છેલ્લા ૧૨ વર્ષથી લખાતા વેકેશન આર્ટીકલના પહેલા ભાગમા વાંચવા જેવા પુસ્તકો વિષે વાંચ્યું હશે. ઘણા મિત્રોએ એ ક્યાં મળે એ પૂછ્યું છે. અંગ્રેજી પુસ્તકો તો ક્રોસવર્ડ લેન્ડમાર્ક જેવી જાણીતી જગ્યા એ મળે. એ બધા અને ઉપરાંતમા રજનીશના પુસ્તકો ઓનલાઈન પણ મળે છે. અન્ય પ્રકાશનો અમદાવાદના નવભારત, અરુણોદય તથા મુંબઈના ઈમેજના છે. સમરહિલ ઓએસિસનું છે. સહેલો રસ્તો એ કે હું જેમની મદદ લઉં છું એ રાજકોટના પુસ્તકવિક્રેતા અમિત ઠક્કર , રાજેશ બુક સ્ટોલ, લોધાવાડ પોલિસ ચોકી સામે, લોધાવાડ ચોક -૦૨૮૧-૨૨૩૩૫૧૮ પર ફોન ઘુમાવી માર્ગદર્શન મેળવી લેવું. બધું જ લાયબ્રેરીમાં મળે એટલા આપણા ગ્રંથપાલો હજુ આધુનિક નથી થયા. 😛
અને આજ ના આર્ટિકલમાં ઉલ્લેખ છે એ મ્યુઝિક વિડીયોઝની લિંકસ આ રહી :
જે સિરિયલની વાત કરી એના ત્રણ સીન્સ અહીં માણવા જેવા છે (થેન્ક્સ રથીન રાવલ, જીગ્નેશ કામદાર ) :
મ્યુઝિકમા લંકા ફિલ્મનું અનહદ ગમતું ગીત આ રહ્યું..પણ એ ગીત આખું ને આખું અલબમ સાંભાળજો.
અને ટેન્ગલ્ડ…
એક દિવસમાં કેટલું જોશો હવે? બાકીની સામગ્રી વેબસાઈટ, ફિલ્મ્સ વગેરે ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા સ્પેકટ્રોમીટરમા છે જ. 🙂 ફિલ્મ્સ ના નામ સર્ચ કરશો ટ્રેલર પણ મળી જશે. ‘એક દિવાના થા’ તો જાણીતું છે, પણ ફુરસદે આખું સાંભાળજો.
હેવ ફન..ફરી મળીશું બુધવારે. ત્યાં સુધી ઇન્ડેક્સમા જઈ જુની પોસ્ટ્સમાંથી કંઈ રહી ગયું હોય તો માણો 🙂