એનડીટીવીના ‘જય જવાન’માં અક્ષયકુમારે કેવી રીતે એક ટ્રેઈન્ડ સૈનિકને મુકાબલામાં ફક્ત હાથ મિલાવીને પલકવારમાં ભોંયચાટતો કરી દીધેલો એ દ્રશ્ય મને હજુ ય યાદ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૪૫ વર્ષે ય ફિટેસ્ટ બોડી ધરાવતા અક્ષયકુમારે એક મુલાકાતમાં સેહતનું સિક્રેટ શું કહ્યું છે એ નીચે ધ્યાન દઈને વાંચો. કાજુકતરી કે રસમાધુરી કે અંજીર-ખજુર રોલ જેવી બેસ્વાદ મીઠાઈઓના રવાડે ચડી મેસૂબ-ઘારી તો ઠીક પણ ઘરમાં જ બને એવા ગાયના અસલી કણીદાર ઘીમાં લચપચતા ચુરમાના લાડુ, ચળકતી તાજી બુંદી, કેસર-બદામ વાળો ગરમ મોહનથાળ કે ઘી-ગોળના રસબસતા એલચી-કિસમિસવાળા શીરાને જોઈને જ ભડકતા ‘ચોકલેટી’ ચકુડા-ચકુડીઓને અક્ષયે એક ફેરવીને કાનની નીચે રમકાવી છે. 🙂
*I play sports like volleyball, swimming, I go trekking, and rock climbing and I love water sports. Another thing which is a must is desi ghee, because it is very healthy. Your body needs that kind of nourishment especially your bones and joints. My grandmother, who passed away last year, was alive till 98 and used to have 2 spoonfuls of ghee every day. It is not fattening, it is only fattening if you eat ghee and don’t exercise.
*Another problem is lot of people take steroids, powders and myoplex. Time has gone when man used to believe in mothers’ home cooked food, now they all depend on myoplex as it is the shortcut and the easiest way to make a body. People believe in dieting, you can diet but see to it that you finish your dinner before 6 in the evening. Eat whatever you want to eat, but eating after that is useless. After 6:30-7 whatever you are eating is slow poison.
*The most important thing that people don’t concentrate on is warm up and after finishing your workout, cooling down. This is something 99 percent of the people avoid as they think that the real thing is exercise. But cooling down is very important, when you finish your exercise; you have to give your body ten minutes to cool down because that is the time when your nerves starts opening so you have to relax them.
*I sleep early and get up early, I don’t really enjoy partying. I don’t say that it is bad to party but I just don’t enjoy it. I don’t get it as to why they play such loud music. If I am going to wish someone for their wedding or birthday then I wish them and come out. You won’t believe but by 9 o’clock I am gone. I like to sleep early; I am a guy who sleeps by 9-9:30 and get up by 4-4:30 in the morning. Twinkle also sleeps by quarter to nine. We both like to sleep early and get up early. Life becomes very calm if your partner sleeps at the same time. I have done photo sessions at 4:30-5 in the morning and lot of heroines curse me because of that.
(courtesy : bollywoodhungama )
એના વહેલા સુઈને ઉઠે વહેલા, એ સહુ સાચા વીર…બળ-બુદ્ધિ ને વિદ્યા વધે, સુખમાં રહે શરીરની વાત કદાચ એને જ પોસાય તેવી છે, કદાચ મારાં જેવા ઘણા ઈચ્છે તો યે એ શક્ય ના બને. પણ એ રાત્રે ૯ વાગે સુવે એની બે-ત્રણ કલાક પહેલા ખાવાનું બંધ કરવાની વાત કરે છે. આપણે ધારો કે રાત્રે એક વાગે સુતા હોઈએ તો સાડા નવ સુધીમાં આટોપી લેવું. એક્ચ્યુઅલી, કોઈ શ્રમ ખાસ ના હોય તો રાત્રે રોજ જમવું એ ચરબીની ગરબી જ છે. અને સુવો મોડા તો ય ઊંઘ છ-સાત કલાકની પૂરતી જ લેવી. અક્ષય ૯ થી ૪ની લે તો ૪ વાગે સુનારે ૧૧ વાગે ઉઠવું ! (મારી જેમ ! :P)
અને ખાસ પરણેલા માણસો માટે , તન-મન બંનેને દુરસ્ત રાખતી આ અક્ષયની હેપિનેસ હેલ્થ ટિપ આ તસ્વીરમાં 😉