ગઈ કાલે મારાં પ્રિય પુસ્તક ‘પ્રીત કિયે સુખ હોય’ની ‘બિહાઈન્ડ ધ બાઈન્ડિંગ’ ટીટ-બિટ્સ એના ટૂંકા ગાળામાં ત્રીજી આવૃત્તિના પ્રકાશન નિમિત્તે અહીં મમળાવી. સાથે આપ બધાની ફરમાઈશ મુજબ મેહુલ સુરતીનું વધુ એક મદમસ્ત પ્રેમગીત ‘પ્રિયતમ’ પણ. આજે જો વાદા કિયા વો નિભાના પડેગાના ન્યાયે આજે એક્સક્લુઝિવલી એ પુસ્તકમાંનો મને બહુ ગમતો લેખ. (એક મેઘદૂતનો લેખ અહીં અગાઉ મુકેલો છે, બારીશના બહાને !) ઓસ્કાર વાઈલ્ડ મારાં ફેવરિટ જીનિયસ લેખક અને એમની કમાલની વાર્તાનો અનુવાદ કરવામાં મેં રીતસર ધન્યતા અનુભવી છે. કેવું અદભૂત સાહિત્યિક વર્ણન છે એમાં ! જાણે વાર્તા નહિ, કવિતા છે! શાહીને બદલે લોહીથી લખાયેલી દર્દીલી ચિરંજીવ પ્રેમકથા ! અને હા, તમારા બધાની કોમેન્ટ્સ, કોન્ગ્રેટ્સ, વિશિઝની પ્રેમવર્ષા માટે ફરી પપ્પીજપ્પીઝ 🙂
એસએમએસે અઢળક ભૂલાઈ ગયેલી શાયરીઓ, કવોટેશન્સ અને ટૂચકાઓનો જીર્ણોઘ્ધાર કરી નાખ્યો છે. કઈ ગંગોત્રીમાંથી એસએમએસગંગા ફૂટીને કયા મોબાઈલ સમુદ્રમાં ભળી જશે, એનું કોઈ ‘સેટલાઈટ પિકચર’ મળે તેમ નથી હોતું!
પણ કયારેક રસિકજનોની આંખો જ નહિ, દિમાગ પણ એસએમએસ આવે ત્યારે ઝબકી ઉઠતા સેલફોનના સ્ક્રીનની માફક જ ચમકી ઉઠે છે. એક ચકલી અને ફૂલનો પાંચેક લીટીનો લવ એસએમએસ કોલેજીયન જુવાનિયાઓ બહુ ફોરવર્ડ કરવા લાગ્યા છે. આ એસએમએસનું મૂળ અને કૂળ તો ઘુરંધર લેખક ઓસ્કાર વાઈલ્ડની સોએક વરસ અગાઉ લખાયેલી એક અમર અદ્ભૂત કથા સુધી પહોંચે છે!
જરા વાંચો ‘બુલબુલનું ગુલાબ’ નામની એક સંવેદનોથી છલોછલ વાર્તા… અને વિચારો કે ઉત્તમ સાહિત્યના વર્ણનોનો અવર્ણનીય જાદૂ અસલી આસ્વાદ વિના મળે ખરો? અને મેળવો પ્રેમની ફનાગીરી અને નિર્દોષતા સામે સ્વાર્થના સમીકરણોની સમર્પણ ગાથા!
* * *
‘‘એણે કહ્યું કે જો હું એને લાલ ગુલાબનું ફૂલ લાવી આપીશ, તો તે મારી સાથે નાચશે. પણ મારા આખા બગીચામાં કયાંય લાલ ગુલાબ છે જ નહિ!’’ એક જુવાન કોલેજીયન નિરાશ થઈને બડબડયો.
આસોપાલવ પરના તેના માળામાં બેઠેલા એક ભોળા બુલબુલે આ સાંભળ્યું, અને પાંદડામાં થઈને એણે આશ્ચર્યપૂર્વક નીચે જોયું.
‘‘અરરર! એકે ગુલાબ બગીચામાં નથી!’’ એ જુવાન ફરી બોલી ઉઠયો અને તેની આંખોમાંથી આંસુ દડદડ પડવા લાગ્યા: ‘‘કેટલી નજીવી ચીજો પર માણસનું સુખ આધાર રાખે છે? વિદ્વાનોએ લખેલા અનેક પુસ્તકો મેં વાંચ્યા છે. ફિલસૂફોના પુસ્તકોમાંથી તત્વજ્ઞાનનો પણ અભ્યાસ કર્યો છે. છતાં એક લાલ ગુલાબના અભાવે આજે મારી જીંદગી કેટલી દુઃખી થઈ ગઈ છે!’’
‘‘આ એક સાચો પ્રેમી ખરો!’’ બુલબુલે વિચાર્યું. ‘‘તેને જોયા વિના જ મેં રાતોની રાતો તેના ગીત ગાવામાં ગાળી છે. તેની વાતો મેં સિતારાઓને રોજ સંભળાવી છે. પણ સાચા પ્રેમીને નજરોનજર મેં આજે જોયો એની ભ્રમર પર શોકની છાયા છે. એનો ચહેરો પ્રેમના તલસાટમાં બીજના ચંદ્ર જેવો ફિક્કો થઈ ગયો છે. એના હોઠ એના અંતરની લાલસા જેવા જ લાલ છે!’’
કોલેજીયન તો નિઃસાસો નાખી ફરી ગણગણવા લાગ્યો : ‘‘આજે રોયલ પાર્ટી છે. મારી પ્રેયસી ત્યાં આવશે. જો હું તેના માટે એક લાલ ગુલાબ લઈ જઈશ, તો સવાર સુધી એ મારી સાથે નૃત્ય કરશે. મારા હાથ તેના અંગો પર વીંટળાશે. એ પોતાનો હાથ મારા હાથમાં મૂકીને મારા ખભા પર માથું ટેકવશે. પણ મારા બગીચામાં એકે ય લાલ ગુલાબ નથી. હાય! મારે એકલા બેસી રહેવું પડશે. એ મારી આગળથી પસાર થઈ જશે. મારી સામું જોશે પણ નહિ – મારૂં દિલ ભાંગીને ચૂરેચૂરા થઈ જવાનું છે!’’
‘‘આ એક સાચો પ્રેમી જ છે!’’ બુલબુલ ફરી વિચારે ચડયું. ‘‘હું ગાઉં છું, તેની વ્યથા એ અનુભવે છે. મને જે આનંદ આપે છે, એ એના માટે દુઃખકારક છે. ખરેખર, આ પ્રેમ વિચિત્ર છે. નીલમના કરતાં વઘુ મૂલ્યવાન અને રત્નોથી મોંઘો છે. મોતી – માણેકથી એ ખરીદી શકાતો નથી. બજારમાં મળતો નથી. વેપારીઓને ત્યાં કંઈ વેંચાતો નથી. સોનાના સાટે પણ એને ત્રાજવામાં તોળી શકાતો નથી.’’
‘‘ઝરૂખામાં વાજીંત્રો લઈને સંગીતકારો બેઠા હશે. એમના વાદ્યોને તાલ આપી મારી પ્રિયતમા નૃત્ય કરશે’’ જુવાન વિદ્યાર્થી બોલ્યો ઃ ‘‘એ એટલા હળવા પગે ડાન્સ કરશે કે જમીન પર તો એના પગ અડકશે જ નહિ! રંગબેરંગી પોશાકોમાં સજ્જ મહેમાનો એના વખાણ કરશે. પણ મારી સાથે એ નહિ હોય. કારણ કે, એને આપવા માટે મારી પાસે એકે ય લાલ ગુલાબ નથી.’’ આટલું કહેતા તો એ કપાળે હાથ મૂકી રડવા લાગ્યો.
એક નાની ગરોળી ત્યાંથી પૂંછડી ઊંચી કરી પસાર થતી હતી. એ પૂછવા લાગી: ‘‘આ કેમ રડે છે?’’ એક પતંગિયું સૂરજના કિરણ આસપાસ ભમતું હતું, એ ય બોલી ઉઠયું ‘‘હા, કેમ રડતો હશે?’’ ધીરા મૃદુ અવાજે એક મોગરાના ફૂલે પોતાના પાડોશીને પૂછયું: ‘‘શા માટે આ રડે છે?’’
બુલબુલે જવાબ આપ્યો : ‘‘એ તો લાલ ગુલાબને માટે રડે છે.’’
‘‘રાતાં રંગના ગુલાબ માટે?’’ તેઓ બધા તિરસ્કારપૂર્વક ખડખડાટ હસતા બોલી ઉઠયા ‘‘કેવું હસવા જેવું!’’
પણ બુલબુલ એ યુવાન મનના દુઃખનું રહસ્ય સમજતું હતું. તે ચૂપચાપ પ્રેમની ગહનતાનો વિચાર કરતું ઝાડ પર બેસી રહ્યું. પછી એકાએક પોતાની પાંખો પસારીને હવામાં ઉડયું. સ્વપ્નની પેઠે એ વૃક્ષોની ઘટામાંથી પસાર થયું અને બગીચાની બીજી બાજુએ જઈ રહ્યું.
ત્યાં એક ગુલાબનો સુંદર છોડ ઉભો હતો. તેને જોઈને બુલબુલ તેની એક ડાળખી ઉપર ઝૂલ્યું. પછી બોલ્યું: ‘‘તું એક લાલ ગુલાબ મને નહિ આપે? બદલામાં હું તને મારૂં મીઠામાં મીઠું ગીત ગાઈ સંભળાવીશ.’’
પણ ગુલાબના છોડે માથું ઘૂણાવ્યું. જવાબ આપ્યો ‘‘અરે, મારાં ગુલાબ તો ધોળાં છે. સમુદ્રના ફીણ જેવા સફેદ. પર્વતો પરના બરફથી પણ વઘું શ્વેત! પણ તું બાજુમાં મારા ભાઈબંધ પાસે જા.’’
એટલે બુલબુલ બાજુમાં બીજા ગુલાબના છોડ પાસે ઉડી પહોંચ્યું. ફરી એણે ગીતના બદલામાં એક લાલ ગુલાબનો પ્રસ્તાવ મૂકયો.
‘પણ મારા ગુલાબ તો પીળાં છે’ ગુલાબે ડોકું ઘૂણાવતાં જવાબ આપ્યો. ‘અંબરના સિંહાસન પર બેઠેલી જળપરીના સોનેરી વાળ જેવા પીળાં, કરેણના ફૂલથી પણ વઘુ પીળાં પણ પેલી બારી પાસે રહેલા મારા દોસ્ત પાસે જા. એ કદાચ તને જે જોઇએ તે આપશે.’
એટલે બુલબુલ એ ગુલાબના છોડ પાસે પહોંચ્યું. ‘તું મને એક લાલ ગુલાબ નહિં આપે? હું તને એના બદલામાં મારૂં મીઠામાં મીઠું ગીત ગાઇ સંભળાવીશ.’
પણ ગુલાબે ડોકું ઘુણાવ્યું: ‘મારા ગુલાબ લાલ છે એ ખરૂં, હંસના પગ જેવા અને દરિયાના પરવાળા કરતાં પણ વઘુ લાલ! પણ શિયાળામાં મારી બધી નસો ઠરી ગઇ છે. હિમે મારી કળીઓને બાળી મૂકી છે. પવને મારી ડાળીઓ ભાંગી નાંખી છે, એટલે આ વરસે મને એકેય ફૂલ નહિ આવે.’
‘મારે તો એક જ ગુલાબ જોઇએ છે, માત્ર એક. એ કોઇ રીતે અત્યારે નહીં મળે?’
ગુલાબે જવાબ આપ્યોઃ ‘એક રીતે મળે તેમ છે, પણ એ ભયંકર રીત કહેવાની મારી હિંમત ચાલતી નથી.’
બુલબુલે આજીજી કરી ‘મને વિના સંકોચે એ રસ્તો બતાવ!’
ગુલાબ બોલ્યું: ‘જો તારે લાલ ગુલાબ જોઇતું જ હોય તો પછી ચાંદનીમાં તારા સંગીતમાંથી નિપજાવી કાઢવું પડશે… અને તેને તારા પોતાના હૃદયના લોહીના લાલ રંગથી રંગવું પડશે. તારી છાતી મારા કાંટા સામે ધરીને ગાવું પડશે. આખી રાત કાંટો તારા હૃદયમાં ભોંકાતો જશે. તારા હૃદયનું રક્ત મારી નસોમાં ફરતું થશે.’
બુલબુલ કંપી ઉઠયું: ‘લાલ ગુલાબ માટે જીંદગી આપવાની કિંમત તો આકરી ગણાય. જીવ તો દરેકને વ્હાલો હોય. લીલીછમ હરિયાળી વચ્ચે સૂરજને સોનાના અને ચંદ્રને મોતીના રથમાં બેસીને આવતો નીરખવાની રોજ કેવી મજા પડે? પારિજાતની મઘુર સુગંધ અને મોગરાની મીઠી ખૂશ્બુ છોડીને જતાં રહેવું કોને ગમે? પણ પ્રેમની મહત્તા જીંદગી કરતાં વઘુ નથી શું? અને વળી માણસના હૃદય આગળ પંખીના હૃદયની શી વિસાત?’
આટલું બોલી એ પાંખો પસારી ઉડવા લાગ્યું. પેલો કોલેજીયન જુવાન હજુ ઘાસમાં પડેલો હતો. એના આંસુ હજુ સૂકાયા નહોતા.
બુલબુલ બોલી ઉઠયું ‘રાજી થા. રાજી થા. તને તારૂં લાલ ગુલાબ મળશે. ચાંદરણા અને સંગીતમાંથી એ બનાવી હું મારા હૃદયના લાલ લોહીથી રંગીશ. બદલામાં તું સાચો પ્રેમી બનશે. પ્રેમ એ જ જ્ઞાન છે. પ્રેમ એ જ શકિત છે. એની પાંખો અગ્નિની જવાળાના રંગની છે અને એના હોઠ મધ જેવા છે. એનો શ્વાસ ચંદન જેવો છે!’
જુવાને ઉંચે જોયું. બુલબુલનો અવાજ સાંભળ્યો પણ એણે શું કહ્યું એ સમજાયું નહિ. એ માત્ર પુસ્તકોમાં લખેલી વાત જ સમજતો હતો.
પણ આસોપાલવ એનો મર્મ સમજી ગયો. એ ઉદાસ થયો. પોતાની ડાળીઓમાં માળો બાંધીને રહેતું આ નાનકડું બુલબુલ એને બહુ વ્હાલું હતું. એણે ધીમેથી બુલબુલને કહ્યું ‘પ્રિય બુલબુલ, તું એક છેલ્લું ગીત ગાતું જા. તું નહીં હો ત્યારે મને નહીં ગમે. બઘું એકલું એકલું લાગશે’
બુલબુલે રૂપેરી ઘડામાંથી નીકળતાં પાણીના ખળખળ વહેણ જેવું એક ગીત તેના માટે ગાયું.
એ વખતે પેલા જુવાને ડાયરી કાઢીને નોંધ લખી. ‘બુલબુલ રૂપાળું છે, એમાં બેમત નથી. પણ એને લાગણીઓ છે ખરી? મને નથી લાગતું. એમાં કળાની શૈલી હશે, પણ હૃદયની સચ્ચાઇ કયાં? બીજાઓ માટે એ કંઇ ત્યાગે છે? એને માત્ર સંગીતનો જ સ્વાર્થ હોય છે. એના કંઠમાં કુદરતે ભરપૂર મીઠાશ મૂકી છે. પણ એ શા કામની? વ્યવહારમાં શું ઉપયોગની?’ એટલું લખી એ પોતાના ઓરડામાં જઇ પ્રેયસીના વિચારમાં ઉંઘી ગયો.
અને આકાશમાં ચંદ્ર ઉગ્યો. બુલબુલે પેલા ગુલાબના છોડ પાસે જઇને એના કાંટા સામે પોતાની છાતી ધરી. આખી રાત ગાવાનું હતું. કાંટો ધીરે-ધીરે એની છાતીમાં ભોંકાતો ગયો. લોહી વહેતું ગયું.
પહેલાં તો એણે છોકરા- છોકરીના હૃદયમાં પ્રેમના પ્રથમ ઉદ્દભવનું ગીત ગાયું. એટલે ગુલાબની છેક ટોચની ડાળખી પર એક ભવ્ય ફૂલ ફૂટયું. પહેલાં તો તે ફિક્કું હતું. નદી પરના શિયાળુ ઘુમ્મસ જેવું સફેદ- પાણીના ઝરણામાં આયનાના પડછાયા જેવું. એક પછી એક ગીત ગવાતા ગયા, એમ તેને પાંખડીઓ આવતી ગઇ.
ગુલાબે બુલબુલને છાતી જરા જોરથી દબાવવાનું કહ્યું. ફૂલ પૂરૂં ખીલે એ પહેલાં સૂરજ ઉગી જાય તો….
નાના બુલેબુલે છાતી વઘુ દબાવી. હવે એણે યુવક- યુવતીના હૃદયમાં ઉછળતાં પ્રેમનું ગીત ઉંચા સાદે ગાવાનું શરૂ કર્યું. ફૂલની પાંખડીઓમાં સુકોમળ લાલ સુરખી આવી. પ્રેયસીના હોંઠનું ચુંબન લેતી વખતે પ્રેમીજનના ચહેરા ઉપર પ્રસરતી રતાશ જેવી! પણ હજુ એનું કેન્દ્ર સફેદ હતું. બુલબુલે છાતીસરસો કાંટો વઘુ ભીંસ્યો. હવે એના શરીરમાં હૃદયવિદારક વેદના હતી. એટલું જ વ્યાકુળ અને ઉન્મત્ત એનું ગીત હતું. હવે તે મૃત્યુમાં પૂર્ણતા પામતા પ્રેમીનું ગીત ગાઇ રહ્યું હતું. સ્મશાનની આગમાં પણ ખાખ ન થતાં પ્રેમનું ગીત એણે ગાયું હતું.
અને પેલું ફૂલ ઉગતા સૂરજના જેવું લાલ બન્યું. એ ઝળહળતા માણેક જેવું રક્તરંગી હતું. પણ બુલબુલનો અવાજ ધીમો પડયો. એની પાંખો તરફડી. એની આંખોને ઝાંખપ આવી. એનું ગળું રૂંધાયું. એણે એક આખરનું ગીત શરૂ કર્યું.
ફિક્કા ચંદ્રમાએ એ સાંભળ્યું. અને પ્રભાતને ભૂલી જઇ એ આકાશમાં થંભી ગયો. લાલ ગુલાબે એ સાંભળ્યું અને હરખમાં ઝૂમવા લાગ્યું. એ ધ્રુજારીમાં એણે પોતાની પાંખડીઓ પસારી. પડઘો એ ગીતને ટેકરીઓની ખીણમાં ભરવાડોને જાગૃત કરવા લઇ ગયો. વેલાઓએ નદીઓને અને નદીઓએ સમુદ્રને એ ગીત સંભળાવ્યું.
ગુલાબે કહ્યું : ‘જો ફૂલ ખીલ્યું!’ પણ બુલબુલે જવાબ ન આપ્યો. એ કાંટાને હૃદયમાં જડી ઘાસમાં મરેલું પડયું હતું.
બીજા દિવસે પેલી જુવાને બારી ઉઘાડીને બહાર જોયું એ બોલી ઉઠયો ‘કેવું મજાનું! જીંદગીમાં આવું લાલ ગુલાબ કદી જોયું નથી!’
એ સુંદર વિશિષ્ટ ફૂલ ચૂંટીને એ દોડયો.
એ પોતાની પ્રિયતમાના ઘેર પહોંચ્યો. એને ફૂલ આપીને કહ્યું ‘જો હું તારા માટે લાલ ગુલાબ લઇ આવ્યો. આજે આપણે નૃત્ય કરીશું ત્યારે એ તને મારા પ્રેમની વાત કરશે.’
પણ છોકરીએ મોં બગાડયું. ભવાં ચડાવ્યા. ‘મને લાગે છે કે મારા સરસ પોશાક સાથે એના રંગનો મેળ નહિ ખાય. અને મને પ્રધાનસાહેબના છોકરાએ મોતીની માળા મોકલાવી છે એ તો ફૂલથી પણ કિંમતી કહેવાય, એ નાનું છોકરૂંય જાણે!’
‘તું બેકદર છો’ કહીને છોકરાએ ફૂલનો ગુસ્સામાં રસ્તા પર ઘા કર્યો, ત્યાં એ વાહનના પૈડાં નીચે કચડાઇ ગયું.
‘બેકદર?’ તું કેટલો ઉદ્ધત છો? બૂટના બકલ જેટલી પણ તારામાં અક્કલ નથી!’ એટલું કહી યુવતી અંદર ચાલી ગઇ.
ત્યાંથી જતાં વિદ્યાર્થી ગણગણ્યો: ‘પ્રેમ કેવી મૂર્ખાઇ ભરેલી વસ્તુ છે. તર્કથી એ અડધો ઉપયોગી પણ નથી. એનાથી પુરવાર શું થાય? જે બનવાની નથી એની જ વાતો એ કરે છે. જે સત્ય નથી એ જ માનવા પ્રેરે છે. વળી વ્યવહાર માટે તો સાવ બિનઉપયોગી! આજના જમાનામાં તો પ્રેમના વિચાર છોડી ઇકોનોમિકસના અભ્યાસમાં ચિત્ત પરોવવું જોઇએ, જેથી પરીક્ષામાં પાસ થવાય.’
અને ઓરડામાં આવી એણે કબાટમાંથી અર્થશાસ્ત્રનો ગ્રંથ કાઢયો!
ફાસ્ટ ફોરવર્ડ
‘Easy… Sex is. Love is not!’ (એક કોરિયન ફિલ્મના પોસ્ટરની કેચલાઇન!)
nikita patel
November 13, 2011 at 10:32 PM
heart touchng….bulbul ne pan thai hase aena karta vadhare vedna thai 6e……
LikeLike
priynikeeworldkee
November 13, 2011 at 11:51 PM
boring story but best end
LikeLike
awesome legendary and shiny
November 14, 2011 at 8:20 AM
boring? you should go back to primary and learn meaning of words. then come back and read this again….
LikeLike
Kunal
November 14, 2011 at 9:10 PM
if u feel this is boring then u need to check weather u have a real heart or artificial pump?
LikeLike
Kanchit Modi
November 13, 2011 at 11:57 PM
Now I can see every red rose in different & more precious way, Its really superb, keep it up
LikeLike
bansi rajput
November 14, 2011 at 1:23 AM
:(( love …………………………
LikeLike
Kunjal D little angel
November 14, 2011 at 1:45 AM
Ahhh
ek ek shabdo khucheya .. Vanchte vanchte..
Its 1 of my & my bhai.. Asit.. Marakni hathodi’s favorite article .. Yad hoy to bhai e tamne fon karyo to vanchi ne tart.. J..
E to Jag Jaher karyu chhe me.. K PRIT KIYE SUKH HOY
maru atyar sudhi ni sauthi priya PUSTAK chhe
pan fantam of Opera vali story mari most fav !
U thought me.. Learn to accept Learn to b Lonely
kyarek blog par e pan mukJo JVji..
LikeLike
awesome legendary and shiny
November 14, 2011 at 8:28 AM
love becomes deadly dangerous when its one sided. some lives are sacrificed for nothing as bulbul`s was.
LikeLike
mitul A Gedeeya
November 14, 2011 at 9:43 AM
ekdam mast bhai…….i m new @ this PLANET….bt I read every post WEDNESDAY and SUNDAY…….LIKEEEEEEE……from me2l…..
LikeLike
Naimish Bhesaniya
November 14, 2011 at 10:50 AM
Jay bhai…
evu te su 6e be vyaktio vache k atlu karva par majbur kare 6e…???
evi kai vastu jodi rakhe 6e k samaj, family badhane bhuli ne ek bija sathe ane ek bija mate fanna, ek bija mate kurban thai javani tivra i6a o udbhave 6e????
sacha prem no anta k m virah ane vedna j hoy 6e???
su ena vagar prem adhuro 6e k pa6i adhura prem ne lidhe evu thay 6e???
but nice one….
LikeLike
Jayvadan
November 17, 2011 at 12:57 PM
I like your coment…kadach kudarat be sacha prem karva vada ne madva deva j nath magti hoti.jo e madi jay to kudarat pote khoti padi rahi che em mene che…
LikeLike
Pinal
November 14, 2011 at 4:52 PM
Moral of the story. Koine prem ma madad ma karate. Jate j mehanat karava devi.
LikeLike
upenkothiya
December 1, 2011 at 1:18 PM
hammm….
LikeLike
Chirag Vakharia
November 14, 2011 at 5:48 PM
full…….of love i like it very much i want few more on it.plzzzzz
LikeLike
Preeti
November 14, 2011 at 6:37 PM
Very heart touchy story.
LikeLike
soni
November 14, 2011 at 9:29 PM
hi mr. jay very heart tochy love story superrrrrrrrrrrrrrr.
LikeLike
Jayvadan
November 17, 2011 at 12:52 PM
very nice….
LikeLike
Jayant Chauhan
November 17, 2011 at 12:53 PM
Excellent Aarticle! Mane pan khub gamto aa lekh 6e!!
LikeLike
shitushagy
November 17, 2011 at 3:30 PM
heart melting story…. superlike it…
LikeLike
Envy
November 17, 2011 at 6:57 PM
Touchy and the FF is so fitting, wow!
LikeLike
shivam23
November 20, 2011 at 1:06 PM
aava sarjan pela nathi joyu,,,amazing,thak u sir for this..
LikeLike
Patel Usha
November 21, 2011 at 10:46 AM
આ વાર્તા વાંચીને એક હિન્દી ફિલ્મનું ગીત..”એક થા ગુલ ઔર એક થી બુલબુલ; દોનોં ચમનમેં રહતે થે..” nice story..like and touchy..”
LikeLike
Gaurang Patadia
November 22, 2011 at 7:05 PM
Hi JV,
Really suparb sahityik story
Gaurang
LikeLike
Parul Ahuja
November 27, 2011 at 10:27 AM
nice story……….like it!!!!!!!!!!!!
LikeLike
sanket
December 1, 2011 at 2:49 PM
awsome sir …
no word’s for explaintion .:(
LikeLike
hardik
January 31, 2012 at 2:15 PM
shocking…
LikeLike
Chintan
May 12, 2012 at 10:40 PM
Jay bhai,
Saache j hraday vindhi naakhe evi vaarta 6e…
Mane koi divas prem nathi thayo chhata Tamara lekho vaanchi ne prem ne samji shaku chhu.
Thank you
LikeLike
mdgandhi21
February 28, 2017 at 6:41 AM
Nice heart melting story…
LikeLike