RSS

હરિ હળવે હળવે હંકારે…

02 Jan

સ્વ-સરવૈયું ૨૦૧૧ :

૧૪૩ લોકપ્રિય લેખો…૨ કવિતા, ૨ વાર્તા…ભારત-ગુજરાતમાં વિવિધ વિષયો પર કોઈ કાગળ વિના ઉત્સ્ફૂર્ત રીતે ૧૭૯ સુપરહિટ જાહેર પ્રવચનો / સેમિનાર / વર્કશોપ્સ / મુલાકાતો (ક્યારેક એક દિવસમાં ત્રણ અલગ અલગ નગર અને વિષય !)…કેવળ કારનું  જ ગણો તો યે એક વર્ષમાં ૬૦૦૦૦થી વધુ કિમીનું પરિભ્રમણ… વિવિધ વિસ્તાર અને બેકગ્રાઉન્ડ/ ઉંમરના લાખો લોકો સાથે જીવંત સંવાદ – પંદરસોથી વધુ પ્રશ્નોના  જાહેર ઉત્તર…એક પુસ્તક “પ્રીત કિયે સુખ હોય’ની કુલ ત્રણ (આ વર્ષમાં જ બે ) આવૃત્તિ…ત્રણ પુસ્તકો ‘સાયન્સ સમંદર’, ‘નોલેજ નગરિયા’ જી.કે. જંગલ’ની પ્રથમ આવૃત્તિ બેસ્ટ સેલર…એક સક્સેસફુલ  ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘હેરિટેજ ખીરસરા પેલેસ’નું લેખન-સહદિગ્દર્શન…ગુજરાતી તખ્તા પરનો એક અગાઉ ક્યારેય ના થયો હોય એવો અજોડ શો ‘પ્રેમ એટલે…’ એક આંતરરાષ્ટ્રીય નાટક અને બે ફિલ્મ લખવા માટે મળેલી (અને વ્યસ્તતાને લીધે વેઠ ના ઉતરે એટલે સાભાર નકારેલી) ઓફર્સ ..કોલેજમાં ભણતા ભણતા શરુ થયેલ કટારલેખનના ૧૫ વર્ષ….ફેસબુક-ટ્વીટર-ઓરકુટ-ગૂગલ પર મળીને વીસેક હજાર ઓનલાઈન વાચકોનો હુંફાળો પ્રતિસાદ અને ‘નેટીઝન’ ના  હોય તેવા અન્ય અસંખ્ય રીડરબિરાદરો તો ખરા જ ..આ બ્લોગનો અનાયાસ આરંભ અને માત્ર ૬ મહિનામાં જ એને (અનિયમિતતા  છતાં) પોણા બે લાખથી વધુ હિટ્સ (મેક્સિમમ ૩૦૯૦! એક જ દિવસમાં!!), બારસોથી વધુ રજીસ્ટર્ડ ફોલોઅર્સ અને પોણા ત્રણ હજારથી વધુ કોમેન્ટસની સાથે ગુજરાતી ભાષાના દેખીતી રીતે જ નંબર વન બ્લોગનું સ્થાન…અને ૨૫થી વધુ યુવાનોના આપઘાત અટકાવી શક્યો તથા ૮ યુગલોને પરોક્ષ મદદથી એકબીજા સાથે જોડી શક્યો (જેની મારી પાસે જાણકારી છે, બાકીના અલગ ) એ માલિકની મહેરબાનીથી મળેલી મહામુલી મૂડી. 😎

વીતેલા વર્ષમાં અંગત જીવનના અનેક અઘરા – અટપટા પડકારો સાથે ગોંડલ જેવા નાના ગામમાં રહ્યે, કોઈ જ નોકરી વિના, ટીમ કે ઓફિસ વિના, લેખન-વ્યાખ્યાનની કોઈ ખાસ ચિબાવલી પૂર્વતૈયારી વિના, નોર્મલ લાઈફનો ભોગ લીધા વિના –   સ્વાધીન જીવવાના સંકલ્પ સાથે  આ પુરાંત સિલક ( બેલેન્સ )માં અપરંપાર સહકાર નિકટ દોસ્તોનો મળ્યો છે, પરમાત્માની અનરાધાર કૃપા કસોટીની સાથે જ વરસતી રહી છે. વેઢા જેટલી ઈર્ષા-દ્વેષ પણ સાઈડ ઇફેક્ટ રૂપે મળી છે, પણ શેઢા જેટલો બહોળો પ્રેમ સર્વે શુભેચ્છક ચાહકોનો મળ્યો છે. મારા પરિવાર સમા  ‘ગુજરાત સમાચાર’નો હુંફાળો ખોળો તો ખરો જ. અને પપ્પાની પપ્પીઝ પણ! આનંદ એ વાતનો છે કે આ બધું સર્જન અને કોમ્યુનિકેશન ‘જંગલ મેં મોર નાચા કિસને દેખા’ને બદલે બેસુમાર લોકોના દિલ સુધી પહોંચે છે. સર્જકોની કમી નથી. સેંકડો સર્જકો કિડિયારાની માફક ઉભરાય છે. સવાલ એ છે , કે એમાંથી કેટલાને સ્વયંભૂ સ્વીકૃતિ મળે છે? એક પણ વ્યાખ્યાન કે લેખ હું સામેથી માંગીને મેળવતો નથી. આપોઆપ મળતા રહે  છે. ના તો હું લોકરંજક ગણાય એવા જૂનવાણી કે  ઠાવકા વિચારો પીરસું છું. ગુજરાતની નવી પેઢી વાંચતી નથી કે લેખક – વક્તા અહીં  સુપર પોપ્યુલર ‘સેલિબ્રિટી’ ગણાતા નથી – એ ગેરમાન્યતાઓના એકલપંડે ખંડન કરવાની તાકાત અને તક કુદરતે આપી , એ માટે એની સામે નતમસ્તક છું. ચાલુ ચીલાની સલામતીને બદલે સામા પ્રવાહે તરવાનું જોખમ લેવા છતાં, અત્યાર સુધી  કિનારે પહોચાડનાર એ નાખુદા-ખુદાને સલામ અને સ્માઇલી 🙂

જાણું છું, ને વીતેલા વર્ષમાં વારંવાર અનુભવ્યું કે કડવું લાગી જતું તીખું સત્ય કહી દેવાની સાહજિક નીડર નિખાલસતાની પાચનશક્તિ હજુ કંઈ સિદ્ધિ કરતા વધુ પ્રસિધ્ધિના ભૂખ્યા, એવા સમજ વગરના સમાજની પૂરી વિકસી નથી. જોઈએ…૨૦૧૨ માં કેવા રોમાંચક ઉતાર-ચઢાવ આવે છે !  આ બધું હું ય કોઈ ગુમાની ગર્વ નહિ, પણ બિલકુલ મુગ્ધ કૌતુકથી નીરખી રહ્યો છું. મેં તો લગામ દીધી  હાથ હરિને…હરિ ચાહે તો પાર ઉતારે…હરિ હળવે હળવે હંકારે… મારું ગાડું ભરેલ ભારે…. 😛

તમને બધાય ને ૨૦૧૨માં ય સૂંડલામોઢે “ઢીન્ચાક” મોમેન્ટ્સ મુબારક…. 😀

 
57 Comments

Posted by on January 2, 2012 in personal

 

57 responses to “હરિ હળવે હળવે હંકારે…

 1. bhavisha

  January 2, 2012 at 2:25 AM

  Happy new year to you JV. 🙂

  We hope you will rock with new articles and new books in 2012 as well just like you were in 2011…

  We are indeed in wait of all these… 🙂

  All the best 🙂

  Like

   
 2. mayurrock2099

  January 2, 2012 at 2:45 AM

  happy new year dear ,,,,,,,

  Like

   
 3. mayurrock2099

  January 2, 2012 at 2:52 AM

  thanks for all ur articles in GS . its awesome……i Hear u at AMA in ” moments of managements” i am very delighted to see and hear u . nd plz tweet if again u have any in future in ahmedabad

  Like

   
 4. Parth Joshi

  January 2, 2012 at 4:13 AM

  have roj to tamane wow great abhinandan aem kevi rite kahu .
  HUN JYARE NA KAHU TYARE SAMAJI LEVANU KAIK NEGETIVE KAHEVANU HOY TO COMMENT KARISH .
  Blog chalu kari ne tamane khabar nathi mara jeva navara dhup mahiti ( sachi mahiti ) ane pramanic column ( off course for vishleshan ) pasand manas par kaik moto upkar karyo che je atuly che .

  Like

   
 5. Envy

  January 2, 2012 at 5:19 AM

  ૨૦૧૧ ની અઢળક, અનરાધાર સફળતા માટે અભિનંદન.
  ૨૦૧૨ માં એથી વિશેષ આપની રાહ જોઈ રહ્યું છે કારણ સીધું છે, તમારું એક પણ કૃત્ય – સકારણ નથી, સહજ છે.
  અષ્ટાવક્ર એ ગીતા માં જેને સાક્ષી ભાવ કહ્યો છે તે. અષ્ટાવક્ર સાચા જ છે ‘તું બંધન મુક્ત છો, સાક્ષી થઇ જા અને મુક્ત થા, હમણાજ, આજ ક્ષણે’
  *
  તમારી પ્રગતી નો સંપૂર્ણ કે નજીક નો સાક્ષી તો ના કહું મને પણ, દુર ગગન માં તેજ ચમકી રહેલા સિતારા ને નહિ જોવા નો પ્રયત્ન તો કેમ થાય !!
  ઘણા લેખકો જે પોતાને સર્વજ્ઞ મને છે તેમણે કોઈક ની આંગળી પકડી ને નદી પર કરી છે.
  તમે તો સ્વબળે તોફાની દરિયો ખુંદયો છે. અને છતાં, ક્યારેય ગુમાન નથી જોયું મેં. એક જ્ઞાની ની અદા માં, સદા નવું જાણવા અને વેહ્ચવા તૈયાર.
  કડવી જબાન તો મારી પણ છે. મેં જેટલા વિરોધી ઉભા કર્યા છે જીવન માં તેના કરતા ઓછા મિત્રો છે. પણ મને તેનો આનંદ છે.
  મિત્ર ક્યારેક જ મારી ખામી તરફ અંગુલી કરે છે જયારે વિરોધી તો હર પળ….આભાર.
  કડવું પણ સત્ય કહેવાની તમારી પદ્ધતિ સાચી જ છે.
  *
  છેલ્લે, જે માં એ જન્મ આપીને પપ્પા ની સાથે, સાચા અર્થ માં ખભે ખભો મિલાવી ને તમારું સાચા અર્થ માં ઘડતર કર્યું અને છતાં, ક્યારેય આડખીલી ના બન્યા તે માટે બંને ને સાષ્ટાંગ.

  Like

   
 6. Minal

  January 2, 2012 at 6:26 AM

  🙂 A very Happy New Year to you. Hope 2012 will be more rocking, successful, with funny & happy moments, more over than 2011. Cheers and keep it up!

  Like

   
 7. Chandu shah

  January 2, 2012 at 7:03 AM

  Waaah bhai waaah.. Dhanya chhe…navi pedhi Na superstar sahityaa kaar

  Like

   
 8. Maulik

  January 2, 2012 at 8:41 AM

  Gr8,sir! Hepi nw yr:)

  Like

   
 9. અધીર અમદાવાદી

  January 2, 2012 at 8:52 AM

  RSS વાળા આ ફોટો ન વાપરી જાય એ જોજો … 🙂
  કોઈને ઇર્ષ્યા થાય, કોઈને ગર્વ તો કોઈને પ્રેરણા મળે તેવાં અચીવમેન્ટ …

  Like

   
 10. BHAVISHA SHAH

  January 2, 2012 at 8:53 AM

  AAPNA LEKHO HU NIYMIT VANCHU CHHU. ANAVRUT ANE SPECTROMETER SIVAY PAN AAPNNI KRUTIO NAVA SAMAYNI SATHE EK SAKSHAM PARIVARTAN MATE SAMAJ NE PRERNADAYI BANELI CHHE.KYAREK MARA VICHARO TAMARA VICHARO SATHE NA MALE TYARE ME TE ANGE COMMENT PAN KARI CHHE ANE TAME MANE SAME SANTOSKARAK PRATYUTTAR PAN AAPYA CHHE.AATLI VYASTATA VACHCHE AAP MOTE BHAGE KOI NE NIRAS NATHI KARTA E BABAT J MANE AAPNA MATE VADHU NE VADHU MAAN AAPVA PRERE CHHE.

  Like

   
 11. Kunjal D little angel

  January 2, 2012 at 9:24 AM

  Hats Off Lekhak Saheb 🙂
  proud to be part of You..

  Aa safalta em ne em rato rat to nathi j Mali…. Athag Avirart yatra nu parinaam chhe….
  Enjoy the Choklety Success :*

  Regards, Wishes & Blessings

  Kunjal D little Angel

  cya tc om

  Like

   
 12. Dharmesh Vyas

  January 2, 2012 at 10:01 AM

  ખુબ ખુબ અભીનંદન જયભાઈ…. આશા રાખીએ (આમ તો વિશ્વાસ છે) કે નવા વર્ષ માં આ બધા આંકડાઓ વધતા રહે અને તમે ખુબ પ્રગતિ કરો… હરી આ ગાડું લગાન ખેંચીને ફુલ જોશ માં ભગાવતા રહે….. હેપ્પી વાલા ન્યુ યર ….

  Like

   
 13. mausmi

  January 2, 2012 at 10:03 AM

  hai jay u r a perfect youth icon

  Like

   
 14. Anil Chavda

  January 2, 2012 at 10:23 AM

  khub khub abhinandan jaybhai,
  aapani gaadi aa rite purpaat dodati rahe aevi shubhechchhao

  Like

   
 15. tapansshah

  January 2, 2012 at 10:32 AM

  paris પહેલા ફેશન તો બાપુ તમારી પાસે જ આવે છે..આ ટાઇપ નું ટીશર્ટ પહેરવાની અમર્યાદિત ઇચ્છા છતાં સમાજ માં ફોર્માલિટી જાળવવા ન પહેરી શકતો હું તમને જોઈને આનંદ માણું છું….
  and યસ….
  તમારા કોઈપણ creation આજ સુધી અભિમાન ની ગંધ નથી આવી..soo just chill(as u do)

  Like

   
 16. Paras Kela

  January 2, 2012 at 11:07 AM

  wish you avery happy new year.. i pray to gr8 almighty to give you lot of happiness, love and much more from your dear ones.. go on JV..

  Like

   
 17. Hitesh

  January 2, 2012 at 11:09 AM

  પ્રિય જયભાઈ,

  લગભગ દશેક વર્ષથી તમને અનિયમિત રીતે નિયમિત વાચતો રહ્યો છું. તમે એટલા prolific રાઈટર બની ચુક્યા છો કે બીજા લેખકોના ભોગે જ તમને નિયમિત વાચી શકાય. મેં આ વાત આ પહેલા પણ તમને કરી છે કે તમારા લખાણોમાં અનુભવાતી પારદર્શિતા, સરળતા અને પ્રમાણિકતાનો હું આશિક છું. અને રહીશ. તમને મળી શકાયું છે એક નહિ અનેકવાર એનો આનંદ છે અને તમે મારી બે વાર્તાઓ વાચ્યા પછી ફુરસદથી લખેલો પેલો પ્રલંબ પત્ર ઘરેણાની જેમ સાચવીને રાખ્યો છે.

  -હિતેશ જાજલ

  Like

   
 18. Vinod R. Patel

  January 2, 2012 at 11:15 AM

  જયભાઈ ,

  આપનું ૨૦૧૧ની કામગીરીનું તમારા માટે અને તમારા હજારો નેટ મિત્રો માટે નફા કારક છે.

  ફક્ત એક જ દિવસમાં ૩૦૯૦ હિટ્સ ! કમાલની સીધ્દ્ધી કહેવાય. અભિનંદન આપને આપની

  ૨૦૧૧ પ્રભાવક કામગીરી માટે.

  આપને નવા વર્ષ ૨૦૧૨ માટે અનેક સુભેચ્છાઓ

  વિનોદ પટેલ

  http://www.vinodvihar75.wordpress.com

  Like

   
 19. Chetan Patel

  January 2, 2012 at 11:20 AM

  JV, ૧૦૦% ખાતરી છે કે આ બધા આંકડા નવા વર્ષ માં પાછળ રહી જશે અને નવા રેકોર્ડ સર્જાશે. અમારા માટે તો આવવા દ્યો જેટલું આવે તેટલું ઓછું છે.

  વિતેલ વર્ષ માટે ધન્યવાદ અને નવા વર્ષ માટે BEST OF LUCK

  Like

   
 20. amit gajjar

  January 2, 2012 at 12:52 PM

  happy new year jaybhai, congratulation ane tame 2012 ma anathi vadhu karyarat raho

  Like

   
 21. mayank parmar

  January 2, 2012 at 12:52 PM

  happy new year sir……. 🙂

  Like

   
 22. Sunil Vora

  January 2, 2012 at 12:55 PM

  Jaybhai, happy 2012 & hope u travel 125000 km in 2012 svayu shuknvntu gnayne? fcing smll prblm since last two blogs which reveive inmy mai but want open yahoo error but same blog saved in othr folder & ifopened after a day or so opens. may be some prblm with yahoo. enjoyed recent & yes shirt’s colour is really bright shining suitson u. is that tithal ?

  Like

   
 23. modinj

  January 2, 2012 at 1:49 PM

  Have an amazing 2012!!!

  Like

   
 24. ARTI PARIKH

  January 2, 2012 at 2:04 PM

  wishing u gr8 future n wonderful life……

  Like

   
 25. sanket

  January 2, 2012 at 2:49 PM

  congrats JV for such a marvelous job. Keep educating and entertaining us and yourself. We, your constant-readers are always following you.

  Like

   
 26. Chintan Oza

  January 2, 2012 at 3:05 PM

  Wish you very exciting 2012 ahead..!!

  Like

   
  • Chintan Oza

   January 2, 2012 at 3:07 PM

   btw sir…aatlo saras snap kaya beach no chhe..?? t-shirt ekdum matching chhe neela samandar sathe 😉

   Like

    
 27. Jignesh Rathod

  January 2, 2012 at 3:24 PM

  યાદ તો નથી ક ગુજરાત સમાચાર ની કઈ પૂર્તિ માં તમને પેહલા વાંચ્યા હતા પણ એ યાદ છેએ કે જે દિ થી વાંચ્યા એ દિ થી આજ સુધી પૂર્તિ નું છેલ્લું પાનું પેહલું બની ગયું છે. તમે એવું કરતા રહ્યા છો કે અમે જય વસાવડા આપણા favorite એમ કેહતા રહ્યા છે. તમે હમેશા એક motivator રહ્યા છો કદી કોઈ motivation ની વાતો કર્યા વિના. તમે 4 – dimention માં ફૂલો ફાલો , હસતા રહો ,મોજ માં રહો , વેહતા રહો. Wish you wonderful, colorful 2012.

  Like

   
 28. Viral Trivedi

  January 2, 2012 at 3:56 PM

  जय भाई मस्का नहीं लगाऊंगा पर सच में मै आपके सभी विचोरो से सहेमत नहीं हु पर यह लेख मुझे अच्छा लगा. यही लेखनी आपका व्यक्तित्व प्रगट करती है है.आपकी निखालास्ता को सलाम.

  Like

   
 29. akashspandya

  January 2, 2012 at 4:56 PM

  its really great achievement.. even to write few lines as comment on ur article takes too much time so i m constantly thinking that how could a person manage this much activities simultaneously!!!! it seems that u r really very busy and still u never compromise with ur hobby… roaming,watching lots of movies,reading plenty of books and overall enjoying life like a king….. seriously sir u truly deserve the crown of ‘most popular gujarati writer’

  Like

   
 30. megha pillai

  January 2, 2012 at 5:45 PM

  hi jay ,
  looking nice in blue t-shirt. btw apke articles to pata nahi kab padhna start kiya tha but uske baad ek bhi wed ya sun ko apka article mis nai kiya hai. aur ek gana hai ” kya yehi pyar hai” wo apne likha tha jarur sun ne k liye 2yrs. pehle ap k ek article me jo valentine day k 1 din pehle tha. pehli baar wo gana suna tha n now its one of my fav.sng. :)bye tc

  Like

   
 31. Urvin B Shah

  January 2, 2012 at 7:27 PM

  CONGRTULATIONS. . .happy new year. anand-harakh-gaurav.

  Like

   
 32. KHANJAN ANTANI

  January 2, 2012 at 8:08 PM

  Boss JV, good job done. Lage raho……..Lagan thay pachhi khabar pade…gadu kya sudhi pahonche chhe???( lagan thai gaya hoy and aa jalavi rakhyu hoy to great……..) Mari wife pan VASAVADA chhe… ha ha ha ha h

  Like

   
 33. યશવંત ઠક્કર

  January 2, 2012 at 8:45 PM

  જય ભાઈ.
  શરૂઆતથી જ મને તમારું લખાણ અનોખું લાગ્યું છે. એક આદત થઈ ગઈ છે કે વહેલામાં વહેલૂ તમારું લખાણ વાંચવું અને બીજાંને એ લખાણ વાંચવાનું કહેવું.
  તમને જે મળ્યું છે તે તમારા હકનું મળ્યું છે.
  ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  Like

   
 34. mayuri

  January 2, 2012 at 8:56 PM

  u rock dude!!! hatsss offff!!!!

  Like

   
 35. mayuri

  January 2, 2012 at 9:09 PM

  nice pic…. cool t shirt…

  Like

   
 36. pmanan

  January 2, 2012 at 9:57 PM

  happy new year

  Like

   
 37. KETAN KATARIYA

  January 2, 2012 at 10:23 PM

  you deserve it JAY..

  Like

   
 38. KETAN

  January 2, 2012 at 10:33 PM

  Happy new year

  Like

   
 39. khushbu

  January 2, 2012 at 11:12 PM

  hiiiii Jai sir
  aje pan tame etla nikhalas chho jetla hu tamne 2002 ma rajkot ni college ma mali tyare feel karya hata…
  hope so 2012 ma fari thi evi mulakat thai
  WISH U HAPPY NEW YEAR

  Like

   
 40. one of yr fan

  January 3, 2012 at 8:34 AM

  it is amazing. just like yr blogs.
  happy new year sir,
  & all the beat for making new records …

  Like

   
 41. Dr Mehul Parmar

  January 3, 2012 at 10:50 AM

  ohh, such a gr8 jayography,2011.
  inspiring, versatile, innovative, hearten with success…
  i feel lucky that i hv been a part of it.
  you n osho r alwys been inspiring to me.
  in lots of conversions wid others, many time, instead of myself i keep you n think which will b jay vasavada’s reaction and then i follow it.
  although i never meet u yet, it’s amazing that how much ur words can effect !
  thnx n pls keep it up.

  Like

   
 42. kishan

  January 3, 2012 at 11:29 AM

  congratulation………………
  jio
  may the truck of your success become plane of success in the year 2012

  Like

   
 43. kishan

  January 3, 2012 at 12:43 PM

  jay bhai “rasto nahi jade to rasto kari javana em thoda ame munjay ne mari javana” ****e artical bhale haji ekvar thay jay…..please attach that article on planet JV we want to read that inspiring article..
  i you have it then please give us ..please …please.. request, mention not…

  *** an article written by you in spectrometer…..i have forgot the date but i still remember the story of your own written by you..

  Like

   
 44. ajay thakkar

  January 3, 2012 at 4:01 PM

  you deserve ! Love you dear!

  Like

   
 45. Kamini

  January 3, 2012 at 11:13 PM

  Happyyyyyyyyy NEW Yearrrrrrrrrr…………..JV. I wish ke hari tamari gadi halve hankare ane darek pagle khushio relave.

  Like

   
 46. sudarshan

  January 7, 2012 at 5:55 PM

  i have great respect for you.

  “મેં તો લગામ દીધી હાથ હરિને…હરિ ચાહે તો પાર ઉતારે…હરિ હળવે હળવે હંકારે… મારું ગાડું ભરેલ ભારે……”—-AWESOME WAY TO LIVE LIFE

  Like

   
 47. sunil

  January 9, 2012 at 9:45 AM

  ato kai nathi jaidadu haju to tame ganu navu navu viksavaso ane maza padi padi deso…..
  god bless you from heartly…………………………………..

  Like

   
 48. mayu

  January 12, 2012 at 9:45 PM

  quiz ma ketliyevar javab aapya 6 aa movie mate… bt fst time tamara lidhe jova malyo ek scene…
  thanx….sir…

  Like

   
 49. bhupatbhai prajapati ( BHARUCH )

  January 13, 2012 at 7:29 PM

  92 lakh malava nu dan karnar RAJA BHARATHARI NE VATAKO KHICHADI Chodya nu abiman thayu hatu no thing is im possible.

  Like

   
 50. sudhir tatmiya

  January 17, 2012 at 8:36 AM

  Boss, thank u …………………
  amara jeva lakhkhhho yuvano ne ek navi disha ma vicharva mate EK RASTO aapva badal

  Like

   
 51. hiral dhaduk

  March 31, 2012 at 2:13 PM

  hey u rocking dear,love uuuuuu.

  Like

   
 52. HIMANSHU PARIKH

  June 17, 2013 at 1:53 PM

  CONGRATULATIONSSSS!! HIRA MUH SE NA BOLE KHUD KE MOL!! AMAZING ARTICLES!!

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: