RSS

૨૦મી સદી જ નહિ, મિલેનિયમનું સર્વોત્તમ દિમાગ !

11 Dec

ભારતભૂમિની આગળ જવા માંગતી ગાડીની ભૂતકાળની ભવ્યતામાં જ પાછળ રહેલી હેડલાઈટ્‌સને ફેરવવાનું બીડું એક ભડવીરે ઝડપ્યું. આઝાદીની ક્રાંતિ કરતાં ય મોટી ક્રાંતિ વ્યક્તિત્વઅને વિચારોને આઝાદ કરવાની હતી. આઘુનિક્તા અસલી ધર્મ અને સ્વઓળખનો સંદેશો લઈને નીકળી પડેલા એ લાજવાબ ભેજાંબાજે જે વેક્યુમ ક્લીનર ફેરવ્યું, એની મહત્તા ભલભલા ભેજાંબાજોને આજેય પૂરી દેખાઈ નથી. સો વ્હોટ ? કાળ એક કઠોર શિક્ષક અને ક્રૂર ન્યાયાધીશ છે. ગમે તેટલી છબીઓ લટકાવો કે કથાઓ ચલાવો… પૂજાપાઠ ગમે તેટલા ઉંચા સાદે કરો… જમાનો બદલાય છે, એ બદલાય જ છે. સમયના સંચામાં કંઈક ખેરખાંઓની મીઠી વિચારધારાની શેરડીના છોડાં નીકળી જાય છે. જે માણસ ભવ્ય ભૂતકાળની વાતો કર્યા કરે એ મહાન નથી. જે થઈ ગયું એનું પુનરાવર્તન કરવામાં શું મોથ મારી ? જે માણસ ભવિષ્યને પારખી શકે છે, એ મહાન છે. જે આવનારા સમયને અગાઉથી ઓળખી શકે છે – એ મૌલિક દ્રષ્ટા છે. જે સમયની સાથે વાસી (આઉટડેટેડ) નહિ પણ તાજો (કરન્ટ) લાગવા લાગે એ ખરા અર્થમા ચમત્કારિક છે. એ માટે પોપટપાઠ નહિ, ઓરિજીનાલિટી – મૌલિક્તા જોઈએ જ.

‘જીનિયસ’ શબ્દની હાલતી ચાલતી વ્યાખ્યા જેવી એક વ્યક્તિ ભારતમા થઈ ગઈ… કૃષ્ણ કે રામના અસ્તિત્વને તો કોઈ જોઈ ન શક્યું, પણ આ વ્યક્તિ તો સાપ્રત છે. હજુ હમણા સુધી નજર સામે હતી. જો યહૂદીઓ, જર્મનો કે અમેરિકનો પોતાની પાસે આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોવાનું ગૌરવ અનુભવતા હોય, તો પછી ભારતે પણ કહેવું જોઈએ : ‘હમ ભી કુછ કમ નહીં, આપ કે પાસ આઈન્સ્ટાઈન હૈ, તો હમારે પાસ ભી રજનીશ હૈ !’

જી હા, રજનીશ.

ઓશો નહિ, ભગવાન નહિ, આચાર્ય નહિ, ગુરૂ નહિ… સિર્ફ રજનીશ ! સમય કરતા ઘણા વહેલા જન્મી ગયેલા એક વિચારક ! બે ઘડી એમની આઘ્યાત્મિક વાતોને ભૂલી જાવ. એટલું યાદ રાખો કે એ માણસે કેટકેટલું વાંચ્યુ હતું ! કોઈ માની કૂખેથી અવતરેલ માનવપ્રાણી આટલું વાંચીને યાદ રાખે, અને એમાં ય પાછો પોતાના સર્જનાત્મક વિચારોનો સ્પર્શ ઉમેરે… એ પ્રેક્ટિકલી શક્ય નથી ! ઘણા ગુરૂઓના ચેલાઓ પોતાના ગુરૂજીને આખેઆખી લાયબ્રેરી મોઢે હોવાનું કે પાનું ફેરવે ને પાનું યાદ રાખે એવી સ્મરણશક્તિ હોવાનો ઢંઢેરો પીટ્યા કરે છે. એ મહાવિદ્વાન ગુરૂજીઓને સાંભળો કે વાંચો તો દસ-બાર પુસ્તકો સિવાય આજીવન બીજા – રેફરન્સ ન હોય. રોજબરોજના બનાવોની જાણકારી ન હોય. બસ, થોડા સંસ્કૃત શ્વ્લોકો, બે – ચાર વિખ્યાત અંગ્રેજી ગ્રંથો અને ચીલાચાલુ પ્રસંગકથાઓ – પંક્તિઓથી ગાડું ગબડાવ્યા કરે.

પણ રજનીશને વાંચો નહિ, પણ એમના પ્રવચનોના આધારે તૈયાર થયેલા પુસ્તકોની યાદી પર પણ નજર કરો તો મોઢામાં ટેનિસ બોલ જતો રહે એટલું એ આશ્ચર્યથી પહોળું થઈ જશે. વેદ, ઉપનિષદ, સૂફી, તાઓ, ઝેન, તંત્ર, ગીતા, જૈન, ખ્રિસ્તી વગેરે ફિલસૂફીઓ… અષ્ટાવક્ર, મીરા, ગોરમ, કૃષ્ણ, રામ, બ્લેટ્‌વેસ્કી, ગુર્જીયેફ, જીબ્રાન, મહાવીર, બુઘ્ધ, ઝોરબા, લાઓત્સે, કબીર, રજ્જબ, નાનક, શંકરાચાર્ય, દયાબાઈ, સહજોબાઈ, વાજીદ, નારદ, શિવ, સરહયા-નિલોબા, યારી, ફૂલન, લાલ, ગુલાલ, જગજીવન, દરિયા, સુંદરદાસ, દાદૂ, ધરમદાસ, પલટૂ, મલૂક, જરથૂસ્ત્ર વગેરે વિભૂતિઓ…

આ યાદી જ વાંચતા હાંફી ગયા ? તો વિચાર કરો કે યુવાવસ્થાએ પહોંચતા સુધીમાં તો રજનીશે આ બધાને વાંચ્યા જ નહિ, પચાવ્યા પણ હતા ! વળી એ ઉપરાંત પોતાની મૌલિક વાતો તો ખરી જ. આમાંના કોઈ ઉપર રજનીશને વાંચો / સાંભળો તો ક્યાંય એ બધાએ કહેલી વાતોનું ઉપદેશાત્મક રટણ ન હોય ! એમાં વિજ્ઞાન, કળા, રાજકારણ અને સાહિત્યની છેલ્લામાં છેલ્લી વાતો હોય ! સંખ્યાબંધ ઉર્દૂ શાયરો અને હિન્દી કવિઓની રચનાઓ હોય. એકદમ ફ્રેશ ફ્રેશ ઉદાહરણો બોધકથાઓ, વાર્તાઓ અને કદી ન સાંભળ્યા હોય એવા રમૂજ ટૂચકાઓ પણ હોય ! કોઈ નોર્મલ માણસ આટલું ગોખી શું, જોઈ પણ ન શકે ! રજનીશ તો પુસ્તકો વાંચતા ત્યારે પણ નજર નાખવાને બદલે અન્ડરલાઈન કરી ફૂટનોટ (નોંધ) મૂકતા ! વાંચન નહિ, મનન થતું !

બીજાના પુસ્તકોની ક્યાં વાત કરવી, ખુદ રજનીશના જ હિન્દી – અંગ્રેજીમાં દળદાર કહેવાય એવા ૬૦૦થી વઘુ પુસ્તકો છે. એ જ બઘું ડીવીડી – વીસીડી – કેસેટ્‌સ પર પણ ઉપલબ્ધ છે. ગમે ત્યાંથી એ પ્લે કરો કે ગમે તે પુસ્તકના ગમે તે પાનાથી વાંચવાની શરૂઆત કરો. રજનીશની પ્રજ્ઞા અને તેજસ્વીતાનો તાપ દઝાડી નહીં દે ઉલટું, જાણે કોઈ આંગળી પકડીને ખાડા – ટેકરા કૂદાવી મેઘધનુષ્ય ભણી લઈ જતું હોય એવું લાગશે. જીવન અને સંવેદનનો એક પણ એવો કોયડો એવો બાકી નથી, જેને રજનીશે હળવા હાથે રમાડ્યો ન હોય. તમે સંમત થાવ કે ન થાવ, પણ રજનીશના તર્ક હંમેશા ‘જરા’ નહિ, ‘બહુત હટ કે’ હોવાના… તમે એના ‘ઈનોવેટિવ’ વિચારોથી અચંબિત તો થઈ જ જાવ. તર્કની તલવાર રજનીશ એવી રીતે ફેરવી શકે કે બેઘડી સત્યને પણ એની ધાર કાપી નાખે !

રજનીશની સૌથી મોટી ખૂબી જ એમની આડેનો સૌથી મોટો અંતરાય હતી. રજનીશથી જ્ઞાન મેળવવાની થિયરી સાવ સિમ્પલ હતીઃ ‘નેતિ નેતિ !’ રજનીશે આ ફોર્મ્યુલા છુટ્ટે હાથે વહેંચી. પણ રજનીશવાણી મુજબ જ ‘લોકોએ ચંદ્ર દર્શાવતી મારી આંગળી પકડી લીધી, હું દર્શાવતો હતો એ ચંદ્ર પર ઘ્યાન ન આપ્યું !’

રજનીશ વૉઝ મેન ઓફ ડિનાયલ. જ્ઞાન મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો છેઃ ઈન્કાર. નીચી મૂંડીએ હા એ હા કરનારા અનુયાયી બની શકે છે. આગેવાન એ છે, જેમાં ‘ના’ પાડવાની હિંમત હોય. જે સત્યો સમજતા અનેક ચિંતકોના જન્મારા વીતી ગયા, એ રજનીશને કેમ ‘ચુટકી બજા કે’ દેખાઈ જતા ? કારણ કે, રજનીશે ક્યારેય કોઈ વાત સ્થાપિત છે, પરંપરા છે, લોકપ્રિય છે, જરૂરી છે, સ્વીકૃત છે, સફળ છે… એમ માનીને સ્વીકારી નહિ ! એમણે સવાલો પૂછવાના ચાલુ રાખ્યા. ઈન્કાર કરવાનો ચાલુ રાખ્યો. દરેકે દરેક બાબતને શ્રદ્ધાને બદલે શંકાથી નિહાળવાનું ચાલુ કર્યું અને માત્ર ખંડન કરીને બેસી ન રહ્યા. એક પછી એક વિકલ્પો પર ચોકડી મૂકતા મૂકતા સાચા વિકલ્પની તલાશ ચાલુ રાખી કોમ્પ્યુટરક્રાંતિના દાયકાઓ પહેલા એકલે હાથે મઘ્યપ્રદેશના કુચવાડા – ગાડરવારા જેવા ગ્રામીણ ઈલાકાઓમાં બેઠા બેઠા આખા જગતનું સાહિત્ય અને જ્ઞાનવિજ્ઞાન ઘોળીને પી ગયા.

રજનીશે કદી આત્મકથા લખી નથી, પણ એમના પ્રવચનોના અંશો કે અંતરંગ વાર્તાલાપોના ટૂકડા જોડવાથી આ જીનિયસ બ્રેઈનની પ્રોડક્શન પ્રોસેસનો અંદાજ આવે છે. ૧૧ ડિસેમ્બર ૧૯૩૧ના રોજ  જન્મેલા આ જૈન બાળકનો વેપારી પિતા-માતાને બદલે સંપન્ન નાના-નાનીને ત્યાં ઉછેર થયેલો. રજનીશ પર એમની નાનીનો અમીટ પ્રભાવ હતો. નાની ખજૂરાહોના તાંત્રિક કુટુંબની સ્ત્રી હતી. સુંદર પણ નાસ્તિક કહી શકાય એટલી હદે ધર્મના કર્મકાંડની વિરોધી. બચપણમાં એણે રજનીશને શાળાએ મોકલ્યા જ નહિ. માટે રજનીશ ખરેખર શિક્ષણ મેળવી શક્યા. તળાવો, વૃક્ષો, ખેતરો, પુસ્તકો, વાતો, સિતારાઓ, પંખીઓ… આ બધા એમના ગુરૂ બન્યા.

મોડે મોડે પરાણે ભણવા ગયેલ રજનીશને ભણતર ગમ્યું નહિ. પણ મૃદુ તબિયતનો આ માણસ પોલાદી કાળજાનો હતો. ત્યાગના નામે ભણતરથી ભાગીને શું મળે ? લોકો કહે કે આવડતું નહિ હોય ! રમતા રમતા રજનીશે ફર્સ્ટક્લાસ ગોલ્ડ મેડલની કારકિર્દી ફિલોસોફીમાં બનાવી. હસતા હસતા એ કહેતા ‘હવે હું શિક્ષણની ટીકા કરું, તો એમાં વજન હશે. ફિલોસોફરો મારા ગુરૂઓ નથી. શત્રુઓ છે. એમને હરાવવા માટે એમને ઓળખવા તો પડે ને !’

પછીનો ઈતિહાસ આજે લખવાની જરૂર નથી. જબલપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીપ્રિય અઘ્યાપક, ભારતભ્રમણ કરનાર વક્તા, ગુરૂ, કોમ્યુનના સ્થાપક, ઘ્યાનના શાહસોદાગર, મોંઘીદાટ ઘડિયાળો અને ગાડીઓ, અમીર વિદેશી શિષ્યો, સેવનસ્ટાર લાઈફસ્ટાઈલ, પ્રચંડ વિરોધ, ભયંકર ગેરસમજ, હિપ્પી કલ્ચર, ડ્રગ્સ, ફ્રી લાઈફસ્ટાઈલ… અમેરિકાના ઓરેગોનનું અદ્‌ભુત રજનીશપુરમ્‌, અમેરિકન સરકારના વિરોધથી વિશ્વભ્રમણ અને ફરી સ્વદેશાગમન… કથળતી તબિયત, છેલ્લે તબક્કે ગાંડીઘેલી લાગતી સ્વપ્નીલ વાતો, એકલતા… અને અંતે  ૧૯ જાન્યુઆરી, ૧૯૯૦ના રોજ ૫૯ વર્ષે વિઝિટ ઓન પ્લેનેટ અર્થ પૂરી !

રજનીશ એક્ઝિટની બાબતે થોડા કમનસીબ રહ્યા. ૧૯૯૧માં નરસિંહરાવે ગ્લોબલાઈઝેશનનું ગંગાવતરણ કર્યું, અને છેલ્લા દોઢ દસકામાં ભારતના સમજદાર માણસોએ નજરે નિહાળ્યું કે રજનીશ વિચારોમાં કેટલા સાચા (અને કેટલા આગળ !) હતા. અત્યારનો સમય રજનીશ માટે પરફેક્ટ પ્લેટફોર્મ હતો. આસમાન ફાડીને આવતી સેટેલાઈટ ચેનલ્સ, સાઈબર રિવૉલ્યુશન, ટેકનોજનરેશન… હવે જ રજનીશની અષ્ટમ્‌ પષ્ટમ્‌ લાગતી વાતો સમજવા – સમજાવવાનો ખરો વખત આવ્યો છે. એક રીતે રજનીશ મોજૂદ નથી – એ એમની પ્રતિભાને વઘુ ન્યાય અપાવે તેમ છે. રજનીશે શરૂઆત કરી ત્યાંથી અંત સુધી પહોંચવામાં એ (કદાચ જાણી જોઈને) એસ્ટાબ્લિશમેન્ટના શિકાર થઈ ચૂક્યા હતા. પોતાના જ વિચારોને ધીરે ધીરે પોતાના જ આચરણમાંથી એમણે દૂર કર્યા… (આ પ્રક્રિયાની ઝલક જાણવા માટે દળદાર નવલકથા ‘અંગાર’ વાંચવા જેવી છે.)…

પોતપોતાના સ્વાર્થ માટે ભળતાસળતા લોકોએ રજનીશનો કબજો લીધો, અને સેલિબ્રિટી સ્ટેટસથી દુનિયા પર છવાઈ જવાના વાજબી મોહમાં રજનીશે એમાં સાથ આપ્યો. ગુરૂવાદનો વિરોધ કરનાર રજનીશ એમની લાખ મનાઈ છતાં ‘ઓશો’ની માળા કે મરૂન ઝભ્ભાના ગુરૂ બનીને પૂજાય… એમની સાથે વાહિયાત ચમત્કારિક દંતકથાઓ જોડાય… જે ધાર્મિક્તાનો વિરોધ કર્યો હોય એ જ ધાર્મિક્તાનો ઢાંચો ભલે અત્યાઘુનિક સ્વરૂપે, પણ એમના નામે ગોઠવાય… રિયલ થૉટ્‌સ વેર લૉસ્ટ. ઓશો ગાજતા રહ્યા, રજનીશ ખોવાતા રહ્યા.

પણ રજનીશ ચાલાક માણસ હતા. માર્કેટિંગના સોળે સોપાન ભણી ચૂક્યાની વાત છોડો, ભણાવી શકે એવા સ્માર્ટ હતા. ‘બિટવિન ધ લાઈન્સ’ એમની વાતો પર ઘ્યાન આપનાર પામી જાય, એટલી હદે આ વાત એમણે જ પ્રગટ કરી છે. આ દેશે વળી ક્યારે તીવ્ર બુદ્ધિશક્તિના કદમોમાં ઝૂકવાનું શીખ્યું છે ? ભગવું કપડું ભાળીને ભૂરાંટા થનારાના દેશમાં કોઈ ગુમનામ ખૂણામાં વિચારવાયુથી ગૂંગળાઈને મરી જવાનું ? રજનીશે એકલે હાથે ચેલેન્જ લીધી. નવી વાતો કોઈ આ રૂઢિચુસ્ત મુલ્કમાં સાંભળશે નહિ, એ અનુભવ પછી ધાર્મિક રેપર લગાડીને એ જ વિચારો રમતા કર્યા.

માર્કેટિંગમાં ‘ગિમિક્સ’ (ગતકડાં)નું આગવું મહત્વ છે. નિવેદનો, સંન્યાસ, પહેરવેશ… બધામાં સભાનપણે રજનીશે એ ગતકડાં ચાલુ રાખ્યા. ‘સંભોગ સે સમાધિ કી ઓર’નું પુસ્તક અને પ્રવચન એમના માટે ‘બ્રેક થ્રુ’ બન્યું. રાબેતા મુજબ સેક્સે આખી દુનિયાનું ઘ્યાન ખેંચ્યુ અને અંગપ્રદર્શન કરીને હિટ ફિલ્મ આપનાર હીરોઈન પછી સેન્ટ્રલ રોલ ભજવીને અભિનય પ્રતિભા બતાવે, એમ રજનીશે શાંત પાણીમાં પથરો નાખી… લોકોનું ઘ્યાન ખેંચી પછી તદ્દન નવી સ્વતંત્ર વૈચારિક ક્રાંતિનો લેસર શો શરૂ કર્યો !

રજનીશે ઘણુ બઘું ભારતીય તંત્રવિદ્યા અને પાશ્ચાત્ય વિચારકો પાસેથી મેળવ્યુ, પણ એને આગવા પેકેજીંગમાં રજુ કર્યું. આર્કિટેક્ચર, કલર કોમ્બિનેશન, લેઆઉટ, ડિઝાઈન આ બધાનો ક્રિએટિવ ઉપયોગ કેવી રીતે કરીને ધર્મ કે વિચારની શુષ્ક લાગતી વાતો આકર્ષક બનાવી શકાય, એ એમણે સાબિત કરી બતાવ્યું. પુરાતનને સાહસથી ભાંગી બતાવ્યું.

ગુજરાતીમાં લખતા એકે એક લેખકોએ રજનીશ પાસેથી કઈકને કંઈક ઉધાર લીઘું છે. ગાંધીવાદની ખુલ્લેઆમ ટીકા અને સેક્સનો ઉઘાડેછોગ બચાવ… એ બે બાબતો માટે તમામ ઢેખાળા રજનીશે ખાઈને માન્યતાઓના અડાબીડ જંગલમાં ફોરટ્રેક રોડ તૈયાર કરી આપ્યો. પાછળથી સઘળા ચિંતકશિરોમણિઓ એના પર પોતાની ફટીચર ગાડીઓ પૂરપાટ દોડાવીને બંગલા મેળવી લીધા. સમાજવાદનું ખોખલાપણું હોય કે પાશ્ચાત્ય અશ્વ્લીલતાના આક્રમણની મૂર્ખાઈભરી કાગારોળ હોય… રજનીશની ત્યારે ગળે ન ઉતરે એવી વાતો આજે નજરમાં ઉતરતી દેખાય છે.

સેક્સ અને સાયન્સને ધર્મથી આગળ મુકવાની વાત માટે આ માણસે જે ‘મનતોડ’ મહેનત કરી, એ જોતાં ભારતના દરેક યુવાને આ સફેદ દાઢીવાળા માણસની છબીમાં દેખાતી જાદૂઈ આંખો સામે તારામૈત્રક કરવું જોઈએ. યુવાપેઢીની મુક્તિ માટે આટલી સજ્જડ વકીલાત કરવાવાળો બીજો કોઈ પૃથ્વીના પટ પર હજુ સુધી પેદા થયો નથી. જો તમારામાં ‘જીનિયસનેસ’ ખીલવો, તો નાટકીયાવેડા છતાં પણ માત્ર વિચારના જોરે વિશ્વની શ્રેષ્ઠ સુંદરીઓને તમારા ચરણોમાં ઝૂકાવી શકો… અઢળકદોલત ભોગવી શકો… મહાસત્તા અમેરિકાને, એના જ ઘરમાં, પ્રમુખને પરસેવો છૂટી જાય એટલી હદે પડકારી શકો… શબ્દશઃ શૂન્યમાંથી સ્વર્ગનું સદેહ સર્જન કરી શકો…

… આ સાબિત કરવા માટે જ રજનીશ ‘મેન ઓફ ધ મિલેનિયમ’ કહેવાનું જરૂરી નથી લાગતું ? બાકી બઘું બોનસમાં ! સલામ, સર. થેન્ક્સ એ લોટ્‌ !

ઝિંગ  થિંગ!

રજનીશ પાસે એકવાર એક માણસે આવીને કહ્યું:  ‘આપને ખબર છે, આપના આશ્રમમાં યુવક – યુવતીઓ કેવો ‘સ્વૈર વિહાર’ કરે છે ?’
રજનીશે કહ્યું: ‘એમાં મારે શું ?’
પેલો પંચાતિયો કહે, ‘પણ આ તમારો આશ્રમ છે !’
રજનીશે કહ્યું, ‘તો પછી તારે શું ?’

(સૌજન્યઃ સુભાષ ભટ્ટ)


#૧૧ ડિસેમ્બર બર્થ ડે તરીકે મારાં માટે લાઈફટાઈમ સ્પેશ્યલ છે. રજનીશ આજે જીવતા હોત તો ૮૦ વર્ષના થયા હોત. ભારતના ભૂતકાળના કે વર્તમાનના એક પણ ધર્મગુરુ કે સંત કક્ષામાં એમની સામે ટકી શકે એમ નહોતા અને નથી. ભારતના અધ્યાત્મને ઓળખવું હોય તો રજનીશને ઓળખવા જ પડે. હું ઓશોનો ભક્ત નથી, પણ પ્રેમી જરૂર છું.  ૬ વર્ષ અગાઉનો એમના પરનો લેખ તો કેવળ એક ઝાંખી છે. કહો કે એકલવ્યની ગુરુદક્ષિણાનો એક હપ્તો છે !

 

118 responses to “૨૦મી સદી જ નહિ, મિલેનિયમનું સર્વોત્તમ દિમાગ !

 1. Rakesh Patel

  December 11, 2011 at 10:51 PM

  Brilliant ! No words !
  રજનીશ પાસે એકવાર એક માણસે આવીને કહ્યું: ‘આપને ખબર છે, આપના આશ્રમમાં યુવક – યુવતીઓ કેવો ‘સ્વૈર વિહાર’ કરે છે ?’
  રજનીશે કહ્યું: ‘એમાં મારે શું ?’
  પેલો પંચાતિયો કહે, ‘પણ આ તમારો આશ્રમ છે !’
  રજનીશે કહ્યું, ‘તો પછી તારે શું ?

  Like

   
 2. sabrasgujarati

  December 11, 2011 at 10:57 PM

  saras maja ni jankari mali

  Like

   
 3. deepak soni

  December 11, 2011 at 11:17 PM

  jaybhai aap bilkul sachu lakyu chai we miss rajnish!!!!

  Like

   
 4. vishal jethava

  December 11, 2011 at 11:24 PM

  સલામ, સર.તમને પણ… થેન્ક્સ એ લોટ્‌ ! 🙂
  અધકચરું વાંચ્યું/સાંભળ્યું હોય છે ,પણ તમારી આગળ સાચું ‘જાણવા’ મળે છે.

  Like

   
 5. hitesh baraiya

  December 11, 2011 at 11:26 PM

  superb jay sir

  Like

   
 6. Ajay Mahendra

  December 11, 2011 at 11:39 PM

  સમાજ ના રિતિરીવાજ મુજબ અને ધરમના નામે ફેલાવવા મા આવેલ અગ્નાત ભય ના કારણે મારા વિચારો ઘન સ્વરુપમા ફેરવાઇ ગયા હતા.અનેક પ્રયત્ન કરવાછતા પિગળવાનુ નુ નામ નહી.ઉમરના મધ્યાન સુધી અનેક કહેવાતા ધર્મગુરુઓ ના પુસ્તકો,વ્યાખ્યાનો સામ્ભળવા છતા નહિ ઓગળતા પથ્થર સમા વિચારો અચાનક ઓશો ના વિચારોથકી ધીરે ધીરે નરમ થતા અનુભવ્યા.
  મન મા રહેલુ ઝહેર સત્યના તાપ થી બશ્પીભવન થવા લાગ્યુ છે, પ્રક્રીયા હજી ચાલુ છે.મન મા રહેલો રાગ દ્વેશ ઓછો થતો અનુભવી શકાય છે.માનવ જાત પ્રત્યે એક અલગ પ્રકાર ની કરુણા ફેલાઇ રહી છે.મનના એક ખુણે જાણે આનન્દ ની જડીઓ વરસતી અનુભવી શકાય છે.ઇશ્વર પ્રત્યે નો ભય ધીરે ધીરે સમાપ્ત થવા ને આરે છે.એક તરફ પોતાના થકી ઉભા કરેલા ક્ષુલ્લક કારણો અને તેના દ્વારા પેદા થયેલી તકલીફો નો ઉપાય અને અન્ત દેખાય છે.આજે મને લાગેછે કે જો મન ની આ પ્રક્રીયા આમજ અવિરત ચાલુ રહેશે તો ઇશ્વર ની ઘણે નજીક પહોચી જવાશે.
  હજી ઘણા અવરોધો નડે છે.૪૮ વરસ મા ભેગો થયેલો ડર હજી પુરેપુરો સાફ નથી થયો પણ એક વાત નક્કી હવે વધારે સમય નહી લાગે.
  જીવાનનો આ મુકામ ઓશો તમારા દ્વારા મળ્યોછે ખુબ ખુબ આભાર. પરમાત્માએ જીવાન મા બેજ સાચા મિત્રો આપ્યા છે અને તેમના થકી મળેલી અમુલ્ય ભેટ બદલ આજીવન તેમનો રુણી છુ.

  Like

   
  • jay vasavada JV

   December 14, 2011 at 1:58 AM

   vah saras ane nikhalas..

   Like

    
   • anil mehta adv

    December 15, 2011 at 2:12 PM

    chahe koi khush ho chahe galiya hazar de,,, must ram ban ke jindgi ke din gujar de,,, a word frm a old song pictarise on dev saab

    Like

     
 7. HiteshGhazal

  December 12, 2011 at 12:56 AM

  khoobj saras ati sundar

  Like

   
 8. riddhish gandhi

  December 12, 2011 at 12:59 AM

  speechless,sir…….”rajnish” par ej boli k lakhi sake jene bahu vanchyu hoy………rajnish jevu ……….

  Like

   
 9. Vinod R. Patel

  December 12, 2011 at 6:44 AM

  Good tribute to OSHO-Rajnishji.Well done Jaybhai.
  I have one good story told by OSHO, which I give below.

  The founder of the Theosophical movement, BLAVATSKY, used to carry two bags on both her shoulders — big bags — full of seeds.
  Wherever she would travel… if she were traveling in a train, SHE WOULD SIT BY THE SIDE OF THE WINDOW AND GO ON THROWING
  SEEDS. She might never come across that patch of land again.

  People were puzzled and they would ask ‘What you are doing?’

  She would say, ‘These are beautiful seeds, and when the rains come they will bloom.’

  Those people were naturally puzzled. They would say, ‘Will you be coming this way again?’

  She would say, ‘I am a world traveler, I may never come again; but that doesn’t matter! Somebody will pass,
  somebody will see the flowers, somebody will be happy — that is enough.

  Just to conceive of it, to contemplate on it… that next time after the rains… and when this train goes by,
  thousands of passengers will be able to smell those flowers! To see those colors is more than enough! What more one can ask?’

  This is what sharing is: YOU SIMPLY GO ON THROWING SEEDS. So you travel, mm? And throw the seeds!

  – OSHO
  V

  Like

   
  • priyank

   May 22, 2012 at 8:32 PM

   thanks…

   Like

    
 10. hemant chawda

  December 12, 2011 at 7:27 AM

  aava guru dakshina na bija haptaa jaldi thee aapo jay bhai

  Like

   
 11. bharat mehta

  December 12, 2011 at 9:50 AM

  thanks to post this nice article i love osho i learnt from him to live very deeply we all live our life on surface only we have to live every moment of life very deeply wish good chat satsang again with u

  Like

   
 12. Chintan Oza

  December 12, 2011 at 10:23 AM

  Thanks for sharing JV..!!

  Like

   
 13. pratik shukla

  December 12, 2011 at 10:47 AM

  good one……….like it

  Like

   
 14. Anish

  December 12, 2011 at 10:48 AM

  मैं तुम्हें अकेला छोड़ देना चाहता हूं, बिलकुल अकेला ताकि तुम किसी की सहायता न ले सको, ताकि तुम किसी पैगम्बर से न चिपक सको, ताकि तुम यह न सोच सको कि कोई गौतम बुद्ध तुम्हें बचाने के लिय आएंगे। अकेले- बिलकुल अकेले- तुम अपने अंतरतम केन्द्र को पा सकोगे।

  -ओशो

  Like

   
 15. nilesh

  December 12, 2011 at 10:58 AM

  ek jamanama rajnishna anuyayio ne loko kaik vichitra najare jota ane gado bhandta.
  pachi na samay ma loko em vicharta ke rajnish na anuyayio kaik juda j vicharo vada che.
  ane aaje loko e tarkana badshah na anuyayio ne man thi juye che…..
  chene balihari samayni !!!!!!!!!!!!!!!!!!!
  tame ekdam sachi vat lakhi che rajnish 100 varsh vahela janmi gaya……..

  Like

   
 16. Harry...

  December 12, 2011 at 11:57 AM

  ભારતના ભૂતકાળના કે વર્તમાનના એક પણ ધર્મગુરુ કે સંત કક્ષામાં એમની સામે ટકી શકે એમ નહોતા અને નથી.
  Not agree with this line. This is my free review.

  Like

   
  • jay vasavada JV

   December 14, 2011 at 1:57 AM

   i dont agree wth ur review 😛

   Like

    
   • ભ્ગ્દ્વાદ

    August 8, 2018 at 7:55 AM

    તમારી સમંતિ કે ના સમંતિ હકીકત બદલી ના શકે. ઘણા બધા સંત ગુરુ ઓ ને મળવું પડે. ફેંકા ફેંકી બહુ વધારે કરી રહ્યા છો .

    Like

     
  • Nikunj Patel

   December 15, 2011 at 8:08 PM

   “ભારતના ભૂતકાળના કે વર્તમાનના એક પણ ધર્મગુરુ કે સંત કક્ષામાં એમની સામે ટકી શકે એમ નહોતા અને નથી.!!”
   Not agree with this line

   I agree with Harry…

   Jaybhai…સોરી. તમારા અને ઓશો પ્રત્યે આદરભાવ હોવા છતાં હું આ મત સાથે સંમત નથી

   Like

    
   • jay vasavada JV

    December 16, 2011 at 1:34 AM

    aa mat nathi hakikat chhe. sorry if anyone cant digest 😛

    Like

     
   • hardik

    January 28, 2012 at 11:23 PM

    “”ભારતના ભૂતકાળના કે વર્તમાનના એક પણ ધર્મગુરુ કે સંત કક્ષામાં એમની સામે ટકી શકે એમ નહોતા અને નથી.!!””
    it is absolatly true………
    please read book “bharat ke jalte prashn” by osho. or hear audio clip “bharat ka bhavishya” on oshoworld.com
    ……love u rajnish sir and

    Like

     
  • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!

   December 16, 2011 at 5:48 PM

   દરેક સંત કે ધર્મગુરુને સમજ્યા કે જાણ્યા વગર કોઈ એક વ્યક્તિ વિશેષ માટે મત ના આપી શકાય…ઓશોના પોતાના વિચારો છે…અન્ય સંતો કે ધર્મગુરુઓને પોતાના હોય છે…સરખામણી ન થાય તે વધારે સારુ…

   Like

    
   • Nikunj Patel

    December 16, 2011 at 11:19 PM

    સાચી વાત છે મુર્તઝાભાઈ…
    દરેક સંત કે ધર્મગુરુ પોતાના વિચારો ધરાવે છે.
    સરખામણી ન થાય તે વધારે સારુ…

    Like

     
    • hardik

     January 28, 2012 at 11:28 PM

     in 21 st century…..india has sashu babas(dharam gurus) greater than good scientists or absolute leader.

     Like

      
   • jay vasavada JV

    December 22, 2011 at 2:00 AM

    સોરી, દોસ્ત આવી ગોળ ગોળ ડાહીડમરી ભાષામાં લખતા હું શીખ્યો નથી 😉 વાત વિચારોની નહિ દિમાગી ક્ષમતાની છે. અને જ્યાં હું સ્પષ્ટ હોઉં ત્યાં રાજકારણી અભિગમ નહિ રાખું 🙂

    Like

     
   • MANHAR

    May 18, 2012 at 6:03 PM

    હા…સરખામણી ના થાય તો જ સારુ…કારણ ક પછી બીજા બધા ને ઘણા નીચે મૂકવા પડશે…..બધા ધર્મ ગુરુ ના વિચારો હોય પણ ઍમા થી કેટલા ના વિચારો તમને તમારી ગ્રંથીઓ મયા થી છૂટી,મુક્તી તરફ અથવા તો સહજ થવા પ્રેરે છે..???….બીજા બધા ગુરુઓ તમારી અંદર ઍક જાત નુ ટોળા કલ્ચર ઉભુ કરે અન તમને ઍવા ભ્રમ મા રાખે કે તમે ધાર્મિકતા તરફ વળી રહ્યા હોવાનો આભાસ થાય…ખરેખર્ તો ઍમણે ઍમનુ ટોળુ મોટુ કરવામા રસ હોય…..અને અંદર થી મુક્ત અન સહજ માણસ ટોળા નો ભાગ બનવાનુ પસંદ ના કરે કારણ કે ટોળા પાસે બધુજ હોય …..વિચાર ના હોય…..!!!

    Like

     
  • hardik

   January 28, 2012 at 11:24 PM

   “”ભારતના ભૂતકાળના કે વર્તમાનના એક પણ ધર્મગુરુ કે સંત કક્ષામાં એમની સામે ટકી શકે એમ નહોતા અને નથી.!!””
   it is absolatly true………
   please read book “bharat ke jalte prashn” by osho. or hear audio clip “bharat ka bhavishya” on oshoworld.com
   ……love u rajnish sir and jay sir

   Like

    
 17. Aarti Mandaliya

  December 12, 2011 at 12:42 PM

  superlike 🙂

  Like

   
 18. RASJMIN RATHOD

  December 12, 2011 at 2:38 PM

  I am great lover of Rajnish. I have started reading his Books before seven years. I am too much grateful to him because he answered me all my doubts about mythology, meditation, philosophy, love, god , life, death and everything which I will never understand without the help of his great guidance.
  I strongly agree with the title given to him by you, Jay Bhaiya.

  Thanks for this article and many many happy returns of the day to my great master.

  I have no more words because I cannot express the feeling of mine with Rajnish its beyond the words.

  Like

   
 19. bhavishamaurya

  December 12, 2011 at 3:00 PM

  speechless!!!!!:) Please suggest some books of Him as well.

  Like

   
 20. Anjali Dave

  December 12, 2011 at 3:01 PM

  gr8

  Like

   
 21. ajay

  December 12, 2011 at 3:52 PM

  Very good JV

  Like

   
 22. Harsh Pandya

  December 12, 2011 at 4:50 PM

  The problem is if God is dead, u’ll loose the most imp word of our language…and if god is at one end,one extreme, and when one extreme disappears from your mental vision,the necessary and inevitable is that you’ll fall to other extreme… 😉 😛

  રજનીશ મીન્સ રજનીશ મીન્સ રજનીશ… થેન્ક્સ સાહેબ ફોર ધીસ આર્ટીકલ… 🙂

  Like

   
 23. vandana

  December 12, 2011 at 5:42 PM

  before this artical i ware not reading any books of RAJNISH..
  i always learn somthing new from you so you are MY GURU pls suggest some books of rajnish….so i can start to underastan them,,,

  Like

   
 24. ankit

  December 12, 2011 at 6:14 PM

  જયભાઈ,છેલ્લા દોઢેક વર્ષ થી આપનો આ લેખ હું કોઈ ના કોઈ સોર્સ પાસે થી ગોતતો હતો.છ વર્ષ પહેલા જયારે આ લેખ છપાયો ત્યારે ઓશો કે તમને વાંચવાની ઉમર નહોતી એવું મને લાગે છે. પણ આજે તો આ લેખ ખુબ ગમ્યો.ખાસ કરી ને તમે જે ઓશોમયી કે રજનીશ રંગે રંગાયા વગર કોઈ પણ પ્રકાર ના ઓશો મેનિયા ના વળગણ વગર તટસ્થ રીતે તમારા પોઈન્ટ ઓફ વ્યુઝ લખ્યા છે,તે ખુબ ખુબ ગમ્યા.બાકી આજે તો ઓશો ના સન્યાસીઓ પણ ઓશોમેનિયા થી પીડાય છે અને બાકી વધેલા નામ ની આગળ સ્વામી કે માં લગાડી દંભી બુદ્ધ નહિ પણ બુધ્ધુ ઓ ની જમાત વધારતા જાય છે.સિમ્પલ મને તો એવું લાગે છે રજનીશ નામ ના રસ્તા નો અંત ઓશો નામ ની મંઝીલે આવતો હશે.આ લેખ માટે ખુબ ખુબ આભાર……..

  Like

   
 25. Monaa Monvelvala

  December 12, 2011 at 11:00 PM

  Mne oshoni to vdhare nthi khbr pn tmara lakhan ae mne vanchti kri 6e,vicharti kri 6e ane band pokarti pn kri 6e.

  Like

   
 26. alpesh shah - janak

  December 12, 2011 at 11:26 PM

  જય હો પ્રછન્ન રજનીશ ,
  રજનીશ ની સંકલ્પનાના નવા મનુષ્ય નું હાર્દિક અભિવાદન ,
  રજનીશ ભૂતકાળ નથી , નથી ભવિષ્યકાળ , તે છે ચાલુ વર્તમાનકાળ
  હે બોધિસત્વ આ રજનીશ તત્વ ને તું વધુ ઉજાગર કરી અમારું અંતરતમ વિકસીત કર – અથાતો રજનીશ જીજ્ઞાસા

  Like

   
 27. Gaurang Patadia

  December 12, 2011 at 11:31 PM

  Hi JV,

  Once again excellent article.

  I am addicted to your blog.

  Thank you

  Like

   
 28. meethirani

  December 13, 2011 at 12:37 AM

  માનનીય જે. વી .
  અપના લેખો ખુબ અદ્ભુત હોય છે. એ હું માનું છું. પણ આજે આ લેખ પેલી વાર વાંચ્યો જેથી એવું લાગ્યું કે તમારે અને મારે પણ હજી ઓશો વિષે ઘણું જાણવાનું બાકી રહી જાય છે. આપના માત્ર ઓપીનીઓન હોય તો વાંધો નથી પણ ખરેખર એને હજે આપ્યું છે તેનું કોઈ મૂલ્યાંકન કરી સકે નહિ .એને કોઈ marketing કર્યું નથી. એને દુનિયા ની કોઈ ફિકર જ ના હતી .

  Like

   
 29. Vishal Baliya

  December 13, 2011 at 3:24 AM

  Nasruddin had visited a town for some personal business. It was a frigid winter night when he arrived. On the way to the inn a vicious looking dog barked at him. Mullah Nasruddin bent down to pick up a stone from the street to throw at the animal. He could not lift it, for the stone was frozen to the earth.
  – What a strange town this is! Mullah Nasruddin said to himself. They tie up the stones and let the dogs go free.

  Like

   
 30. siddharth

  December 13, 2011 at 2:02 PM

  Rajneesh…. the man who ever walked on planet earth.
  defiantly he is man of millennium….

  Like

   
 31. Milap

  December 13, 2011 at 2:24 PM

  When i failed in 12th exam i decide to do suicide in Jamnagar Lakhota Talav. I was just ready for that and suddenly i found one paper laying on floor with Osho’s article say that – Sukh a to akasmat che dukh aje vastavikta che. that change my life. since 1998 i found osho’s love in my heart and then i give the exam pass. with the same passion of Osho that what is the result – marksheet it is just a pice of paper don’t bother much about it. I relaxed enrolled in B.Sc. pass with university second. Done M.Sc. university first and currently working in Bicocon Bio=IT field. That person change my life.

  Like

   
 32. bhushan

  December 13, 2011 at 4:23 PM

  every thing is happening let it be happen be witness 🙂

  Like

   
 33. vrujalal

  December 13, 2011 at 5:30 PM

  VRUJALAL BUDHELIYA..

  VERY GOOD…………THANKS………
  JAY BHAI…

  Like

   
 34. Sharad Kapadia

  December 13, 2011 at 9:04 PM

  Rajaneesh wanted people to know and understand, then to think independently about everything. That is different from what gurus want their disciples to blindly follow their preachings.

  Like

   
 35. vyas vinodkumar chimanlal

  December 13, 2011 at 11:06 PM

  I recommend you to read Dr. Ambedkar. He was also one of the top genius India has ever produced.

  Like

   
 36. chirag

  December 14, 2011 at 7:56 PM

  very nice……….tame surat aavo tyare mare tamaro programme attend karavo chhe…….please 9879056956 this is my mobile number……

  Like

   
 37. Navneet Patel

  December 14, 2011 at 9:29 PM

  Tamari pase scorpio chhe..??

  Like

   
 38. vyas vinodkumar chimanlal

  December 14, 2011 at 10:05 PM

  Can you please help me in getting two articles of yours ? JATAAYU and PATANG.

  You are a bold writer well capable of filling the vaccume created after Chandrakant Baxi.

  Can an independent article on Dr. Ambedkar be expected ?

  Even Rajnish and C Baxi were appreceators of him !

  Like

   
 39. Bhupendrasinh Raol

  December 15, 2011 at 7:31 AM

  સેક્સ અને સાયન્સને ધર્મથી આગળ મુકવાની વાત માટે આ માણસે જે ‘મનતોડ’ મહેનત કરી, એ જોતાં ભારતના દરેક યુવાને આ સફેદ દાઢીવાળા માણસની છબીમાં દેખાતી જાદૂઈ આંખો સામે તારામૈત્રક કરવું જોઈએ. યુવાપેઢીની મુક્તિ માટે આટલી સજ્જડ વકીલાત કરવાવાળો બીજો કોઈ પૃથ્વીના પટ પર હજુ સુધી પેદા થયો નથી. જો તમારામાં ‘જીનિયસનેસ’ ખીલવો, તો નાટકીયાવેડા છતાં પણ માત્ર વિચારના જોરે વિશ્વની શ્રેષ્ઠ સુંદરીઓને તમારા ચરણોમાં ઝૂકાવી શકો… અઢળકદોલત ભોગવી શકો… મહાસત્તા અમેરિકાને, એના જ ઘરમાં, પ્રમુખને પરસેવો છૂટી જાય એટલી હદે પડકારી શકો… શબ્દશઃ શૂન્યમાંથી સ્વર્ગનું સદેહ સર્જન કરી શકો…

  ગ્રેટ!!!!!

  Like

   
 40. Hetal Patel

  December 15, 2011 at 8:01 AM

  Thanks Jaybhai for sharing…

  Like

   
 41. RAM DASA

  December 15, 2011 at 9:10 AM

  rajnish vishe su bolvu te sujtu nathi pan fakt aankh ma pani aavi jay chhe jaybhai.

  Like

   
 42. Haresh

  December 15, 2011 at 11:30 AM

  Apda desh ma dambhi loko ne pujvama ave chhe ane je hakikat ma gyani chhe amne dhikkarva ma ave chhe…

  Like

   
 43. vyas vinodkumar chimanlal

  December 15, 2011 at 11:50 PM

  Is God reciprocal of man?
  “As x travels from 0 to 1 , 1/x travels from ∞ to 1.
  So man can be considered as ‘x’ and God as 1/x.
  0 is beginning and 1 is perfection for man.
  When man is at zero, God is at ∞, i.e. very very far.
  When man becomes 1, god also becomes 1 i.e. man reaches to God.
  Though man is confined between 0 and 1 and God is spread from 1 to ∞, every position of man has a corresponding position of God..
  For even a very small step of man towards God, God takes very large step towards man,
  Though , as it comes near 1 ,God decreases his speed.”
  A theory that has come to my mind, I have tried to put it in its very initial stage.

  by Vinod Vyas on Saturday, July 2, 2011 at 1:09pm

  Like

   
  • jay vasavada JV

   December 22, 2011 at 1:54 AM

   hmmmmmmmmm

   Like

    
  • Dave Bhavin

   December 23, 2018 at 2:07 PM

   jindgi ma sarvada ane badbaki ghana madya re jara 1 ne 0 thay bhago

   Like

    
 44. Balendu Suryakant Vaidya

  December 16, 2011 at 6:31 AM

  each episode of Mysteries at the Museum takes viewers behind the scenes of museums across the country to unearth some of the most intriguing and shocking pieces of United States history.

  OHS Executive Director Kerry Tymchuk will be talking about the infamous bioterrorism attack on the city of The Dalles by the citizens of Rajneeshpuram. This bioterrorism attack, set in motion to incapacitate voters in the 1984 Wasco County elections, targeted ten restaurants in The Dalles. Salmonella was released into the salad bars at these restaurants, and affected over 750 people, the largest bioterrorist attack ever recorded in United States history.

  Like

   
 45. Hemantgiri S. Goswami

  December 16, 2011 at 10:09 AM

  Jaybhai,

  I haven’t read any of Rajnish’s book though, but what I have read in this article and based on research, anyone can agree that he is genius, but I can’t agree more or his comparison with Swami Vivkekanand. I am not sure which category you have for Swami Vivekanand – A saint or Dharm Guru, but, IMO he is the one and only above all saint/philosopher or Guru – he is par of comparison.

  Like

   
  • jay vasavada JV

   December 18, 2011 at 2:48 AM

   i fully disagree, wth facts, not just my logic.

   Like

    
   • Hemantgiri S. Goswami

    December 18, 2011 at 8:09 AM

    Jaybhai,

    I know there isn’t any direct comparison, but as you said all saint/philosopher; I am disagree with you. What great deed Rajnish did compare to SV (please educate me on this) ? I agree you have read a lot and could have did great research, but, out of curiosity, any example?

    Like

     
    • jay vasavada JV

     December 22, 2011 at 1:52 AM

     aa samajseva ni nahi budhdhimatta ni sarkhamni ni vat chhe saheb.

     Like

      
  • Krunal Joshi

   November 17, 2014 at 6:37 AM

   તમને કદી ના પચે પણ હકીકત એવી વાત કરી દવ ટૂંકમાં કે જો સ્વામી વિવેકાનંદ અને ઓશો એક સમયમાં થયા હોત તો વિવેકાનંદને પણ ઓશોની સામે પલોંઠ વાળી બેસી જવું પડત
   વિવેકાનંદ શું મહર્ષિ અરવિંદનો પણ પન્નો ટૂંકો પડે આ બુદ્ધ પુરુષ સામે તો પછી કોઈ બીજા નામો લખવાની તો શું વિસાત? ખેર,કોઈ તુલનાની વાત નથી થતી પણ જે સત્ય છે એ તો ઉજાગર કરવું જ પડે અને સમજવું જ પડે
   ગૌતમ બુદ્ધ પછી આ પચ્ચીસો વર્ષનો અંતરાલ હતો,જે આ વીસમી સદીમાં બુદ્ધ પુરુષ એ જન્મ લીધેલો ફરી વાર પણ કમનસીબી એ જ છે કે ઓશો ને સમજતા જ હજુ બીજા પચ્ચીસો વર્ષ ચાલ્યા જશે

   Like

    
 46. Dr. Nirali Dixit

  December 16, 2011 at 10:19 AM

  very nice jv , u give another good subject for reading.. was nt knowing this much about rajnish …

  Like

   
 47. vish2701

  December 16, 2011 at 9:38 PM

  100% Agree… with this article about him.. as a philosopher…thinker..
  So not contradicting….BUT…you must have thought about his failures as a person…
  NOW..this can be again a matter of debate…
  What failures I am talking about???
  My idea of “failure” is that He was not a “happy” man in his last years… Was not having pleasure…
  I don’t have any answer..I even don’t want…
  But are these questions valid??? What say??

  Like

   
 48. ramesh koradia

  December 18, 2011 at 1:09 PM

  only one line:
  never born_never died..

  Like

   
 49. Ghanshyam Padhiyar

  December 19, 2011 at 12:16 PM

  Dear, Near & Beloved Jaybhai ! Your this article is “GAGAR MEIN SAGAR” for saying something about ACHARYA RAJNISH ! What you wrote is itself evidence/indicate that what a Indepth Reading & Study done by your Good Self about ACHARYA RAJNISH, othervise I feel one can not write such inherent truth about ACHARYA RAJNISH ! Truth is truth and it is beyond one’s perception ! Thanks a lot for your this article about ACHARYA RAJNISH !

  Like

   
 50. Yogendrasinh Jadeja

  December 19, 2011 at 9:07 PM

  jay bhai osho je kahe che e j satya mani levu evo to osho no pan agrah nato to aapne kaun chiye k e j sauthi mahan sant che evo agrah karva vala….however I know and agree with you that i have not found anyone as greatest as him but my dear friends whoever is not agree with this…..they should read/listen osho and than decide themselves…..if they really want to know who was osho rajnish……

  Like

   
  • Hemantgiri S. Goswami

   December 20, 2011 at 9:54 AM

   Yogendrasinhji,

   That’s exactly what I tried to mention, and, the line with gotcha is “ભારતના ભૂતકાળના કે વર્તમાનના એક પણ ધર્મગુરુ કે સંત કક્ષામાં એમની સામે ટકી શકે એમ નહોતા અને નથી.!!” Anyway, every one has their own perspective, so I will keep mine in my head.

   Like

    
  • jay vasavada JV

   December 22, 2011 at 1:53 AM

   aa to tamaro vichar chhe ke osho je kahi kahe e saty hu manu chhu. evu kyay lekh ma lakhyu hoy to batavo..ethi ultu jarur lakhelu chhe 🙂

   Like

    
  • priyank

   May 22, 2012 at 8:41 PM

   nice saying…

   Like

    
 51. siddharth

  December 20, 2011 at 8:41 PM

  “ભારતના ભૂતકાળના કે વર્તમાનના એક પણ ધર્મગુરુ કે સંત કક્ષામાં એમની સામે ટકી શકે એમ નહોતા અને નથી.!!” …..DEAR JAY, plz replace the word ‘bharat’ with world…

  Like

   
  • jay vasavada JV

   December 22, 2011 at 1:49 AM

   bharat purtu to hu jaanu j chhu etle puri spashtta thi kahi shaku 😀

   Like

    
 52. JiMiT RaVaL

  December 23, 2011 at 12:50 AM

  Rajnish kehta hata k, “Every Important(Very) Person Born Very early before his Time and Every Non-Important Person born after his Time.” And its true in case of OSHO Rajnish.

  Unhone Bharat k logo k bandh dimag ko kholne ka, usme nayi kirano ka, nayi hawao ka sanchar karne ka, sach ko gnyat karane la prayatn kiya, par hamare rudhiwadio ko ye kahase samaj aye.

  Aaj bharat ko, bharat ke logo ko Aise Drusta ki jaroorat he, jo unhe sach ki rosni dikhae, Aaj Osho ki jaroorat he jo 1 viacharik kranti laye,taki ham jo purani badio me, riwajo me, parampara ome bandhe he jiska nahi koi bhut tha, na koi bhavis..unse mukt karaye…

  OSHO ne jivan k harek pehlu ko, philsufi ko bade hi saral andaj me pirosa he, dahot asani se rakha he, kabhi mulla nasrudin ke jariye, to kadhi buddha,mahavir,zen ke jarie, harek jo unke time se pehle ki aur unke samay k bad ki he wo bhi ashani se rakhi he, bas deri he to use tatol ne ki…
  In OSHO’s own world, “Apne mahi Tatol.”

  And last, Yes we have Rajnish,I proud it, but looking at OSHO’s western Anuyayies counting, they prove that they are again more superior then us. Might they dont get the truth of OSHO, but they must
  got the Tark that OSHO put in his talk.

  me also, Thanks to Rajnish for the effort he had made for the menkind, but sorry to menkind that we couldn’t catch it.Fir bhi insaan sarir se marta he, lekin jeeta he Uske Thought se,Uske Geniuses/Intelligence se,Uski Prakrity se, OSHO aj bhi jiveet he , unki kitabo, unke vicharo se, unke dhyaan aur unke satsang se, unki maulikta aur dirgh drasty se….We should miss him..

  Rajnish,men,never born, never dies,just visited the earth,A personal wish, Osho visit the earth again,so we can visit you…:-)

  Like

   
 53. Ravi Vyas

  January 3, 2012 at 2:43 AM

  with all due respect to Swami Vivekanand n all other SwamiZZ n Saints, and other all respected, revered personalities- i Really agree with Jaybhai k yes, boss– at least for intelligence this man got, the vast spectra of subjects he touched in his SINGLE life, i tell– HATS OFF …

  Vivekanand or other personalities some ppl mentioned over here were talking on what is right, this person alone has touched many areas tht were taken taboos…

  give us any other Saint or Guru or so called Enlightened person who freely talked upon SEX, DRUGS, SMOKING along with Spiritualism..and that too with the same elan!!

  if Jin Vaal jin or Valiyo turned Valmiki were living person– they too would have told this to Rajnish- “Hats Off!”

  Like

   
 54. gaurang

  January 3, 2012 at 3:12 PM

  તો પછી તારે શું ………………gud1

  Like

   
 55. Nilesh Vora

  January 4, 2012 at 10:30 AM

  આજના સમયમાં સુખી થવા માટેનો સૌથી મોટો ગુરુમંત્ર – તારે શું ?? – Great…

  Liked by 1 person

   
 56. akashspandya

  January 6, 2012 at 2:07 PM

  according to me the biggest enemies of any great personality are their blind followers. same is the case with rajnish also. i feel strange when osho’s followers address them “bhagwan”. why cant they accept him as a great human being?????? sir best brain rajnish… but what about swami vivekanand???

  Like

   
 57. Milap

  January 13, 2012 at 11:51 PM

  Hi, Jay,
  I would like to share some thought from Osho that also inspire me …

  “Sometime we think that we are something,
  Sometime we think that we are nothing,
  But the real thing is that we all are nothing,
  Because the nothingness is the godness,
  So we have to became nothing.” Osho

  Never impress by anyone or anything. Osho

  It’s really nice you also read all the comments.
  (We meet at Ahmedabad airport and i had taken a pics of your(Nice one), i can send if i had your mail id and if you are interested)

  Thanks
  Milap padh

  Like

   
  • jay vasavada JV

   January 15, 2012 at 1:34 AM

   mail id is already in this blog..

   Like

    
   • Suresh

    January 24, 2012 at 5:58 PM

    Sir

    Mane Osho ni gujarati translate ni book madi sake che

    jo tamne khabar hoy to please mane janavaso

    tamaro lekh vanchya pachi mane temni book vanchvani tivra bhookh lagi che.

    Like

     
 58. DIVYESH

  January 26, 2012 at 10:23 PM

  DEAR ,
  TARI MAULIK VATO ANGE KOI SANDEH NATHI J ! ETLE AA VAAT NATHI KARTO !
  TARI BOOK ‘PRIT KIYE SUKH HOY ” ,,,, WOW BENMOON.. LOVE EK WORD PASAND KARI TE YOUTH NE (ARRE AGE THI J NAHI FAKT.. ) MAST BOOK AAPI .. !

  ‘RAJNISH ‘ PAR EK BOOK TU LAKH NE YAAR.. ! YOUTH FARI PAGAL THASE E BOOK PA6AD..
  VICHAR.. .. U HAVE D REAL QUQLITY 4 THAT.. …. SOCIETY GET MARVELLOUS BOOKS FROM U..!

  Like

   
  • DIVYESH

   January 26, 2012 at 10:25 PM

   QUALITY.. ! WRONG SPELL .. !

   Like

    
 59. dharmendra

  January 29, 2012 at 4:02 PM

  meine osho ki bhagvat geeta ke bare me vichar sune hain.agar koi apne jivan me vastav me parivartan chahta hai to unka anukaran kare.sirf adamber karna hai ya charcha karni hai to alag baat hai.aur kuch na padhe sirf bhagavat geeta hi sun le(osho dwara ) utna hi karle (vastav me kar le) to jivan safal ho jayega.

  Like

   
 60. Suresh

  February 3, 2012 at 3:47 PM

  HU TAMNE KAHU CHU KE TAME “pandurang shastri athavale” JI NE VANCHO.

  SAYAD TAMNE ANNO “ભારતના ભૂતકાળના કે વર્તમાનના એક પણ ધર્મગુરુ કે સંત કક્ષામાં એમની સામે ટકી શકે એમ નહોતા અને નથી.!!” JAVAB MADI JAY..

  Like

   
  • jay vasavada JV

   February 3, 2012 at 4:12 PM

   vachya j chhe..rajneeesh same kaxa ma na taki shake. lage chhe ke tame rajneesh ne vachya nathi 😀

   Like

    
   • Suresh

    February 4, 2012 at 8:29 AM

    tamri vat sachi pan me “pandurang shastri athavale” ne vanchya che etle bija koi ne vanchvai jarur lagti nathi.

    kem ke hu mara mate vanchu chu ane tame………………………….. kahevani jarur nathi

    Like

     
 61. Parth veerendra

  February 20, 2012 at 2:29 AM

  absolutly briliant !! જય સર સારું છે તમે તો એકલ્વ્ય જેવી ગુરુદક્ષિણા ચૂકવી શકવાની સ્થિતિ માં છો..પણ તમરી પાસેથી એટલેકે તમારા લેખો વિગેરે માથી જે વિચારો મન માં રોપયા છે ..કે પછી જીવન માં એક દ્રષ્ટિ મળી છે ..મને નથી લાગતું એનું ઋણ હું કદી ચૂકવી શકવાની સ્થિતિ માં આવીશ lols.આપણી તો મનની બેલેન્સશીટમાં તમારું બહુ લેણું નીકળે છે ..lolsનથી..તમારા તો ઋણી જ રહી જવના…પૈસા લીધા હોય તો ચૂકવી પણ દેવાય પણ વિચાર લીધો હોય તો જીવનમાં? કેમ ચૂકવાય? જીવવાનો અભિગમ મળ્યો હોય કોઇની પાસેથી તો એનું ઋણ કેમ ચૂકવાય?પ્રેરણા લીધી હોય કશેકથી તો એનું ઋણ કેવી રીતે ચૂકવી શકાય? દરેક વખત ની જેમ વૈચારિક વમળ ચાલુ કરવી દીધું આ આર્ટિકલે પણ …..બીજું તો કઈ આપવાની ઓકાત નથી મારી પણ હા મનોમન એક ચરણસ્પર્શ ..એક hug અને દિલથી દુઆ બસ.બસ આવીજ રીતે અમને વિચારતા રાખજો…hats off JV ..real real youth icon of gujarat ..one and only …:) tx a lot jv

  Like

   
 62. dharmendra

  February 24, 2012 at 3:24 PM

  dear jv tame rec kareli angar book kya malse ?

  Like

   
 63. Hardik

  March 17, 2012 at 8:58 PM

  Osho is great ..but to understand that ,India needs to be like U.S(Wealthy),And by comparing him with others ,you are ending the discussion…Revolution is not a glimpse of moment but a steady process and there is one reason that your every article or comment or views are meant to create conflicts with predefined stereo-types and that’s why you are successful in your field ,but let time come and you will need to change your agenda in order to attract audience..after all its brain game to earn bread….we are common man with common thought process.

  Like

   
 64. hiral dhaduk

  April 7, 2012 at 3:11 PM

  jay, me rajnish ni “sabse uchi prem sagai” book vachi chhe, em lage ke te aje lakhayeli hase,vachvani bahu maza avi,amari ghare ani ghani badhi books chhe,mara papa ani books khas vache chhe.thanks for share it.

  Like

   
 65. poorvi dhaduk

  April 7, 2012 at 3:17 PM

  JAY,rajnish ni ” lagan mahurat jhooth sab” ”,sahaj asiki nahi” book vachi che. tena vichar aje pan ghanane pachavama bhare pade teva che,pan mane to maza ave che.

  Like

   
 66. Raju Patel

  May 12, 2012 at 2:59 PM

  Shree Jaybhai

  Osho e tena jivan ma kai lakhyu j nathi fakta pravachan apya chhe ane tamam books k CD etle temna pravachan no sangrah. vichar to karo ke tmane kadach lakhyu hot to anathi pan vadhu saru mali shake….. our bed luck…

  Like

   
 67. dharmesh

  May 17, 2012 at 5:12 AM

  ભગવું કપડું ભાળીને ભૂરાંટા થનારાના દેશમાં કોઈ ગુમનામ ખૂણામાં વિચારવાયુથી ગૂંગળાઈને મરી જવાનું ? liked the line

  Like

   
 68. JIshant

  September 14, 2012 at 2:10 AM

  Jay bhai ur simply Phenomenal…..just want meet u n wanna say thank you…u just changed my life!!!!!!

  Like

   
 69. mahesh vadhel

  September 16, 2012 at 3:58 PM

  kharekhar vanchvani maja aavi

  Like

   
 70. Satya Oza

  December 11, 2012 at 12:11 PM

  હરીવંશરાય બચ્ચન પોતાની આત્મકથાના ચોથા ભાગ – ‘દશ દ્વાર સે સોપાન તક’ લખે છે કે રજનીશ અને હું એક અધ્યાપક તરીકે સારા મિત્રો હતાં. ઓશોના શિષ્યવૃંદની સંખ્યા નહોતી ત્યારે હું અને ઓશો મુંબઈના પેડર રોડ પરના બિલ્ડીંગમાં કલાકો સુધી ચર્ચા કરતાં. તેઓ મને મિત્ર માનતા આ મિત્રતા ને કારણે એક વખત ઓશો એ મને સ્વ ઈદીરા ગાધી સાથે મુલાકાત ગોઠવવાની વાત કરી. મે આ વાત શ્રીમતી ગાંધી ને કરી તો તેમણે ઓશોને એક સારા વક્તા તરીકે બિરદાવ્યા પરતું અવ્યવહારુ કહી મુલાકાત આપવનું ટાળ્યુ. વક્તા તરીકે મદન મોહન માલવીય પણ સારા અને વ્યવહારુ હતાં. ઓશો અંગતમાં જે. કૃષ્ણમૂર્તિના પુસ્તકો વાંચતા,આ પુસ્તકો તેમની ટીપાઈ પર ખુદ હરીવંશરાય બચ્ચને જોયેલા. પરતું ઓશો એટલા ખેલદીલ નહોતા કે જે કૃષ્ણમૂર્તિનું ક્વોટેશન પોતાના પ્રવચનમાં તેના નામ સાથે ટાંકે. ઓશોની એ કેસ હિસ્ટ્રી રહી છે કે તે પોતાના સમલાકીન જીવીત વ્યક્તિઓના વિચારોના ક્વોટેશન કદી મુકતા નહીં. આ ઓશોની મર્યાદા છે. ઓશોને એ લોકો ખુબ પસંદ કરે છે જે લોકો જ્ઞાની નથી, બૌદ્ધિક નથી, પરતું હોંશીયાર અને ચાલાક હોય એ પસંદ કરે છે. ઓશોની વાતોમાં આવતા જ્ઞાનમય મુદ્દાઓથી અજાણ હોય તેઓ તેનાથી વધુ પ્રભાવીત થતા. ઓશો રેડિ મેડનું કામ આપતા. અંતે એટલું કહી શકાય કે ઓશો એ દુનિયાને દગો દીધો છે કે દુનિયાએ ઓશોને દગો દીધો છે ?!!! વિચારવા લાયક નહીં. ??!!

  Liked by 1 person

   
  • krunal joshi

   September 13, 2013 at 1:06 AM

   satya oza તમારી વાત એકદમ બકવાસ છે ઓશો એ આપેલા કોઈ પણ પ્રવચનમાં એક પણ વિધાન તેમણે ચોરેલું નથી હોતું જો તે કોઈ બીજા વ્યક્તિનું વિધાન આપતા હોય તો ઓશો કદી તેમનું નામ બોલવાનું ચુકતા નહિ ખાતરી કરવી હોય તો તેમના સેકંડો પ્રવચનો સાંભળી શકો છો બાકી ઓશોના મુખેથી તો નરી મૌલિકતા જ ફુટતી હતી અરે જે કૃષ્ણમૂર્તિને તો ઓશો વ્યક્તિગત આદર આપતા તેમને પ્રબુદ્ધ પુરુષોની વ્યખ્યામાં લેતા
   તમારી હરિવંશરાય બચ્ચન વાળી વાત બિલકુલ સાચી છે પણ તમે પછી કરેલું વિધાન ખોટું છે.’રહિમન ધાગા પ્રેમ કા-2′ પ્રવચન સંભાળજો ઇન્દિરા ગાંધી વાળી વાત નો ખુલાસો મળશે અને ‘ઓશો કી મધુશાલા મેં બચ્ચન’ સ્વામી અગેહ લિખિત પુસ્તક વાંચવા જેવું છે
   જયભાઈ ની વાત 24 કેરેટ સત્ય છે.આ વ્યક્તિની કોઈ તુલના જ ના હોય.આ કોઈ મનુષ્ય યોનિમાં અવતરણ પામેલો એક્ષ્ટ્રા ટેરિસ્ટ્રીઅલ જીવ હતો પણ હજુ મનુષ્ય જાત સમક્ષ ઘેરાયલા દુર્ભાગ્યના વાદળ બહુ ઘેરા અને હઠીલા છે….

   Like

    
 71. reentu

  February 27, 2013 at 5:53 PM

  very good post…

  Like

   
 72. Ghanshyamsinh G.Padhiyar

  March 9, 2013 at 4:13 PM

  Excellent Article About Osho. Jane Gagar Ma Sagar !! Dil Kholine Jay Vasavada JI Vaat Karechhe..

  Below words of Vasavada Sir is immensely heart touching & See Only Person Like Vasavada Ji with Sacred, Divine & Lovely Heart Can Write such words with Confidence, Visionary Eyes And High Respect cum Regards For Divine Personality Like Osho

  ૧૧ ડિસેમ્બર બર્થ ડે તરીકે મારાં માટે લાઈફટાઈમ સ્પેશ્યલ છે. રજનીશ આજે જીવતા હોત તો ૮૦ વર્ષના થયા હોત. ભારતના ભૂતકાળના કે વર્તમાનના એક પણ ધર્મગુરુ કે સંત કક્ષામાં એમની સામે ટકી શકે એમ નહોતા અને નથી. ભારતના અધ્યાત્મને ઓળખવું હોય તો રજનીશને ઓળખવા જ પડે. હું ઓશોનો ભક્ત નથી, પણ પ્રેમી જરૂર છું. ૬ વર્ષ અગાઉનો એમના પરનો લેખ તો કેવળ એક ઝાંખી છે. કહો કે એકલવ્યની ગુરુદક્ષિણાનો એક હપ્તો છે !

  Thanks & Gratitude… Jay Vasavada Sir for such nice article !!

  Like

   
 73. Nitin patel

  July 6, 2013 at 10:40 PM

  Gano samay thayo!!!!!!
  Rajnish vishe phari kaik thai jay,
  jaybhai shu kaho cho?

  Like

   
 74. maulik

  January 11, 2014 at 10:35 PM

  Rajnish na koi jani sakyu che ane nai koi jani sake……….

  Like

   
 75. Rajesh Prajapati (Associate Professor in English, Navyug Science College, Rander Road, Surat)

  February 19, 2014 at 9:04 PM

  ઓશો ની વાત જ ના થઇ શકે…મને ખુબજ અફસોસ થાય છે કે હું ઓશો ને જોઈ કે મળી ના શક્યો. જયભાઈ તમારો લેખ વાંચ્યો અને હું ગદ ગદ થઇ ગયો…કાશ હું ઓશો ને રૂબરૂ સાંભળી શક્યો હોત.. એમનાં પ્રવચનો સંભાળીને જે આનંદ મળે છે તે અદભુત છે. આટલા પ્રેમાળ સદગુરુને લોકો સમજી ના શક્યા. મેં તો એમને મારા ગુરુ જ માની લીધા છે. એમના પ્રવચનો સંભાળું છું ને પ્રફુલ્લિત થઇ જાઉં છું….તમારા આ અદભુત લેખ બદલ અભિનંદન અને ખુબ ખુબ આભાર….

  Like

   
 76. prav!n

  December 10, 2014 at 1:19 AM

  Adbhut aanand 1001 % Mr.Jay ….. M lage ke jaane OSHO name na sagar nu ek moju mara par fari vadyu….. temane samajva atale akash ma udataa BIRD no parachhayo je sagar na moja par pdto hoi ane te padachhaya ne pakadva barabar chhe….. jema hath ma su aave te nai jovu pan adbhut aanand to 1001%…..

  Like

   
 77. Bhavan vaghela

  December 5, 2015 at 3:35 PM

  I love osho…jay bhai Rajnish vishe ek aakhu pravachan aapne aapvu joie…evu lage chhe mne

  Like

   
 78. Chintan Taraviya

  December 15, 2015 at 11:58 AM

  i know its too late but, i came to your article as i was studying about OSHO as an inspirational leader of Indian history,but, after reading your this article it remind me of ravi shashtri’s recent comment in a buoyancy of recently concluded 3-0 test series win over south africa that :Shikhar Dhawan and AB de Villiers are similar kind of players : Ravi Shastri.
  aap to usse bhi aage nikal gaye.

  Like

   
 79. ભ્ગ્દ્વાદ

  August 8, 2018 at 8:02 AM

  On nextflix see the wild country, gives you best idea, Ma Sheela was the mastermind of his and he was nothing..

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: