વધુ એક ૮ વર્ષ જુના વિન્ટેજ લેખમાં ડૂબકી લગાવતા પહેલા જરાક કેફિયત વાંચો. દરેક સર્જકના જીવનમાં કેટલીક કૃતિઓ એવી હોય છે જેને એ દિલથી ચાહે છે, પણ એ જે વ્યક્ત કરવા માંગે એ ઘણી વાર વધુ અટપટું બની ગયું હોઇને કે એકદમ પર્સનલ સ્પેસ / ચોઈસનું હોઇને કે સમયથી વહેલું હોઇને એના ઓડિયન્સ / ભાવકો સુધી બરાબર પહોંચતું નથી. જેમ કે, પોપ્યુલર એકઝામ્પલ્સ છે : કાગઝ કે ફૂલ (ગુરૂ દત્ત) કે મેરા નામ જોકર (રાજ કપૂર).
વાત જો કે ફિલ્મોની નહિ, વાર્તાની નહિ, નિબંધાત્મક લેખોની છે. અંગત રીતે મેં લખેલા દોઢેક હજાર લેખોમાં હું જેને ટોપ ટેનમાં સ્થાન આપું એવા આ લેખ સાથે ય આવું જ બનેલું. રેફરન્સમાં મળતી માહિતીનું સાયન્સ કે તહેવારો સાથે આવતા મનોરંજનના કોમર્સને બદલે પ્યોર આર્ટસની આંગળી પકડેલી. આ લેખ એકી બેઠકે સડસડાટ લખ્યો. મને બહુ ગમ્યો, લખાઈ ગયા પછી. કશુંક સાવ અલગ લખ્યાનો , શબ્દોથી જાણે અલાયદા ચિત્રો દોર્યાનો સંતોષ થયો. પણ તહેવારને લીધે કે કે પછી બાઉન્સર જવાને લીધે રીડરબિરાદરોને બહુ પસંદ ના પડ્યો કદાચ. નેટ પહેલા પણ મને ફીડબેક તો મળતા જ રહેતા હોય દરેક લેખોના. સંપર્કક્ષેત્ર પણ બહોળું. આ લેખ જાણે અઠંગ ચાહકોના સ્મૃતિપટ પરથી ભૂંસાઈ ગયો. જે થોડાક પ્રતિભાવ ત્યારે મળ્યા એમાં બધાને અઘરો લાગ્યો / અડધેથી પડતો મુક્યો જેવી વાત જ વિશેષ હતી.
આખો લેખ જો કે આર્ટિસ્ટિક મેટાફોરમાં છે. મેં શૈશવથી જુવાની સુધી એમાં ઝીલેલા રંગોનું મુગ્ધ વિસ્મય ઉતારવાની કોશિશ કરેલી એમાં. રંગબેરંગી દુનિયાનું કુતૂહલ આજે ય મારાં મનમાં અકબંધ છે. રંગો મને ભૂલકાંની જેમ જ ખેંચે છે. (મારાં ગોવિંદાબ્રાન્ડ આઉટફિટ્સમાં એ ઝળકી પણ જાય lolz 😛 ) પણ અહીં એની સંગાથે અંગત જીવનમાં છાપ છોડી ગયેલી કેટલીક ઘટનાઓની મેમરી ટ્રીપ પણ હતી. જાણે બ્રેઈનના ફોલ્ડરમાં કલર કોડિંગથી એ ઇવેન્ટસ્ સ્ટોર થઇ હોય!
એની વે , સમય અને ભાવકો બદલાયા છે. એટલે વધુ એક વાર આ લેખ મુકું છું. પરાણે ગમાડવાની જરૂર નથી 😀 પણ, રામગોપાલ વર્માએ એમની ફ્લોપ પર્સનલ ફેવરિટ ‘રાત’માંથી શીખીને સુપરહિટ ‘ભૂત’ એ જ પ્લોટ પર ફરી બનાવેલી, એમ ક્યારેક આની ‘રિમેક’ તો કરીશ જ ! આ લખ્યું ત્યારે તો વિદેશપ્રવાસો કે કેટલીક ઈમોશનલ જર્નીના અનુભવ પણ નહોતા. એના શેડ્સ ઘૂંટીને !
અંતમાં ધુળેટી પર અચૂક યાદ રાખવા જેવી એક ફિલ્મ છે. ચિત્રમહર્ષિ હુસેનસા’બની પારખું નજરે પડદા પર પૂરેલી રંગોળી સમી હોળીની શબ્દશઃ ‘રંગીન’ અનુભૂતિની મીનાક્ષી : ટેલ ઓફ થ્રી સિટીઝ ! જેમની સુક્ષ્મ સમજ અને કળા દ્રષ્ટિ થોડીક વિકસેલી હશે , એમને તો આ લેખ વાંચીને ય હુસેન સાથેનું મારું અદ્રશ્ય કનેક્શન ખબર પડી જશે. 🙂 “મીનાક્ષી” સ્વયમ એક અદભૂત આધુનિક સાહિત્યકૃતિની સમકક્ષ ફિલ્મ હતી. અહીં પણ રહેમાનના જાદુઈ ઓડિયો સાથે અઢળક મોડર્ન અને ટ્રેડિશનલ કલ્ચરલ સિમ્બોલ્સની રંગ-રમઝટ છે. પ્રકૃતિ અને સંસ્કૃતિના મૂળિયાથી ખીલતી કળા છે. કલર કોન્ટ્રાસ્ટ એન્ડ મેચિંગના કમાલ કોમ્બિનેશન નાયિકાના શણગારથી બેકડ્રોપના પ્રોપ્સ સુધી જોવા મળશે. હૈદ્રાબાદ અને જેસલમેર એ બે શહેરોની આગવી અને એકબીજાથી અલગ ફ્લેવર્સ કલર્સમાં કેવી રીતે પારખું નજર અને સંવેદનશીલ હૈયું ઝીલી શકે એ નિહાળો ! ભારતને ઘોળીને પી ગયો હોય એવો સર્જક જ આવાં પિક્ચરાઇઝેશનની પિચકારી મારીને આપણને તરબોળ કરી શકે !
હેવ એ રાઈડ. કલર ઓફ વર્ડ્સ. કલર ફોર આયઝ. ધેટ્સ ફેસ્ટીવ ફેન્ટેસી !
******
આ દેશ બ્લેક એન્ડ વ્હાઈટ હોત, તો કેવો હોત?
ચાર્લી ચેપ્લીનની ફિલ્મ જેવો? સાંજના ચોળાયેલા અખબાર જેવો? દૂધમાં નહાતા શિવલિંગ જેવો? ફેંગ શૂઈના ‘યિન-યાંગ’ વાળા સિમ્બોલ જેવો? કાદવમાં ઉભેલા બગલા જેવો? કાળા વાદળમાં છૂપાયેલા ચંદ્ર જેવો?
થેન્ક ગોડ. આપણું ભારત આવું નથી. બડુ રંગીન છે. એકદમ કલરફૂલ. ભારત કદી શ્વેત-શ્યામ કેમેરામાં સમાઈ ન શકે. ભારતને ઓળખવા માટે તો મલ્ટીકલર હાઈ રિઝોલ્યૂશન ડિજીટલ કેમેરા જોઈએ. આ દેશ રંગોથી છલકાય છે. કુદરતના, માણસોના, જીંદગીના, ઈતિહાસના, ખાણીપીણીના, શણગારના, લગ્નના, લાગણીના, ધર્મના અને તહેવારોના રંગો. રંગો જ રંગો. નેચરલી, હોળી- ઘુળેટી જેવા રંગબેરંગી ઉત્સવનો ઉદભવ ભારત જ બની શકે. કલરફૂલ ઈઝ ચીઅરફૂલ. જે રંગીન છે, એ મસ્ત છે. બોલે તો એકદમ ઝક્કાસ, મામૂ!
ઝાઝું વિચાર્યા વિના ભાષણોમાં તાળીઓ પડાવનારા ભલે કહે કે પામર, પાપી પરદેશી તહેવારો તો એક જ દિવસની લાગણીઓ અભિવ્યક્ત કરે છે. પણ તહેવાર માત્ર એક દિવસ કે બહુ બહુ તો બે-ત્રણ દિવસની ઉજવણીનો જ હોય. સતત ચાલે એ જીંદગી, જ્યાં જીંદગી થંભી જાય અને મન થનગનવા લાગે એ પર્વ. આ જુઓ ને, માણસોના મગજને પોતાની સંકુચિત વિચારોમાં રંગવા માટે તત્પર કટ્ટરવાદીઓને ભૂલીને ખરેખરા રંગોથી રમવાની ઘૂળેટી- હોળીનાય બે’ક દિવસ છે! એમાંય રંગે રમવાનો તો ફક્ત એક, નહિ અડધો જ દહાડો! સો સેડ.
પર્સનલી સ્પીકિંગ, રંગે રમવા કરતા બીજાને રંગાયેલા જોવાનો અનુભવ ઝાઝો છે, એટલે રંગાયેલા થોબડા (તો શું એને મુખારવિંદ કહેવા?) જોવાનું મનોરંજન કદાચ રમવા કરતા વઘુ પસંદ છે. પણ એથી કંઈ દુનિયા ઘૂળેટી ખેલતી બંધ નથી થતી. ભૈ, કોઈક દિલ ખોલીને રંગોમાં નીતરે છે, તો જ આપણી બ્લેક એન્ડ વ્હાઈટ લાઈફ એમની ધમાલ જોઈને જરા રંગરંગીન થાય છે. પણ ઘૂળેટીનો આ રવિવાર પૂરો, કે રોમાંચ ખતમ. રંગ નિતારીને ફરી હતા એવા ઢંગમાં ગોઠવાઈ જવાનું. બેક ટુ સ્ક્વેર. કલરની પિચકારીઓ કે પાઉડર પાછા પેક. કેસૂડાં ઘોળેલા કેસરવરણા સ્નાનને સલામ. જાણે ‘યૂથ ફેસ્ટિલ ઓફ ઈન્ડિયા’નો શમિયાણો (ન સમજાયું કોન્વેન્ટ કિડસ? સ્ટેજ!) વિખેરાયો. હોળી ઘુળેટી ખરા અર્થમાં વાયબ્રન્ટ એન્ડ એનર્જેટિક યૂથ ફેસ્ટિવલ છે. બાકી અપુનકા હિન્દુસ્તાનમાં બીજા ક્યા તહેવારોમાં નર અને નારી આટલી સહજ રીતે જાહેરમાં એકબીજાને સ્પર્શી શકે છે? વળગી શકે છે? ગાતા નાચતા ભીંજાઈ શકે છે?
પણ કોણ કહે છે કે આજની સાંજે ઘૂળેટી પૂરી થશે? ઘૂળેટી એટલે રંગોનો ઓચ્છવ. અને જીંદગી હૈ તો ખ્વાબ હૈ… અને સપના તો હંમેશા સતરંગી જ હોવાના! સપનાં જ નહિ, હકીકતો પણ ટેકનિકલર હોય છે. બચપણથી બૂઢાપા સુધીની આપણી જીંદગી ચોવીસે કલાક ચાલતો નોનસ્ટોપ કલર ફેસ્ટિવલ છે. જે લોકો ઘૂળેટી રમતા નથી હોતા એ મોટા ભાગે તો સોગિયાં-વેદિયા વ્યક્તિત્વો હોય છે. નેગેટિવ, ટોટલી! પણ કેટલાક બીજાઓ રંગારંગ ધાંધલ કરતા હોય છે, ત્યારે રંગો પર વિચારવાની લકઝરી ભોગવે છે.
જીંદગીના રંગ ખરેખર તો વિચારોના તરંગનો પણ વિષય નથી. બે ‘ચર્મચક્ષુ’ (દિમાગ, કલ્પના, વિચાર) ખોલી નાખો તો ચોવીસે કલાકની એકે એક ક્ષણ જીવન આપણી સાથે ઘૂળેટી રમીને આપણને રંગની રંગત આપતું દેખાશે. માણસ જન્મે ત્યારથી રંગ સાથેનો એનો રિશ્તો જોડાઈ જાય છે. જે કદાચ એ મરે ત્યારે પણ ખતમ નથી થતો… શાયદ, રૂહ કા ભી રંગ હૈ!
જોઈ લો, જીંદગી આપણી સાથે કેવા નોખા અનોખા રંગોની ઘૂળેટી રમતી રહે છે ! બિલાડીની આંખનો રંગ, પોપટની ચાંચનો રંગ, ઘંટીમાં પીસાતા બાજરાનો રંગ, કોઠીમાં ઠલવાતા ઘઉંનો રંગ! આ બધા શૈશવના રંગો છે. કલર્સ ઓફ ચાઈલ્ડહૂડ. ફૂલો પર ચકરાવો મારતા પતંગિયા અને દરિયાકિનારે પગમાં અટવાતા છીપલાં આપણી સાથે રંગે રમતા હોય છે. ભીંતની તિરાડમાં જતી કીડીઓ અને માએ ભરેલી આભલાવાળી ટોપીઓ પણ રંગીન હોય છે. કાર્ટૂન ફિલ્મમાં દેખાતા ડોનાલ્ડ ડકની કેપ બ્લૂ છે. કોમિક્સમાં કૂદાકૂદ કરતા ફેન્ટમનો પોશાક જાંબલી છે. કેડબરી ચોકલેટ કથ્થાઈ છે. ગુલાબી સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ પર લાલચટ્ટક ચેરીના ટોપિંગ્સ શોભે છે. બબલગમના પીળાં લેબલ અને લખોટીના લીલા-વાદળી રંગોનું કેલિડોસ્કોપ બને છે. તડાફડીવાળા ફટાકડાનો લાલ રંગ, ચિત્રવાર્તાના કનૈયાનો બ્લ્યુ રંગ, સૂંઢાળા હાથીનો કાળો રંગ, નાળિયેરની પ્રસાદીવાળા હનુમાનજીનો સિંદૂરિયો રંગ, બાથરૂમમાં ઉડતા સાબુના પરપોટામાં ફેલાતા મેધઘનુષના રંગો!
આ બધા રંગોથી બચપણ ઘડાય છે. એમાં મંદિરની ફડફડતી ધજાના ઝાંખા થયેલા રંગો છે, તો સાઘુના કપાળે થયેલા તિલકનો ચંદનની સુગંધવાળો ભગવો રંગ છે. બચપણમાં લોબાનની ખૂશ્બૂવાળો રેશ્મી લીલો રંગ છે, તો ચર્ચના ક્રોસનો રૂપેરી ચળકતો રંગ છે. એમાં સરદારજીની રંગબેરંગી પાઘડીઓ છે, અને ઘરના કબાટમાં થપ્પી થયેલી એથીયે વઘુ રંગબેરંગી રજાઈઓ, ચાદરો અને ઓશિકાઓની થપ્પી છે! જમીન પરથી જડેલું એક મોરનું પીંછું છે, અને ખોળામાં ખરેલું પીપળનું લીલું પાન છે!
ધીરે ધીરે દુનિયા જવાન બને છે. તમન્નાઓ અંગડાઈ લે છે, સાહસ ઉછાળા મારે છે. નીલા રંગના દરિયાના ધૂઘવતા મોજાઓની જેમ! વાદળી આસમાનને ચપટીમાં પકડવાનું જોશ જાગે છે. આભના તારલિયાઓ સુધી પહોંચવાની દોટ જન્મે છે. હવે ડેનિમ જીન્સનો નેવી બ્લ્યૂ કલર લાઈફમાં પ્લસ થાય છે. હવે ખાખી જેકેટની બહાદુરી શરીર પર ચડે છે. કેનવાસના શૂઝ પર ભુરી ઘૂળિયા પરત ચડી જાય છે. હવે કાળમીંઢ ખડકો એના પર સવારી કરવાનું આહવાન આપે છે. ક્રિકેટના સ્ટેડિયમની હરિયાળી આમંત્રણ આપે છે. ઘેધૂર જંગલની ઓલિવ ગ્રીન પ્રગાઢના બાંહો ફેલાવીને ઉભી છે. એમાં દીપડાની ખેંચાયેલી સોનેરી રૂંવાટી પર તણાઇને પહોળા થયેલા કાળા ડાઘ છે. પાંખો ફફડાવતા સુરખાબની વળાંક લેતી ગુલાબી ડોક છે. પગ નીચે સૂક્કા પાંદડામાં સરકી જતા બ્રાઉન રંગી અજગરની સુંવાળપ સ્પર્શે છે. કોઇ રબારણના કાળા પોલકા સાથે ફરફરતી લાલ લીલી બાંધણીવાળી ઓઢણીથી આંખો અંજાય છે. બળદના રંગેલા શિંગડા દેખાય છે. નોટ બૂકોમાં રેલાતી પેનની શાહી અભ્યાસના વર્ષોને ડિપોઝિટ કરતી જાય છે.
હવે જીંદગી આપણી સાથે ફૂલ સ્પીડમાં હોળી ખેલે છે. રંગીન ગુબ્બારાની જાણે વર્ષા થઇ જાય છે. મુઠ્ઠીઓ ભરીને કોઇ અજાણ સર્જનહાર ગુલાલ ઉડાડે છે. હળવેકથી કોઇ ગાલે હળદર – કંકુના ટપકાં કરે છે. જી હા, હવે જીવનમાં જુવાનીનો રંગ આવ્યો છે!
ટેલિસ્કોપમાંથી બ્રહ્માંડના રંગીન તેજફૂવારાઓ દેખાય છે. રજસ્વલાને રકતના દર્શન થાય છે. પાર્કિંગ લોટમાં પડેલી બાઇક અને કારની રંગબેરંગી કતાર જોઇને મનમાં મીઠો સળવળાટ થાય છે. સેંથામાં લાલ કંકુ ઝરે છે. ચમચમાતી મોજડી પર રંગોના બિંદુઓ ચમકે છે. બરફીલા હિલ સ્ટેશને પર્વતે ઓઢેલું સફેદ હિમનું સ્વેટર દેખાય છે. ધખધખતા રણની ભૂખરી રેતીને કચડતા કાળા શૂઝનું વજન આવે છે. યૌવનમાં રંગો તો જાણે આસપાસ ફેરફૂદરડી ફરીને નૃત્ય કરવા લાગે છે! મેટ્રો સિટિઝના મેઇન રોડ પર ઇલેકટ્રિક સંતાકૂકડી રમતાં રંગીન સાઇન બોર્ડસ સાપની જીભની જેમ લબકારા મારે છે. ડાન્સફલોરની અંધારી રાતોમાં પીળા, બ્લુ, લાલ પ્રકાશના શેરડાઓ નાચી ઉઠે છે. લોખંડની હથોડી અને સોનાની લકી હાથ સાથે ઘૂળેટી રમે છે. દીવાલ પર લટકતા લક્ષ્મી – ગણેશ – અંબાના રંગબેરંગી ચિત્રો સામે હાથ જોડીને ઉભા રહેવાની મુગ્ધતા પૂરી થઇ ગઇ છે. નિર્દોષ અલ્લડપણાના દૂધમાં હવે ચાલાકીનો કસ્ટર્ડ પાઉડર જાંબાઝીની ફલેવર સાથે ઉમેરાય છે.
યુવાની બોડી પેઇન્ટિંગની ઘૂળેટી છે. આખા શરીર પર છૂંદાતા રંગબેરંગી ‘ટેટૂઝ’ની આ સીઝન છે. ડિઝાઇનર કલરવાળા ઇન્ટિરિયર આંખમાં હીંચકા ખાય છે. કોમ્પ્યુટર પર કલરફૂલ વોલપેપર્સ અને સ્ક્રીનસેવર્સ ૧૨૦૦ ડીપીઆઇના પિકસેલ્સથી પ્રગટે છે અને પીગળે છે. નવાનક્કોર મોબાઇલના ૬૩,૦૦૦ કલર્સ ડિસ્પ્લે કરતા સ્ક્રીન પર ગેઇમ રમવાની લિજ્જત આવે છે. સ્ટેઇન્ડ ગ્લાસની ક્રોકરી શો કેઇસમાં સજાવાય છે. ફલ્યુરોસન્ટ કલરના ટોપ શોપિંગની ટોપલીમાં મૂકાય છે. ગ્લેમરસ ગ્લોસી મેગેઝીન્સના પ્લાસ્ટિક – લેમિનેટેડ પાનાઓ આપણા પર રંગછાંટણા કરે છે. મલ્ટીપ્લેકસ સિનેમાના કોરિડોરમાં રંગોના ધોધમાં ન્હાઇ લેવાનું હોય છે. ટીવી પર અંગની સાથે રંગ દેખાડતા રિમિકસ મ્યુઝિક વિડિયોની થિરકન હોય છે. બ્યુટી પાર્લરના આયના સામે કિસમ કિસમના કલર્સવાળા કોસ્મેટિકસનો ઢગલો હોય છે. સોફટ લાઇટિંગની વચ્ચે ઝળહળ થતી ગોલ્ડ એન્ડ ડાયમંડ જવેલરીમાંથી રંગીન પ્રકાશના કિરણોનો ગુચ્છો રચાય છે. ફૂલના બૂકે સાથે મોકલાતા ગ્રીટિંગ કાર્ડમાં રંગીન સ્કેચપેન્સથી ડિઝાઇન થાય છે. મેટલિક કલરવાળા સ્કૂટરેટ પર કલર્ડ સ્ટીકર ચોંટે છે.
માર્કેટિંગ યાર્ડમાં ઠલવાતા લાલ મરચાં અને અગાસીએ જૂની છાપેલી સાડી પર થતી પીળી હળદરની સૂકવણી આપણી સાથે હોળી રમતી હોય એવું નથી લાગતું? ખાણમાંથી નીકળીને એરકન્ડીશન્ડ લેબોરેટરીમાં ટેસ્ટ થતા ખનીજોથી કુદરત આપણને પિચકારી નથી મારતી? બગીચાઓમાં જોગિંગ કરતી વખતે નાનકડાં ફૂલો આપણને રોજ ‘હોલી હૈ’ નથી કહેતા? સ્ટેજ શોમાં ચાલતું ભરત નાટયમ નૃત્યરંગ નથી? લગ્નમંડપમાં કાંજીવરમથી બનારસી સુધીના સાડી-સેલાઓ કંઈ ઘૂળેટીના ઘૂબાકા કરતા કમ છે? ટાઈ પર બ્રાઈટ કલરની સ્ટ્રિપ્સ કે ડીવીડી પ્લેયરમાં થતી રંગબેરંગી લાઈટસ પણ એવરગ્રીન ઘૂળેટી રમે છે.
નવરાત્રિના સજાવેલા દાંડિયા, મોહર્રમના કલાત્મક તાજીયા, દિવાળીની રંગોળી કે ક્રિસ્મસ ટ્રીના ડેકોરેશનમાં પણ રંગોની છોળ હોય છે. રેંકડીમાં ભીંસોભીંસ ગોઠવાયેલા નારંગી, સફરજન, ચીકૂ, કેરી, કેળાં, અનાનસ વગેરે પણ રંગેચંગે હોળીની મુબારકબાદ પાઠવે છે. ટેબલ પર પડેલું ક્રિસ્ટલ બોલનું પેપર વેઈટ અને સી.ડી.ની શાઈનિંગવાળી સપાટી પર ઉભરાતા રેઈનબો કલર્સ પણ ઘૂળેટીની મોજમાં છે. જમવાની થાળીમાં ભાખરીના કથ્થાઈ રંગ સાથે મોગરીના રાયતાનો શ્યામગુલાબી રંગ, સેવ-ટેમેટાંના લાલ પીળા રંગ સાથે લીંબુનો પોપટી રંગ… તેલમાં તળાતી પુરીઓ જરાક રતાશ પકડે કે કહીએ છીએ, સાંતળી લેવાઈ! બરણીમાં ભરેલ મુરબ્બો સ્હેજ ફિક્કો થાય કે ખબર પડે બગડી ગયો! કલર કલર એવરીવ્હેર! રંગો – વગરની જીંદગાની કેવી સુની હોત!
જવાનીમાં કોઈ રંગેલા પાતળા નખ કે પર્પલ લિપ્સ પણ એક રંગીન અહેસાસ આપે છે. મોરેશ્યસના દરિયા જેવી માંજરી આંખો, ગોલ્ડન ટોનમાં બ્લીચ કરેલા વાળ અને મેજેન્ટા ટિપકી સાથેનો પિન્ક દુપટ્ટો બંધ આંખોએ ફાગણની મોસમ લઈ આવે છે. વરસાદની ૠતુમાં ડાર્ક કલરની ધરતી પર સિલ્વર લાઈટ આપતી વીજળીના કડાકા થાય છે. જવાની આગની જવાળાઓનો રંગ છે. મેળામાં મળતા ચાકળાનો રંગ છે. ઝગારા મારતા પોલાદનો રંગ છે.
અને જીંદગી બૂઢાપાની સંઘ્યાના રંગો પણ વિખેરે છે. ઈર્ષા, તિરસ્કાર, દગાબાજી અને ઉપેક્ષાના ઘેરા ઘેરા રંગો. હવે રંગબિરંગી દવાઓની કેપસ્યૂલ્સ ઘૂળેટી રમવા લાગે છે. દિવસમાં ત્રણ વખત ! રાષ્ટ્રપતિ ભવનના પથ્થરની જેમ ચામડીના રંગને એક ઝાંખપ આવે છે. વિચારો હિંમતને બદલે હતાશામાં રંગાય છે. પ્રકૃતિ દુનિયામાં ગોરા, કાળા, બ્રાઉન, યેલો… દરેક રંગના ઈન્સાનો બનાવીને, એથી યે વઘુ રંગની વનસ્પતિ, પશુ, પંખી, માછલીઓ બનાવીને નિરંતર ઘુળેટી રમી રહી છે. પણ વાળ કાળા હોય કે સોનેરી, બૂઢાપો આવે ત્યારે સફેદ થતા હોય છે. સફેદ હોસ્પિટલની દીવાલોનો, શાંતિનો કફનનો, સુલેહનો રંગ!
પારદર્શક અરમાન હવે ઘટ્ટ થવા લાગે છે. રંગો ઉખડવાનો વખત આવી ગયો છે. ગમે ત્યારે ઘૂળેટીનો કોલાહલ બંધ થઈ જશે અને છવાઈ જશે મોતનો કાળો રંગ! માટે દિલ ખોલીને, જાન નીચોવીને, મન ભરીને રમી લો જીંદગીની ઘૂળેટી! મોત આપણને રંગે, એ પહેલા આપણે જીંદગીને રંગી નાખવી જોઈએ. એના માટે નરી આંખોથી દેખાતા રંગોનું કામ નથી. એ માટે જોઈએ કદી આંખોમાં ન દેખાતા, પણ હૃદયમાં સમાતા લાગણીના રંગો! પ્રેમ, શ્રઘ્ધા, વિશ્વાસ, ઉદારતા, સદભાવ, આનંદ, હાસ્ય, કળા, માદકતા અને કોમળતાના રંગો!
આ રંગો બહારથી નહીં, અંદરથી ઉમટશે! એડ કલર્સ ઈન યોર લાઈફ. જીંદગીની ‘હોળી’ અટકશે અને રોજ ઘૂળેટી માણવાની મજા પડશે.
બી ચીઅરફૂલ, લિવ કલરફૂલ !
ફાસ્ટ ફોરવર્ડ
રંગ રંગ મેરે રંગ રંગ મેં રંગ જાયેગી તૂ રંગ
સંગ સંગ મેરે સંગ સંગમે સંગ આયેગી સંગ
રંગ સંગ મેરા મિલ જાયેગા,
અંગ અંગ તેરા ખિલ જાયેગા!
રંગો મે હૈ ઈશ્ક પ્યાર, આંખો મેં હૈ મસ્ત બહાર
હો બાહોં મેં હૈ પહેલા યાર, અરે લમ્હોં મેં હૈ ઈન્તેઝાર
મસ્તી ભરા મન મુસ્કાયે, હસતે ખેલતે હમ ખો જાયે
ગોરા સા બદન શરમાયે, કોરા સા યે અંગ ખિલ જાયે
રંગ રંગ મેરે રંગ રંગ જાયેગા તું રંગ
સંગ સંગ મેરે સંગ સંગ મેં સંગ આયેગા સંગ!
(દીપા મહેતાની ફિલ્મ ‘બોલિવૂડ હોલિવૂડ’નું ગીત)
# અને આ રહ્યો બોનસ વિડીયોઝ આજના – ભારતીયતાના અસલી રોજીંદા જીવનમાં વણાઈ ગયેલા રંગો નિહાળશો એટલે આપોઆપ હોલી હેપ્પી થઇ જશે !
Parth Thacker
March 8, 2012 at 10:38 PM
Just fall in love with this article…
Thank God Life is extremely Colourful…. 🙂
LikeLike
ASHOK M VAISHNAV
March 8, 2012 at 10:39 PM
શૈશવમાં તો નજર જ વીકસી ન ગણાય,તરૂણવયમાં તો દ્રશ્યપર નજર હજૂ ઠરી જ હોય, યુવાનીમાં રંગ ઓળખાય અને પ્રૌઢાવસ્થામાં પહોંચો ત્યારે multiple hues of greyની હદ પર ઉભેલી રાત્રિ અને નવરંગ સા રંગીલા ઉગી રહેલા પ્રભાતનો સંક્રાંતિકાળ સમજવો જોઇએ તેની સમજ પડવાનું ચાલુ થાય. એ પછીથી જીંદગીના અહેરા પર જે ચાસ પડ્યા હોય તેને સજને,સંવારને મૌસમ આવે.
આંતર દર્શનથી જ આ પૂર્ણ કાળાથી માંડીને પૂર્ણ સફેદ સુધીના રંગપટ પારખી અને માણી શકાય તે તો માટીનાં પાત્રમાં સિંહણનું દુધ ઝીલવા જેવી વાત થઇ.
અને આ એક રંગની વિવિધતાની ખોજની યાત્રા મનુષ્ય જીવનને બહુરંગીન બનાવે છે.
LikeLike
ankit
March 8, 2012 at 10:55 PM
વાહ જયભાઈ વાહ.લેખ વાંચતી વખતે એક વાચક તરીકે જીંદગી ની મેં જે રોલર કોસ્ટર રાઈડ નો અનુભવ કર્યો તો એક એક લેખક તરીકે આપે તો લખતી વખતે શું શું અનુભવ્યું હશે એની તો હવે કલ્પના કરવી જ રહી.રહી રહી ને એક વાત મન માં આવ્યા જ કરે છે આ એક લેખ નહિ પણ જય વસાવડા ને વાંચતી સાંભળતી વખતે કે જીવન સાથે આટલું બધું એકાત્મ કેળવવા ની ચાવી કઈ? ખાલી ઊંડી કલાસુજ થી જ આ લેખ માં તમે આટલો બધો જીવન રસ નીચોવી લીધો ? કે પછી તમે કહ્યું એમ દિલ ખોલીને, જાન નીચોવીને, મન ભરીને રમી લો જીંદગીની ઘૂળેટી! મોત આપણને રંગે, એ પહેલા આપણે જીંદગીને રંગી નાખવી જોઈએ. એના માટે નરી આંખોથી દેખાતા રંગોનું કામ નથી. એ માટે જોઈએ કદી આંખોમાં ન દેખાતા, પણ હૃદયમાં સમાતા લાગણીના રંગો! પ્રેમ, શ્રઘ્ધા, વિશ્વાસ, ઉદારતા, સદભાવ, આનંદ, હાસ્ય, કળા, માદકતા અને કોમળતાના રંગો!
LikeLike
jay vasavada JV
March 9, 2012 at 2:30 AM
tamne sacho javb j jadyo chhe !
LikeLike
મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!
March 8, 2012 at 11:03 PM
જે.વી બોસ! હોળીનો ‘રંગ’ આખરે તમે અહીં પણ નાખ્યો અને રાખ્યો ખરો !
LikeLike
jay vasavada JV
March 9, 2012 at 2:29 AM
અરે ઘણા વખતે…તમે ભારત આવ્યા પણ મળ્યા નહિ દોસ્ત 🙂 ક્યારે પાછા આવો છો?
LikeLike
મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!
March 9, 2012 at 2:27 PM
જયભાઈ…. પપ્પાના અવસાન બાદ થોડો સમય મા અને કુટુંબીજનો પાસે રહેવાનું ઘણું જરૂરી હતું. ઘણાં દોસ્તોની આ ફરિયાદ આવી છે. પણ યકીન સાથે જલ્દીથી પાછો આવીશ ત્યારે તમને મળવાનું જરૂરી બનશે જ. શુક્રિયા. અલ્ફ સલામા!
LikeLike
bhavishamaurya
March 9, 2012 at 12:25 AM
Very nice sir 🙂 you can play with words very nicely..as you readerbiradar we can simply say Awesome!!!!!! this is the truth of life and you painted through words nicely. 🙂
LikeLike
jay vasavada JV
March 9, 2012 at 2:30 AM
thnxxxxxxxxxxxxx
LikeLike
pratik shukla
March 9, 2012 at 12:40 AM
adabhut………..a.r.rehman na koi romantic song ni rhythem jevo lekh………..hats off……..woonderful and colourful like you…………
LikeLike
jay vasavada JV
March 9, 2012 at 2:31 AM
🙂 thnxxx
LikeLike
Ajay Mahendra
March 9, 2012 at 12:47 AM
જયભાઈ,
જીવન સાગર મા તમારી અધ્યતન ક્રુઝ મા તમે કરાવેલી આજની સફર અવિસ્મરણીય રહેશે.અત્યાર સુધી રંગો ને જાજુ મહત્વ નથી અપાયુ પણ હમણાજ પીસી થી લઈ નેપેન સ્ટેન્ડ સુધી મા ઘણા બધા રંગો મને ખુશિ માટે આમંત્રણ આપતા હોય તેમ લાગ્યુ…….અદભુત લેખ છે….
LikeLike
jay vasavada JV
March 9, 2012 at 2:29 AM
thnxxxxxxxxx
LikeLike
Jyoti
March 9, 2012 at 12:48 AM
મસ્ત કલરફુલ……..સફેદ રંગ થી શરુ થતું બચપણ કાળ ના કાળા અંધકાર માં ફેલાઈ મૃત્યુ બની જાય એની વચ્ચે જીવાતી જીંદગી અદભુત રંગો ની રંગોળી છે.તમે એનો આબેહુબ ચિતાર આપ્યો જય. હવે ખરેખર જો આવી જીંદગી ને મન ભરી ના માણીએ તો સોગીયા કે બુચિયા કહેવાઇએ. તમને ઉગતા સુરજ નો રંગ અને ઢળતી સાંજ ની લાલિમા, રંગબેરંગી બરફ ના ગોળા નો રંગ અને પાન ખાધેલા હોઠો નો રંગ પણ યાદ આવે છે ને? મલમલ કે કુરતે પે છીંટ લાલ લાલ…….જીંદગી એટલે ફક્ત રંગો ની જ રમત…………
આ આર્ટીકલ આજે પણ એકદમ તાજો-માજો અને રંગીનમિજાજ છે જય.
રંગ છે જય….રંગ છે.
LikeLike
jay vasavada JV
March 9, 2012 at 2:31 AM
s-ras 🙂
LikeLike
shyamal
March 9, 2012 at 2:33 AM
rang no dhodh alag-alag rite varasyo ho…
LikeLike
Reepal
March 9, 2012 at 3:41 AM
સતત ચાલે એ જીંદગી, જ્યાં જીંદગી થંભી જાય અને મન થનગનવા લાગે એ પર્વ. – wat a thought!!!! Awsm….
LikeLike
Nitu Patel
March 9, 2012 at 5:35 AM
amazing article sirji !!! didnt realize life is so colorful !! thanks for realizing it thru ur colorful article !!!
LikeLike
Envy
March 9, 2012 at 5:54 AM
મને આ લેખ બરોબર યાદ છે, મીરાં ના ગવાતા ભજન ની જેમ કે નદી પર ચાલતી હોડી ના હિલોળા જેવી રંગો ની આ અદ્ભુત સફર.
*
આટઆટલા રંગો વચ્ચે કોઈક વાંક-દેખા ને, ભૂખરો રંગ શોધવો હોય તો !! ‘વાઈબ્રન્ટ’ શબ્દ વાંચીને ત્યાંજ અટકી જાય 🙂
*
સફેદ અને કાળા રંગ વચ્ચે – કેટ કેટલા રંગ ની દુનિયા છે ! કિસી બચ્ચે સે પૂછ લો, તો જાનો.
*
ભારત માં આટઆટલા રંગો ની બૌછાર હોવા છતાં કેમ આપડી રોજીંદી ચીજો એટલી નીરસ બનાવવા માં આવે છે !? દા.ત.સાઈકલ, છત્રી
ભારત છોડો કે રંગો ના દરિયા હિલોળા મારતા દેખાય…..
LikeLike
pr@t!k
March 9, 2012 at 8:25 AM
Dear…,jaybhai
very mast n bewutifull moments i like thats wrighting.
LikeLike
Nirav
March 9, 2012 at 9:41 AM
So , colors are coming from myself ………..
Ja Ni Va La Pi Na La ………hi hi hi..
Rango nu Meghdhanush manas jat ne mubarak…..pan te pashu , pakshi o ne kem nahi malyu hoi ?
Thodak j pashu – pakshi o ek thi be colors olkhi shake chhe…..!
Again reply is must….Have joy and Enjoy.
LikeLike
Parth
March 9, 2012 at 10:08 AM
Only one word “SUPERB”
LikeLike
Dhaval
March 9, 2012 at 10:11 AM
Excellent writing………
jay sir u rockssss………
LikeLike
Nikul
March 9, 2012 at 10:32 AM
કોઈક દિલ ખોલીને રંગોમાં નીતરે છે, તો જ આપણી બ્લેક એન્ડ વ્હાઈટ લાઈફ એમની ધમાલ જોઈને જરા રંગરંગીન થાય છે.—-માત્ર સાહિત્ય ની દ્રષ્ટી એ નહિ પણ તત્વજ્ઞાન ની દ્રષ્ટી એ પણ જબરદસ્ત વિચાર છે. I can feel it. muaaahhhhh….:~DD
LikeLike
Megha patel
March 9, 2012 at 10:49 AM
U r just awesome!!!!
It took too too too long to read this article or I can say to ” Feel” this article..
Cz every word in this article is nt just a word it’s a feeling…..
Of our life, of our every phase of it, about every magical moments of life and so more…
While reading this article unknowingly I just escaped in my memories or flashbacks…
And I felt pink tht I have seen many colors in my life and even I felt little blue cz I know I have missed some of them may be cz I was totaly unaware of it or may be for some other reason which I could have bt whole journey was ultimately just,
Flowless and Fantastic…!!
And all of sudden my 4 years baby interupted me with her colorfull face! ( ofcourse of yesterday’s unwashed one, even though I applied best soap and rubbed her face till she shouted on me!!! And I got warning to leave the colors the way it was at tht time) with smile and asked me a question..
‘ mumma is there any small And tiny bottle like fruti or mazza in the flower? Which posses flower juice? Cz without tht how can butterfly sits on it and enjoys flower juice? And even I want to see tht bottel inside it and Even I want to drink from tht bottel !! Wow it will so exiting!!!!”
and I just smiled and thought
The Journey of the beutiful colors begins now…
It’s time to get set and enjoy…To
Be cheerfull, Live colorfull….!!!
And the spirit was inside my heart tht I will try my best tht she doesn’t miss a single color of her life ……
Thnks JV sir,,
for just being what u r…
LikeLike
jay vasavada JV
March 9, 2012 at 12:00 PM
vaaaah ! nice narration by u too !
LikeLike
dipikaaqua
March 9, 2012 at 10:55 AM
Wah JV….:)
Like an old wine, an old wound, an old friend and so yr old article.
LikeLike
Mitulkumar Patel
March 9, 2012 at 10:56 AM
વાહ જયભાઈ, વાહ !!!!!! શું લેખ લખ્યો છે, અરે આ લેખ નહીં, આતો જિંદગી ના મેદાન પર રમાયેલી રંગોની નેવર બિફોર ક્લાસિકલ ક્રિકેટ ગેમ છે. ( I am sorry, coz I can’t explain myself ok let me be more clear, its game of cricket played between Aussies and SA, where SA chased Aussies mammoth target 434 and clinched the series, it’s something like this. ) અરે શું રોલર કોસ્ટર રાઈડ છે આ લેખ માં સફેદ રંગ થી શરૂ અને કાળા રંગ થી સમાપ્ત. શું વાત છે. અને વચ્ચે તમારા બ્લોગ ના ટાઇટલ જેવુ “ કલરફૂલ કોસ્મોસ ઓફ કેઓસ ” . ખરેખર બેસ્ટ એવર જે.વી. આર્ટીકલ છે.
LikeLike
Mitulkumar Patel
March 9, 2012 at 10:57 AM
બેસ્ટ લાઇન આખા લેખ ની તો એ છે કે
બાકી અપુનકા હિન્દુસ્તાનમાં બીજા ક્યા તહેવારોમાં નર અને નારી આટલી સહજ રીતે જાહેરમાં એકબીજાને સ્પર્શી શકે છે? વળગી શકે છે? ગાતા નાચતા ભીંજાઈ શકે છે? “
રિઅલી આ લેખ લાસ્ટ ટાઈમ બહુ નહોતો વખણાયો તો તમારે આવી લાઈનો જરા વધારે લખવી જોઈએ કારણ કે સેક્સ અને એના પરનું લખાણ ગરમાગરમ ભજીયા ની જેમ ખપી જાય છે એવું મારૂ તો માનવું છે જ પણ તમે પણ ગણી વખત ડાઇરેક્ટ્લિ કે ઇનડાઇરેક્ટ્લિ કહ્યું છે એટલે, બસ ફક્ત એક સજેસન છે આ લેખ ની રીમેક ની તમારી ઇચ્છા માટે.
LikeLike
jay vasavada JV
March 9, 2012 at 12:00 PM
ghanu lkhyu j chhe ena par pan
LikeLike
પરીક્ષિત ભટ્ટ
March 9, 2012 at 11:00 AM
“પારદર્શક અરમાન હવે ઘટ્ટ થવા લાગે છે. રંગો ઉખડવાનો વખત આવી ગયો છે. ગમે ત્યારે ઘૂળેટીનો કોલાહલ બંધ થઈ જશે અને છવાઈ જશે મોતનો કાળો રંગ! માટે દિલ ખોલીને, જાન નીચોવીને, મન ભરીને રમી લો જીંદગીની ઘૂળેટી! મોત આપણને રંગે, એ પહેલા આપણે જીંદગીને રંગી નાખવી જોઈએ. એના માટે નરી આંખોથી દેખાતા રંગોનું કામ નથી. એ માટે જોઈએ કદી આંખોમાં ન દેખાતા, પણ હૃદયમાં સમાતા લાગણીના રંગો! પ્રેમ, શ્રઘ્ધા, વિશ્વાસ, ઉદારતા, સદભાવ, આનંદ, હાસ્ય, કળા, માદકતા અને કોમળતાના રંગો!
આ રંગો બહારથી નહીં, અંદરથી ઉમટશે! એડ કલર્સ ઈન યોર લાઈફ. જીંદગીની ‘હોળી’ અટકશે અને રોજ ઘૂળેટી માણવાની મજા પડશે.”…વાહ રે વાહ…યાર જેવીભાઈ; તમારી કલ્પના-દ્રષ્ટી ક્યાં ક્યાં પહોંચે છે!!!! અને દરેક બાબત ની સાથે સાંકળતુ એક નવુ જ ઉદાહરણ;નવી જ ઉપમા…અદ્દભૂત અને આવા રંગીન લેખની અંતમાં પંણ કેવી રજુઆત!!! આખ્ખો અંત અહી મૂક્યો છે;કારણ મને ખુબ સ્પર્શ્યો છે…યાર;એક વાત તો છે; કે વાંચન ના વિશાળ દરિયાથી લઈને અનુભવના લાં…બા રસ્તાઓ જેણે ખૂંદ્યા છે; એ જ આટલું અને આવું લખી શકે…સાચુ કહુ તો મેં આ લેખ અત્યારે જ વાંચ્યો….
ફરી એકવાર એ ઝીણી ઝીણી જગ્યાઓ પર ફરીને ત્યાં ના રંગો નિહાળી એને આત્મસાત કરી રજૂ કરનાર નજરને સલામ….
આતઆત!!!!
LikeLike
viralkamdar
March 9, 2012 at 11:05 AM
very very very nice, wonderful and touchy!!! Simply superb, and greater than the great! I love this article!!!
LikeLike
Chintan Oza
March 9, 2012 at 12:17 PM
wah sir..savare office avta road,footpath ane compound ma rahel vehicle par colorful rangoli rachayeli joi ne j adbhoot anand thayo a tame fari thi tajjo kari didho…tame pan aaj na lekh ma life na darek stage ne ekdum aabad rite upsavyu chhe..lekh karta pan tame khud anubhavelu amne text form ma convey karta hov avu lagyu sir…bahu j mast…aa varsh ni holi/dhuleti mara mate khas rahi kem k aapna aa favorite festival par j aa varshe bday pan avi gayo(7th march 🙂 )…really life ma different colors and colorful frnds thi vadhu kai nathi sir…and we are lucky enough k amne tamara jeva zindadil dost ni kalam thi jivan nu aat aatlu vaividhya manva male chhe….dil thi holi mubarak sir…have a colorful journey ahead.
LikeLike
mukeshkheni
March 9, 2012 at 12:51 PM
Rango se rang mile naye naye dhang khile,
khushi aj dwar mere dale hai dera.
typica jv’s article superrrrrrrrrrrbbb…….
LikeLike
arpit010
March 9, 2012 at 1:22 PM
કદાચ એટલો સમજદાર થયો નહિ હોઉં હું ……બાકી મેં જ્યાર થી ગુજરાત સમાચાર વાંચ્યું છે ત્યાર થી તમને વાંચ્યા છે…….શબ્દે શબ્દે રસ ટપકે છે આ લેખ માં……મારા એક teacher important line explain કરતી વખતે બોલતા કે “અટકી જાઉં છુ”……..એવું આ લેખ માં વારંવાર થયું ……પણ જેમ વાનગી ને ઉતારી નહિ પણ મમળી ને ખાવાની મઝા છે તેમ આ લેખ પણ ધીમે ધીમે વાંચવાની મઝા છે…..વાહ….
LikeLike
Naren
March 9, 2012 at 2:04 PM
simply gri8 article, hats off
LikeLike
ajay thakkar
March 9, 2012 at 4:05 PM
મન ભરીને રમી લો જીંદગીની ઘૂળેટી! મોત આપણને રંગે, એ પહેલા આપણે જીંદગીને રંગી નાખવી જોઈએ.
LikeLike
Mitulkumar Patel
March 9, 2012 at 5:11 PM
Yes Zindagi means colours, if anyone need scientific certificate of this than, Human Being having the
most powerful eyes to identify colours in entire planet named ” The Earth “, I am not saying The Universe because our search for E.T. is still On………
Right Jay Sir,
LikeLike
pravin jagani,palanpur
March 9, 2012 at 9:43 PM
આખો લેખ જાણે કે મેઘધનુષી પાના પર લખાયેલો હોય એવું લાગ્યું અને વાંચતા વાંચતા જાણે કે જીવનના રંગોથી ભરેલા પાણીમાં છબછબીયા મારતો હોય એવું ફીલ થયું,મારી ધુળેટી તો સુધરી ગઈ પણ જીવનમાં એકમાત્ર કાળો રંગ જ વ્યાપ્ત છે એ આપની જાણ માટે.
LikeLike
Jani Divya
March 12, 2012 at 6:49 AM
જે લોકો ઘૂળેટી રમતા નથી હોતા એ મોટા ભાગે તો સોગિયાં-વેદિયા વ્યક્તિત્વો હોય છે. નેગેટિવ, ટોટલી!!!
hmmm ;D litle bit negative!!! not totally!!! baki majja avi lekh vanchi ne!! as said in into aa bav velo aavi gayo hato now got clear meaning!!!
belated dhuleti wish again!!! baki i atleast intend that every day of our life can be colourfull!! (in any form music, art, beauty, knowledge!!!) 😉
LikeLike
dwirefvora
March 12, 2012 at 9:27 AM
Suparb Jaybhai, Rehmanni koi Rachna sambhalta hoie evu laagyu, really jordaar.
LikeLike
akul
March 12, 2012 at 2:51 PM
Always JV Rocks
Its not a Good Its Best of Best
LikeLike
mehtaparth93
March 12, 2012 at 7:52 PM
….અને છવાઈ જશે…. મોતનો કાળો રંગ…!!! 😦
માટે દિલ ખોલીને, જાન નીચોવીને, મન ભરીને રમી લો જીંદગીની ઘૂળેટી! મોત આપણને રંગે, એ પહેલા આપણે જીંદગીને રંગી નાખવી જોઈએ….!!! ….અદભુત Jaybhai…..:)….!!!
LikeLike
swati
March 13, 2012 at 1:06 AM
sir read karta articl yad awi gayu…..sir aa rite jo lyf na alag alag rang n lyf iz very clrful em jo bdha smji jayto koini pn lyf black n white na rahe…….mast…………………………..artical.
LikeLike
Nilesh G. Dhrangadhariya
March 13, 2012 at 8:13 PM
bahu j saras lekh..
LikeLike
sangita
March 15, 2012 at 10:11 PM
colors around us………………panoremic view taken by infatuated child and a mature person……………..so interesting,amazing and touching
LikeLike
Tejal
March 18, 2012 at 12:14 AM
nice one:)…n ek j lekh ma pura meghdhanush ne ked karvano prayas…gud one…
LikeLike
poorvi dhaduk
March 20, 2012 at 1:59 PM
hey jay;jalso padi gayo article vachine,rang ne vadhu rangin banavi didha,rang ni vadhu najik lai java badal abhhhhhhhhhhhar.
LikeLike
sweetu
March 20, 2012 at 5:02 PM
really artistic one
LikeLike
vibhooti kotak
April 15, 2012 at 12:04 AM
🙂
LikeLike
jatan trivedi
March 26, 2013 at 2:03 PM
jay sab really aa article mane to just average j lagyo .kadach 2001 thi aaj din sudhi ravivar ane budhvar ni rah joto hov chhun to tamara article mate, pan i personally feel k aa article ma kashu evu khas na lagyu mane .it was just say definations of colours or Holi festival.
Sorry to u sir but it was my personal feeling after reading this article.
LikeLike
રાકેશ કલસારા
March 26, 2013 at 2:44 PM
અરે બહુ જ ખૂબ બહુ જ ખુબ…!
એક તમારા RIDER બિરાદર તરીકે લાખ લાખ લાલ સલામ. 🙂
LikeLike
Kamelsh Savsani
March 26, 2013 at 2:57 PM
Thanks for realising that life is so colorful….great article…
LikeLike
Gunjan
March 26, 2013 at 3:53 PM
Maja padi gaiiii… Jay bhai happy holi
LikeLike
Siddharth
March 26, 2013 at 5:06 PM
I know it is not a Holi song, પણ જયારે પણ રંગો ની વાત આવે છે, મને આ જ ગીત યાદ આવે છે.
I don’t why I love this song so much, just love it.
LikeLike
ramesh teraiya
March 26, 2013 at 9:27 PM
colour ful lekh maja padi pivani ke sat marvani etleke ganjo pivani jarur na padi tevo mast lekh
LikeLike
Sanjay Koshiya
March 26, 2013 at 9:51 PM
nice
LikeLike
kaifi
March 26, 2013 at 10:39 PM
Tame rangi didha amne pn em nem
LikeLike
Dinesh Shethia
March 26, 2013 at 11:23 PM
ખૂબ સરસ લેખ. બાળપણથી બ્રહ્માંડ સુધીની અનેકવિધ ઈશ્વરીય રચનાઓની વિવિધ ભાવસહ રંગીન સફર કરાવડાવી.
આવું જ અદ્ભૂત અને આહ્લાદક વર્ણન, વિવિધ રંગો, ધ્વનિઓ, પ્રસંગો, મનોભાવો વગેરેની કંઈ કેટલીયે ઉપમાઓ સાથેના મા ઉપરના તમારા એક લેખમાં વાંચ્યાનું સ્મરણ થઈ આવ્યું.
હાર્દિક ધન્યવાદ !
LikeLike
Ramesh Narendrarai Desai
March 27, 2013 at 8:55 AM
I can empathise with Jay Vasavda. There are times when an idea brewing for a long time within us bursts forth and results in an article that is highly satisfying to one’s own soul. It is not necessarily a popular one. Authors write for fulfilling their need for self-expression. I remember writing to the editor of my company’s house journal once ” Aaj Kal Mujhe Likhne Ke Rog Se Chhutti Mili Hai ” When authors have to write for meeting deadlines, they turn themselves into mere hacks. Good ones keep on writing all the time, having a reserve stock, available for release from time to time. When an article is topical, it is more likely to touch a chord in the readers’ hearts. Re-living one’s earlier writings is a form of nostalgia. Lage Raho Jaybhai !
LikeLike
hardiklovely
March 27, 2013 at 10:55 AM
વાહ વાહ વાહ જયભાઈ…….જીવન ના રંગો ને મુલ્વ્યા……ખરેખર આ લેખ મારો પણ અતિ પ્રિય રહેશે હવે…..
LikeLike
harsh shah
March 27, 2013 at 12:50 PM
ઝીંદગી નો રંગ
જય ભાઈ ને સંગ
LikeLike
Hardik suhagiya
March 29, 2013 at 3:42 PM
wah.what a observation….manvu pade…baki aam zindagi na darek pagathiya n rango olakhi ne shabdo(simply words) ma utarava e kai aaltu-faltu nu kam nathi
LikeLike
Hardik suhagiya
March 29, 2013 at 3:48 PM
wah.what a observation….manvu pade…baki aam zindagi na darek pagathiya na rango olakhi ne shabdo(simply words) ma utarava e kai aaltu-faltu nu kam nathi
LikeLike
hiteshthakkar
April 1, 2013 at 10:53 PM
dear jay,world na koi pan subject par kai pan lagatar lakhva ma tamari barobari kare tevo manas me haju joyo nathi,great forever,love u yaar
LikeLike
Rakesh kanani
March 23, 2016 at 8:09 PM
Superb j v
LikeLike