RSS

Daily Archives: October 19, 2011

પાર્ટી ઇન પિક્ચર્સ


૨૦૧૦ની ૬ ઓક્ટોબરની આગલી રાત્રે હું અમેરિકા હતો અને શિવાની, મહેન્દ્રભાઈ, સમીરભાઈ વગેરે દોસ્તોએ મને ઉડતા પહેલા એક સુંદર સરપ્રાઈઝ પાર્ટી મારાં ફેવરિટ મેક્સિકન રેસ્ટોરામાં આપી હતી. તિથિ મુજબ દશેરા આવ્યો ને હું ભારત આવી ગયો હતો ને નવી હોન્ડા જાઝ લેવાના હરખમાં લંચ રાખ્યું હતું. પણ ૨૦૧૧માં ૧૯ વર્ષે આવતું ૬ ઓક્ટોબર અને દશેરાનું કોમ્બિનેશન, એટલે તિથિ અને તારીખ બંને એકસાથે આવે એવો મારો જન્મદિન. વળી આ વર્ષે તો પપ્પાએ ૭૫ પુરા કર્યા એની બેવડી ખુશાલી અને મારાં કટારલેખનને ૧૫ વર્ષ પુરા થયા એની ત્રેવડી ઉજાણી.

માટે નજીક્ના દોસ્તો સાથે પાર્ટી રાખવાનું નક્કી કર્યું. મિત્રો મળે એ જ સૌથી મોટી મહેફિલ હોય છે. અને આ તો નેવરબિફોર જેવા કારણો હતા. ઈંટરનેટ નહિ, પણ અંતરનેટથી જે મારાં દોસ્તો-સ્વજનો છે, એમને વિથ ફેમીલી કહ્યું. ઇચ્છા તો એવી હતી કે સઘળા પર્સનલ ફ્રેન્ડઝલોકોનો એક કોલેજના એન્યુઅલ ફંક્શન ટાઈપ ફોટો પડાવવો. જે કાયમ રહે…પણ મોટે ભાગે કોઈને કોઈ ગેરહાજર રહેતું જ હોય છે અને આવી ઈચ્છા ભાગ્યે જ પૂરી થતી હોય છે. એ તસવીર મનમાં જ રહી જતી હોય છે પછી. ગમતી કેટલીક વ્યક્તિઓ આવી શકે તેમ નહોતી. બે-ત્રણ વ્યસ્ત મિત્રો અગાઉથી નક્કી કરેલાં કાર્યક્રમમાં બહારગામ હતા. મારાં ઘરની એક ચાવી જ જેની પાસે હોય એમ કહું તો ચલે ને મારી ગેરહાજરીમાં પપ્પાનું ધ્યાન રાખવા રોજ રાત્રે સુવા આવે એવો ચેતન જેઠવા એ જ દિવસે દાંડિયા કોન્ટેસ્ટમાં જજ હોવાને લીધે રાજકોટમાં હોવા છતાં પહોંચી શક્યો નહિ! હોતા હૈ. ફીલિંગ્સ બેસુમાર હોય ત્યાં પછી ફોર્માલીટી રહેતી નથી. અમે મોટાભાગ ના કરીબી દોસ્તો એકબીજા ને બર્થ ડે વિશ પણ કરતા નથી.અહીં પણ ઉપક્રમ મારાં જીવનમાં કોઈને કોઈ રીતે કશુંક કરનારા મિત્રોના ઋણસ્વીકાર અને એમણે એકબીજાથી પરિચિત કરાવવાનો જ હતો.

જેમના પ્રેમાગ્રહથી હું રાજકોટ રોટરી ગ્રેટર સાથે જોડાયો એવા નિલેશભાઈ શેઠે પાર્ટીના આયોજનમાં ચાર ચાંદ લગાવી દીધા. એમની ‘ઈમ્પરિયલ પેલેસ’ હોટલ રાજકોટ આખાની (અને મારી ય ) ફેવરિટ નંબર વન હોટલ છે. બસ મજા કરવા માટે હળી-મળી બેસી શકાય એમ જ ભેગા થવું હતું. કોઈ પ્રોગ્રામ નહિ. ઇમ્પિરિયલના ફૂડનો તો આમ પણ હું દીવાનો. ફાઈવ સ્ટાર પ્રાઈઝમાં સેવન સ્ટાર ક્વોલીટી અને ટેસ્ટ. થેન્ક્સ નિલેશભાઈ 🙂

આ પોસ્ટ મુકતાં મોડું થયું. અચાનક પપ્પાની તબિયત થોડો સમય લથડી – જે સ્થિતિ હવે કાબુમાં છે ને ઇન્શાલ્લાહ આમ જ એમનું સ્વાસ્થ્ય સારું રહો. પછી સતત રઝળપાટ , થાક અને ઉજાગરાને લીધે ગઈ કાળ રાત સુધી મને પણ તાવ રહ્યો જે આરામથી ગયો 😀  માટે મોડું થયું, પણ પપ્પાની તબિયત અંગે અને મારાં ભરચક્ક પ્રયાસો છતાં જેમને હું વ્યક્તિગત પ્રતિસાદ પાઠવી નથી શક્યો એવા વિવિધ માધ્યમોથી મને શુભેચ્છાઓ પાઠવનાર બિરાદરોનો ફરી વાર, જાહેર આભાર. પ્રિય મોરારિબાપુએ ત્યાં હાજર કમલભાઈના ફોન પર યાદગાર  શુભેચ્છા પાઠવી : બેવડા દોરે જન્મદિન ઉજવો છો – અનુભવપૂર્ણ, અભ્યાસપૂર્ણ, આનંદપૂર્ણ લખો છો – એવું જ જીવતા રહો 🙂 આમીન !

તા. ક. અહીં કોઈ બ્લોગ્પોસ્ટમાં હોવી જોઈએ, એવા સર્વસામાન્ય ધારાધોરણથી ઘણી વધુ તસવીરો છે. લોડ થતા વાર લગે તો ધીરજ ખૂટી જાય અને ચીડ ચડે તેટલી. પણ અહીં એ શેર કરવાનો હેતુ એટલો જ છે કે ફેસબુક-ટ્વિટર-બ્લોગની બહાર પણ મારો એક ધબકતો જીવંત સંસાર છે…મજાની વાસ્તવિક દુનિયા છે. જેના જોરે હું ઘડાયો છું અને જીવું છું. મારી ભૂલો એમાં સુધરી છે, કચાશ નિભાવી લેવાઈ છે અને મદદ-હુંફ-સ્નેહનો પુરવઠો મળતો રહ્યો છે. આ એ અંગત આભારના જાહેર દર્શનના ભાવ વિના બીજું કશું પ્રદર્શન નથી.

લેટ્સ બિગીન, પાર્ટી ઓફ સ્વીટ મેમરીઝ …સ્વીમિંગ પૂલના ઓવારેથી…:)

 

આઈએ પધારીએ...

ગ્લપ ગ્લપ ગ્લપ..ચબ ચબ ચબ.. 🙂

વેલકમ....ડા ડી ડી ડુ ડા...ડ્રિંક...લ લ લા લા...

જુનાગઢના આધુનિક નરસિંહ મહેતા ગણી શકાય એવા નિસ્વાર્થ સેવાભાવી, મારા ફઇના દીકરા ભાઈ વિજયભાઈ કિકાણી અને પરિવાર...

મારા તીર્થસ્થાન સમા રાજકોટના ગેલેક્સી સિનેમાના સંચાલક અને મારાં માટે પરિવાર સમા રશ્મિભાઈ ભાલોડિયા એમના પરિવાર સાથે...મસ્ત મજાના લખાણ વાળું કાર્ડ લઈને આવ્યા હતા અને છેક સુધી રોકાયા 🙂

જીનિયસ બ્રેઈન એવો મારો બચપણનો દોસ્ત ગૌરવ જસાણી...મૂડી પણ મસ્તમૌલા...અત્યારે ગાંધીનગર કલાસ વન પોલિસ અધિકારીના પ્રોબેશન પર છે...મને અંગત જિંદગીમાં ગૌરવની સલાહો બેહદ ઉપયોગી સાબિત થઇ છે અને અમે ક્વીઝ્નું સંચાલન સાથે કરતા એ મારાં જીવનની યાદગાર ક્ષણો છે...મારાં મમ્મીની બિમારી વખતે ગૌરવે જે કંઈ કર્યું છે, એ ઋણ હું આજીવન ચૂકવી શકું તેમ નથી. આવું અહીં લખું એ ય એને નહિ ગમે 😛

આ પાર્ટીના પાર્ટનર સમા મિત્ર નિલેશભાઈ શેઠ. સામાન્ય રીતે જ્યાં કોઈની મંજૂરી નથી મળતી એવા સ્વીમિંગ પૂલની સાઈડમા ઓપન એર પાર્ટી ગોઠવવાથી લઈને વાનગીઓની પસંદગી સુધી નિલેશભાઈએ એકદમ સહજતાથી જવાબદારીઓ ઉપાડી મને લાઈટવેઈટ કરી નાખ્યો! ઇવન મોટા ભાગના આ ફોટોગ્રાફ્સ પણ એમના જ ફોટોગ્રાફરે પાડેલા છે!

હાઈસ્કુલ સમયનો ક્લાસમેટ ને હજુ ય ઘણી ફિલ્મો અને પ્રવાસોમાં બેચમેટ બની જતો મિત્ર કેતન શેઠ..બંનેની વચ્ચે ડોકાતો હસતો ચહેરો કઝીન ભત્રીજા વ્રજેશ વસાવડાનો છે 🙂

રાજકોટના હું શ્રેષ્ઠ વાચક ગણું છું એવા પરેશ રાજગોર અને મારી કારકિર્દીમાં જેમનો ફાળો છે, એવા સ્વ. ડૉ. જે.એમ.મહેતા પછી હું જેમને મારાં ગુરુજન માનુ છું, જે હું પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતો ત્યારે મારાં ડાયરેક્ટર હતા એવા વિદ્વાન વડીલ ફૂલેત્રાસાહેબ...મારો એક નિબંધ વાંચીને નિર્ણાયક તરીકે એમણે જે સંબંધ શરુ કર્યો એ હજુ મ્હોરે છે...

જશનમેં ટશન! સારથી સંગાથી ગોપાલ સંગ દિલોજાન દોસ્ત ભૂપત 🙂

દો ગુડિયા : સર્વદા કિન્નર આચાર્ય અને યાશી ઋષિકેશ વિરડીયા

દો ડોક્ટર્સ : અમારા બે જણનું 'ફેમિલી' વારંવાર જેમના પર 'સર્વાઈવલ માટે આધારિત છે , એવા બચપણના દોસ્ત અને અદભૂત તબીબ, લાજવાબ ઇન્સાન ડૉ. ચિરાગ માત્રવાડીયા અને મલ્ટીકલર મેન એવા ખુશમિજાજ ડૉ. સમ્રાટ બુદ્ધ. બંને રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં પોતપોતાના વિભાગના ચીફ છે. અને મને એમની ઓનલાઈન ટ્રીટમેન્ટ માંગુ ત્યારે મળી રહે છે. 🙂

દો દોસ્ત : મારો માસીનો દીકરો પણ ભાઈ કરતા મિત્ર વધુ એવો ઋષિ અને એના દોસ્ત હોવાના નાતે મારાં ય મિત્ર બની ગયેલા રાજકોટની જાણીતી ફાલ્કન ઇન્ડસ્ટ્રીઝના વિઝનરી સુકાની કમલભાઈ 🙂

દો સ્માઈલ : બેહદ પ્રતિભાશાળી આર્ટિસ્ટ ગીરીશ ચૌહાણ સાથે ભીમપલાસી સ્મિત રેલાવતા કિન્નર આચાર્ય (એમના વિના મારી મહેફિલમા કશું 'ફીલ' જ ના થાય !)

કાળજાના કટકા જેવો જીગરજાન દોસ્ત ઈલિયાસ શેખ અને એનો ગમતીલો દીકરો નિસર્ગ શેખ 🙂

મારાં જેવા હિસાબ અને ફાઈનાન્સિયલ મેનેજમેન્ટમાં ઢગલાના 'ઢ' જેવા માણસને હમેશા સંભાળી લેતો એચડીએફસી બેન્કનો ક્લસ્ટર હેડ અને કોલેજમેટ રાજીવ શેઠ અને તેજલભાભી. રાજીવે ખૂબ ભાવવાહી સ્પીચ આપી !

શબ્દશઃ બાળગોઠીયો એવો હેમાંગ વછરાજાની , નેહલભાભી અને માસ્ટર મંત્રમ. એક શેરીમાં સાથે રમેલા ને ભમેલા અમે બે 'શેર' સમરસિયા ફિલ્મ/મ્યુઝિકપ્રેમી ..

અમે કાકા-બાપાના પોરિયા રે : મારી બાજુમાં કઝીન ધ્રુવભાઈ-રક્ષાભાભી, વચ્ચે ડોકાતા નીરજભાઈ અને બાજુમાં નીરાભાભી જેમની પાછળ દીર્ઘા લપાઈ ગઈ છે અને વ્રજેશ..

સૌમ્ય સ્મિત અને સ્વભાવના માલિક એવા ફૂલછાબના તંત્રી કૌશિક મહેતા સાથે ગુજરાતના શીર્ષસ્થ એકેડેમિશ્યન-વક્તા અને પારિવારિક પ્રેમાળ આપ્તજન ભદ્રાયુભાઈ-ઇલાબહેન વછરાજાની..

મમ મમ મમ...

મોર મમ મમ ... વચ્ચોવચ બેઠા છે એ હાજી ઇકબાલભાઈ... એમની દિલાવરી વર્ષોથી મારાં પર અસીમ સ્નેહ વરસાવતી રહી છે..

મોર એન્ડ મોર મમ મમ મમ....

ટેરિફિક ટ્રાયો : જાણીતા ઓર્થોપેડીક સર્જન અને સંવેદનશીલ સાહિત્યપ્રેમી ડૉ. કેતન ઠક્કર, મિસીસ ડૉ. બીજલ ઠક્કર અને રાજકોટના ટોચના ફિઝીયો (જેમણે મારો જમનો હાથ રીપેર કર્યો એ ) દેવાન્ગીબહેન..

જેના ખભે મારો હાથ છે એ રાજકોટનો ટોચનો આર્કિટેક્ટ અને કલાસુઝ્થી છલોછલ એવો મારો બચપણનો ભેરુડો અને પરમ શાંત વ્યક્તિત્વ ધરાવતો પ્રતીક...વ્હાઈટ શરતમાં છે એ ય પ્રતિક- મારાં મામાના દીકરા ભાઈ દીપનો અને એ નાતે અમારા સહુનો દોસ્ત..બાજુમાં ઉભો એ જ દીપ 😛

થ્રી મસ્કેટિયર્સ : જીગ્નેશ ઇન યેલો , મી ઇન રેડ એન્ડ રથીન ઇન બ્લ્યુ ! જીગ્નેશ અને રથીન એટલે મારાં લેખોની પણ કન્સલ્ટેશન પેનલ. બંને ફિલ્મ-ક્રિકેટના રસિયા...ફિલિંગ્સ ચેમ્પિયન જીગ્નેશ કદી ના ભુલાય એવું લઇ આવ્યો અને રથીન કદી ના ભુલાય એમ અમદાવાદથી આવ્યો..સારું થયું , અમેરિકાથી વહેલો સ્વદેશ આવી ગયો નહિ તો લાંબો ધક્કો થાત ! 😉

સગા ભાઈ જેવો અતિ નિકટ મિત્ર અને કાર્યક્ષમ સરકારી અધિકારી શૈલેશ સગપરીયા અને ચંદ્રીકાભાભી..બે ય અલગ દિશામાં ભલે નજર નાખતા, દ્રષ્ટિ એક જ છે..

રશ્મિભાઈ (મારી ડાબે , સફેદ શર્ટમા) જેવો જ અત્યંત કૌટુંબિક પ્રેમ મારાં પર રાખનારા અને સાચા અર્થમાં શુભચિંતક બની અડીખમ ઉભા રહેનારા "મેન વિથ ગોલ્ડન હાર્ટ' મુકેશભાઈ..

સારા નાટ્યઅભિનેતા અને એન્કર એવા મારાં કઝીન બ્રધર રક્ષિતભાઈ મારી બાલશ્રી રાષ્ટ્ર્રીય એવાર્ડ હમણા જીતનારી ભત્રીજી ઘટા અને ભાભી..અને આમ જુવો તો અમે ચાર ભાઈઓ એક હરોળમાં 😛

પત્રકાર તો ખરા જ , હવે કારવાળા મિત્ર પણ એવા સુહ્યદ સખા જ્વલંત છાયા દંપતી...માસ્ટર બિરદ છાયા માસ્ટર કમલ સગપરીયા સાથે રમવામાં વ્યસ્ત હોઇને કેમેરાથી દુર્ રહ્યા હતા 😀

કિન્નરભાઈ ને મારાં કવિતાબેન ખુણામાં ખાતા ખાતા ઝડપાઈ ગયા...હીહીહી.

પહેચાન કૌન? પ્રિય પ્રણવભાઈ છેક અમદાવાદથી સપરિવાર ઉમળકાભેર આવ્યા અને ખાસ્સો ઉજાગરો-શ્રમ વેઠતી મુસાફરી પણ કરી...એક ડીશમાંથી બે ને બદલે બે ડીશ એકે ઝાપટવાની જરૂર હતી lolzz

ટાઢું ટબૂકલું...અગેઇન પાર્ટીનું યંગેસ્ટ રમકડું, કીન્ન્રરભાઈની રીતિદા...

અધ્યાપકનું અધ્યયન : ભદ્રાયુભાઈ સાથે સાહિત્યરસિક પ્રા.સમીર ભટ્ટ પરિવાર..

પત્રકાર પરિષદ 🙂 ગુજરાત સમાચારના સીનિઅર એવા પ્રિય જયેશભાઈ ઠકરાર દેર આયે તંદુરસ્ત આયે...ગ્રીન સ્ટ્રાઈપ્સ વાળા શર્ટમા. જયેશભાઈ ઘણી વખત અને ઘણી રીતે મારાં માટે સંકટ સમયની સાંકળ પુરવાર થયા છે..

તગડી લોંઠકી પટેલ પાર્ટી. સેન્ટરમાં વર્ષોથી અમને હસીને ફ્રૂટ્સ ખવડાવતા ભરતભાઈ...

ગપ્પાંગોષ્ઠી...

પાર્ટીના વેરી સ્પેશ્યલ ગેસ્ટ. ભાગ્યેજ બહાર જતા મરમી સુફી ચિંતક-ઓલિયા-જીવનશિક્ષક સુભાષભાઈ ભટ્ટ અને અનોખી પ્રેમ્કાહાનીથી એમના લીટરલી સહધર્મચારિણી બનેલા નેહલબહેન છેક ભાવનગરથી આવ્યા, હળ્યાં અને મળ્યાં..થેન્ક્સ 🙂

જેમના વિના મારી કોઈ પાર્ટી પાર્ટી ગણાય જ નહિ એવા વ્હાલા પ્રદીપમામા અને ભાવનામામી 🙂

અધ્યારૂ પરિવાર સાથે પપ્પા...પ્રણવભાઈ, વૈશાલીબહેન, ચિ. આંગિરસ અને ચિ. દુર્વા...જાને પ્રાચીન ભારત નામોમાં જ સજીવન થયું હોય એવું લાગે નહિ?

ઇસે કહેતે હૈ શાહી ઠાઠમાઠ 😀

પાર્ટી પૂરી, યાદો શરુ...એશિયન ગ્રીન સૂપ-મેક્સિકન ટીક્કીથી શરુ થઇ સીતાફળ બાસુંદી જેવા મુકામો સર કરી અંતે કુકીઝ ક્રીમ આઈસ્ક્રીમ પર પૂરી થયેલી આ પાર્ટીના અંતે ખાસ તૈયાર કરાવેલા આઈસ હલવાના પેકેટ્સ પણ હતા જ બધા માટે. બટ લવ એન્ડ બીઇંગ વિથ લવ્ડ વન્સ ઇઝ રિયલ જોય, સ્વીટનેસ ઓફ લાઈફ :-" ... થેન્ક્સ ફોર બીઇંગ વિથ અસ.

 
45 Comments

Posted by on October 19, 2011 in personal

 
 
%d bloggers like this: