RSS

કૌન બનેગા ગુજરાતી ? ખેલો ઓનલાઈન ક્વીઝ, જીતો રિઅલ પ્રાઈઝીઝ !

13 Oct


પરમમિત્ર પ્રણવ અધ્યારૂ એટલે ખરા અર્થમાં ૨૧મી સદીના ઋષિપુરુષ. સંસારત્યાગી સહેજે નહિ, પણ સંસારને સાચા અર્થમાં મસ્તીથી ભોગવનારા…કુટુંબવત્સલ, મૂલ્યનિષ્ઠ, જિજ્ઞાસુ, સ્વયંતપસ્વી , સંશોધક, વિચારવંત, સંનિષ્ઠ અને સૌમ્ય.

‘ગુજરાત સમાચાર’ના આ મારા શાખપડોશી કોલમનીસ્ટ; ટીવી-સિનેમાની ગ્લેમરસ દુનિયાના ચળકતા શિખરો જેટલો જ રસ સાહિત્ય, કળાના ઊંડા સમદરપેટાળમાં લેનારા આ સ્થિતપ્રજ્ઞ પાછા  ભારતીય પ્રાચીન શાસ્ત્રોથી અર્વાચીન વિજ્ઞાન સુધીના સીમાડા ઓળંગી જનાર અને જ્ઞાનને અભિમાન વિના  પચાવી જનાર અભ્યાસુ. એમની એક -એક કટ પર એમની દાઢીના વાળ જેટલું પ્લેટીનમ ઓવારી જવાનું મન થાય એવા સહજ રમુજી. શબ્દો તો એમના ખોળે ધીંગામસ્તી કરે! એમના દૈદિપ્યમાન લલાટ નીચેના ફળદ્રુપ ભેજાંમાં અવનવા આઈડિયાઝ આવ્યા જ કરે. ગણ્યા ગણાય, નહિ, વીણ્યા વીણાય નહિ તેટલા !

અને એ અને એમની ટીમ , ગુજરાત સરકાર સંગાથે ગુજરાતને વધુ સ્વર્ણિમ કરતી ગુજરાત ક્વીઝ પછી સૌપ્રથમ વાર એક અનોખી ઇનામી ક્વીઝ લઇ આવી પહોંચી છે. એ ય ચાર ભાષામાં, એકથી વધુ વાર ઘેર બેઠા ભાગ લેવાય એવી! જે મફત એન્ટ્રીમાં ઢગલો ઇનામો જીતવાની તક છોડે એ તે કેવા ગુજરાતી? 😉 તો, કમ ઓન, આ વાંચો અને વંચાવો, શેર કરો….કરો કંકુના ..ઓલ ધ બેસ્ટ !

Gujarat Calling…If you are proud to be a Gujarati, proud of its heritage and culture and committed towards its recognition across the world, here is an opportunity for you to grab. The worldwide GUJARAT QUIZ takes you on a tour of the glories of Gujarat. This competition offers attractive prizes and a certificate. It is open for all from 5th September 2011 to 20th October 2011!

to know more about it in any of this four languages –  English / Gujarati / Hindi / Sanskrit….just click the link below 🙂

http://www.gqworld.in/


સમગ્ર વિશ્વના ગુજરાતી
ઓને પોતાની માતૃભૂમિ ગુજરાત પ્રત્યેની નિષ્ઠા, નિસબત અને ગૌરવનો અનોખો માપદંડ જાણવાની અનોખી તક આપતી અને સૌ ગુજરાતીઓને ગુજરાતની વિશેષતાઓ અને વારસાની જાણકારી આપતી વિશ્વવ્યાપી ગુજરાત ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું છે. બહુમૂલ્ય ઇનામો અને સર્ટીફિકેટ સહિતના વિવિધ પ્રોત્સાહનો ધરાવતી આ સ્પર્ધા તારીખ પાંચ સપ્ટેમ્બર ૨૦૧૧ થી વીસ ઓકટોબર ૨૦૧૧ સુધી સૌ ગુજરાતીઓ માટે ખુલ્લી રહેશે. આ સ્પર્ધામાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે.

ગુજરાત ક્વિઝ વિશ્વકક્ષાની ઓન-લાઇન સ્પર્ધાની સમયાવધિ અને નિયમો

 • જી-ક્યુ વિશ્વ મોડ્યુલની વિન્ડો પાંચ સપ્ટેમ્બર, ૨૦૧૧ થી વીસ ઓક્ટોબર, ૨૦૧૧ દરમિયાન ઓપન રહેશે.
 • રજિસ્ટ્રેશન કરાવનારા દરેક સ્પર્ધકે પોતાનો યુનિક આઈડી તથા પાસવર્ડ પસંદ કરી યાદ રાખવાનો રહેશે.
 • દરેક સ્પર્ધકને મળેલા કુલ પ્રશ્નો, સાચા-ખોટા પ્રશ્નોની સંખ્યા, જવાબ આપવા માટે લીધેલો સમય – જેવા માપદંડોના આધારે સ્પર્ધકને ગુણ આપવામાં આવશે.
 • રજિસ્ટ્રેશન કરાવનારા દરેક સ્પર્ધકને પાંચ સપ્ટેમ્બર, ૨૦૧૧ થી વીસ ઓક્ટોબર, ૨૦૧૧ દરમિયાન વધુમાં વધુ બે વખત સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે.
 • દરેક સ્પર્ધકે આ બે પ્રયત્નો દરમિયાન મેળવેલા મહત્તમ ગુણ વિજેતાની પસંદગી માટે ગણતરીમાં લેવામાં આવશે.
 • દરેક સ્પર્ધકને ઓન-લાઇન રમાનારી આ સ્પર્ધા દરમિયાન તદ્દન એક સમાન ન હોય તેવો ક્રમ કે પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્ર મળશે.
 • દરેક સ્પર્ધકને ઓન-લાઇન રમાનારી આ સ્પર્ધા દરમિયાન ભાષા પસંદગી માટે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાંથી કોઈ એક ભાષા પસંદ કરવાનો વિકલ્પ મળશે.
 • ઓન-લાઇન રમાનારી આ સ્પર્ધા દરમિયાન દરેક સ્પર્ધકનો વિગતવાર ડેટા જેમ કે, – બંને પ્રયત્નોની તારીખ અને સમય, બંને પ્રયત્નો દરમિયાન સ્પર્ધકને મળેલા પ્રશ્નો, આ પ્રશ્નોના સ્પર્ધકે આપેલા જવાબ, આ પ્રશ્નોના સાચા જવાબ, સ્પર્ધકે જવાબ આપવા લીધેલો સમય, સ્પર્ધકને મળેલા કુલ ગુણ જેવી બાબતોના આધારે સ્પર્ધકનો ક્રમાંક ઉપલબ્ધ રહેશે.
 • દરેક સ્પર્ધકને ઓન-લાઇન રમાનારી આ સ્પર્ધામાં ભાગ લીધાનું ઈ-સર્ટીફિકેટ તેના મેઈલ-બોક્ષમાં મળશે.
 • આ સ્પર્ધાની કોઈ પણ બાબત અંગે નિયામક શ્રી, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય આખરી અને સૌને બંધનકર્તા રહેશે.
 • દરેક સ્પર્ધકે મેળવેલા ગુણની સરખામણી કરીને સમગ્ર ગુજરાતના પ્રથમ પાંચ, ગુજરાત સિવાય સમગ્ર ભારતના પ્રથમ પાંચ અને ભારત સિવાય સમગ્ર વિશ્વના પ્રથમ દસ – એમ કુલ મળીને ૨૦ વિજેતા જાહેર કરવામાં આવશે.
 • ગુજરાત ક્વિઝની વિશ્વકક્ષાની ઓન લાઇન સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકે રજિસ્ટ્રેશન માટે પોતાની સાચી વિગતો આપવી અનિવાર્ય છે. વિજેતા સ્પર્ધકે આયોજકો સમક્ષ પોતાનું પ્રમાણભૂત અને માન્ય ઓળખપત્ર રજુ કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનની વિગતો અને ઓળખપત્ર વચ્ચે વિસંગતતા હશે તો સ્પર્ધકનું ઇનામ રદ થવાને પાત્ર રહેશે. આવા કિસ્સામાં વિજેતા સ્પર્ધકો પછી તરતના ક્રમે રહેલા સ્પર્ધકને જે-તે ઇનામ ફાળવવામાં આવશે.
 • ગુજરાત ક્વિઝની વિશ્વકક્ષાની ઓન લાઇન સ્પર્ધા માટે વધુમાં વધુ ૨૦ મિનિટનો સમય મળશે.
 • સ્પર્ધકે ૨૦ મિનિટમાં તેની સ્ક્રીન પર આવતા ૫૦ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
 • સ્પર્ધકને મળેલા ભાષા પસંદગીના વિકલ્પોમાંથી કોઈ એક ભાષા પસંદ કર્યા બાદ ‘આરંભ’નું બટન ક્લિક કરતાની સાથે ટાઇમર શરૂ થશે.
 • ટાઇમર શરૂ થયા પછી ૨૦ મિનિટ ગણવામાં આવશે.
 • સ્પર્ધક પોતાની સ્ક્રીનની ડાબી બાજુ સતત ચાલતું ટાઇમર જોઈ શકશે.
 • આ સ્પર્ધાના વિજેતાની પસંદગી માટે સ્પર્ધકે આપેલા જવાબોની ખરાઈ ઉપરાંત સ્પર્ધકે જવાબો આપવા માટે લીધેલા કુલ સમયની પણ ગણના કરવામાં આવશે.
 • દરેક સાચા જવાબ દીઠ ૧૦ ગુણ મળશે. દરેક ખોટા જવાબ દીઠ 0૫ ગુણ માઇનસ થશે.
 • સ્પર્ધકે કોઈ વિકલ્પ પસંદ નહીં કર્યો હોય તો પણ 0૫ ગુણ માઇનસ થશે.
 • સાચા જવાબો અને ખોટા જવાબોના આધારે એક સરખા ગુણ ધરાવતા સ્પર્ધકોમાંથી ઓછા સમયમાં સ્પર્ધા પૂરી કરનાર સ્પર્ધક મેરિટમાં આગળ રહેશે.
 • સ્પર્ધાના પરિણામ માટે ઓન-લાઇન સ્પર્ધા દરમિયાન સ્પર્ધકે ક્લિક કરેલા જવાબોના આધારે સર્વરને મળેલા ડેટાના કમ્પ્યૂટર એનાલિસિસ દ્વારા મળેલા ગુણને ધ્યાનમાં લેવામાં આવશે.
 • દરેક સ્પર્ધક માટે આ પરિણામ આખરી અને બંધનકર્તા રહેશે.

$$$$$ ઇનામો $$$$ :

કુલ ૨૦ મુખ્ય ઇનામો રહેશે.

સમગ્ર ગુજરાતના પ્રથમ પાંચ

ગુજરાત સિવાય સમગ્ર ભારતના પ્રથમ પાંચ

ભારત સિવાયના સમગ્ર વિશ્વના પ્રથમ દસ

*દરેક વિજેતાને એક સમાન ઇનામ મળશે

ઢેન ટે નેન……..મુખ્ય ઇનામ અંતર્ગત દરેક વિજેતાને ‘મનપસંદ ગુજરાત દર્શન – પાંચ દિવસ-ચાર રાત્રીનું ચાર વ્યક્તિઓ માટે  નું પેકેજ મળશે.

વિજેતાની પસંદગીનાં ગુજરાતનાં વિવિધ સ્થળોને આવરી લેતાં આ પેકેજમાં વાતાનુકુલિત કાર દ્વારા આરામદાયક સફર, જે-તે સ્થળની શ્રેષ્ઠ હોટલમાં રહેવાની – જમવાની અને સ્થાનિક ગાઇડની સેવાનો સમાવેશ થાય છે. આ ઇનામ જીતનાર વિજેતાને સ્પર્ધાનું પરિણામ જાહેર થયાની તારીખથી એક વર્ષની અંદર તે ઈચ્છે ત્યારે આ ઇનામ મુજબ મનપસંદ ગુજરાત દર્શનની સગવડ મળશે. વિજેતાએ એક સાથે સળંગ પાંચ દિવસ અને ચાર રાત્રીનું પેકેજ પસંદ કરવાનું રહેશે. તેમાં બ્રેક પાડી શકાશે નહીં. આ પેકેજનો લાભ લેવા માટે વિજેતાએ સ્વખર્ચે ગુજરાતના કોઈ એક એરપોર્ટ કે રેલવે સ્ટેશને પહોંચવાનું રહેશે. આયોજનમાં અનુકૂળતા રહે તે માટે વિજેતાએ પ્રવાસ શરૂ કરવાના પંદર દિવસ અગાઉ જાણ કરવી અનિવાર્ય છે.


* કુલ ૧૦૦ પ્રોત્સાહક ઇનામો

ભારત સિવાયના દેશોમાંથી ભાગ લેનારા અને પ્રથમ ૧૦૦માં આવનારા સ્પર્ધકોને માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના પુસ્તકો તેમના હસ્તાક્ષર સાથે મળશે.


###વિવિધ ભાષાઓમાં વધુ વિગતો માટે…જસ્ટ ક્લિક ઓફિશ્યલ ઓનલાઈન લિંક :

http://www.gqworld.in/

 
19 Comments

Posted by on October 13, 2011 in contests, gujarat, heritage, india, travel, youth

 

19 responses to “કૌન બનેગા ગુજરાતી ? ખેલો ઓનલાઈન ક્વીઝ, જીતો રિઅલ પ્રાઈઝીઝ !

 1. Dipen Shah

  October 13, 2011 at 9:44 AM

  kharekhar bhag leva jevi quiz. I think each proud Gujarati Should participate. Not to win only .. but to know how much we know about our motherland.

  Like

   
 2. રૂપેન પટેલ

  October 13, 2011 at 9:58 AM

  જયભાઈ વિશ્વવ્યાપી ગુજરાત ક્વિઝમાં ભાગ લેવાની મજા આવી ગઈ . ભલે બધા જવાબ સાચા પડે કે ન પડે અને ભલે ઇનામ ન મળે પણ ગુજરાત વિશે વધુ જાણવાની ભુખ જરૂર ઉભી થઇ છે . સ્પર્ધકોને ગુજરાતમાં કેટલું અવનવું જાણવા જેવું છે તે આ સ્પર્ધા બાદ ખબર પડશે અને વધુ જાણવા મથશે .
  જયભાઈ પ્રશ્નો જોરદાર છે જેમ કે … ગુજરાતની પ્રથમ લો કોલેજ , દેના બેંકના સ્થાપક , ગુજરાતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી ……..વાચકો , સ્પર્ધકો વધુ માટે તરત જયભાઈએ આપેલી લિંક પર ક્લિક કરી ૨૦ મીનીટમાં મગજ કસવાનો આનંદ લઈ લો ….

  Like

   
 3. Envy

  October 13, 2011 at 10:10 AM

  Jaybhai, dhanyavad tamne angdi chindhwa badal ane Pranavbhai ne saras quiz design karva badal.
  Maro pahelo prayatn ajmavi lidho che…jawab khota pade ke sacha enu parinam to mari gnan ni kshamta chakasva ma kam avshe ane agad sudharo karva ma pan. Inaam made e mahtvanu che j nahi, bhag lidha no anand che, anhad.

  Like

   
 4. Tamanna shah

  October 13, 2011 at 10:32 AM

  superb quiz..fun to attend that.. 🙂 thnx jv sir..

  Like

   
 5. vandana

  October 13, 2011 at 11:00 AM

  thanks JV , time to evelute our knowledge of GUJARAT…result is not important but INFORMATION which we have to find its more important.

  Like

   
 6. વિમેશ પંડ્યા "તુલસીને છાંયે વિસામો..."

  October 13, 2011 at 11:15 AM

  જયુભાઈ, માપ નીકળી જાય હોં કે….

  મારા ગુજરાત વિશે બધુંય જાણું છું એવી ડંફાશ તો ના જ મરાય પણ કોઈક વારો લઈ જતો હોય તો એકાદ પ્રશ્ન પુછી ને એનેય “સત્ય” નું જ્ઞાન કરાવી શકાય….

  Like

   
 7. maheshdesai

  October 13, 2011 at 1:51 PM

  thank you very much jaybhai..

  Like

   
 8. parikshit s. bhatt

  October 13, 2011 at 2:55 PM

  વાહ જયભાઈ;મજા આવી ગઈ…થેન્ક્યુ…આવું ને આવું વ્હેંચતા રહો ને ‘ગમતા નો ગુલાલ’ કરતા રહો…

  Like

   
 9. udjustlove

  October 14, 2011 at 4:30 AM

  Jaybhai e site upar ek Q-A bank pan apeli chhe je download kari ne vanchi ne pachhi exam apvi……………

  Like

   
 10. sunil vora

  October 16, 2011 at 10:12 AM

  Jaybhai, took quiz in gujarati & enjoyed think will score 40to45% right answerswaiting for Marks with m my fingers X d!!!!!!!!!!!!!!!!

  Like

   
 11. Patel Usha

  October 17, 2011 at 3:49 AM

  I like this competition..jaybhai

  Like

   
 12. Asmit Shah

  October 18, 2011 at 8:52 PM

  Very nice competition.
  People should also bring the scientific contribution of Gujaratis into attention too. There were and are many gujarati scientists in Gujarat and around the world. Everybody knows Vikram Sarabhai and Homi Bhabha. Some people may know the late Prof PC Vaidya. But most people don’t know about Kumar Patel (invented carbon laser), Girish Agrawal (quantum optics), Anjan Joshipura (neutrino physics) etc.
  Unfortunately, we have some really bad Gujarati writers who also write very badly researched science related articles. The latest is Urvish Kothari who wrote about superluminal neutrinos last week in Gujarat Samachar. He didn’t even know what wrote ‘પ્રકાશની ઝડપ કરતાં વધારે ઝડપ હાંસલ કરી શકાય, તો ભવિષ્યમાં જવાનું શક્ય બને.’ ! What rubbish is that! I don’t know why these kind of people are writing anything related to science if they don’t understand it themselves!
  Asmit

  Like

   
 13. Vaghela, Purushottam R

  October 19, 2011 at 2:32 AM

  Jay Sir!
  Bahu rasprad spardha lage chhe.
  Asmitbhai e sachu kahyu chhe. apna gujarati vaigyaniko vishe mahiti hovi jaruri raheshe. Ane emne je oorvish kothari na lekh vishe kahyu te me pan observ karelu. gujarat na kambhagya chhe ke aava game teva lekhako vigyan vishe lakhva nikli pade chhe. ava lekho vanchine to je jignasu vachako hoy tema pan khoti mahiti jay. ava vahiyat lekho ne chhapa na tantrio pahela j filter kari nakhe e bahu jaruri chhe.

  Purushottam Vaghela

  Like

   
 14. Dhwaneet Patel

  October 19, 2011 at 10:41 PM

  અમિતભાઈ અને પુરુષોત્તમભાઈ,
  હું તમારી વાત સાથે સંમત છું. આપણે ગુજરાતી વૈજ્ઞાનિકો વિષે પણ જાણવું જ રહ્યું. તમે ઘણું સારું કર્યું કે આવા વિજ્ઞાન લેખ ના નામે ફેકમફેંકી કરતા લેખકોને ઉઘાડા પાડ્યા. ઉર્વીશ કોઠારી વિજ્ઞાન જ નહિ પણ બીજા ઘણા વિષયોમાં કોઈજ ગતાગમ પડતી ના હોય અને અસંખ્ય હકીકતદોષ હોય એવા લેખો વર્ષોથી લખે રાખે છે. ઉર્વીશ કોઠારી જ શું કામ, ઘણા બીજા ગુજરાતી લહિયાઓ પણ પોતાને લેખક ગણાવીને પેન ઘસવા માંડી પડે છે. અને પાછા ફરિયાદો કરે રાખે કે હવે લોકો બહુ વાંચતા નથી. શું તંબૂરો વાંચે આવા વાહિયાત લેખો અને લેખકો ને? ઉર્વીશ કોઠારી જેવા લેખકો ના લેખ જોઈએ ત્યારે તો એમ જ લાગવા માંડે કે ગુજરાતી સાહિત્યનું સ્તર ખુબ જ કથળી ગયું છે. આ તો સારું છે જય વસાવડા, ગુણવંત શાહ અને કીન્નર આચાર્ય જેવા લેખકો હજી મોજુદ છે જેઓ એક એક વાક્ય ખુબ જ સમજી વિચારી અને રીસર્ચ કરીને લખતા હોય છે.

  —ધ્વનિત પટેલ

  Like

   
  • Ashok Patel

   October 20, 2011 at 6:19 PM

   Dhwaneetbhai,
   These Urvish Kothari kind of writers do exactly ‘fekamfeki’. No research and just stupid opinions without evidence or facts. Today he is writing about an andolan by some government agency. Who knows if he is not just writing rubbish there too? Noone believes such a writer in any issue whatsoever who has no credibility.

   Like

    
   • Manish

    October 21, 2011 at 7:03 AM

    Alya bhai, koi Urvish Kothari ne samjavo ke Anna Hazare noo Andolan potana mate nahotu pan desh na loko na bhala mate hatu. tethi desh naa loko (Urvish Kothari ane Tista Setalvaad jeva thoda loko ne chhodi ne) e emno sath apyo. GSIF (Ashokbhai je government agency ni vat kari rahya chhe te) na karmchario noo Andolan karmchario naa potana mate ane potana pagaar ange chhe chhe. Tethi desh na ke gujarat na loko e temno sath apvo jaroori na hoy.
    Atli sidhi vat Urvish Kothari ne khabar nathi padati?! Kevi rite pade? Padti hot to emne kakka ni ye hamjan padti na hoy to y vignan no lekh lakhavani moorkhta kari j na hot ne.

    Likhitang, Manish Parmar

    Like

     
 15. Parth

  October 21, 2011 at 6:54 AM

  Bravo guys!
  It is great to see people are concerned about Gujarati scientists here…
  I also read this stupid article from Urvish Kothari where he wrote some nonsense about faster than light meaning travel in future…
  These kind of writers must be banned to write anything related to Science by the editor of the newspaper as someone mentioned above. In Science writing, anything can be accepted but not such foolishly wrong statements.
  Bye the way, Jaybhai, very nice competition. I will surely take part in it.

  Jay Hind from Parth

  Like

   
 16. Jagruti Patel.

  November 2, 2011 at 8:08 PM

  great idea. liked it a lot.

  Like

   
 17. amarat patel

  January 13, 2013 at 8:08 PM

  hu pan aa quiz mo bhag leva mangu chhu.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: