ બધાનો ભેટો થઈ ગયો…હું ચહેરાઓ જોયા હોવાથી ઓળખતો હતો;અને પુછી લીધું-કેમ છે?…ઝેરેક્ષ અને ફેક્સ થયા એટલીવાર ઔપચારીક વાતો થઈ;અને મેં અનિલભાઈના પેલા લેખની ઝેરોક્ષ માંગી લીધી;જે હજુ સુધી સાચવી છે…શ્રી હરીશ્ચંદ્રભાઈ જોષી મુળ બોટાદ જૉલેજના લેક્ચરર હતા;ત્યારે પણ હું નવનીતમાં જ હતો અને બોટાદમાં એક સ્ટેશનરીવાળા(હસમુખ સ્ટોર્સ)ને ત્યાં એમની કાયમ બેઠક;ત્યારે એમનો પણ લાભ મળ્યો છે(૨૦૦૦ની સાલ આસપાસ)…એ વખતે એમની શરુઆત હતી…
  એક અતિ ઉમદા એવા પર્વ્ ના તમે બીજીવાર સહભાગી બનો છો;એ માટે અભિનંદન…આવા સુજ્ઞજનો વચ્ચે આનંદ હોય જ એ સ્વાભાવિક છે…એમની ‘પ્રસાદી’ની વાતોની તમારી પાસેથી અપેક્ષા સહ…

  Like

   
 11. scctsurat

  April 3, 2012 at 10:52 AM

  આપણા જમાનાની એ પણ એક તાસીર છે કે એક તરફ ટીવી મીડિયાનો મારો છે તો બીજી તરફ સાહિત્ય સર્જકો અને રસિકો અને આમ જનતાને તેનો લાભ ટીવી દ્વારા મળે છે. કમસેકમ આ સમય દરમ્યાન આપણે ચેનલ સર્ફિંગ કરવાને બદલે સૌને રૂબરૂ મળ્યાનો સંતોષ તો જરૂર મળવાનો છે. માહિતી માટે આભાર.

  Like

   
 12. prashantgoda

  April 3, 2012 at 10:59 AM

  Shakya hoi to Video / Audio banavi Blog par muksho tevi Vinnati.

  Like

   
 13. Asmita

  April 3, 2012 at 11:35 AM

  Best of luckkk

  Like

   
 14. poorvi dhaduk

  April 3, 2012 at 1:19 PM

  aje ‘ASTHA’ channel pan jovani mazzza avshe, jay.

  Like

   
 15. poorvi dhaduk

  April 3, 2012 at 1:25 PM

  hey,wow jay tamne to mazzza padi jase tya jaine,kem?kash hu tya hot.superb!!!

  Like

   
 16. dipikaaqua

  April 3, 2012 at 2:26 PM

  If possible plz share the same in your article…

  Like

   
 17. swati

  April 3, 2012 at 5:17 PM

  Excellent JV!! Your flow of thoughts and words is amazing!!! enjoyed hearing you at the Asmita..live.

  Like

   
 18. Parth Joshi

  April 3, 2012 at 7:23 PM

  Tming 9 p.m. tp 11:30 p.m.

  Click to access Aastha_Schedule.pdf

  Like

   
 19. Nirav

  April 3, 2012 at 7:45 PM

  ગાભા કાઢી નાખ્યા , તમારું પ્રવચન પત્યું , ત્યાં તો મેં પાણી પી લીધું !

  The main Highlight was the ” કે યુવાનો ને હજી ખબર નથી કે ઘડપણ શું છે પણ ઘરડા ઓં ને તો ખબર છે ને કે યુવાની શું છે !!!!!!!! ” .

  મેં શરદ ઠાકર ને તો નહોતા સાંભળ્યા પણ અંત માં કાજલ ઓઝા એ જે ધબ ધબાટી બોલાવી એ સાંભળી ને તો કેટલા ય હલી ગયા હશે પણ ત્યાં બેઠેલા પણ અર્ધા જણા હલી ગયા હશે !!!! Superb breathtaking…..

  Like

   
 20. swati paun

  April 3, 2012 at 11:54 PM

  sir………….best……..post n sir parv ni tit bitz…………..plz dont forget……..sir aa pic ekdam boleto zakkkaaaaaaaaaaas……….really bcz my most fev both celeb r here wd qqqqqqqqqqt……smile.:)

  Like

   
 21. ashwinahir

  April 4, 2012 at 12:43 AM

  tere vaaste mera isque sufiyaana, mera isque sufiyaana!!

  Like

   
 22. ashwinahir

  April 4, 2012 at 12:44 AM

  Jaybhai,……….. aa really amAZing che!

  Like

   
 23. hiral dhaduk

  April 4, 2012 at 8:24 AM

  hey,jay u rocking,hu ek pal mate pan t.v. par thi nazar n fervi shaki.!!!”diwali kya hoy ne fatakada kya futata hoy”superb.
  kajabene je saras vato kari amari jat vise,fantastic.kadach koine khabar nai hoy ke ek stri jyare samajti thay chhe,tyare ana manma keva-keva vicharo,tarango,jage chhe,karan ke “we are the secret of the god”.stri ne matra prem karva mate purush joie,baki to stri swatantra chhe.wow its very true.!!!!mazzzzza avi gai.

  Like

   
 24. pradeep chanv

  April 4, 2012 at 1:31 PM

  salla typical samaj na chinthra udadi didha!!! kajalben ane aapne hugg…love u yaar…

  Like

   
 25. Poorvi dhaduk

  April 4, 2012 at 8:07 PM

  yauvan no ghughavato afat samudra -DEAR JAY
  sanvedana nu vipul zaranu -sharad thakar
  pahad chirine agal nikaleli sarita -KAJAL OZA

  Like

   
 26. Harsh Brahmbhatt

  April 5, 2012 at 8:59 AM

   
 27. imrankhan

  April 5, 2012 at 12:11 PM

  I listened you lecturing on old and new films and the way you uncovered few nacked truths was catchy. I must not miss appreciating the depth you shew there in the presence of all the present giants there and they too must have felt it and enjoyed it open mindedly…

  Like

   
 28. imrankhan

  April 5, 2012 at 12:24 PM

  I listened you lecturing although for the first time.
  I often read you in ‘ravipurti’ but to listen you was like testing the dish for the first time which we have seen only in pictures.
  I am not so poetic as others…
  The way you uncovered some of the things regarding old and new film making was touchy. I too like the way you defined the convention that has been set in our mind about only old movies are good or ideal….
  Listening few of your comments which were of course very sarcastic, I missed my M.A. class where I had understood the difference between Good, beautiful and useful…..
  Your start was good; as you began with a psychological jerk talking about pictures attract the human mind the most and many of this sort….
  One of my classmates Ms. Dhwani Vaishnav had taken your interview (as a part of our field project) in year approx 2007-08 where she had asked you about utility of Literature in particular Poetry…

  I have also dared to step in writing. You can correct me if you drag time to visit http://imkeng.wordpress.com/

  Regards!

  imran khan
  junagadh.

  Like

   
 29. mukesh kheni

  April 5, 2012 at 4:03 PM

  hi jay sir

  a photograph valu vyakyan me live joyelu ekdudum hatke hatu tamaro favourite topic cinema

  Like

   
 30. Parth Thacker

  April 5, 2012 at 6:03 PM

  વ્યાખ્યાન સાંભળવામાં તો જાણે કે જામો જ પડી ગયો.. (As Usual..)
  બાકી અસ્મિતા પર્વ માટે તો એટલું જ કહી શકાય કે વેલેંટાઇન્સ ડે ની ઉજવણી બંધ કરાવવી અને તોફાનો કરવાં એને સંસ્કૃતિની જાળવણી ન કહેવાય પણ અસ્મિતા પર્વ જેવા ઉત્સવો વધુ ને વધુ યોજાય, ફેલાય, પ્રચલિત થાય એ જ સંસ્કૃતિની સાચી જાળવણી છે. 🙂

  Like

   
 31. Bhavesh Tank

  April 5, 2012 at 7:46 PM

  unfortunately missed your lecture in asmita parv this year due to busy business tour schedule. eager to know about availability of its recording. plz guide. Actually I hv been never missing Asmita Parv since 2008 ( especially after yr memorable lecture on CINEMA). It was a rare initiative taken up by Bapu. . ( તો કોઈ ‘ધાર્મિક’ પ્રચારનો નિયમ. સાહિત્ય – કળા માટે આટલું તપ કરનારો અને ઉમળકાથી વૈશ્વિક વૈવિધ્યને મોકળું મેદાન આપી પ્રોત્સાહન આપનારો બીજો કોઈ ધર્મગુરુ / કથાકાર તો શું શ્રેષ્ઠી કે શાસક પણ મેં નરી આંખે જોયો નથી. તમે જોયો હોય તો બતાવવાની મને છૂટ છે.) Like to put a humble suggestion in response : Art of Living ORGANIZATION ( Sri Sri Ravi Shankar fame) have organized many such programmes with intensions of uniting social issues with the arts especially cooking, music & dancing. named WORLD CULTURAL FESTIVAL, BRAHMNAAD, ANTARNAAD, ANNAM BRAHMAM, TAAL NINAAD & most recent YOGATHON etc.

  Like

   
  • jay vasavada JV

   April 7, 2012 at 1:58 AM

   tart of living nu pradan sangeet ne social work ma kharu. literature ma nahi. art na koi eva awards / purskar pan nahi.

   Like

    
 32. biren

  April 26, 2012 at 1:29 AM

  hay, jaybhai i have read the transcripts of these lecture on one of the site, but count get the link, and rit now also want to read of all other lectures also, so, can u plz provide, if u know,

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: