RSS

પાતાળપ્રવેશ : જર્ની ટુ ધ સેન્ટર ઓફ ક્લાસિક્સ !

08 Feb

‘‘હું જાણું છું કે આ જાતના સાહિત્યના ગુજરાતમાં હજુ શ્રીગણેશ જ મંડાય છે. ગુજરાતના સાહિત્યસેવીઓમાંથી કોઇને નજરે આ પુસ્તકો જાણીને કે ભુલથી ચડી જાય, તો તેઓ તેને અંગે ઉભી થતી સૂચનાઓ ટીકાત્મક કે પ્રશંસાત્મક-મને લખી મોકલે તો આ સાહિત્યના વિકાસમાં તે તેમનો ફાળો જ ગણાશે.

ગુજરાતની વાંચવાની શકિત ખૂબ મર્યાદિત છે, અને તેની શકિતને મૂંઝવી નાખે એટલું સાહિત્ય સામે આવીને પડે છે. એ વખતે તેમાંથી આપણો કિશોરવર્ગ કોઇ રીતે ઉગરી જાય, તે માટે બહારનું સાહિત્ય તો ગાળી ગાળીને જ તેમની પાસે મુકાવું જોઇએ. અને સ્વતંત્ર સાહિત્ય પણ વિવેચનની આકરી કસોટીમાંથી પસાર થઇને બહાર મુકાવું જોઇએ, એમ માનનારો હું છું એટલે મારી કૃતિઓ સંબંધેની આકરી કસોટી હું સાહિત્યસેવીઓ પાસેથી માંગુ છું. મને આશા છે કે પ્રશંસા અથવા ટીકા ગમે તે રૂપે મને જે કંઇ મળશે તે મારા ઉત્સાહને વધારનારૂં જ થશે; કારણ કે, આ જાતના સાહિત્યની જરૂરિયાત માટે મને બિલકુલ શંકા નથી. તેને મૂકવાની રીત પૂરતો જ હું ભૂલ ખાતો હોઉં એવો સંભવ રહે ખરો.

ભાષાંતર અથવા સંક્ષિપ્ત કરીને પણ આ જાતના સાહિત્યમાં વધારો કરવાનો આનંદ માનવો પડે, એ પણ આપણી ભાષાની કરૂણ સ્થિતિ છે… સાહસ અને કલ્પનાથી ભરેલી અને પ્રાણ પૂરનારી કથાઓથી આપણું સાહિત્ય સમૃદ્ધ બને, તે માટે મેં સહુના માર્ગસૂચન અને ઉત્સાહપ્રેરક શબ્દોની ઇચ્છા અહીં દર્શાવી છે.’’

લખ્યા તારીખઃ ૧મે, ૧૯૩૫. લખનારઃ મૂળશંકર મોહનલાલ ભટ્ટ. સ્થળઃ દક્ષિણમૂર્તિ, ભાવનગર.

૧૨ સપ્ટેમ્બર, ૨૦૦૮. ખાસ હીટ ન થયેલી હોલીવૂડ ફિલ્મ ‘જર્ની ટુ સેન્ટર ઓફ ધ અર્થ’ ભારતમાં મહીનાઓ મોડી રિલિઝ થઇ. અને આ દાયકાઓ જૂના શબ્દો મનમાં તરવરવા લાગ્યા ! કારણ કે, મનના પેટાળમાં દટાયેલી એક ૧૧૨ પાનાની પાતળી કિતાબ, ધરતીના તળિયેથી જ્વાળામુખીમાં લાવારસ ઉછળે, એમ ધસમસતી ઉછળી આવીઃ પાતાળપ્રવેશ !

અને યાદોના પાતાળલોકમાં વગર પરવાનગીએ પ્રવેશ થઇ ગયો ! ક્યાં ૧૮૬૪માં ફ્રાન્સમાં લખાયેલી એક વિજ્ઞાનવિસ્મયની કથા અને ક્યાં ૧૯૮૨નું નાનકડું કાઠિયાવાડી ગોંડલ ગામ ! જૂલે વર્નથી જય વસાવડા વચ્ચેની એ અજાયબ સફરનો સેતુ એટલે મૂળશંકર મો. ભટ્ટ (બીજું કોણ ?)નો છાત્રાલયના બાળકોના લાભાર્થે શરૂ થયેલો આઝાદી અગાઉનો અનુવાદ. ‘એ જર્ની ટુ ધ સેન્ટર ઓફ અર્થ’ જેવા લાંબાલચક શીર્ષકવાળી નાનકડી નવલકથાનો અનુવાદ કેવો ‘ચીજના પેટનો’ હશે, એની ખાતરી તો એના ટાઇટલથી જ થઇ જવી જોઇએઃ પાતાળપ્રવેશ !

વિશ્વમાં આગાથા ક્રિસ્ટી પછી જેની સૌથી વધુ કથાઓ સૌથી વધુ ભાષાઓમાં અનુવાદિત થઇ છે, એવા લીજેન્ડરી રાઇટર જૂલે વર્ન ની બીજી જ પ્રકાશિત કૃતિ એવી ‘પાતાળપ્રવેશ’ શું મહાન, અદભુત, સર્વશ્રેષ્ઠ, અવર્ણનીય કથા હતી ? ના. વર્નની જ અન્ય કથાઓ વાર્તારસ કે વિજ્ઞાનના રોમાંચની દ્રષ્ટિએ તેનાથી અનેકગણી બેહતર નીવડેલી છે. શું પાતાળપ્રવેશ ‘ધ મોસ્ટ ફેવરિટ’ એવી પર્સનલ ચોઇસ છે ? ના રે ! એથી વધુ અભિભૂત કરે એવી કહાનીઓ સદ્નસીબે વાંચવા મળી છે.

તો પછી ? પાતાળપ્રવેશ અવિસ્મરણીય કેમ છે ?

હમ્મ્મ્. ડુ યુ રિમેમ્બર ધ ફર્સ્ટ કિસ ? જીંદગીનું પહેલવહેલું ચુંબન ક્યારેય પરફેક્ટ હોતું નથી. અનુભવે જ એમાં વધુ મહારત આવે છે. પરંતુ, ઉત્તમ ન હોય, તો યે એ યાદગાર તો હોય જ છે. કારણ કે, એ પ્રથમ ચુંબન છે ! લાઇફટાઇમ મેમરી !

બસ, પાતાળપ્રવેશનો રોમાંચ કંઇક આવો જ મધમીઠો છે. ઘેર ભણતા (કહો કે, વાંચતા !) અને ટીનએજના દરવાજે ડોરબેલ વગાડતા આ લખનારને બાળસાહિત્યમાંથી વિશ્વસાહિત્યમાં ‘સ્વીચ ઓવર’ આ કૃતિએ કરાવ્યું હતું. એકીબેઠકે વંચાઇ ગયેલી એ કિતાબે જાણે કોઇ ખજાનાનું તાળું ખોલી નાખ્યુ હતું. એડવેન્ચર એન્ડ એકશનના ફિકશનના વિશ્વમાં એ પહેલું કદમ હતું. એકઝાટકે જાણે ગુજરાતી સાહિત્યનો ખેતરાઉ ‘ધોરિયો’ ઘૂઘવતો અફાટ એવો વિશ્વસાહિત્યનો દરિયો બની ગયો. મુનશીઓ, દર્શકો, આચાર્યો, દેસાઇઓનું ‘કલાસિક’ ગણાતું સર્જન (મડિયા, મેઘાણી, અશ્વિની ભટ્ટ જેવા જૂજ અપવાદો સિવાય) અચાનક ફૂટેલા ભંભૂ (અનાર)માંથી વેરાતા સૂરોખારના ભૂક્કાની જેમ ખરતું ગયું.

અને ઓસ્કાર વાઇલ્ડ, ચાર્લ્સ ડિકન્સ, ઓ હેનરી, મેરી કોરોલી, વિક્ટર હ્યુગો, એડગર એલન પો, વોલ્ટ ડિઝની, એડગર રાઇટ બરો, બ્રામ સ્ટોકર, હેનરિક ઇબ્સન, ગ્રીમ બંધુઓ, હાન્સ એન્ડરસન, રોબર્ટ લુઇ સ્ટીવન્સન, હેન્રી જેમ્સ, જે.એમ. બેરી, ઓ હેનરી, ગાય દ મોંપાસા, ઓનર દ બાલ્ઝાક, મકઝિમ ગોર્કી, ફયોદોર દોસ્તોવ્યસ્કી, મોરિસ મોટરલિંક, મેરી શેલી, જેન ઓસ્ટિન, એમિલી બ્રોન્ટે, ટોમસ હાર્ડી, એન્તોન ચેખોવ, એલેકઝાન્ડર પુશ્કિન, સ્ટીફન ઝવેઇગ, જ્હોન સ્ટાઇનબેક, એનિડ બ્લાઇટન, આર્થર કોનન ડોઇલ, અર્લ સ્ટેનલી ગાર્ડનર, જેમ્સ હેડલી ચેઇઝ, એલીસ્ટર મેકલીન… અધધધ નામોનો હિમોગ્લોબીન કાઉન્ટ વધતો ગયો ! એક ઝાટકે એક ગ્લોબલ વિઝનની દીક્ષા મળી ગઇ ! જે રશદીથી રોલિંગ સુધી આજે ય ચાલુ છે !

આ અનંત યાત્રાનું આરંભબિંદુ એટલે ‘એ જર્ની ટુ ધ સેન્ટર ઓફ અર્થ’. વિચક્ષણ પ્રકાશક હેઝલના આગ્રહથી માસ્ટર સ્ટોરીટેલર જૂલે વર્ને ટીનએજર્સને ગમે એવી કથા પર હાથ અજમાવ્યો. વર્નની સ્પેશ્યાલિટી ગણાતા ઘણા એલિમેન્ટસ આ નાનકડી કથામાં પણ છે. રહસ્યમય નકશો, રોમાંચક સફર, વિજ્ઞાનના કૂતૂહલથી તરબોળ એવો સાહસિક નાયક, અણીના સમયે ઉપયોગી થતો કોઇ સહાયક, પહેલા પુરૂષ એકવચનમાં કહેવાયેલી કથા, વાર્તાતત્વના ભોગે નહિ પણ એના ભોગવિલાસમાં વધારો કરે એવી રીતે વણી લેવાયેલી રસપ્રદ ભૌગોલિકવૈજ્ઞાનિકસાંસ્કૃતિક માહિતી, ટૂંકાચોટદાર સંવાદો અને આબેહૂબ વર્ણન, માનવતા અને જ્ઞાનને મળતું સર્વોપરી સ્થાન… અને આશ્ચર્યમુગ્ધ કરે તેવી કલ્પનાસૃષ્ટિ !

ભલે, આજે વાંચો તો કદાચ થોડીક ફિક્કી અને સામાન્ય લાગે, પણ ‘પાતાળપ્રવેશ’ની ખૂબી એનો સમય છે. સ્વયમ્ વિજ્ઞાન ભાંખોડિયા ભરતું હતું, ત્યારે એ કૃતિ રચાયેલી. એનો કોન્સેપ્ટ અને પ્લોટ એ વખતે કેવો એક્સકલુઝિવ અને નેવર બિફોર હશે, એનો પુરાવો એ કે એ જ વિચાર પરથી એડગર રાઇઝ બરોએ ટારઝનની ‘પુલ્યુસિડાર’ (પૃથ્વીના પેટાળનો કાલ્પનિક સ્વપ્નલોક)ની કહાનીઓ લખી. ૧૯૧૨માં શેરલોક હોમ્સના સર્જક આર્થર કોનન ડોઇલે લખેલી ‘ધ લોસ્ટ વર્લ્ડ’ (ગુજરાતી અનુવાદઃ ખોવાયેલી દુનિયા) તો ઓલમોસ્ટ પાતાળપ્રવેશની ‘રિમેક’ જ હતી. કમ્પોઝર રિક વોકમેને ૧૯૭૪માં એના મ્યુઝિક આલ્બમનું નામ ‘જર્ની ટુ ધ સેન્ટર ઓફ અર્થ’ રાખ્યું હતું. સુપરહિટ ફિલ્મસીરિઝ ‘બેક ટુ ધ ફ્યુચર’ના વિજ્ઞાની ડો. એમેટ બ્રાઉનની એ પ્રિય કહાની હતી !

જૂલે વર્નની બીજી વાર્તાઓની જેમ અહીં ભવિષ્યવેત્તા કે આર્ષદ્રષ્ટા સર્જક ખાસ પ્રગટ થતો નથી. વર્ને ખુદ જ કહાનીમાં સ્માર્ટલી ચોખવટ કરી છે કે ધરતીના પેટાળમાં સમુદ્ર અને સજીવસૃષ્ટિ હોય, એ વાત વૈજ્ઞાનિક રીતે શક્ય નથી. પણ આ સાયન્સ નથી. સાયન્સ ફિકશન છે. વ્હેર સાયન્સ મીટ્સ ઇમેજીનેશન ! અને ખૂબી એ છે કે આજે પણ એ વાચતી વખતે તો બે ઘડી એમાં રચાયેલી અદ્ભુત કાલ્પનિક સૃષ્ટિ ‘કન્વિન્સિંગ’ અને ‘બિલિવેબલ’ લાગે છે. પાવર ઓફ ક્રિએટર, યુ નો ! ‘પાતાળપ્રવેશ’નું સ્ટોરીટેલિંગ જ રોલરકોસ્ટર રાઇડ જેવું છે.

વાતની શરૂઆત એની ટિપિકલ હળવી શૈલીમાં વર્ન કરે છે. જર્મનીના હેમ્બર્ગ શહેરમાં રહેતા તેજસ્વી પણ તરંગી પ્રોફેસર લિન્ડનબ્રોકથી. જેમની સાથે રહેતો ભત્રીજો એકસેલ જ વાચકો સામે વાત માંડે છે. એકસેલ પણ જ્ઞાનવિજ્ઞાનની અજાયબ દુનિયાનો કાકા જેવો જ રસિયો. પ્રોફેસરસાહેબ તો લીધી ચીજ ઠેકાણે ન મૂકે, એવા ધૂની. કેટલાય થોથાંઓ વાંચ્યા કરે. નોલેજ એમના માટે હીરાપન્નામાણેકમોતી. શરૂઆતમાં ચક્રમ લાગતા આ નાયકની બુદ્ધિમતા અને અભ્યાસ પાછળથી કથામાં ડગલે ને પગલે ઉપયોગી બને છે, ત્યારે વાચકોને રમૂજ સાથે અહોભાવ પણ થવા લાગે !

પ્રોફેસરને એક સોળમી સદીના સાહસિક સંશોધકનો જૂનો પત્ર મળે છે. આર્ન સેકસુનમના એ પત્રમાં જ્વાળામુખી ગર્ભમાં ઉતરી પૃથ્વીના મધ્યબિંદુ સુધી પહોંચવાનું આહ્વાન છે. એ પત્ર રૂનિક લિપિમાં છે, જેનું લેટિન ટ્રાન્સલેશન કરી એને ઉલેટથી વાંચી એકસેલ એ ઉકેલે છે ! (ક્રિપ્ટોગ્રાફી, યુ સી !) પછી તો શરૂ થાય છે એક ઝડપી સફર. જેમાં ‘એકસાઇટેડ’ પ્રોફેસરના એસિડ સામે વર્ન ‘બેઇઝ’ જેવું પાત્ર મૂકે છેઃ નોકર હાન્સનું. એ ભાગ્યે જ કશું બોલે છે. ચૂપચાપ નિર્લેપભાવે, રીતસર ‘સ્થિતપ્રજ્ઞ’ બની જે કહેવામાં આવે છે તે કરે છે. પણ મુશ્કેલીમાં એ ચટ્ટાન જેવો અવિચળ છે. એની દેશી કોઠાસૂઝ તો કામ આવે જ છે, પણ એની સ્થિરતા અને શાંતિ પણ ફાઇટિંગ સ્પિરિટ વધારવા માટે પ્રેરણાદાયી છે.

આખી વાર્તામાં દાંડિયારાસના ચણિયાચોળીમાં આભલાજરી જે જે રીતે વસ્ત્ર સાથે વણી લેવાયેલા હોય, એમ વૈજ્ઞાનિક સિદ્ધાંતો ગૂંથી લેવાયા છે. એ રેશનાલિઝમ જેવા શુષ્ક નથી. કારણ કે, એમાં શિશુની આંખોનું વિસ્મય છે ! પૃથ્વીના ગર્ભમાં કાલ્પનિક સમુદ્ર, ડાયનોસોર જેવા પ્રાણીઓ અને વનસ્પતિઓ દર્શાવવા માટે વર્ને છૂટછાટ લીધી છે. પણ વિચારતા કરી મૂકે એવા તર્ક લડાવીને ! મૂળ તો વર્નનો હેતુ પાતાળના નામે પૃથ્વીના ભૂતકાળમાં ડોકિયું કરવાનો છે.

એઝ યુઝઅલ, આ કથામાં પણ ‘સાયન્સ ફોર લાઇફ, સાયન્સ ઇન લાઇફ’ના વિદ્યાર્થીને વિજ્ઞાનના પ્રેમમાં પાડી દે, તેવા પ્રસંગો છે. પૃથ્વીના પેટાળમાં ભૂલા પડી ગયેલા એકસેલ અને પ્રોફેસરકાકા વચ્ચે અંધારૂ અને એક દીવાલ છે. એકબીજા વચ્ચેનું અંતર માપવું શક્ય નથી. ત્યારે પ્રોફેસર કહે છેઃ ‘બેટા, મારી પાસે ઘડિયાળ છે. હું એક શબ્દ બોલીને ઘડિયાળ જોઇ લઇશ. તને સંભળાય ત્યારે તારે એ શબ્દ પાછો બોલવો. તારો અવાજ મને સંભળાય એટલે પાછું હું ઘડિયાળમાં જોઇશ.’ અને ૪૦ સેકન્ડે આ ક્રિયા બનતા પ્રોફેસર તત્કાળ પ્રેકટિકલ સોલ્યુશન કાઢે છે કે ૨૦ સેકન્ડે એમનો અવાજ ભત્રીજા સુધી પહોંચે છે. અવાજની ગતિ સેકન્ડના ૧૦૮૦ ફીટની છે, એ હિસાબે બેઉ વચ્ચે ચાર માઇલનું અંતર છે !

ધ્વનિ, ગરમી કે ઘનત્વના આંકડાઓ આજે ફર્યા હશે, પણ તેના ઉપયોગના ‘આઇડિયાઝ’ એવરગ્રીન છે ! આ જ તો અસલી ‘વિજ્ઞાનવિજય’ છે ! પણ જૂલે વર્ન જેનું નામ. એમની ખૂબી ફક્ત આવા જાદૂઇ લાગતા ચમકારામાં જ નથી. નાન્ટેસ ગામના ખલાસીઓ પાસેથી દેશવિદેશના વર્ણનો સાંભળનાર આ જીનિયસ રોમહર્ષક વર્ણનોથી અફલાતૂન શબ્દચિત્રો સર્જે છે. એ મૂળભૂત રીતે એક નાટ્યાત્મક લેખક છે. કિશોર એકસેલ પૃથ્વીના પેટાળમાં એકલો ભૂલો પડી જાય છે, અને એ ઘટનાનો એને અહેસાસ થાય છે, એનું વર્નનું વર્ણન કેવું અસરકારક સાહિત્યિક છે !…:  ‘મારા માથા ઉપર રહેલા જાણે ૯૦ માઇલ ઉંચા ખડકોનો ભાર મારી ઉપર આવી પડ્યો, અને જાણે હું કચડાઇ ગયો !’ એકલવાયાપણાની અસાલમતીના ટેન્શનમાં આજે ય આપણને જાણે આપણે પૃથ્વીના તળિયે હોઇએ, અને આખી પૃથ્વીનું વજન આપણને ભીંસતું હોય એવી ડિપ્રેસિવ અનુભૂતિ નથી થતી ?

સદ્નસીબે,  ફિલ્મ વર્ઝન સિમ્પલ હોવા છતાં એમાં બહુ કુશળતાથી જૂલે વર્નની કૃતિને ઠેકઠેકાણે ‘સ્માર્ટ ટ્રિબ્યુટ’ અપાઇ છે. મૂળ કથા આકંઠ યાદ હોય, એ જ એને સમજીને મુસ્કુરાઇ શકે !

આહા ! કોલર કો થોડા સા ઉપર ચડા કે થતી આવિષ્કારક એડવેન્ચરસ ટ્રીપમાં કેવી મોજ હોય છે !

અહીં સુધી વાંચ્યુ હોય, અને તે થોડું ઘણું પસંદ પડ્યું હોય, તો જરા આરંભે લખાયેલા ‘પાતાળપ્રવેશ’ની પ્રસ્તાવનાના અંશો ફરીથી વાંચો. ડબલાંયુગમાંથી આજે ડિજીટલયુગ આવી ગયો. પણ મૂળશંકરદાદાનો આર્તનાદ (કમભાગ્યે) એટલો જ સાંપ્રત રહ્યો છે ! એમની આસમાની ઇચ્છાઓની ગુજરાતના સાહિત્ય સમર્થો અને સાયન્સ ફિકશનને સ્મશાનની રાખ સમજતા ગુજરાતી વાચકોની પેઢીઓએ પાતાળમાં કબર કરી દીધી ! ન ગુજરાતને સાહસથી છલોછલ યુવાપેઢી મળી, ન કલ્પનાથી ઉભરાતા વિજ્ઞાનીઓ ! આવી કૃતિઓની કહેવાતા વિદ્વાનોએ પણ નોંધ જ ન લીધી, ત્યાં એની જરૂરિયાત ઉપર શેરબજારિયો લાવારસ ફરી વળે, એમાં શી નવાઇ ?

રિવર્સ સ્વિપ

“દુનિયાના કોઇપણ છેડે નાનકડાં બાળકો સાથે દોસ્તી કરવામાં વાર લાગતી નથી. કારણ કે એ માસૂમ ભૂલકાંઓ પાસે ભાષા જ નથી. શું ભાષા (યાને  એના અર્થ/અનર્થ) જ બધા ભેદ પડાવતી હશે ?” (જર્ની ટુ સેન્ટર ઓફ ધ અર્થમાં જૂલે વર્ન)

***

બી હેપી, સે હેપી. આજે ૮ ફેબ્રુઆરી એ પ્રિય જુલે વર્નનો જન્મદિન છે. (કેટલાક દોઢ ડાહ્યાઓ એમનો ફ્રેંચ ઊચ્ચાર યુલ છે, એવું કહે છે. પણ અમેરિકન ફિલ્મોમાં તો ‘ઝૂલ્સ’ જ બોલાય છે. ઉચ્ચારભેદ તો ખાનપાનત્વચાના ભેદ જેવી ભૌગોલિક લાક્ષણિકતા છે.) વળી ગત શુક્રવારે જ સૌપ્રથમ ભારતમાં ‘જર્ની ટુ ધ સેન્ટર ઓફ અર્થ’ની સિક્વલ ‘જર્ની ટુ : મિસ્ટીરિયસ આઈલેન્ડ’  ફિલ્મ ભારતમાં રિલીઝ થઇ છે. જે થ્રી ડીમાં અચૂક સપરિવાર માણવા જેવી રોમાંચક એડવેન્ચર રાઈડ છે. માટે ‘અભિયાન’ની રંગત સંગત’ કટાર લખતો, ત્યારે ચાર વર્ષ પહેલા લખેલો આ લેખ યાદ આવી ગયો. બંને રસપ્રદ, મનોરંજક અને રિમેક નહિ પણ સુપર્બ એન્ડ સ્માર્ટ ટ્રિબ્યુટ એવી ફિલ્મોના ટ્રેલર્સ આ રહ્યા. સાથે ૧૯૫૯ અને ૧૯૬૧માં બનેલી વિન્ટેજ ફિલ્મોના પણ ! નવી પેઢીને ફરી ક્લાસિક લિટરેચરમાં ચાંચ બુડાડવા જેટલો રસ પેદા કરવા માટે આ  નવી નમૂનેદાર ફિલ્મોના કલાકાર-કસબીઓનો દિલથી આભાર. લોંગ લિવ વર્નીયન્સ ! 😎

 
 

35 responses to “પાતાળપ્રવેશ : જર્ની ટુ ધ સેન્ટર ઓફ ક્લાસિક્સ !

 1. Alpesh Bhalala

  February 8, 2012 at 3:30 AM

  આવે એટલે જોઈ પાડીશું!! સરસ લેખ અને માહિતી. આભાર.

  Like

   
 2. Desai

  February 8, 2012 at 8:11 AM

  I watched tht film on first day last show in 2008…..it is really a classic movie….i already recommended it to somany people……

  Like

   
 3. tapan shah

  February 8, 2012 at 9:47 AM

  hmmmmmmmmmmm,bahar nu sahitya galay ne pirsavu joiye…..

  Like

   
 4. tapan shah

  February 8, 2012 at 9:49 AM

  સ્થળ=દક્ષિણામુર્તિ

  Like

   
 5. Hardik Shah

  February 8, 2012 at 10:17 AM

  Sir when i was in 8th standard i have read the book “around the world in 80 days”( Gujarati Translation) from our school library the book is so interesting that for the first time in my life i have completed any book in just on first day without leaving my room. And later on i have try to got more books from the library.but i can’t got it.(it was hard luck of my school’s children that whenever there is an inspection by educational authority of government they open library for us. otherwise library remains closed and books remain idle.we have requested the mgt to open it for students but mgt have told us that no one among staff is ready to take responsibility of books)later i have passed my 12th and i got admission in college and i have joined gujarat vidhyapith library. i have read all other books written by Jule Varn and i loved all that books. my brother and neighbor’s daughters also liked the book and from that day we regularly read the books from the library. We have decided number of days in which one has to complete the book. Many times we also fight to extend the period.
  i think good books should be promoted among youth to make them read. we like to read whatever we like it’s not like that today’s generation is only net savvy or mobile savvy if we find good books in the form of e book we download and read it.

  Like

   
 6. Chirag Shah

  February 8, 2012 at 11:05 AM

  aabhar JV ,u r not merely a writer but also the biggest servant of the community!

  Like

   
 7. Chaitanya

  February 8, 2012 at 11:06 AM

  I remember reading the Book when probably I was in 8th or 9th Standard during my vacation. My fascination with books had just started then and this one came across me just by luck. I took the book home in d morning and started reading. Was so thrilled by it that I completed the Book at one go by evening. By evening I was so excited that I wanted to read other books by Jule Vern. But librarian told me that u cannot exchange a book on the same day!!! But my fascination had started with fiction and it still goes on. Before this book I head read 20,000 Leagues under the sea and others but they were books that was stored in my home may be by my Grandfather and hence were in not good conditions. This was the first one I read it completely and with great interest. Since have read all the books by Jule Vern and many other science fiction and my fascination still goes on as I tuen 30 and will go on everlastingly.

  One thing to clarify Jay Sir that I am a Gujarati and had read this book in Gujarati. My fascination grew and extended to other form of literary work and it is the outcome of the same only that I became an avid fan of your writing also. From that day some 17/18 years back till today have always felt that we in India look down on this type of Science Fiction writing and that reflects why India as a country has lacked in new scientific inventions and discoveries.

  Like

   
 8. Chaitanya

  February 8, 2012 at 11:44 AM

  For doing any new thing, innovative imagination is needed. But regretfully the structure of our society is such that any wishful thinking and imagination is shot down. Since my journey to the center of the fascinating world of science fictions, have regretted many times that there is a complete lack of awareness in our society regarding that. I have felt a void of friends and family members with whom I can discuss on this topics. Normally this genre of writing is basically seen for kids in our society which itself reflects childish perspective of the society as a whole. Even fictions like Lord of the Rings or Harry potter is seen as only for kids which, as per me, is a wrong thinking. I became and avid fan of ur articles basically bcoz of ur love for this genre Jay Sir. I have longed for long now in wait of one such original book by a Gujarati writer, written in Gujarati and living in Gujarat. In future I myself intend to write one but yes Jay Sir, Journey to the Center of the Earth hold a very special place in my heart as my First science fiction novel. I still remember the feel of thrill and excitement I had as a child while reading the book. It was as if I m travelling to the Center of the Earth invisibly along with them. Hats off to Jule Vern for igniting the passion and bigger thanks to Mulshankar Mohanlal Bhatt for showing the way.

  Like

   
 9. Sunil Vora

  February 8, 2012 at 12:02 PM

  THANKS JAYBHAI FOR SUPERB TRAILER CLIPS

  Like

   
 10. arpit010

  February 8, 2012 at 12:22 PM

  વાહ વાહ……નાનપણ માં સફારી વાંચી ને જે આનંદ થતો હતો અને discovery જોઈ ને મોઢા ખુલ્લા રહી જતા હતા તે યાદ કરાવી દીધું…….આ પ્રકાર ના થોડા પુસ્તકો ના નામ જણાવશો તો વધુ મજા આવશે……

  Like

   
  • Pratik Shah

   February 8, 2012 at 12:49 PM

   You are right…Pls post the more books name having same theme….I have read earlier some excellent books like ” Sagar Samrat “, ” Pruthvi na petalma “, ” 80 divas ma pruthvi pradkshina” , ” Jindagi Jindagi “

   Like

    
  • Mahesh Prajapati

   February 8, 2012 at 3:19 PM

   If you like Sci-Fi than below are the recommendations:

   Ender’s Game by Orson Scott
   Fahrenheit 451 by Ray Bradbury
   Disclosure by Micheal Crichton
   The Earthsea Cycle – Ursula K Le Guin
   The Fountain of Paradise – Arthur C Clarke
   Rainbow End – Vernor Vinge

   Like

    
 11. Dharmesh Vyas

  February 8, 2012 at 12:26 PM

  જર્ની ટુ સેન્ટર ઓફ ધ અર્થ બહુ ગમેલું… જર્ની ૨ પણ તમે ટ્રેલર બતાવ્યા પછી જોવું જ રહ્યું… સરસ લેખ … સાચું કહું તો પૂરે પુરો નથી વાચ્યો… પણ જલ્દી વાંચીશ … આભાર જયભાઈ…

  Like

   
 12. JAni DIvya

  February 8, 2012 at 12:45 PM

  Jules Verne atle mara mate around the world vada bhai 😀 didn’t know abut this book but will read it definately 🙂
  because …. sci fi 😉

  Like

   
 13. Pratik Shah

  February 8, 2012 at 12:45 PM

  Super post…Pls Jaybhai keep writing….I also found my old memories back attached with Jules Verne……….Thanks a Ton to you….!!!!!!!

  Like

   
 14. Viral Raichura

  February 8, 2012 at 1:10 PM

  I grew up reading books from H G Wells, Jule Verne etc. (and can’t forget Tarzan, Hercules, Sindbad stories either)… These books have played an important role in making me the person that I am today.

  It’s sad to see that most of the Gujarati authors lack imagination. ઘણા બધા લેખકો ગલગલિયા કરાવે તેવા સાહિત્ય સર્જન માં રચ્યા પચ્યા રહે છે. On the other hand, Gujarati community is equally responsible specially when their favorite book is “Bank Passbook”. 🙂

  Imagination is more important than knowledge. ~ Albert Einstein

  ગુણવંત શાહ નું એક વાક્ય પણ ટાંકવાનું મન થાય છે. “જે ઘર માં પાંચ સારા પુસ્તકો ના હોય તે ઘર માં દીકરી ના દેવી.” A message can not be clearer than this.

  જે લોકો એ જુલે વર્ન નું ગુજરાતી માં અનુવાદીત પુસ્તક “સાહસિકો ની સૃષ્ટિ” ના વાંચ્યું હોય તો ખાસ વાંચવું. This book still gives me goosebumps and sends my mind racing. This book will also highlight the sorry gap that exists between Gujarati and Foreign literature.

  By the way, I am not here to take potshots at Gujarati Authors. I am proud of authors like “ઝવેરચંદ” and few others. Sadly, those numbers are not sizable.

  I would also like to recommend following true stories translated in Gujarati books.

  1. કોનટીકી
  2. પેડલ પર પૃથ્વી ની પરિક્રમા (મોહમ્મદ માકંડ)
  3. તિબેટ ની ભીતર માં (Seven years in Tibet)
  4. અઘોર જંગલ ના અઘોરી સાધુઓ (written in Gujarati- not translated)

  ~ અસ્તુ

  Like

   
 15. HD

  February 8, 2012 at 1:49 PM

  Wonderful write up and equally good comments…I was introduced to Verne via Nautilus and again its Gujarati translation….Have also gad GREAT fortune to have read many of authors mentioned by Jay, truly fortunate…Incredible contribution by Mulshankar Bhat to Guj language, without doubt… Have picked up many of such books from Lokmilap & Prasar (Bhavnagar) for my child… Somehow feel that time is not far when we will start producing such things in India/Guj too… (why..? will explain it some other time..)

  Like

   
 16. Chaitanya

  February 8, 2012 at 2:38 PM

  Jay sir if u feel my comments reflects ur sentiments then believe me I wrote that comments before reading ur blog fully. I read just the name “Journey to the Center of the Earth” and all my memories came back. I wondered u else could have been effected by d book and am so so very delighted to share that passion with u. I accidentally came through d book in even a smaller town then Gondal. That time I lived at Khambhat and got chance to read the book from a local library. but yes it really worked as bridge between me and the global literature….

  Like

   
 17. Mahesh Prajapati

  February 8, 2012 at 2:44 PM

  Thanks Sir, Truly Down to earth point about Gujarati’s even Indian’s interest for sci-fi literature.

  I would like to point out a little information that as far the Movie is consult “Journey 2 – The Mysterious Island” is a sequel of “Journey To The Center Of The Earth” but while regarding to the Jules Verne Novels, “Journey – The Mysterious Island” is a sequel of “20000 Leagues Under The Sea” a Spectacular Sci-Fi novel with Indian connection – Captain Nemo or Prince Dakar – son of Indian King.

  Like

   
 18. narendrarana

  February 8, 2012 at 2:51 PM

  i read “patal pravesh” in 1992,still remember it,but my first kiss(first story which i read)is also frm jules verne “sahsiko ni shrusti”,at that time tarzen is also my favorite story series,because of these books & safari magazine i fall in love with science & adventure,which is still growing day by day.

  Like

   
 19. Mihir Tripathi

  February 8, 2012 at 3:19 PM

  really all his books are excellent he is my favourite author thank u sir “20000 Leagues Under The Sea” “Journey – The Mysterious Island” “Soneri Dhumketuno picho” “Mikhail Gorskov Kala Suraj na rahevasio” “Litehouse” r also the good books Jai sir Thank you

  Like

   
 20. Hirren Joshi

  February 8, 2012 at 7:38 PM

  “પાતાળ પ્રવેશ” તો વાંચવાની તક નથી મળી,પરંતુ શ્રીકાંત ત્રિવેદી દ્વારા અનુવાદિત
  “માયાવી ટાપુ” વાંચી છે.જૂલે વર્ને તે સમયે નવી શોધો વિશે લખ્યું હતુ જે આજે ધીમે-ધીમે સાકાર થતુ જાય છે.કેપ્ટન હાર્ડિંગ,ગિડીયન સ્પિલેટ,નૅબુકેડ નેઝર(હબસી),હર્બટ,પૅનક્રોફટ(ખલાસી) અને કૅપ્ટન નેમો બધા એકસાથે યાદ આવી ગયા!

  અને “માયાવી ટાપુ”ની શરૂઆત પણ કેવી..

  એક બલૂન લઈને પાંચ સાહસવીરો ઝંઝાવાતમાં ફસાઈને એક વેરાન ટાપુ પર ફેંકાઈ જાય..
  પહેરેલ લૂગડૅ!સાથે બે ઘડીયાળો,કૂતરાના ગળે બાંધેલો સ્ટીલનો એક પટ્ટો અને એક ઘઉંનો દાણો!

  અફાટ દરીયા વચ્ચે પાંચ કાળા માથાના માનવીઓએ જે ધીરજ અને અક્ક્લહોંશિયારીથી કિનારે ઘર બનાવ્યુ,ઓજારો બનાવ્યા,ખેતી કરી,વાસણો બનાવ્યાં તેવી કમાલ માત્ર જૂલે વર્નની વાર્તાઓમાં જ થઈ શકે.

  જૂલે વર્ન વિજ્ઞાન સાથે કહાનીમાં સસ્પેન્સ ઉમેરે તે કાબીલેતારીફ છે.

  Like

   
 21. pravin jaagni,palanpur

  February 8, 2012 at 7:57 PM

  જુલેવર્નની બીજી સાહસકથાઓ વિષે પણ લખો જેમ કે અગ્નિરથ,ચંદ્રની સફરે,તેમજ એસી દિવસમાં પૃથ્વી ની પ્રદક્ષીણા,અને હા તમને સલામ કરવાનું મન થાય છે,ખાસ કરીને આજનું સ્પેક્ટોમીટર અને ઉપરથી આજનો આ બ્લોગ.સલામ સર.

  Like

   
 22. tirth

  February 8, 2012 at 8:20 PM

  i have read so many book by jules verne like journey 2 to center of the earth,the light house twenty thousand leagues under the sea,dolphin,around the world in 80 days,the mysterious island,chase of the golden meteor,bullet train,a winter amid the ice and floating city translated in gujarati.all the books are just amazing.and always left me spell bound.!!:))

  Like

   
 23. Ashutosh sadaria

  February 9, 2012 at 2:15 AM

  Journey 2: the mysterious island pan saru movie che. Pan 3D ma j jova jajo. Bahu mast che.

  Like

   
 24. samir joshi

  February 10, 2012 at 10:46 AM

  I think Audiobooks in gujarati language is the best option to take such a marvel to young generations. i wanted to try this in past but its huge task and group effort is needed. kindly share your views on same.

  Samir Joshi

  Like

   
 25. vandana

  February 11, 2012 at 9:01 AM

  JV,

  superb i already read most of the jules verns book before 3 years and first book was “patal pravesh” and that was bcz of you… exactly i dont remamber date but you ware right in your artical that “in gujarati there is not any books for child who is 10 to 15 years and we have only jules verne story for them”…

  as per my experience before 1 month i buy 5 to 6 jule verne book for my sister’s daughter…..
  she was completed patal pravesh in one day…

  thanks you are giving me such a guidance which is usefull in any stage of life….

  Like

   
 26. Bhalala Nirav M

  February 12, 2012 at 3:15 PM

  આ જર્ની ની સાથે સાથે , અંદાજે સાતેક વર્ષ અગાઉ મારી પણ જર્ની શરુ થઇ હતી , કે જે હવે ૧૦૩૩+ movies ( આપે તો કદાચ ૩૦૦૦+ movies જોઈ નાખ્યા હશે !!) અને ૧૫૦+ બુક્સ સુધી પોહચી છે . તથા ૨૦૦+ સફારી ને પણ કેમ ભૂલાય !!!

  કારણ કે , graduation કરતા તો વધુ Knowledge આમાં થી મળ્યું છે , અને આ ઘટના ના તમારા થી મોટા બ્રાંડ એમ્બેસડર કોણ હોઈ શકે ?

  આ સાથે તમને એક વિનંતી એ કરવા માંગું છે કે ભવિષ્ય માં movie related એક અલગ જ બ્લોગ આપ શરુ કરશો . તથા દર અઠવાડીએ એક નવી બૂક recommend કરશો .

  Reply is must , Bye / Aloha…………

  Like

   
 27. ronak

  March 2, 2012 at 7:24 PM

  juna divso yad aavi gaya.tamari vat 100% sachi che. pehli kiss jaray sari noti teni aaje khabar pade che pan tena jeve romanch kyarey nahi aave. jule verne ne vachya che pan gujarati chako ane mako pan etlaj sara lage che aaje pan.tamaro aabhar juna divso yad karavva mate.

  Like

   
 28. kinjal

  April 23, 2012 at 10:03 PM

  i m fan of jules vern books i also have some of his books and jyare pan emni books vanchie navi j lage

  Like

   
 29. Raj Mhatre

  July 1, 2012 at 4:58 PM

  i am great fan of his book called 20,000 leagues under the sea…do read it guys..) thats what made me go crazy for adventures in ocean…

  Like

   
 30. miral virani

  September 5, 2012 at 5:45 PM

  as always you opened a new door of mind.thanks

  Like

   
 31. Dev Gadhvi

  May 20, 2014 at 12:03 PM

  book bahuj saras 6e
  ane khas karine jene science no abyash karyo hoy tena mate to alag j duniya no ahesas thay
  tena sivay me vacheli verne ni books
  1.patal pravesh
  2.divadandi
  3.avkash no safer
  4.balloon pravash
  5.soneri dhumketu no pi6o
  ane ha
  jule verne lekhak j nahi pan scientist pan hta
  temne potani jidgi na 6ela divso invention ma j gujarya hata

  Like

   
 32. Anagh Patel

  March 28, 2016 at 6:12 AM

  Saras biji aavij books na name suggest karta rejo .
  Jethi vachvani maza padi jay

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: