RSS

સ્વામી વિવેકાનંદ : પત્રો અને પશ્ચિમ !

12 Jan

 

 

યુવાવર્ગનું સઘળું ઘ્યાન પશ્ચિમ અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પરોવાઈ ગયું છે, એવું ઘરડી માનસિકતાવાળા ઘણા માને છે. યુવાવર્ગની વાત આવે અને સ્વામી વિવેકાનંદનું નામ યાદ ન આવે એવું બને? સામાજીક સંસ્થાઓ સ્વામીજીની તસવીરોને હારતોરા કરે છે. પણ સ્વામીજીના અક્ષરદેહ રૂપે જળવાયેલા પુસ્તકો વાંચવાની તસદી લેવાની એમને ફુરસદ નથી.

 

એની વે, ઓગણીસમી અને વીસમી સદીના પ્રત્યેક ભારતીય ક્રાંતિકારીઓની માફક સ્વામીજીના ઘડતરમાં પશ્ચિમી પવનોનો ખાસ્સો મહત્વનો ફાળો હતો. એમની ગ્રંથમાળાના પુસ્તકો (ક્રમ ૫,૧૦,૧૧,૧૨)માં છપાયેલા એમના પત્રોમાં જરા પાશ્ચાત્ય સંસ્કૃતિ અને જીવન અંગે એમની જ વાણીના ધૂંટડા ભરવા જેવા છે. થોડુંક ચાખી લો:

 

(૧) હરિપદ મિત્રને, શિકાગોથી:  અહીંના જેવી સંસ્કારી અને સુશિક્ષિત સ્ત્રીઓ મેં બીજે ક્યાંય જોઈ નથી. આપણા દેશમાં સુશિક્ષિત પુરૂષો તો છે પણ અહીંના જેવી સ્ત્રીઓ ભાગ્યે જ જોવા મળે… અહો! તેઓ કેટલી સ્વતંત્ર છે! સામાજીક અને નાગરિક કર્તવ્યોનું તેઓ જ નિયમન કરે છે. અહીં શાળાઓ અને કોલેજો સ્ત્રીઓથી ઉભરાય છે, જ્યારે આપણા દેશમાં તો સ્ત્રીઓને રસ્તા પર સલામતીથી ફરવા પણ ન દેવાય! ….અહીં સ્ત્રીઓ કેવી પવિત્ર અને સંયમી હોય છે! હવામાં ઉડતા પક્ષીઓ જેવી મુક્ત હોય છે… પૈસા કમાય અને તમામ પ્રકારનું કાર્ય કરે. રખેને આપણી છોકરીઓ ભ્રષ્ટ અને અનીતિમય થઈ જશે, એ ભયે આપણે એમને અગિયાર વર્ષમાં પરણાવી દેવામાં બહુજ ચોક્કસ છીએ.આઘ્યાત્મિકતાની બાબતમાં અમેરિકનો આપણાં કરતા ઘણે દરજ્જે ઉતરતા છે. પણ એમનો સમાજ આપણા સમાજ કરતા ઘણે દરજ્જે ચડિયાતો છે. (૨૮ ડિસેમ્બર, ૧૮૯૩)

 

(૨) ગુરૂબંઘુઓને, ન્યુયોર્કથી: આ દેશની અપરણીત છોકરીઓ બહુ ભલી છે અને ખૂબ સ્વમાની છે… તેમને મન શરીરની સેવા એ જ મોટી વસ્તુ છે, તેઓ તેને ઘસીને ઉજળું કરે છે ને તમામ પ્રકારનું લક્ષ આપે છે. નખ કાપવાના હજારો સાધન, વાળ કાપવાના દસ હજાર અને પોશાક, સ્નાનસામગ્રી તથા સુગંધી દ્રવ્યોની વિવિધતાની તો ગણતરી જ કોણ કરી શકે? તેઓ ભલા સ્વભાવના માયાળુ ને સત્યનિષ્ઠ છે. તેમનું બઘું સારું છે, પરંતુ ભોગ જ તેમનો ઈશ્વર છે. આ દેશમાં ધન નદીના પ્રવાહની જેમ વહે છે. સૌંદર્ય તેના વમળો છે, વિદ્યા તેના મોજાં છે. દેશ મોજશોખમાં આળોટે છે.

અહીં મક્કમતા અને શક્તિનું અદ્ભૂત દર્શન થાય છે. કેવું વાળ, કેવી વ્યવહારદક્ષતા ને કેવું પૌરૂષ!… અહીં જબરદસ્ત શક્તિનો આવિર્ભાવ નજરે ચડે છે… મૂળ વાત પર આવું તો આ દેશની સ્ત્રીઓને જોઈને મારી અક્કલ કામ કરતી નથી! જાણે હું બાળક હોઉં તેમ તેઓ મને દુકાનોએ તથા બીજે બધે લઈ જાય છે. તેઓ બધી જાતના કામ કરે છે. હું તો તેઓના સોળમા ભાગનું પણ ન કરી શકું. તેઓ સોંદર્યમાં લક્ષ્મી જેવી છે, સદ્ગુણોમાં સરસ્વતીઓ છે. તેઓ ખરેખર મા ભગવતીનો અવતાર છે. તેમને ભજવાથી માણસને સર્વમાં પૂર્ણતા મળે છે. હે ભગવાન! આપણે શું માણસોમાં ગણાઈ એવા છીએ?…. અહીંની સ્ત્રીઓને જોઈને હું ખરેખર આશ્ચર્યચકિત થઈ જાઉં છું. મા ભગવતી તેમના પર કેટલાં કૃપાળુ છે! તે કેવી અદ્ભૂત નારીઓ છે! (૨૫ સપ્ટેમ્બર, ૧૮૯૪)

 

(૩) સ્વામી રામકૃષ્ણાંનંદ (શશી)ને શિકાગોથી: લોકો (અહીં) કલા અને સાધનસામગ્રીમાં સૌથી આગળ પડતા છે. આનંદપ્રમોદ અને મોજશોખમાં આગળ પડતા છે, તથા પૈસા કમાવા અને વાપરવામાં મોખરે છે… લોકો જેટલું કમાય છે, તેટલું ખર્ચે છે.બીજાનું ખરાબ બોલવું અને બીજાની મહાનતા જોઈને હૃદયમાં બળવું એ આપણું (ભારતનું) રાષ્ટ્રીય પાપ છે. (જાણે) ‘મહાનતા તો મારામાં જ છે. બીજા કોઈને તે મળવી ન જોઈએ!’

આ દેશની સ્ત્રીઓ જેવી દુનિયામાં બીજે ક્યાંય નથી. કેટલી પવિત્ર, સ્વતંત્ર, આત્મશ્રદ્ધાવાળી અને માયાળુ! સ્ત્રીઓ જ આ દેશનું જીવન અને આત્મા છે. તેઓમાં બધી વિદ્યા અને સંસ્કાર કેન્દ્રિત છે. અમેરિકાની સ્ત્રીઓ જોઈને હું આશ્ચર્યથી મૂક થઈ જાઉં છું. અહીં હજારો સ્ત્રીઓ એવી છે, જેમના મન આ દેશના બરફ જેવા શુભ અને પવિત્ર છે… જ્યારે આપણે બૂમો પાડીએ છીએ, ‘માયારૂપી આ નારી કોણે સર્જી?’ અને એવું એવું ભાઈ! દક્ષિણ ભારતમાં ઉચ્ચ વર્ણના લોકો નીચલા વર્ણને જે રીતે પજવે છે, તેના ભયંકર અનુભવો મને થયા છે. મંદિરોમાં જ કેવા હીન વ્યભિચાર ચાલે છે! …જે દેશ (ભારત)માં લાખો લોકો મહુડાના ફૂલ ખાઈને જીવે છે અને દસ-વીસ લાખ સાઘુઓ અને એકાદ કરોડ બ્રાહ્મણો આ ગરીબ લોકોનું લોહી ચૂસે છે… તેને દેશ કહેવો કે નરક? આ તે ધર્મ કહેવાય કે પિશાચનું તાંડવ! ભાઈ, અહીં એક વાત પૂરી સમજી લેશો. મેં આખા હિંદની મુસાફરી કરી છે અને અમેરિકા પણ જોયું છે… આપણા જેવી ‘કૂપમંડૂકતા’ જગતમાં બીજે ક્યાંય જોઈ નથી. પરદેશમાંથી કંઈ પણ નવું આવશે કે પહેલું અમેરિકા તે સ્વીકારશે. જ્યારે આપણે? ‘આપણી આર્ય પ્રજા જેવા માણસો જગતમાં છે જ ક્યાં!’ આ ‘આર્યત્વ’ ક્યાં દેખાય છે તે જ હું જોઈ શકતો નથી! (૧૯ માર્ચ, ૧૮૯૪)

 

(૪) આલાસિંગા પેરૂમલ તથા શિષ્યોને, ન્યુયોર્કથી:  આપણા પૂર્વજોએ ધાર્મિક વિચારોને મુક્ત રાખ્યા અને આપણને પરિણામે અપૂર્વ ધર્મ મળ્યો. પણ તેમણે સમાજને ભારે સાંકળોથી જકડી રાખ્યો અને પરિણામે આપણો સમાજ, ટૂંકમાં કહીએ તો, ભયંકર પૈશાચી બની ગયો છે. પશ્ચિમમાં સમાજ હંમેશાં સ્વતંત્ર હતો. તેનું પરિણામ જુઓ. બીજુ બાજુએ તેમના ધર્મ તરફ નજર કરો.વિકાસની પ્રથમ શરત છે ઃ સ્વતંત્રતા. જેમ માણસને વિચારની કે વાણીની સ્વતંત્રતા હોવી જોઈએ, તે જ રીતે તેને આહારમાં, પહેરવેશમાં, લગ્નમાં અને બીજી બધી બાબતોમાં બીજાને હાનિ ન કરે ત્યાં સુધીની છૂટ હોવી જોઈએ.

આપણે ભૌતિક સંસ્કૃતિ વિરૂઘ્ધ મૂર્ખાઈ ભરેલી વાતો કરીએ છીએ, કેમકે દ્રાક્ષ ખાટી છે. આ બધી મૂર્ખાઈભરી બડાઈની વાતો છતાં પણ માનો કે સમગ્ર ભારતમાં માત્ર એક લાખ જેટલાં જ સ્ત્રી પુરૂષોના સાચા આઘ્યાત્મિક વિકાસને ખાતર શું ત્રીસ કરોડ (એ સમયના ભારતની વસતિ)ને જંગલીપણા અને ભૂખમરામાં ડૂબાડવા?…. મુસલમાનોએ હિંદુઓ પર વિજય મેળવ્યો તે શી રીતે શક્ય બન્યું? તેનું કારણ હતું-ભૌતિક બાબતમાં હિંદુઓનું અજ્ઞાન!… ગરીબોને કામ આપવા માટે ભૌતિક સંસ્કૃતિ, અરે ભોગવિલાસ સુદ્ધાં જરૂરી છે. … ભારતમાં બહુ બહુ તો તમારી પ્રશંસા થશે. પણ તમારા કામ માટે એક પૈસો પણ મળશે નહીં! (૧૯ નવેમ્બર, ૧૮૯૪)

 

(૫) ઈ.ટી. સ્ટડીને, ન્યુયોર્કથી:  અવશ્ય, હું ભારતને ચાહું છું. પણ દિવસે દિવસે મારી દ્રષ્ટિ વધારે ચોખ્ખી થતી જાય છે. ભારત, ઈંગ્લેન્ડ કે અમેરિકા, અમારે મન શું છે? અમે તો જેને અજ્ઞાનીઓ ‘મનુષ્ય’ કહે છે, તે ઈશ્વરના દાસ છીએ. જે મૂળમાં પાણી રેડે છે તે આખા વૃક્ષને પાણી પાતો નથી? સામાજીક, રાજકીય કે આઘ્યાત્મિક કલ્યાણ માટેની ભૂમિકા માત્ર એક છે:  તે એ કે હું અને મારો બંઘુ ‘એક’ છીએ એનું ભાન. બધા દેશો અને બધા લોકો માટે આ સાચું છે અને હું તમને કહી દઉં કે પૌર્વાત્યો કરતાં પાશ્ચાત્યો તેનો વધારે ઝડપથી સાક્ષાત્કાર કરશે. (૯ ઓગસ્ટ, ૧૮૯૫)

 

(૬) દીવાન હરિદાસ બિહારી દેસાઈને, શિકાગોથી: પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સમગ્ર તફાવત આમ છે ઃ તેઓ રાષ્ટ્રો છે, આપણે નથી. એટલે કે સમૃદ્ધિ, સંસ્કૃતિ, શિક્ષણ વગેરે અહીં પશ્ચિમમાં સહુને મળે છે. આમ જનતા સુધી પહોંચી જાય છે. ભારતના અને અમેરિકાના ઉચ્ચ વર્ગો તો એક પ્રકારના છે, પણ બંને દેશોના નીચલા વર્ગો વચ્ચેના લોકોનું અંતર અગાધ છે… પશ્ચિમના લોકો પાસે મહાન મનુષ્યોને પસંદ કરવાનું ક્ષેત્ર વધારે વિશાળ છે. મારા માયાળુ મિત્ર, મારા વિશે અન્યથા ન સમજશો, પણ આપણી પ્રજામાં જ મોટી ખામી છે, અને તે દૂર કરવી જોઈએ. (૨૦ જૂન, ૧૮૯૪)

 

(૭) મૈસૂરના મહારાજાને, શિકાગોથી: આ દેશ (અમેરિકા) અદ્ભૂત છે, અને આ પ્રજા પણ ઘણી રીતે અદ્ભુત છે. આ દેશના લોકો રોજીંદા વ્યવહારમાં યંત્રોનો ઉપયોગ કરે છે, તેટલો બીજી કોઈ પ્રજા કરતી નહીં હોય. યંત્રો સર્વસ્વ છે… તેમની દોલત અને સુખસાધનોને કોઈ સીમા નથી… મારો નિર્ણય તો એ છે કે તે લોકોને વધારે આઘ્યાત્મિક સંસ્કૃતિની અને આપણને વધારે ભૌતિક સંસ્કૃતિની જરૂર છે. (૨૩ જૂન, ૧૮૯૪)

 

(૮) આલાસિંગા પેરૂમલને, અમેરિકાથી: તમારા (ભારતના) પૂર્વજોએ આત્માને તમામ પ્રકારની સ્વતંત્રતા આપી. પરિણામે ધર્મનો વિકાસ થયો. પરંતુ એ પૂર્વજોએ શરીરને તમામ પ્રકારના બંધનોમાં જકડી રાખ્યું અને પરિણામે સમાજન વિકાસ અટકી ગયો. પશ્ચિમના દેશોમાં આથી ઉલટું બન્યું. તેમણે સમાજને દરેક પ્રકારની સ્વતંત્રતા આપી, પણ ધર્મને કંઈ નહિ… પરંતુ પૂર્વ અને પશ્ચિમ બંનેનો આદર્શ આગવો અને ભિન્ન રહેશે. ભારતનો આદર્શ ધાર્મિક અથવા અંતર્મુખી, અને પશ્ચિમનો વૈજ્ઞાનિક અથવા બહિર્મુખી. પશ્ચિમ આઘ્યાત્મિકતાનો એકેએક કણ સામાજીક સુધારણા દ્વારા ઈચ્છે છે. તેવી જ રીતે પૂર્વ પણ સામાજીક સત્તાનો એકેએક અંશ આઘ્યાત્મિક દ્વારા ઈચ્છે છે. (૨૯મી સપ્ટેમ્બર, ૧૮૯૪)

 

(૯) શ્રીમતી સરલ ઘોષલને, બર્દવાન મહારાજાનો બંગલો (દાર્જીલિંગ)થી: મારી હંમેશા એ દ્રઢ માન્યતા રહી છે કે જ્યાં સુધી પશ્ચિમના લોકો આપણી મદદે નહીં આવે, ત્યાં સુધી આપણું ઉત્થાન થઈ શકશે નહિ. આપણા દેશમાં હજી ગુણની કદર જેવું કશું દેખાતું નથી, નાણાંકીય બળ નથી, અને સૌથી વધારે શોચનીય તો એ કે તેમાં વ્યાવહારિકતાનું તો નામનિશાન પણ મળતું નથી. કાર્યો તો અનેક કરવાના છે, પરંતુ એ કરવાના સાધનો આ દેશમાં ઉપલબ્ધ નથી. આપણી પાસે બુદ્ધિ છે, પણ કાર્યકરો નથી. આપણી પાસે વેદાંતનો સિદ્ધાંત છે, પણ તેને વ્યવહારમાં ઉતારવાની શક્તિ નથી. આપણા ગ્રંથોમાં સાર્વત્રિક સમાનતાનો સિદ્ધાંત નિરૂપિત છે, પણ વ્યવહારમાં આપણે મોટા ભેદો ઉભા કરીએ છીએ… આ દેશના લોકોમાં સામર્થ્ય ક્યાં છે? નાણા ખર્ચવાની શક્તિ ક્યાં છે?… આ દેશના લોકો સંપત્તિની કૃપાથી વંચિત, ફૂટેલા નસીબવાળા, વિવેકબુદ્ધિ વિહોણા, પદદલિત, કાયમી ભૂખમરાનો ભોગ બનેલા, કજીયાખોર અને ઈર્ષાળુ છે….સ્વાર્થ અને આસક્તિરહિત સર્વોચ્ચ કક્ષાના કાર્યનો બોધ ભારતમાં જ અપાયો હતો. પણ વ્યવહારમાં ‘આપણે’ જ અત્યંત ક્રૂર અને નિષ્ઠુર છીએ. (૬ એપ્રિલ ૧૮૯૭)

 

(૧૦) મિસ મેરી હેઈલગે, ન્યુયોર્કથી: સંપ્રદાયો અને તેમના છળપ્રપંચો, ગ્રંથો અને ગુંડાગીરીઓ, સુંદર ચહેરાઓ અને જૂઠા હૃદયો, સપાટી પર નીતિમત્તાના બૂમબરાડા અને નીચે સાવ પોલંપોલ અને સૌથી વિશેષ તો પવિત્રતાનો આંચળો ઓઢાડેલી દુકાનદારી-આ બધાથી ભરેલા આ જગત પ્રત્યે, આ સ્વપ્ન પ્રત્યે, આ ભયંકર ભ્રમણા પ્રત્યે મને ધિક્કાર છૂટે છે. (૧ ફેબુ્રઆરી, ૧૮૯૫)

 

(૧૧) આલાસિંગા પેરૂમલને, શિકાગોથી:  ઈર્ષા પ્રત્યેક ગુલામ પ્રજાનો મુખ્ય દુર્ગુણ છે… જ્યાં સુધી તમે ભારતવર્ષની બહાર નહિ જાવ, ત્યાં સુધી મારા વિધાનમાં રહેલા સત્યનો તમને પ્રત્યક્ષ અનુભવ નહિ થાય. પશ્ચિમવાસીઓની સફળતાનું રહસ્ય તેમની આ સંગઠનશક્તિમાં રહેલું છે. સંગઠનશક્તિનો પાયો છે પરસ્પર વિશ્વાસ અને એકમેકના દ્રષ્ટિબિંદુ સમજવાની શક્તિ. (૧૮૯૪)

 

(૧૨) સ્વામી રામકૃષ્ણાનંદ (શશી)ને, અમેરિકાથી: સંકુચિત વિચારોથી જ ભારતનો વિનાશ થયો છે. આવા વિચારો નિમૂર્ળ ન કરાય ત્યાં સુધી તેની આબાદી થવી અશક્ય છે. મારી પાસે પૈસા હોત તો હું તમને દરેકને જગતના પ્રવાસે મોકલત. માણસ નાનકડા ખૂણામાંથી બહાર ન નીકળે, ત્યાં સુધી કોઈ મહાન આદર્શને હૃદયમાં સ્થાન નથી મળતું. સમય આવ્યે આ ખરૂં સાબિત થશે. (૧૮૯૫)

 

 

 

આ ડઝનબંધ અંશો પૂરા પત્રો નથી. એવું નથી કે સ્વામીજીએ ભારતની ટીકા કે પશ્ચિમના વખાણ જ કર્યા છે. ગરીબી, દંભ, વેદાંત, સેવા ઘણા વિષયો પર ઘણુબઘું એમાં છે. પણ એક સદીથી વધારે સમય પહેલાનો વિવેકાનંદનો આ આક્રોશ (દેશ પ્રત્યે) અને અહોભાવ (પશ્ચિમ પ્રત્યે)આજે તો કદાચ વઘુ સાચો લાગે છે. અને આ અભિપ્રાયો કંઈ ભારતને ન ઓળખનાર મુગ્ધ અને વેસ્ટર્ન ગ્લેમરથી અંજાયેલા કિશોરના નથી. આમ પણ, સ્વામી વિવેકાનંદની વીરતા કે ઈરાદા કે દેશપ્રેમ પ્રત્યે તો શંકા જ ન હોય. કરૂણતા તો એ છે કે સ્વામીજીની વાહવાહી અને પોસ્ટરો બધે જ છે-પણ એમણે ઈચ્છી હતી એ મુક્તિ કે સંપત્તિ ભારતીય યુવાપેઢીને એક સદી પછી પણ મળી નથી…અને ૧૦૦-૧૫૦ વર્ષ પહેલાનો જમાનો પણ ક્યાં સતયુગ હતો ? વાંચો વિવેકાનંદને !

 

# મને બહુ ગમતો આ જુનો લેખ ફરી એક વાર…રાષ્ટ્રીય યુવા દિન એવા સ્વામી વિવેકાનંદના જન્મદિને…કાશ, એમની સંસ્કૃતિના નામે આડશ લેતો સમાજ ફક્ત ભારતના મિથ્યાભિમાનને પોષતાં વિચારો જ ઘૂંટ્યા કરવાને બદલે આ  આપણી કડવી અને વરવી વાસ્તવિકતા બતાવતા  આધુનિક વિચારો સ્વીકારવા જેટલી મુક્ત યુવાશક્તિ કેળવે ! યુવાશક્તિ વર્ષમાં વિવેકાનંદના નામે પણ કાશ આ ડઝન પત્ર-અંશો રૂઢિચુસ્ત સંસ્કૃતિપ્રેમીઓનો કાટ ઉતારે એ માટે આનો મહત્તમ પ્રચાર થવો જોઈએ!

 
38 Comments

Posted by on January 12, 2012 in education, history, india, philosophy, religion, youth

 

38 responses to “સ્વામી વિવેકાનંદ : પત્રો અને પશ્ચિમ !

  1. Jayesh Kamdar

    January 12, 2012 at 3:52 AM

    Excellent article ..thanks to you, I get to learn something new everyday. Never knew this side of Swami Vivekanand.

    Like

     
    • skhdev patel

      January 12, 2012 at 11:31 AM

      Dear Jay,
      Still there is a Hope. Because an young man like Jay reads Swamiji Maharaj’s work. Only a small lecture : ” powers of Mind ” delivered (probably) in Chicago , made me to quit Smoking Over 45 years
      ago. Such is the dynamic charm in Swamiji’s Words.
      Swamiji is absolutely right in his observations , because American young boys & girls, even today ,are
      really most healthy & repeat ,most active. even elders also .
      Hats off Jay for presenting Swmiji in His real Spirit ..

      Like

       
  2. Envy

    January 12, 2012 at 5:06 AM

    જયભાઈ, સ્વામી વિવેકાનંદ જે વાત ૧૯ મી સદી માં કરી ગયા એ આજે પણ એટલીજ પ્રસ્તુત છે.
    પણ, તમે કહ્યું એમ યુવાનો ના હાથ માં શક્યતા ની મશાલ છે, જો તેમને જાણ થાય તો !

    Like

     
  3. gopal patel (@iamgopal)

    January 12, 2012 at 8:35 AM

    પશ્ચિમના લોકો પાસે મહાન મનુષ્યોને પસંદ કરવાનું ક્ષેત્ર વધારે વિશાળ છે. મારા માયાળુ મિત્ર, મારા વિશે અન્યથા ન સમજશો, પણ આપણી પ્રજામાં જ મોટી ખામી છે, અને તે દૂર કરવી જોઈએ. : man, he realize this at that time, which some people do not realize after explaining to them for days. salute!!

    Like

     
  4. Rocket Singh

    January 12, 2012 at 8:47 AM

    જો સ્વામી વીવેકાનંદ ૧૮૯૩ માં આ બધું ઓબ્સર્વેશન કરી ગયા હોય અને આજે જ્યારે ૨૦૧૨ માં વિશ્વ નો અંત લગભગ નક્કી છે ત્યારે પણ અમુક સામાજીક પરીશ્થીતી અને માનસીકતા માં બહું મોટો ફરક ના હોય તો પછી પાશ્ચાત્ય સંસ્કૃતિ નું એક ગીત પરાણે ગણગણવું પડે છે….

    Like

     
  5. dolly

    January 12, 2012 at 10:28 AM

    haji aajni tarikh ma pan aa vastu o 1000% sachi che…

    Like

     
  6. sohan (@solankisohan)

    January 12, 2012 at 10:53 AM

    Thanks jay bhai for sharing this interesting thoughts of swami vivekanand. Really youth needs to read him and not just about him from others.

    Like

     
  7. kavan

    January 12, 2012 at 11:12 AM

    wonderful i was completely unaware of this aspect of swami vivekananda.

    Like

     
  8. dinesh.sutariya

    January 12, 2012 at 11:12 AM

    બહુ સરસ.પણ અહીં મહાન માણસને તેની મહાનતાની સજા અનુનાયો ના રૂપમાં આપવામાં આવે છે. માટે મહાન માનવ પછી માત્ર એક પ્રોડક્ટ રહી જાય છે.માટે અપને મહામાનવ તો આપી પેદા કરીએ શીએ પણ એક મહાન રાષ્ટ્ કે પ્રજા નથી બની સકતા.

    Like

     
  9. ankit

    January 12, 2012 at 11:30 AM

    વાહ જયભાઈ વાહ, ઉત્તમ લેખ અને આનાથી પણ વધારે ઉત્તમ આ લેખ નું કન્ટેન્ટ.સમયે સમયે સ્વામીજી ના ધાર્મિક આધ્યાત્મિક વિચારો વાંચી વાંચી ને તેના પ્રત્યે મન માં એક છૂપો અણગમો ક ગ્રંથી બંધાય ગય હતી,જે આ લેખ દ્વારા આજે ખુલી હોય એવું લાગે છે.ખરેખર જયભાઈ સ્વામીજી ના પાસા થી તો હું સાવ અજાણ્યો જ હતો.તમારો ખુબ ખુબ આભાર.

    Like

     
  10. dr Mehul Parmar

    January 12, 2012 at 11:32 AM

    true n practical thoughts.. and worst thing is they r true n same even after more than 100 years.
    “પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સમગ્ર તફાવત આમ છે ઃ તેઓ રાષ્ટ્રો છે, આપણે નથી.”
    “પશ્ચિમ આઘ્યાત્મિકતાનો એકેએક કણ સામાજીક સુધારણા દ્વારા ઈચ્છે છે. તેવી જ રીતે પૂર્વ પણ સામાજીક સત્તાનો એકેએક અંશ આઘ્યાત્મિક દ્વારા ઈચ્છે છે.”
    superb observation. “ભાઈ, અહીં એક વાત પૂરી સમજી લેશો. મેં આખા હિંદની મુસાફરી કરી છે અને અમેરિકા પણ જોયું છે… આપણા જેવી ‘કૂપમંડૂકતા’ જગતમાં બીજે ક્યાંય જોઈ નથી.”
    “જ્યાં સુધી તમે ભારતવર્ષની બહાર નહિ જાવ, ત્યાં સુધી મારા વિધાનમાં રહેલા સત્ પ્રત્યક્ષ અનુભવ નહિ થાય.”
    for develop, first, one has to find out hurdles/problems then one can solve them.. our misfortune is our hurdles conceal behind our hypocrisy.

    Like

     
  11. Dharmesh Vyas

    January 12, 2012 at 12:48 PM

    ” નખ કાપવાના હજારો સાધન, વાળ કાપવાના દસ હજાર અને પોશાક, સ્નાનસામગ્રી તથા સુગંધી દ્રવ્યોની વિવિધતાની તો ગણતરી જ કોણ કરી શકે” ખરેખર બહુ સાચી વાત કહી છે….

    બહુ સરસ લેખ જયભાઈ….. તમને પહેલા કહેલું એમ હું બહુ આળસુ વાચક રહ્યો છું… એટલે આ બધું ક્યારેય નહોતું વાચેલું….. પણ વાંચીને ખરેખર એવું લાગ્યું કે ભલે જે થયુ તે … કેમ હવે થી એક સારો વાચક ના બનું… દિલ થી આભાર….

    Like

     
  12. SATISH DHOLAKIA

    January 12, 2012 at 12:50 PM

    ૧૮૯૫ મા પણ જો સ્વામિજી સંપ્રદાયો અને આંચળો ઓઢેલી દુકાનદારી નુ અવલોકન કરી શક્યા હોય તો તેઓ ની દીર્ઘ દ્રષ્ટિ નો અનુભવ થાય !પુર્વ અને પસ્ચિમ ની સંસ્ક્રુતિ ના સમન્વય અંગે પણ તેમના વિચારો તાર્કિક છે. ૬૦ વરસ ની વયે પણ નવુ જાણવા મળ્યુ તેનો આનન્દ ..! દરેક વિષય નુ તમારુ ખેડાણ તમને બીજા થી અલગ કરે છે, તમે ખેડુત હોત તો મબલખ પાક ઉગાડ્ત !

    Like

     
  13. prachi

    January 12, 2012 at 1:16 PM

    Today I read two articles regarding Swami Vivekananda.. I personally have not read much of his work so I am not in a position to comment much but I am surprised to read 2 different thoughts of him.. this one was a good and surprising read and the other usual read ( usual in terms of, generally only this kind of thoughts of Swamiji are published) .. here is the link..
    http://www.readgujarati.com/2012/01/12/vyapak-darshan/

    Specially, Point 8, says something different than he says in many letters mentioned in this article..

    I wonder we only get to read what is mostly published rather than what he or anyone else for that matter actually said

    Like

     
  14. parikshit s. bhatt

    January 12, 2012 at 3:54 PM

    પ્રિય જયભાઈ; આ લેખ ફરી મુકવા માટે અને આ આપવા/આંખ ઉઘાડવા નહીં પણ નવી દ્રષ્ટી આપવા માટે આભાર-દિલસે….પશ્ચિમ તરફની જોવાની એક વધુ સારી તક…જે સાચુ છે એ સારું હોવાનું જ…ફક્ત એનો સ્વિકાર કરવા મન;હ્રદય ખુલ્લા રાખવા પડે…અત્યારે પણ પ્રસ્તુત(અને ખાસ તો જરુરી)એવી આ વાતો હાલના સમયમાં સ્વામિ શ્રી સચ્ચિદાનંદ પણ કહે છે…આભાર અને અભિનંદન…

    Like

     
  15. Jignesh Rathod

    January 12, 2012 at 4:15 PM

    નવા સ્વામિ વિવેકાનંદ ને મળાવવા બદલ ખુબ ખુબ આભાર. . … ભારતમાં બહુ બહુ તો તમારી પ્રશંસા થશે. પણ તમારા કામ માટે એક પૈસો પણ મળશે નહીં! great..

    Like

     
  16. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!

    January 12, 2012 at 4:34 PM

    જયભાઈ, સ્વામી વિવેકાનંદતો આખા વિશ્વના યુવાવર્ગ માટે રોલ મોડેલ છે….પ્રેરણા છે…એમના વિશેના તમારા ‘યોવાકિક’ લખાણથી સૌને ‘બૂસ્ટ’ મળે છે. વધુ લખતા રહેશો.

    આપણા એક પ્રૌઢ (પણ યુવાન માનસ ધરાવતા) પત્રકાર-બ્લોગર લેખક શ્રી ગીરીશભાઈ પરીખે કેર્લીફોનીયાથી સ્વામીજીના વક્તવ્ય પરથી એક પુસ્તક તૈયાર કર્યું છે. જેમાં ૧૧ સપ્ટેમ્બરની ઘટનાને વર્ષો પહેલા એ જ દિવસે થયેલા શિકાગોના વ્યાખ્યાન સાથે બહુજ સાહજીકતાથી સાંકળી લીધું છે. હાલમાં તો અમેરિકન્સ માટે કિન્ડલ એડિશનમાં તૈયાર કર્યું છે. પણ તેની પ્રિન્ટેડ કોપી પણ તૈયાર થઇ રહી છે.

    http://goo.gl/gm6jc

    આ એટલા માટે કે…તમે કહ્યું તેમ તેનો મહત્તમ પ્રચાર થાય તો સારું.

    Like

     
  17. kinjal

    January 12, 2012 at 5:00 PM

    this is the fact at this time also

    Like

     
  18. akashspandya

    January 12, 2012 at 5:44 PM

    perfect article… great way to give tribute to swami vivekananda…..

    Like

     
  19. Shashi Adesara

    January 12, 2012 at 6:08 PM

    Excellent,

    Like

     
  20. hitesh baraiya

    January 12, 2012 at 6:26 PM

    maza aavi ho jaybhai
    તમારા (ભારતના) પૂર્વજોએ આત્માને તમામ પ્રકારની સ્વતંત્રતા આપી. પરિણામે ધર્મનો વિકાસ થયો. પરંતુ એ પૂર્વજોએ શરીરને તમામ પ્રકારના બંધનોમાં જકડી રાખ્યું અને પરિણામે સમાજન વિકાસ અટકી ગયો..!great

    Like

     
  21. keval

    January 12, 2012 at 8:22 PM

    aman 2-3 vicharo mane canada avi ne pan thaya 6 ………
    1 vat to swami ji ni 100% sachi 6 —- foreign ma accuracy and honesty jabbar 6 …..[ pan sathe sathe khantilu discipline pan] … koi ne pan dosh devani jagya e chup chap potanu kam karvani vrutti ….
    a few seconds ago · Like

    Like

     
  22. mayu

    January 12, 2012 at 9:14 PM

    this is real vivekanand… nobody told me…..
    awsome thinking… real thinking….

    Like

     
  23. Er.mehul satiya

    January 12, 2012 at 10:01 PM

    Dear jaybhai. . .pahelato aa lekh amari sudhi pahochadva khuc khub abhar. . .
    Swami vivekanandani vaat kharekhar aje pan etlij sachi 6e. Haji pan apane nahi badliye to avanara samayma pan avij raheshe. . .

    Like

     
  24. Hiral

    January 12, 2012 at 10:36 PM

    આપણા સમાજમાં સંસ્કારના નામે ક્રિયાકાંડોનું એટલું બધું જોર છે કે મોટાભાગની પ્રજા સંકુચિતતાને છોડીને સ્વતંત્ર બુદ્ધિશક્તિ ખીલવી જ નથી શકતી.

    મોટેભાગે ભારતમાં દરેકને સંસ્કાર એટલે ધાર્મિક હોવું એવો જ ખ્યાલ હોય છે.

    સંસ્કાર એટલે નીતિમત્તા, પ્રમાણિકતા વગેરે ગુણો વિષે ભાગ્યેજ લોકો વિચારે છે.

    Like

     
  25. saumil

    January 13, 2012 at 4:06 PM

    SWAMIJI is such a great thinker,socialist & knowledgeable about eastern & weastern culture.read them & full fill in our life…..

    Like

     
  26. Chintan Oza

    January 13, 2012 at 4:25 PM

    excellent…thanks for sharing..!!

    Like

     
  27. Vyas Ketan Dushyantbhai

    January 13, 2012 at 10:46 PM

    મને બહુ ગમતો આ જુનો લેખ ફરી એક વાર…રાષ્ટ્રીય યુવા દિન એવા સ્વામી વિવેકાનંદના જન્મદિને…કાશ, એમની સંસ્કૃતિના નામે આડશ લેતો સમાજ ફક્ત ભારતના મિથ્યાભિમાનને પોષતાં વિચારો જ ઘૂંટ્યા કરવાને બદલે આ આપણી કડવી અને વરવી વાસ્તવિકતા બતાવતા આધુનિક વિચારો સ્વીકારવા જેટલી મુક્ત યુવાશક્તિ કેળવે ! યુવાશક્તિ વર્ષમાં વિવેકાનંદના નામે પણ કાશ આ ડઝન પત્ર-અંશો રૂઢિચુસ્ત સંસ્કૃતિપ્રેમીઓનો કાટ ઉતારે એ માટે આનો મહત્તમ પ્રચાર થવો જોઈએ…..

    Like

     
  28. Mayur

    January 14, 2012 at 10:58 AM

    વિકાસની પ્રથમ શરત છે :સ્વતંત્રતા, mind-blowing

    Like

     
  29. Bhupendrasinh Raol

    January 15, 2012 at 11:16 AM

    આ પત્રો મુકીને બહુ ઉમદા કાર્ય કર્યું છે. સદાય પશ્ચિમને વખોડતા અને કાયમ ભૌતિકવાદને ગાળો દેનારા લોકોના મોઢે લપડાક સમાન છે આ પત્રો. આવા પત્રો બીજા કોઈએ લખ્યા હોત તો??પણ સારું છે કે વિવેકાનંદજીએ લખેલા છે.

    Like

     
  30. Dimple Panchal

    January 17, 2012 at 7:54 PM

    jaybhai hu mara balako ne roj swamiji vishe janwu chu pan amno vadhu parichay mane tamari pase thi malyo thanx

    Like

     
  31. Devashish

    January 18, 2012 at 11:51 AM

    very impressive article, I’ve always been thinking of the same view, but less confident….. But now I can say my friends, making read them this article……… Really, much more surprised……..I follow SWAMI VIVEKANAND……….I agree with Prachi, that we’ve always been read what is published….. Thank You JV for this one………

    Like

     
  32. anita

    January 21, 2012 at 10:56 AM

    Really nice and showing reality!!!

    Like

     
  33. Mahesh Prajapati

    February 3, 2012 at 11:26 AM

    Awesome Post

    Like

     
  34. poorvi dhaduk

    March 31, 2012 at 1:24 PM

    jay,thanks very much for share this.

    Like

     
  35. hiral dhaduk

    March 31, 2012 at 1:27 PM

    . તેઓ સોંદર્યમાં લક્ષ્મી જેવી છે, સદ્ગુણોમાં સરસ્વતીઓ છે. તેઓ ખરેખર મા ભગવતીનો અવતાર છે. તેમને ભજવાથી માણસને સર્વમાં પૂર્ણતા મળે છે. હે ભગવાન! આપણે શું માણસોમાં ગણાઈ એવા છીએ?…. અહીંની સ્ત્રીઓને જોઈને હું ખરેખર આશ્ચર્યચકિત થઈ જાઉં છું. મા ભગવતી તેમના પર કેટલાં કૃપાળુ છે! તે કેવી અદ્ભૂત નારીઓ છે! (૨૫ સપ્ટેમ્બર, ૧૮૯૪)kashh avi strio pratyeni man bhareli drashti badhani hot!!!!!! amazing article thanxxx jay.

    Like

     
  36. matrixnh

    May 1, 2012 at 9:47 AM

    GM.SAVAR NA PAHOR MA SWAMIJI NA PATRO VACHTA KHUB NAVI CHETNA NO SANCHAR THYO ANE TARAT J FACEBOOK PAR PASTE KARYA. REALY SUPERB………

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: