RSS

Daily Archives: February 19, 2012

આંખમાં ‘એમી’, તો દુનિયા ગમી ! ;)


એમી જેક્સન.

૧૯૯૧માં બ્રિટનમાં જન્મેલી આ કેટ વિન્સલેટની ફેન એવી એવી બ્રિટીશ અભિનેત્રીનું કેટરીનાને છે એવું  ફેમિલીમાં કોઈ ઇન્ડિયન કનેક્શન નથી. પણ મોડેલિંગ કરતા કરતા સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ મારફતે અંતે બોલીવૂડના ગઢમાં ગાબડું પાડી એણે બોડી ટુ બ્રેઈન કનેક્શન  બનાવી કાઢ્યું છે 😉

એક દીવાના થા.

અતિ પ્રિય ‘રહેના હૈ તેરે દિલ મેં’ના દિગ્દર્શક ગૌતમ મેનને પોતાની સુપરહિટ તમિલ ફિલ્મની તેલુગુ બાદ આ સરસ હિંદી રિમેક બનાવી છે. ફિલ્મ ઉપરથી સાવ ચીલાચાલુ લાગે, પણ છે નહિ. જો કે, અંતમાં સગવડિયું સમાધાન છે . (જે મૂળ ફિલ્મમાં નહોતું, અને ડાયરેકટરે એનો ઓલ્ટરનેટ એન્ડ શૂટ ડીવીડી માટે કર્યો છે, જે બહેતર અને મેચ્યોર છે. લેકિન,  ફિલ્મ પ્રેમના અસલી ઓલિયાઓ માટે છે. ટેન્ડર એન્ડ ટફ એટ ધ સેઇમ ટાઈમ. પ્રતીક બબ્બરે પ્રયત્ન આ વખતે સારો કર્યો છે. રહેમાનના પોસ્ટ ઈન્ટરવલ બે ગીત જામે છે. અને ફિલ્મ ધીરે ધીરે શાસ્ત્રીય સંગીતની માફક સૂર પકડે છે. ટૂંકમાં, મને ફિલ્મ ખાસ્સી ગમી, પણ એ બહુ ઓછાને ગમશે. એના કારણોની ચર્ચા અહીં નહીં 😛

એ બધું તો ઠીક, પણ મૂળ તામિલ ફિલ્મમાં બહુ વખણાયેલો રોલ ત્રિશાએ કરેલો. જે ફ્રેન્કલી સ્પીકિંગ મને દીઠ્ઠીયે ગમે નહિ. અને એક ભારતીય છોકરીનો રોલ (બોલીવૂડ ટ્રેડીશન મુજબ વિદેશી છોકરી પાસે ફોરેન ગર્લનો જ રોલ કરાવવો એમ નહિ!) એમી જેક્સને કર્યો.

અને એમી જેક્સન શું લાગે છે બાકી ….મારી ગોંડલિયા સ્લેન્ગમાં કહું તો….ચાકા જેવી ! 😀

બ્લોગબડીઝને નવાઈ લાગે, પણ મારા મિત્રોને તો ખબર છે. ફર્સ્ટ ડે ફિલ્મો જોયા પછી કોઈ હિરોઈન અચાનક સ્પેલ કરી જાય એ મારાં માટે નવી વાત નથી. બેખુદીની કાજોલ, રાજા કી આયેગી બારાતની રાણી, દિલ સેની પ્રિટી ઝીંટા….કોઈ ઓળખતું ના હોય ત્યારે અચાનક એ અભિનેત્રી ગમી જવાની વાત જવા દો. યાદી બહુ લાંબી થઇ જશે.

એમી જેક્સનને હિંદી આવડતું જ નથી (એનું ડબિંગ ચિન્મયીએ કર્યું છે. એના લૂક્સ જેવું જ. ટકાટક.), ભારતમાં મોટી થઇ જ નથી (એનો તાંબાવર્ણો સ્કીન ટોન કોમ્પ્યુટર અને મેકઅપને આભારી છે !) – એ હકીકત ધ્યાનમાં લો તો એનું પરફોર્મન્સ ખરેખર સ-રસ છે. એ માત્ર શોભાની પૂતળી નથી.

અને એથી ય વધુ સરસ એનું ફિગર છે! (જેની અછત ગુજરાતી છોકરીઓમાં જથ્થાબંધ છે 😉 lolzzz) પ્રાચીન શિલ્પાકૃતિમાં કંડારાયેલી કોઈ પ્રતિમા જેવા છલકતા ઉભાર અને ઢોળાવ….જ્યાં હોવી જોઈએ ત્યાં જ ચમકદાર અને ચુસ્ત ચરબી, ઊંચાઈ છતાં તંદુરસ્ત વળાંકો અને ભાવવાહી આંખો. કાળી લટો સાથે ખેલતી નાજુક નમણાશ. માંસલ બદન સાથે માસૂમ ચહેરો તો ફેટલ એટ્રેકશનનું લોલિતાનુમા કિલર કોમ્બિનેશન છે.

ફેન ઓફ ફનને છાજે એવી ત્વરાથી એના જુના કેટલાક મેગેઝીન / નેટ ફોટોગ્રાફ્સ અને વિડિયોઝ શોધી કાઢ્યા. એ કામણગરી સામગ્રીમાંથી ચંદ પેશકશ આપ કી ખિદમત મેં હઝુરે વાલા…ડ્રિંક ધ બ્યુટી….

અને પરભુભાઈ ઈશ્વરદાસ ભગવાનવાળાએ નવરા હાથે ઘડેલા આ સૌન્દર્યને જરા લાઈવ પણ  આ બે વિડીયો ક્લિક કરી નિહાળી જ લો ( આ કમબખ્ત બોન કલેકટર જેવી કેરા નાઈટલીને હોલીવૂડમાં જગ્યા મળે તો આવી એમીનું અમી ત્યાં કેમ નહિ? 😛 કેર, એડવાન્ટેજ ઇન્ડિયા. બહુ ગઈ આપણી સુંદરીઓ પરણી ને પરદેશ. 😦  ) ક્રિકેટ, ટેનીસ, ફૂટબોલની આ પ્લેયરને હૈદ્રાબાદી બિરિયાની પણ ભાવે છે અને ‘જબ વી મેટ’ની કરીના બહુ ગમે છે.  બીબીસી રેડીયોમાં કમ કરતા પિતાની આ ૫ ફિટ, ૮ ઈંચ ઉંચી પુત્રી માટે  ફેવરિટ આઇકોન છે, એની મમ્મી 🙂


પણ એમીનું અસલી અમૃત તો હવે આવે છે. કેટલીક સાઈટ્સ પરથી એકઠા કરેલાં આ ‘એક દીવાના થા’ના સ્ટીલ્સ જુઓ. ઇન્ડિયન ગર્લ્સ હવે જેમાં ઓછી દેખાય છે એ સાડીમાં તો કેવી મોહક લાગે છે! ડ્રેસ પણ એને બધી રીતે બરાબર ફિટ થઇ જાય છે. અને એક ખાસ વાત ઘણી ભારતીય છોકરીઓ ને પણ જે આજકાલ નથી આવડતું એ એને આબાદ આવડે છે. એ બહુ જ સરસ શરમાય છે! અને લજ્જાની લાલી સાથે વધુ સુંદર દેખાય છે! ક્યાંય અહેસાસ પણ ના થાય કે આ એક ગોરી મેં’મ છે ! સર્જનહારના સર્જનને માણસે બનાવેલી સરહદો નડતી નથી. ક્યાં મિસ ટીન લિવરપૂલ બનેલી ઇંગ્લીશ લિટરેચરની સ્ટુડન્ટ અને ક્યાં એને ગમતી સાડી ! અંતે તો હેમનું હેમ હોયે, તે આનું નામ !

original amy in film's premiere for a change 😛ઇસે કહતે હૈ ગ્લોબલાઇઝેશન !! 😎

 
72 Comments

Posted by on February 19, 2012 in cinema, entertainment, personal, youth

 
 
%d bloggers like this: