RSS

સહન હું તો કરી લઉં છું, ન સહેવાશે તમારાથી…એ પાનું ફેરવી લેજો, જ્યાં મારી વાર્તા આવે !

26 Jan

તસવીર સૌજન્ય : મરમી, મૃદુ અને માયાળુ મિત્ર દિપક સોલિયા

‘ના, એ થોકડાને અડવાનું નથી.’

‘કેમ ?’ મમ્મીના ચહેરા પર ધનતેરસની એ રાત્રે રોષમિશ્રિત કુતૂહલ હતું.

‘એમાં સમકાલીન છે’  આઇન્સ્ટાઇનને સાપેક્ષવાદનું રિસર્ચ પેપર કબાટમાં મુકતી વખતે જેવો ગર્વ થાય, એવા ભાવથી મેં કહ્યું.

મારા સમકાલીનપ્રેમને જાણતી માએ કોઇ દલીલ ન કરી. કાળજીપૂર્વક એ થપ્પીઓ અલગ કરવાની શરૂ કરી. દિવાળીનું ઘણું કામ હજુ બાકી હતું. અમારા ઘરમાં ‘દિવાળી કાઢવી’ અસંભવ, કારણ કે દેવાળુ઼ં નીકળી જાય એટલા ખર્ચે એકઠા કરેલા મેગેઝીન્સબૂક્સડીવીડીઝના ઢગલામાં કરોળિયાઓને પણ રસ્તો શોધવો પડે.

***

૧૯૯૪ની સાલ. જીંદગીમાં પહેલી વખત મુંબઇ જોયું. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થી તરીકે માનખુર્દ પાસે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં જ રહેવાનું હતું. મુંબઇ આમ પણ ભૂલા પડી જવાય એવું લાગે. આવડા મહાનગરમાં એકલા જવાનો પહેલો અનુભવ. પણ હિંમત કરીને ફરવા નીકળ્યો. જોવાનું ઘણું હતું. એલીફન્ટાથી ઇસ્કોન મંદિર સુધી. પણ પહેલી સાંજે રસ્તો પકડ્યો, નરીમાન પોઇન્ટ પર એક્સપ્રેસ ટાવર્સનો. રાતના અંધારામાં ચમકતી મરીન લાઇન્સની રોશનીમાં રીતસર ગોખાઇ ગયેલા એ સરનામે પહોંચ્યો. વોચમેનને કહ્યું ‘સમકાલીન’. એણે લિફ્ટ તરફ ઇશારો કર્યો. લિફ્ટ તરફ જઇને ડાઉન એરો પ્રેસ કર્યો. હૈયુ ધડકતું હતું. ઉપર જઇને બીજું કશું જ કરવાનું નહોતું. માત્ર એક વ્યકિતને જોવી હતી. એને મળીને એમની સાથે વાત કરવી હતી, બસ બેપાંચ મિનિટ માટે જ.

એમનું નામ હસમુખ ગાંધી. સમકાલીન તંત્રી. એમના દિલમાં એ આગવું અખબાર હતું, અને એ સમકાલીનના દિલમાં એ. એમના લેખો વાંચીને જ ખબર પડે કે આ માણસ શાહીને બદલે લોહીથી લખતો હશે, અને એની રગેરગમાં લોહીને બદલે તેજાબ વહેતો હશે. સમકાલીન એક છાપું નહોતું. ગુજરાતી પત્રકારત્વની ચવાઇને ચૂથ્થો થઇ ગયેલા (કર્ટસીઃ હસમુખ ગાંધી) બીબાઢોળ ઢાંચામાં એક ક્રાંતિ હતી. અંધારામાં ભભૂકી ઉઠેલી એક અગનજ્વાળા હતી. બંધ ગુફાના ભેજ વચ્ચે આવતી તાજી ગરમી હવાની લહેરખી હતી. લેઆઉટ શબ્દનો અર્થ તો શું, શબ્દ પણ સાંભળ્યો નહોતો, ત્યારે એણે લેઆઉટ શું કહેવાય એની પિછાન કરાવી.

એમનું લખાણ ફ્યુઝન લેન્ગ્વેજમાં જ રહેતું. ચિક્કાર અંગેરજી શબ્દોનો સ્વાદિષ્ટ વઘાર ધીમી આંચે પકવેલી ગુજરાતી પર થયેલો હોય. ક્લાસિકલ બ્રિટિશ ઈંગ્લીશ અને તળપદી બળૂકી કાઠિયાવાડી બોલીનું એમાં ટેસ્ટ ટ્યુબ બેબીની પેટ્રિડિશની માફક પાના પર ફલન થયું હતું. કહેવાય છે કે ગાંધી સાહેબે અખબારોમાં વારંવાર વપરાતા ઘસાયેલા લિસ્સાં ફિક્કાં શબ્દોનું આખું એક ચેકલિસ્ટ બનાવી દરેક સ્ટાફ મેમ્બરને આપ્યું હતું. એવા ટિપિકલ વર્ડસના ઉપયોગ પર પ્રતિબંધ હતો. એકદમ કેચી મથાળાં અને પહેલા પાને આઠઆઠ કોલમની રસભરપૂર તસવીરો. ‘રાજનામ રાજેશરી’ નામથી આખા પાના ભરીને વાચકોના પત્રો છાપતાં. હસમુખ ગાંધીએ પ્રેસનોટિયા ઘોરખોદિયા ચર્ચાપત્રીઓની લશ્કરી મિજાજમાં છુટ્ટી કરી નાખી હતી.

હસમુખ ગાંધી એવી ‘ભારે જહેમત ઉઠાવી હતી’વાળી ફરમાસુ યાદીઓ કે ફલાણા ઢીંકણા ગુણગાન બિરદાવલિ સમિતિની જાહેરાતો ન છાપતા. પણ ચિક્કાર કોલમો, નેશનલઇન્ટરનેશનલ ન્યૂઝવ્યૂઝથી ગુજરાતી થાળીની જેમ પાનાઓ છલોછલ કરી દેતા. શ્રેણિક શ્રોફથી નિરૂ શાહના નામે પોતે પણ ઘણી વાર છાપાના બેત્રણ પાના (ચોવીસેક કોલમો !) ભરાય એટલું લખતાં. તંત્રીલેખ ઉર્ફે એડિટોરિયલને ગુજરાતી અખબારોમાં ગુમાસ્તીગીરીમાંથી એમણે આઝાદ કર્યો હતો. ભયંકર સ્ટ્રોંગ વ્યૂઝ ધરાવતો આ જીદ્દી આદમી તંત્રી તરીકે લોકશાહીનો બુલંદ બાશીંદો હતો. એમને ‘મણ મણની ટોપરાવતા’ વાચકોના પત્રો એ ખેલદિલીથી છાપીને મર્માળુ મજાક કરીને ઉત્તર વાળતા. પોતાનાથી સામા છેડાના વિચારો વાળી કોલમો આગ્રહ કરીને લખાવતા.

ગુજરાતી ભાષામાં ધ બેસ્ટ ફિલ્મ રિવ્યૂઝ એમણે અલાયદા હાસ્યલેખની ગરજ સારે એવા ચોટડૂક નિરીક્ષણો સાથે રમતિયાળ ભાષાના સ્વામી કેતન મિસ્ત્રી પાસે ‘ફીલ્મોમીટર’માં કરાવ્યા હતા. સચીન તેન્ડુલકર જેવી ઝમકદાર ફટાકાબાજી છેલ્લા પાને રોજેરોજ ‘તારીખ અને તવારિખ’ નામની સૌરભ શાહની કરિઅરબેસ્ટ કોલમમાં થતી. ચંદ્રકાંત બક્ષી, ગુણવંત શાહ, મધુ રાય, કાંતિ ભટ્ટ, નગીનદાસ સંઘવી, સુરેશ દલાલ, દિગંત ઓઝા, રમેશ ઓઝા, રજનીકુમાર પંડ્યા સમકાલીનના તાજમાં તમામ રત્નો ઝળાંહળાં થતાં, અને એમના બીજા લખાણથી વેગળા એવા એકસ્ટ્રા ઓર્ડિનરી પીસ કે સીરિઝ લખતા. દિપક સોલિયા, કાના બાંટવા, દિલીપ ગોહિલ કે સંજય છેલ જેવા આજે જાણીતા લેખકો – સંપાદકો બની ગયેલા નામોના પત્રકારત્વની પહેલી પાઠશાળા પણ સમકાલીન હતી. શિશિર રામાવત-ધૈવત ત્રિવેદી-ઊર્વીશ કોઠારી-રાજેશ થાવાણી-નરેશ શાહ-રશ્મિન શાહ-અલ્પેશ ભાલાળા-પ્રણવ અધ્યારૂ જેવા સંભવતઃ સમકાલીનવાચકમાંથી લેખક બનેલા  સેંકડો ‘એક્સ્ટર્નલ સ્ટુડન્ટસ’ તો વળી જુદા. મુંબઇની અખબારી આલમની ફોર્મ્યુલાને આ વન મેન આર્મીએ ઉપરતળે કરી નાખી હતી. હરકિસનભાઈ અને હરીન્દ્રભાઈના મેઈનસ્ટ્રીમ જર્નાલિઝમના ગ્રીનહાઉસમાં જાણે એક ગરૂડ પાંખો ફફડાવવા લાગ્યું હતું.

તસવીર સૌજન્ય : હસમુખ ગાંધીના યાદગાર તંત્રીલેખોનું ઈમેજ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત પુસ્તક

સમકાલીનની રવિપૂર્તિનું નામ વરાયટી હતું. ગાંધીભાઇ એમાં પહેલા પાને ‘કેફિયત’ લખતા. દિલ તરબતર થઇ જાય, અને હણહણતા અરબી અશ્વો દિમાગમાં ખરીઓથી ધૂળ ઉડાડતા હોય, એવી અનુભૂતિ હસમુખ ગાંધીની સ્કારલેટ જોન્સનની કાયા જેવી ચુસ્તદુસ્ત, તીખીતમતમતી, મારકણી કલમની માયામાં રહેતી. ‘પહેલો પુરૂષ એકવચન’ નામે પોતાની અને પોતાના ક્ષેત્રની જ કાલ્પનિક પાત્ર નૌતમલાલ (ચાંદીની મૂઠવાળી લાકડી, એલચીવાળું મસ્સાલેદાર પાન !)ના માધ્યમે વટભેર ઉડાડતા. એમના લેખો હંમેશા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ રહેતા. ઢોંગી ધર્મગુરૂઓ, દંભી બાવામુલ્લાઓની જમાત સામે એમને એલર્જીની હદે ચીડ ચડતી, અને સુંવાળી ચિબાવલી વાતોમાં એ છુપાવવાને બદલે શબ્દોના સાટકા વીંઝીને એ પ્રહારો કરતા. આજેય અવનવા લાગે એવા સેંકડો પ્રયોગો કરનાર હસમુખ ગાંધીનું ‘સમકાલીન’ એટલે એમનું પોતીકું એક રજવાડું.

કહ્યું ને, ‘સમકાલીન’ એક અખબાર નહિ, એક સ્કૂલ હતી. ગુજરાતી પત્રકારત્વમાં હજુ પ્રવૃત્ત અને સરટોચના સ્થાને બેઠેલી આખી એક જનરેશન, એક ફૌજ, એક બ્રિગેડ એમની સરદારી નીચે શું લખવું, શું ન લખવું અને કેવી રીતે લખવું એ શીખી હતી. હું એક પણ જર્નાલિઝમની સ્કૂલમાં ( પાછળથી પ્રવચનો આપવા સિવાય) ગયો નથી. મારો પત્રકારત્વ અને લેખનને સમજવાનો અખાડો એટલે સમકાલીન. જો ગોંડલ જેવા નાના ગામમાં, મિડિયાના કોઇ બેકગ્રાઉન્ડ વિનાનો એક તરૂણ વાચક એક અખબારમાંથી આટલું મેળવી શકે, તો ટીમનું ઘડતર કેવું થતું હશે ત્યાં !

***

આ બધા જ વિચારોને મનમાં ઘોળતો ઘોળતો હું એક્સપ્રેસ ટાવર્સની લિફ્ટ પાસે ત્રણેક કલાકની સફર ખેડીને પહોંચ્યો હતો. મધરાતના એકલા પાછા જવાનું જોખમ ઉઠાવ્યું હતું. લિફ્ટ આવી પણ ઉપર જવામાં ડર લાગ્યો. હસમુખ ગાંધી તો ડિસિપ્લીનના ધરખમ આગ્રહી તંત્રી. એકએક શબ્દમાં જાણે તલવારની ધાર, ઠોસ ચટ્ટાનનું વજન. બહુ તેજસ્વી સૂરજ આંખોને આંજી દે એવો હોય. ક્યાંક અજાણ્યા કોલેજીયને પાડેલી ખલેલને લીધે હસમુખભાઇ રૌદ્રરૂપ ધારણ કરશે તો ?

એ ડરથી પાછો ફરી ગયો ! અઢળક દોસ્તો આ વાતને આજે સાંભળીને હસી કાઢે છે પણ હસમુખ ગાંધીના લેખનનો એવો જાજરમાન દોરદમામ, ઠસ્સો છવાયેલો હતો. છપાયેલા શબ્દની એ શકિત હતી.

વર્ષો પછી ‘અરિ પણ ગાશે દિલથી’ લખી ગાંધીભાઇએ ભારે હૈયે ‘સમકાલીન’ છોડ્યું. (સ્થાપનાના અગિયારમા વર્ષે ) એ એમનું સંતાન હતું. સાત ખોટનું, પહેલા ખોળાનું. કલાસ ઓડિયંસનું, એ કલાસિક અખબાર લેખકોને વાચક બનાવે તેવું સુપરહિટ એકલપંડે કરીને સેનાપતિએ વિદાય લીધી.  ગાંધીભાઇ વિનાનું સમકાલીન વેન્ટીલેટર પર ચાલતી સિસ્ટમ જેવું હતું. ખોળિયું હતું, પ્રાણ નહોતો.

હસમુખ ગાંધીએ રોજ એક પાનું ભરીને અન્ય સાંધ્ય દૈનિકોમાં લખ્યું. ઓસરીમાં ઘોડા દોડાવ્યા. અંગત જીવનમાં ઝંઝાવાતો આવ્યા. એમના એક લેખની ભૂલો બતાવતો એક પત્ર મેં વાચકની હેસિયતથી મિડ-ડેમાં લખ્યો. એ છપાયો ત્યારે વાઘની મૂછ ખેંચી લીધી હોય, એવો સોંપો પડી ગયો. મુંબઇથી દિગ્મૂઢ થઇ રહેલા વાચકોના પત્રો, પત્રકારોના ફોન આવ્યા. હસમુખ ગાંધીનો સ્પિરિટ સલામને લાયક હતો, એની પ્રતીતિ હતી જ, આ ઘટનાથી સાબિતી મળી. એમણે જાહેરમાં કોઇ ગોળગોળ વાતો કર્યા વિના પોતાનો હકીકતદોષ સ્વીકારી એક મામુલી વાચકની રોકડી પ્રશંસા કરી. કૌટુંબિક મિત્ર જેવા વડીલ સ્નેહી અરવિંદ શાહ (મિડ-ડેના તત્કાલીન સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ) એમને મુંબઇ મળવા ગયા હતા. પાન ખાતી વખતે, છેલ્લે જવા ટાણે મારી વાત કરી. મારી સમકાલીનભકિતથી એ પરિચિત. હસમુખભાઇ ત્યારે મારી નવી નવી કૌમાર્યમાં પ્રવેશતી ‘ગુજરાત સમાચાર’ની કોલમ વાંચતા. એમણે ઉમળકાથી કહ્યું, ‘જયને કહેજો, મને આવે ત્યારે જરૂર મળે. હું કોઇ વાચક પ્રેમથી પેન આપે તો પણ સ્વીકારી લઉં. પણ કોઇ સોદાગર જમીનનો પ્લોટ આપે તો ન લઉં !’

તસવીર સૌજન્ય : સૌરભ શાહના બ્લોગ પરથી

એ ક્ષણ ક્યારેય આવી નહિ. એક વખત હું પાછો ફરી ગયેલો, આ વખતે હસમુખ ગાંધીએ ઉતાવળ કરી. તારતાર થઇ ગયેલી જીંદગી જીવનારો, મિડિયોકર માણસોને પોતાનાથી આગળ નીકળતા જોઇને, એમની સફળતા નીચે કચડાતો એ અજંપાથી અકળાતો આદમી અચાનક ૧૯૯૮માં ૬૬ વર્ષ બળાપા અને અજંપાના વલોપાતમાં કાઢીને એકિઝટ કરી ગયો. આઇબીએમના એકચક્રી શાસન સામે એપલનું ટ્રેન્ડસેટર હોમપીસી મુકનાર સ્ટીવ જોબ્સને જે-તે વખતે જેમ કદી બિલ ગેટ્સ જેટલી સમૃદ્ધિ+પ્રસિદ્ધિ  ન મળી, એવું જ આ વીરલાને થયું. એને તો ન દોલત મળી, ન શોહરત મળી. જે વાચકો માટે એમણે જીંદગી ફના કરી, એ વાચકો તો ‘આંગળી જળમાંથી નીકળી અને જગ્યા પૂરાઇ ગઇ’ની માફક તાબડતોબ ભૂલી ગયા.

ત્યાં સુધીમાં ગાંધીભાઈ પછી તંત્રી બનેલા હરિ દેસાઈએ મને ગધ્ધાપચ્ચીસી પૂરી થાય એ પહેલા સમકાલીનનો જ કટારલેખક પ્રેમાગ્રહથી બનાવી દીધો હતો! એ વખતે ‘રામઝરુખે’ નામથી મીડિયાવોચની (ગુજરાતી પત્રકારત્વમાં શું ચાલે છે, શું હોવું જોઈએ, કોણ કેવા લચ્છા મારે છે, કેવા ગપ્પાં મારે છે-એ બતાવતી 😉 ) કોલમ પણ હું લખતો થઇ ગયેલો ! બાદમાં જનક શાહ અને છેલ્લે મેહુલ દાણીએ સંભાળ્યા બાદ પહેલેથી જ ઓછો પણ આગવો વાચકવર્ગ ધરાવતું અને ક્રમે ક્રમે એ ય ગુમાવતું સમકાલીન અંતે ઠપ્પ થઇ ગયું.

ખેર, મને તર્પણરૂપે એક શ્રદ્ધાંજલિ લેખ ૧૯૯૮મા એ ગુજરી ગયા ત્યારે લખવા મળ્યો હતો. સૌરભ શાહ ત્યારે મિડ-ડેના એડિટર હતા. એમણે ફોન કરીને ઇજન આપ્યું હતું. (ક્યારેક એ લેખ અહીં મુકીશ ) ટાઇટલ આપ્યુ : ‘વો તો હૈ અલબેલા, હજારો મેં અકેલા… સદા તુમને એબ દેખા, હુનર કો ન દેખા…’

જંગલ મેં મોર નાચા, કિસને દેખા ?

***

૨૬ જાન્યુઆરી, આ માત્ર પ્રજાસત્તાક દિન નથી. હસમુખ ગાંધીની પુણ્યતિથિ છે!

રીડર માય લોર્ડ, ગુજરાતી પત્રકારત્વ અને લેખનનું એક શિખર ગણાય એવા હસમુખ ગાંધીનું કોઇ સાહિત્ય જ આ ગુજરાતી પ્રજાએ સાચવ્યું નથી. કોઇ પત્રકારત્વની કોલેજમાં પણ એનો શાસ્ત્રીય અભ્યાસ થતો નથી. જર્નાલિઝમના સાઇબરકિડ્સ તો ભૂલાઇ ગયેલા કોઇ પેગાન દેવતાની ખંડિત પ્રતિમા બે ઘડી મુગ્ધ બનીને ટુરિસ્ટ નિહાળે, એ અદાથી જરા વિસ્મિત થઇ, ઔપચારિક વખાણ કરી કે પછી ‘હુ કેર્સ’ના ખભા ઉલાળી બ્લોગિંગ માટે લોગ ઇન થઇ જશે. હસમુખ ગાંધીના લખાણની કોઇ દળદાર અને દમદાર ગ્રંથશ્રેણી હોય તો એમની ધીંગી કામગીરીનો પરિચય ભવિષ્યના કોઇ રસિકડાંને થઇ શકે ને  વાંચી એની સરાણ પર વિચારતણખા ઝરે, ત્યારે એમની ભાષાની તીક્ષ્ણ ધાર નીકળે ને ! સમગ્ર ગુજરાતે હસમુખ ગાંધીને વિસારે પાડી દીધા છે. એક સમ ખાવા પૂરતું ચર્ચાસત્ર પણ ક્યાંય થયું ?

જો તમને પોપ્યુલર માર્કેટિંગ કે નેટવર્કિંગ આવડતું ન હોય, જો તમે સો ટચની નિષ્ઠાથી કામ કરવા સિવાય બીજું કશું મેનિપ્યુલેશન શીખ્યા ન હો, જોજો તમે સંબંધો સાચવવાની મીઠાશને બદલે સાચું બોલવાની કડવાશનો માર્ગ પસંદ કરો, જો તમે ફુરસદનો સમય વાંચન, લેખન, જ્ઞાનસાધના તણા તપમાં કાઢો અને પબ્લિક રિલેશન્સ કે સેલ્ફ મેનેજમેન્ટ પાછળ ન આપોતો આ દેશમાં તમારી જેવી (અવ)દશા થાય તેનું હસમુખ ગાંધી સ્તબ્ધ કરી દે, તેનું હોરિફિક એકઝામ્પલ છે. સત્વ અને સત્ય હોવા છતાં એમનું લખાણ જ જાણે કોઇ ઐતિહાસિક દસ્તાવેજના પાના ફાટી ગયા હોય, એમ અલોપ થઇ ગયું ! જાણે કોઇ એક્ટરની ઘણીખરી ફિલ્મોની પ્રિન્ટ ખતમ થઇ ગઇ. (ડીવીડી બને એ પહેલા !) જાણે કોઇ ક્રિકેટરનો રેકોર્ડ ભૂંસી નાખવામાં આવ્યો ! અને છતાં ય કોઇને કશી પડી જ ન હોય… મીલોં તક ખામોશી હૈ !

***

બરાબર યાદ છે (આવી વાત તો કેમ ભૂલાય ?) ગોંડલમાં એ વખતે પાંચ નંગ ‘સમકાલીન’ આવતા. એક જાહેર પુસ્તકાલય માટે, બીજું એમ.બી. કોલેજમાં, ત્રીજું એક એન્જીનીયર સાહેબ માટે, ચોથું અમારા ઘર માટે અને પાંચમુ ન્યુઝ સ્ટોલ ઉપર રાખવા (અને મોટે ભાગે પસ્તી કરવા !) એ ય મુંબઇના બહાર પડ્યા પછી ત્રીજે દિવસે હાથમાં આવે ! છતાં ય કોઇ દિવસ એ છાપું વાસી ન લાગે ! ફ્રેશ ફોરએવર. અડતાલીસ કલાક પછી પણ છાપું હમણાં જ લખાયું હોય એવું રોજેરોજ લાગે, એટલી સિદ્ધિ જ એની ક્વોલિટીને ટાઇમલેસ બનાવવા પૂરતી નથી ?

સમકાલીન લેવા ઘણી વખત રાતના ત્રણત્રણ ધક્કા ખાઇને જતો. થોડો સમય ડિસ્ટ્રીબ્યુશન પ્રોબ્લેમને લીધે સમકાલીન આવતું બંધ થયું. ત્યારે કોલેજ માટે મારૂં રાજકોટનું અપડાઉન શરૂ થઇ ચૂક્યું હતું. એવું બન્યું જાણે કે જાહેર રજાના દિવસે કોલેજ બંધ હોય, પણ સમકાલીન જેવા છાપામેગેઝીન લેવા હું (બસનો પાસ ત્યારે ન ચાલે એટલે બે રૂપિયાના છાપાં માટે વીસ રૂપિયાનું ભાડું ખાલી ખિસ્સે પણ ખર્ચીને) જાઉં. એક વ્યસન વળગેલું. સનક હતી. બંધાણીની રગોમાં કસુંબલ અમલ વિના કડાકા થાય, મારીજુઆનાના ડ્રગ એડિક્ટને ગળે શોષ પડે એવું કમ્પલઝન હતું ત્યારે બધી કોલમો વાંચવાનું. જે કોપી વેંચાતી ન મળતી, એ વાંચવા કોલેજ પૂરી થયે, લંચ સ્કિપ કરીને બપોરે એકલો લાયબ્રેરીમાં બેસતો. કોલેજમાં ન આવ્યું હોય તો ?

એક વખતે એક્સપ્રેસ જુથનું જનસત્તા રાજકોટમાં બહાર પડતું. એની ઓફિસે જઇ એડવર્ટાઇઝિંગ માટે ત્યાં પડેલી કોપી માટે રીતસર કાકલૂદી કરવાની, છેલ્લે ઝેરોક્ષ કરાવવાની તૈયારી ! પછી ન મળે તો મુંબઇના મિત્રને કહી ત્યાં શોધાવીને કુરિયર કરાવવાનું. ગંજ ખડકાયો આમ એકઠા થયેલા સમકાલીનનો ! એની માઇક્રોફિલ્મ્સ તો ક્યાંય ધૂળ ખાતી હશે, એક્સપ્રેસ ગ્રુપની ઓફિસમાં, પણ આ સમકાલીન સાચવતા અમારો દમ નીકળી જતો. ઘરમાં અમારી પથારી સાંકડી થાય, અને સિલ્વર ફિશ જેવી અખબારી કીડાઓને મખમલી બિછાનું મળે ! બધે જ એના ઢગલા. એક આખો ઓરડો ભરાયેલો !

આ લખુ છું અને એ દ્રશ્ય મારી આંખ સામે તરવરે છે. ઉધરસ ખાતા ખાતા મારી મમ્મી એકએક છાપામેગેઝીનને તારીખવાર ગોઠવતી, અને શ્વાસની બીમારી વાળા પિતા હાંફતા હાંફતા એને વ્યવસ્થિત રાખતા એનું ! ઘણીવાર એ ખોલીને વાંચતો, માટે જીવની જેમ સાચવવાનું ફરમાન હતું. ખબર નહોતી કે આવી ઘેલછા તો મૂળ પ્રકાશનોને પણ નથી હોતી ! (આવી જ રીતે સચવાયેલા ગુજરાતી મેગેઝીન્સનું કલેકશન મૂળ મેગેઝીન્સને પણ ખપતું નથી ! અને અંગ્રેજી મેગેઝીન્સ ઓનલાઇન આર્કાઇવ્ઝ બનાવી ચૂક્યા છે) હસમુખ ગાંધીના ખરા પ્રેમીજન કહી શકાય એવા લેખક સૌરભ શાહ એક દિવસે અચાનક ઘેર આવ્યા. બાથરૂમમાં ખડકાયેલા ગંજ જોઇને કહેલું, ‘સાચવજે, એક પુસ્તક કરવું છે, એમાં આ કલેકશન કામ લાગશે.’

પુસ્તક તો ન થયું. ઉધઇ થઇ ગઇ. એ અખબારોને લીધે ઘરનો લાકડાનો દરવાજો સડીને ખવાઇ ગયો ! બેફામ વરસાદનું પાણી ત્યારે ભરાયેલું. મોટી જગ્યા રાખવા જેટલી આર્થિક આવક નહોતી. કેટલોક ખજાનો લૂંટાયા પછી પણ હજુ ખાસ્સું બચ્યું હતું. કેટલાય મૂર્ઘન્ય લેખકોવાચકોપત્રકારોને ફોન કર્યા, એસએમએસ કર્યા. કોઇને આ જોઇએ તો ! કોઇને આવી સાચવણીમાં અમારી જેમ વર્ષો બગાડવાની મૂર્ખાઇ કરવી નહોતી. ત્યારે સોશ્યલ નેટવર્ક હતું નહિ, નહિ તો રીતસર ટહેલ નાખી હોત!

મમ્મીને કેન્સરે છીનવી લીધી હતી. એકલે હાથે સચવાય એમ હતું નહિં. ખબર હતી કે આખો એક કાળખંડ ખારી શિંગના પડીકામાં ફેરવાઇ જશે. પણ અંદરથી ઉઠતી વેદનાનો ગુસ્સો હતો. અંતે એ ફેંકી દેવાનો, સાડા ત્રણ રૂપિયે કિલોની પસ્તી કરવાનો નિર્ણય લેવો પડ્યો. વાંચનના, લેખનના અને પત્રકારત્વના આવા જ નીમપાગલ દોસ્ત કિન્નર આચાર્ય એકે જ રસ બતાવીને કહ્યું, “મારી ઘેર મૂકી જા તો હું એમાંથી ગાંધીભાઇના યાદગાર લેખો તો કાપી લઉં.” ભાડે ગાડી કરીને ત્યાં થપ્પા ઠાલવ્યા. રાત દિવસ બેસીને એણે થાય એટલા લેખોના કટિંગ કર્યા. તો ય ઘણું રહી ગયું, પણ ઘણું એ રીતે બચ્યું.

સમકાલીન ગયા.  હમખ્યાલ દોસ્ત અને બીજા ‘ગાંધીજન’ વિક્રમ વકીલે એ લેખોના કટિંગ્સ કમ્પોઝ કરાવવા લીધા. ગુજરાતીમાં આજે જ્યાંજ્યાં હસમુખ ગાંધીના લખાણ છપાય છે, એની એક ગંગોત્રી મારા ઘરમાં ય હતી. એની પાછળ અડધી જુવાનીની કુરબાની છે. પણ કોઇને એની કદર તો શું, ખબર પણ નથી. હદ તો એ છે કે કોઈ પાસેથી હજુ એ લેખોની ડિજીટલ સીડી પણ મને મળી નથી. એ  કોઇ પાસે સલામત હશે, એવી ધરપત જરૂર છે. પણ એ સીડી મારા ખજાનામાંથી તૈયાર થઇ હોવા છતાં કોઈએ મને પહોંચાડી નથી. ખુદ ગાંધીભાઈ જ ભૂલાઈ જતા હોય તો સીડી શું વિસાતમાં !

હા, આ લેખ ગત વર્ષે (વર્તમાન કરતા લઘુસ્વરૂપે) લખ્યો, અને આમ જ પડ્યો રહ્યો (ગાંધીભાઈનું તો બેડ લક જ ખરાબ ! જે મેગેઝીન માટે આ લખેલો એમાં ય ના છપાયો ને મેં કોલમ શરુ કરતા પહેલા જ એકઝાટકે બંધ કરી દીધી! :-P) એ પછી હસમુખ ગાંધીના લખાણોનું સમ ખાવા પૂરતું એક પુસ્તક દિવ્યાંગ શુકલે સંપાદિત કરેલું, રહી રહીને ગયા વર્ષે ઈમેજ પબ્લીકેશને યાદગાર તંત્રીલેખો સીરીઝમાં બહાર પડ્યું છે. પુસ્તકના મર્યાદિત કદમાં એમના કસબનું પાંચ ટકા ય ઝીલાયું નથી. પણ ગાંધીભાઈ શું હતા એના ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન માટે યંગથીંગ્સ માટે એ બ્યુટીફુલ બિગીનિંગની ગરજ સારી શકે. (આ લેખના છેડે હસમુખ ગાંધીના પરિચયનું પાનું ય એ પુસ્તકને આભારી છે.) પણ એ તો કકડીને ભૂખ લાગી હોય ત્યારે અડધું બિસ્કિટનું પેકેટ મળે એવું જ. આજે મારો કોઈ ઉગ્ર કે આક્રમક લેખ વાંચી સાહજીક રીતે કોઈ બક્ષીની તેજાબી શૈલીની યાદ અપાવે ત્યારે મને હસમુખ ગાંધી ય યાદ આવે. બક્ષી સલ્ફ્યુરિક એસિડવાળી પેનથી લખતા, તો હસમુખ ગાંધી નાઈટ્રીક એસિડવાળી પેનથી. (ગોંડલિયા મરચાં જેવા એમના બે એમના પ્રમાણમાં સાવ નાના લેખો અહીં મુક્યા છે. ક્લિક કરો અને એન્લાર્જ થયેલા ફોટોમાં વાંચો )

વાત નીકળે ત્યારે સમકાલીન કે હસમુખ ગાંધીની હૈસો હૈસો વાહવાહી કરનારાઓએ મેં એ મેળવવા ખાધેલા ધક્કા કે એ જાળવવા કરેલા ઉજાગરા વેઠ્યા નથી. હજુ ય એમના કેટલાક સમાંતર-મિડ ડેના લખાણો ફાઇલબદ્ધ કરીને મેં સાચવ્યા છે. હવે એ કોઇને આપવાની હિંમત થતી નથી. ન તો એનું કશું આગળ થવાનું છે. જો કે, ખુદ હસમુખ ગાંધીની હયાતી જ જ્યાં યાદ ન હોય, ત્યાં મારી આ મહેનતની હેસિયત અંગે ફરિયાદ કરવાનો હું હકદાર નથી. નાસ્તિ મૂલમ્, કુતો શાખા ? (વિધાઉટ રૂટસ, હાઉ કેન ધેર બી એ બ્રાન્ચ ?)

દોસ્તો, સફરના સાથીઓ… આ છે આપણો વાંચનપ્રેમ ! આવા કંઇ કેટલાય મેગેઝીન્સ અને એમાં બંધ  થયેલો ટાઇમ કેપ્સ્યુલ જેવો સમયનો ઇતિહાસ હજુ મારા એને લીધે ગુજરીબજાર જેવા લાગતા ગૃહમાં થીજી ગયો છે. વાંચે ગુજરાતની હાકલો વચ્ચે પુસ્તકાલયોમાં પુસ્તકો સચવાય છે, પણ મસ્તકોમાં લેખકો સચવાય છે ખરા ? એમના લેખો ? શબ્દથી શૂન્ય સુધી ? અહીં તો હરિવંશરાય તો જ અમર થાય, જો અમિતાભ સુપરસ્ટાર થાય. રિયાલીટી બાઇટ્સ.

હસમુખ ગાંધી બહુમતી મહાજાતિ ગુજરાતીની સ્મૃતિમાં ય સચવાયા નથી, પછી એમને વિવેક ખાતર વધુ એક પુણ્યતારીખે ‘સ્મૃતિશેષ’ પણ કેમ કહેવા?

(શીર્ષક પંકિતઃ કામિલ વટવા )

હસમુખ ગાંધીની ધાણીફૂટ શૈલીનું ગરમાગરમ સેમ્પલ

હસમુખ ગાંધીની અગનઝાળ ની વધુ એક આંચ (અનુસંધાન હાલ જડ્યું નથી 😐 )

દિવ્યાંગ શુક્લ સંપાદિત પુસ્તકમાંથી સ્કેન કરેલું પ્રાથમિક પરિચય આપતું પૃષ્ઠ. કર્ટસી એન્ડ કોપીરાઈટ : ઈમેજ પબ્લિકેશન.

 
80 Comments

Posted by on January 26, 2012 in gujarat, personal

 

80 responses to “સહન હું તો કરી લઉં છું, ન સહેવાશે તમારાથી…એ પાનું ફેરવી લેજો, જ્યાં મારી વાર્તા આવે !

 1. સંજય ઉપાધ્યાય

  January 26, 2012 at 7:03 AM

  ગુજરાતી પત્રકારિત્વના મહાસ્તંભ સમા હસમુખ ગાંધી વિષે લખીને તમે ભૂલાયેલો ઇતિહાસ જીવંત કરી દીધો, ખડખડ કીડી વાળો લેખ જે તે સમયે વાંચ્યો હતો, આજે પણ એ કેટલો પ્રસ્તુત છે એ જોઈ શકાય છે, પત્રકાર કે સાહિત્યકાર (એ બંને વચ્ચે કંઇ ફર્ક છે કે નહિ ,, ન જાને) આજે પણ વામણા અખબાર માલિકો કે સાધુ સંતોની કુરનીશ બજાવી સફળતાના પગથીયા ચઢવા આતુર છે, કદાચ શબ્દ સંપતિ કરતા અર્થ સંપતિ ને વધુ ચાહતા સમાજની આ જ નિયતી હશે, તેમ છતાં મરદ ની મૈયત ઉઠાવનારા કોઈક તો સમયે સમયે મળી જ રહેશે એવી શ્રદ્ધા સાથે આ સુંદર લેખ બદલ ધન્યવાદ.

  Like

   
 2. Balendu Suryakant Vaidya

  January 26, 2012 at 7:46 AM

  અહીં તો હરિવંશરાય તો જ અમર થાય, જો અમિતાભ સુપરસ્ટાર થાય. રિયાલીટી બાઇટ્સ.!!!! very true….

  Like

   
 3. Krishnakumar

  January 26, 2012 at 8:03 AM

  સરસ મજાનો લેખ છે. અભીનંદન !

  Like

   
 4. Envy

  January 26, 2012 at 9:16 AM

  મગજ સુન્ન થઇ ગયું અને મન ખિન્ન.
  આવા કેટ-કેટલા લોકો આયખા લુંટાવીને ફના થઇ ગયા !!
  *
  હમણાજ, એફ્બી ઉપર (પહેલા જોયેલો) વિડીઓ જોયો…
  સામાન્ય પ્રશ્નો ના આજની પેઢી એ આપેલા જવાબો…
  તાતા પછી કોણ ? જવાબ એમનો દીકરો જ હોય ને
  બીજો એક કહે એમનો દીકરો મુકેશ અંબાણી
  *
  ઋત્વિક રોશન નું હુલામણું નામ બધાને મોઢે !!!!!!!

  Like

   
 5. naimish bhesaniya

  January 26, 2012 at 10:46 AM

  Fantastic article…
  ek bharat ma artist ne avava par pratibandh 6e ane bija bharat ma artist ne yad rakhva mate thati mathaman…

  Mind blowing article n tamari home library….

  bas avi thandi ma ras tabol pirasta raho…

  Like

   
 6. Viral Trivedi

  January 26, 2012 at 10:58 AM

  જયભાઈ,
  શ્રી હસમુખ ગાંધી વિષે સૌરભ શાહ પાસેથી ઘણું જાણ્યું છે. સૌરભભાઈ તેમનો એક વિચાર વારંવાર કહેતા-‘જેને નાક સાફ કરતા પણ આવડતું નથી તેવા લોકો પણ પત્રકારત્વમાં આવી ગયા છે.’ તમારું શું માનવું છે?

  Like

   
 7. Anil Chavda

  January 26, 2012 at 11:10 AM

  સરસ મજાનો સંદર્ભ સહિત લેખ…
  મજા પડી, જો કે જય વસવડાઓ લેખ અને કોઈને મજા ન પડે એવું બને ખરું….?

  Like

   
 8. Hetal Shukla

  January 26, 2012 at 12:07 PM

  jay sir..really heart touching article. wonder if i could ever read such wonderful article unless u had shared it here… thnks a lot!! 🙂 🙂

  Like

   
 9. jignesh

  January 26, 2012 at 12:43 PM

  manvi sahan karvani bhavna aapna va to j samay ne paristhi pramane jeevan aagal vadhi shake.
  jo aap na bapu gandhi bapu a aahinsha no marg aapnavi badhu j (gora o na ) dhukh sahan karya j tyare aapne svantar thava pamya ane aaje 63 mo pajasattak din ni ujjavani kari rahya che.
  jeevan ma chalse, favse ,gamse aa mantar aapna v yei to jeevan rupi aa naav ne zindagi jeeva vano paripakv strote mali rahe,

  Like

   
 10. prithviraj sinh rana

  January 26, 2012 at 12:43 PM

  જયભાઈ, ખૂબ સરસ ને લાગણી સભર લેખ … હસમુખ ગાંધી ના સમકાલીન વિષે આજ ના યુવાનો ને જાણકારી કદાચ નહીં હોય ….. એક સારો લેખક તો ગમે તે અખબાર કે મેગેજીન માં મળી જાઈ છે પણ એક સાચો લેખક એક રાજ્ય માં પણ મળવો મુશ્કેલ છે … જો આજે એ દેહ રૂપે હયાત હોત તો કેટલાય ગુ.છો ને એના બગલ બચ્ચા ને ફરજીયાત નિવૃતિઆપી દીધો હોત ….. રાષ્ટ બને છે રાષ્ટભક્તો થી આવા રાષ્ટભક્ત ને આજ ના દિને યાદ કરીયે એજ અસલી પ્રજા સતાક દિન ………

  Like

   
 11. Virendra Chavda

  January 26, 2012 at 12:47 PM

  જો ગોંડલ જેવા નાના ગામમાં, મિડિયાના કોઇ બેકગ્રાઉન્ડ વિનાનો એક તરૂણ વાચક એક અખબારમાંથી આટલું મેળવી શકે, તો ટીમનું ઘડતર કેવું થતું હશે ત્યાં !
  it’s a really nice article sir…thnx 4 sharing…!!!

  Like

   
 12. Chandrakant D.Trivedi

  January 26, 2012 at 12:51 PM

  Gr8 informations on such gr8 celebrity of journalism and reporting…It is real heart touching article from Jay Vasavada…Jay Sir, you always gived some thing new

  Like

   
 13. Darshit

  January 26, 2012 at 12:53 PM

  Mind blowing Article!!!! what a great story keep it up!!!!

  Like

   
 14. Jani Divya

  January 26, 2012 at 12:53 PM

  wah what a touching article and કહ્યું ને, ‘સમકાલીન’ એક અખબાર નહિ, એક સ્કૂલ હતી !!! wah didn’t know that all the today popular columist were from this school!!! glad to know!! I had not read samkaalin anytime in my life but if not wrong then his tantri lekh use to come in Phulchhab which was part of janambhoomi group!!

  and thanks for enlighting that today is his punyatithi!!

  Like

   
  • jay vasavada JV

   January 26, 2012 at 1:00 PM

   nope. phhulchhab ma hasmukhbhai na tantrilekh na aavta. pan overrated eva harsukh sanghani na aavta. janmbhumi jooth thi chhuta padi ne hasmukhbhai e samkaleen sharu karelu e vigat lekh ma emna parichay ma chhe 😛

   Like

    
 15. vivektank

  January 26, 2012 at 12:55 PM

  jay bhai, aa mate to mari khud ni 2 line kaheva chahish

  “હોય ત્યાં મારી રાખ કે કબર હોય,
  રહીશ હુ જીવતો એમા, જેને મારી ખબર હોય “

  Like

   
 16. Neeta Shah

  January 26, 2012 at 1:05 PM

  Thanks…..
  Perhaps u wont believe but i m also one of the student of “Samkalin” school…..it has changed my image for editorial article and convinced that even editorial artilcle can also b njoiable….
  Samkalin was also one of the most neat and clean as far as spacing and look was concerned which shows the thought behind samkalin…
  During my schooling gujarati ni textbook ne etla dhyan thi nathi vachyu jetla dhyan thi me samkalin vachyu che….
  Thanks for making me flipping through the memories once again……

  Neeta Shah

  Like

   
 17. ajay patel (@avpatel)

  January 26, 2012 at 1:23 PM

  jay bhai mari ek request chhe mare ae samkalin na hashmukh gandhi na badha tantri lekh joiye chhe to ae mane kya thi madi shake???

  Like

   
 18. Parth Mehta

  January 26, 2012 at 1:57 PM

  Extremely superb! One can feel that it was written with great agony! Your pain can even touch my heart and even i became sentimental!

  Like

   
 19. Parth Mehta

  January 26, 2012 at 2:02 PM

  Extremely superb! One can feel your agony! you have reached to our heart and succeed to convey your message.Even i became sentimental reading this!

  Like

   
 20. Nil Thakkar

  January 26, 2012 at 2:14 PM

  સૌ પ્રથમ તો શ્રી હસમુખ ગાંધી વિષે આ લેખ માટે આપનો આભાર. જો આપે એમના વિષે આ લેખ ન લખ્યો હોત તો એમના વિષે જાણવા ન મળત. આપ એક રીતે લકી છો કે આપને એમના લેખો વાંચવા મળેલા, જો કે આપે ઘણી જહેમત પણ ઉઠાવી છે એના માટે. 🙂

  સારા લોકો જોડે જ આવું કેમ થતું હોય છે? એમની કદર જ નથી થતી હોતી.

  અનુસંધાન મળે ત્યારે પોસ્ટ કરવા વિનંતી કારણ કે આગળ વાંચવા માટેની બેચેની વધી ગઈ છે.

  આ લેખમાં શ્રદ્ધાંજલિ લેખની સાલ ૧૯૯૯૮ લખી જે સુધારી લેશો.

  Like

   
 21. Sandeep Dave

  January 26, 2012 at 2:38 PM

  જયભાઈ, થેંક્યુ સો સો મચ…આટલા અદભુત લેખ માટે, એમનો એક લેખ વાંચ્યો તો “વિચારધારા” મા ત્યારથી એમને વાંચવા તા, પછી એકાદ-બે “અહા ! જીંદગી” મા મળી જતા, બન્ને બંધ થઈ ગયા, આ પુસ્તક ખરીદીને વાંચ્યુ અને ખુબ ગમ્યુ, પણ આજે તમી લખ્યુ ને એ એક્દમ સો-ટ્ચ સત્ય લાગી, મને ગમ્યુ પણ શોધવા છતાય ક્યાય હસમુખ ગાંધીને વાંચીના શક્યો !!”ભુખ ઠારવા” નો આભાર કોન કેવી રીતે પાઠવે જયભાઈ? બસ ધન્યવાદ.અને નીચે એમના લેખો મુકવામાટે સો સલામ .. સેવ કરી નાખ્યા મે હંમેશ માટે..

  Like

   
 22. Jay Visani

  January 26, 2012 at 2:41 PM

  Jaybhai … Late Shri Hasmukh Gandhi vishe tamro blog vaanchya pehla m_ne temna vishe vadhare mahiti nhoti … samkalin na tantri hata ane te jamanama ( up to 1997 ) hun niyamit samakalin vaanchto . Maru favourite samachar patra hatu . Tema mara favourte lekhako Chandrakant Bakshi , Sourabh Shah, Kanti Bhatt tema tantri lekh ane chhella pana par Shri Sourbh Shah na sudner ane bold lekho aavta . P_chhithi tyarna nava lekhoko ma tame ( Jay Vasavada ) vaanchoka ane mara mate favourite hata( ofcourse aaje pan chho ) . Aaje tame detail ma Shri Hasmukh Gandhi vishe mahiti aapi tyare khyal aavyo ke Samkalin samachar patra aatlu ineresting kem laagtu ane p_chhi bandh kem padyu …..thanks Jaybhai for all the interesting ,important information , paper cuttings about the valuable work and giant personality of Late Shri Hasmukh Gandhi … Ishwar a_mna aatmane shanti arpe …

  Like

   
 23. miteshpathak

  January 26, 2012 at 3:35 PM

  જયભાઇ – અતી સુંદર અને ઉંડાણ વાળો લેખ છે. મેં મુંબઈમાં સમકાલીનને ૧૦ વરસ નિયમિત વાંચેલ છે. મારા દાદા કે જે ૫૦ વરસથી ફક્ત મુંબઈ સમાચાર અને જન્મભૂમિ (સાંજે) ના વાંચક અને ચાહક હતા. તેઓ એ પણ ફક્ત ૨ મહિના વાંચ્યા પછી તેમનો અભિપ્રાય બદલી અને મારી સાથે આ માણતા થયા હતા.

  વાંચનમાં વિશાળતા લાવે તેવા વિચારો શ્રી હસમુખભાઇ ધરાવતા.તૃણ તલાટી, શ્રેણીક શ્રોફ અને સ્વયં ખુદના નામથી છવાઇ જતા દીલ અને દિમાગ ઉપર. મુંબઈમાં હું પન્નાલાલ ટેરેસ (જે ત્યાંનો નાગર વાડો ગણાતો) રહેતો અને દર શનીવારે રાત્રે બૌધીક (કહેવાતી) ચર્ચા થતી. મોટા ભાગના મિત્રો એમના લેખ અને વિચારને જ રજુ કરતા અને રવીવાર સવારનો કુક્ડો બોલાવતા. આ એમની અસર હતી.

  સલામ છે એમને અને એમની કલમને. શત શત શ્રધ્ધાંજલી.

  Like

   
 24. Er. prakash maiyad

  January 26, 2012 at 3:54 PM

  liked most.

  Like

   
 25. Niranjan Buch

  January 26, 2012 at 4:08 PM

  ગુજરાતી ભાષા ને જીવાડવી હોય તો આવા લેખકો ને સાચવવા જ પડશે. આપણી દંભી ધાર્મિક પ્રજા ને સુશાં પૈસા ચાર ની વેપારી વૃતિ ને કારણે સંસ્કારીતા ધોવાઈ રહી છે ને સાહિત્ય ભૂંસાઈ રહ્યું છે. ખુબ જ લાગણી પ્રેરક લેખ.

  Like

   
 26. nidhi j joshi

  January 26, 2012 at 4:10 PM

  Extremely awesome article Jaybhai….Thanks a lot for such an informative article on Hasmukh Gandhi!!
  I actually came to know about him through this awakening write up of yours…aa lekh vaachya pachi hu tamari vadhare fan bani gai Jaybhai!!!!

  Mumbai ma ame tamara lekh matej chhapu laiye chhiye!!

  Like

   
 27. vnvanza

  January 26, 2012 at 4:14 PM

  It’s a great pleasure to read such on Hasmukhbhai Gandhi…We really miss such people in today’s world where no one is ready to speak and listen the reality…emna mate etlu j kahi shaky k:

  ” AAM TO TANKHALA NO PAN BHAR LAGE CHE, PAN MASTI MA AAVE TO AAKASH UTHAVI LE CHE”

  Like

   
 28. Parth Thacker

  January 26, 2012 at 4:45 PM

  Thank you for such a soulful article (as always) and for making the new generation aware of the UNKNOWN HERO of journalism….
  તમે જ્યારે તમારા ભૂતકાળના સંસ્મરણો વાગોળો છો ત્યારે એ નજર ની સામે ફિલ્મ ની માફક ભજવાતા હોય એવો અનુભવ થાય છે….

  Like

   
 29. Nishant Patil

  January 26, 2012 at 5:15 PM

  આભાર

  Like

   
 30. parikshit s. bhatt

  January 26, 2012 at 5:29 PM

  આજે આ લેખ વાંચતા લાગ્યું કે જાણે જય વસાવડામાં હસમુખ ગાંધી; વાયા ચંદ્રકાંત બક્ષીનો પરકાયા પ્રવેશ થયો…
  મારા જેવા અનેક વાચકોને સાચુ પત્રકારત્વ શું છે;કલમનો જાદુ/તાકાત શું છે? એની ઝલક આપી…
  તમે લખ્યું છે એ સંપૂર્ણ સત્ય છે કે જો ગોંડલમાં એકલવ્ય પૈદા થતા હોય;તો ‘સમકાલિન’ સાથે જોડાનારાને તો કેટલો લાભ મળ્યો હશે? પણ અફસોસ; કે પ્રવર્તમાન છાપાઓમાં એ જોવા નથી જ મળતું…એમના સમકાલિનો(અને એક સમયના સહકર્મીઓ) પણ શું લખે છે અને ક્યાં એવુ લખે છે?…
  આને માટે(આવા લોકો માટે) નગુણા શબ્દ પણ નાનો પડે…
  તમે સંજોગોવશાત્ ‘સમકાલિન’ સાચવવા માટે કરેલી અથાક મહેનત; અને છતાંયે એનો અંત જે રીતે આવ્યો;એ વેદનાની ટિસ પણ અનુભવી…આવા જ(સમકાલિન જેવા) એના(પુરોગામી?) જેવા માતબાર;પણ માસિક ‘કુમાર’ ના હાલ થયા…સ્વ. બચુભાઈ રાવત પછી એ પણ ખોવાઈ ગયું…પણ આપણે હજુ એટલા સદ્દભાગી કે એ સીડી સ્વરુપે પ્રાપ્ય છે…
  કાંતિ ભટ્ટો;ગુણવંત શાહો કે નગીનદાસ સંઘવીઓ માટે પણ સાદર કહેવું પડે કે ક્યાંય અને ક્યારેય સ્વ.હસમુખભાઈનો ઉલ્લેખ કરતા નથી તો પછી અત્યારનાઓ પાસે તો આશા રાખવી જ વ્યર્થ છે…
  જયભાઈ; છેલ્લે આપનો આભાર માનતો નથી આ આપવા માટે; કારણ મને ખબર છે કે હજુ તો ઘણું ઘણું આવું આવવાનુ બાકી છે તમારી પાસેથી…છતાંય હું બે આશાઓ સહ અટકુ–૧) આમ જ ‘ગમતાનો ગુલાલ’ કરતા રહેશો…
  અને–૨) રુબરુ મળવાનો મોકો જલ્દીથી આપશો…
  —પરીક્ષિત ભટ્ટ—

  Like

   
 31. pankajsmruti

  January 26, 2012 at 6:25 PM

  Nice..JV…

  Like

   
 32. Jignesh Majithia

  January 26, 2012 at 6:29 PM

  જયભાઇ,સાચો પ્રશંસક(FAN) કોને કહેવાય એની સાચી વ્યાખ્યા આજે જાણવા મળી, આટલી હદ સુધી કોઇના કામની સંભાળ લેવી,એ પણ કોઇ જાતના શિરપાવની ખેવના વગર,એ જ સાચો પ્રશંસક…..
  જયભાઇ,જેમ હસમુખભાઇને જય વસાવડા નામનો આટલો ઉમદા પ્રશંસક મળ્યો એવો કોઇ પ્રશંસક જય વસાવડાને પણ મળે એવી આશા રાખુ છું…..

  Like

   
 33. Naresh Parasiya

  January 26, 2012 at 6:51 PM

  Aava Khakhdi gayela juna Kagal na panao pan… Ruvada Ubha kari de.. ane Kranti ni aag Lagadi sake…!! Salute.. to… the Brave Reporter…!!

  Like

   
 34. Maulik Patel

  January 26, 2012 at 7:09 PM

  I am ready to scanned all the articles…. If u provide me the hard copy….this way we may keep alive Shri Gandhi sir for next gen.

  Like

   
 35. Mihir Tripathi

  January 26, 2012 at 7:16 PM

  thanks jay sir for this superb information about Shree Hasmukh Gandhi

  Like

   
 36. Kadam Patel

  January 26, 2012 at 7:55 PM

  મારી પાસે શબ્દો નથી comment કરવા માટે…આજની પેઢી માટે તમે હસમુખભાઈની ખોટ પૂરી કરશો એવી આશા સાથે તમને All the best!!

  Like

   
 37. ronak solanki

  January 26, 2012 at 8:55 PM

  when i reach to mid of hasmukhbhai i feel u r kidding but after their pages of news paper i believe u r right. He died without popularity and prosperous is the perfect thing for him. AAVA AAKHA BOLA MANSO NE TO AA DAMBHI SAMAJE AATLA AAGAL AVAVA DIDHA TE PAN BAHUJ CHE. i appreciate ur spirit of madness to love hasmukhbhai.i wish i have at least one thing to love for which i could die for it. special request to jaybhai you will change my working field.

  Like

   
 38. DIVYESH

  January 26, 2012 at 9:14 PM

  DEAR JAY,
  CHHELA 15-17 VARAS THI TARA PARICHAY MA 6U , TARI VATO VACHU 6U , VACHVI PADE 6 ! ! KYAREK SAMAY NA HOY , KYAREK IMPORTANT KAM HOY, ARRE BANK MA KARVANU KARMA THODI VAR SIDE PAR RAKHI NE TANE VACHVO PADE 6 ! YAAR GANDHISAHEB VISE VACHYU , TYARE MAAN DWARA LAKHAN NI SARKHAMNI THAIE GYI. ,BAXISAB NI VAATO VACHTA PAN GHANI VAKHAT TARI YAAD AVE , TARI VAATO VAKHTE BAXISAHEB NI.. ! HOPE U R ENJOYING LIFE , WRITING …. ! WISHES ALWAYS 4 THAT.. BT SAME TIME HOPE FROM U ALSO …ASK WHAT ? IF U WANT 2 GIVE IT 2 SOCIETY……. DIVYESH KATARIYA , WE MEET AT MP DOSHI VIDYALAYA TANKARA AND WE HAVE GANTHIYA JALEBI AT MD SOCIETY B4 15-17 YEARS…

  Like

   
 39. Pradip Patel

  January 26, 2012 at 9:28 PM

  ‘વો તો હૈ અલબેલા, હજારો મેં અકેલા… સદા તુમને એબ દેખા, હુનર કો ન દેખા…’

  જંગલ મેં મોર નાચા, કિસને દેખા ?

  Khub j saras sir,thanks …

  વાંચે ગુજરાતની હાકલો વચ્ચે પુસ્તકાલયોમાં પુસ્તકો સચવાય છે, પણ મસ્તકોમાં લેખકો સચવાય છે ખરા ?

  ha sachavay jo tamara jeva lekhako hoy…

  Thanks…

  Like

   
 40. Praful

  January 26, 2012 at 10:21 PM

  જૂના કટિંગ્સ જોઇ આનંદ થયો.
  હસમુખ ગાંધી એક અનન્ય એડિટર હતાં.
  એમની ભાષા જરા ઊપર ઊઠીને હતી.
  આ લખનાર ‘ સમકાલીન ‘ ની ઓફિસમાં ચક્કર મારી આવ્યા છે.
  રમેશ દવે અને સંજય વોરા સાથે એ વખતે ઓળખાણ હતી.
  મેહુલ દાણી ને પણ મળવાનું બન્યું છે.
  હસમુખ ગાંધીની એ વખતે ધાક હતી.એમના અંગત પ્રોબ્લેમ માટે લોકો કાનાફૂંસી કરતા હતાં.
  ઘોસ્ટ રાઈટર તરીકે એમણે કોઈ બહેનને નોવેલ લખી આપ્યાની ચર્ચા હતી. જેમની સાથે પાછળથી ગાંધી સાહેબ રહેતાં હતાં.
  જે હોય તે પણ ગાંધી સાહેબ જેવો બીજો તંત્રી થયો નથી.
  આભાર, મને અતીત રાગમાં સહેલ કરાવવા માટે.
  થોડા સેપિયા થઈ ગયેલાં સમકાલીનના કટિંગ્સ હજુ મારી પાસે સચવાયેલાં પડ્યા છે.

  Like

   
  • VINOD NANDHA

   December 1, 2012 at 12:39 AM

   PRAFULBHAI, CAN U GIVE ME COPIES OF SAMAKALIN WHICH YOU HAVE. MY ,MAIL ID VINODNANDHA@HOTMAIL,COM

   Like

    
  • VINOD NANDHA

   August 20, 2013 at 4:24 AM

   Dear Praful can u share samkaleen cuttings with me?. either by mail or i can collect it from u.my mail id : vinodnandha@hotmail.com

   Like

    
 41. Denish

  January 26, 2012 at 11:02 PM

  Hello Jaybhai,

  I am one of your fan and reading your articles since so many years and first time commenting you….

  After reading your articles for many years i can say that Hasmukhbhai is living in your writing style…..The way Gandhiji is living in Anna Hajare’s style…

  Like

   
 42. SATISH DHOLAKIA

  January 27, 2012 at 12:30 AM

  “સમકાલિને” અવશ્ય ક્રાન્તિ કરી હતી, એક નવી લહેર ની અનુભુતિ થતી. તમે હ્ર્દય નીચોવી ને લખ્યુ છે. તેમને આદરાંજલી.

  Like

   
 43. gopal Gandhi

  January 27, 2012 at 8:33 AM

  Excellent informative inspiring & too emotional
  hats off to you SIR
  I love you

  Like

   
 44. ajay patel (@avpatel)

  January 27, 2012 at 9:02 AM

  Jay bhai jemane pan thoda aa tantri lekh joita hoy to aa book online made chhe…. please share it with others

  http://www.booksforyou.co.in/Books/Mara-Mangamta-Tantri-Lekho—Samkalin

  Like

   
 45. DIVYANG SHUKLA

  January 27, 2012 at 9:55 AM

  જયભાઇ,

  ગાંધીભાઇના એકમાત્ર પુસ્તકનો સંપાદક હું. મન મૌજમાં આવી જાય ત્યારે હું મારા ગાંધીભાઇપ્રેમી દોસ્તોને એમ પણ કહું છું કે સૌરભભાઇ પછી હું ગાંધીભાઇનો બીજો અંતેવાસી છું.

  તમે તો પાંચ ટકા સામગ્રીનું લખ્યું છે. પુસ્તકના પ્રકાશન વખતે આપેલા પ્રતિભાવમાં મેં કહેલું કે ગાંધીભાઇએ સમકાલીનતંત્રી તરીકે ૧૬,૦૦૦થી વધારે લેખો લખ્યા હતા અને તેમાંથી માત્ર બે ટકા સામગ્રી જ અહીં એકઠી કરી શકાઇ છે…..તમે નોંધ લીધી તે સારું કર્યું. તમારા તો લાખ્ખો વાચકો છે, પ્રેમીઓ છે. તમે ગાંધીભાઇને જાણો છો એટલે હવે તેઓ પણ જાણશે. ધન્યવાદ.

  સમકાલીનની વરાઇટી પૂરવણી અને રવિવારની આવૃતિનું મેગેઝીન સેક્શન મેં પાંચ કરતાં વધુ વર્ષ સુધી સંભાળ્યું હતું. લીલા રંગની શાહીમાં કેપ, લાલ રંગની શાહીમાં હેડિંગ અને કાળા રંગની શાહીમાં કિક (રંગને ભેળસેળ થઇ ગઇ હોય તો માફ કરજો) લખેલા તમારા લેખો સૌથી પહેલાં મેં વાંચ્યા છે અને પછી એડિટ કરીને રવિવારની આવૃતિમાં છાપવા મોકલ્યા હતા. …જનકભાઇ શાહના તંત્રીપદ હેઠળના સમકાલીનમાં વરાઇટીના બે અંક (કુલ ૧૬ બ્રોડશીટ પાના) ગાંધીભાઇની સ્મૃતિને સમર્પિત કર્યાં હતાં. તેમાં બધું ગાંધીભાઇનું જ લખાણ સમાવેલું. તે અંકોને નામ આપેલું ગાંધીસંપદા….તમેં વાંચ્યાં હશે.

  ગાંધીભાઇના ૧૦૦થી વધુ પ્રેમીઓને આપ્ચા પછી તેની બે કોપી જ મારી પાસે બચી હતી. અમદાવાદ ઇકોનોમિક ટાઇમ્સમાં કામ કરતો હતો ત્યારે એક કોપી અમદાવાદના ગાંધીભાઇપ્રેમી પત્રકારોમાં ચવાઇ ગઇ અને બીજી ગાંધીભાઇના પુસ્તકના પ્રકાશન પહેલાં ઇમેજમાં આપી હતી. તે ગોટે ચડી ગઇ…એક આરઝૂ મેં કટ ગઇ, એક ઇન્તઝાર મેં…

  આમ મારો મુદ્દો એ છે કે ગાંધીભાઇનું કામ તો થયું છે, પરંતુ ગાંધીભાઇ પછીના સમકાલીનની કેટલીક સંચાલકીય મર્યાદાને લીધે તે બહોળા વર્ગ સુધી પહોંચ્યું નથી……..ગાંધીભાઇનું પુસ્તક પ્રકાશિત થયું તે પછી છેક કોડિનાર અને બામણાસા (ગીર) જેવા ગામમાંથી ગાંધીપ્રેમીઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો. એ ગાંધીભાઇની કલમમાંની સત્વની તાકાત.

  …અને હા, હું પણ ગોંડલનો જ છું.

  સ્નેહાધિન.

  દિવ્યાંગ શુક્લ.

  Like

   
 46. manojgajjar

  January 27, 2012 at 10:12 AM

  gondal thi maru gam amarnagar 35 km chhe.pan tame gondal ma rahi ne atli vachan samgri pirso chho je lajavab chhe jay bhai…..thanks

  Like

   
 47. vishal jethava

  January 27, 2012 at 11:04 AM

  ‘સમકાલીન’ માં તો જાણે ‘દીર્ધકાલીન’ દ્રષ્ટિ થી લખતા એટ્લે કોઈ પણ લેખ ઉઠાવો તો હમેશા ફ્રેશ જ લાગે.
  આ નાઈટ્રિક એસિડ ની કલમ નો સ્વાદ ચખાડવા બદલ થેંક્સ.
  એવા સંત માણસો જીવી જાય છે કે એમને પોપ્યુલરિટીની લગરીક પણ પડી ના હોય.

  Like

   
 48. arpit010

  January 27, 2012 at 11:27 AM

  જય સર ……જીવન માં બહુ ઓછા લોકો ને હું સર કહી સક્યો છુ…….પાંચ વાર વાંચ્યા પછી પણ આ લેખ નો નશો હજુ એવો ને એવો જ થાય છે…..બક્ષી સલ્ફુરિક્ એસીડ વાળી કલમ લખતા અને હસમુખ ગાંધી નાઈટ્રીક એસીડ માં ઝબોળેલી….વાહ વાહ……..ફૂલગુલાબી પ્રસસ્તીલેખો ની ભરમાર વચ્ચે આવા લેખો લોહી નું પરિભ્રમણ વધારી દે છે…….તમારી લેખન શૈલી તો કાઠીયાવાડી ભાષા માં “ભાઈ ભાઈ” કરાવી દે તેવી છે જ…….પણ તમારું સંસ્કૃત નું જ્ઞાન પણ અભિભૂત કરી નાખે તેવું છે……..બસ એટલું કહીશ કે “તમે મારા જેવા વાચકો ની જરૂરિયાત છો “……હસમુખ ગાંધી જેવા તમારા ગુરુ ઓ ને ઝુકી ને નહિ પણ તોપ ફોડી ને સલામી આપૂ છુ……..આભાર વશ……

  Like

   
 49. Jignesh Rathod

  January 27, 2012 at 1:31 PM

  બક્ષી saheb, હસમુખ ગાંધી sir, જય સર …… prampara chali aavi 6, chali rahi 6, chalu rahse.
  thanku you too much for introducing હસમુખ ગાંધી, otherwise never know about this one man army.

  Like

   
 50. vandana

  January 27, 2012 at 2:00 PM

  gre8, i never know any thing about “SAMKALIN”. but after reading your artical i feel he was great and one more important thing …

  i am ready to convert all SAMKALIN artical in to soft copy (dvd) which are available with you…
  just give me your address..(where you available) i will come and take photocopy of that artical (original keep with you) then make soft copy and after complition first give to you….

  most of the pepal forget them but at laest JV’s lover can read “samkalin” and rememeber them by this blog.

  right now i am in ahmedabad..pls replay so i can come to you in few days

  Like

   
 51. Devang Soni

  January 27, 2012 at 4:00 PM

  “આજે મારો કોઈ ઉગ્ર કે આક્રમક લેખ વાંચી સાહજીક રીતે કોઈ બક્ષીની તેજાબી શૈલીની યાદ અપાવે ત્યારે મને હસમુખ ગાંધી ય યાદ આવે.”

  ખરેખર, એમના લખાણ માં તમારો પડછાયો દેખાયો.

  Like

   
 52. Hiten Bhatt

  January 27, 2012 at 4:35 PM

  સૌરભભાઈ પાસેથી ઘણું સાંભળેલું…તમે માહિતીમાં વધારો કર્યો…આ માણસને નાં મળી શકવાનો વસવસો રહેશે……સાચી શ્રદ્ધાંજલિ…..સરસ….

  Like

   
 53. Mittal kansara

  January 27, 2012 at 5:43 PM

  very nice,
  bt thatz the bitter truth…..
  અહીં તો હરિવંશરાય તો જ અમર થાય, જો અમિતાભ સુપરસ્ટાર થાય.
  kharekhar reality bites !
  😦

  Like

   
 54. Jayesh

  January 27, 2012 at 7:07 PM

  Haven’t heard ever before of hasmukh ghandhi, however after reading two of his tantri lekh what i am presuming is , your writing style is vey much similar to his. ( acidic language , direct attack on typical indian mentality, use of english and purely gujrati word in same sentence and use of word repeat. may be i am guessing wrong or may be right! 🙂

  Like

   
 55. KETAN KATARIYA

  January 27, 2012 at 9:29 PM

  મારી પાસે શબ્દો નથી comment કરવા માટે…સત્ય ની આંધી હસમુખ ગાંધી…

  Like

   
 56. Milan Bhatt

  January 28, 2012 at 2:37 PM

  Sir, Tamari lakhaan shailee pan hasmukh gandhi jevi j chotdar ane sachot chhe! great article! We really need more people like hasmukh gandhi!

  Like

   
 57. Pen name: Anurita

  January 28, 2012 at 11:52 PM

  JV you are a good writer but when will he learn editing ??:) & it is ridiculous to read self acclaimed “Gujarat na sarvadhik lokpriya lekhak” kyan sudhi tamara lekho ma hidden ego nu badsurat dokyu jova malshe, give us a break JV grow up out of monotony. Learn to express greatness like HG and CB and the list goes on.. you have many people to learn from, don’t stop, be humble and b’ful… we will like it then..

  Like

   
  • jay vasavada JV

   January 29, 2012 at 10:37 PM

   sorry. je sachu chhe e lakhyu chhe. namrta na name shu mare khotu lakhvu? 😉

   Like

    
 58. Husain Taiyeb

  January 29, 2012 at 12:10 AM

  again a Sixer Jaybhai,, I dont know Mr Hasmukh Gandhi, But when you said the story that u were Mad to read his Articles, I remembered my past where I did the same for Your articles and for also for Champak chandan when I was a Kid..
  You are a Legend Jaybhai, You have transformed my Life in many ways Thankyou 🙂

  Like

   
 59. anil gohil

  January 29, 2012 at 1:40 AM

  jaybhai

  tamaro lekh vanchyo – hasmukhbhai visheno.
  tamaro lekh vanchine j etlo khush thai gayo k hasmukhbhai na cuttings vanchvanu man na thayu ane tarat post ma lakhva mate mouse nu roler niche feravava mandyo
  feravta feravta hath dukhi gyo
  jaybhai ane tamam reader biradaro :
  j lekhak visheno lekh vanchine etli badhi comments aavti hoy k lekh vanchva karta comments vanchva ma pan aatli maja aavti hoy e lekhak keva hasti hase

  nava movies = don k don 2 k navu agnipath k navu devdas jo aatla hit movie sabit thata hoy to original movies keva hase? …..
  rgds
  anil

  Like

   
 60. pinu007

  January 29, 2012 at 6:32 AM

  અમારી જેવા માટે તો આ એક બવ જુના ભૂતકાળ ની ફેન્ટસી લાગે એવા સમકાલીન વાંચવાનો મોકો કે એનુ નામ પણ નું સાંભળ્યું
  શબ્દો ધોખો દેતા હોય આવો અભાસ અત્યારે થાય છે,અદભુત

  Like

   
 61. Husain Taiyeb

  January 29, 2012 at 3:22 PM

  Dear Jaybhai
  I dont know Hasmukhbhai, But I know a Legend Writer for whom I was Mad as you were for Samkalin… I know you
  I started taking Gujarat Samachar only on Thursday and Sunday just to read you and had also made a File of your Articles cutting. You have a Wide knowledge on all Subjects and your writing style is Great. You have transformed my Life in many ways. I am also eager to meet you as yo were for Hasmukhbai 🙂
  Keep Writing

  Like

   
 62. Hirren Joshi

  January 30, 2012 at 11:12 AM

  જયભાઈ અમે નાનપણમાં ચિત્રલેખા કે મેળવવા જેવા ઉધામા કર્યા છે તે તમે સમકાલીન માટે કર્યા તે જાણીને ખૂબ જ આનંદ થયો(સમદુખિયા..)

  ગાંધી સાહેબ જેમના હકદાર હતા તે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી જનતા તેમને ના આપી શકી એનો અફસોસ રહેશે.

  Like

   
 63. Gaurang Patadia

  January 30, 2012 at 3:00 PM

  Hi JV,

  “જો તમને પોપ્યુલર માર્કેટિંગ કે નેટવર્કિંગ આવડતું ન હોય, જો તમે સો ટચની નિષ્ઠાથી કામ કરવા સિવાય બીજું કશું મેનિપ્યુલેશન શીખ્યા ન હો, જોજો તમે સંબંધો સાચવવાની મીઠાશને બદલે સાચું બોલવાની કડવાશનો માર્ગ પસંદ કરો, જો તમે ફુરસદનો સમય વાંચન, લેખન, જ્ઞાનસાધના તણા તપમાં કાઢો અને પબ્લિક રિલેશન્સ કે સેલ્ફ મેનેજમેન્ટ પાછળ ન આપોતો આ દેશમાં તમારી જેવી (અવ)દશા થાય તેનું હસમુખ ગાંધી સ્તબ્ધ કરી દે, તેનું હોરિફિક એકઝામ્પલ છે.”

  Nobody is paying attention to this point. Its absolutely right that if you dont have above skill then no matter how much talented you are, you are born to die without a mark.

  I am your vivid fan and i did the same job what you did during your college time. I have paper cuttings of all your articles which I used to cut and collect until 2006 when I was in india.

  I also remember that you wrote an article on “networking and PR work” quite a while ago in gujarat samachar. I think that artilcle will give all your fans cutting edge info about this very crucial life skill in current time to survive.

  JV, is it possible to have your article on networking on this blog some time soon?

  Your fan

  Gaurang

  Like

   
 64. vimal bhojani

  January 30, 2012 at 3:56 PM

  hay wo log jinhe dekha bhi natha magar yad aye to rula dete he pankti koni 6e e mane atyare yad nathi

  Like

   
 65. Hitesh Gadhiya

  February 1, 2012 at 11:10 AM

  really…..

  Like

   
 66. Hit's Tell

  February 1, 2012 at 11:12 AM

  not any words to say any other thins…

  Like

   
 67. AARTI ROHAN

  February 15, 2012 at 4:22 PM

  HASMUKH GANDHI nam sambhadelu pan eni asar have thai che! thanx for introdusing me the real journalist! ane tena lekh haju spectrometer ma k anavrut ma apava vinanti! plz plz plz plz! ane thanx k tame emne lekh na rup ma jivant rakhava aatla prayatno karya.

  Like

   
 68. vivek

  June 19, 2012 at 11:14 PM

  અદ્દભુત

  Like

   
 69. Vijay Thanki

  February 22, 2013 at 5:40 PM

  Vah re Vahhhh…

  Like

   
 70. dinpatel2

  June 2, 2013 at 7:11 AM

  Today,
  I purchase my favourite editor book from CROSSWORD
  REALLY I AM FAN FROM 1975 SCHOOL TIMES SHRI .HASMUKH GANDHI.
  ENJOY THE READING

  ( દિવ્યાંગ શુક્લ સંપાદિત હસમુખ ગાંધીના તંત્રીલેખો )

  ઈમેજ પબ્લિકેશન દ્વારા (ગુજરાતમિત્ર-ગુજરાત સમાચાર-જન્મભૂમિ-સમકાલીન અને દિવ્યભાસ્કર) પાંચ અખબારોના તંત્રીલેખોના સંચયની શ્રેણી ‘મારા મનગમતા તંત્રીલેખો’ પબ્લિશ થઇ જેમાં સુ.દ. લખે છે – “…. અખબાર હવે ધીરે ધીરે ફોટોજર્નાલિઝમ તરફ વળતું ગયું છે અને અખબાર માત્ર અખબાર ન રહેતા મેગેઝિનની દિશામાં પણ વળતું રહ્યું છે. ….. કોઈકે કહ્યું હતું કે અખબાર એ છેવટે તો એના તંત્રીનો ચહેરો છે.”

  Like

   
 71. dinpatel2

  August 20, 2013 at 9:12 AM

  “જો તમને પોપ્યુલર માર્કેટિંગ કે નેટવર્કિંગ આવડતું ન હોય, જો તમે સો ટચની નિષ્ઠાથી કામ કરવા સિવાય બીજું કશું મેનિપ્યુલેશન શીખ્યા ન હો, જોજો તમે સંબંધો સાચવવાની મીઠાશને બદલે સાચું બોલવાની કડવાશનો માર્ગ પસંદ કરો, જો તમે ફુરસદનો સમય વાંચન, લેખન, જ્ઞાનસાધના તણા તપમાં કાઢો અને પબ્લિક રિલેશન્સ કે સેલ્ફ મેનેજમેન્ટ પાછળ ન આપોતો આ દેશમાં તમારી જેવી (અવ)દશા થાય તેનું હસમુખ ગાંધી સ્તબ્ધ કરી દે, તેનું હોરિફિક એકઝામ્પલ છે.”
  what a observation yaar
  Great
  at some extent
  ok
  dinesh r patel
  from Vadodara…………………………

  Like

   
 72. VINOD NANDHA

  March 4, 2014 at 10:57 PM

  I am continuously requesting everywhere for hasmukh gandhi’s artiles and i have given my mail id and also i m ready to come and collect photocopies of all articles at my expense, but no reply. under such situation how can the next generation will know who was HG and what was his strength. anybody plz give his articles. any takers?

  Like

   
 73. VINOD NANDHA

  March 5, 2014 at 11:19 PM

  I am continuously requesting everywhere for hasmukh gandhi’s artiles and i have given my mail id and also i m ready to come and collect photocopies of all articles at my expense, but no reply. under such situation how can the next generation will know who was HG and what was his strength. anybody plz give his articles. any takers? my email id : vinodnandha@hotmail.com

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: